ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 29 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 29

ભેંદી તીર.
******



વરસાદ બંધ થયો એટલે મેરી અને રોબર્ટ ઝાડની બખોલમાંથી બહાર આવ્યા. જ્યાં સુધી વરસાદ ચાલુ ત્યાં સુધી મેરીનો જીવ તાળવે ચોંટેલો રહ્યો કારણ કે ચાલુ વરસાદે વીજળીના કડાકા મેરીનું કાળજું કંપાવતા હતા.


"મેરી શું કરીએ હવે આગળ જઈએ કે પછી આજની રાત અહીંયા જ કાઢી નાખીએ ? આજુબાજુની જમીન ઉપર પડેલા ભીંજાયેલા વૃક્ષોના પાંદડાઓ જોઈ રહેલા રોબર્ટે મેરીને પ્રશ્ન કર્યો.


"તું કહે એમ કરીએ.' મેરી પાસેના ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં પગની આંગળીઓ ભીંજવતા બોલી.


"સાંજ તો થવા આવી છે ક્યાં જઈશું ? પછી આગળ કોઈ સુરક્ષિત સ્થળ મળે ના મળે એના કરતા તો અહીંયા જ રાત વિતાવી દઈએ કાલે વહેલી સવારે આગળ વધીશુ.' રોબર્ટ મેરી તરફ જોતાં બોલ્યો.


"હા રોકાઈ જવામાં તો કંઈ વાંધો નથી પણ પીવાનું પાણી ક્યાંથી લાવીશું મને તો હમણાં પણ તરસ લાગી છે.' મેરી બોલી.


"પાણી માટે તો ચાલ આજુબાજુ આંટો મારી આવીએ. ક્યાંકથી પાણી તો જરૂર મળી જ રહેશે.' રોબર્ટે મેરીનો હાથ પકડીને મેરીને કહ્યું.


મેરી અને રોબર્ટ પાણીની શોધ માટે આગળ વધવા લાગ્યું. આ જંગલના વૃક્ષો મોટા હતા પરંતુ વધારે ગીચ નહોતા એટલે જમીન ઉપર મોટા પ્રમાણમાં ઘાસ ઉગી નીકળ્યું હતું. ચોમાસુ શરુ થયો એનો આ પહેલો વરસાદ હતો. ઉનાળાની ઋતુ દરમિયાન કરમાઈ ઉઠેલા ઘાસને આજે વરસાદનું પાણી મળવાથી ખીલી ઉઠ્યું હતું.


સૂર્ય પશ્ચિમમાં ડૂબી ગયો હતો.વરસાદ પડ્યો હતો એટલે વાતાવરણમાં થોડીક ઠંડી ભળી હતી. જમણી તરફ આકાશમાં મોટુ મેઘધનુષ્ય રચાયું હતું. એકદમ સ્વચ્છ બનેલા આકાશમાં રચાયેલું મેઘધનુષ્ય ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યું હતું.


"મેરી જોયું પેલું મેઘધનુષ.! ચાલી રહેલા રોબર્ટની નજર મેઘધનુષ્યની ઉપર પડી એટલે રોબર્ટ બોલી ઉઠ્યો.


"કઈ બાજુ છે.' આટલું કહીને મેરી આકાશમાં આમતેમ જોવા લાગી છેલ્લે એની નજર જેમ દિશામાં મેઘધનુષ્ય હતું એ દિશામાં સ્થિર થઈ.


"વાહ વાહ.! અદ્ભૂત નજારો.' મેઘધનુષ જોતાં જ મેરીએ ખુશીના પોકારો પાડ્યા.


મેરી અને રોબર્ટ આવીરીતે આકાશમાં રચાયેલા મેઘધનુષ્યને જોઈ રહ્યા હતા પણ એમને ખબર નહોતી કે એમની આસપાસ મોતનું તાંડવ રચાઈ રહ્યું છે. રીંછનો ધીમો ઘુરકાટ સાંભળીને મેઘધનુષ્ય જોઈ રહેલા રોબર્ટ અને મેરી ચોંકી ઉઠ્યા.


"રોબર્ટ રીંછ.' સામેના વૃક્ષની નીચે ઉભેલા રીંછ તરફ જોતાં જ મેરીના મોંઢામાંથી ચીસ નીકળી ગઈ.


"વ્હાલી ડરીશ નહિ.' રોબર્ટના મોંઢામાંથી માંડ માંડ આટલા શબ્દો નીકળ્યા.


"પણરીંછ આપણને.' રોબર્ટે આપેલા દિલાસાની કંઈ જ અસર ના થઈ હોય એવીરીતે મેરી બોલી.


ત્યાં તો વૃક્ષ નીચે ઉભેલું રીંછ વૃક્ષ પાસેથી રોબર્ટ અને મેરી તરફ આવવા લાગ્યું. અચાનક ના ધારી હોય તેવી આ મુશ્કેલી આવી પડી એટલે રોબર્ટ અને મેરીના શ્વાસ જ જાણે ચાલતા બંધ થઈ ગયા. શું કરવું એ રોબર્ટને કંઈ જ સૂજ્યું નહિ. મેરીનું તો આખું શરીર ડરના કારણે ધ્રુજવા લાગ્યું.


"રોબર્ટ કંઈક કર નહીંતરરીંછ આપણને મારી નાખશે.' મેરીએ ફરીથી ગભરાટભર્યા અવાજે ચીસ પાડી.


ડરેલી મેરીનો રોબર્ટે ઝડપથી હાથ પકડી લીધો અને એ પાછળ તરફ હટવા લાગ્યો. ત્યાં તો પેલા વિકરાળ રીંછની ઝડપ વધી એ ઝડપથી રોબર્ટ અને મેરી તરફ આવવા લાગ્યું.
અને થોડીક પળોમાં તો એ એકદમ રોબર્ટ અને મેરીની નજીક આવી ગયુ. મેરીની જીભ એકદમ મોંઢામાં જ ચોંટી ગઈ એને ચીસ પાડવી હતી પરંતુ એ ચીસ પાડી શકી નહિ.


ત્યાં તો રીંછે પોતાનો વિશાળ પંજો રોબર્ટને મારી નાખવા ઊંચો ઉપાડ્યો. રોબર્ટને મારી નાખવા રીંછે જેવો પંજો ઉપર ઉઠાવ્યો ત્યાં તો ડાબી તરફથી સનનન્ કરતું તીર આવ્યું અને રીંછનું ગળુ વીંધાઈ ગયુ. રોબર્ટને મારવા માટે ઉઠેલો રીંછનો પંજો હવામાં જ રહી ગયો અને બીજી જ પળે રીંછ જમીન ઉપર ઢળી પડ્યું. અણીના સમયે આ ભેંદી તીર ક્યાંથી આવ્યું એની રોબર્ટ અને મેરી ખબર પડી નહીં. એ બન્ને ફાટી આંખે આજુબાજુ જોવા લાગ્યા.


**********************************



કોતરમાંનો ભયાનક અજગર.
******************




"બાપરે આટલા બધા હાથીઓના હાડપિંજરો.!' ખીણમાં પડેલા હાથીઓના હાડપિંજરો તરફ જોતા ગર્ગ બોલી ઉઠ્યો.


"હા બહુ બધા છે. બિચારા કેટલા બધા હાથીઓ આ ખીણમાં પડીને મૃત્યુ પામ્યા હશે.' એલિસ બોલી. એલિસના અવાજમાં ભારોભાર દુઃખ છલકાતું હતું.


"આ ખીણમાંથી હાથીદાંતને બહાર કોણ કાઢશે.' માર્ટિન એકદમ કંટાળેલા અવાજે બોલ્યો.


"તું તો સાવ આળસુ અને કામચોર છે. હજુ તો ખીણમાં પણ ઉતર્યા પણ નથી અને તું આવું બોલે છે.' માર્ટિન તરફ માયરા ઠપકાભરી નજરે જોતાં બોલી.


માયરાએ માર્ટિનને કામચોર કહ્યો એટલે ખીણમાં જોઈ રહેલા ગર્ગ અને એલિસ જોરથી હસી પડ્યા.


"ચાલો હવે વાર નથી કરવી જલ્દી ખીણમાં ઉતરીએ પછી જો સાંજ પડી જશે. તો ખીણમાંથી બહાર નીકળવું અઘરું થઈ પડશે.' જ્હોન બધા સામે જોતાં બોલ્યો.


"હા.. હા. ચાલો.' માયરા ખીણના કિનારી વાળા ભાગ પાસે બેઠી હતી ત્યાંથી ઉભી થતાં બોલી.


બધા ખીણનો ઢોળાવ ઉતરતા હાથીઓના હાડપિંજરો જે તરફ હતા એ તરફ જવા લાગ્યા. સીધી ખીણ નહોતી ઢોળાવવાળી ખીણ હતી એટલે ઉતરવામાં સરળતા પડી રહી હતી.


ગર્ગ સૌથી મોખરે હતો અને બીજા બધા ગર્ગની પાછળ હતા. ત્યાં તો એલિસનો પગ લપસ્યો. ડરની મારી એલિસ કિકિયારી પાડી ઉઠે.અને એ સીધી નીચે ખીણમાં જવા લાગી. ત્યાં તો મોખરે ચાલી રહેલા ગર્ગે પડતી ખીણ તરફ જતી એલિસને કમરમાંથી પકડી પાડી. એલિસને બચાવવા જતાં ગર્ગ પણ ગડથોલિયું તો ખાઈ જ ગયો હતો પણ માંડ માંડ બચ્યો.


"ગર્ગ સરખી પકડજે એને.' પાછળ આવતી માયરાએ બુમ પાડી.


ગર્ગે એલિસને બાજુમાં સરખી ઉભી કરી. એલિસ તો આવેશમાં આવી જઈને ગર્ગને ભેંટી જ પડી. અને નાના બાળકની જેમ રડવા લાગી. એલિસની ઉંમર લગભગ વીસ- બાવીસ વર્ષ જેટલી હશે તો પણ ક્યારેક એ નાના બાળકની જેમ રડી પડતી.


"હા હવે ચાલો.' ગર્ગ એલિસને પોતાના શરીર દૂર કરતા બોલ્યો અને આગળ ચાલ્યો.


સૂર્ય પશ્ચિમમાં ઢળી ચુક્યો હતો. વરસાદ વરસ્યા બાદ આકાશ એકદમ સ્વસ્થ થઈ ગયું હતું. ગર્ગ ઝડપથી ખીણમાં ઉતરી રહ્યો હતો. એની પાછળ બધા સાવચેતી પૂર્વક ખીણમાં ઉતરી રહ્યા હતા.


"ગર્ગ થોભી જા.' એકદમ એન્થોલીનો અવાજ સાંભળીને ગર્ગ ત્યાં જ ઉભો રહી ગયો.


"શું છે એન્થોલી.' ગર્ગ એન્થોલી તરફ જોતા બોલ્યો.


"તારી સામેની કોતરમાં જો મોટો અજગર.!! એન્થોલી અજગર શબ્દ ઉપર ભાર આપતા બોલ્યો.


"ઓહહ.! સામેની કોતરમાં અજગરને જોયો એટલે ગર્ગ ડરેલા અવાજે બોલ્યા.


"હવે આગળ કેવીરીતે વધવું આ અજગર તો આપણો રસ્તો રોકીને બેઠો છે ' જ્હોન અજગર તરફ જોતાં બોલ્યો.


"આનો તો ઉપાય પણ શું કરીએ.' ભાષાશાસ્ત્રી એન્થોલી બોલ્યા.


બધા ફાટી આંખે સામેની કોતરમાં બેઠેલા મહાકાય અજગર તરફ જોઈ રહ્યા. ખુબ જ વિશાળ આ અજગર આટલા દૂરથી ખુબ જ ભયાનક લાગી રહ્યો હતો. અજગરની આંખો ગર્ગ અને ગર્ગના બધા સાથીદારોને અચરજ ભરી નજરે જોઈ રહી હતી.


"ગર્ગ કંઈક તો વિચાર. શું કરીએ હવે આગળ વધવા માટે.!' માયરા ગર્ગના ખભા ઉપર હાથ મુકતા બોલી.


"શું ઉપાય કરું.! અજગર છે, સાપ હોત તો કંઈક કરી દેત.' આમ કહીને ગર્ગ માયરા સામે જોઈને ખડખડાટ હસી પડ્યો.


(ક્રમશ)