કર્મનો કાયદો ભાગ - 25 Sanjay C. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મનો કાયદો ભાગ - 25

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૨૫

શ્રદ્ધા અને કર્મ

એકબીજાનાં પૂરક

જેવું કર્મ તેવું જ ફળ મળવું તે કર્મના ગુણોને આભારી છે. પક્રશ્વ પગ ઙ્ગેંથ્શ્નષ્ટ ગક્રશ્વ ભગ દ્મેંૐ નક્રક્ર ત્ન (થ્ક્રૠક્રનબ્થ્ભૠક્રક્રઌગ) કર્મના ગુણદોષને ઓળખીને યથાયોગ્ય ફળ મેળવવાની વાત તો જગવિદિત છે. જેમ કે અગ્નિથી તાપ મેળવી શકાય, બાળી શકાય, પણ શીતળતા ન મેળવી શકાય. અગ્નિ વગર જળથી બાળી ન શકાય. અન્નથી ભૂખ અને જળથી તરસ છિપાવી શકાય. મારવા માટે ઝેર ખવાય અને જીવવા માટે અન્ન. આ બધી હકીકત કર્મના ગુણોને આભારી છે. તે મુજબ આપણે કર્મમાર્ગમાં તેનો ઉપયોગ કરીએ છીએ.

હજારો વર્ષોના અનુભવો સાથે ઉત્તરોત્તર પ્રાપ્ત કરેલા જ્ઞાનથી આજે માણસ તેની ક્રિયાઓમાં દક્ષ (ચતુર) થયેલો જોવા મળે છે. કર્મના ગુણો પારખીને આજે માણસે દુનિયાના એક છેડેથી બીજા છેડે જવા માટે કલાકોમાં અંતર કપાઈ જાય તેવાં વિમાનો અને વાહનો રચ્યાં છે. એક જ બૉમ્બમાં દુનિયાનો વિનાશ થઈ જાય તેવાં શસ્ત્રો રચ્યાં છે. મેડિકલ ક્ષેત્રે હાર્ટ, કિડની, લંગ્ઝ, લિવર સહિત મહત્ત્વનાં માનવ અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની સિદ્ધિ મેળવી છે. આજે દેખાતાં વિમાન, મિસાઈલ, સ્ટીમર, ઉપગ્રહ, અણુશસ્ત્ર, વાહન, કમ્પ્યૂટર્સ, રૉબોટ્‌સ વગેરે સાધનો માણસનાં કર્મોના ગુણોમાં થયેલી દક્ષતાનો પરિચય આપે છે. કર્મમાર્ગના ગુણોને ઓળખીને ‘આ ગુણ આવું જ કર્મ કરશે’ તેવા નિશ્ચય સાથે તેની રચના થઈ છે અને આજે તેનો વ્યાપક રૂપમાં ઉપયોગ પણ થઈ રહ્યો છે.

પરંતુ આ રીતે ગુણોમાં નિપુણ થઈને પ્રાપ્ત કરેલી દક્ષતા એ કર્મમાર્ગની સિદ્ધિનું અર્ધસત્ય છે, પૂર્ણ સત્ય નથી. આ હકીકતને પુષ્પદંત-રચિત ‘શિવમહિમ્નસ્તોત્ર’માં ખૂબ સારી રીતે વર્ણવી છે. ‘શિવમહિમ્નસ્તોત્ર’ના વીસમા અને એકવીસમાં શ્લોકમાં સંક્ષિપ્ત પણ માર્મિક રીતે તેનું વર્ણન કરાયેલું છે.

ઇેંભક્રહ્મ ગળ્તભશ્વ પક્રટક્રત્ડ્ડૠક્રબ્ગ દ્મેંૐસ્ર્ક્રશ્વટક્રશ્વ ઇેંભળ્ૠક્રભક્રધ્

દૃ ઙ્ગેંૠક્રષ્ટ ત્ઝજીભધ્ દ્મેંૐબ્ભ ળ્ન્ક્રથ્ક્રમઌૠક્રઢ્ઢભશ્વ ત્ન

ત્ત્ભજીઅક્રધ્ ગધ્ત્શ્વદ્રસ્ર્ ઇેંભળ્ળ્ દ્મેંૐઘ્ક્રઌત્બ્ભ઼ક્રળ્ધ્

ઊંક્રળ્ભક્રહ્મ ઊંક્રરક્રધ્ ખ્ક્રઘ્ૅર્િક્ર ઙ્ગેંઢ્ઢભબ્થ્ઙ્ગેંથ્ઃ ઙ્ગેંૠક્રષ્ટગળ્ પઌઃ ત્નત્ન૨૦ત્નત્ન

પુષ્પદંત કહે છે માણસના જાગ્રત કે સુષુપ્તાવસ્થામાં કરાયેલાં કર્મોનાં ફળ રચવામાં શિવ જ કર્તા છે. કર્મ ફળ આપ્યા વગર નથી રહેતું. કર્મ કરનારને તેનું કર્મ જ ફળરૂપે પાછું મળશે તેવી શ્રદ્ધામાં લોકોને બાંધીને કર્મમાર્ગનું યોગ્ય અનુગમન કરાવવા ખુદ ઈશ્વરે જ આ વ્યવસ્થા કરેલી છે, પરંતુ આ હકીકત અર્ધસત્ય છે, પૂર્ણ નથી. પૂર્ણ સત્ય માટે બીજા શ્લોકનો સમન્વય કરતાં કહે છે :

બ્ઇેંસ્ર્ક્રઘ્દ્રક્રક્રશ્વ ઘ્દ્રક્રઃ ઇેંભળ્બ્ભથ્મટ્ટઽક્રજીભઌળ઼્ક્રઢ્ઢભક્રધ્

પ્રટ્ટદ્ય્ક્રક્રૠક્રક્રન્કઅરુસ્ર્ધ્ ઽક્રથ્દ્ય્ક્રઘ્ ગઘ્જીસ્ર્ક્રઃ ગળ્થ્ટક્રદ્ય્ક્રક્રઃ ત્ન

ઇેંભળ઼્ક્રત્જીઅડ્ડક્રઃ ઇેંભળ્દ્મેંૐબ્મક્રઌ પ્સ્ર્ગબ્ઌઌક્રશ્વ

મત્ળ્ધ્ ઙ્ગેંભળ્ઢઃ ઊંક્રરક્રબ્મળ્થ્ૠક્રબ઼્ક્રનક્રથ્ક્રસ્ર્ બ્દ્ય ૠક્રક્રઃ ત્નત્ન૨૧ત્નત્ન

પુષ્પદંત દક્ષ પ્રજાપતિનું દૃષ્ટાંત આપે છે. દક્ષ પ્રજાપતિ ક્રિયાઓ કરવામાં નિપુણ હતો અને તેને કર્મ અને તેના ગુણોની નિપુણતાથી મેળવેલી દક્ષતામાં જ કર્મમાર્ગનું સંપૂર્ણ સત્ય દેખાતું હતું, તેથી દક્ષ કર્મના ગુણો અને તેની ક્રિયાઓ સિવાય કર્મમાર્ગની સિદ્ધિનું શ્રેય અન્ય કોઈને આપવા રાજી ન હતો. તે કારણે જ દક્ષે પોતાની પુત્રીના રૂપમાં અવતરેલી શ્રદ્ધાનો અનાદર કર્યો અને શિવને પોતાનાં કર્મોથી બાકાત રાખવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ રીતે દક્ષે કરેલો નિર્ણય તો તેનાં પોતાનાં કર્મોનો જ વિનાશક સાબિત થયો હતો. દક્ષના કર્મરૂપ યજ્ઞમાં તેનાં પુત્રી સતી બળીને ભસ્મ થયાં અને સતી(શ્રદ્ધા)નો વિનાશ થતાં જ શિવે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો હતો.

આજનો માનવ દક્ષ (ચતુર) તો થઈ ચૂક્યો છે, પરંતુ શ્રદ્ધાની ઉપેક્ષા થતી દેખાય છે, તેથી માણસની દક્ષતા જ તેને વિનાશ તરફ ખેંચી રહી છે. માનવ અર્ધસત્યને પૂર્ણ સત્ય માનવાની ભૂલ કરી રહ્યો છે. કર્મના ગુણોની પરખમાં નિપુણતા મેળવીને ક્રિયાદક્ષ થયેલા માનવને સાચી શ્રદ્ધા વિના વિનાશ સિવાય કાંઈ હાથ લાગે તેમ નથી. કર્મોની દક્ષતા અને યોગ્ય શ્રદ્ધા એ બંનેનો યથાયોગ્ય સમન્વય જ કર્મની સાચી સિદ્ધિ અપાવે છે.

તમે તમારો કેસ કોઈ એવા વકીલને સોંપી શકો કે જે તેના કર્મમાં ‘ઢ’ હોય અને તમને કહે કે હું તમારા માટે મેડીમાતાનો તાવો રાખીશ. એટલે તમારું કામ ફતેહ. લગભગ તમારો જવાબ ના હશે, કારણ કે તમે વકીલની કાબેલિયત સ્વીકારી શકો, પણ તેની માનતાઓ નહીં સાથોસાથ એ પણ સત્ય છે કે ગમે તેવા કાબેલ વકીલને પણ તેની કાબેલિયત સિદ્ધ કરવા શ્રદ્ધાનો આશ્રય લેવો પડે છે, પછી તે શ્રદ્ધા સાત્ત્વિક, રાજસી કે તામસી હોઈ શકે; પરંતુ પોતાના કામમાં જેને શ્રદ્ધા ન હોય તે વકીલ પોતાની કાબેલિયત સિદ્ધ કરવામાં સફળ ન થઈ શકે, કારણ કે કાબેલિયતને સિદ્ધ કરતાં પહેલાં કાબેલિયત ઉપર પણ શ્રદ્ધા કરવાની જરૂર પડે છે.

કાબેલમાં કાબેલ ડૉક્ટર પાસે તમે તમારા કોઈ પ્રિયજનનું ઑપરેશન કરાવવા પહોંચો અને ઑપરેશન થિએટરમાં જતાં-જતાં ડૉક્ટર તમને કહે કે મારા સફળ ઑપરેશન માટે તમે સિદ્ધિવિનાયકની માનતા રાખો તો તમને આંચકો જરૂર લાગશે, કારણ કે પોતાની સફળતા માટે પોતે જ પોતાના ઉપર શ્રદ્ધા કરવી પડે છે. હા, ડૉક્ટરના કહ્યા વગર પણ આવા પ્રસંગે માણસો પોતપોતાની શ્રદ્ધા મુજબ માનતાઓ લેતા હોય છે, પરંતુ માનતા લેનારાઓ પણ ડૉક્ટરને તો તેનાં કર્મોમાં નિપુણ (દક્ષ) જ જોવા માગતા હોય છે.

સફળ ઑપરેશન પાર પાડીને ઑપરેશન થિએટરમાંથી બહાર આવતા ડૉક્ટર તેનાં સગાંવહાલાંને કહે છે : “ભગવાનની કૃપાથી ઑપરેશન સફળ રહ્યું છે.” - ત્યારે તે ડૉક્ટર પણ ભગવાન જેવો લાગે છે, પરંતુ પહેલાં નહીં. જો પહેલાં કોઈ ડૉક્ટર દેવ-દેવીઓની શ્રદ્ધાની વાત કરે તો તે કાયર અને વેવલો લાગે છે અને પોતાના કામની કાબેલિયતની વાત કરે તો અહંકારી લાગે છે. આવી ઘડીમાં તો ડૉક્ટરે શ્રદ્ધાના તાંતણે પોતાના કામની કાબેલિયત સિદ્ધ કરવા મૌનનો સહારો જ ઉચિત હોય છે.

જેવું કર્મ તેવું ફળ આપવાની વ્યવસ્થા ઈશ્વરની છે, તે સાથે જ તે ફળ તેના કર્તાની શ્રદ્ધાને અનુસરે તે વ્યવસ્થા પણ ઈશ્વરની જ કરેલી છે, કારણ, જો કર્મમાર્ગમાંથી શ્રદ્ધાના તત્ત્વની બાદબાકી કરી નાખવામાં આવે તો જગત જડવત્‌ - યંત્ર જેવું થઈ જાય, તેથી જગતના રચયિતા ઈશ્વરે કર્મોને તેમના ગુણોથી બાંધ્યાં છે તો ગુણોને તેમના કર્તાની શ્રદ્ધાથી પણ બાંધ્યા છે, જેથી કર્મમાર્ગ કર્મના ગુણો અને કર્તાની શ્રદ્ધા એમ બંનેથી જોડાયેલો છે.

અગ્નિથી કેમ ન દઝાય તેના કર્મમાં હિરણ્યકશિપુની બહેન હોલિકા નિપુણ હતી. તેણે હિરણ્યકશિપુના કહેવાથી પ્રહ્‌લાદને બાળવાનું બીડું ઝડપ્યું હતું, પરંતુ પ્રહ્‌લાદને બદલે ખુદ હોલિકા જ બળી ગઈ હતી, કારણ કે પ્રહ્‌લાદની શ્રીહરિમાં અપાર શ્રદ્ધાના કારણે પ્રહ્‌લાદે પ્રજ્વલિત જ્વાળાને શીતળ અનુભવી હતી અને બીજાને બાળવા જનાર હોલિકા જ તે જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી.

આજે પણ ઘણા લોકો અગ્નિ ઉપર ખુલ્લા પગે ચાલવાના પ્રયોગો કરે છે, અંગોને ધારદાર હથિયારોથી ભેદવાના પ્રયોગો પણ કરે છે અને તેમને પદાર્થોના ગુણોની કોઈ અસર થતી નથી. હિપ્નોટિઝમના ઘણા પ્રયોગોએ તે વાતની સાબિતી આપી છે કે કોઈ માણસ દંડ શ્રદ્ધા કરી લે તો પછી તે પદાર્થ તેને તે શ્રદ્ધાથી વિપરીત પરિણામ આપી શકતો નથી. જાદુગરો પણ આ પ્રયોગ કરે છે. કોઈ માણસને હિપ્નોટાઈઝ્‌ડ કરીને તેને કાગળનો ડૂચો ખવડાવી જ્યારે જાદુગર કહે છે કે તમે મોતીચૂરનો લાડુ ખાઈ રહ્યા છો ત્યારે તે હિપ્નોટાઈઝ્‌ડ વ્યક્તિ ખરેખર કાગળના ડૂચામાં મોતીચૂરનો સ્વાદ માણે છે.

યોગમાર્ગમાં ધારણાશક્તિના ઘણા પ્રયોગો છે. જેની ધારણા મજબૂત થઈ હોય તેવો યોગી પર્વતને તણખલાની માફકઉપાડી લે અને સમુદ્રનું જળ પી જાય. હનુમાને ધૌલાગિરિ પર્વતને ઉપાડી લીધાની અને ઋષિ અગસ્ત્યે સમુદ્રનું જળ આચમનની જેમ પી ગયાની કથાઓ છે, જે સાંભળવામાં કાલ્પનિક લાગે છે, પરંતુ તેમની પાછળ પણ એક સત્ય છુપાયેલું છે, જે શ્રદ્ધાનું સત્ય છે.

જગતને રચવા માટે ઈશ્વરે પ્રથમ શ્રદ્ધા કરી હતી અને શ્રદ્ધાએ પદાર્થ અને ગુણકર્મમય જગતને જન્મ આપ્યો હતો. આ હકીકતથી યોગીઓ ધારણાશક્તિને વિકસાવીને પદાર્થો અને તેમના ગુણો ઉપર સિદ્ધિ મેળવવાનું કાર્ય કરી શકે છે. ધારણા એ શ્રદ્ધાની જ શક્તિ છે. સાંપ્રત સમયમાં આ શક્તિ ‘પાવર ઑફ ઈમેજિનેશન’ જેવા નામથી ઓળખવામાં આવે છે. જે માણસો આ શક્તિના પ્રાયોગિક ઊંડાણમાં ઊતર્યા છે તેમણે અચંબો પમાડે તેવાં કરતબ કરી બતાવ્યાં છે.

‘ભગવદ્‌ગીતા’માં કર્મમાર્ગનાં બંને તથ્યોની પૂર્ણ ઉદ્‌ઘોષણા કરવામાં આવી છે. એક તરફ શ્રીકૃષ્ણ કહે છે : જે જેવું કર્મ કરે છે તેને હું તેવું જ ફળ પૂરું પાડું છું, તો બીજી તરફ શ્રીકૃષ્ણ જ ઘોષણા કરે છે :

સ્ર્ક્રશ્વ સ્ર્ક્રશ્વ સ્ર્ક્રધ્ સ્ર્ક્રધ્ ભઌળ્ધ્ ઼ક્રદૃભઃ ઊંક્રરસ્ર્ક્રન્કનભળ્બ્ૠક્રહૃન્બ્ભ ત્ન

ભજીસ્ર્ ભજીસ્ર્ક્રનૐક્રધ્ ઊંક્રરક્રધ્ ભક્રૠક્રશ્વસ્ર્ બ્ઘ્મક્રૠસ્ર્દ્યૠક્રૅ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૭-૨૧

અર્થાત્‌ જે જેવી શ્રદ્ધા કરે છે તેની તે શ્રદ્ધાને અચળ રાખવાનું કાર્ય પણ હું જ કરું છું.

જે લોકો આ સત્યને જાણતા નથી તેઓ અકારણ ઝઘડો લઈને બેઠા છે. નિર્ગુણ-નિરાકાર ઈશ્વરની શ્રદ્ધાવાળા સગુણ-સાકાર ઈશ્વરની શ્રદ્ધાવાળાને ધિક્કારે છે અને સગુણ - સાકારવાળા નિર્ગુણ-નિરાકારને. આ ઝઘડો સદીઓથી ચાલી રહ્યો છે, પણ અસલી હકીકત તો શ્રદ્ધા છે.

એક વખત અકબર તેના સાથીઓ અને મંત્રીઓ સાથે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહનાં દર્શને અજમેર જવા નીકળ્યો. જે રસ્તે જઈ રહ્યા હતા તે રસ્તા ઉપર અકબરે એક બીજા પીરની દરગાહ જોઈ. ઘણા લોકો એ દરગાહનાં દર્શને જઈ રહ્યા હતા. તે જોઈને અકબરે બિરબલને કહ્યું : “આ પણ કોઈ મોટા પીરની જગ્યા લાગે છે.” આ સાંભળીને બિરબલે કહ્યું : “નહીં, જહાંપનાહ ! મોટા પીર નહીં, પણ મોટી ત્યાં જવાવાળાની શ્રદ્ધા છે. કોઈ પીર નાના-મોટા નથી હોતા. નાની-મોટી તે પીર પાસે જવાવાળાની શ્રદ્ધા હોય છે.”

બિરબલના જવાબથી અકબરને સંતોષ ન થયો. તેણે કહ્યું : “જો પીરમાં જ કાંઈ ન હોય અને કોઈ ચમત્કાર કરી શકે તેમ ન હોય તો કોઈ ત્યાં શું કામ જાય ?” બિરબલે કહ્યું : “જહાંપનાહ ! જે ચમત્કાર થાય છે તે પીરનો નહીં, પણ તે પીરમાં શ્રદ્ધા રાખવાવાળાનો હોય છે. જે શ્રદ્ધા વગરનો હોય તેને કોઈ ચમત્કાર નથી થતો.”

બિરબલની વાત સાંભળીને અકબરે કહ્યું : “બિરબલ ! તું બુદ્ધિશાળી જરૂર છે, પણ ક્યારેક તો તારી બુદ્ધિ પણ પથ્થર જેવી જડ થઈ જાય છે.” બિરબલે કહ્યું : “જહાંપનાહ ! હું પથ્થરને પણ પીર બનાવી શકું છું.” એમ કહીને બિરબલે પાસે પડેલો એક પથ્થર મગાવ્યો અને તેના ઉપર અકબરના હસ્તાક્ષર લીધા અને કહ્યું : “હું આ પથ્થરને પીર બનાવી દઈશ.” જોકે અકબરે બિરબલની વાત હસી કાઢી અને બધા આગળ વધી ગયા.

થોડા વર્ષો પછી ફરી અકબરને તે જ રસ્તે જવાનું થયું. બિરબલ પણ સાથે હતો. અકબરે જોયું કે એક નવા પીરની દરગાહ ઊભી થયેલી છે અને ત્યાં લોકોની ભીડ માનતાઓનાં શ્રીફળ વધેરી રહી છે, લોકો પીરનાં ગુણગાન ગાઈ રહ્યા છે. પીરની પરીક્ષા કરવા અકબરે ભક્તો પૈકીના બે-ચારને પૂછી જોયું : “આ પીરનો શો પ્રભાવ છે ?” ત્યારે કોઈએ કહ્યું : “આ પીર બગડેલાં કામો સુધારી દે છે.” કોઈએ કહ્યું : “દીકરા ન હોય એને દીકરા આપે છે.” કોઈએ કહ્યું : “આ પીરની માનતાથી અમારા રોગ મટી ગયા છે.” અકબરને ખૂબ આશ્ચર્ય થયું. તેણે તરત બિરબલને પૂછ્યું : “આ કયા પીરની દરગાહ છે ?” બિરબલે કહ્યું : “જહાંપનાહ ! આ પથ્થર પીરની જગ્યા છે. તમે જે પથ્થર ઉપર હસ્તાક્ષર કર્યા હતા તે પથ્થરને જ લોકો પીર માનીને પૂજે છે. આ ગોઠવણ મારી કરેલી છે.”

અકબરને ફરી બિરબલની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો, એટલે બિરબલે સૈનિકો મોકલીને દરગાહની નાકાબંધી કરાવી અને ભક્તોને બહાર કાઢી દરગાહ ખોદી તો તેમાં અકબરની સહીની નિશાની કરેલો તે જ પથ્થર મળી આવ્યો. બિરબલે કહ્યું : “જહાંપનાહ ! પીર સે ભી બડી શ્રદ્ધા હોતી હૈ.”

કુછ જઝબાએ સાજિદો, કુછ ઈખલાઓ ઈરાદત

ઉસસે હમે ક્યા, વો બૂત હૈ કી ખુદા હૈ ?

***