Pin code - 101 - 78 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 78

પિન કોડ - 101

પ્રકરણ-78

આશુ પટેલ

મોબાઇલ ફોન પર વાત કરી રહેલા બદમાશની બાજુમાં ઊભેલા એક બદમાશે અચાનક પોતાની પિસ્તોલ ખેંચી કાઢી અને તે મક્કમ પગલે સાહિલ તરફ આગળ વધ્યો.
તેને આગળ આવતો જોઈને સાહિલે બરાડો પાડ્યો કે કોઈ નજીક આવવાની કોશિશ કરશે તો આ હરામખોરને ગોળી મારી દઈશ.
સાહિલ ક્યાંક ખરેખર ગોળી ચલાવી દેશે એવા ડરથી અય્યુબ નામના બદમાશે ફરી વાર પેલા બદમાશનું નામ લઈને તેને અટકાવવાની કોશિશ કરતા કહ્યું, ઇમ્તિયાઝ, બેવકૂફની ઔલાદ શું કરી રહ્યો છે તું? ‘ભાઈજાન પર ખતરો છે એ તને દેખાતું નથી *%...’
જો કે અય્યુબ બોલી રહ્યો હતો એ દરમિયાન જ ઇમ્તિયાઝ સાહિલ તરફ અડધે સુધી આવીને અચાનક ઇકબાલ કાણિયા તરફ ફંટાયો. કાણિયા કંઇ સમજે એ પહેલા તો તેણે તેની બાજુમાં જઇને કાણિયાના લમણે પિસ્તોલ ધરી દીધી!
સાહિલ ચકરાઇ ગયો. બીજા બધાં બદમાશોના દિમાગ પણ જાણે કામ કરતા બંધ થઇ ગયા.
‘પાગલ હો ગયા હૈ ક્યા!’ કાણિયાએ બૂમ મારી.
‘હા, પાગલ હો ગયા હૂં મૈં *%...!’ ઇમ્તિયાઝે કાણિયા સામે બરાડો પાડતા કહ્યું.
કાણિયા ધ્રૂજી રહ્યો હતો. તેના અડ્ડામાં તેનો જ કોઈ માણસ તેના લમણા પર પિસ્તોલ ધરી દેવાની હિંમત કરે એવી તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પણ એવું બન્યું હતું. કાણિયાને સમજાઈ ગયું કે અત્યારે ઉશ્કેરાવાથી કોઈ ફાયદો નથી. એટલે તેને સમજાવટનો માર્ગ પસંદ કર્યો. તેણે કહ્યું: ‘દેખ ઇમ્તિયાઝ, તૂં મેરા ઔર ભાઈજાનકા છોટા ભાઈ હૈ. તેરે જૈસા સમજદાર આદમી ઐસા કૈસે કર સકતા હૈ! યે કાફિરકે લિયે અપને લોગો કે સાથ, મેરે સાથ, ભાઈજાનકે સાથ ઐસા કરેગા તો કયામતકે દિન અલ્લાહકો ક્યા જવાબ દેગા? હમારી બાત હમ આપસમેં બૈઠકે કરતે હૈ ના. મેરી બાત સૂન...’
ચૂપ! ‘મૂંગો મરી રહેજે *% તુ!’ ઇમ્તિયાઝ બરાડ્યો. તેણે પિસ્તોલનું નાળચું કાણિયાનાં લમણામા જોરથી દબાવતા આક્રોશ ઠાલવ્યો: સાલાઓ તમે કયામત અને જન્નતમાં હૂર મળવાના ખ્વાબ બતાવીને મારા જેવા કેટલાયની જિંદગી બરબાદ કરી છે! ‘કયામતના દિવસે જવાબ આપવાનું તો તમને અને તમારા આકાને ભારે પડશે! તમારે બન્ને માટે તો કયામતનો દિવસ નજીક જ આવી ગયો છે! અને મારું માથું ફર્યું તો તમારા બન્ને માટે તો હમણાં જ કયામતની ક્ષણ આવી જશે.’
બધા ઇમ્તિયાઝ સામે તાકી રહ્યા હતા. ઇમ્તિયાઝે કાણિયાને આદેશ આપ્યો: ‘ચાલ ઊભો થા *%! તારે આ બંનેને સહીસલામત બહાર સુધી પહોંચાડવાના છે!’
ઇમ્તિયાઝ બોલી રહ્યો હતો એ વખતે, કાણિયાએ જેને અય્યુબ કહીને બૂમ મારી હતી તે બદમાશ બરાડ્યો: ‘ઇમ્તિયાઝ, આ ગદ્દારી તને ભારે પડશે!’
‘ચૂપ!’ ઇમ્તિયાઝ બરાડ્યો: ગદ્દારી તો તમે બધાએ કરી છે. આપણી કોમ સાથે, આપણા માણસો સાથે, તમારા વફાદારો સાથે. આ હરામખોર ઇશ્તિયાકે મારા ભાઈનું ગળું બેરહેમીથી ચીરી નાખ્યું! અને એ ચપ્પુથી જ સફરજન કાપીને મને ખવડાવ્યું! મારો ભાઈ વસીમ મારી નજર સામે તડપી તડપીને મર્યો અને હું કંઇ ના કરી શક્યો. મારું જે થવાનું હશે એ થશે પણ હું આ બંન્નેને અહીંથી સલામત બહાર પહોંચાડીને રહીશ અને ઇશ્તિયાક તથા આ હલકટ કાણિયાને પોલીસને હવાલે કરીને મારા ગુનાનુ પ્રાયશ્ર્ચિત કરીશ!’
ઉશ્કેરાઈ ગયેલા અય્યુબે પોતાની પિસ્તોલ ખેંચી કાઢી. ‘ભાઇ પર પિસ્તોલ ધરે છે હરામખોર!’ તેણે બૂમ પાડી અને તે ઇમ્તિયાઝ તરફ ધસ્યો.
પણ તે કાણિયા અને ઇમ્તિયાઝ સુધી પહોંચે એ પહેલા તો એક ધડાકો સંભળાયો અને બીજી સેક્ધડે તે લથડ્યો. ‘યા અલ્લાહ’ બોલતા તે ફરસ પર પટકાયો.
નતાશા ફરી એક વાર ગભરાટભરી ચીસ પાડી ઊઠી.
એ અંધાધૂંધીનો લાભ લઇને સાહિલે જેને પકડી રાખ્યો હતો એ બદમાશે જોરથી સાહિલની પકડમાંથી છૂટવાની કોશિશ કરી. તે એક ક્ષણ માટે ભૂલી ગયો કે સાહિલે તેના લમણા પર પિસ્તોલ ધરી રાખી છે.
જો કે તે બદમાશે સાહિલની પકડમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો એ સાથે સાહિલે તેના લમણા પરથી પિસ્તોલ હટાવીને તેના ખભામાં ગોળી ધરબી દીધી. તે બદમાશે વેદનાભરી બૂમ પાડી. એ જ વખતે સાહિલે ફરી તેના લમણા પર પિસ્તોલ ધરતા કહ્યું, ફરી બેવકૂફી ના કરતો. ‘મેં તને પહેલા જ ચેતવ્યો હતો કે મારા મસ્તક પર મરુ કે મારુ’ એવું ઝનૂન સવાર થયું છે એટલે કોઈ ચાલાકીની કોશિશ ના કરતો. ‘હવે ફરી વાર હોશિયારી કરવા જઈશ તો આ વખતે ગોળી સીધી તારા લમણામાં ધરબી દઇશ.’
સાહિલે જોયું કે ઇમ્તિયાઝ પહેલા હોલના જે ખૂણામાં ઊભો હતો ત્યાં, કમ્પ્યુટર રખાયેલા હતા એ ટેબલની બાજુમાં, ઊભેલા એક બદમાશના હાથમાં પિસ્તોલ હતી. સાહિલને સમજાયું કે તે બદમાશે અય્યુબને ગોળી મારી દીધી હતી.
ઇમ્તિયાઝની વ્હારે આવેલો તે બદમાશ, કમ્પ્યુટર પર કામ કરતા કરતા ઊભા થઇ ગયેલા, ત્રણ બદમાશો સામે પિસ્તોલ ધરીને ઊભો રહી ગયો હતો. તે બદમાશોએ ગભરાટને કારણે પોતાના હાથ ઊંચા કરી દીધા.
માંડ પાંચ સેક્ધડમાં આ બધી ઘટનાઓ બની હતી. સાહિલની બાજુમાં ઊભેલી નતાશા થરથર કાંપી રહી હતી. તે સાહિલને એ રીતે વળગી ઊભી હતી જાણે કોઇ બાળક ડરીને માતાનો પાલવ પકડીને ઊભું હોય.
સાહિલને ઇચ્છા થઇ આવી કે તે પોતાનો એક હાથ નતાશાને વીંટાળીને તેને સધિયારો આપે, પણ અત્યારે કોઇ પણ પ્રકારની લાગણી દર્શાવવાનો સમય નહોતો. તે હજી આશ્ર્ચર્યના સુખદ આંચકામાંથી પણ બહાર નહોતો આવી શક્યો કે ઇકબાલ કાણિયાના ગુંડાઓ તેને મદદરૂપ બનવા માટે સામસામે આવી ગયા હતા. અને એક બદમાશે તો બીજા બદમાશને ગોળી પણ મારી દીધી હતી!
‘ઇમ્તિયાઝ, કમીને તુ યહાં સે જિંદા જા નહીં સકતા! એક કાફીર કે લિયે તું ગદ્દારી કર રહા હૈ!’ ઇકબાલ કાણિયા બરાડ્યો. જો કે આ વખતે તેના શબ્દોમાં રોષને બદલે ભય વધુ વર્તાતો હતો.
ઇમ્તિયાઝ પણ મરણિયો બન્યો હતો. તેણે કાણિયાને ગાળ દીધી: ‘સાલા સૌથી મોટો ગદ્દાર તો તું છે, આ ઇશ્તિયાક છે. તમારા કારણે જ અમારા જેવા બેવકૂફો લાગણીઓમાં તણાઇને બરબાદ થાય છે અને આ દેશના નિર્દોષ મુસ્લિમોએ ભોગવવુ પડે છે!’
‘આ કાફરો અને તું અહીંથી જીવતા નહીં નીકળી શકો! બહાર બધા જમા થઈ ગયા હશે!’ કાણિયા ફરી વાર બરાડ્યો.
‘હમણાં તો તારે જીવતા રહેવું હોય તો આગળ ચાલવા માંડ!’ ઇમ્તિયાઝે તેને આદેશ આપ્યો.
માણસના હાથમાં કોઇ પણ પ્રકારનો પાવર આવી જાય ત્યારે તેનો અવાજ સત્તાવાહી બની જતો હોય છે એનો અનુભવ સાહિલને થઇ રહ્યો હતો. કાણિયાના અને તેણે પકડેલા બદમાશના ઈશારે કામ કરનારા ઇમ્તિયાઝ નામના બદમાશના હાથમાં અત્યારે પિસ્તોલ હતી અને તે કાણિયા પર પિસ્તોલ ધરીને ઊભો હતો એટલે કાણિયાને તુંકારે બોલાવી રહ્યો હતો અને ગાળો આપી રહ્યો હતો! પોતે પણ હાથમાં પિસ્તોલ આવી એટલે પેલા બદમાશને આદેશ આપી શકતો હતો.
કાણિયાના ચહેરા પર ખુન્નસની સાથે ડર પણ દેખાઇ રહ્યો હતો. પણ ઇમ્તિયાઝની વહારે ધસેલા ગુંડાએ તેના વફાદાર માણસ અય્યુબના ચહેરા પર ગોળી ધરબી દીધી એટલે તે સમજી ગયો હતો કે અત્યારે બાજી ઇમ્તિયાઝ અને સાહિલના હાથમાં છે.
‘ઇમ્તિયાઝે તેની મદદે આવેલા બદમાશને ઉદ્દેશીને આદેશ આપ્યો: રશીદ...’
ઇમ્તિયાઝના શબ્દો સાંભળીને હાથ ઊંચા કરીને ઊભા રહી ગયેલા પેલા ત્રણેય બદમાશો થથરી ઊઠ્યા. કાણિયો પણ ડઘાઈ ગયો!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED