બાહુબલી 2 Laghar vaghar amdavadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

બાહુબલી 2

બાહુબલી 2

કટપ્પા એ બાહુબલી ને માર્યો એની પાછળ નાં પાંચ મહત્વના કારણો

દરેક જણ અલગ અલગ વાતો કરે છે કે કટપ્પા એ બાહુબલી ને માર્યો એની પાછળ આ કારણ હતું પેલું કારણ હતું પણ અમે લઈને આવ્યા છીએ પાંચ એવા કારણો જેના કારણે કટપ્પા ને બાહુબલી ને મારવો જ પડે એવો હતો વાંક કટપ્પા નો નથી પરંતુ એ કારણો અને સંજોગો નો છે જેને કારણે કટપ્પા એ બાહુબલી ને મારવો પડે એમ જ હતો .

(૧.) વર્ષો પેહલા ની વાત છે માહીસમતિ રાજ્યમાં બાહુબલી નું શાસન સ્થપાયા પછી બાહુબલી એ ત્યાં બેંક સ્થાપી અને એનો કારોબાર કટપ્પા ને આપ્યો બાહુબલી એક દિવસ કટપ્પા ને એક વિજય નામના શખ્સ જોડે મળાવ્યો અને કીધું આમનું નામ વિજય છે કટપ્પા એ કીધું : વિજય દીનાનાથ ચૌહાણ ? કટપ્પા એ કીધું અટક છોડો આ માણસ તને લોન નો ધંધો આપશે અને લોન ઉપર વ્યાજ તો આપશે જ સાથે તને પર્સનલ બે ટકા આપશે કટપ્પા એ વિજય ને લોન આપવાનું શરૂ કર્યું ત્યારબાદ વિજય લોન ભરવાનું બંધ કરી ને વિદેશભાગી ગયો જેથી સમગ્ર જવાબદારી કટપ્પા પર આવી એણે બાહુબલી ને પૂછ્યું કે પેલો વિજય તો ભાગી ગયો ત્યારે બાહુબલી કીધું કે તે મને વિજય નું આખું નામ પૂછ્યું હતું નામ છે વિજય માલ્યા ત્યારે જ ગુસ્સામાં કટપ્પા એ બાહુબલી ને મારી નાખ્યો .

(૨.) એક વખત ની વાત છે બાહુબલી એ કટપ્પા ને કીધું કે રૂપિયા ડબલ કરવાની એક જોરદાર સ્કીમ આવી છે એક IPO માર્કટમાં આવે છે એના થાય એટલા ફોર્મ ખરીદી લે માલ ભેગો કરી લે જોરદાર પ્રિમિયમ થી લીસ્ટ થવાનું છે , બાહુબલી એ એને ભરોસો આપ્યો કે અડધા રૂપિયા હું આપીશ લીસ્ટીગ વખતે કટપ્પા એ લોન લઈને પણ IPO ભરી દીધો એ IPO હતો રિલાયન્સ પાવર ત્યારથી કટપ્પા એ બાહુબલી ને દુશ્મનાવટ નાં કારણે મારી નાખ્યો .

(૩.) રાજામૌલી એ માહીસમતી ની સુંદર રચના કરી હતી સસલા પર કુતરું નાં આવવા છતાં માહીસમતી એક સુંદર શહેર હતું પણ બાહુબલી ને ૬૦૦ કરોડ નાં મુવી નો ખર્ચો કાઢવાનો હતો એટલે એણે માહીસમતી માં ઓપો અને વિવો નાં હોર્ડિગ્સ લગાઈ ને રૂપિયા કમાવા નું વિચાર્યું બસ આ જ બાબત કટપ્પા ને ગમી નહિ અને દુશ્મની ઓપો-વિવો નાં હોર્ડિગ્સ ની જેમ વધતી ગઈ અને કટપ્પા એ એક દિવસ બાહુબલી ને મારી નાખ્યો .

(૪.) કટપ્પા નાં માથાના વાળ કોઈ પણ ફતવા વગર પહેલે થી જ નહતા લોકો એનો મજાક ઉડાવતા હતા કટપ્પા ગમે તેટલો ખર્ચો કરી માથાનાં વાળ ઉઘાડવા માંગતો હતો બાહુબલી ને આ વાત ની ખબર પડી એટલે એણે કટપ્પા ને રોજ ડોકટર બત્રા જોડે મળી ઈમેલ મોકલવાના શરૂ કરી દીધા એટલા ઈમેલ મોકલ્યા કે ઈમેલ વાંચી ને કટપ્પા નાં વાળ થોડા હતા એ પણ જતા રહ્યા જ્યારે કટપ્પા ને એ વાત ની ખબર પડી કે ડોક્ટર બત્રા ની પાછળ બાહુબલી જ છે એટલે ગુસ્સે ભરાઈ ને બાહુબલી ને મારી નાખ્યો.

(૫.) માહીસમતી માં વચન જ શાસન હતું જુબાન પર આપેલું વચન જ કાયદો હતો પરંતુ જ્યારથી બાહુબલી સતામાં આવ્યો એણે જુબાન ની કોઈ કિમત જ નહતી એણે વિમલ ખાવાની શરૂ કરી દીધી એ કેહતો એનાથી જુબાં કેસરિયા થઇ જાય છે કટપ્પા એ બહુ સમજાવ્યું પણ માન્યો નહિ અંતે શિવગામિની દેવી ની જુબાન પર કટપ્પા એ બાહુબલી ને મારવો પડ્યો .

રેડહેડીગ પ્રોસપેકટર્સ : આ કારણો માં જેટલી કંપનીઓ નો ઉલ્લેખ છે એમાં લેખક નું પોતાનું રોકાણ હોઈ શકે છે , પાન મસાલા ખાવા સ્વાસ્થ માટે હાનીકારક છે .

લી - Lagharvaghar Amdavadi