Laghari Vato - 5 Laghar vaghar amdavadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Laghari Vato - 5



લઘરી વાતો

-ઃ લેખક :-

વ્યવસ્થિત લઘરવઘર અમદાવાદી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ઉનાળાની બપોર

ઉનાળો એટલે ધકધકતો તાપ જેમાં ગરમી નો પારો ૪૫ ડીગ્રી સુધી પહોચી જાય છે ઘણીવાર એવું બને કે આપણે ઉનાળા વિશે નિબંધ તૈયાર કરીને ગયા હોઈએ અને પરીક્ષામાં શિયાળા પર નિબંધ પૂછે તો પણ તમે ઉનાળા પર લખી શકો કારણકે અહી આપણે ત્યાં ઠંડી ની અનુભૂતિ બહુ ઓછી થાય છે બારેમાસ જાણે ઉનાળો જ હોય છે , કદાચ તમને યાદ હોય તો આપણે ભણતા ત્યારે ભદ્રમ ભદ્ર નો પાઠ આવતો હતો એમા આવતુ કે ‘’ સુગ અને સૌદર્ય એ વસ્તુગત નથી પણ ભાવનાગત છે”. ઉદાહરણ પણ આપેલુ કે પોદડો એ સુગ ચડે એવી વસ્તુ છે પણ ઉનાળામા જ્યારે ચંપ્પલ વગર બહાર જવાનુ થાય છે ત્યારે રસ્તા પર પડેલા લીલો પોદડો તમને સુગ નથી ચડાવતો એના પર પગ મુકી ને તમને એક સુખની અનુભુતી થાય છે અથવા તો ગરમીની પીડામાથી મુક્તી આપે છે અને કહ્યું હતું કે સુખ અને સોદર્ય એ વસ્તુ ગત નથી પરંતુ ભાવનાગત છે.

ઉનાળામાં આપણ ને ગરમી ની જેટલી બીક નથી લાગતી કે પરસેવો નથી થતો એટલી ગરમી કેરી નાં ભાવ સાંભળી ને થાય છે અને એનાથી વધારે પરસેવો જ્યારે છઝ્ર ચાલુ રાખ્યું હોય અને બિલ આવે ત્યારે રૂપિયા ભરતા ભરતા પરસેવો છૂટી જાય છે . ઉનાળા ની ગરમી લોકો ને મુજવણ માં મૂકી દે છે પોતાના છોકરા ને બહાર રમવાનાં જઈશ ત્યાં બહુ ગરમી છે અને જ્યારે એનો એજ છોકરો ઘરમાં ધમાલ કરે ત્યારે કેહવાતું હોય છે કે ‘’બહાર રમવાજા ઘરમાં તોડફોડ નાં કરીશ’’ આ બધું ગરમી માથે ચડી જવાને કારણે થાય છે .

ઉનાળા માં પરસેવો સખત થાય એમાં પણ વિજ્જ્ઞાનીઓ એ નથી શોધી શક્યા કે આ પરસેવા નું પાણીનું ટપકું કાનની પાછળ થી કેમ ઉધભવતુ હશે અને શરીર પર ફરી અને ગુરૂત્વાકર્ષણ નાં નિયમો અનુસરી છેક પગ સુધી પ્રસરતું રહે છે . આ પરસેવો દુર્ગધ સ્વરૂપ માં પરિવર્ત્િાત થાય છે અને બીજી સીજનમાં જે ખર્ચો આપણને માખી મચ્છર ભગાડવાની દવાઓ પર થાય છે એજ ખર્ચો નાહવાના સાબુ અને પરફ્યુમ પર થાય છે , પણ આ બધી વૈજ્જ્ઞાનિક ઘટનાઓ પાછળ સાહિત્ય એવું કહે છે કે તમારા પરણવા નાં ચાન્સ ઉનાળામાં વધી જાય છે એ અંગે કેહવત પણ છે . ‘’ સિદ્‌ધિ તેને જઈ વરે જે પરસેવે નાહ્ય ‘’ ક્યાંય પાણી થી નાહવાની કેહવત આપડા વડવાઓએ બનાવી નથી કદાચ એમને પણ આપણી જેમ કોર્પોરેશન નું પાણી જ આવતું હશે.

ઉનાળો એ તો રસ ની ઋતુ છે એવું ઘણા લેખકો કહેતા. મને લાગે છે એવું એટલે કહેતા હશે કે દરેક ચાર રસ્તે લીબુના શરબત ની લારી , શેરડીનો રસ , તરબૂચ નો રસ , કેરીનો રસ, લેખકો ને ગમતો હશે એટલે એ લોકો એ આ ઋતુ ને રસની ઋતુ કહી હશે . ગરમી બહુ પડે છે એમ કહી કહીને ઘણા લોકો આ બધા રસ નું સેવન કરે રાખતા હોય છે અને રાત પડે એટલે યાર ગરમી સહન નથી થતી એમાં કહી બરફ નાં ગોળા અને આઈસ્ક્રીમ થી સતત રીતે મોઘવારી ને ગાળો દેતા દેતા ગરમી નો સામનો કરે રાખતા હોય છે . આ લોકો એજ હોય છે જે ઘરે ત્રીસ હજાર રૂપિયા ખર્ચી ને છઝ્ર લાયા હોય છે અને રાત્રે ધાબે સુતા હોય છે જેથી છઝ્ર નાં વાપરવું પડે .

ઉનાળાની ગરમીમાં શોપીગ મોલમાં ઘણી ભીડ જોવા મળે છે એટલે નહિ કે વેકેશન છે અને લોકો ખરીદી કરવા નીકળ્યા હોય છે આ તો ક્યા ગરમી માં બહાર ફરવું એના કરતા કોઈ શોપીગમોલ વાળા નું છઝ્ર મફત નું વાપરી ખાવાનું , ઉનાળાની ગરમી સ્ત્રીઓ ને લાજ કાડતી કરી દે છે દરેક એકટીવા સ્કુટી ધારક સ્ત્રી બુકાની ધારક આંટી માં પરિવર્ત્િાત થઈ જાય છે . અને હવે તો પુરૂષ પ્રજાતિ માટે પણ નવું મધમાખી જેવું માસ્ક આવી ગયું છે જેમ ચીનમાં દરેક જણા આપણ ને સરખા લાગે એમાં ઉનાળામાં દરેક સ્ત્રી પુરૂષો નાં મોડા સરખા માસ્ક વાળા થઈ ગયા હોય છે . એક તો પગ દજાય એવી ગરમી અને મોડે માસ્ક આંટીઓ મોટા ભાગે પગ ઘસડીને સ્કુટી કે એકટીવા ની બ્રેક મારતી હોય છે ગરમી માં પગ દજાતા બ્રેક ઓછી વાગવાને કારણે અને મોડે બુકાની ને કારણે ઓછું દેખાતું હોવાથી ઉનાળામાં અકસ્માત ની સંખ્યા પણ વધી જાય છે .

દરેક ઋતુ નાં પ્લસ માઈનસ હોય છે એમ ઉનાળો પણ ઉજવો તો એક સારી ઋતુ છે આ લેખ નું શીર્ષક ઉનાળાની બપોર એટલે રાખવામાં આવ્યું કે આ લેખ બપોરે લખ્યો હતો બાકી આ શીર્ષક ની યાથાર્તતા લેખમાં ચર્ચાઈ નથી , હું ગુજરાતી વાંચતા રેહજો કેમકે મોબાઈલ પર અવેલેબલ છે ઘરની બહાર નહિ નીકળવું પડે અને ‘’લુ’’ પણ નહિ લાગે .

લી. - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .

એક માનવ સર્જિત ભૂવા (ખાંડા) ની આત્મકથા

દોસ્તો હું એક માનવ સર્જિત ભૂવો છું મોટા ભાગે ભૂવો શબ્દ આવે એટલે લોકો ને લાગે કે નેપાળ નાં તરાઈ નાં જંગલમાંથી ‘’તંત્ર’’ વિધા પ્રાપ્ત કરીને આવેલ કોઈ વ્યક્તિ હશે પણ હું એ નથી , મારો જન્મ પણ તંત્ર નાં કારણે જ થાય છે. જ્યારે જ્યારે હું સમાચાર રૂપે છાપે ચઢું છું ત્યારે વર્તમાનપત્રો લખે છે કે ‘’ તંત્ર ખાડે ગયું ‘’ ‘’તંત્ર ઉઘતું ઝડપાયું ‘’ ‘’તંત્ર ની ઘોર નિષ્ફળતા ‘’ આમ તંત્ર એ મારો જન્મદાતા છે મને ખબર નથી કે આ તંત્ર કોણ છે કેમકે હું નાનો ખાડો હતો ત્યારે જ મને મારા માતા -પિતા એવા તંત્ર એ મને રસ્તા પર રજળતો મૂકી દીધો હતો.

મારૂં નાનપણ બહુ જ સારૂં રહ્યું હતું હું એક નાનકડા ખાડા તરીકે ઓળખાતો , નાના બાળકો મને એક ખાબોચિયા તરીકે ઓળખતા વરસાદ આવે ત્યારે હું પોતાનામાં પાણી ભરી લેતો કોઈ મારા ઉપર પડે નહિ એની પણ આજુબાજુ ની સોસાયટી વાળા ખાસ કાળજી રાખતા તેઓ મારા ઉપર એક લાકડી અને એના ઉપર એક મસ્ત લાલ કલરનું કપડું ભરાઈ જતા, જેથી અવર જવર કરનાર નું ધ્યાન રહે અને હું પોતાને સુશોભિત મેહસૂસ કરતો ઘણા દેડકા મારા ઉપર તરવા આવતા , થોડા માખી મચ્છર પણ મારા ઉપર બેસતા , નાના બાળકો મારા પર નાની કાગળ ની બોટ બનાવીને તરવા પણ મુકતા . લોકો મારી આસપાસ પોતાના વિહિકલ પાર્ક કરી જતા , ઘણી વાર જાણે કે હું કોઈ નદી કે સમુદ્ર હોઉં, તેમ મારી આસપાસ ચોપાટી જેવું માર્કટ ભરાવા લાગ્યું પાણીપુરી થી માંડીને વિવિધ વાનગીઓ શાકની લારીઓ પણ મારી આસપાસ ઉભી રેહવા લાગી , લોકો પોતાની ગંદકી મુજ નાનકડા ખાબોચિયામાં નાખતા પણ આસપાસ નું રમણીય માનવ મેહરામણ જોઈ મને ખુબ જ મઝા આવતી .

ત્યાર બાદ સમય વિતતો ગયો હું યુવાન અને મોટું ખાબોચિયું થઈ ગયો . લોકો મને ખરાબ નજર થી જોવા લાગ્યા સોસાયટી નાં ચેરમેન એ સતાવાળાઓ ને મારા વિરૂદ્ધ ફરિયાદ કરી કે અહી તમારી બેદરકારી નાં કારણે પાણી ભરાયેલું રહે છે જે સોસાયટી અને સમાજ નાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે . જુવાન વયમાં મારી સામે આવી ફરિયાદ નું સાંભળી મને થયું કે હું સમાજમાં કોઈને મોં પણ નહિ દેખાડી શકું અને હું ઊંંડો ને ઊંંડો ઉતરતો ગયો . પણ પછી તંત્ર નાં બેહરા કાને આવી કોઈ ફરિયાદ ની અસર જ નાં થઈ હું પ્રસરતો ગયો હવે દર ચોમાસે મારામાં પાણી ભરાતું પણ એક દિવસ મેં સાભળ્યું કે ચુંટણી નજીક આવે છે અને વોટ માંગવા આવનાર કોરપોરેટર એ આસપાસ ની સોસાયટી ને વાયદો કર્યો છે કે હું અહી પાણી ભરાયેલું નહિ રેહવા દઉં. હું હવે એક ચુંટણી અને સતા નો મુદો બની ચુક્યો હતો .

એક દિવસ અચાનક જ મોટી મોટી ક્રેન અને ખટારા આવવા લાગ્યા અને મજુરો નું એક મોટું ટોળું પણ મારા ત્યાં આવી ચઢ્‌યું એ લોકો એ અચાનક જ મારા પર હુમલા કરવાના શરૂ કરી દીધા અને મારા પર નું બધું પાણી સાફ કરી થોડું ઘણું પુરાણ કરી એના પર ગરમા ગરમ ડામર પાથરી દીધું મારી તો જાણે છાંતી બળી ગઈ અને એટલું ય જાણે અધૂરૂં હોય એમ મારા ઉપર રોલર ફેરવામાં આવ્યું મને કચડી નાખવામાં આવ્યો , એક દિવસ મારૂં ઉદ્‌ઘાટન રાખવામાં આવ્યું એક નેતા ને મેં કેહતા સાંભળ્યો કે જોયું અમે નહતું કીધું કે અમને વોટ આપશો તો અહી ગંદકી અને ખાડા ની જગ્યાએ રોડ થઈ જશે . અમે આમારો વાયદો પૂરો કર્યો આજથી આ રોડ નું લોકાર્પણ કરવામાં આવે છે.

ત્યારપછી મારા પણ વિહિકલ ની દોડધામ મચી ગઈ પણ અંદરો અંદર તો હું જીવિત હતો બસ ફરી શ્વાસ લેવાની જાણે રાહ જોતો હતો અચાનક જ ફરી વરસાદ આવ્યો અને એક બસનું ટાયર મારી અંદર ખુંપીગયું અને હું ફરી જીવિત થઈ ગયો મારા જીવિત થયા નાં સમાચાર સ્થળ અને ફોટા સાથે વર્તમાનપત્રો માં પણ નોધાયા . થોડું ઘણું મારા પર સમારકામ થયું પણ પાંછી પરીસ્થિતી એની એજ એક વાર તો મને જાણે હડપ્પા અને મોહીજોદડો ની સંસ્કુતિ મારી નીચેથી નીકળવા ની હોય એ હદે ખોદી નાખવામાં આયો પણ કઈ નાં થયું પાછું ઝડપભેર પુરાણ કરી મારા પર રોડ બનાવી દેવાયો અને પાછું ચોમાસું આવે એટલે પાછો હું જીવિત થાઉં, મને લાગ્યું કે સતાવાળાઓ મને મારી કેમ નહિ નાખતા હોય તો કોઈ માનવી ને મેં કેહતા સાંભળ્યો કે આ ભૂવો તો તંત્ર ની જ ઉપજ છે આની પાછળ તો રાજનીતિ અને વોટબેંક છે આને જીવાડવામાં બધા ને રસ છે . ત્યારે મને સમજાયું કે મારા માં-બાપ જ તંત્ર છે તો કોઈ માં-બાપ પોતાના બાળક ને થોડું મારી શકે તો દર ચોમાસે મળતા રહીશું બસ મારે એટલું જ કેહવું છે કે હું અમર છું હે માનવ મારા થી બચીને ચાલજે નહિતો હાથપગ ભાંગવાનો કે મુત્યુ નો યોગ સર્જાઈ શકે છે .

લી - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .

સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ

સ્ત્રીઓ ને સમજવી ઘણી મુશ્કેલ હોય છે ભલ ભલા લોકો સમજી નથી શકતા તમારી કેવી વર્તણુંક પર સ્ત્રી કેવો પ્રત્યાઘાત આપશે? એ સમજવું જોઈએ કેમકે સ્ત્રી ને કોઈ દિવસ તમે સમજી નથી શકતા. તો અમે એક ગાઈડ ટ્‌યુટોરીયલ તૈયાર કર્યું છે જેના આધારે તમે (પુરૂષ ) એક સ્ત્રી ને સરળતા થી સમજી શકવાનો પ્રત્યન કરી શકશો. સ્ત્રીઓ તમારી વર્તણુક નું આંકલન કયા પ્રકારે કરશે એ જાણવું ખુબ જરૂરી છે અને તો જ તમે એક સ્ત્રી ને સાચી રીતે સમજી શકશો. તો નીચેના મુદ્દાઓ ને ધ્યાન પૂર્વક વાંચી અને આપણે યાદ પણ રાખીશું. ભલે પરીક્ષામાં નાં પુછાય પણ આપણી સમજણ શક્તિમાં વધારો જરૂર કરશે .

(૧.) પુરૂષે જો સામે જોયેજ રાખ્યુ તો ‘’ લાઈન માર્યા સીવાય કોઈ ધંધો જ નથી? “

(૨.) પુરૂષે સામુ ના જોયુ તો “ બહુ એટેટ્‌યુટ છે સાલામાં! ‘’

(૩.) પુરૂષ જો ભુલથી સારા કપડા પેહરીને એની સામે ગયા “ મને ઈમપ્રેસ કરવાનો એક ચાન્સ નથી છોડતો એ “

(૪.) લઘર વઘર હાલત મા ગયા તો “ કોઈ ડરેસીગ સેન્સ જેવુ જ નથી “

(૫.) જો તમે દલીલો માં સામે જવાબ આપ્યો તો “ બહુ ઝીદ્દી છે એ તો પોતાનુ ધાર્યુ જ કરાવે. ‘’

(૬.) જો તમે દલીલો માં સામે જવાબ જ ના આપ્યો તો “ ડફોળ છે મને જવાબ આપવાનીયે ત્રેવડ નથી. ‘’

(૭.) જો તમે મગજ વાપરી ને કોઈ સ્માર્ટ વાત કીધી તો “ પોતાની જાતને બહુ સ્માર્ટ સમજે છે. ‘’

(૮.) જો સ્ત્રી મગજ વાપરીને કોઈ સ્માર્ટ વાત કરે તો “ એ તો અમે કરીએજ ને આમે અમેતો પુરૂષો કરતા સ્માર્ટ જ હોઈએ .“

(૯.) જો સ્ત્રીના પ્રેમ એકરાર મા તમે ના પાડવાની હિમત કરી તો “ એને આના પહેલા પણ બે થી ત્રણ છોકરીઓ જોડે આવુ કર્યુ તુ સારૂ થયુ એણે હા ના પાડી હુ ખોટી ફસાઈ જાત. “

(૧૦.) જો ભુલથી તમે પ્રપોઝ કર્યુ તો “ આ યાર આખો દીવસ લટ્ટુ ની જેમ પાછળ ફર્યા કરે છે. “

(૧૧.) જો ભુલથી તમે કોઈ પ્રોબ્લેમ વાળી વાત ના કરી તો “ તમે સબંધો પ્રત્યે પ્રમાણીક નથી બધુ મને કેહતા નથી. ‘’

(૧૨.) જો તમે તમારી પ્રોબ્લેમ વાળી વાત કરી તો ‘’ બધા પ્રોબ્લેમ તમને જ હોય છે અમારે તો કોઈ પ્રોબ્લેમ હોતા જ નથી જાણે! “

(૧૩.) જો ભુલથી તમે કોઈ સ્ત્રી ને સલાહ આપી તો ‘’ આટલી સલાહ તો મારા પપ્પાએ પણ મને નથી આપી મને કોઈ સલાહ આપે એ ગમતુ નથી. ‘’

(૧૪.) જો સ્ત્રી તમને સલાહ આપે તો ‘’ મારે તો તમને સલાહ આપવી જ પડે હુ તમારી કેટલી કેર કરૂ છુ અને તમે સાભળતા નથી. ‘’

(૧૫.) જો તમે ભુલથી વચન ના પાળ્યુ તો ‘’ હવે તમારી વાત પર બીજી વાર વિશ્વાસ જ નહી કરૂ તમને વચન ની એહમીયત જ નથી. ‘’

(૧૬.) જો ભુલથી સ્ત્રીએ વચન ના પાળ્યુ તો “તમે તો સમજી શકો છો સ્ત્રી તરીકે ની મારી મજબુરી હતી .‘’

ટુકમાં તમે ઉપરોક્ત ઉદાહરણ વાંચ્યા કે જેમાં સ્ત્રી લાક્ષણિક રીતે કેવી પ્રતિક્રિયા આપે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. મને ખ્યાલ છે કે ઉપરોક્ત ૧૬ ઉદાહરણ ની પ્રતિક્રિયાઓ વાંચી તમે સ્ત્રી ને સમજવામાં વધારે મુજવણ માં મુકાઈ ચુક્યા છો. દરેક પુરૂષ સ્ત્રી ને સમજવાનો પ્રત્યન કરતો હોય છે અને છેવટે સમજી ના શકતા લેખક અથવા તો કવિ બની જતો હોય છે. ટૂંકમાં સ્ત્રી ને કોઈ સમજી શકતું નથી એવું દરેક સ્ત્રી કેહતી હોય છે કે ‘’તમે મને નહિ સમજી શકો. ‘’ આ વાક્ય એકદમ સાચું છે તો આવા બધા ઉદાહરણ વાંચી ને સ્ત્રીને સમજવાનો પ્રત્યન કરવા નો મૂકી દઈને સ્ત્રી ને ‘’પ્રેમ’’ કરો, કેમકે પ્રેમ શબ્દ માં સમજણ ની જરૂર નથી અને તમારૂં ગાડું હરી પાર લગાવી દેશે .

લી.

વ્યવસ્થીત

રસોઈ શો કેવીરીતે બનાવશો

આજ કાલ જે પણ ચેનલ જુવો એના પર એકાદ રસોઈ શો આવતો જ હોય છે. એક વાત નક્કી છે કે આપણેત્યાં જેટલી રસોઈ બનતી નથી એના કરતા વધારે રોજ રસોઈ શો વાળા આપણને બનાવતા હોય એવુ લાગે છે. એક જ વાનગી નું જુદુ જુદું નામ આપી આપણ ને ટી.વી સામે થી ખસવા નથી દેતા દા.ત - ગ્રિલ્ડ રોટી વિથ ઓનિયન અને કર્ડ. આપણ ને લાગે કઈક ગજબ ની વાનગી હશે પછી આખો શો જોવો ત્યારે ખબર પડે કે આ તો ‘’વઘારેલી રોટલી અને દહી છે ‘’ અને એ અડધો કલાક તમારા મગજ નું દહી થાય એ પાછું અલગ .

એમા રસોઈ શો ની એંકર મસ્ત ચીપી ચીપી ને બોલે એટલે આપણને ગમે તેવી રસોઈ પણ પચી જાય. ખરેખર આ લોકો રસોઈ ની સુંદરતા કરતા વધારે ધ્યાન રસોઈ શો ની એન્કર ની સુંદરતા પર આપે છે, જેથી રસોઈ શો જોતી મહિલાઓ ને ચર્ચા નો મુદો પણ મળી રહે કે જોયું ગયા એપિસોડ કરતા હેર સ્ટાઈલ બદલી છે અને ગઈ વખતે ૫૦૦૦ રૂ વાળો સાદો ડરેસ પેહર્યો હતો આ વખતે રૂ.૪૫,૦૦૦/- નું ભારે સેલુ પેહર્યું છે .

તો આજે આપણે શીખીશુ વેજીટેબલ ખીચડી વીથ મનચુરીયન (સીધી સાદી વસ્તુ ને આડા અવળા નામ આપી દો અને બે અલગ અલગ ખાવાના ને ભેગા કરી દો ). રેસિપીના જેટલા ભેદી ભેદી કોમ્બીનેશન લાવશો એટલા લોકો વધુ તમારો શો જોશે યાદ રાખો તમે શું બનાવો છો એ બહુ મહત્વ નું નથી પણ તમે કેટલું અઘરૂં નામ રાખો છો અને કેવી ભેદી ભેદી સામગ્રી મિક્સ કરો છો એ દર્શકો માટે વધારે મહત્વ નું હોય છે .

વેજીટેબલ ખીચડી વીથ મનચુરીયન રસોઈ ની સામગ્રી

* તો સૌ પ્રથમ આપણે એક કુકર લૈશુ જેમા ખીચડી મુકીશુ

* અને મનચુરીયન સરખા બનતા ના હોય તો કોઈ પણ ચાઈનીઝ લારી પરથી તૈયાર લાઈશુ કેમકે ઘણા લોકો રબ્બર જેવા મનચુરીયન બનાવતા હોય છે અને ઘણા તો પેપરવેટ તરીકે ચાલે એવા કડક લાકડા જેવા.

* મીઠુ સ્વાદ બગડે નહી એ અનુસાર.

* મરચુ લાલ થાય નહી એ અનુસાર. (અહીં જીભ ની વાત થાય છે.)

* હળદર ખીચડી ની જગ્યાએ તમે પીળા ના પડી જાઓ એ અનુસાર.

* ઘી તમારૂ તેલ ના નીકળી જાય એટલુ.

* અને વેજીટેબલ ઘરમા પડયા હોય એ બધાજ. (નોંધઃ વેજીટેબલ મેગી ને ખીચડી મા ભેળવવી નહી એ જીવન માટે હાનિકારક થઈ શકે છે. )

* બાકી બધા અઘરા નામ વાળા અને કોઈના પણ ઘરમાં અવેલેબલ નાં હોય એ બધા મસાલા .

હવે અમે અને રસોઈ શો ની એન્કર પાચ મીનીટ આડી અવળી વાતો કરીશુ જેથી તમારૂં ધ્યાન રસોઈ પરથી હટી જાય અને તમને ખ્યાલ નાં આવે કે ખરેખર અમે શું બનાવા માંગતા હતા . અમે ચકલી લાઈ દાળ નો દાણો અને ચકો લાયો ચોખા નો દાણો બન્ને એ ભેગા થઈને ખીચડી બનાઈ એવી વાતો પણ કરી શકીએ છીએ.

રસોઈ ની પ્રક્રિયા શરૂ કરીશું .

* સૌ પ્રથમ આપને ગેસ ચાલુ કરીશુ ૧૦ મીનીટ ની ખીચડી માં એક કલાક પ્રોગ્રામ ચલાવાનો હોવાથી ગેસ થોડો ધીમો રાખીશુ .

* કુકર ને બંધ કરીને ગેસ પર મુકીશું અને ચાર સીટી વગાડીશું અને પછી કુકર ખોલી ને જોઈશું અને જો તો પણ ખીચડી ના બફાય તો પાચમી સીટી આપડે મોઢાથી પણ વગાડી શકીએ છીએ જેથી ખીચડી પચવામાં સેહલાઈ થઈ જાય .

* હવે ખીચડી તૈયાર છે હવે તૈયાર રાખેલા મનચુરીયન ને ખીચડી પર ગોઠવી દઈશું અને સર્વ કરીશુ .

* વાહ શુ સ્વાદ છે!? મનચુરીયન ખીચડી થોડી વધારે બફાઈ ગૈઈ છે એક રકાબી માં પી લેવી પડશે .

અહી એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું રસોઈ શો માં એવી એવી વાનગીઓ બતાવી કે જેથી ઘરે કોઈ જાતે બનાવાનો પ્રત્યન નાં કરે , ગમે તેટલા રસોઈ શો જોઈ લો અને પછી તમે ઘરે જઈને પૂછો કે જમવામાં શું બનાયું છે તો ભાખરી શાક અને ખીચડી શાક સિવાય બીજો કોઈ ઓપ્શન નહિ મળે . જ્યારે ઉઉહ્લ જોતા હતા ત્યારે ચેતવણી આવતી કે આવી મારામારી ઘરે કે સ્કુલ માં કરવી નહિ એવી જ વોર્ન્િાગ રસોઈ- શો માટે પણ હોવી જોઈએ એવું લેખક નું અંગત પણે માનવું છે .