Laghri Vato - Chp-1 Laghar vaghar amdavadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Laghri Vato - Chp-1

લઘરી વાતો - ૧

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

E-mail : bhishmakpandit@gmail.com

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

લઘરી વાતો

આ લેખનો ઉદ્દેશ કોઈ સામાજિક પ્રથાને ક્રીટીસાઈઝ કરવાનો કે હાની પહોચાડવાનો નથી પણ તેમાથી ઉપસ્થીત થતી રમુજના માધ્યમથી મુખ પર સ્માઈલ લાવવાનો જ છે.

સફેદ કપડા પહેરીને, હોલ ભાડે રાખીને, છાપામાં બેસણાની જાહેર ખબર છપાવીને, બેસણુ ડીક્લેર કરવાનો ટ્રેન્ડ ધીમે ધીમે વીસરતો જશે અમે એ પેઢીની વાત કરી રહ્યા છીએ જે ફેસબુક, વોટ્‌સ એપ જેવી ઓનલાઈન એપ્લીકેશનથી જ કોમ્યુનિકેટ કરે છે.

ફક્ત એક ફોટો અપલોડ કરીને સદગત બેસણુ ફોટાની નીચે ફોટોશોપના માધ્યમથી જન્મતારીખ અને મરણતારીખ લખેલો ફોટો અપલોડ કરી દેવામાં આવશે અને લોકો નીચે મુજબ પોતાની શ્રધ્ધાંજલી નીચે મુજબ સમર્પીત કરશે.

અરર મને તો હજુ ગઈકાલે જ વોટ્‌સએપ પર સમાચાર મલ્યા હજુ તો એમની ઉમર જ શું હતી, એમની ફેસબુક પ્રોફાઈલ પણ ચાર જ વર્ષ જુની છે, ખરેખર ઘણા રમુજી સ્વભાવના હતા હમેશા ફેસબુક પર જોક્સ જ પોસ્ટ કરે રાખતા હતા. પાછા ઘણા જ ઉદાર મનના ફેસબુક પર લોકોએ ગમે તેવું પોસ્ટ કર્યું હોય વગર વાંચે પણ લાઈક કરી આપતા, હજુ હમણા તો એમની જોડે મેસેજ મા અને વોટ્‌સએપ પર ચેટ કર્યું તુ, એટલા ભલા અને ધાર્મિક માણસ કે ભગવાનના દરેક ફોટામા મને અચુક ટેગ કરતા હતા. કેરેક્ટરના પણ એકદમ સાફ કોઈ દીવસ રીલેશનશીપ સ્ટેટસ કોમ્પ્લીકેટેડ એવુ નથી મુક્યુ, ખરેખર મને તો બહુ જ દુઃખ થયુ મારા ફેસબુક સ્ટેટસનું તો એક લાઈક ઘટી ગયુ હોય એવુ ફીલ થાય છે. ઘણા જ પ્રવૃત્તીશીલ વોટ્‌સએપ પર પણ આખો દીવસ અલગ અલગ ગ્રુપમાં મને એડ કરે રાખતા હતા. પાછા આખી જીંદગી સ્વાભીમાની કોઈ દીવસ બીજાના સ્ટેટસ કે પોસ્ટ કોપી ના કરે, એટલા મળતાવડા સ્વભાવના હતા કે ફેસબુક પર ૫૦૦૦ તો ફ્રેન્ડ છે એમના, અને સાવ નિરઅભીમાની ૧૦૦ લાઈક પડે તોય કોઈ દીવસ ખોટો દેખાડો ના કરે. લીલીવાડી મુકીને ગયા છે ચાર ચાર તો ફેસબુક પેજ મુક્યા છે ફેસબુકના જેમા ૧૦૦૦ લાઈકથી વધારે છે.

હમણા થોડા દીવસ પહેલા જ અમારા ફલાણા ગ્રુપમા એડમીન તરીકે એમને પ્રમોટ કર્યા હતા. અમારુ ગ્રુપ તો એમના વગર સાવ સુનુ થઈ ગયુ. ભલે એમના જીવનો અસ્ત થઈ ગયો હોય પણ એમની ફેસબુક પ્રોફાઈલ અમર રહેશે હુ સદગતના પરિવાર જનોને માર્ક ઝુકરબર્ગને પણ વિનંતી કરીશ કે સદગતની ફેસબુક પ્રોફાઈલ અવિરત પણ આપણી વચ્ચે વહેતી રાખે ઇ.ૈં.ઁ પ્રભુને ગમ્યુ તે ખરુ. પ્રભુ તેમના આત્માને પોતાના વર્લ્ડ વાઈલ્ડ વેબમા અલગ સ્ટોરેજ સ્પેસ આપે તેવી પ્રાર્થના.