લઘરી વાતો - ગુજરાતી અાઈ.પી.એલ Laghar vaghar amdavadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લઘરી વાતો - ગુજરાતી અાઈ.પી.એલ

લઘરી વાતો

વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

ગુજરાતી આઈ.પી.એલ

પહેલા માર્કેટ માં જોક ફરતો હતો કે ગુજરાતીઓ જો આઈ.પી.એલ રમશે તો પછી મેચ પર સટ્ટો કોણ રમશે? આ જોક નાં કારણે આપણા ગુજરાત ની કોઈ આઈ.પી.એલ ટીમ નહતી. પણ અચાનક જ જ્યારથી ગુજરાત ની આઈ.પી.એલ ટીમ રમતી થઇ ગઈ ગુજરાતી લોકો નો ઉત્સાહ વધી ગયો. એ વાત અલગ છે કે રાજકોટ ની ટીમ મળી હોવા છતાં રાજકોટ નાં પેંડાવાળા એ પ્લેયરોને મફતમાં પેંડા નાં ખવડાવા પડે એટલે સ્પોન્સર શીપ માં પડ્યા નહિ .

પરંતુ આપણે ગુજરાતીઓ ને કેવું જે ધંધા માં ઝંપલાવીએ એ આખો ધંધો જ ટેકઓવર કરી લઈએ. અત્યારે ફક્ત ગુજરાત ની એક ટીમ ઉતારી છે ધીમે ધીમે આખી આઈ.પી.એલ જ ગુજરાત ટેકઓવર કરીલે એવું પણ બને પણ આવું બને ત્યારે શું થશે ?

ગુજરાતી આઈ.પી.એલ ની ઓપનીગ સેરેમની માં સેલિબ્રિટી તો હશે પણ આપણે ગુજરાતીઓ ખાવાના વધુ શોખીન છીએ એટલે ઓપનીગ સેરેમની માં જ પાણી પુરીની લારીઓ , છોલે કુલચા , ખીચું , જ્યુસ વગેરેની લારીઓ પણ બી.સી.સી.આઈ તરફથી નાખવામાં આવશે. ઓપનીગ સેરેમની જોવા ની ટીકીટ ની કમાણી કરતા આ લારીઓ માંથી વેચાતા નાસ્તા ની કમાણી વધી જાય એવું પણ બને. સેલીબ્રીટી આકર્ષણ મા શ્રી શ્રી નરેશ ભાઇ , મહેશ ભાઇ , હીતુ ભાઇ , વિક્રમ ભાઇ , મોના બેન વગેરે રહેશે. ટીમો આ પ્રમાણે રેહશે.... મેહસાણા, રાજકોટ , ભાવનગર, અમદાવાદ , ગાંધીનગર, સુરત વગેરે વગરે. એમાય ગાંધીનગર ની ટીમ તો સર્કલ થી જ ઓળખાશે ટીમ નાં પ્લેયરો નાં નામ પણ ઘ-૨ ઘ – ૩ સેક્ટર ૧૧ એવીરીતે રાખો તો જ સરખું રમી શકે. ઓપનીગ સેરેમની મા ગણેશ સ્થાપન , અને ગરબા નો ભવ્ય પ્રોગ્રામ રખાશે અને ઓપનીગ સેરેમની ની આગલી રાત્રે ફરીવાર ગરબા અને શક્ય હોય તો છુપાઈ છુપાઈ ને છાંટાપાણી નો પ્રોગ્રામ પણ રખાશે

ગુજરાતી આઈ.પી.એલ નો ટૉસ સિક્કા ઉછાળીને નહી કરાય આપણે ગુજરાતી છીએ રૂપિયા નુ મહત્વ જાણીએ એક પથ્થર રખાશે જેના પર મેચ રેફરી થુકશે અને ઉછાળીને પુછશે "બોલો લીલુ કે સુકુ ??" અને આગામી મેચો મા '' વધુ રને પહેલા '' નો નિયમ અમલમા મુકાશે એટલે થૂક પણ ફરીવાર બગાડવું નાં પડે. આપણે બહુ ગણતરી વાળા અમ્પાયર નાં માથે કેમેરા ભરાવાનું કામ પણ આપણે ગુજરાતીઓ એ જ શોધ્યું લાગે છે એટલે એક પગાર માં બે કામ કરાવી શકાય વિડીયો રેકોર્ડિગ અને અમ્પાયરીગ. આ નો આજ આઈડિયા આગામી દિવસો માં લગ્ન પ્રસંગે ગોર મહારાજ વખતે પણ વપરાય એવી વકી છે કે એક દક્ષિણા માં લગ્ન નાં મંત્રો અને માથે ટોપી માં લગ્ન વિધિ નું રેકોર્ડિગ બેય વસ્તુ કરી આપે. એવું પણ થાય એમ્પાયર મા પણ બે એમ્પાયર દરેક ટીમ નો જે પ્લેયર રમતો નાં હોય એ પ્લેયર જ હશે એટલે એને પણ મેદાનમા આવવાનો મોકો મલે અને એમ્પાયર નાં પગાર ની પણ બચત થાય.

ચીયર ગર્લ ને ચણીયા ચોળી નુ ટ્રેસીગ ફરજીયાત અને ચીયર બોય ને પણ ધોતીયુ અને ઝભ્ભો ફરજીયાત રહેશે. બારેમાસ નવરાત્રી અને ફ્રી પાસ માટે વલખા મારતા લોકો ને ચીયર ગર્લ અને ચીયર બોય તરીકે ફક્ત મેચ નાં પાસ આપીને પાસ ની રકમમાં જ એમની જોડે મફત નુત્ય પણ કરાવી શકાશે. સ્ટ્રેટેજીક ટાઇમ આઉટ ૨.૩૦ ની જગ્યાએ પાંચ મિનિટ નો રહેશે, જેમા ગુજરાતી આઈ.પી.એલ નાં ખેલાડીઓ ને ચા, કોફી, ફાફડા, ગાઠીયા, જલેબી, વાટીદાળના ખમણ, દાળવડા, ભજીયા વગેરે આપવામા આવશે. કોઈ માવા નાં કે પાન-મસાલા બીડી નાં બંધાણી હોય તો સ્ટ્રેટેજીક ટાઈમ આઉટ માં ૧૩૫ નો માવો પણ દબાવી શકશે એટલે ઓછામાં ઓછી પાંચ મિનીટ નો સમય તો જોઈએ.

ચા ,નાસ્તો, માવો આટલુ ખાધા પછી જો કોઇ ફિલ્ડર ગ્રાઉનડમા ના દોડી શકે તો એના માટે ગ્રાઉનડ મા રીકશા ની વ્યવસ્થા કરાશે જેનુ ભાડુ પ્લ્યરે પોતાની મેચ ફીમાથી મીટર પર ચુકવવાનુ રેહશે. પાવર પ્લે દરમિયાન જો કોઈ ફિલ્ડર ને રીક્ષા જોઈતી હોય તો ભાડું દોઢું થશે. ચોગ્ગા-છગ્ગામા જે ટીમ વધારે રૂપિયા BCCI ને આપશે એની બાઉન્ડ્રી એટલી નજીક રખાશે. ટીમ હારે કે જીતે પણ બન્ને ટીમ રાત્રે ભેગા મળીને રાસ ગરબા અને જમણ વાર કરવાનો રહેશે જેથી સ્પોર્ટ્સમેન સ્પીરીટ જીવતી રહે.

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી