21 આક્રોશ
રહસ્યકથા એ.સી.પી.સૂજ્મસિંગ શ્રેણીનો ૨૧મો મણકો ...
'વાહ , શું ગેમ રમ્યા આવખતે ઇન્ડિયન પ્લેયરો 'ટી.વિ.પર દેશ તરફથી રમનારા પ્લેયર્સની ગેઇમની હાઈલાઈટ આવી રહી હતી. હાથમાં ચાનો કપ લઈને બારીમાંથી ગાર્ડનમાં મધર ફૂલોની દેખરેખ માટે સૂચના આપી રહયા હતા એમને જોઈ રહ્યો. ઘરમાં હમણાં જરા લાઈવ લાગતું હતું. કિનલને મોબાઈલ કર્યો અને વાતો કરતા ઓફિસ જવા નીકળ્યો અને' આજે એક મિટીગ માટે જવાનું છે એટલે સાંજે મોડું થઇ જશે તો અહીં ઘરે આવી જજે' સૂચના આપી
ઓફિસ પહોંચી રૂટિન કેસોની વિગત જોઈ રહ્યો હતો ચોરીના બે કેસ પેન્ડિંગ હતા. પેપરમાં આજે એનો પોતાનો ઇન્ટરવ્યૂ પણ આવ્યો હતો એ વાંચી ગયો. પત્રકાર મિત્રને થેન્ક્સ કહેવા ફોન કર્યો અને ફરી કોપ્યુટર જોઈ રહ્યો હતો ત્યાં ઇન્સ. ગિરિરાજની એન્ટ્રિ થઇ,
'સર, વાઇબ્રન્ટ-યંગ ઇન્ટરનૅશનલ એકેડમીના કેમ્પસમાંથી એક યુવાન સ્ટુડેન્ટની લાશ મળી છે આપણે તરત પહોંચવું પડશે. રેસિડેન્ટ યુનિટનાં પાછળના ભાગમાં બહુ ગ્રીનરી છે. થોડા છોકરાઓ ગયા હશે ત્યાં એમનું ધ્યાન ગયું .
..ઇન્સ.સારિકાને ફોન કરી એડ્રેસ અને શંકાસ્પદ વિગતો કલેક્ટ કરવા કહ્યું.
સ્થળ પર પહોંચ્યા ત્યાં લગભગ પચ્ચીસેક વર્ષના એક યુવાનને મારીને અર્ધનગ્ન હાલતમાં ઝાડીમાં ફેંકી દીધેલો હતો. એનું નામ સ્વાહીત હતું અને નાગપુરથી અહીં એકાદ વર્ષથી સંગીતના શિક્ષણ માટે રહ્યો હતો ગ્રેજયુએટ થયા પછી આ કોર્સ જોઈન્ટ કર્યો હતો અને કોઈ ઇન્ટરનૅશનલ કંપની સાથે ઓનલાઇન કોન્ટ્રેક્ટ જોબ પણ કરતો હતો. રેસિડેન્સમાં બધાનાં અલગ રૂમો હતા એટલે બીજી કોઈ પર્સનલ એક્ટિવિટીની કોઈને જાણ નહોતી. બધી ફેકલ્ટી મળીને લગભગ ૬૫૦ સ્ટુડેંટ્સ હતા. થોડા લોકો એને જાણતાં હતા એ પ્રમાણે તો એકદમ સિમ્પલ અને ફ્રેન્ડલી હતો બધા સાથે. એના ફેમિલીમાં નાગપુરમાં એક ભાઈ અને મધર ફાધર હતા. પહેલી નજરે ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોય એવું બધાને લાગતું હતું. કારણકે અમુક સ્ટુડેંટ્સ સાથેના ગ્રુપ ડિક્શનમાં ઘણા એને સનકી અને બ્રેક પર્સનાલિટીનો માનતા હતા અને છોકરીઓ ખાસ કરીને એનાથી દૂર રહેતી હતી. એક એન.આર .આઈ છોકરી ડીક્સી સ્વાહિતની ફ્રેન્ડ હતી અને ઘણી વાર બધાએ એ લોકોને સાથે સિગારેટ અને ડ્રિન્ક લેતા પણ જોયા હતા. કેમ્પસમાં જ આવેલું એડમિન્ટરેટરનું હાઉસ જેમાં પ્રજ્વલિત કપૂર એનાં ફેમિલી સાથે રહેતા હતા. ફોરેન કોલોબ્રેશનની આ સંસ્થાના મેઈન સંચાલક હોવાને લીધે લગભગ બધા સાથે સારું હતું અને સ્વાહીત પણ ઘણી વાર એમના ઘરે જ બેસતો હતો. એક ડાન્સિંગ ગ્રુપની છોકરીએ મિસ્બિહેવ માટે સ્વાહીતની કમ્પ્લૈન કરી હતી. એ ઘટના પછી બધાનું વર્તન એના તરફ ચેન્જ થવાને લીધે ડિપ્રેશનમાં રહેતો હતો અને ડીક્સી પણ દૂર થઇ ગઈ હતી. મેનેજર વિધાનસીંગ પણ એનો મિત્ર હતો એની સાથે ડ્રિન્ક લેવા બેસતો એવું વોચમેને જણાવ્યું .
બીજે દિવસે બધા રિપોર્ટ અને માહિતીઓ આવી ગઈ હતી . એક જગ્યાએથી બે ટીન એજ યુવાનોને પીક કર્યા અને ઇન્સ,સારિકાએ લગભગ બધું સમજાવી દીધું હતું પણ ફરી સૂજ્મસીંગે થોડી સૂચનાઓ આપી. બે ટીનેજ ને ટ્રેનિંગ આપી અંદરની એક્ટિવિટી વિશેની રજેરજ માહિતી માટે તૈયાર કર્યા હતા. એકેડમીમાં બંનેને સંગીત અને ડ્રોઈંગ એકટીવીટીમાં જોઈન્ટ કરી દીધા અને આ શહેરનાં નથી એમ કહી રહેવાની વ્યવસ્થા પણ કરી દીધી. સ્વાહીતનાં વોર્ડરોબમાં ઘણા સ્પિરિચ્યુલ લેક્ચરની સિડી મળી હતી. એના શહેરમાં એની હિસ્ટ્રી તપાસતા એ સમાજનાં અને સિસ્ટમનાં વિરુદ્ધ એકદમ આક્રમકઃ વિચારસરણી ધરાવતો હતો અને લોકલ પોલિટિકલ ગ્રુપ સાથે જોડાયેલો પણ મારામારીનાં એક બે કિસ્સાઓને કારણે એને સંગીતની સાઇકાયટ્રીક ટ્રીટમેન્ટ હેઠળ અહીં મુકવામાં આવ્યો હતો. એના મનનો આક્રોશ એટલી હદે વિકરતો કે એ કોઈ પણ માટે ભયજનક બની જતો .
સ્વાહીતનાં પપ્પા -મમ્મી અને ભાઈ ઑફિસે આવ્યા અને એમને જણાવ્યું ,
'સર, મારો દીકરો પાગલ નહિ હતો પણ એ સ્પષ્ટવકતા હતો અને સિસ્ટમ સાથે અમુક હદે અનફિટ હતો એટલે બધાને નડવા લાગ્યો અને એક ગ્રુપ સાથેનાં ઝગડા પછી એનાં બહુ દુશ્મન થઇ ગયેલા. અહીં આવ્યા પછી પણ ખાસ કોઈ ફર્ક પડ્યો નહોતો.'
'ઓકે, તમને કોઈ પર શક હોય તો જણાવો આત્મહત્યા તો નથીજ એને મારીને ઝાડીઓમાં લઇ જઇ યાતના આપવામાં આવી છે .'
અને એકદમ રડી ઉઠેલા માતા -પિતાને સાંત્વન આપતા તરત જ શોધી લેશું એવું પ્રોમિસ આપી સુજમસિંગે સ્વાહિતનાં મિત્રો વગેરેનાં સ્ટેટમેન્ટ ફરી રીફર કર્યા.
બે દિવસ ફોન કોલ્સની ઈન્કવાયરીનાં ફોન કર્યા છતાં પણ ખાસ કઈ જાણવા મળ્યું નહોતું. એકેડેમીમાં ટ્રાયલ બેઝ પર દાખલ કરવામાં આવેલા બંને છોકરાઓએ જણાવ્યું કે આ ઘટના બની પછી બધા ગભરાયેલા છે પણ મેનેજર વધુ જાણતો હોવાની શક્યતા છે .
ઇન્સ. સારિકાએ મેનેજર વિશેની વધુ વિગતો તપાસતા એ એના શહેરમાંથી લગભગ બે વર્ષ પહેલા જોડાયો હતો અને ત્યાં મિત્રો સાથેના એક ગ્રુપમાં કોઈ સાથે પૈસાના કેસમાં સંડોવાયેલો હતો તેથી અહીં આવી સેટલ થવાના પ્રયત્ન કરી રહ્યો હતો પણ હજુ એના પર ઘણું દેવું એના શહેરમાં હતું. અને નશાની આદતને કારણે એની પત્ની દીકરી સાથે પિયરમાં રહેતી હતી .
મેનેજરને વધુ દબાણ કરી વાતો જણાવા કહ્યું .અને એણે ઘણી અંગત વાતો જણાવી .
' સંચાલક પ્રજ્વલિત કપૂરની નાની દીકરી ઝાયલી ઘણી સ્વાહિતનાં ફિલોસોફિકલ આર્ટિકલથી ઇમ્પ્રેસ્સ હતી અને લાઈબ્રેરીમાં બેસી ઘણીવાર સાથે બૂક્સ રીફર કરતી અને નોટસ પણ લેતી હતી. એની મોટી સિસ્ટરે ના કહેવા છતાં એની સાથેની દોસ્તી ઝાયલીએ વધારી હતી અને આખરે ઘરમાં કહી દીધું હતું. એટલે પ્રસન્નજીત સરે ઝાયલી પર વધુ રિસ્ટ્રિકસન રાખ્યું પણ સ્વાહીતની વધુ ને વધુ નજીક થતી ગઈ. એક ઝાયલી જ એની પર્સનાલિટીને સમજે છે એવું બોલ્યા કરતો મારી આગળ અને પ્રસન્નજીત સર, અમે ગાર્ડનમાં બેઠા હતા ત્યારે ઝાયલી રાતનાં ૧૦ વાગ્યે હોસ્ટેલ રુમ તરફથી આવી તો એણે બહુજ ખિજવાયેલા અને મને કહે કે ,'આ પાગલ સાથે બેસીને મારી છોકરી પણ પાગલ થઇ જશે .' સર બીજું કઈ મને બહુ ખબર નથી .'
'ગિરિરાજ મને લાગે છે કે ઝાયલીને મળીએ તો વધુ કંઈ જાણવા મળે .'
પહેલા તો પ્રસન્નજિતે બહુ વિરોધ કર્યો પણ પછી મળવા દીધા અને ઝાયલી એકદમ રડવા લાગી અને સ્વાહીતના પ્રેમમાં હોવાનું કબુલ કર્યુ અને ઘટના બની તેના પચીસેક દિવસ પહેલા લાઇબ્રેરીની ટેરેસ પર સ્વાહિત સાથે એનાં પપ્પાએ શોધતા શોધતા ઝડપી હતી અને એ વખતે બંને એકદમ ખરાબ હાલતમાં હતા .
સ્થળ પરથી મળેલા ટાયરનાં નિશાન તો સ્કૂટરનાં હતાં અને સ્કૂટર મેનેજર પાસે હતું .એટલે ફરી મેનેજરને રિમાન્ડ પર લેતા કબુલ કર્યું કે ,
'પ્રસન્નજીત ખુબજ ગુસ્સામાં હતો અને કોઈ પણ રીતે સ્વાહીતને હટાવવા માંગતો હતો .એટલે સ્વહીતને ખોટો મેસેજ ઝાયલીનાં નામે કરી લાઇબ્રેરીની ટેરેસ પર બોલાવ્યો અને ત્યાં એને મારી નાખ્યો અને મને જોઈએ તેટલા રૂપિયા આપવાનું કહી સ્કૂટર પર કેમ્પસની પાછળના જંગલમાં નાખી આવવાનું કહ્યું એટલે હું લાલચમાં આવી ગયો અને સ્કૂટર પર લઇ જઇ ત્યાં ફેંકી દીધો .'
અને સૂજ્મસિંગ ટિમ એકદમ સન્ન થઇ ગઈ .પોતાની દીકરીનો પણ વાંક હોવા છતાં ફક્ત સ્વાહીત પર ગુસ્સો ઉતારનાર પ્રસન્ન કપૂરને અરેસ્ટ કરી લઇ ઉપરી ને કેસ સોલ્વ કર્યાની માહિતી આપી .
ઘરે પહોંચી કેસની વિગતો વિશે મધર અને કીનલ સાથે ચર્ચા કરતા કોલ્ડ કોફીનો ગ્લાસ લઇ ગાર્ડનમાં.....અને બધાનાં અભિનંદન આપતા ફોન રિસીવ કર્યા .
-મનીષા જોબન દેસાઈ