ગુસ્સો Manisha joban desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુસ્સો

-ગુસ્સો

જોરથી પવન ફૂંકાઈ રહ્યો હતો .બારીનાં કાચ પર ઝંઝોડાતા વૃક્ષનાં પાન અથડાઇને અજબ અવાજ કરી રહ્યા હતાં. એ .સી .પી .સૂજ્મસીંગે ડ્રોવરમાંથી ફાઈલ કાઢી બેગમાં મૂકી .ટેબલ પર પડેલો ગ્લાસ ઉઠાવી પાણી પીને ફ્રેશ થયો .એનાં આસીસ્ટન્ટને જરૂરી સૂચનાં આપી .એટલામાં મોબાઈલની રિંગ વાગી.સામેથી કીનલનો મધુર અવાજ સાંભળી સખત ચહેરા પર આછી સ્મીતની રેખાઓ લહેરાઈ ગઈ .કીનલ એની ફિયાન્સી, એન્ગેજમેન્ટ ને 7-8 મહિના થયા હતાં .સૂજ્મસીંગ ચાર વર્ષ અત્યંત તેજસ્વી કારકિર્દી અને ઝડપથી સોલ્વ કરેલા કેસનાંં એવોર્ડ બાદ દહેરાદૂનથી દિલ્હી આવ્યો હતો અને કીનલ ,જે મમ્મીની ફ્રેન્ડની દીકરીને પાર્ટીમા મળ્યો અને બંને પ્રેમમાં પડેલા .પણ... અવાજ તો સૂજ્મનો જરા પહાડી .
હેલો ..બસ જસ્ટ ...'
જરા અવાજમાં પ્રેમ ભળે તો સારું ....ડરી જવાય છે 'કીનલે નાજુક પ્રેમિકાની અદામાં સૂજ્મને ખખડાવ્યો .આંખ સામે કીનલની હસતી આંખો અને ખુબસુરત ચહેરો તરવરી ઉઠ્યો .
અને સૂજ્મ હસી પડ્યો.
આ બેગ લઈને નીકળું જ છું .બસ તૈયારી ,ઘરે જતાં મળતાં જવાનાં તારા આગ્રહે વધારે શિસ્તબદ્ધ બનાવી દીધો છે . મોડે સુધી અહીં બેસવાને બદલે ઘરે રાત્રે કેસ રીફર કરવાનું વધુ સરળ થયું બાકી મારે તો અહીં જ બાર -એક વાગી જતાં.'
કીનલ સાથે અડધો કલાક વીત્યો અને ફરી મોબાઈલ રણક્યો .
સર ,જલ્દીથી જસતપુરી એરિયા પહોંચવું પડશે .શહેરનાં ટોપ બીલ્ડરોમાંના એક ઉજાસ ખન્નાનું મર્ડર થયું છે .એમના વીલાનાં બેડરૂમમાં લાશ પડી છે .મેં થોડી જનરલ વિગતો જાણી છે ફોન પર બાકી વાતો મને અહીંથી પીક કરતા જાવ એટલે કરીએ .'
ઓહ માય ગોડ, જમીનોના બીઝનેસમાં ગુનાખોરી ખૂબ વધી ગઈ છે 'સ્વગતઃ બોલતાં,

'બાય ,ગુડ નાઇટ' કહી નીક્ળી ગયો . ફાસ્ટ ટર્ન મારી ઓફિસ તરફ કાર ભગાવી.
સૂચનાં આપતાં ઉજાસ ખન્નાની ઓફિસ પર બે જણને તરત રવાનાં કરી ઓફીસ સીલ કરાવી દીધી.
રસ્તે વાત કરતાં આસીસ્ટંટ. ગીરીરાજે જણાવ્યું ,
સર,ઑફિસેથી ઘરે પહોંચી ઉજાસ ખન્ના જમીને પોતાની લાઈબ્રેરીમાં કોમ્પ્યુટર પર બેઠા હતાં .અને ત્યાં કોઇએ ગોળી મારી અને એ નીચે ફસડાઈને પડયા છે .ગોળી પાછળથી ગરદન પર વાગી છે ,ઘરનાં નોકરનો ફોન આવ્યો હતો એમનાં પત્ની કોઇ ફંક્શનમાંં ગયા હતાં અને હવે કદાચ આવી ગયા હશે .આપણાં બે કોન્સ્ટેબલે ત્યાં પહોંચી બધું બરાબર કલોઝ કરાવી દીધું છે .'
વેલ,ગીરીરાજ થેન્ક્સ, ઝડપથી કેસ ઉકેલવાનો આપણો સંકલ્પ તેં બરાબર યાદ રાખ્યો છે .'
થેન્ક્સ સર ,તમારી સાથે કામ કરવાની ખૂબ મઝા આવે છે .'
ફોરેન્સીક લેબ પર ફોન કયોઁ એટલામાં તો ઝડપથી દિલ્હીનો ટ્રાફીક કાપતાં જસતપુરી પહોંચી ગયાં .ખૂબ પ્રખ્યાત માણસ એટલે તરત લોકો ભેગા થઈ ગયા હતા .ભીડ હટાવવાની સૂચના આપતો સૂજ્મસીંગ ઘટનાનાં સ્થળે પહોંચી ગયો. એમનાં પત્ની નીર્વલ તથા દીકરી અને જમાઇ બધાને જનરલ વાતો પૂછી .દીકરો અમેરિકા છે. શહેરની ખૂબ મોટી જમીનનો સોદો કર્યો હતો અને પેમેન્ટ બાદ નવી ડિમાન્ડ થવાને કારણે ફાઇનાંન્સર અને પેપર માટે ગવર્મેન્ટ સાથેની મીટીંગ્સમાં ખાસ બીઝી રહેતા હતાં.અને ટેન્શનમાંં પણ રહેતા હતાં.આજે સોશીઅલ ફંક્શનમાં જવાનું હતું પણ છેલ્લે કેન્સલ કર્યું.ખૂબ મોટી વિલાની પ્રિમાઇસીસ અને સર્વન્ટ પણ જમીને રૂમમાં જતો રહેલો.દીકરી ત્રણ વરસ પહેલા પરણીને સાસરે હતી .પોતે સેફટી માટે ગન પણ રાખતાં હતા .ખુરશી પણ ઊથલીને પડી હતી અને વાગ્યા પછી ઉભા થઈ થોડું ચાલવાનો પ્રયત્ન કરતાંં ઢળી પડયા હતાં એવું લાગી રહ્યું છે.જનરલ ઈન્કવાયરી વગેરે કરી ઘરે પહોંચ્યો .
દિવસ વીતતાં જાત-જાતની અટકળો લગાવતાં ન્પેયુઝપર અને સોશીઅલ મીડિયા પર વાતો ફેલાવા માંડી અને જલ્દીથી કેસ સોલ્વ કરવાં માટે પોલીટીશીયનનું પણ પ્રેશર આવવા માંડ્યું હતું.ફોરેન્સીસીક રિપોર્ટ અને બધી ઘરની વ્યક્તિ પબ્લીલીક મિત્રો વગેરેનાં સ્ટેટમેન્ટ ,ફોટા ,વિડિઓ બધું તૈયાર કરીને ગીરીરાજે મૂકી દીધું હતું .જમીનનાં સોદાનાં પેપરની વકીલે હાઇલાઇટ કરી આપેલી વિગત ફરીથી વાંચવા માંડ્યો .4વર્ષ પહેલા થયેલી ડીલમાં નવાં ઉમેરાયેલા બે નામ પૂર્વાંગ અને પૂર્વી ,બંને એન .આર .આઈ પતિ પત્ની કોઈ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ દ્વારા શહેરના જાણીતા બિલ્ડર ઉજાસ ખન્નાની કન્સ્ટ્રક્સન કંપની સાથે જોડાયા હતા .પૂવાંગ સાલિયા કેલિફોર્નિયાની એક નાની કન્સ્ટ્રક્સન કંપનીના માલિક હતા અને ઇન્ડિયામા થોડાક પર્સન્ટેજંના પાર્ટનર થયા હતા .આ પ્રોજેક્ટ માટે ઘણું ફંડ ભેગું કરવાનું હતું અને બીજા નવાં પણ જોડાવાની ડીલ ચાલી રહી હતી .
પૂર્વાંગ સાલીયા અને પૂર્વી ત્રણ વર્ષથી દિલ્હીમાં આલીશાન ફ્લેટ લઈ શિફ્ટ થયા હતાં .એનો મોટોભાઈ કેલીફોર્નીઆ કંપની સાંભળતો હતો.અને એક દીકરી યુ.એસ .જ ભણતી હતી.બિલ્ડર ઉજાસ ખન્ના સાથે ઘર જેવા રિલેશન થઈ ગયા હતા અને નવા સર્કલમાં પણ જાણીતા થઈ ગયા હતાં .પૂર્વી પણ બીઝનેસ મેનેજમેન્ટની બ્રાઇટ ગ્રેજ્યુએટ હતી.બીજે દિવસે સવારે પૂર્વાંગને મળવા નીકળી ગયો અને 7th ફ્લોર પરની ઓફિસમાં દાખલ થતાં જ પોતાની ઓફિસમાંથી ઝડપથી નીકળી પૂર્વાંગ રિસીવ કરવા આવ્યો .
ગૂડ મોર્નિંગ સર,શું મદદ કરી શકું .?'અને લેવીશ ઓફિસમાં બેસી ચા-કોફી ઓફર કરી '
થેન્ક્સ,જરા ઉજાસજી વિશે પૂછવું હતું '.એટલામાં મોબાઈલ પર વાત કરતા પૂર્વી બાજુની કેબિનમાંથી એન્ટર થઈ. એકદમ સ્માર્ટ,બ્યુટીફૂલ ,લાઈટ ગ્રે કલરના ચુડીદાર ડ્રેસમાં હતી .પૂર્વાંગે ઓળખાણ કરાવી અને સૂજ્મસીંગ 'નમસ્તે મેડમ 'કહી આગળ વાત કરવા માંડ્યો.બીઝનેસ વિશેની કોઈ પ્રોબ્લેમ વાળી વાત જણાઈ નહીં .તો પણ પૂર્વાંગ જે રીતે સ્માર્ટલી વાત રજૂ કરતો હતો,ઘણું છુપાવ્યું હોવાનું સૂજ્મસીંગની સમજમાં આવી રહ્યું હતું . સ્માર્ટ કપલ હતું .ઉજાસ અને ફેમિલી વિશે ખૂબ સારો ઓપીનિયન બંનેએ આપ્યો .
ઓકે ,ફાઈન નાઇસલી કો-અપ બોથ ઓફ યુ .કંઇ જરૂર પડે તો ફરી કોન્ટેક કરીશ 'કહી સૂજ્મ ઝડપથી નીકળી ગયો ' અને અચાનક એણે ઘટના વખતે કોમ્પ્યુટર પર અમેરિકા દીકરા સાથેની વિડીઓ કોલીંગ ચેટ પછી એક ડોકયુમેન્ટ બતાવતો સેલ્ફી અંતીમ ફોટો વધુ વિગતથી જોયો .પાછળ બહુજ ઝાંખો શેડ પડેલી આંગળી જેવું લાગી રહ્યું હતું માથું કી-બોર્ડ પર અથડાયું અને કોમ્પ્યુટરની એઝ ઇટીઝ પોઝિશનમાં સ્ક્રીન મુવ થઈ હશે એવું લાગતું હતું .કમ્પ્યુટર એક્સપર્ટને પુછાતાં કહ્યું કે રેકોર્ડિંગ સેવ નથી થયું પણ કોઇ લાસ્ટ ફોટો જેવું જ છે .રોજની જનરલ ચેટિંગ એટલે દીકરાનાં કમ્પ્યુટર પર પણ કોઇ રેકોર્ડ નહોતું થયું .કોઈ ડોક્યુમેન્ટ બતાવતાં હોય એવો ફોટો દીકરાએ સ્ટોર કર્યો હતો .
ઉજાસનાં પત્ની નીર્વલને મળવાં ગયો અને વધુ કંઇ યાદ આવતું હોય તો કહો .
તે દિવસે મારી નવી કીટી-ક્લબને 1 યર થયું.એટલે પાર્ટી હતી.મને તો રાત્રે એક-બે વાગી જવાનાં હતા.ત્યાં તો ફોન આવ્યોને હું ઘરે આવી.'સૂજ્મસીંગ બરાબર ઓબ્ઝર્વ કરતો વાત મગજમાં સ્ટોર કરતો જતો હતો . એકદમ સિમ્પલ સ્ત્રી જણાતી હતી .કોઈ ઝગડા કે બીજું કઈ વગેરે પૂછતાં પણ હા-ના જેવા જનરલ જવાબો મળ્યા. પાર્ટનર પૂર્વાંગ -પૂર્વી સાથે ઉજાસને કોઈ પૈસાનો ઝગડો પણ નહોતો.નાની ઉંમરમાં આગળ આવેલા એટલે દુશ્મનો તો ઘણા હતા ,પણ કોઇ ધમકીવાળા ફોન વગેરે વિશેની વાત પણ નકારી હતી.
ઉજાસજી તો પાટીઁઓનાં પણ ખૂબ શોખીન હતાં.તમને પણ સાથે લઇ જતાં કે નહીં? આમજ પૂછું છું કયારેક પાટીઁમાં કોઇ એવી વાત સાંભળી હોય કે કોઇ એવી વ્યક્તિ હોય તો તમે યાદ કરી કહી શકો.'
હંહ...નવી નવી કંપની મળતી હોય તો હું થોડી યાદ રહું. ભાગ્યે જ સાથે લઇ જતાં.હું મારા ઘરની જવાબદારી અને દીકરીનાં લગ્ન પછી થોડી ફ્રી થઇ. નવી કીટી શરું કરી. એ કાયમ ખીજવાઇ જતાં અને એકદમ ડલ લાઇફ જીવે છે.બહાર દુનીયા કેટલી સ્માર્ટ થઇ છે,વગેરે... સારુ ગુ્પ બનાવ,બીલકુલ સેકસી નથી લાગતી, મને એવું પણ સંભળાવે .મેં ઇંગલીશનાં કલાસ પણ જોઇન્ટ કરેલા.પૂર્વીની પણ સારી મદદ મળી રહી .મારી કીટીમાં સાથે મેમ્બર હતી. હું કમીટી મેમ્બર એટલે એ દિવસે બહું બીઝી.અમે બધા પાટીઁ કરી મોડા જમવાનાં હતાં.પૂવીઁ બૂકે લઇ વીશ કરવાં આવી હતી.'
ઓ.કે. છેલ્લે સુધી પૂવીઁ મેડમ સાથે હતાં?'
મને ધ્યાન નથી .1૫૦૦ મેમ્બર થઇ ગયેલા અને ભાષણ વગેરે વગર જરાક ઇન્ટૃોડોકસન અને ફન પાટીઁ હતી એટલે ડાન્સ -ગેમ અને આવા મોટા પાર્ટીપ્લોટ માં ....'અને નીવઁલની વાત કાપતાં સૂજમ બોલ્યો...
ઓ.કે ,આટલાં બીઝી તો પણ તમે એટલાં લાગણીવાળા કે ઉજાસજી માટે નોકરને ફોન કરી કેસરી દૂધ આપવાનું કહયું અને એણે જોયું તો તરત પોલીસને ફોન કયોઁ.નોકર પણ સ્માર્ટ કહેવાય.'
હા,અમારે ત્યાં બધા જરુરી નંબર બેકફાસ્ટ ટેબલ પાસેની વોલ પર લખીને સ્ટીક કરેલાં છે ,તરત પછી મને અને ઘરનાં બધા નંબર પર ફોન કર્યો ને બધા ભેગા થઇ ગયાં.'
વેલ,મેડમ મુદ્દાની વાત પર આવીએ?નોકરને ફોન કરવાં ત્રણ-ચાર કીલોમીટર દૂર આવવાની શું જરુર પડેલી? નોકરને ઉજાસજીનાં રુમમાં દૂધ આપવા જવાની સૂચના આપતો ફોન ખેલ ખતમ કર્યાનાં ઉત્સાહમાં થોડો વહેલો કરી દીધો.'
શું બકવાસ કરો છો?'એકદમ માંજરી આંખોનાં ડોળા ચઢાવતાં નીર્વલનો અવાજ તરડાઇ ગયો '
બધી તૈયારીઓ સાથે જ આવ્યો છું .તમે બધી વાત કબૂલ કરો છો કે મહીલા પોલીસ અને બધાંં સબૂત બહાર જ ઉભા છે. '

અને બૂમ પાડતાં જ પહેલાં નોકર રામચરણ ધ્રુજતો અંદર આવ્યો.
પ્લાસ્ટીક કવરમાં મૂકેલી નાનકડી ગન આપતાં સૂજ્મસીંગ બોલ્યો,
મેડમ,આ તમારી જોનપુરથી નોકર પાસે ઉજાસ તમને મારી નાંખશે એવી દહેશતની વાત જણાવી ગેરકાયદે ખરીદી કરાવેલી એ ગન. '
અને નીર્વલ એકદમ ચીસ પાડી રડી ઉઠી.બહારથી આક્રોશમાં એમની દિકરી જમાઇ અંદર આવ્યા અને દીકરીએ રડતાં રડતાં નીર્વલને ઝંઝોડી નાંખી.
પ્લીઝ, બધા શાંતિ રાખો.'
અને થોડી સ્વસ્થ થઇ નીર્વલે કબૂલાત શરું કરી.
ગમેતેટલું કરવા છતાં ઉજાસ ખુશ નહી રહેતાં અને અપમાનીત કરતાં .પૂર્વી સાથેની નીકટતાં પછીતો મારામાં કોઇ રસ નહોતો .વારંવાર બહાર પણ મળતાં અને કેલીફોર્નીઆ અમે પૂર્વીનાં ઘરે રહેલાં. પૂવૅાંગ ઇન્ડિયા જ હતો.એ લોકો જગ્યા જોવાની વગેરે બહાનું કાઢી મને ઘરે ટી.વી સીરીયલ જો કહી નીકળી જતાં. પંદર દિવસમાં ભાગ્યે બે-ચાર વાર બહાર ફેરવી ભરપૂર શોપીંગ કરાવે. મને મારી સેફટી નહોતી લાગતી એટલે રામચરણ કાકા જે મારા ગામનાં ઘરેથી જ હું પરણીને આવી ત્યારથી અહીં આવેલા એમની પાસે આ પિસ્તોલ ખરીદાવેલી .મને એ દિવસે ખાતરી હતી કે મને 6-7 કલાક થવાનાં છે અને ગમે ત્યારે પાર્ટીમાંથી ગાયબ થતી પૂર્વી સાથે ઘરનો પો્ગામ ઘડશે. મારી પાર્લરની એપોઇન્ટમેન્ટ હોય ત્યારે પણ સહેજે ત્રણ-ચાર કલાક મળે એ વખતે પૂવીૅ, શું કરો છો ?કયાં છો? પૂછી વાત જાણી મળતી .કાકા પણ હવે ઉંમર થઇ એટલે એમનાં બહારનાં રુમમાં જ હોય .આ વખતે ગમે તે ભોગે હું રેડહેન્ડેડ પકડવાં માંગતી હતી.મને પૂવીૅ ઘણો સમય નહીં દેખાઇ એટલે હું ગાડી લઇ ઘરે ગઇ .અમારા વીલાની સાઇડ રોડ પરથી પણ એક એન્ટ્રી છે ,જેની ચાવી મારાંં અને ઉજાસ બંને પાસે છે ,જે એણે પૂર્વીને આપી હશે તોજ ગેટ પરના વોચમેને એને જોઈ નહીં હોય નહીંતર મને કહેજ .પણ મને બધી ફ્રેન્ડ સાથેથી નીકળતાં જરા વાર લાગી અને હું અંદર દાખલ થઈ ત્યારે એક ઝીણા બલ્બ સિવાય બધી લાઈટ બંધ હતી ઉપર ગઈ બેડરૂમમાં ટી.વીનો અવાજ પણ આવી રહ્યો હતો . મેં ધીમેથી બેડરૂમનું બારણું ખોલ્યું કોમ્પ્યુટર પર બેઠેલાં ઉજાસની ખુલ્લી પીઠ દેખાઈ રહી હતી .નાઈટ ગાઉન બેડ પર પડેલો. પૂર્વી નીકળી ગઈ હતી .મેં એકદમ ધીમેથી પાસે જઈ ખભા પર હાથ મુક્યો. કોઈ ડોક્યુમેન્ટ બતાવી ફોટો લઈ રહ્યાં હતાં.અને એકદમ હાથ દબાવી બોલવા માંડ્યાં,

'શું થયું પૂર્વી ડાર્લિંગ ,હજુ હમણાં નીકળીને પાછી આવી ?આજે 3 કલાક સાથે ગાળવા પછી પણ મારી જેમહજુૃં તું પણ તરસી છે .અને..... તારા માટે લાવેલો ડાયમંડ સેટ તકીયાની પાસેથી લીધો કે ભૂલી ગયી ?'
અને.... મને એટલો ગુસ્સો આવ્યો કે મેં પર્સમાં રાખેલી નાનકડી લેટેસ્ટ સાઇલેન્સરવાળી ગનથી ગોળી મારી દીધી .એ ઉથલીને પડ્યાં અને ઉભા થઈ ચાલવા ગયાં અને ફરીને મને જોઈ એમની આંખ ફાટી ગઈ અને મેં બીજી ગોળી આગળ પણ ચલાવી દીધી .'
અને.....આ સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા . સૂજ્મસીંગ ગળું ખંખેરતા બોલ્યો ,
મેડમ ,પૈસાથી ગન લેટેસ્ટ ખરીદી પણ, ભૂલમાં કેટરર્સનો નામ લખેલો રૂમાલ હાથમાં રહી ગયેલો તે ખુરશીની બાજુમાંથી મળ્યો -ફોટામાં પહેલી આંગળી દેખાય એનો શેડ જે ઘણા વખતથી પહેરેલી વીંટીના કાઢયા પછી રહી ગયેલો,ઝડપથી નીકળી જતી વખતે જ પેટ્રોલ પૂરાવવાની ઉતાવળ અને ત્યાંથી જલ્દીમાં રામચરણને ઉજાસજીને દૂધ આપવાં કરેલો ફોન, જેથી ઝડપમાં ખબર પડે અને પાર્ટીમાંં પૂર્વી નહીં હતી એવું કહેવાય એટલે બધાને પૂર્વી વિશે ત્યાં પૂછવાંં માંડયા અને રામચરણને છૂપાવી દેવા ગન આપી તે સખત માર પડતાં મળી આવી.

ખાસ વાત.... મેડમ, ગમે તેટલો ગુસ્સો આવે પણ કોઈની જાન નહીં લેવાય .ડીવોર્સનાં કાયદા એકદમ હળવા થઈ ગયા છે .કાનૂનનો આશરો લેવાય .
અને.... સૂજ્મસીંગે બહાર નીકળી વિજયી સ્મિતસહ ઉપરીને સફળતાનાં સમાચાર આપ્યા .

' સર.થેંકસ.'
કારની વીન્ડોમાંથી વહેતો -ઝળહળતો ટા્ફીક જોતાં કીનલને ફોન જોડી અભીનંદન લેવાં આતુરતાથી વાગતી રીંગ સાંભળી રહ્યો.

-મનીષા જોબન દેસાઈ .