વન સાઇડેડ Manisha joban desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન સાઇડેડ

વન સાઇડેડ?-રહસ્યકથા

એ.સી.પી. સૂજમસીંગ શ્રેણીનો આઠમો મણકો ......

'આવી વાતો કરીને શું અર્થ છે ?મને એક્ઝેક્ટ જે કંમ્પ્લેઇન છે તે જણાવો .કહેતાં સૂજ્મસીંગ ખુરસી પરથી ઉભો થઇ જવાની તૈયારી કરતો હતો, સામે ફોન પર ફરીથી પેલો માણસ જે રીતે ગભરાઈ ને વાતો કરતો હતો ને ફરી સૂજ્મ થંભી ગયો .
ઓહ ,આવી વાત છે ? અમે જલ્દીથી કોઈને મોકલીએ છે .'સુજમે ગીરીરાજને કહ્યું 'ઘટના જ્યાં બની છે તેનાં કોઇ નેબરે ફોન કર્યો છે'
અને ગિરિરાજ તથા સારિકા ગવર્મેન્ટ કોલોનીનાં લખાવેલ એડ્રેસ પર પહોંચી ગયાં .ફરી થોડી વાર રહીને ફોન આવ્યો અને ગિરિરાજે જણાવ્યું કોલેજનો એક સ્ટુડન્ટ ઘણા દિવસથી ગુમસુમ ફર્યા કરતો હતો અને આજે સવારથી બારણું બંધ કરી રૂમમાં પુરાઈ ગયો હતો અને અમે બારણું તોડી એની લાશ બહાર કાઢી છે કોઈ ઝેરી રસાયણ પી ગયો છે .'
ઓકે ,બધાનું સ્ટેટમેન્ટ લઇ લે હું પહોંચું છું .ફ્લેટ પર પહોંચતાંજ બધા ઘેરી વળ્યાં અને અંદર જઇ જોયું તો બેડ પર એક ટીનેજ છોકરો પડ્યો હતો ,શરીર એકદમ લીલું પડી ગયેલું અને રુમ એકદમ વિખરાયેલો હતો. કોપ્યુટરની સ્ક્રીન પણ ઓન જ હતી અને મોબાઈલ વગેરે ચેકીંગ કરી નંબર્સ નોટ થઇ ગયા હતાં .એનાં ફેમિલી મેમ્બર કંઇ વાત કરવાની સ્થિતિમાં નહોતા .બહાર એની કોલેજનાં થોડા મિત્રો ઉભા હતા એમને પૂછ્યું તો એમ કહ્યું કે ઘણા દિવસથી ડીપ્રેસ્સ રહેતો હતો .કોલેજ જોઈન્ટ કર્યાને તો ત્રણ વર્ષ થઇ ગયેલા અને ગ્રુપમાં પણ એકદમ લાઈવ હતો . દીતેશ રસ્તોગી સુખી સંપન્ન પરિવાર અને સારી પોસ્ટ પર હતો. એનો દીકરો મીરાજ અભ્યાસમાં મધ્યમ , સાયન્સ નો સ્ટુડન્ટ હતો, બીજે દિવસે દીતેશને વધું પૂછપરછ કરી તો એનાં ટયુશન વગેરેમાં જ ઘણો સમય જતો હતો અને હમણાંનો બહાર પણ વધુ રહેતો હતો. વારાફરતી 6-7 સ્ટુડન્ટ ને ત્યાં ભેગા થઇ લેડી પ્રોફેસર સીલ્વા જેકબ ટયુશન આપતાં હતા.પણ ઓછા માર્ક આવવાને લીધે મીરાજને એકસ્ટ્રા ટયુશન લેવા જરૂરી હતાં તેથી પ્રોફેસર સીલ્વાનાં ઘરે વીકમાં 4 દિવસ જતો હતો. ઘટનાં બની એ દિવસે દીતેશ એની વાઇફ અને દીકરીને લઇને શની-રવિ નજીકનાં શહેર આગ્રા કોઇ રીલેટીવને ત્યાં ગયા હતાં.આવીને પોતાની ચાવીથી બારણું ખોલી ઘરમાં આવ્યા. અને મીરાજનો રુમ બંધ હતો. પણ સૂતો હશે એમ વિચારી રૂટીન કામમાં હતાં,પણ રુમમાં મોબાઈલની રીંગનો અવાજ આવ્યા કરતો હતો અને એની બેને ડોર નોક કર્યુ પણ નહીં ખોલતાં બધા ગભરાયા અને દીતેશનાં નેબર મિત્ર જે સૂજ્મ ને કલબમાંથી ઓળખતો હતો એણે ફોન કર્યો.
પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પોટેશિયમ સાઇનાઇડ હોવાનું જણાયું અને કોન્ડોમ વગેરે કોલેજ બેગમાંથી મળવા ને લીધે સૂજ્મે વધુ ડીટેલથી સર્કલમાં માહીતી પૂછી.
એની એક છોકરી દૂરીતાને કારણે એનાં ફ્રેન્ડ નેવલ સાથે ઝગડો થયો હતો અને દૂરીતા નેવલ બ્રીલીયન્ટ સ્ટુડન્ટ હોવાને કારણે નેવલની વધું નજીક થઇ ગઇ હતી,એટલે મીરાજ એકદમ નર્વસ રહેતો હતો.
દૂરીતાને પૂછતાં ,'સર,મીરાજ એકદમ ઇમોશનલ છોકરો હતો અને મને વારંવાર મેસેજીસ અને લવ શાયરી વગેરે મોકલતો પણ હું એને ખાલી ફ્રેન્ડ જ માનતી હતી.સર ,એ મારા વિષે પ્રો. સીલ્વાને પણ બધી વાત કરતો.કેમેસ્ટ્રી નાં પ્રેકટીકલ વખતે એ મને મરી જવાની ધમકી પણ આપતો જે પ્રો. સીલ્વાએ પણ સાંભળેલું.'
ઓકે,પાછી જરૂર લાગે તમને કોન્ટેક્ટ કરીશ'
ઓફિસમાં બેસીવાતો ચેક કરતા બધા એવિડેન્સ તો આત્મહત્યા જેવાં જ લાગતા હતા.ઇન્સ્પેક્ટર સારિકા 'સર,આ વન સાઇડેડ લવનો મામલો લાગે છે.અને નર્વસ મીરાજે આ પગલું ભર્યું હશે .'
હા ,એવું હોય પણ મને આ પ્રો.સિલ્વા જેકબ વિષે વધુ માહિતી જોઈએ છે 'એટલે ગિરિરાજે કહ્યું ,'સર ,પ્રો.સિલ્વા જેકબ ગોવાની છે અને 39 યર્સની અપરણિત છે એના ફાધર રીટાયર કર્નલ છે અને કોલેજમાં ઘણી લોકપ્રિય છે.સર ,મિરાજ વીકેન્ડમાં ઘરે એકલો હતો ત્યારે એના એકબે ફ્રેન્ડ અને પછી દુરિતા પણ આવી હતી અને સિલ્વા ત્યાં સવારે ટ્યુશન માટેઆવી હતી. એક્ઝામ નજીક આવી રહી હોવાથી કવેશ્ચન પેપર સૉલ્વ કરવાં એક -દોઢ કલાક બેઠી હતી એવું સિલ્વાએ જણાવ્યું હતું. અને કોલેજમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે દુરિતા મીરાજની બહુ નજીક હતી પણ થોડા સમયથી નવાં ફ્રેન્ડ નેવલ તરફ વધુ આકર્ષિત થઇ હતી જે બ્રિલિયન્ટ પણ હતો અને પૈસા ખર્ચીને બધાને પાર્ટી પણ આપતો અને આ કારણથી ઝગડો થયો હતો .'
ઘરે જે સમયે બધા આવ્યા હતા એનો એક્ઝેટ સમય ચેક કરજે જરા ,હું આજે ફરી સિલ્વાને મળી થોડું ફરી પૂછી જોવું .પ્રો. સિલ્વાને ઘરે પહોંચ્યોં અને બહાર એનાં ફાધર વહીલચેર પર બેઠા હતા .થોડી વારમાં સિલ્વા આવી અને સુજમેં મિરાજ વિષે ડિટેલમાં જણાવવા કહ્યું .સિલ્વા બોલી .'બધા સ્ટુડન્ટ મારી સાથે ખુબ હળીમળીને વાત કરતા અને એમનાં પ્રોબ્લેમ પણ જણાવતાં.મિરાજ દુરિતા સાથે બહુજ ઇમોશનલી ઇન્વોલ્વ થઇ ગયો હતો અને દુરિતા કંઈ એટલી સિરિયસ નહિ હતી.દુરિતા જૂઠું બોલતી અમારી સામે પણ એનો ઈરાદો બદલાઈ ગયેલો એટલે મિરાજને અવોઇડ કરતી થઇ ગઈ હતી .મીરાજે મને વાત કરી હતી અને દુરિતાનાં મેસૅજ તથા ફોટા એનાં મોબાઈલમાં પણ સ્ટોર હતા .મેં એને આ બધાથી દૂર થઇ સ્ટડીમાં ધ્યાન આપવા સમજાવ્યો હતો પણ એ દુરિતાનાં બદલાયેલા એટિટ્યૂડ ને લીધે બિલકુલ બેધ્યાન રહેતો હતો .'
એના રૂમમાંથી કોન્ડોમ મળ્યા એનો અર્થ એ દુરિતા સાથે ....' સૂજ્મ બોલ્યો ,
શક્ય છે સર,પણ એટલું ચોક્કસ હતું કે મિરાજ આપઘાત તો નહીંજ કરે અને કોલેજની લેબમાં આગલે દિવસે ખાલી 2-3 સ્ટુડન્ટ જ હતા અને મિરાજ ને તો આગલી એક સબ્જેક્ટ ની એટીકેટી હતી એટલે એની થિયરીનાં લેસન તૈયાર કરતો હતો .હું તે દિવસે સવારે 9-30 એ એનાંઘરે ગઈ હતી અને લગભગ 11-15 નીકળી ગયેલી .મારા ઘરે સાંજે ગેસ્ટ આવવાનાં હતાં એની તૈયારીમાં હતી અને મારી કૂક પણ આખો દિવસ સાથે હતી .'
પરફેક્ટ મેડમ, તમે સત્ય જ જણાવ્યું છે ,કારણકે 12;30 એ મિરાજની એના એક ફ્રેન્ડ સાથે વાત થઇ હતી .એ રેકોર્ડ પરથી મળી ગયું છે .એનો અર્થ એ ત્યાં સુધી તો જીવતો હતો .પણ મેડમ ,તમારે આવી વાત એનાં માતા-પિતાને જણાવી દેવાની હતી.'
સર ,એનાં પિતા ખુબ ગુસ્સાવાળા ઓફિસર છે ,હું કહેતે અને જો એને ખિજવાતે તો મને ડર હતો કે મિરાજ કંઈ વધુ ધમાલ કરી બેસતે અને એની પાસે દુરિતાનાં મેસેજ તથા ફોટા બધાને બતાવી બધાનું ભવિષ્ય બગાડી નાંખતે .પણ સર ,દુરિતા પણ બહુ ચાલાક છોકરી છે .'
ઓકે .થેન્ક્સ '
કહી સુજમેં ગિરિરાજ અને ઇન્સ.સારિકાને દુરિતાને સખત પૂછપરછનો ઓર્ડર આપી દીધો .સખ્ત ધમકી અને લેબમાંથી પોટેશિયમ સાઇનાઇડની બોટલ મિરાજ ના ડોરની બહારની ડસ્ટબીનમાંથી મળી એનાં પર ફિંગરપ્રિન્ટ મળ્યા એવું કહ્યું એટલે ગભરાઈને કબૂલ કરતાં દુરિતા એકદમ રડી ઉઠી અને ગુસ્સામાં બોલવા લાગી 'સર ,મારી જિંદગીમાં મેં કોઈ દિવસ કોઈનું આટલું પ્રેશર સહન નહોતું કર્યું ,કોઈ વાર ઈમોશનલ અને કોઈવાર એની પાસેનાં મારા મેસેજ ફોટોની બીક બતાવી વારંવાર મને બોલાવે અને મને મજબુર કરે .હા ,સાચી વાત છે કે મને નેવલ ચૌધરી મળ્યો ત્યારથી હું એની સાથે વધુ ઇન્વોલ્વ થઇ હતી અને એને પણ હું બહુ ગમતી હતી .હું એની સાથે પણ બે -ત્રણ વાર આઉટિંગમાં ગઈ હતી અને એને પણ અમારા વચ્ચેથી મીરાજને દૂર કરવો હતો .અને મેં આગલે દિવસે લેબમાંથી સાઇનાઇડ ચોર્યું હતું .મિરાજનો ફોન આવ્યો એટલે બૂક્સ લઇ હું એના ઘરે ગઈ અને આમતેમ વાતમાં ભેળવી રાખ્યો અને કોલ્ડ ડ્રિન્ક પીવું છે એમ કહી એમાં સાઇનાઇડ ભેળવી દીધું અને એક જ ગ્લાસમાં પહેલા તું પી એમ કહ્યું અને પીતાની જરાક જ વારમાં એ ઢળી પડ્યો .અને મેં એના મોબાઈલ અને પેનડ્રાઇવ શોધી ડીલીટ કરી દીધી .અને બહાર નીકળતાં એનું રૂમનું ડોર લોક કરી ચાવી લઇ લીધી બોટલ ડસ્ટબીનમાં નાખી ડોર ખેંચી હું દાદર પરથી નીકળી ગઈ .લિફ્ટમેન હતો પણ વોચમેન જમવાં ગયો હતો અને હું કાર નહોતી લાવી ,ટેક્ષીમાં આવી હતી .'
અને .....સૂજ્મસિંગ તથા બધા એક મિનિટ સ્તબ્ધ થઇ ગયા .
ગિરિરાજ ,આ બધા કેસની વાતો સાંભળી ખરેખર દિમાગ આપણું પણ ચકરાઈ જાય છે .આ જનરેશન તો વધુ પડતું .....ખેર છોડો, કેસ સોલ્વ થઇ ગયો છે અને શિક્ષણ સંસ્થાઓ તથા માતા -પિતાએ વધુ એલર્ટ રહેવું પડશે '
અને ....ઉપરીને આખી કેસની હાઈલાઈટ વાત કરી .થેન્ક્સ કહી પછી કિનલ સાથે વાત કરતાં કરતાં કોફીનો કપ લઇ રિલેક્ષથી બેઠો .

-મનીષા જોબન દેસાઈ