ખુન્નસ Manisha joban desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખુન્નસ

ખુન્નસ -

એ.સી.પી. સૂજ્મસીંગ શ્રેણીનો સાતમો મણકો.....

શું વાત કરે છે ?તને કોણે કહ્યું ?' બોલતા સૂજ્મને નવાઈ લાગી .ફોન પર ગિરિરાજ હતો .
આ મીડિયા પાસે આટલા જલ્દી ન્યુઝ કઈ રીતે ..... હું હમણાજ પંદર મિનિટ પર ક્લબમાંથી નીકળ્યો ને સીધો સ્થળ પર જ પહોંચી રહ્યો છું ,ને તને ફોન કરતો હતો .મારા ફ્રેન્ડનાં 'વૉક વિથ ટાઈમ' ફિટનેસ સેન્ટરનાં સ્પામાં એક મેમ્બરની કોઈએ હત્યા કરી છે ,અને મારા ફ્રેન્ડ જોય રાઠવાએ મને સીધો ફોન કર્યો .કોઈ એડવર્ટાઇઝીંગ કંપનીનો ઓનર હીનેશ સારંગ ક્લબનો મેમ્બર છે અને રેગ્યુલર આ સમયે આવે છે એ કોઈ જાણતું હોવું જોઈએ .હવે તું સ્થળ પર વિઝીટ કરી લે અને હું જલ્દીથી ફ્રેશ થઇ પાછો ઓફિસ પહોંચું છું .હીનેશ સારંગની વિગત જલ્દીથી વોટ્સઅપ પર સેન્ડ કર.'
કહી સૂજ્મસિંગ "વોક વિથ ટાઈમ'ફિટનેસ ક્લબ પર પહોંચ્યો .સ્પા રૂમના શાવરમાં હીનેશની લાશ પડેલી હતી અને પાણી વહેતુ હતું એ બંધ કરાવ્યું .મોઢા પર પલાસ્ટીકની કોથળી વીંટાળેલી હતી .અને ટેબલ પાસે એક રશીદ જેવું મળ્યું હતું .લોકર વગેરે ચેક કરતાં નાની ડાયરી અને ટી શર્ટ ,શોર્ટસ અને સ્પેક્સ વગેરે હતું .મોબાઈલ ટોવેલ કાઉન્ટર પર મુકેલો હતો .બોડી મસાજ માટે જે એટેન્ડન્ટ હતી એને પૂછ્યું તો ,એ બીજા કલાયન્ટ સાથે હતી અને હીનેશ સારંગ બાથ લેવા ગયો હતો ત્યારે એ રૂમમાં કોઈ હતું નહીં .વચ્ચે મોટો ફોયર અને અલગ અલગ સ્પા કેબીનો અને ખુબ મોટાં એરીયામાં પથરાયેલ ફિટનેસ સેન્ટર .રિસેપ્શન કોમ્પ્યુટર પરથી આજનાં આવેલા મેમ્બર લીસ્ટની કોપી લીધી અને એને કહ્યું કે રેગ્યુલર મેમ્બર સીવાય આજે 6-7 નવાં લોકો સેંટર જોવા આવ્યા હતા .વિઝીટર બુકનાં નામ નોટ કરવાનું કહી ફરી રૂમ તરફ જતો હતો ત્યાં ગિરિરાજ -અને ઇન્સ્પેક્ટર સારિકા આવી ગયા .બાકીનાં આવેલા મેમ્બરો ગભરાઈને બહાર ઉભેલા હતા અને થોડા જતાં રહયા હતા. કાઉન્ટર પરથી હીનેશની કારની ચાવી લઇ કાર ચેક કરવાં કહ્યું .અને જલ્દીથી ફોનની ડીટેલ પણ .મેનેજર કોરસ તીવારી આજે રજા પર હતો અને એની હીનેશ સાથે દોસ્તી અને ઘર જેવા રિલેશન થઇ ગયા હતાં એવું સટાફ પાસે જાણવાં મળ્યું .સ્પા સેક્સનની પાછળ પણ એક દરવાજો હતો જે ડાયરેક્ટ પાર્કિંગ તરફ જવાનો નજીક રસ્તો હતો .
ફ્રેશ થઇ ઓફિસ પહોંચ્યો અને હીનેશ સારંગની વિગતો આવી ગઈ હતી .લેવીશ એરિયામાં ઓફિસ અને એકદમ રંગીન મિજાજની છાપ હતી સર્કલમાં .વાઈફ પણ એક કંપનીમાં વર્ક કરતી હતી.એક સન અને ડોટર સ્ટડી કરતા હતા.રાત્રે ઘણી વિગત આવી ગઈ હતી .ગિરિરાજ અને ઇન્સ.સારિકાએ વિગતો ભેગી કરી હતી એ ડિસ્કસ કરતા બેઠા હતાં અને સુજમે હીનેશનાં ઘરે અને ઓફિસે બીજા દિવસની વિઝીટ કરવા માટે સવારે વહેલા ભેગા થશું.ગિરિરાજે ફોન ડિટેઇલ કઢાવી હતી તે પણ કાલે ઇ-મેલથી આવશે એમ કહ્યું .ઇન્સ.સારિકા '
સર ,મારું ઓબ્ઝરવેસન એમ કહે છે કે આજે વિઝીટર આવ્યા છે એમાંથી જ કોઈએ કર્યું હોય અને જે મસાજ એટટેન્ડેન્ટ હતી એ પણ મળેલી હોય .'
પોસિબલ છે ,પણ જેટલા વિઝીટર હતાં એ બધા લગભગ સ્પાની હાફ અવરમાં વિઝીટ લઇ પછી ઓફિસમાં પેકેજ વગેરે હિલ્સા સાથે ડિસ્કસ કરતા હતાં એટલે એ બધાનાં ટાઈમ વગેરે તો રેકોર્ડ પર છે અને સીસીટીવી પર પણ બધું બરાબર દેખાય છે '
સર,સ્પાનાં પાછલા દરવાજાનો કેમેરો બંધ હતો અને કંપનીને સવારે જ કમ્પલેઇન મુકાયેલી હતી .'ગિરિરાજ બોલ્યો .
ઓહ ,આ ઇન્ટરેસ્ટીગ પોઇન્ટ છે .વાયર કાપેલો હોય એવું લાગે છે કે ઉંદર વગેરાથી કંઈ એ ચેક કરજે.'
અને બીજે દિવસે એની પત્ની અને બાળકોને ઘરે આશ્વાસન આપતાં સુજમે વિગતો પૂછી પણ રૂટિન લાઈફ હતી અને પત્ની પણ પોતાનાં કામમાં હોવાથી ઓફિસની કોઈ ખાસ વિગતો ખબર નહોતી .ઓફિસે વિઝીટ કરતાં ત્યાં કામ કરતાં મેનેજર અને પ્યુન બધાજ ડરેલા હતાં અને ખાસ કંઈ જાણતાં નહોતાં.ટેબલનાં ડ્રોવરમાંથી મોડેલ્સનાં આલ્બમ વગેરે ચેક કરતાં ઉપર મુકેલો સાધ્યા તિવારી નાં ફોટો નામ નોટ કર્યું .સૌથી વધારે એનાં ફોટો હતાં .ઓફિસમાં પૂછતાં મેનેજરે જણાવ્યું ઘણા કેમ્પેઇનમાં સાધ્યા મેમ ઇન્વોલ્વ છે અને સરનાં ફ્રેન્ડ કોરસ તિવારીની બહેન છે .
કોરસ તિવારી એટલે'વોક વિથ ટાઈમ ' સ્પાનો મૅનેજર ?
હા એમની અને કોરસ તિવારીની ખાસ દોસ્તી બે વર્ષથી અને સર હમણાનાં ત્યાં જ પાર્ટી માટે જતાહોય છે .'
ઓકે ,
સૂજ્મસીંગે સીધા કોરસ તિવારીને ત્યાં ફોન કર્યો અને એણે કહ્યું 'સર હું બીમાર છું એટલે ચાર દિવસથી સ્પા એટેન્ડ નહોતો કરતો અને હીનેશ સરનું મર્ડર સાંભળીને તો એકદમ આઘાતથી વધુ બીમાર થઇ ગયો છું .'
ઓકે ,અમે ત્યાં આવીયે છે ,તમારા સિસ્ટર સાધ્યાને પણ બોલાવી રાખજો .'
પણ સર ,એ તો એક વિકના વર્કશોપ પર ગયી છે.'
અને સૂજ્મસીંગ ટીમ સાથે કોરસ તિવારીનાં ઘરે પહોંચ્યો .વધેલી દાઢી અને જેકેટ પહેરી પલંગ પર આડો પડ્યો હતો અને બાજુનાં રૂમમાં એના મધર હતાં એમને આવીને નમસ્તે કરતાં સૂજ્મસિંગ બોલ્યો ,'સાધ્યાનો રુમ બતાવશો ?'
અને રુમ જોતાં સુજમે પૂછ્યું ,આ ડ્રેસિંગ જોતાં તો લાગે છે ખાસ કંઈ યુઝ થતો નથી અને મધર બોલ્યા ,હા ઘણું ખરું કામમાં હોય ત્યારે રેન્ટલ સ્ટુડિયો પર બે-ત્રણ ફ્રેન્ડ સાથે રહી જાય અને શૂટિંગ સ્ટુડિયો નાં કમ્પાઉન્ડમાં જ છે એટલે ભાગ્યેજ હમણાં તો ....'
અને ..સુજમે ચશ્મા પાછળની આંખોમાં ઘણું છુપાવ્યું હોવાનો અહેસાસ કર્યો .
જે કંઈ હોય તે કહેજો જેથી મદદ કરી શકાય .'
અને ..કોરસ સાથે બેસી વાત કરતાં ગિરિરાજ અને સારિકા પાસે જઈ બેઠો .બાજુના ટેબલ પર મુકેલી દવા જોઈ ,
આયુર્વેદીક દવા કરો છો ? '
હા ,અમારા એરીયાનાં ટાઉન હોલમાં આયુર્વેદિક કેમ્પ હતો એમાંથી આપી છે .'
હીનેશ વિષે જણાવો કહેતાં એને મિત્રતા અને ઓફિસ વગેરેની વાતો કરી .
ઓકે બાય .'
બપોર પછી મોડેલિંગ સ્ટુડિયોની વિઝીટ લેતા ઘણી ચોંકાવનારી માહિતી મળી કે સાધ્યા તો એનાં ઘરમાં જ છે .અને તરત ઉપર જઈ સાધ્યાનો કોન્ટેક્ટ કર્યો .સાધ્યા એકદમ સાદા ડ્રેસમાં અને ઉજાગરાવાળી આંખ સાથે જવાબ આપવા લાગી .
અહીં વારંવાર હીનેશ આવતો એ તમારા ઘરે ખબર નથી ?'
હીનેશ સર ,મારા ઘરે આવતા પણ અહીં વિષે ખબર નથી .'
મેડમ ,તમારા સર્કલમાં અહીંનું રેન્ટ પણ હીનેશ ભરતો હોવાનું જાણવા મળ્યું છે .કેશમાં ભરે છે .કેમ ?'
અને સાધ્યા એકદમ બોલવા માંડી ,'આ અમારી અંગત મેટર છે '
અંગત મેટર હતી, હવે નથી જેનું મર્ડર થયું છે એ છેલ્લા દોઢ વર્ષથી તમારી અત્યંત નજીક હતાં .અને તમારા ભાઈના ખાસ મિત્ર થઇ ગયા હતાં .'
હા,એની ઓળખાણ સ્પામાંથી થઇ હતી અને ત્રણ વર્ષ પહેલા મારી ઓળખાણ કામ માટે થઇ હતી.'
ભાઈનાં કરતાં વધુ તમે હીનેશની નજીક થઇ ગયા અને તમારા ભાઈને એની ખબર નથી ?'
સર એ જાણતે તો મને મારી નાંખતે '
એટલે ?'
સર ,એણે હીનેશ પાસે નવો ફ્લેટ લેવા માટે 30 લાખ રૂપિયા લીધા હતાં અને આગલા વર્ષે એનાં લગ્ન પણ નક્કી કર્યા હતાં .પણ સર મને એ એનાથી દૂર રાખવા પ્રયત્ના કરતો .પણ હું અને હીનેશ ખુબ આગળ વધી ગયા હતાં .'
ઓકે ,'કહી આખી ટિમ ઑફિસે પહોંચી અને મર્ડર થયું એ દિવસ ની વિગતો વોચમેન પાસે જાણી ને સૂજ્મસિંગ ની આંખોમાં વિજયી ચમક આવી ગયી .
ગિરિરાજ ,મને લાગે છે કે કોરસને જલ્દીથી અહીં લાવી ને જ કબૂલ કરાવવું પડશે .'
રાઈટ ,સર 'અને કોરસને સખત પૂછપરછ કરતાં ભાંગી પડ્યો .
હવે ,માંદગીનો ડ્રામા કર્યા વગર બધું સાચું જણાવી દે નહીંતર એવો પડશે કે ઉભા નહિ થવાય '
અને... કોરસે બોલવાં માંડ્યું.'
સર ,મારી દોસ્તી અને આર્થિક મજબુરીનો ગેરફાયદો ઉઠાવવા માંડ્યો હતો .મારી બહેન સાધ્યા તો નાદાન હતી અને એની જાળમાં ફસાઈ ગઈ .ગમે ત્યારે ફોન કરી ડ્રિન્ક લઇ ઘરે રાત્રે આવે ,મને થોડા વખત પછી એમ થયું કે એ જરા વધુ પડતો ફ્રેન્ડલી થઇ રહ્યો હતો અને થોડા વખત પર મારા સર્કલમાંથી એનાં અને સાઘ્યાના સંબંધો વિષે જાણ થઇ પણ બહુ મોડું થઇ ગયું હતું .અને મેં વિરોધ કર્યો ત્યારે મારી પાસે હમણાં જ મારા 30 લાખ પાછા આપનું દબાણ કરવાં માંડ્યો .હું કોઈને કંઈ કહી શકું એમ નહોતો અને ગયા વીકમાં તો એ ત્રણ દિવસ સાધ્યાનાં સ્ટુડિયો પર જ રહ્યો હતો .સર, મારી બેનની જિંદગી એણે બગાડી હતી અને મેં પ્લાન ઘડ્યો .અને આયુર્વેદિક દવા લેવા જાવું છું એમ કહી સવારે રીક્ષા કરી ગયો અને વહેલી સવારમાં પાછલા દરવાજેથી અંદર જઈ મને એનું શિડ્યૂલ ખબર એટલે હું અંદર ગયો પણ એને મારા એવા ઈરાદાનો ખ્યાલ નહિ આવ્યો હું ઓફિસ ડ્રેસ માં ગયો હતો એટલે આજથી હાજર થયો એમ સમજ્યો અને ખીસામાંથી પ્લાસ્ટીકની કોથળી, એ પાછળ ફર્યો ને મોં પર પહેરાવી મેં એને મારી નાખ્યો ,રૂમમાં અંધારૂ હોય અને અરોમાં કેન્ડલ હતી જે મેં ઓલવી નાખી હતી.
અને સૂજ્મ ,ગિરિરાજ અને સારિકાએ સફળતાનાં શ્વાસ લીધા .
બહાર નીકળી ,કિનલને કેસ વિષે જણાવતાં કેબિનની ખુરશી પર બેઠો અને એટલામાં ઉપરીનો ફોન અન