Mission - Rahasyakatha books and stories free download online pdf in Gujarati

મીશન -રહસ્યકથા

મીશન -રહસ્યકથા

એ.સી.પી.સૂજમસીંગ. નો પાંચમો મણકો

આજે દહેરાદૂનથી વેલફેરનું ફંકશન એટેન્ડ કરી પ્લેનમાં સૂજ્મસીંગ દીલ્હી આવી રહ્યો હતો.બાજુમાં એક પત્રકાર વીસ્મીત સેન રાજકીય અને સોશીયલ સમસ્યાઓ વિષે આક્રોશ ઠાલવી રહ્યો હતો.સૂજમ વિષે જાણ્યું પછી કહેવા માંડ્યો.'સર,હું એક અંગત મીશન પર કામ કરી રહ્યો છું,જરૂર પડ્યે તમારી મદદ લઈશ.'ફોન નંબર નોટ કર્યો અને સૂજ્મ એરપોર્ટ પરથી સીધો કીનલની ઇન્સ્ટીટ્યૂટ પાસે આવેલી સ્ટારબગ કોફીની ચુસ્કી લેતાં વાતો કરતો જતો હતો. કીનલ લેપટોપ પર ઇ-મેલ કરી રહી હતી.
રોજ ફરિયયાદ કરે છે કે ટાઇમ નથી આપતો અને તું આમ બીઝી છે? '
ઓહ સોરી ,પણ મારે આજે થોડું વર્ક સબમિટ કરવાનું હતું તે રાતે તારી સાથે કલાક વાત કરવામાં રહી ગયું અને તરત ઊંઘી ગયી '
સપના જોવા લાગી હશે .' બંને હસતાં હસતાં બહાર નીકળ્યા.
અને....ઘરે જઇ ફ્રેશ થઇ બપોર પછી ઓફીસ જાઉં છું વિચારતાં થોડી ઊંઘ આવી ગયી .મોબાઈલની રીંગ સાંભળી અને સામેથી ગિરિરાજ ,
સર,દિલ્હી શહેરનાં જાણીતા સ્વામી લવેશાનંદજીનાં આશ્રમની એક 24 વર્ષની યુવતીની અને સાથેજ બીજા એક યુવકની એનાં રૂમમાં લાશ મળી છે ,જે બંને હમણાં એકાદ વર્ષ પહેલા જોડાયા હતાં અને નજીકનાં સર્વિસ એપાર્ટમેન્ટમાં રહેતા હતાં.બંને યુવક -યુવતી મિત્ર હતાં . .કલકત્તાથી આવ્યા હતાં .બંનેનાં ઘરે ખબર કરી દીધી છે . '
ઓકે,આતો પેલા જમીનના વિવાદમાં પણ હતાં એજ લવેશાનંદને?'
હા સર,ઘણી વિગતો મેળવી લીધી છે ઓફિસ આવો એટલે ...'
બસ ,પહોંચ્યો હમણાં ..'
ઓફિસેથી ફોટા અને બેઝિક વિગત જોયાં બાદ સ્થળ પર પહોંચી જોતાં બે બેડરૂમનાં ફ્લેટનાં રૂમમાં યુવકની લાશ પંખા પર લટકતી હતી અને યુવતી ફ્લોર પર ઊંઘી પડી હતી .આજુબાજુ ફેલાયેલું લોહી કાળું પડી ગયું હતું અને બારીનું એક શટર ખુલ્લું હતું . એક ફ્લોર પર બે એપાર્ટમેન્ટનું 2 ફ્લોરનું નાનકડું બિલ્ડીંગ હતું .બૂક્સ વિખરાયેલી પડી હતી અને લેપટોપ સાથે થોડી નોટસ લખેલાં પેપર હતાં .બંનેના રૂમ અલગ હતાં પણ યુવકનાં રૂમમાં હત્યા થઈ હતી.આધ્યાત્મિક અને ટેક્નોલોજીની બૂક્સ હતી,સાથે યુવતીના રૂમમાંથી એનું પર્સ વગેરે ચેક કરતાં કોઈ ખાસ જણાતું નહોતું .મીડિયાએ આત્મહત્યાનાં સમાચાર વહેતા કરી દીધા હતાં.પણ સૂજ્મસિંગનું દિલ આ વાત માણવા તૈયાર નહોતું .યુવતીના પેટમાં ચપ્પુ વાગેલું હતું અને ઉંધી પડી હતી .એ બહુ અજુગતું લાગી રહ્યું હતું .બેડ પરથી ગબડેલું નાનું ટેબલ બાજુમાં હતું .વોર્ડરોબમાંથી ઓમઁ:ઇન્ડિયા લખેલા બેલ્ટ મળ્યા હતાં.
સૂજ્મ લાંવેશનંદજીનાં આશ્રમમાં જઈ એનાં મેઇન સંચાલકની ઓફિસમાં બેઠો હતો અને બાજુનાં રૂમનો દરવાજો ખુલ્યો .સામે એકદમ શ્વેત ડ્રેસ અને ભૂરા રંગની એમ્બ્રોઇડરીમાં આશ્રમનું નામ લખેલી શાલ ઓઢી સ્વામી લવેશાનંદ દાખલ થયા.'આનંદ હી આનંદ'નાં નાદ સાથે સૂજ્મનુ સ્વાગત કર્યું અને પ્રસાદ ધરતાં ,
આપની શું સેવા કરું ?આપે અહીં આવવું પડ્યું ?હું હાજર થઈ જતે'
આ ચાપલુસી સૂજ્મને જરા વધુ લાગી .પણ હસવાં પર કાબુ રાખતાં ,'આપનાં જ્ઞાન સાથે આશ્રમની પણ વિઝીટ લેવી પડે એવી વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે 'અને બે અનુયાયીનાં થયેલાં મૃત્યુ વિશે વધુ વિગતો જણાવવાનું કહ્યું .અને સ્વામીજીએ એમની અદામાં વખાણ કરતાં બિનજરૂરી વિગતો બોલ્યે રાખતાં સુજામે એમને અટકાવ્યાં અને સ્વામીજી છેલ્લે જે બોલ્યા ,'યુવાનોનો ક્રોધિત સ્વભાવ અને અચાનક ક્રાંતિ લાવી દેવાનાં તથા જ્ઞાનનો અભાવ આવું કરવાં પ્રેરે છે 'એટલે સુજમેં થેંક્યુ ,બાય કહી બહાર નીકળી આશ્રમમાં આંટો મારી પ્રાર્થના હોલ પાસે ટોળે વળેલા યુવક યુવતીઓને જનરલ સવાલો કર્યા .બહાર નીકળતા એક યુવતી આવી અને ગભરાયેલા અવાજે બોલી ,'સર ,રમ્યતા ગાંગુલી ખૂબ સવાલો કરતી અને આશ્રમનાં એક બે અનુયાયીઓનાં વર્તન વિશે ફરિયાદ પણ કરી હતી .લવેશાનંદજી પણ એમનાથી નારાજ હતાં અને સ્વામી કરુણાનંદ તો સૌથી વધુ નારાજ હતાં. .અને મને એક વીક પહેલાજ કહેતી હતી મને અહીંનું વાતાવરણ ઠીક નથી લાગતું પણ હું શોધીને જ રહીશ અને સાથે જે યોજન મુકર્જી હતો એ પણ એને ખાસ સપોર્ટ કરતો .બંને કલકત્તાનાં અને અહીં આવ્યા પછી પ્રેમમાં પડયા હતાં અને થોડા સમયથી લિવ-ઈન -રિલેશનશિપમાં રહેતા હતાં .'
ઓકે , પણ એ લોકો આત્મહત્યા કરે એવા લાગતા હતા? .'
નાં ,સર એ તો શક્યજ નથી પણ બંને બેસીને રાતદિવસ બધી ફોટોગ્રાફી અને રિસર્ચ કર્યા કરતાં'
ઓકે ,તમારો ફોન નંબર લખાવી દો.હું ફરી કંઇ જરૂર હશે તો કોન્ટેક્ટ કરીશ .'
બંનેના ફેમિલી આવી ગયા હતાં અને જલ્દીથી તપાસ માટે ઉતાવળો રમ્યતાનો ભાઈ સૂજ્મને એકદમ રડતાં રડતાં વિગતો આપી રહ્યો હતો.'
સર, બંને લગ્ન કરવા માંગે છે એવો ગયા વીકમાં જ અમને ફોન આવ્યો હતો અને અમે બધાં ખૂબ ખુશ હતાં .
સૂજ્મ બે દિવસ ફોરેન્સિક રિપોર્ટ અને સ્થળનો સ્ટડી કરતાં એટલા નિર્યણ પર તો આવી જ ગયો હતો કે આ હત્યા જ હતી .આશ્રમનાં એ શંકાસ્પદ અનુયાયીઓની વિગતો મેળવતાં એક દિવસ નીકળી ગયો .બંને મુખ્ય સ્વામી લવેશાનદજીનાં રાજકીય અને બિઝનૅસમેનો સાથેના સંબંધોના પ્રોગ્રામ ગોઠવવાનાં સૂત્રધાર હતાં.અને લવેશાનંદજીનાં આશ્રમની જમીન પરનાં કબજા માટે જે વિરોધ ઉઠ્યો હતો એ પતાવવા માટે ઉચ્ચ અધિકારીઓ અને જરુરી વ્યક્તિઓ ને ખુશ રાખવા માટે આશ્રમનાં યુવક- યુવતીઓનો ખોટો ઉપયોગ કરી રહ્યાં હતાં.
સૂજ્મસીંગને પ્લેનમાં મળેલ વિશ્રવાસ સેન યાદ આવ્યો અને ફોન કરી 'ઓમ ઇન્ડીયા 'શું છે? એવું પૂછતાં જાણવાં મળ્યું કે જેમ વિશ્વાસ કરપ્શન વિરોધનાં ગુ્પમાં કામ કરી રહ્યો હતો તેમ આવી મોટી સંસ્થા ઓ અને આશ્રમો દારા આચરવામાં આવતી ગેરરીતિઓનો પર્દાફાશ કરવાં માટે કલકત્તામાં યુવાન બૌદ્ધિકોનું એક ખાનગી ગુપ છે જેનાં કાર્યકરો સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલા છે'
થેન્કસ ,વિશ્વાસ '
સૂજ્મને ચોક્કસપણે લાગી રહ્યું હતું કે રમ્યતા અને યોજન ઘણું જાણી ગયા હશે અને કોઇપણ પેનડાઇવ વગેરે પણ મળ્યું નહોતું એનો અર્થ એ લોકોની પ્રવૃત્તિઓ વીષે કોઇ જાણી ગયું હશે અને બંનેને વચ્ચેથી હટાવી દેવામાં આવ્યાં હોય.સી.સી.ટી.વી.કેમેરામાં રાતે એક સામાનનો ટેમ્પો આવ્યો હતો એમાં સામાન ઉતારતી વખતે જે માણસો દેખાતાં હતાં અને ફરી બહાર જતી વખતે ઓછાં જણાંતા હતાં.અને નવાઇની વાત એ હતી કે બિલ્ડીંગમાં કોઇને ત્યાં સામાન આવ્યો નહોતો.અગાસી પરથી ખાલી ખોખા મળ્યાં હતાં.
આશ્રમની રમ્યતા અને યોજનની માહીતી આપનાર યુવતીની સખત પૂછપરછ કરતાં એણે કબૂલ કર્યુ કે બે અનુયાયીઓ આશ્રમની વિદેશી યુવતીઓ સાથે અહીંની યુવતીઓને પણ બઘા સાથે જવા મજબૂર કરતાં હતાં અને રીતસરનું વિદેશીઓ સાથે સેક્સ રેકેટ જ ચાલી રહ્યું હતું. બંનેની ઘરપકડ કરી અને કબૂલ કર્યુ કે રમ્યતા અને યોજને એ સાંજે આશ્રમમાંથી થોડી યુવતીઓ કારમાં બહાર લઇ જવાતી એની વીડીયો ઉતારી હતી અને એ આ લોકોએ જોયું હતું અને બે પ઼ોફેશનલ કીલરોને સામાનનાં ટેમ્પોમાં મોકલી રાતે ધરમાં ઘૂસી મર્ડર કરાવ્યું અને પેનડાઇવ લઇ કોમ્પ્યુટરમાંથી ડેટા ડીલીટ કર્યો અને આત્મહત્યાનો સીન ઉભો કર્યો.
ઇન્કવાયરી દરમ્યાન વિદેશ જતાં લવેશાનંદજીની પણ એરપોર્ટ પરથી ધરપકડ કરી.
ઉપરી પાસે અભિનંદન લઇ ઘરે પહોંચી ફોન પર થેન્કસ કહેતાં કીનલને પૂછવાં માંડ્યો 'તે રાતે કયું સપનું જોઇ ઉંઘી ગયેલી એક કહેશે?' અને કીનલ ખડખડાટ હસી પડી.

-મનીષા જોબન દેસાઇ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED