વેર Manisha joban desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેર

વેર

સવારની એક્સરસાઇઝ અને ટેનિસ પ્રેકટીશ પછી આવીને ગાર્ડનનાં હિંચકા પર બેસી બ્રેકફાસ્ટ લેતા સૂજ્મસિંગ ન્યુઝ પેપર પર નજર દોડાવી રહ્યો હતો .બે દિવસ પહેલા થયેલા એક બ્યુટીફૂલ મોડેલ સીનાહાનું ફેશન શૉ દરમિયાન અપહરણ થયું હતું . તપાસ ચાલી રહી હતી અને મીડિયાવાળાઓએ દિલ્હી શહેરની સુરક્ષાને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા હતા.મોબાઈલ રણક્યો ને કીનલનાં ઉપરાછાપરી પ્રશ્નો,
શું છે આ બધું ...વગેરે .?'
હમણાં કોઈ વાતનો જવાબ આપવાના મૂડમાં નથી હું ...'
ને સામેથી ફોન 'ઓકે 'કહી કટ.
સામે ઘાસ પર એનો પ્યારો ડોગી ઝીગારો જે રીતે ગોળ ગોળ ફરી રહ્યો હતો એમ સુજમનાં દિમાગમાં ઝડપથી આખી ઘટના ફરી વળી .
ઇન્ટરનેશનલ શો ઓર્ગેનાઈઝર વિલી આહુજાની બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ રહેલી સીહાના તોરાનીનું રાત્રે 8-30 નાં સમયે પાર્કિંગમાંથીજ અપહરણ કરવામાં આવ્યું હતું .પોતાનાં ઘરેથી તો બધા પાટીૅસિપન્ટ એક હોટલ પર ભેગા થયા બાદ પોત પોતાની કાર લઈ .વેન્યુ પર પહોંચવાના હતા અને કારનાં શોફરને બહાર કાઢી ફેંકી દીધો અને કારમાં ઉઠાવી ગયા .શહેરના નામાંકિત યાન ડીલરની દીકરી સીનાહાએકદમ પ્રખ્યાત અને ખૂબ મોટું મિત્રવર્તુળ ધરાવતી હતી .અને પોલીટિકલ સાઇન્સની ડીગ્રીનાં સ્ટડી સાથે બ્યુટીકોન્ટેસ્ટમાં પણ એકવાર જીતી ચુકી હતી .આ વખતે એનું ટાર્ગેટ 'હાય! વેગાસ 'કોન્ટેસ્ટ જીતવાનું હતું .ફોટો સેશન પછી શોમાં જવા નીકળી ત્યારે પિન્ક કલરનો ગાઉન પહેરેલો .અને પર્સમાં થોડી રીઅલ જ્વેલરી પણ હતી જે ઘરેથી લઈને નીકળેલી .એ મોટે ભાગે પોતાની જ્વેલરી પહેરવાનો આગ્રહ રાખતી.નવો એક મોડેલ હર્લી અગ્રવાલ પણ એનો ખાસ મિત્ર હતો .જનરલી સાથેજ હોય પણ એતો આ વખતે પાર્ટ નહોતો લેવાનો .સનબર્ન પાર્ટ્ટીમા ગોવા ગયો હતો .જરૂર આ વાતની કોઈ જાણીતાને ખબર હોય અને સીનાહા પર નજર હોય એવું અનુમાન લગાવી રહ્યો હતો સૂજ્મ .
ગીરીરાજનો ફોન આવ્યો ,
સર હર્લી અગ્રવાલ આવી ગયો છે અને એને ઓફિસમાં બોલાવ્યો છે .'
ઓકે ,હું થોડી વારમાં પહોંચું છું .'
ઓફીસ જતાં રસ્તે કીનલને ફોન જોડ્યો ,
સોરી ,જરા કામમાં .....'
હું પણ એકદમ આવેશમાં આવી ગયેલી ને પ્રશ્નો પૂછી ......'
ઈટસ ઓકે ,તું આ મોડેલ ને ઓળખે છે ?'
ખાસ નહીં પણ મારી ફ્રેન્ડ પણ ફેશનશોમાં જાય છે એની પાસે નામ સાંભળ્યું છે અને કોલેજમાં વાત કરતી હતી .'
બને તો થોડું પૂછી જોજે કઈ ખાસ લાગે નવું તો જણાવજે .કોઈ સાથે અફેર કે એવું હોય તો સર્કલમાં કોઈ તો જાણતું હશે '
યા સ્યોર ,બાય.'
ઓફિસ પર ગૂડ મોર્નિંગ કહેતા હર્લી અગ્રવાલ સાથે હાથ મીલાવ્યા .એકદમ હેન્ડસમ યુવાન હર્લીનાં ચહેરા પર એકદમ અકળામણ જોઈ સૂજમ બોલ્યો ,
કંઈ ગભરાવાની વાત નથી ,તમે ખાસ મિત્ર છો એટલે મને થયું જરા પૂછી લઉં .'
ના ,સર એવું નહીં પણ મારા ઘરે પણ બધા ટેન્શનમાં આવી ગયા અને હું તો એ દિવસે .....'
હા એ તો બધું ઓકે છે ,પણ તમારા મોડેલીંગ ફિલ્ડમાં કોઈ સાથે કંઈ ઝગડો કે એવું હોય તો તમને ખ્યાલ હોય .'
સર ,તમે કોઈને કહેતા નહીં પણ સીહાના બહુ તેજ છોકરી છે અને બહુ ઇન્સલટીંગ ટોનમાં વાત કરતી અને આ એટીટ્યૂડને લીધે ઘણાં એનાંથી નારાજ રહેતાં. હું આટલો સારો મિત્ર તો પણ મારી સાથે ભડકી જાય ,આગળનાં શોમાં એને અમૃતસરનાં એક નવાં ડિઝાઈનર પાસે ડ્રેસ કરાવ્યો હતો એની સાથે પણ પેમેન્ટ બાબતમાં બહુ ઝગડો થયો હતો.'
એવું તો બધું સામાન્ય થઈ ગયું છે પણ જવેલરીને કારણે કોઈ જાણતું હોય એવું આજુબાજુમાં કોઈ હોય ?'
સર ,મને તો કંઈ ખ્યાલ નથી આવતો અમારું ગ્રુપ તો એટલું ગભરાયેલું છે કે ....'
ગ્રુપમાં કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ?'
બધા એનાંથી જલતા તો હતાંજ અને નેચર આવો હોવાને લીધે વારંવાર ગૃપ બદલાતાં રહેતાં.'
ઓક,થેન્ક્સ હર્લી ફોર કો -અપ વીથ અસ.'
અને સૂજ્મસીંગ સીહાનાનાં ઘરે પહોંચ્યો.એના પપ્પા -મમ્મી બે દિવસથી ભૂખ તરસ્યા બેસીને દીકરીનાં સમાચાર જાણવા ઉત્સુક હતા તે એકદમ ઉભા થઈ ને ,
શું થયું ? કંઈ ખબર મળ્યા ?'
તમે શાંતિ રાખો ,હું સમજુ છું તમારું દુઃખ ,તમારી પર કોઈનો પૈસા માટે ફોન આવ્યો છે ?'
આ સાંભળી દીપક તોરાની બોલી ઉઠ્યો ,'તમને કોણે કહ્યું ?'
અમને કોઈએ નથી કહ્યું આમજ પૂછું છું કોઈ કિડનેપ કરીને લઈ ગયું હોય અને પૈસાની ડિમાન્ડ કરી હોય ,જનરલી એવું થતું હોય છે .'
ના એવો તો કંઈ ફોન નથી આવ્યો .'
એટલામાં સૂજમનાં મોબાઇલની રીંગ વાગી.
સર ,દિલ્હીથી 50 -60 કિલોમીટર દૂર હાઇવે પર ગાડી મળી આવી છે.પણ આજુબાજુ કોઈ એવાં નિશાન કે બોડી મળ્યા નથી .'
ઓકે '
આજે ત્રીજો દિવસ થયો અને રહસ્ય ઓર ગુચવાતું જતું હતું .
તમારે બીઝનેસમાં કોઈ જોડે કંઈ પૈસાની લેવડદેવડમાં પ્રોબ્લેમ ખરો ?' કહેતા ફરી દિપક તોરાની સામે જોયું .
ના ...ના ...મારે તો કોઈ જોડે પ્રોબ્લેમ નથી .'
તમારા જુનાં પાર્ટનર સાથે પૈસા બાબતમાં કેસ ચાલે છે ને ?'
હા પણ એને આ બાબતમાં શું લેવાદેવા ?'
તમારો પાર્ટનર એના દીકરાને માટે સીનાહાને પસંદ કરતો હતો .પણ તમારી ઈચ્છા નહોતી અને કોઈ જમીનમાં રોકેલા પૈસાના ડિસ્પ્યુટ માટે તમે જુદા પડી ગયેલા .'
હા સાચી વાત છે પણ હમણાં તો મને કંઈ સૂઝતું નથી સર ,તમે મારી દીકરીને પાછી લાવી આપો .'
જુવો આમ રડતા રહેશો તો દીકરી આવી નથી જવાની .અમારા પર વિશ્વાસ રાખો અને જેટલી સાચી માહીતી આપશો એટલું જલ્દી પરિણામ આવશે ,
ઓકે તો કંઈ પણ ફોન કે એવું આવે તો અમને જણાવજો .'કહી સૂજ્મસીંગે બહાર નીકળી ફોન કરી આ એસ્ટેટ પર નજર રાખવાની સૂચના આપી .
ગાડીની બરાબર તપાસ કરતાં એક બટન મળ્યું અને સુજમનાં મગજમાં એક વિચાર ચમક્યો .આવું સ્ટાઈલિશ બટન કોઈ શોખીન કે ડિઝાઈનર પાસે જ હોય .અને એવા તો ઘણાં સીનાહાનાં સર્કલમાં હોય .મારને કારણે હોસ્પિટલમાં હતો એ કારનો શોફર હવે થોડો સ્વસ્થ થયો હતો .ફરી ઈન્કવાયરી કરતાં પૂછ્યું તો કહ્યું .'સાહેબ ,4-5 જાણ હતાં અને બધા યંગ જ લાગતા હતા હું તો હજુ ગાડી સ્ટાટૅ જ કરતો હતો ત્યાં બાજુમાં જ પાર્ક કરેલી ગાડીમાંથી ઉતરી દરવાજો ખોલી મને અને સીનાહા મેમસાબને પકડી લીધા .હોટલનાં બાજુના પ્લોટમાં પાર્કિંગ અને જરા પણ અવાજ કરવાનો મોકો પણ નહીં આપ્યો અને મને માથામાં મારીને બાંધી દીધો .મને પછીનું કંઈ ખબર નથી .'
આજનાં દિવસે પણ કંઈ ખાસ રીઝલ્ટ દેખાઈ રહ્યું નહોતું .ફોન પણ ગાડીમાંજ પડી રહેલો મળ્યો હતો સીનાહાનો.થોડી નિરાશા અનુભવતો સૂજ્મ રાત્રે કોમ્પ્યુટર પર ફરી મેપ જોતાં ગાડી મળી એની આજુ બાજુની જગ્યાઓનો સ્ટડી કરવા માંડ્યો .એક વ્યક્તીની જાન -ઈજ્જત મુશ્કેલીમાં ને સૂજ્મની ઊંઘ ઉડી ગઈ હતી .અચાનક રાત્રે 3-40 મોબાઈલ આવ્યો અને ઝડપથી તૈયાર થઈ ગિરિરાજને લઈ એક કારનો પીછો કરતાં ધીરે ધીરે રિસ્ક લઈ લાઈટ બંધ રાખી હાઇવે તરફ જવા લાગ્યા .અને આખી ટીમને પણ જુદા રસ્તેથી આગલા સર્કલ પાસે પહોંચવા કહ્યું .ત્યાંતો કાર ઉભી રહી એક વ્યક્તિ ઉતરી કારમાંથી અને તરત સૂજ્મ અને ગિરિરાજ દૂર ગાડી ઉભી રાખી નજીકનાં ઢાળ પરથી ઉતરી ઉભેલી કાર તરફ ગયા અને એટલામાં સામેથી બીજી એક કાર આવી ઉભી રહી .બંને ગાડીની હેડલાઇટ ચાલુ હતી.સુજમે બધી ટીમને જલ્દીથી અહીં પહોંચવાની સૂચના આપી દીધી .થોડી વાર શાંતિ છવાયેલી રહી ને સામેની કારમાંથી એક યુવાન ઉતર્યો .
સુજમે કહ્યું આ કારમાંથી ઉતયોૅ એ તો દિપક તોરાની જ છે અને હાથમાં બેગ પણ છે એકદમ તૈયાર રહેજે .' અને પેલા યુવકે નજીક આવી બેગ હાથમાં લઈ ખોલીને ચેક કરવા માંડ્યો એટલામાં બીજો પણ એક યુવક બહાર નીકળ્યો અને એ કારની પાછળ પોલીસની જીપ ચુપચાપ આવીને દૂર ઉભી રહી .
તરત નિર્યણ લઈ સુજમે દોડતા જઈને બેગવાળા યુવાનને પકડીને નીચે પાડી દીધો અને એના હાથની ગન દૂર જઈ પડી એટલામાં ગાડીમાંથી ઉતરેલા યુવાનપાછ ફરી ઝડપથી કાર પાસે જવા ગયો અને એમાં બેઠેલા યુવકો સીહાનાને ઘસડતાં બહાર નીકળયાં.પણ પાછળથી આવીને પોલીસે બધાને ઝડપી લીધા.સનાહાને તો પોલીસને જોતાની સાથે જ પીઠમાં ચપ્પુ મારી દીધું હતું અને એકદમ જમીન પર પડી તરફડતી હતી .સૂજ્મ અને ગિરિરાજે તરત કારમાં લઈ હોસ્પિટલ પહોંચવા દિપક તોરાનીને જણાવ્યું અને એકદમ પાગલ જેવો થઈ ગયેલો દિપક તોરાની દીકરીની હાલત જોઈ ચીસો પાડવાં માંડ્યો .
હોસ્પિટલ લઈ જતાં સુધીમાં તો સીહાના મૃત્યુ પામી હતીં . પોસમોર્ટમ રિપોર્ટમાં પણ એના પર ખૂબ અત્યાચાર થયો હોવાનું જાણવા મળ્યું .દિપક તોરાનીએ એકલા જઈ પૈસા આપવાથી દીકરી મળી જશે એમ માનેલું પણ પોલીસ જો નહીં હોતે તો સાથે એની પણ હત્યા કરી પૈસા લઈ ફરાર થઈ જતે.
સુજમે મીડિયાને જવાબ આપતા કહ્યું ,જેવું દિપક તોરાની બોલ્યા કે ,'તમને કોને કહ્યું ?એટલે મેં વોચ રખાવી અને એસ.ટી,ડી .પરથી થયેલા બે અજાણ્યા નંબર પરથી થોડું તો લાગતું જ હતું કે અમૃતસર વાળા ડિઝાઈનરનુંજ કામ છે .એ ડિઝાઈનર સાથેનો ઝગડો અને ત્યાર બાદ પોતાના ગ્રુપમાં સીનાહાએ આપેલા ખરાબ ઓપીનિયન ને કારણે બિરવસીંગને બહુ નુકસાન ગયું હતું એનું ખુન્નસ હતું અને એને સબક શીખવી પૈસા પણ કઢાવવાનાં ઇરાદે એનું કિડનેપ કર્યું અને બીજેજ દિવસે દિપક તોરાનીને પૈસા માટે ફોન કર્યો.સીનાહાની ગાડી કોઈ ભળતા રૂટ પર એક માણસ મૂકી આવ્યો અને અમ્રિતસર લઈ જઈને એક ખેતરનાં કોઈ રૂમમાં પૂરી રાખી હતી .'
પબ્લિકમાં સનસનાટી મચી ગઈ અને સૂજ્મને અભિનંદન આપતા ઉપરીએ કહ્યું,

' વેરીવેલ સોલ્વ ધ કેસ.'
પણ સુજમે ઉદાસ મને 'થેન્ક યુ ' કહ્યું અને બોલ્યો

'સર,સિંહાના ને બચાવી ન શક્યો એનું દુઃખ જિંદગીભર રહેશે .'
અને કિનલનો ફોન લેતા કઈ બોલે તે પહેલા ,કિનલનો રડવાનો અવાજ ,'સૂજ્મ આ શું થઇ ગયું ?'આ સાંભળી ફોન કટ કર્યો અને સ્ટીયરિંગ પર માથું ઢાળી થોડી વાર બેઠો રહ્યો.ઘરે પહોંચતાં દિલ્હીનો ટ્રાફીક એકદમ સુસ્તગતિનો લાગતો હતો.

-મનીષા જોબન દેસાઈ