પે્મ અને ડાયમંડ Manisha joban desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પે્મ અને ડાયમંડ

પે્મ અને ડાયમંડ

' હાશ ,આજે થોડી શાંતિ છે ,બપોરનો સમય જ સીલેક્ટ કરવાનો મોલમાં આવવાનો .'

કહેતાં સૂજ્મસીંગે એની ફિઆન્સે કીનલનાં હાથમાંથી શોપિંગ બેગ લીધી .શનિવારની બપોર અને જસ્ટ ફાસ્ટ ફૂડ જમી મુવીમાં જવા માટે એસ્કેલેટર પર કીનલની આંખોમાં જોતાં ફરી પૂછ્યું ,

'ખુશને આજે?' કીનલની હસતી આંખોમાં ડૂબી જવાની તૈયારીમાં હતો ને ,મોબાઈલની રિંગ વાગી .

'શું ગીરીરાજ મારી રજા સેંકશન થયાનો લેટર આવી ગયો હોય એવી ખુશખબર આપજે .'

પણ ......સામેથી ગિરિરાજની વાત સાંભળી એકદમ ચોંકી ઉઠ્યો .ગઈકાલની રાતે શહેરનાં જાણીતાં જવેલર્સની ઓફિસમાં થયેલી કરોડોના ડાયમંડની લૂંટ વિશેની વિગતો જણાવી અને સૂજ્મસીંગે કીનલને....

'આઈ એમ સોરી ,આજનું મુવી નહીં જોવાય .'

'ઓકે '

કીનલને ડ્ોપ કરી સીધો ઑફિસની કેબિનમાં પ્રવેશતાં જ જીલય અને એનો ભાઈ પ્રણામ ગાંધી બેઠા હતા .એમની સાથે 'ગુડ આફ્ટરનૂન' કહી પોતાની ખુરશી પર બેઠો .

'અરે સાહેબ .શાનું ગુડ આફ્ટરનૂન અમને તો લૂંટારુઓ નવડાવી ગયા.જલ્દીથી કંઈ કરો, આટલા ટેક્નોલોજી પાછળ પૈસા નાંખ્યા અને સિક્યોરીટીથી સજ્જ મારી ઓફિસમાં આવી રીતે ચોરી થાય ,જીવવાનું અઘરું થઈ ગયું છે .'

'તમે આમ અકળાવ નહીં ,જલ્દીથી શોધી નાંખીશુ .આજે સાંજે બધી જરૂરી વિગતો અને ફોટો વગેરે આવી જશે .સાથે બધે સૂચના આપાઈ ગઈ છે એટલે .....વેલ, તમારા ભાઈ સવારે નહોતાં 'કહી પ્રણામ સામે જોયું .

'હા જીલય આજે મારો પાર્ટનર શાંઘાઈથી આવેલો એને મુકવા એરપોર્ટ ગયેલો.અને ગઈકાલ રાત્રે મિટિંગ પછી ડીલ કન્ફર્મ થઈ એની પાર્ટી હતી અને રાતે બે વાગ્યે અમે છુટા પડયાં .સવારે ઓફિસ 9-30 એ તો ખુલી જાય ને ખબર પડી .'

'તમારા વોચમેનને પણ બાંધીને બિલ્ડીંગનાં પાછળનાં રૂમ પાસે નાખી દીધેલો.'

'હા ,હવે બધું ઑટોમેસન સિક્યોરિટી એટલે ખાલી એકજ વોચમેન મેઈન ગેટ પર અને સવારે માળી આવ્યો એણે જોયું અને બુમાબુમ કરી પછી અમને ફોન કર્યો એટલે બધા દોડી ગયાં.' અને..... પ્રણામે ઘરે ફોન જોડી એની વાઈફ નિનિતાને બાકીનાં ઇન્સ્યોરન્સ પેપર વગેરે પણ માણસ સાથે સૂજ્મસિંગની ઑફિસે મોકલી આપવા સૂચના આપી . થોડીવાર વાતો કરી બંને ભાઈ નીકળયા અને સુજમે ગિરિરાજને બોલાવી બહારનાં દેશોમાં જે ઓફિસ હતી એની વિગતો માંગી .ગિરિરાજે નવી બે વાત જણાવી ,બંને ભાઈઓ વચ્ચે ઘણાં સમયથી કામ બાબતમાં મનદુઃખ થયા કરતું હતું અને ઓફિસમાં નવા અપોઈંટ થયેલા ત્રણ અસોર્ટરની તપાસ કરવા જેવી છે એવું કહ્યું .ફોરેનની મીટીંગ વગેરે જીલય સંભાળતો એટલે અહીંનાં કામનો વધુ પડતો બોજ પ્રણામ પર હતો એ લોકોની સાવકી બહેન અને એનાં હસબન્ડ બેલ્જીયમ ઓફિસ સંભળતા હતા.

ડાયમંડ ચોરાયા હતા એ લોકરને લેસરથી કાપીને સાઈડ પરથી કાઢયા હતાં.સિક્યોરિટી અલાર્મ અને સી.સી.ટી .વિ કેમેરાનાં કેબલ પણ મેઈન બોર્ડ પાસેથી કાપેલા હતાં.ઓફિસનો આખો ફ્લોર એ લોકોનો હતો અને સાતમા ફ્લોર પર ઓફિસ .

'ગિરિરાજ ,આ વહેલી સવારમાં થયું હોય એવું જ લાગે છે .ફ્લોર પાસે બેઠેલા પર્સનલ સિક્યોરિટીને લિફ્ટમાંથી આવી ઊંઘમાં જ મોઢે બાંધીને નીચે લઈ જઈ બિલ્ડિંગની પાછળ લઈ જઈ નાખી દીધો અને બંને વ્યક્તિએ એ માસ્ક પહેરેલા.ઓફિસનું લોક પણ ખોલીને જ આવ્યા લાગે છે . બિલ્ડિંગનો મૈન વૉચમૅન એ વખતે ક્યાં હતો કઈ ખબર છે ?. .

'સર એતો ત્યાં જ હતો .અને કોઈ એવા શંકાસ્પદ ને જોયા હોય એવું લાગતું નથી .ઉપરના બે ફ્લોર બહારનાં ગેસ્ટ આવે એને માટે ઉપયોગમાં લેવાય છે ત્યાં થોડા રૂમ બનાવવામાં આવ્યા છે .પણ ઝેપ ડાયમંડ કંપનીનો જે શાંઘાઈથી પાર્ટનર મિક હુઆંગ આવ્યો હતો એતો 5 સ્ટાર હોટલ રિચમંડ બ્લ્યુમાં રહ્યો હતો . ઉપર રહેલા બધા ગેસ્ટ વિશેની માહિતી પણ તૈયાર છે .

સોમવારે સુજમે પાછી ઓફિસની વિઝીટ લીધી .કોઈ એવા નિશાન ખાસ મળ્યા નહીં.ઓફિસની કેબિનની બારીની લોકીંગ ક્લિપ બે દિવસથી તૂટેલી હતી .પણ આટલી ઊંચાઈ પર ઓફિસ એટલે પ્યુન બોલ્યો પણ જીલય કે પ્રણામે ધ્યાન નહીં આપ્યું હતું.આવું કોમ્પેક્ટ કટર મશીન વગેરે તો કોઈ ગેંગ અથવાતો પૈસાવાળી વ્યક્તિ એફોડઁ કરી શકે .એટલામાં એક જણનો ફોન આવ્યો અને સૂજ્મની આંખમાં ચમક આવી .'ઓહ ,આવું છે ?'

અને પ્રણામને હજુ થોડો વધુ સમય લાગશે તપાસમાં એમ કહી ફરી નીકળી ગયો. શાંઘાઈ ફોન કરી એજનટ પાસે જરૂરી વિગતો મંગાવી.અને ફોન કોલ્સની વિગતો જોતા આછું સ્મિત ફરકી ગયું .

આ વીકમાં કેસ સોલ્વ કરી સરને આપી દેવો છે .અને રાત્રે ઘરનાં કોમ્પ્યુટર પર બેસી ઇનિશીઅલ રિપોર્ટ તૈયાર કરી દીધો. થોડીવાર ફોટા શાંઘાઈથી આવે એની રાહ જોતા ટી.વી ઓન કરી કિનલને ગુડ નાઈટનો ફોન કરી ઉંઘવાનો પ્રયત્ન કરવા માંડ્યો. બીજા દિવસની ફ્રેશ મોર્નીગ અને કોમ્પ્યુટર પરથી થોડી પ્રિન્ટ કાઢી ઓફિસ જવા રવાના થઈ ગયો અને પ્રણામને ઓફિસ પર બોલાવ્યો .

'ગુડ મોર્નિંગ સાહેબ ,કંઈ આશાનું કિરણ દેખાયું હોય એવું લાગે છે .'

'હા .......આશાનું કિરણ તો ખરું પણ સાથે થોડું દુઃખ પણ થશે એ જાણીને કે આ ચોરી તમારા ભાઈ જીલયે જ કરાવી છે . મિક હુઆંગની સાળી સાથે જિનલ પ્રેમમાં હતો અને તમારા બધાનો એની સાથે લગ્ન કરે એ માટે વિરોધ હતો ?'

'હા ...આ...આ..... પણ એ વાતને તો એક વર્ષ થઈ ગયું છે અને છેલ્લી બે મિટિંગ હેન્ડલ કરવા શાંઘાઈ હું ગયો હતો .હવે એનો કોઈ સંપર્ક રીરોલી સાથે નથી .'

'એ તમારો વહેમ છે મિસ્ટર પ્રણામ ,જીલયે ત્યાં રીરોલી સાથે લગ્ન કરી સેટલ થવાનું નકી કરી આમ તો એને બિઝનેસમાંથી ભાગ તરત મળવાનો નહોતો એટલે આ ચોરીનો પ્લાન ઘડી નાખ્યો ને એમાં મિક હુઆંગ તો એકદમ નિર્દોષ માણસ છે એટલે ઘણી સાચી વાતો એની સાળીનાં લગ્નના પ્લાન વિશે જણાવી.અમે તમારું નામ દઇ મીક પાસે રીરોલી વિષે માહીતી કઢાવી. એક જ લેડીઝની આઇડેનટીટી ખોટી નીકળેલી . મિક હુઆંગ સાથે રીરોલી પણ આવી હતી અને ઉપરનાં જ ગેસ્ટ હાઉસમાં નામ બદલી રહી હતી .ચોરેલા ડાયમંડ લઈ એ પણ જુદી ફલાઇટમાં સવારે નીકળી ગઈ હતી.પોતાનાં રૂમની બહારનાં પેસેજની બારી જે એક્ઝેટ ઓફિસની બારીની ઉપર હતી .ચોરેલા ડાયમંડ જીલયે પ્લાસ્ટીક બેગમાં મૂકી ઉપરની બારીમાં ઉભેલી રીરોલીને દોરી બાંધી આપી દીધા. એ વાત જીલય ચોરી કરવામાં મદદ લીઘેલા વોચમેનને પણ ખબર નહીં પડે એટલે બહાનું કાઢી બહાર ચેક કરવાં મોકલ્યો.ને એ ડાયમંડ લઈ એ સીધી એરપોર્ટ પર સિક્યોરટની મદદથી શાંઘાઇ નીકળી ગઈ અને પછી 10 વાગ્યે જીલય મિક હુઆંગને એરપોર્ટ મુકવા ગયો .તમારા ફ્લોરનાં વોચમેન સાથે મળીને પોતેજ ચોરી કરી અને એને બાંધી પાછળ મૂકી આવ્યો .એને પૈસા મળે એટલે એ જીલય સાથે સામેલ થયો . ડાયમંડ રીરોલી પાસેથી મળી આવ્યા છે. મિક હુઆંગ ,રીરોલી પ્રેમને ખાતર અહીં જીલયને મળવા આવી છે એમ સમજી મદદ કરતા રહયાં .શાંઘાઈના અમારા એજન્ટ રીરોલીનું સ્ટેટમેન્ટ લઈ એની ધરપકડ કરી લીધી છે અને અત્યારે 12 વાગ્યે ઓફિસ આવતાં તમારા ભાઈને ઘરે થી ઝડપી લેવાયો છે ' અને આ વાત સાંભળી પ્રણામ તો એકદમ રડી ઉઠ્યો .

'અરે ,મારો સગો ભાઈ આવો દગો કરવા તૈયાર થયો ?' બાય કહી સૂજ્મસિંગ ફરી એક સફળતા સાથે સીટી વગાડતો બહાર નીકળ્યો અને દસજ દિવસમાં કેસ સોલ્વ કરવાનાં અભિનંદન મેળવતો કિનલ ને મળવા નીકળી ગયો .

'હેલો કીનલ,તને તારી ઇન્સ્ટિટ્યૂટ પરથી પીક કરવાં આવું છું ,પિક્ચર જોવાનું બાકી છે ને ...?

-મનીષા જોબન દેસાઇ