હેપી મધર ડે
માર્મિક ભણવા માટે ગામથી શહેર જવાનો એ જાણી એનાં માં કુસુમબેન એકદમ રડમસ થઇ ગયા .ત્યાંતો નાનજીભાઈ બોલી ઉઠ્યા ,"આ શું માંડ્યું છે ,અહી રહીને તો ગામમાં દોસ્તારો સાથે રખડી ખાય છે .મોટા શહેરમાં જશે તો કંઈ બનીને આવશે "
પણ કુસુમબેનનું હર્દય તો ચુપચાપ ડૂસકાં ભરવા માંડ્યું .પોતાનાં કાળજા નાં ટુકડાને આમ સાવ અજાણ્યા શહેરમાં જવાનું ,શું ખાશે ,કોણ બધું ધ્યાન રાખશે ,અડધું જમવાનું મૂકી ઉભા થઇ જતા મારા દીકરાને કોણ મનાવશે, બધું વિચારતા રહ્યા ને નાનજીભાઈ તો એક દિવસ સવારે ,"ચાલો બધી તૈયારી થઇ ગઈ છે ? લક્ઝરી બસ તો ,આવી ઉભી હશે '.કહી બેગ લઇ બહાર નીકળ્યા .ને કુસુમબેન તો રડતા રડતા 'દીકરા આ જરા દહીં ખાઈ લે ,અને નહિ ગમે તો પાછો આવી જજે" ."માર્મિક પણ એકદમ ગળગળો થઇ ગયો ."માં ,તું ચિંતા નહિ કર .આપણે રોજ આ મોબાઈલ પરથી વાતો કરીશું " માંને ભેટીને આશીર્વાદ લીધા અને મંદિર માં થી પ્રસાદ લઈ સજળ આંખે બહાર નીકળ્યો .કુસુમબેન બહાર આવી ઓટલા પર ઉભા ઉભા દૂર સુધી જોતા રહ્યા.
ગામમાં મોટી ખેતી અને સગાવહાલાઓ વચે લાડકોડથી ઉછરેલો ,નાનજી ભાઈથી છુપો છુપો કાર લઈને શહેર ફરી આવતો .દોસ્તારો જોડે પાર્ટી કરે ને ફિલ્મો જોવી .કોલેજનાં પહેલા વરસે નાપાસ થયો એટલે નાનજી ભાઈ એ શહેરની જાણીતી અને સ્ટ્રીક કોલેજમાં એડમીશન લઇ હોસ્ટેલમાં રહેવાનો પણ બંદોબસ્ત કરી દીધો .મનમાં અકળાતો જેમ તેમ ગોઠવાવાની કોશિશ કરતો રહ્યો .નાનજીભાઈએ નીકળતાં ઘણા સૂચનો કર્યા અને ભીની આંખે દીકરાને ભેટી પડ્યા ."દીકરા ,તારા ભવિષ્ય માટે કઠોર હર્દયે તને જુદો મુકું છું ."અને ગામ પાછા ફર્યા .નવું વરસ શરુ થતા કોલેજનાં ક્લાસ સાથે exstraa ક્લાસ વગેરેમાં ઓતપ્રોત થતો ગયો .કોલેજનો માહોલ અને સરસ ગાઇડન્સને કારણે ભણતર થોડું ઠેકાણે આવ્યું .રોજ રાતે વાત કરે બધી માં-બાપ સાથે .દોસ્તારો બધા છૂટી ગયા પણ વાતો થયા રાખે .
સાંજ પડ્યે બારીમાંથી જતી ટ્રૈન જોતો રહે .એમ કે ક્યારે વેકેશન પડે ને ગામ જાઉં. છેલ્લા વર્ષમાં આવ્યો ને એક વાર કોલેજનો સ્પોર્ટ્સ ડે હતો . બાસ્કેટબોલ ની ગેમ હોઈ એટલે વિદ્યાર્થીઓની ક્રિકેટ પછી ની ફેવરીટ ગેમ અને માર્મિક અને ટીમ જીતી ગઈ ,બધા ભેગા મળી સેલીબ્રેટ કરતાં હતા ત્યાં માર્મિક એક ખુરશી પર બેસી ફ્રેન્ડસ સાથે વાત કરી રહ્યો હતો .અને ગ્રુપ વચ્ચે ધમાલ શરુ થઇ ગઈ .બધા દોડભાગ કરતા હતા એમાં એક યુવતી ખુરશી પાછળ આવી બેસી ગઈ એને હાથમાં કાચ વાગ્યો હતો ,માર્મિક ઉભો થઇને બહાર જવા જતો હતો ને એની નજર પડી .
અહી શું કામ પાછાં બેસો છો ,જલ્દીથી બહાર નીકળો ."ખીસામાં થી રૂમાલ કાઢી આપ્યો
અને યુવતીનો હાથ પકડી જલ્દી મેઈન ગેટ તરફ દોડ્યા .બહાર નીકળી ગયા એટલે યુવતીનો જોર થી શ્વાસ ભરાઈ આવ્યો .
ઓ માઈ ગોડ,ખરું પબ્લીક છે ,આવી સરસ ઉજવણીમાં પણ મારામારી કરે છે . થેન્ક્સ ,"
અરે પણ પહેલા તમને વાગ્યું છે એ જલ્દી થી ..."
કારમાં ફર્સ્ટ એડ કીટ છે તે દવા લગાવી દઉ છું સારું થઇ જશે .આપણે જલ્દી પાર્કિંગમાં પહોંચીએ વિમાસા ,મારી ફ્રેન્ડ રાહ જોતી હશે "
અને ઓળખાણ આપી ."હાય,આઈ એમ તૃષ્ણા ,હું તો મારી એક ફ્રેન્ડ સાથે ગેમ જોવા આવી હતી .એણે તો આ ધમાલમાં મને બુમ પણ પાડી પણ હું ગભરાટમાં આ બાજુ આવી ગઈ"
સારું થયુંને આમ ન આવ્યા હોતે તો આપણે મળ્યા કેવી રીતે હોતે ?"
હા ,સાચ્ચેજ ,ખરું થયું "બોલી આડું જોઈ હસવા માંડી .
બંને વાતો કરતા બહાર નીકળ્યા .તૃષ્ણાને એની ફ્રેન્ડ બહાર ગાડી પાસે મળીને ઓળખાણ કરાવી ."વિમાસા એ કહ્યું "થેન્ક્સ તમે તો મારી ફ્રેન્ડ ને બચાવી લીધી નહિ તો શું નું શું થઇ ગયું હોતે .તમને જતા હોસ્ટેલ મુકતાં જઈએ ."
અને રસ્તે વાતો કરતાં કરતાં હોસ્ટેલ આવી ગઈ .
વેલ ,હવે ઓળખાણ થઇ ગઈ છે તો મળતા રહેશું "
રૂમમાં પહોચી ફ્રેશ થઇ બેડમાં ઉધો પડી સુઈ રહ્યો , તૃષ્ણાનો ચહેરો જ નજર સામે દેખાયા કરતો હતો .ક્યાય સુધી આમતેમ પડખા ફરતો રહ્યો ,જસ્મીતે આવી ને લાઈટ ચાલુ કરી .
આજ તો પાર્ટી ચાહિયે તેરી ટીમ જીત ગયી ,,મેં તો અંકલકે ઘર ગયા થા વહીસે આ રહા હું .ઓર તું યે મજનું કી તરહા કયું પડા હે ? "
નહિ બસ એસે હી થક ગયા થા તો ....કલ કેન્ટીન મેં પાર્ટી દેતા હું સબકો " પછી અચાનક યાદ આવ્યું તે ઘરે ફોન જોડી વાત કરી .બધા મિત્રો પણ બહુ ખુશ થયા.
બીજે દિવસે બધા ફ્રેન્ડ સાથે ધમાલ મસ્તી સાથે દિવસ પસાર થયો .તૃષ્ણા ને ફોન કરવાનું મન થયા કરતુ હતું .ને એક દિવસ મોબાઈલ કર્યો,
હાય.કેમ છો ?"
આ તમે તમે કહો છો તે બોમ્બેનાં નથી લાગતા "
ના હું તો ગુજરાતનાં નાના ગામથી અહી ભણવા આવ્યો છું ."
અરે, હું તો જરા આમ જ કહેતી હતી ,શું ચાલે છે વગેરે .." જનરલ વાતો કરતા રહ્યા .
જરા હિંમત કરી માર્મીકે જીત્યા તેનાં માટે ડીનર પર લઇ જવાનું આમંત્રણ આપી દીધું.
ડીનર તો નહિ પણ લંચ માટે મળીએ . હું કોલેજથી સીધી આવી જઈશ."
ઓકે ,તો આ સેટરડે મળીએ છે."
માર્મિક વિચારવા માંડ્યો ,એની ફ્રેન્ડને લઈને નહિ આવે તો સારું.અને તૃષ્ણા ખરેખર એકલી આવી .લન્ચ લેતાં લેતા માર્મિક સામે જોઈ રહ્યો.
હવે એમ .બી .એ કર્યા પછી શું કરવાનો વિચાર છે ? મારું તો આ વખતે એસ .એન ડી .ટી માં નો કોર્સ પૂરો થાય એટલે ક્લાસ શરુ કરવાની છું .પપ્પાનાં તો ઘણા ફ્લેટ પડ્યા છે એમાં જ શરુ કરીશ."
જોવું હજી કઈ નક્કી નથી મારું "
હવે એક વાર મારા ઘરે જમવાનું રાખજે ."
બંને વાતો કરતા કરતા દરિયા કિનારે ગયા .
તૃષ્ણા ,આજનો તડકો તો તારી કંપનીમાં ચાંદની રાત જેવો લાગે છે "
સાચ્ચે, મને પણ એવું જ લાગે છે ."
માર્મિકને જરા વધુ હિંમત આવી .ને પૂછી નાખ્યું .
લગ્ન બાબતમાં શું વિચાર છે ?"
લગ્ન ?"
એટલે કે ભણ્યા પછીતો છોકરીઓ લગ્ન કરી ઘર જ માંડે ને ?
હજુ આટલું જલ્દી કઈ વિચાર્યું નથી ને છોકરીઓ કંઈ ખાલી ઘર સાચવવા માટે છે ,પોતાનું કોઈ અસ્તિત્વ ખરું કે નહિ ?
હા ...એ પણ ખરું પણ અમારે ત્યાં તો લગ્ન પછી કોઈ લેડીઝ કામ કરવા નહિ જાય .આપણે ત્યાં કઈ કમી છે ?અને માં -બાપ ને કોણ સાચવે ?ઘડપણમાં એ લોકો નું કોણ ?
હું સાસરે જતી રહું તો મારા માં-બાપ નું પણ કોણ? એક જ દીકરી છું .નજીક હોઉં તો કોઈ વાર પણ જોવા જઇ શકાય "
આવી બધી વાતો પછી માર્મિક જરા મૂંઝાયો અને તરત વાત બદલી ,"અરે આપણે પણ કેવી બધી વાત કરવા માંડ્યા .ચાલ પિક્ચર જોવા જઈએ ."
બનને સરસ રોમાન્ટિક પિક્ચર જોવા બેસી ગયા .પિક્ચર શરુ થતા માર્મીકે તૃષ્ણાનાં હાથ પર હાથ મુક્યો અને "તું મને બહુ ગમે છે ,રાત દિવસ તારા જ વિચાર આવે છે "
અને માર્મિકનાં ખભા પર માથું ઢાળી બેસી રહી ."
પછી તો વારંવાર મળવા લાગ્યા .તૃષ્ણાના ઘરે જમવા ગયો .દરિયા કિનારે ના આલીશાન બિલ્ડીંગના ટોપ ફ્લોર પર ૫ બેડરૂમ નું પેન્ટહાઉસ .તૃષ્ણા ના પપ્પા આશિતભાઈ આવ્યા ."ઓહ .નાઈસ યંગ મેન,કેમ ચાલે છે એક્ઝામની તૈયારી ?તૃષ્ણા તમારી ગેમ અને બહાદુરીનાં બહુ વખાણ કરતી હતી .થેન્ક્સ ફોર ગીવ સપોર્ટ ધેટ ડે."પછી જનરલ વાતો કરવા લાગ્યા ,એન મમ્મીએ પણ આભાર માનતા કહ્યું "હું તો બધું સાંભળી એટલી ગભરાઈ તમે ન હોત તો... આવી ધમાલમાં જવાની નાં પાડીએ છે પણ માનતા જ નથી "
હું તો મારી તૃષ્ણા માટે એવો જ પતિ શોધું છું મારો બીઝ્નેસ્સ પણ સંભાળી લે.શું છે તમારું ફ્યુચર પ્લાનિંગ ?'આસીતભાઈ એ આગળ વાત ચાલુ કરી .
કઈ ખાસ વિચાર્યું નથી."કહી ચુપ થઇ ગયો .સરસ સાંજ વિતાવી રૂમ પર આવ્યો અને વિચારે ચઢી ગયો .આડકતરી રીતે તૃષ્ણા ના ફેમીલી અને બીઝ્નેસ માં જોડાવાનું આમંત્રણ જ હતું .માર્મીકની આંખ સામે માં ,પિતાજી ,ગામની એ ઓટલા પરની સાંજની બેઠક ,બાજુવાળા શોભનાકાકી ને એમનો દીકરો કંઈ પણ કામ હોઈ ત્યારે હાજર થઇ જતા ,દૂરથી બૂમ પાડીને શેરડીનો રસ આપવા આવતો પેલો કૃષ્ણો ,ભાઈ તમારી છાશ ટેબલ પર રાખી છે નો સાદ પાડતી સુખી ,બધા મિત્રો .. આંખ સામે તરવરવા લાગ્યું .ખબર નહિ કેમ પણ આટલા વરસથી મુંબઈ માં રહ્યો પણ દિલમાં કઈ સમાતું નહોતું એક તૃષ્ણા સિવાય બધું અજાણ્યું લાગતું હતું ,તૃષ્ણાનો પ્રેમ -લાગણી એ સમજતો હતો પણ આખરે જનમ થી શહેરમાં ઉછરેલી છોકરી એના નાનકડા ગામમાં ગોઠવાશે ?
એક્ઝામ પતીને એક વિક પછી નાનજીભાઈ લેવા આવી ગયા , નાનજી ભાઈને તૃષ્ણા સાથે ની મિત્રતા ની વાત કરી અને આશિતભાઈ એ જમવા બોલાવ્યા ત્યાં ગયા .નાનજીભાઈએ તૃષ્ણા અને ફેમીલીને ગામ આવાનું આમંત્રણ આપ્યું .ઘરે પહોચ્યો એટલે તો ઘરે તો મેળાવડો ભરાયો .ને કુસુમબેન તો એટલા ખુશ કે પૂછવું જ નહિ .માર્મિકનું દિલ પણ ભરાઈ આવ્યું . તૃષ્ણા સાથેના રંગીન લગ્નજીવનનાં સપના માં ખોવાઈ ગયો .એકાદ મહિનો વીત્યો ને તૃષ્ણા એના મમ્મી પપ્પા સાથે માર્મિકનાં ગામ આવી .મોટું હવેલી જેવું મકાન અને સગવડોથી ભરપુર .આવતાની સાથે માર્મિક તો તરત તૃષ્ણા ને કુસુમબેન પાસે લઇ ગયો .
જો ,માં તને વાતો કરી ને થકવી નાકતો હતો ને તે આ મારી મુંબઈ ની ફ્રેન્ડ તૃષ્ણા ,તૃષ્ણા પણ કુસુમબેન ને એકદમ વળગી પડી ને પછી પગે લાગી .
સરસ સરસ દીકરા ,કેમ છે, બધા સુખરૂપ રૂપ તમે આવી ગયા તે આનંદ થયો .પછી બહાર જઈ આસીતભાઈ અને ઉમાબેન ને મળ્યા .
નમસ્તે ભાઈ આવો આવો ,બહુ આનંદ થયો તમને મળીને ."
જનરલ વાતો ચાલી ને બધા જમી આરામ કરી સાંજે નજીકના મંદિર માં અને ત્યાંથી ડેમ જોવાનો પ્રોગ્રામ ઘડ્યો.માર્મિક તૃષ્ણાને રૂમમાં એના જુના ફોટાના આલ્બમ ને ગેમમાં કપ મળેલા અને બધા ફ્રેન્ડ અને સગાઓની ઓળખ આપી વાતો કરતો હતો .
તૃષ્ણા થોડી વાર પછી બોર થવા માંડી .
શું તું બધાની વાત કર્યા કરે છે ,હું તો એ કોઈ ને ઓળખતી પણ નથી "
અરે ,ભલે ઓળખતી નથી પણ ઓળખવાનું પણ નહિ ?"
હ..હા .. ઓકે "
ચાલ આટલા વખતે મળી તો પછી આમ આવ મારા દિલની વાત સંભળાવું "કહીને હાથ પકડી નજીક સરતા બોલ્યો 'પણ એ કહે તને આં મારો રૂમ કેવો લાગ્યો ?"અને બેઉ હાથ વીટાળી જાણે મનાવતો હોય તેમ "મને યાદ કરતી હતી કે પછી આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઈન્ડ."
ડોન્ટ ટેલ મી લાઇક ધેટ ,અહી સુધી તને આમ જ મળવા આવી ?"
ઓકે ,ઓકે ચાલ તને પણ પ્રેમ નો પુરાવો આપી દવું" .કહી મીઠી મીઠી વાતો કરવા લાગ્યા .
તને મારા માં કેવા લાગ્યા ?"
તારા રૂમની સજાવટ જેવા જ જુના લાગ્યા "
કેમ માં જૂની હોય તો ઘરમાં નહિ શોભે "
ના ..ના એવું નથી કહેતી ,પણ આમ હાથ પર છુન્દણા કર્યા છે ને તે જરા ....."
કેમ ત્યાં બધા ફેશન માં ટેટુ નથી કરાવતા ,આ દેશી ટેટુ કહેવાય"
બધી વાતનો જવાબ છે તારી પાસે "
અને હસતા હસતા ટીવી. ઓન કર્યું .'ચાલ થોડી વાર મેચ જોઈએ " સાંજે બધા ફરીને ઘરે આવી ટેરેસ પર વાતો કરવા બેઠા . સરસ ચાંદની રાતમાં વાતાવરણ એટલું રળીયામણું અને ઠંડકભર્યું શાંત ."'અમારે મુંબઈ માં તો એટલું પોલ્યુસન વધી ગયેલું કે આવી શાંતિ ને શુદ્ધ હવા હિલસ્ટેશન પર જઈએ તો જ મળે ."
સાચી વાત આસિત અંકલ ,હું પણ આટલા વરસ ભણવા રહ્યો પણ અહી જેવી મઝા નહિ અને હવે તો અહિયાં પણ મોલ,સિનેમા કોલેજ વગેર બનવાના શરુ થયા છે "
એ તો બધું તો બરાબર પણ અહી શું ભવિષ્ય"
એટલે તરત નાનજીભાઈ કહે ,'અમારી ઘણી જમીનો છે તે ડેવલોપ કરશે એટલે ,માર્મીકને તો બીજું કઈ કરવાનું નથી "
મેં તો મુંબઈ મારા બીઝનેસ માટે અને જમાઈ તરીકે માર્મિક ની પસંદગી કરી છે .બંને ઘણા નજીક છે અને એકબીજા ને સમજે છે .હવે તમે કહો તેમ કરીએ "
અને નાનજીભાઈ અને કુસુમબેન એકબીજાની સામે જોવા માંડ્યા .
હા ...હા .. વિચારી લઈએ જરા .અહી જાણીતા ઘરોમાંથી માર્મિકને માટે ઓફરો છે તે જરા ...."
રાતના રૂમમાં સુતા સુતા ઝીણા ડુસકા સાંભળવા માંડ્યા એટલે નાનજીભાઈ ઉઠી ને "શું વિચારે ચઢી ગયા અને આમ રડ્યા કરો.મનની વાત કહી દો ને "
આશ્વાસન આપવા તો ગયા પણ દિલની અંદર એમને પણ જાણે અચાનક બધું ખાલી થઇ ગયું હોય એમ લાગ્યું અને જીવ મુંઝાવા માંડ્યો .ઉઠીને આરામખુરશી લઇ બારી પાસે ક્યાય સુધી બેસીરહ્યા ,આજના જેટલી રાત ભારી ક્યારેય નહોતી લાગી .જિંદગીમાં આવો અણધાર્યો વળાંક આવ્યો કે આજે તો ઊંઘમાં દીકરા માટે કોઈ નવું સપનું પણ નહિ જોઈ શકું .અરે ...મારા કરતા પણ આમ ને કેમ કરી સમજાવું.સવારમાં નજીકનાં એક ગામ માં ગામમાં કોઈ રીલેટીવ અને આમતેમ ફરવા ગયા સાંજે બધા ફ્રેન્ડ મળવા આવ્યા ને બે દિવસ પસાર થઇ ગયા. કુસુમબેનતો જાણે કોઈ રાક્ષસ એમના ખોળામાંથી નાના બાળકને છીનવી લેવાના હોય તેમ ગુમસુમ ને ગભરાયેલા ફરવા માંડ્યા . તૃષ્ણાને પપ્પા મમ્મી પાછા મુંબઈ જવા રવાના થયા . રાતે પહોંચીને તૃષ્ણા નો ફોન આવ્યો .
તારા મમ્મી તો કોઈ જોડે બહુ ભળે,એવા નથી. મારા પાપા મમ્મીને તો બહુ ઓડ ફિલ થયું ..વગેરે વગેરે .જો માર્મિક મારાથી તો આવા ગામમાં પણ નહિ રહેવાય અને આવું સહન પણ નહિ થાય ."
તૃષ્ણા તું પણ એક વાત સારી રીતે સમજી લેજે .મારા માં -બાપ હું નાં પડું તો પણ કોઈ ની સાથે પરણાવી દે એવા નથી .મારી મરજી મુજબ નું જ થશે .હું તને પ્રેમ કરું છું અને તું જો મને પ્રેમ કરતી હોય તો મારી પાસે આવજે અને મારા ઘર અને માં બાપ ને પ્રેમ થી સાથે સ્વીકારાય તો.ઘર ની સજાવટ બદલી શકાશે માં બાપ નહિ .તારા પપ્પાને તો બીઝનેસ સાચવવા મુંબઈ માં બહુ એમ.બી.એ મળી રહેશે, મારા માં બાપનું સપનું ડેવલોપ કરનાર તો હું એક જ આશા નું કિરણ છું."અને ગુસ્સા માં ફોન મૂકી દીધો .
માંના ખોળા માં જઇ ને થોડી વાર સુઈ ગયો ,માં ચુપચાપ માથે હાથ ફેરવતા રહ્યા .થોડી વાર રહી ને બોલ્યા."દીકરા તું તારું કામ ને પ્રગતિ અટકાવતો નહિ.તારે મુંબઈ જઇ રહેવું હોઈ તો અમને વાંધો નથી પણ આમ સાવ નિસ્તેજ જેમ ફર્યા કરે તે મારો જીવ કપાય છે ."
માં દુનિયામાં ગમે તેટલું સુખ હોઈ પણ હું તને છોડી ક્યાય જવાનો નથી .મારો પ્રેમ સાચો હશે તો તૃષ્ણા આપણી સાથે જ હશે "
સવારે વહેલો ઉઠી બધાને મળવા જવાનું અને જમીન પર જઈ બધું કામ ધીમે ધીમે હાથ પર લેવા માંડ્યું ઘરના આગળના જ એક રૂમમાં ઓફીસ બનાવી દીધી અને નવું કામ શરુ કર્યું .એક દિવસ ફાર્મ પર હતો ને ઘરેથી પિતાજીનો ફોન આવ્યો ."મારા પેલા ફ્રેન્ડ છે ને તે ને એમના વાઇફ ને છોકરાઓ સાથે આવ્યા છે તે છોકરી જોવાનું ગોઠવ્યું છે .જરા આવી જા."માર્મીકે આનાકાની કરી પણ, માંના સમ આપ્યા એટલે ઘરે જવા તૈયાર થયો .એકદમ ગુસ્સામાં દાખલ થયો .અને જુવે છે તો તૃષ્ણા એના મમ્મી પપ્પા અને કઝીન તથા ફ્રેન્ડ વિમાસા સાથે બધા બેઠા હતા . માર્મિક ને તૃષ્ણા થી હસાઈ ગયું .
આસીતભાઈ એ કહ્યું" અમારી દીકરી તો એવી રડી ને અડધી થઇ ગઈ તે મુકવા આવવું ,પડ્યું . "
નાનજી ભાઈ ને કુસુમબેન પણ બોલી ઉઠ્યા "અમે પણ આને મુંબઈ મુકવા આવવાનું વિચારતા હતા" અને બધા ભેગા હસી પડ્યા" આપણે કારણે બિચારા નાના પારેવડા અંદરથી સોરવાતા હતા ."
વિમાસા પણ બોલી ઉઠી "અમે પણ તૃષ્ણાને કહ્યું તારા હીરોને મૂકી આવી તે હવે તને કોણ બચાવશે "
તૃષ્ણા બોલી ,"આજે ખાસ મધર્સ ડે સિલેક્ટ કરીનેજ આવ્યા ,સાથે જ ઉજવશું."
રહેવા આવી છે કે ખાલી મળવા જ આવી છે ?" માર્મીકે પણ સંભળાવ્યું "
હું તો રહેવાની છું અહી જ ,તારે આ લોકો સાથે મુંબઈ જવું હોય તો જા "
અને ફરી બધા હસી પડ્યા -
મનીષા જોબન દેસાઈ