છળ Manisha joban desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છળ

20 છળ

સૂજ્મસિંગ સાંજે ઓફિસમાં બેસી કોમ્પ્યુટર પર આવેલી માહિતી જોઈ રહ્યો હતો. દેશના દરેક શહેરોમાં સુરક્ષા અભિયાન હેઠળ નવેસરથી ડેટા -લિંક સાંકળવામાં આવી હતી અને જુના કેસોમાં પણ મદદરૂપ થાય એ માટે સોલ્વ કેસોની વિગતો અપડેટ કરાઈ હતી. દિવાળી વેકેશન પૂરું થયું ને ગિરિરાજે હાજર થતાં અભિવાદન ક્યુૅ .

'સર, ગઈકાલનું ટ્રેનનું બુકીંગ એક સોશીઅલ કામને કારણે કેન્સલ ક્યુૅ હતું, તેથી આજે બપોરની ટ્રેનમાં આવ્યો છું . ઇન્સ.સારિકા હજુ એક વીક પછી આવશે પણ એમનો ડેટા સબમિટ થઇ ગયો છે. મેં પણ મારો ડેટા અપલોડ કરી દીધો છે'

'વેલ, હેપ્પી ન્યુ યર તને પણ અને આવતું નવું વર્ષ ક્રાઇમ રેટ ઓછો થાય એવી શુભકામના '

'ઓકે સર, તમે આજે કોઈ સોશીયલ કામે મધર અને કિનલમેમ સાથે જવાનાં છો તો વહેલા નીકળી જજો, ટ્રાફિક વેકેશનને લીધે ઘણો છે '

સૂજ્મસિંગ ઘરેપહોંચી તૈયાર થઇ મધર અને કિનલને લઇ એક રિલેટિવને ત્યાં વાતોકરતો બેઠો હતો. અમેરિકાથી ખાસ દિવાળી ટાઈમ એન્જોય કરવા આવેલાં કઝીને શહેરનાં ડેવલોપમેન્ટનાં બહુ વખાણ કર્યા અને અમેરિકન ક્રાઇમ અને ઇન્ડિયાની વાતો ડિસ્કસ કરી રહયા હતા. ડીનરની તૈયારી ચાલી રહી હતી .

સૂજ્મસિંગ મોબાઈલની રિંગ વાગતાં 'એસ્ક્યુઝ મી 'કહી દૂર જઈ વાત કરવા માંડ્યો .

'સર,એક કંમ્પ્લેઇન આવી છે, હું પહોંચું છું, તમે એકાદ કલાક પછી આવશો તો ચાલશે .'

'ઓકે પણ ઘટનાસ્થળ પર જઈ મને તરત વિગત મોકલ હું બને તેટલું જલ્દી આવવા પ્રયત્ન કરું છું .'

સુજમસિંગે, જલ્દી જવું પડશે એમ જણાવતાં એનાં કઝીને પૂછ્યું

શું થયું જવું જ પડશે ?'

'હા,'

'રોજ કંંઇને કંંઇ થતું જ હોય છે ?'

'હા, જનરલ ચોરી અને મારામારીનાં કેસ તો હોય જ અને વીકમાં ચાર -પાંચ ગંભીર ઘટનાઓ પણ ખરી.'

અને ડીનર લેતા વિગતો વૉટ્સએપ પાર વાંચતા જણાયું કે.' નજીકનાં જ એક એરિયામાં ફેમિલીનાં બે મેમ્બર બહારગામ હતાં અને ઘરે રોશેલ વિર્ક અને એની પત્ની તથા એની 20 વર્ષની દીકરી મિહિરા વિર્ક અહીં હતાં. રોશેલ વિર્ક એમની વાઈફ સાથે સોશીઅલ ગેધરિંગમાં ગયા હતાં અને યુનિવર્સીટીનાં તરત સબમિટ કરવાનાં વર્કની તૈયારી કરવાની હતી એટલે મિહિરા ઘરે એકલી હતી.

એ લોકો ઘરમાં દાખલ થયા ત્યારે ડોરબેલ વગાડતાં પણ બારણું નહિ ખોલતાં પોતાની ચાવીથી ટ્રાય કરી તો અંદરથી લોક નહોતું એટલે ખુલી ગયું અને અંદર જઇ બૂમ પાડતા કોઈ અવાજ નહિ આવ્યો અને મિહિરાનો મૃતદેહ રૂમમાં વોશરૂમનાંં ડોર પાસે પડ્યો હતો અને એને માથામાં કોઈ ભારી ચીજ મારી હોવાનું જણાય છે, વૉર્ડરોબનાં થોડા ખાનાઅને ડ્રોવર ખાલી છે અને જવેલરી તથા મની પણ ગાયબ છે. પહેલી નજરે લૂંટનો મામલો લાગે છે .'

'ઓકે, હું બસ પંદર -વીસ મિનિટમાં પહોચ્યોં.'.

બધાને સોરી કહી ઝડપથી સૂજ્મસિંગ ઘટના સ્થળ પર પહોંચી ગયો. અને બંગલામાં પાછળ પણ એક ડોર હતું પણ એ તો અંદરથી બંધ હતું અને લાઈટ તો આવીને એ લોકોએ ચાલુ કરી હતી કેમેરામાં પણ કઈ દેખાતું નહોતું એનો અર્થ કોઈ ફ્યુઝ કાઢીને દાખલ થયું હોય એવું બને. ત્રણ -ચાર કલાકનો જ સમય ગાળો મળ્યો હતો અને સાંજનો સમય અને વેકેશન, એટલે સોસાયટીમાં અવરજવર પણ બહુ ઓછી .

વોચમેન વગેરેને પૂછતાં એને તો કઈ ખબર જ નહોતી. સોસાઈટીનાંં મેન ગેટ પર એક સિક્યોરિટી અને બંગલાનાંં સર્વન્ટ કવાટર્રમાં એક કપલ અને બે બાળકો રહેતા પણ એ ગામ ગયા હતાં.

બે દિવસમાં બધા રિપોર્ટ પણ આવી ગયા હતાં અને ફોન રેકોર્ડિંગ વગેરે જોતા બધું નોર્મલ જણાતું હતું, બધા ફ્રેન્ડ્સનાં વિશિઝ મેસેજ અને ફોન હતાં. પર્સનલ કોમ્પ્યુટર કે ડ્રોવર્સ વગેરે તપાસતા પણ કઈ જ એવું અનયુઝવલ મળ્યું નહોતું .

'સર, મિહિરાના 6 મહિના પહેલા એન્ગેજમેન્ટ તૂટી ગયા હતાં. નજીકનાં જ એક સિટીમાં થયા હતાં એટલે ડીપ્રેસ્સ પણ ખૂબ રહેતી હતી. અહીંની સ્ટડી કમ્પ્લીટ કરી અબ્રોડ જવાની હતી. કોઈ કોલેજનાં ફ્રેન્ડ સૌમિક સાથે ઘણા ફોન કોલ્સ મળ્યા છે. એને સવારે અહીં બોલાવ્યો છે. સર, બાજુમાં ઉંધી પડેલી મેટલની ખરશીથી જ માર્યું છે એ તો કન્ફર્મ છે.'

'ઓકે, ગળાનાં પાછલા ભાગેથી દબાણ આવ્યું છે અને શ્વાસ રૂંધ્યો છે, ખાલી આટલા વજનની ખુરશી વાગવાથી મોત નહિ થાય.'

બીજે દિવસે સૌમિક આવતાં સૂજ્મસિંગે ફોન અને ફ્રેન્ડશીપ વિષે ડીટેલ પૂછી.

'અમે સાથે જ સ્ટડી કરીયે છે. એટલે લગભગ રોજ મળવાનું થાય. હું હોસ્ટેલમાં રહુ છું. મારુ ફેમિલી ઓસ્ટ્રેલિયા છે.'

અને જનરલ વાતો કરતાં મિહિરા વિષે ઘણો સારો ઓપિનિયન આપ્યો .

'તને કોઈ પર શક જેવું લાગે છે ? તું એની વધારે નજીક હતો એટલે કદાચ તને બધી વાત કરી હોય .'

'આમતો કોઈ નહિ પણ એનાંં જેની સાથે એન્ગેજમેન્ટ નક્કી થયેલા એ છોકરો ડીંકી બહુ ગરમ સ્વભાવનો હતો અને એને બહુ પ્રેશર કરતો હતો લાઈફસ્ટટાઈલ બદલવા માટે કારણકે એનાં ઘરમાં બધાં કન્ઝર્વેટિવ હતા. એટલે અકળાઈને એણે એન્ગેજમેન્ટ તોડી નાખેલા .'

'ઓકે, તને કઈ ખબર પડે તો તરત ઇન્ફોર્મ કરજે .'

'હા સર, પણ હું મારા એક દૂરનાં કઝીનને ત્યાં ભોપાલ જવાનો છું તો ત્રણ -ચાર દિવસ પછી આવીશ .'

'યા યા સ્યોર, કંઈ યાદ આવે તો ફોનથી પણ જણાવી શકશે .'

એનાં ગયા પછી સૂજ્મસિંગે એક બે જરૂરી સૂચના આપતા ફોન કર્યા અને અન્ય મિત્રોને પૂછ્યું .

ખાસ ફ્રેન્ડ વેકેશન કમ્પ્લીટ કરી આવી ગઈ હતી એને પણ બીજા દિવસે બોલાવી પૂછ્યું. પહેલા તો બહુ ગભરાઈને જવાબો આપ્યા. પછી ખુબ સમજાવી ત્યારે કહ્યું કે

' સૌમિક સાથે મિહિરાનું અફેર ચાલતું જ હતું. પણ ઘરમાં કોઈને ખબર નહોતી એટલે એના એન્ગેજમેન્ટ કરી દીધા. પણ સર સૌમિક બહુ ચાલાક છોકરો છે મિહિરા જ લગભગ બધો ખર્ચ કરતી અને એક બે વાર ઘણા રૂપિયાની મદદ પણ કરેલી. લગ્ન માટે એટલો સિરિયસ નહોતો. એ અમારાથી સીનીઅર હતો. લાસ્ટ યર હતું, લાઇબ્રેરીમાંથી ફ્રેન્ડશીપ થયેલી અને પછી બંને સાથે વારંવાર બહાર પણ જતા. એ તો આ વર્ષે પાછો ઓસ્ટ્રેલિયા જઇ આગળ ભણવાનો છે. મિહિરાનાંં ઘરેથી એના કાકાની ઓળખાણમાં બહુ સરસ છોકરા સાથે એનાંં એન્ગેજમેન્ટ કરેલા ત્યારે પણ સૌમીકે કઈ વિરોધ કરવાને બદલે એને એવું સમજાવી દીધેલું કે હમણાં કરી લે પછી આપણે લગ્ન કરી લેશું. અને પછી પણ એની સાથે રિલેશન હતાજ. પણ મિહિરાને એવું કોઈને છેતરવાનું બહુ ગિલ્ટી ફીલ થતું હતું એટલે એણે એન્ગેજમેન્ટ તોડી નાખ્યા. પણ ત્યારપછી તો સૌમીકે એણે વધારે અવોઇડ કરવા માંડી. મારી આગળ ઘણીવાર રડતી અને ડિપ્રેશનમાં હતી એનાથી વધારે એની અંગત બાબતો મને ખબર નથી .'

ત્યાં કરી મોબાઈલની રિંગ વાગી અને સૂજ્મસિંગે અરેસ્ટ કરવાની સૂચના આપી દીધી .

'ગિરિરાજ, મારો શક સાચો નીકળ્યો. વેકેશન પતી ગયા પછી અચાનક બહારગામ જવાનો આ પ્રોગ્રામ સૌમિકનો લૂંટનો માલ ઠેકાણે લગાવવાનો જ હતો અને એને રંગેહાથ પકડી શકાય એ માટે જ જવા દીધો એની પાછળ ટ્રેનમાં આપણો એક માણસ ગયો હતો. અને એ ભોપાલને બદલે વચ્ચેનાંં કોઈ અજાણ્યા સ્ટેશન પર ઉતરી ગોલ્ડ ગીની અને ઘરેણા વેચવાનો પ્રયત્ના કરતા પકડાઈ ગયો છે .'

અને ...સૌમીકે કબૂલાત કરતા કહ્યું, 'સર,મિહિરા સાથે ખાલી ભાગી જઇયે એવું સમજાવી પ્લાન બનાવ્યો હતો.સર, મને બહુ દેવું થઇ ગયેલું હતું. મેં મારા ઘરેથી આપેલા પૈસા મારા એક ફ્રેન્ડને જમીનમાં ઈન્વેસ્ટ કરવા આપેલા, પણ એના પેપર ખોટા નીકળતા મારા અને મારા ફ્રેન્ડના રૂપિયા પણ ડૂબી ગયા. હું મિહિરાના ઘરે પહોંચ્યો ત્યારે એણે ઓલરેડી કપડાંની બેગ અને એક હેન્ડબેગમાં ઘરેણા-રૂપિયા અને ગોલ્ડની ગીની વગેરે ભરી લીધા હતા. પણ સર મને ફક્ત પૈસામાં જ ઇંટ્રેસ્ટ જહતો હું એણે ક્યાં લઇ જઈને રાખું. એટલે મેં એણે મારી નાખી અને આખો લૂંટનો સીન ઉભો કર્યો અને મેઇન ડોર બંધ કરી હું નીકળી ગયો .'

સુજામસિંગે એક દુઃખનો ઊંડો શ્વાસ લીધો અને ઉપરીને કેસ સોલ્વ થયાની વિગતો સમજાવી. કિનાલને ફોન કરી કાલનાં ફ્લાઈટમાં કઝીન અમેરિકા જવાનો એને સી -ઓફ કરવા જવાનુંં છે એમ જણાવતાંં કેસની વાતો કરતો ઘરે જવા નીકળી ગયો .

-મનીષા -જોબન દેસાઈ