યાદો કે દિયે - ૨ Shraddha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાદો કે દિયે - ૨

યાદોં કે દિયે – 2

મિત્રો, આગળના ભાગમાં તમે વાંચ્યું કે ભારત પાકના ભાગલા સાથે અવિનાશ અને અનવર- બે જીગરજાન મિત્રો પણ છૂટા પડી જાય છે. અવિનાશ દોસ્તી અને પ્રેમની કુરબાની આપીને ભારત આવવામાં સફળ થાય છે; પરંતુ એ બલિદાને અવિનાશને જડમુળથી બદલી નાંખ્યો છે. છેવટે અનવર તરફથી મળેલા એક પત્રે અવિનાશની પોતાના દોસ્તને મળવાની આશા જીવંત થાય છે અને એ મળવા નીકળે છે અનવરને જે હવે પાકિસ્તાનથી મુંબઈ રહેવા આવી ગયો હોય છે. બે દોસ્તનું મિલન કયો નવો અધ્યાય શરુ કરશે અવિનાશની જીંદગીમાં??? વાંચો આગળ...

***

ટેક્ષી એક મોટા એવા બંગલા સામે રોકાઇ અને અવિનાશ ભાડૂં ચૂકવી અંદર પ્રવેશ્યો. રાવલપિંડીનું અનવરનું જૂનું ઘર યાદ આવી ગયું એને. વિશાળ ચોકમાં વચ્ચોવચ્ચ ઊભો કરાયેલો નકશીકામનો થાંભલો જોઇને ક્ષણભર એ ત્યાં જ રોકાઇ ગયો. આની ફરતે તો એ અનવર સાથે ઘણું રમ્યો હતો. આત્મીયતાથી એણે એ થાંભલાને હાથ લગાડ્યો; એ સાથે જ મન કૂદકો મારીને બચપનમાં જતુ રહ્યું.

“ યે ગલત બાત હૈ હા અવિ. તુ છોટા હૈ તો ક્યા હુઆ? આજ ભી અમ્મીને તુજે જ્યાદા સેવૈયા દી હૈ.” અનવર અવિની પાછળ ભાગતો હતો. અવિ એ ગોળ થાંભલાના ચક્કર કાપતો એને ચીડવતો હતો.

“ જા જા. મૈ કહાં છોટા હૂં તુજ સે? વો તો અમ્મી મુજે તુજસે જ્યાદા પ્યાર કરતી હૈ ઇસલિયે.”

“ છોટા તો હૈ હી તુ. પૂરે દો મહિને ઔર સાત દિન છોટા હૈ મુજસે. ઔર ક્યા કહા તુને? અમ્મી તુજે જ્યાદા ચાહતી હૈ?? રુક તુ. અભી દિખાતા હું તુજે.” અનવર અવિની પાછળ એને મારવા દોડ્યો કે તરત કોઇએ એને પાછળથી રોક્યો.

“ કોઇ નહિ. તુ મેરી સેવૈયા ખા લઇયો. ઉસે ક્યૂં તંગ કરતા હૈ? ”

“ લો. આ ગઇ અવિ કી વકાલાત કરને. તુજે ઔર કુછ કામ નહિ ક્યા માસૂમા? ” અનવરે ચીઢાઇને કહ્યુ.

“ એય, માસૂમા કો કુછ મત કહેના. ચલ આ જા. સાથ મિલકે ખાતે હૈ.”

***

“ અવિ…. સેવૈયા ખાયેગા??” અવિનાશે ભીની આંખે અવાજની દિશામાં જોયું. સામે અનવર ઊભો હતો. અત્યાર સુધી ગળે બાઝેલો ડૂમો આંખ વાટે બહાર નીકળી ગયો. એ દોડીને એને ભેટી પડ્યો. ત્રીસ વર્ષ પહેલાંની વિદાય વેળાની રોકી રાખેલી અશ્રુધારા ધોધ બનીને વહી રહી. બંને ક્યાંય સુધી નિ:શબ્દ એકબીજાની લાગણીઓમાં ભીંજાતા રહ્યા.

“ ચાચા, ઇન્હેં અંદર આનેકો નહિ કહોગે? ” કોઇનો અવાજ સંભળાયો.

“ અરે હા. મૈં ભી તો કિતના બુધ્ધુ હૂં ના. આ જા અવિ. અંદર બૈઠ કે બાતે કરતે હૈ. ”

“ ઇધર હી બૈઠતે હૈ ના યારા. દિલકો બહુત સુકૂન મિલતા હૈ યહાં.”

“ અચ્છા. તૂ બૈઠ. મૈં બસ અભી આયા.”

અવિનાશ મનોમન એના યારનો હસતો ખેલતો પરિવાર જોઇને ખુશ થયો. બે દેશોનાં ભાગલાએ એનું તો સર્વસ્વ છીનવી લીધું હતું. પણ એના દોસ્તનું જીવન ખુશીઓથી ભરપૂર હતુ.

“ અવિ, આંખે બંધ કર અપની.” એ જ અવાજ. હર વખતની જેમ અહીંયા પણ… અવિનાશે પોતાના કાન બંધ કરી દીધા.

“ આંખે બંધ કરને કો બોલા હૈ પાગલ.”

અવિનાશે ચોંકીને પાછળ જોયું. હાથમાં માટીનો દિવો લઇને એ ત્યાં ઊભી હતી. દિવાનો પ્રકાશ એના ચહેરાને ઓર સુંદર બનાવતો હતો. મોઢા પર એ જ નિર્દેષ હાસ્ય રમતું હતું.

***

“ દેખો જી. મૈં કહે રહી હૂં આપસે. ઉસે મૈં અપને સાથ નહીં લે ચલૂંગી હિન્દુસ્તાન.”

“ કૈસી બાતે કર રહી હો અવિ કી માં? હમને અપની બચ્ચી કી તરહ પાલા હૈ ઉસે. ફિર ઐસે કૈસે છોડ સકતે હૈ ઉસે.?”

“ વો મૈં કુછ નહિ જાનતી અવિ કે બાપુ. અબ જબ બંટવારા હો હી રહા હૈ તો હર ચીજ કા હો. ઔર ફિર વો તો હૈ હી મુસલમાન કૌમ કી.”

“ માસૂમા મેરી બેટી હૈ. સુન લિયા તુમને. મૈં ઉસકે બગૈર યહાં સે એક કદમ ભી આગે નહી જાઉંગા.” અવિના બાપુનો અવાજ મોટો થઇ ગયો.

“ આપ કો અપને પોતે કી કસમ. યા તો માસૂમા યા હમ. ફૈસલા આપકો કરના હૈ.” અવિના માં એના પૌત્રને લઇને બહાર નીકળ્યા ત્યાં જ બારણે માસૂમા ઊભેલી દેખાઇ.

“ યે ક્યા કેહ દિયા તુને અવિ કી માં? હે ભગવાન… અબ ક્યા કરું મૈં? માસૂમા કે અબ્બા સે કિયા હુઆ વાદા કૈસે નીભાઉંગા??” અવિના બાપુ આટલું કહેતા તો ત્યાં જ ફસડાઇ પડ્યા. માસૂમાએ તરત આવીને એને સંભાળ્યા.

“ બેટા માફ કરદે મુજે. ચાહકર ભી મૈં તુજે અપને સાથ નહિ લે જા સકૂંગા.” બે હાથ જોડીને એ વિનવી રહ્યા માસૂમાને.

“ બાપુ, યે ક્યા કર રહે હૈ આપ? ભલા અપની ઔલાદ સે કોઇ મુઆફી માંગતા હૈ? આપ બેફિક્ર હોકે જાઇયે. યહા અનવર હૈ, હસીના ચાચી ઔર રહેમાન ચાચા ભી તો હૈ. મે ઉન્હીં કે સાથ રહ જાઉંગી.”

“ પર, અવિ. વો નહી માનેગા.”

“ આપ ઉસકી ચિંતા મત કરો. બસ એક વાદા કરો. યહાં સે નીકલને તક આપ ઉસે યે નહી બતાયેંગે કી મૈં આપ કે સાથ નહીં ચલ રહી. બાકી આપ મુજ પર છોડ દો.”

***

અવિનાશને યાદ આવી ગઇ એ વાત જે બાપુએ પોતાની છેલ્લી ઘડીએ અવિનાશને કહી હતી. માસૂમાને સાવ આમ નોંધારી છોડીને જવાનો આઘાત અવિનાં બાપુને એટલો વધારે લાગ્યો હતો કે એ સાવ પથારીવશ થઇ ગયા હતા. જાણે ભગવાનને વિનવતા હતા કે પોતે કરેલો વાયદો ન પાળી શકાયો એ દુ:ખ લઇને જવું એના કરતાં તો મરણને શરણ થવું વધું સારું!!!

ઇશ્વર પણ ઇચ્છતો હશે કે એ અવિનાશને સત્ય કહીને જાય એટલે જ ભારત આવ્યા પછી એમણે બહુ લાંબુ ન ખેચ્યું. બે જ મહિનામાં પરભવની વાટ પકડી લીધી. જતાં જતાં આ એક કડવું સત્ય અવિનાશને કહેતાં ગયા. ફક્ત અવિની માંની જીદને લીધે એ માસૂમાને પાકિસ્તાનમાં જ છોડવા મજબૂર થઇ ગયા હતા. માસૂમા…. અવિથી ફક્ત છ જ મહિના મોટી હતી એ..અવિનાશ અને માસૂમા બંને સાથે સાથે જ મોટા થયા હતા.અવિના બાપુએ પોતાની સગી દીકરીની જેમ એને ઉછેરી હતી; આખરે એ એના મરહૂમ દોસ્તની થાપણ હતી!! બસ, સ્ત્રી હઠ હેઠળ એમના તમામ હથિયારો હેઠા પડી ગયા હતા. અવિનાશ માટે તો માસૂમા એટલે એની ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઇડ જે ગણો એ બધું જ હતી. મોટી બહેનના નાતે એ અવિનાશને ધમકાવતી પણ ખરા અને વખત ટાણે એની ઢાલ બનીને પણ ઊભી રહેતી.

“અવિ, કૈસા લગા મેરા બનાયા હુઆ દિયા? ” માસૂમાના અવાજે અવિ ભૂતકાળમાંથી બહાર આવ્યો.

“ માસૂમા…મુજે તો લગા કિ વો ગોલી લગને સે તુમ ભી…. શુક્ર હૈ ભગવાન કા તુમ ઠીકઠાક હો. તુમ અભી ભી દિવાલી કે દિયે ખુદ હી બનાતી હો?”

“ તુમ આ ગયે; હમારે લિયે તો આજ હી દિવાલી હૈ અવિ.” અનવરે કહ્યું.

“ માસૂમા.. અપને ઇસ છોટે ભાઇ કો મુઆફ કરેગી?” અવિનાશ ભાવુક થઇને ત્યાં જ ફસડાઇ પડત જો માસૂમાએ એને દોડીને પકડી ન લીધો હોત!!

“ એક ચાટા લગાઉંગી અગર આગે કુછ ભી બોલા તો.”

“ લગા લે માસૂમા. એક ક્યા દસ ચાટે લગા. મૈં હૂં હી ઇસ લાયક.”

“ સોચ લે. ફિર યે મત કહિયો કે મૈને તેરે બેટે કે સામને તુજે મારા.” કહેતી માસૂમા હસતી હસતી ઊભી થઇ.

“ મેરા બેટા? ઉસે તો મૈને ઉસ મનહૂસ રાત કો હી ખો દિયા થા. તુજે તો પતા હી હૈ. તેરે હી હાથો મેં દમ તોડા થા ન ઉસને? ઉસ રાત કો વો ગોલીઓંકી બૌચ્છાર મુજસે મેરે બેટેકો છીન કર લે ગઇ. તેરી ભાભીને તો અપની આંખોકે સામને બેટે કો મરતે દેખ સદમે સે વહીં દમ તોડ દિયા થા. મત યાદ દિલા વો પલ. ઉસ એક પલને મેરા સબ કુછ છિન લિયા થા. આજ દોસ્ત ઔર બહેન તો વાપિસ મિલ ગયે લેકિન જીસે મૈં સબસે જ્યાદા ચાહતા થા તેરી ભાભી ઔર મેરા બેટા… હંમેશા કે લિયે છૂટ ગયે વો.”

“ નહિ અવિ. તેરા બેટા જીંદા હૈ. ઉસ દિન જો મરા થા વો અનવર ઔર રેહાના કા બેટા થા. તુમ દોનો કે ઘર એક હી દિન ઔલાદ કા પૈદા હોના, અનવરકી બીવી રેહાના કા દૂસરે હી દિન ઇન્તકાલ હો જાના…. ઇન સબ કે પીછે ભી શાયદ અલ્લાહ કા કોઇ મક્સદ રહા હોગા. અનવર કો ભનક આ ગઇ થી કી વો લોગ તુમ્હારે બેટે કો કતઇ જીંદા ન છોડેંગે. ઇસીલિયે હમને મિલકર ફૈસલા કિયા ઔર મૈં અનવર કે બચ્ચે કો સાથમેં લેકે તેરે પાસ આને કો નીકલી.

મુજે પતા થા કિ વો લોગ મેરે હાથ મેં બચ્ચા દેખકે યહી સમજેંગે કિ યે તેરા હી બચ્ચા હૈ. બસ ફિર જો હુઆ વો તો તુજે પતા હી હૈ. ભાભી કે જાને કા ગમ મુજે આજ ભી હૈ. પર ક્યા કરતી? અગર તેરે બેટે કો સાથ જાને દેતી તો વો લોગ તુમમેં સે કિસી કો ન છોડતે.”

અવિનાશને તો પોતાના કાન પર વિશ્વાસ જ ન બેઠો. આટલાં વર્ષો એ પોતાના દિકરાને ન બચાવી શક્યો એ વાત એને અંદર ને અંદર કોરી ખાતી હતી. અને આજે?? માસૂમા કહી રહી હતી કે એનો દીકરો જીવે છે!! અનવરે પોતાના દીકરાની કુરબાની આપીને અવિનાશનાં સંતાનને જીવન બક્ષ્યું હતું!! આટલો ની:સ્વાર્થ પ્રેમ!! અવિનાશને થયું એ ક્યારેય આ પ્રેમનું ઋણ ચૂકવી નહિ શકે.

“ સાહિલ, દેખ તેરે અબ્બુ આયે હૈ.” અનવરના કહેવાથી એક નવજુવાન અંદરથી બહાર આવ્યો અને અવિનાશને પગે લાગ્યો.

“ સચ કહેતા હૂં અવિ. યહાં આ જાને કે બાદ એક દિન ભી એસા નહી બીતા જબ તુજે ઢૂંઢા ન હો. હર મુમકિન કોશિશ કર લી મૈને. ફિર એક દિન તેરા નામ પઢા કિસી અંગ્રેજી અખબાર મેં. ઔર તુરંત તુજે ખત લિખા.ભલા હો ઉન લોગો કા જો ઉનહોને તેરા ઠિકાના બતા દિયા. ઔર મૈં તેરી અમાનત તુજે સોંપ સકા.” અવિનાશે અનવરના હાથ પકડી લીધા.

“ બસ કર અબ. કિતની કૂરબાનીયાં દેગા? અનવર, માસૂમા તુમ ઠીક હી કહતે થે. મૈ છોટા હૂં તુમ દોનો સે. બહોત હી છોટા. તુમ દોનોને જો કિયા હૈ મેરે લિયે વો કોઇ ભી નહીં કર સકતા. મૈં યહાં આયા થા અપને પૂરાને દોસ્ત સે મિલને ઔર સારે રિશ્તે વાપસ મિલ ગયે મુજે. સાહિલ તુમ્હારા હી બેટા હૈ ઔર રહેગા. ઉસે તુજસે જુદા કર મૈં અપની નજરોમેં ઔર ગિરના નહીં ચાહતા. આજ સે મંદિર જાના બંધ. મેરા ભગવાન, ખુદા, ઇશ્વર, અલ્લા સબ તુમ દોનો હી હો.”

અવિનાશ પગે પડી ગયો બંનેના. પોતાની બધી સંપત્તિ અનવર અને માસૂમાને નામ કરીને હંમેશ માટે મુંબઇ રહેવાનો નિર્ણય કરી લીધો એણે. હવે એ એક પળ માટે પણ આ બંનેથી દૂર રહેવા નહોતો માંગતો.

સમાપ્ત