Fashion khatam muzpe - 2 books and stories free download online pdf in Gujarati

ફેશન ખતમ મુઝપે -૨

ફેશન ખતમ મુઝપે

મિતલ ઠક્કર

બહેનો, નવા જમાના સાથે તાલ મિલાવવા અને પોતાને અનુકૂળ રહે એવી ફેશન અપનાવવા તેના વિશે થોડી જાણકારી જરૂરી છે. છેલ્લા થોડા વર્ષોમાં ફેશન ડિઝાઇનરો અને એક્સ્પર્ટ પાસેથી જાણેલી તથા વાંચેલી ફેશન ટ્રેન્ડની કેટલીક નવી અને ઉપયોગી વાતો સંકલિત કરીને એક ફ્રેન્ડ તરીકે આપની સાથે વહેંચી રહી છું. આશા છે કે આજની મહિલાઓને આ ફેશનના રંગે રંગાવાનું ગમશે.

ફેશન ફ્રેન્ડની વાતો ભાગ-૨

* આજના જમાનાની ફૅશનને કોઈ બંદિશ કે નિયમો નડતાં નથી. અને આ વાત સાથે સહમત પણ થવા જેવું છે. હવે ફૅશનજગતમાં ‘કુછ ભી ચલતા હૈ’ વાળો મંત્ર ટ્રેન્ડમાં છે. અને કેટલીક એવી માન્યતાઓને ખોટી સાબિત કરવાનો આ જ સમય છે જેને લીધે કેટલાય ફૅશનપરસ્તો પોતાના ફેવરિટ ટ્રેન્ડ ફૉલો નથી કરી શકતા. વૉર્ડરોબની સાથે ફૅશનની રૂલબુક ફૉલો કરવા જતાં કેટલાક રંગો અને ડિઝાઇનોનો અનુભવ લીધા પહેલાં જ એને તિલાંજલિ આપી દેવી પડે છે. જીન્સ ફક્ત પાતળી યુવતીઓ માટે છે. આ માન્યતા પાયાવિહોણી છે કે સ્કિની જીન્સમાં પાતળા પગ વધુ પાતળા લાગે છે, જ્યારે શરીર થોડું ભરાવદાર હોય તો સ્કિની જીન્સ વધુ પર્ફેક્ટ લાગે છે. સ્કિની પૅન્ટ્સ વર્સટાઇલ છે. શરત એટલી જ કે એનું ફિટિંગ પર્ફેક્ટ હોવું જોઈએ. જો ફિગર વધુ હેવી હોય તો સ્કિની પૅન્ટ્સ સાથે લૂઝ શર્ટ અથવા ટ્યુનિક પહેરી શકાય. હાઇટ ઓછી હોય ત્યારે સિંગલ કલરના લાંબા ડ્રેસિસ પહેરવાથી હાઇટ વધારે હોવાનો આભાસ પણ થશે. ફૅશનના ટ્રેન્ડ્સની જેમ હવે રંગોના રૂલ પણ બદલાઈ ગયા છે. જેમાં રાત અને દિવસ માટે રંગોની ચૉઇસ કોઈ સ્પેસિફિક શેડ્સ સુધી મર્યાદિત રહી નથી. સફેદ દિવસે જ પહેરાય અને બ્લૅક રાત્રે એ માન્યતા બદલાઇ છે.

* શૉર્ટ ડ્રેસ પહેર્યા બાદ ફક્ત ફૅશન ફૉલો કરનાર નહીં પણ સાચે જ સ્ટાઇલિશ લાગવું હોય તો કેટલીક વાતો જાણી લો. શરીર ખુલ્લું દેખાય એવા શૉર્ટ ડ્રેસિસ પહેરવાના ફૅન હો તો પગને નિયમિતપણે ગ્રૂમિંગ કરતા રહેવું જરૂરી છે અને ગ્રૂમિંગમાં ફક્ત હેર-રિમૂવિંગનો સમાવેશ નથી થતો. વાળનું નામોનિશાન હટાવી પગને ચોખ્ખા બનાવવા તો જરૂરી છે જ અને એ સાથે રેગ્યુલર કસરત કરી પગને શેપમાં રાખવા પણ શૉર્ટ ડ્રેસ માટે જરૂરી છે. પેડિક્યૉર અને ફૂટ-મસાજ પગને સ્મૂધ લુક આપે છે. તેમ જ રોજ શાવર લીધા બાદ મૉઇસ્ચરાઇઝર લગાવવાથી પગ સૉફ્ટ અને શાઇની લાગશે. એ સિવાય પગ પર એક્ને કે કોઈ બીજા ડાઘ હોય તો શૉર્ટ ડ્રેસ પહેરવાનું ટાળો. સ્ટોરના ડિસ્પ્લેમાં કે ઑનલાઇન જોયેલો ડ્રેસ દેખાવમાં સારો હતો એટલે એ તમારા પર પણ સારો લાગશે એવું જરૂરી નથી. શૉર્ટ ડ્રેસિસમાં ફિગરનો દરેક પાર્ટ મહત્વનો છે માટે ટ્રાય કર્યા બાદ જ ખરીદવાનો આગ્રહ રાખવો. શૉર્ટ ડ્રેસિસમાં કટ અને પૅટર્નમાં સ્ટ્રેપલેસ, હૉલ્ટર નેક, એ લાઇન, એમ્પાયરલાઇન જેવી અનેક વરાઇટી છે જે બધી બૉડી-ટાઇપ્સને શોભે એ જરૂરી નથી. બ્રૉડ હિપ્સ પર વધુ ફ્લેરવાળો ડ્રેસ કદાચ વધુપડતો પણ લાગે. માટે અહીં એવા ડ્રેસિસ પસંદ કરો જે પહેર્યા બાદ શરીર સારું લાગે.

* ફ્લોરલ વનપીસ, નેટ વનપીસનો ટ્રેન્ડ આજે ખૂબ જ છે. વનપીસ ડ્રેસમાં વેસ્ટર્ન ડિઝાઈનમાં ઇન્ડિયન સ્ટોન ગળાના ભાગે ગૂંથીને તૈયાર કરેલાનું ચલણ છે. જે ૨૦થી ૪૦ વર્ષની યુવતીઓ વધુ પસંદ કરે છે. વનપીસમાં યલો, રેડ, રોયલ બ્લૂ, ગ્રીન, બ્લેક, પિંક, ઓરેન્જ સહિત કેટલાક એક્ઝોટિક કલર પણ ફેશનમાં છે. આ ડ્રેસની ટેક્સ્ટાઈલમાં પોલ્કા ડોટ્સ, એનિમલ પ્રિન્ટ અને ઝોરઝેક આની ગર્લને સુંદર લુક આપે છે. છતાં મોટા ભાગની યુવતીઓ બ્લેક કલરનો વનપીસ ડ્રેસ વધુ પસંદ કરે છે. વનપીસ પ્યોર જોર્જ કે શિફોન અથવા તો સ્લિવ કાપડનું યોગ્ય મટીરિયલ ખૂબ જરૂરી છે. ટૂંકમાં બાહ્ય દેખાવ આકર્ષણરૂપ લાગે તે માટે આજની મહિલાઓ વિભિન્ન ફેશન અપનાવે છે અને તે માટે અવનવા વસ્ત્ર પરિધાન કરે છે. ફેશનની આ દુનિયામાં મહિલાઓના ડ્રેસમાં વનપીસ અલગ તરી આવે છે. જે સરવાળે સસ્તી ફેશન પણ ગણાય છે.

* કેપ્રી અને કુરતા સૂટનો પ્રયોગ થઇ રહ્યો છે. આ ટ્રેન્ડ આ સ્ટાઇલ થોડો કૅઝ્યુઅલ લુક આપે છે અને બોલ્ડ-બિન્દાસ ટાઇપની પર્સનાલિટી ધરાવતી સ્ત્રીઓને જ સૂટ થાય છે. કેપ્રી હોવાથી પગ પાતળા અને સારા શેપમાં હોય એ જરૂરી છે. કેપ્રીને બદલે ઍન્કલ લેન્ગ્થ પૅન્ટ પણ પહેરી શકાય. અહીં લેગિંગ્સવાળા કેપ્રી કે ટાઇટ ફિટિંગ કેપ્રી પહેરવાને બદલે પ્રૉપર ટ્રાઉઝર સ્ટાઇલનું અને કુરતાને મૅચ થાય એવું જ પૅન્ટ પહેરવું. આ એક કૅઝ્યુઅલ સ્ટાઇલ છે એટલે દુપટ્ટાની જરૂર નથી. જો રાખવો જ હોય તો એક સ્કાર્ફ ગળા ફરતે વીંટાળી શકાય. એ સિવાય દુપટ્ટો નથી એટલે કુરતાની નેકલાઇન થોડી ક્લોઝ્ડ અને સોબર દેખાય એવી રાખવી. વધુ લો-નેક આવા ડ્રેસમાં સારું નહીં લાગે. ચાઇનીઝ કૉલર અથવા મટકા શેપનું ગળું તેમ જ આગળના ભાગમાં જોધપુરી સૂટ ટાઇપની બટનપટ્ટી આપેલી હોય એવા કુરતા સારા લાગશે. કુરતાની લંબાઈ ગોઠણથી નીચેની જ રાખવી. સાઇડમાં સ્લિટ પણ આપી શકાય.

* ફૅશનેબલ ટૉપ્સ ને ટી-શર્ટ સાથે સાડી પહેરવાનો પણ આજ-કાલ ટ્રેન્ડ છે. સાડી સાથે સૌથી મોટી પળોજણ બ્લાઉઝમાં કેવી પૅટર્ન કરાવવી એની હોય છે. ડિઝાઇનરોએ આ જ બ્લાઉઝના કૉન્સેપ્ટને ઈઝી બનાવવા માટે તદ્દન કૉન્ટ્રાસ્ટ કહી શકાય એવી ડિઝાઇન અને કલરનાં ટૉપ્સ, કૉર્સેટ અને ફન્કી ટી-શર્ટને સાડી સાથે પહેરાવીને એક નવો ટ્રેન્ડ ઊભો કર્યો છે. સોનમ કપૂર ટી-શર્ટ સાથે સાડી પહેરી ચૂકી છે. એ સિવાય સ્પગેટી અને બિકિની બ્લાઉઝનો ટ્રેન્ડ હવે પૂરી રીતે આઉટ થઈ ગયો છે. એને બદલે હવે બંધ ગલા, જૅકેટ સ્ટાઇલ અને કૉલરવાળા શર્ટ સ્ટાઇલનાં સ્લીવલેસ બ્લાઉઝ વધુ ટ્રેન્ડમાં છે. ઘણી વાર સાડી પહેર્યા બાદ એના પર જૅકેટ પણ પહેરવામાં આવે છે.

* સાડી સ્ત્રીઓના શરીર પર શોભતું સૌથી શ્રેષ્ઠ આઉટફિટ છે. જોકે એ શરીરને ધ્યાનમાં રાખીને ન પહેરવામાં આવે તો લુક બગડી શકે છે. સ્થૂળકાય શરીર હોય ત્યારે કૉટન અને સ્ટિફ સિલ્ક, બ્રૉકેડ, બનારસી જેવા ફૅબ્રિકની સાડીઓ સ્ટ્રિક્ટલી અવૉઇડ કરવી, કારણ કે એનાથી તમારું શરીર વધુ પહોળું લાગશે. એના કરતાં શિફોન, સૉફ્ટ સિલ્ક જેવા ફૅબ્રિકની સાડીઓ તમારા પ્રૉબ્લેમ એરિયાને ઢાંકી શરીરને સ્લીમ હોવાનો આભાસ આપશે. ફુલ સ્લીવ અને લાંબાં બ્લાઉઝ જાડા હાથને ઢાંકવામાં મદદરૂપ બનશે. હેવી રાઉન્ડ બસ્ટ અને પેટ હોય એને ઍપલ શેપ ફિગર કહેવાય. આવા ફિગરમાં પેટ ઢંકાય એવાં લૉન્ગ બ્લાઉઝ પહેરો. સાડીનું ફૅબ્રિક જેટલું લાઇટ હશે એટલી વધુ સુંદર લાગશે. આવું ફિગર ધરાવતી સ્ત્રીએ સાડી નાભિથી થોડી ઉપરથી પહેરવી. પિયર શેપ્ડ એટલે નિતંબનો ભાગ હેવી હોય એવું ફિગર. આવા ફિગરમાં જ્યૉર્જેટ અને શિફોન જેવાં ફેબ્રિક સારાં લાગે. સીધો પાલવ અને બ્રાઇટ કલર્સ સૂટ થશે, જ્યારે પ્રિન્ટ અને એમ્બ્રૉઇડરી બને ત્યાં સુધી ઝીણી જ પહેરવી.

* આગળથી ટૂંકો અને પાછળથી લાંબો એવો લો-હાઈ ડ્રેસ આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. જો કૉન્ફિડન્સ હોય તો લાંબા મેક્સી ડ્રેસમાં પણ હાઈ-લોની પૅટર્ન સારી લાગી શકે છે, પરંતુ એમાં આગળના ભાગની લેન્ગ્થ ગોઠણ સુધીની અથવા એનાથી થોડી લાંબી હોવી જોઈએ. એની સાથે ફૂટવેઅરમાં ફ્લૅટ્સ નહીં ચાલે. વેજીસ અથવા હાઈહીલ્ડ પમ્પ્સ પર્ફેક્ટ લાગશે. આ ટ્રેન્ડ ઑફિસમાં ફૉર્મલ્સ તરીકે પહેરવા માટે સૂટેબલ નથી, કારણ કે કૉપોર્રેટ ફૉર્મલમાં આ સ્ટાઇલ સૂટ નહીં થાય. જો ઑફિસમાં કૅઝ્યુઅલ ફૉર્મલ વર્ક ઍટમોસ્ફિયર હોય તો ચોક્કસ કૉન્ટ્રાસ્ટ શેડના પૅન્ટ સાથે હાઈ-લો પહેરી શકાય.

* સ્પોર્ટ્સવેઅર મોટા ભાગે છોકરીઓને ટૉમબૉય જેવો લુક આપતાં. એનું મુખ્ય કારણ એ હતું કે એમાં ડિઝાઇન, પૅટર્ન અને રંગોની કમી હતી. જોકે હવે સ્પોર્ટ્સવેઅરને પણ કૅઝ્યુઅલ અને સ્ટાઇલિશ લુક મળી રહ્યો છે. ફૅશનજગતમાં પ્રિન્ટ્સ અને રંગોમાં આવી રહેલી ક્રાન્તિ હવે સ્પોર્ટ્સવેઅરમાં પણ જોવા મળી રહી છે. પરિણામે આપણા દેશમાં પણ સ્પોર્ટ્સવેઅરને ફૅશનનો ચટાકો લાગી ગયો છે એવું કહી શકાય. સ્પોર્ટ્સવેઅરમાં હવે ગ્રે, બ્લૅક અને વાઇટને બદલે નિયૉન અને બીજા વાઇબ્રન્ટ શેડ્સ પણ જોવા મળી રહ્યા છે. અને હવે તો કેટલાક ડિઝાઇનરોએ પણ સ્પોર્ટ્સવેઅર બ્રૅન્ડ્સ સાથે હાથ મિલાવી લીધા છે જેને લીધે એમાં સ્ટાઇલિશ કટ્સ અને પૅટર્ન મળી રહે છે. આજના યુથમાં સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતિ આવવાને લીધે સ્પોર્ટસ વેઅરમાં ક્રાન્તિ આવી હોવાનું મનાઈ રહ્યું છે.

* આજકાલ શ્રગની ફેશને મહિલાઓમાં ખાસ આકર્ષણ જગાવ્યું છે. શ્રગ સિમ્પલ દેખાવાની સાથે સ્ટાઈલિશ પણ દેખાય છે. પોતાને શાલિનતાની સાથે ફેશનેબલ રીતે લોકોની સામે રજુ કરવા માટે શ્રગને એક ખાસ ટ્રેન્ડી ડ્રેસ માનવામાં આવે છે. શ્રગને વેસ્ટર્ન તેમજ ભારતીય એમ બંને પ્રકારના પરિધાનો સાથે સરળતાથી કેરી કરી શકાય છે. સ્લીવલેસ ટોપની ઉપર આરામદાયક 'ફીલ' કરવા માટે કેટલીક મહિલાઓ શ્રગનો ઉપયોગ કરે છે. ડેનિમ શ્રગનો ક્રેઝ કોલેજીયન ગર્લ્સમાં વધુ જોવા મળી રહ્યો છે. જેને સ્પેગેટી સ્ટ્રેપ ટોપની સાથે કેરી કરવામાં આવે છે. ડેનિમ શ્રગ મુલાયમ કાપડમાં પણ ઉપલબ્ધ છે. જેને સરળતાથી કેરી કરી શકાય છે. જે કિશોરીને વધુ જચે છે. કોટનના મટિરિયલમાંથી બનેલું શ્રગ ટોપ અથવા તો કુર્તી બંને પર જચે છે. લોન્ગ સ્લીવ વાળુ કોટન શ્રગ બહેતરીન કવર અપ લૂક આપે છે. આ પ્રકારનું શ્રગ વચ્ચેથી એક બટન સાથે જોડાયેલું હોય છે. જે સ્ટાઈલિશ લાગે છે.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED