હમારી અધુરી કહાની - 1 chandni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમારી અધુરી કહાની - 1

હમારી અધુરી કહાની

વિષય : નવલિકા

ભાગ: 1

ચાંદની

પ્રીતમે પોતાની નવી શોપના ઉદઘાટનમાં પોતાના બધા મિત્રો સાથે જાણીતા અજાણ્યા અનેક લોકોને આમંત્ર્યા હતા. તે બહુ જ ખુશ હતો. આજે કેટલી પેઢીની મજુરી બાદ પોતાનો સ્વાતંત્ર ધંધો શરૂ કરી શક્યો હતો. તેને તનતોડ મહેનત કરીને આ શોપ બનાવ્યો હતો. નાનકડી હતી તેની શોપ પરંતુ તેના આંખનુ સપનુ હતુ. પ્રીતમ મૂળ રાજસ્થાનનો રહેવાસી પરંતુ તેના બાપ દાદાની પેઢીથી તેઓ ગુજરાત આવીને વસ્યા હતા. આથી પ્રીતમ તો પ્યોર ગુજરાતી જ બની ગયો હતો. ગુજરાતમાં રહીને ગુજરાતી શાળામાં ભણીને તેને રાજસ્થાની બોલી અને રીતભાતમાં તકલીફ પડતી હતી પરંતુ ગુજરાતી તો તે શુધ્ધ બોલી શકતો હતો. સમજણો થયો ત્યારથી તેને ખબર જ હતી કે ઘરની પરિસ્થિતિ બહુ સારી નથી તેથી ભણવાની સાથે મજુરી કામ પણ કરી લેતો અને આજે વર્ષો બાદ એક એક પાય બચાવીને આજે એક નાનકડી દુકાન બનાવી હતી તેથી તે બહુ જ ખુશ હતો. એક સામાન્ય માણસની આંખમાં હોય તેવા સપના તે સજાવવા લાગ્યો હતો કે હવે તેનુ પણ ઝુંપડાંમાંથી પાકુ મકાન બનશે અને તે પણ ધનવાન થઇ ફરશે. સાઇકલના સ્થાને હવે તે સ્કુટર લઇ ફરશે. આમ તો તે અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયો હતો પરંતુ અબજોની વસ્તી ધરાવતા ભારત દેશમાં તે લાખો બેકારની લાઇનમાં હતો. નોકરી મેળવવાની આશમાં ભુખ્યા રહેવા કરતા ધંધો કરી ધનવાન બનવાના સપના સજાવવાનુ તેણે વધારે પસંદ કર્યુ હતુ. આયે રોજ તે ઘણા યુવાનોને બેકારીને કારણે તેનુ અમુલ્ય જીવન ટુંકાવી લેવાના કિસ્સા વાંચતો હતો. તેને ચોકમાં વચ્ચે જ સસ્તા ભાવની દુકાન મળી ગઇ હતી. સાવ નાનકડી અમથી જ હતી પરંતુ તેના માટે તો આહા હતુ. દુકાનમાં તેને ઓલ ઇન વન બધી વસ્તુ રાખવાનુ નક્કી કર્યું પરંતુ જગ્યા અને નાણાના અભાવે બધુ જ લિમિટમાં કરવાનુ હતુ. ધંધાની સ્થાપના તો થઇ ગઇ અને જોતજોતામાં ધંધો સારો એવો પણ ચાલવા લાગ્યો તેમ છતા પણ તે વિહવળ રહેતો હતો. એક ચહેરો વારંવાર તેની નજર સમક્ષ આવી જતો હતો. જેના માટે તેણે આ બધુ કર્યુ હતુ તે વારંવાર તેની નજર સમક્ષ આવી જતી હતી. રાત્રે ઉંઘમાં પણ જયારે રીનાનુ નામ ઝંખતો ત્યારે માથા પર ટપલી મારી ખીજાતી કે ઘેલો ન થા પ્રીત. દરિયાના બે કાંઠા કયારેય ભેગા ન થઇ શકે. આવુ કહેનારી રીના અને પ્રીતમ બન્ને ક્યારે અતૂટ પ્રેમના તાંતણે બંધાઇ ગયા તેમની તે બન્નેને પણ ખબર ન રહી, રીના એક અલ્લડ, બદમાશ છોકરી. પોતાની ધુનમાં રહેનારી એવી રીના ભુપત મહેતા નામના ધનાઢ્ય પિતાની વ્હાલસોયી પુત્રી હતી. પ્રીતમની માતા પરચુરણ પૈસા માટે થોડા ઘરે કામ કરવા જતી. તેમાં શેઠ ભુપત મહેતાનુ ઘર પણ હતુ. રજાના દિવસો અને રવિવારે પ્રીતમ પણ તેની માં સાથે જતો. કોઇક તેને ચોકલેટ આપતુ તો કોઇક નાસ્તો કરાવતુ. આ બધુ મેળવી તે બહુ રાજી થતો. રીના તેને હમેંશા હેરાન પરેશાન જ કરતી રીના તેના કરતા વયમાં એકાદ વર્ષ મોટી હતી ભુપત મહેતાની એકની એક લાડકી દીકરી હતી. રીનાના મમ્મી ભુપત શેઠના પત્ની રેવતી બહેન સ્વભાવે ઋજુ અને માયાળુ હ્તા. તે રીનાને કામવાળીના દીકરા પ્રીતમ સાથે મોકળા મને રમવા દેતા હતા. તેના માટે બાળકો બધા સરખા જ હતા પછી તે પોતાની પુત્રી હોય કે પછી કામવાળાનો દિકરો પ્રીતમ. રીના ખુબ જ તોફાની અને ચંચળ હતી. બાળપણમાં પ્રીતમ તેનાથી ખુબ જ ચીડતો અને કયારેક રમતા રમતા ટપલી પણ મારી લેતો ત્યારે શેઠાણી તો બાળકો છે તેમ સમજી કાંઇ ન બોલતા પરંતુ પ્રીતમની માં તેને ખુબ ખીજાતી અને માર મારતી. શેઠના સંતાનો પર હાથના ઉગામાય અને આપણે નાના માણસો.......... એવુ લાંબુ લચક લેકચર આપતી. પરંતુ બાળપણ જેનુ નામ, પ્રીતમ થોડી જ વારમાં બધુ વિસરી જતો અને હતુ એમ જ ફરી બન્નેની રકઝક શરૂ થઇ જતી, પણ બન્નેની રકઝક માત્ર નામની હતી, થોડીવાર માટે એકબીજાથી રીસાઇ જતા તો ઘડીભર બાદ ફરી બન્ને એકબીજા સાથે મસ્તી મજાકમાં લાગી જતા.

રમતા રમતા બંને મોટા થવા લાગ્યા. હવે પ્રીતમ પણ વધારે પૈસા માટે રજાના દિવસે મજુરીકામે જતો પરંતુ રીના સાથેની તેની બાળપણની મિત્રતા તૂટી ન હતી. તે તેના ઘરની નજીક જ રહેતી હતી. આથી સાંજે ઘણીવાર બંને સાથે રમતા અને લેશન પણ કરતા. બન્ને વચ્ચે જમીન આસમાનનું અંતર હતુ. પ્રીતમ ભાંગીતૂટી પેન્શિલથી લખતો જ્યારે રીના પાસે સાહીવાળી પેન હોય. પ્રીતમ કાળા પાનવાળી નોટમાં તો ક્યારેક પસ્તીમાં લખતો જ્યારે રીના પાસે ભારે સફેદ પાનવાળી નોટ રહેતી, પણ બન્નેના મનમાં એક નાનુ અને એક ધનવાન છે એવો ભાવ ક્યારેય ન આવતો. નાના હતા ત્યારે સાથે રમતા તેમાંથી કયાંથી પ્રીતમના દિલમાં પ્રેમની વેલ ફુટી નીક્ળી તેની તેને ખબર રહી નહી. હવે તેને રીનાની હર અદા ગમવા લાગી હતી. તેના લાંબા વાળમાંથી તેલ નાંખીને ઓળેલા બે ચોટલા. રવિવારે લટ કાઢીને રાખેલા છુટા વાળ રમતા રમતા અંચાઇ કરવી અને ઓઢણી બાંધીને બિન્દાસ છોકરાવ સાથે કબડ્ડી અને ક્રિકેટ રમવુ આ બધુ પ્રીતમને તેની નજીક ખેંચતુ હતુ.

કયારેય ચોકલેટની લાલચ આપી પ્રીતમ અને તેના મિત્ર પાસે લેશન કરાવી લેવુ તો ક્યારેક કાંઇ ન થયુ હોય છતા નાટકિય અંદાજમાં રમતા રમતા વાગી જવાનો ઢોંગ કરવો, આ બધી ટીખળ પ્રીતમના મનને ભાવી ગઇ હતી. આખો દિવસ રીનાનો જ ચહેરો તેની નજર સમક્ષ આવતો અને ઘણી વાર તો તે ઉંઘમાં પણ તેનુ નામ ઝંખતો. પ્રીતમને માતાની અનુભવી આંખોએ બન્નેની વચ્ચે દોસ્તી કરતા કાંઇક વધુ છે એ બધુ જાણી લીધુ હતુ. આ ડરને કારણે જ પ્રીતમના મનમાંથી રીનાનુ વળગણ છોડાવવા તેની માતાએ બે ત્રણ વખત તેનુ સગપણ કરાવવા ગોઠવ્યુ. પરંતુ પ્રીતમ તો તેના પિતાજીના ખોળામાં માથુ નાખીને રડી પડતો આથી તેના પિતાજી બધુ અટકાવી દેતા. દુકાનના ઉદઘાટનમાં પણ પ્રીતમે રીનાને અને તેના પરિવારને નોતર્યા હતા પણ ત્યાંથી કોઇ ન આવ્યુ આથી તે થોડો હતાશ થયો પરંતુ બીજે જ દિવસે તેની હતાશા ખુશીમાં પરિવર્તિત થઇ ગઇ. બીજે જ દિવસે સવારે રીના અચાનક દુકાનમાં ટપકી પડી. “ચાલ એ’ય આઇસક્રીમ ખવડાવ.” “કેમ? કાલે અવાય ને આઇસક્રીમ ખાવુ હોય તો?” “તુ મારી કઝીનની સગાઇના દિવસે જ ઉદઘાટન રાખ તો હુ કયાંથી આવી શકુ? ચાલ હવે ખવડાવ બે આઇસક્રીમ.” “બે! જાડી” જાડી કોને બોલે છે કરતી રીના દોડી પાછળ અને સામાન વેરવિખેર કરતી શેરીમાં ભાગવા લાગી. પ્રીતમને બે ત્રણ લપડાક લગાવી પછી હાથ પકડીને દુકાનમાં લાવી. “ચાલ હવે બધુ ગોઠવી લઇએ.” કહીને બધુ વ્યવસ્થિત ગોઠવીને બોલી. “હવે તો તુ શેઠિયો બની ગયો ને? મારા પપ્પા પાસે માંગુ નાખ ને.” “હં” “હા પ્રીત તુ કેમ મારા દિલની વાત સમજી નથી શકતો. એક છોકરી જયારે એક છોકરા પર આટલો બધો વિશ્વાસ કરે છે ત્યારે તેના દિલમાં કુણી લાગણી હોય જ છે. જેમ તારી આઁખોમાં હુ મારા પ્રત્યે અગાધ પ્રેમ જોવ છુ તેમ હુ પણ તને ખુબ જ પ્રેમ કરુ છુ અને તારી સાથે આખી જીંદગી વિતાવવા માંગુ છુ. મારા માતા પિતા પાસે મારો હાથ માંગી આવ ને.” “માંગી તો આવુ. હુ પણ તને ખુબ ખુબ અને ખુબ જ પ્રેમ કરું છુ. પરંતુ હુ કયાં અને તુ કયાં? તારુ ફેમિલી મારા જેવા સાથે તારા લગ્ન શા માટે કરે? એક પણ વાત એવી નથી કે જેમા હું તમારી તોલે આવી શકું.” “તો ચલ આપણે ભાગી જઇએ અને આ બધાથી દુર આપણો સંસાર વસાવીએ જ્યાં કોઇ જાતના બંધનો જ ન હોય. બસ તુ અને હુ જ હોઇએ. મને બધુ મંજુર છે. તુ મને મળતો હોય તો હું ઝુંપડામાં પણ મારુ આયખુ વિતાવવા તૈયાર છું.” “ભાગીને ક્યાં જઇશુ? મારી પાસે આટલા પૈસા નથી કે હુ તને નિભાવી શકુ અને વળી તને ખબર જ છે કે મારા પરિવારે કેટલુ ભોગવવુ પડશે? મારા માતા પિતાના દિલ અને તેના સજાવેલા અરમાન તૂટી જશે યાર.” “તો શું આપણે આપણા પ્રેમની જ કુરબાની આપવી પડશે?” “મારો કહેવાનો એવો કોઇ ઇરાદો નથી. પણ મને જીંદગીમાં થોડો આગળ વધી જવા દે, પૈસા કમાવા દે પછી વટથી આવીશ તારા પિતાજી પાસે પછી તેની પાસે કોઇ કારણ જ નહિ રહે મને રિજેક્ટ કરવા માટે. તે રાજીખુશીથી તારો હાથ મને સોંપી દેશે.” “થઇ જશે ને આ બધુ યાર?” રીટા પ્રીતમને વળગી પડીને બોલી,

“હા, યાર બધુ જ સારૂ થઇ જશે. તું મારા પર અને ભગવાન પર વિશ્વાસ રાખજે.”

નાનકડી અમથી હતી પરંતુ પ્રીતમ માટે તેના પ્રેમ અને સપના સાકાર કરવા માટેની બારી હતી. તે હવે દિલથી તનતોડ મહેનત કરતો. તેને ગમે તેમ કરીને ધનવાન થવુ હતુ. તે રાત પાળીમાં પ્રાઇવેટ જોબ કરતો અને પોતાનુ પેટ તોડીને પૈસા બચાવતો. તે રીનાને મેળવવા માટે બધુ કરી છુટવા તૈયાર હતો. “એ જી સાંભળો છો?” “હા બોલ ને” “એક ગુડ ન્યુઝ છે.” “ગુડ ન્યુઝ ફરીથી યા” પ્રીતમ તો રીનાની વાત સાંભળીને ખુશીથી પાગલ થઇ ગયો. તે પથારીમાંથી ઉઠીને નાચવા લાગ્યો ત્યારે તેની માતાએ તેના પર ગુસ્સાથી પાણીની ડોલ ઠાલવી દીધી અને તેનુ સુંદર સપનુ ટુટી ગયુ. ******************************************* માણસની ઇચ્છા અને તેની કિસ્મત કયારેય એક પાટા પર ચાલી શકતા નથી. મોટેભાગે જીવનમાં અણ ધાર્યુ જ આગળ થાય છે. બધુ આપણી મન મરજી પ્રમાણે ચાલતુ હોત તો આ દુનિયામાં કોઇ ભગવાનને માનત જ નહી. ઉંમર લાયક દીકરી થાય એટલે માતા પિતાની રાતની ઉંઘ ઉડી જાય છે. બસ તેના માટે યોગ્ય પાત્ર પસંદ કરી તેને સાસરે વળાવવાની ઉતાવળ એવી આવી જાય છે કે પછી તેના સિવાય બીજુ કાંઇ સુઝતુ જ નથી તેવી જ હાલત ભુપત મહેતાની હતી. ભુપત મહેતાની એક જ મહેચ્છા હતી કે તેની વ્હાલસોયી પુત્રી રીનાને યોગ્ય અને તેનાથી પણ ઉચ્ચ અને ભદ્ર કુટુંબના પુત્ર સાથે પરણાવવી. એ જ ઇચ્છાને વાસ્તવિકતામાં બદલવા માટે ભુપત મહેતા પણ એક પછી એક છોકરાઓને જોવા લાગ્યા અને તેને અને તેના પરિવારને તેણે નક્કી કરેલા માપદંડ પ્રમાણે તપાસવા લાગ્યા અને રીટા માટે સપના સજાવવા લાગ્યા. એકથી એક ચડિયાતા છોકરાવ હોવા છતાંય રીટા બધાને રિજેક્ટ કરતી રહેતી હતી. આમ અને આમ મહિનાઓ વીતવા લાગ્યા અને એક વર્ષ થઇ ગયુ. તેમા રીટાએ દસ છોકરાને રિજેક્ટ કરી નાખ્યા. આથી એક દિવસ તેના પિતાજીએ તેને પાસે બેસાડીને કહ્યુ, “કેમ બેટા તુ લગ્ન માટે અચકાઇ છે? તને કાંઇ પ્રોબ્લેમ છે તો ખુલ્લા દિલથી તુ મને કહી શકે છે.” “પપ્પા મારે અત્યારે લગ્ન નથી કરવા. હું માનસિક રીતે લગ્ન માટે હજુ તૈયાર નથી.” “દીકરા તારી ઉંમર પચ્ચીસની થવા આવી છે. હવે લગ્નની ઉંમર વિતવા લાગી છે. તારે કેમ અત્યારે લગ્ન નથી કરવા બેટા? એક વખત યોગ્ય સમય જતો રહે ત્યાર બાદ યોગ્ય પાત્ર મળવુ ખુબ અઘરૂ છે બેટા.” “પપ્પા, મારે હજુ અભ્યાસ કરવો છે. કેરિયર બનાવવુ છે. આ લગ્નની જંઝટમાં પડ્યા બાદ મારુ કેરિયર બરબાદ થઇ જશે.” પપ્પાનો સ્વભાવ જાણતી રીટાને ખબર હતી કે હાલ જો તે પ્રીતમની વાત કહેશે તો તેના પપ્પા ક્યારેય નહી માને તેથી તે વાત ટાળવા લાગી. “બેટા આજે જમાનો બદલાઇ ગયો છે. લગ્ન બાદ પણ તુ તારા સપના પુરા કરી શકે છે. આજકાલના યુવાનો પોતાની પત્નીને રોકતા નથી. પરંતુ પ્રોત્સાહન આપે છે. આપણે એવા પરફેકટ જ યુવક ને પસંદ કરીશુ. તુ આવા નકામા વિચારો છોડી દે બેટા.”

“પપ્પા એવો યોગ્ય યુવક લાગશે તો હુ તમને કહીશ પણ ત્યાં સુધી પ્લીઝ મને દબાણ ન કરો.” “બેટા તે જે યુવકોને રિજેકટ કર્યા તે બધા પરફેકટ જ હતા. શ્રીમંત ખાનદાન, સારી નોકરી, ઉચ્ચ અભ્યાસ અને તને સ્વતંત્ર્તા મળે તેવા કુટુંબ હતા. શુ ખામી લાગી તને મારી પસંદગીમાં?” “પપ્પા પ્લીઝ મારે મારી પસંદ સાથે લગ્ન કરવા છે.” રીટાને જીભમાં લોચો વળવા લાગ્યો. “મને ખબર છે બધી તારા મનમાં શું છે? પરંતુ એવા ફટીચરના સપના ભુલી જા. ભુપત મહેતા ની દીકરીના લગ્ન થશે તો ઉચ્ચ અને શ્રીમંત પરિવારમાં. નોકરોના ઘરે તો કયારેય નહિ.” “તો પપ્પા મારી પણ વાત સાંભળી લો. હુ પરણીશ તો પ્રીતમને જ બાકી આજીવન કુંવારી જ રહેવાની હું.” રીટાની વાત સાંભળીને ભુપત મહેતાને એટલો ગુસ્સો આવ્યો કે તેને એક તમાચો ચોડીને હુકમ કર્યો કે, “રેવતી તારા લાડ પ્રેમે જ આને બગાડી છે. પિયુષના પપ્પાને મે હા પાડી દીધી છે. હવે લગ્નની તૈયારી કરવા લાગજો. કાલે પંડિતજીને બોલાવી મુહુર્ત નક્કી કરી લઇએ.” ************************************* “કોઇ ડુબી રહ્યુ છે. બચાવો બચાવો. ગોવાના દરિયાકાંઠે બુમરાણ મચી ગઇ. “મારી પત્ની રીટાને કોઇ બચાઓ પ્લીઝ હેલ્પ હર.” લાઇફ ગાર્ડે દોડીને દરિયામાં કુદકો લગાવીને ડુબી રહેલી રીટાને ઉંચકીને બહાર લઇ આવ્યો. ખુબ જ પાણી પી ગયેલી રીટા બેશુધ્ધ બની ચુકી હતી. પોતાની ટ્રેનિગમાં શીખવ્યા મુજબ શરીરમાંથી પાણી કાઢીને કુત્રિમ શ્વાસોશ્વાસ આપીને રીટાને ભાનમાં લાવી. આંખો ખોલતા જ નજર સમક્ષ પ્રીતમને જોઇને રીટાને જાણે અલગ જ અહેસાસ થઇ આવ્યો. તેને ફરીથી પોતાની આંખો બંધ કરી દીધી. આસપાસના સૌ કોઇ અજાણ હતા. “થેન્ક્યુ સો મચ મિસ્ટર તમે મારી પત્નીની જીંદગી બચાવી લીધી” રીટાના પતિ પિયુષે લાઇફ ગાર્ડ પ્રીતમ સાથે હાથ મિલાવતા કહ્યુ. “ધીસ ઇઝ માય ડ્યુટી સર. નાઉ ટેક કેર ઓફ યોર વાઇફ” ભુતકાળમાંથી છુટવા માટે તે ફટાફટ દુર જતો રહ્યો. આંખમાંથી નીકળેલા આંસુ મોઢા પરની ભીનાશ સાથે ટુવાલમાં લુછીને તે પોતાની હેડ ઓફિસ પર ગયો.

“સર, મારે થોડા દિવસની રજાઓ જોઇએ છે.” “કેમ? અત્યારે?” “બસ, સર થોડુ શરીરમાં અન્કમ્ફટેબલ ફીલ થાય છે.” “મિસ્ટર પ્રીતમ તમને ખબર છે કે અત્યારે ફુલ સીઝન છે એન્ડ પ્રવાસીઓનો ખુબ જ ધસારો છે અને લાઇફ ગાર્ડ પણ ઓછા પડે છે ત્યારે તમને કેમ રજા મળી શકે?” “પરંતુ સર થોડા જ દિવસ....... “પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સીઝન બાદ લીવ લઇ લેજો. કોઇની જીંદગી બચાવવાની જોબ છે.” “ઓ.કે આઇ વીલ મેનેજ માય સેલ્ફ.” ભુતકાળથી પીછો છોડવવાના નિષ્ફળ પ્રયાસ સાથે તે પોતાની હેડ ઓફિસ છોડીને કર્મભુમિ દરિયાકાંઠે આવ્યો. ગાઇડ થોડા પ્રવાસીઓ સાથે ત્યાં રાહ જોઇ રહ્યો હતો. તે દોડતો ગયો અને બોટિંગ માટે આવેલા પ્રવાસીઓને સલામતી અંગે સુચનો આપવા લાગ્યો.

ક્રમશઃ