પાસવર્ડ - 24 Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

પાસવર્ડ - 24

પ્રકરણ નં.૨૪

સરહદની પેલે પાર....

રાજવી પરિવારના વૈભવી મહેલના પાછલા હિસ્સામાં સ્થિત ખુફિયા તહેખાનાના લોકર રૂમમાં લોક કરાયેલા સ્ટીલના છ બોક્સનો નિકાલ કરવા આદિત્યરાજસિંહે વિનંતી કરતા સૌ તેમની લોકર રૂમમાં પહોંચ્યા. ત્યાં પડેલા સ્ટીલના બોક્સ પર દેખાતી નાનકડી સ્ક્રીન પર બ્લ્યુ રંગની લાઈટ લબકઝબક થતી હતી..... મુકેશ અને વિજય આશ્ચર્યથી એ બોક્સને જોઈ રહયા હતાં. જોકે, રાજેશ્વર અને કાર્તિકના ચહેરા પર હળવું સ્મિત ફરકી રહયું હતું. મુકેશ અને વિજય એ વિચાર કરી રહયા હતાં કે, આ બોક્સ ખોલવા કઈ રીતે?

" મહારાજ સાહેબ એક સવાલ પૂછવાનું મન થાય છે. આપ અનુમતિ આપો તો પુછુ." મુકેશે કહ્યું.

" હા ચોક્કસ પૂછો " આદિત્યરાજસિંહે પણ નમ્રતાથી જવાબ આપ્યો.

" મને તો એવા સમાચાર મળ્યા હતાં કે, અનંતરાયે માત્ર ત્રણ બોક્સ રવાના કર્યા છે તો પછી આ એકસરખા દેખાતા છ બોક્સ કેવી રીતે અહીં પહોંચ્યા?"

રાજવી હસવા લાગ્યા. થોડી વાર બાદ કહ્યું, " આપની વાત સાચી છે. અનંતરાયે માત્ર ત્રણ જ બોક્સ મોકલ્યા હતાં. જોકે અનંતરાયના ગ્રુપના એક પણ માણસને એ ખબર ન્હોતી કે, અનંતરાયે બાકીના ત્રણ બોક્સ પણ અમારા એ ખંઢેરમાં પઠાણ ગ્રુપ પાસે પહોંચાડી જ દીધા હતાં. આ પછી સોલાર પાવર સંચાલિત વાહન પર તેઓને તેડવા આવેલા મારા માણસોએ રાતોરાત જ માત્ર ત્રણ બોક્સ નહી પરંતુ છ એ છ બોક્સ એ વાહનોમાં લાદી દીધા હતાં." રાજવીની વાત સાંભળી મુકેશ અને વિજયની આંખો પહોળી થઇ ગઈ. તેઓને પણ આ વિશે કશી જ ખબર ન્હોતી. ઓકે. ચાલો. એ તો બધું ઠીક છે. આ બોક્સ કેવી રીતે ખોલીશું?

રાજેશ્વર તુર્ત જ આગળ આવ્યો. તેણે સ્ક્રીન પર મોબાઈલ ફોન જેવા જ કી પેડ પર એબીસીડી .... થી એક્સવાયઝેડ સુધીના અક્ષરો પર પોતાનો પાસવર્ડ એન્ટર કરતા જ તેની બાજુમાં ચાર બાય ચાર ઇંચનું એક ખાનું ખુલ્યું. જેમ સુટકેશ લોક કરવા આંકડાવાળા સાદા લોક હોય છે તેવો છ આંકડાનો લોક એ ખાનામાં દેખાયો. રાજેશ્વરે તુર્ત જ છ આંકડાનો એક ફિગર એન્ટર કરતા જ સ્ટીલનું બોક્સ અનલોક થઇ ગયું. રાજવી નજીક આવ્યા અને બીજા પાંચેય બોક્સ ખોલી નાંખવા સૂચના આપતા રાજેશ્વરે એક પછી એક બોક્સ અનલોક કરી નાંખ્યા. મુકેશ અને વિજયને હવે એ જોવાનો ઇંતેજાર હતો કે, સાલું આ બોક્સમાં એવું તે શું છે કે તેમાં બબ્બે લોક રાખવા પડ્યા છે?

રાજવી આદિત્યરાજસિંહ અનલોક થયેલ બોક્સની નજીક આવ્યા. રાજેશ્વરે માત્ર લોક ખોલી આપ્યા હતાં. બોક્સ નહી. તે ઇચ્છતો હતો કે, આદિત્યરાજસિંહ જ તેમના હાથે બોક્સ ખોલે. રાજવીએ એક પછી એક બોક્સ ખોલી નાંખ્યા. એક એક હજારની ચલણી નોટોના બંડલથી છલોછલ ભરાયેલા પાંચ બોક્સ એક ખાસ પ્રકારના સફેદ કાગળથી ઢાંકી રાખવામાં આવ્યા હતાં. છઠ્ઠું બોક્સ ખુલતા જ તેમાં સ્ટેમ્પ પેપર લખાયેલા જમીન મકાનના દસ્તાવેજ જેવા કાગળોનો થપ્પો, એક લેપટોપ અને એક નકશો જોવા મળ્યા. આ બધું જોઈને મુકેશ-વિજય દિગ્મૂઢ થઇ ગયા. તેમનું મગજ કામ કરતું બંધ થઇ ગયું. તેમને એ વિચાર આવ્યો કે, એક એક હજાર રૂપિયાના થપ્પે થપ્પા લાવવા માટે બબ્બે અઘરા કોડવર્ડ અને પાસવર્ડ ધરાવતા સ્ટીલના બોક્સનો ઉપયોગ થાય એ સમજી શકાય એવું છે પરંતુ શું માત્ર સ્ટેમ્પ પેપર, લેપટોપ અને એક નકશાને રાખવા માટે પણ એવા જ એક બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો? એ વાત પચે તેવી નથી. લેપટોપમાં કોઈક એવી માહિતી છે જેને પણ પાસવર્ડથી પ્રોટેક્ટ કરવામાં આવી છે. સ્ટેમ્પ પેપરમાં કયા વિષયનું લખાણ કરાયું હશે કે તેના વિશે આટઆટલી ગુપ્તતા રાખવામાં આવી હશે? સાથે જ રાખવામાં આવેલ નકશો કયા હેતુ માટે રાખવામાં આવ્યો હશે એ પણ આસાનાથી સમાજમાં આવે તેમ નથી.

" મહારાજ સાહેબ આપે કહ્યું હતું એ મુજબના તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવી મંગાવવામાં આવેલા છે. તેમાં જરૂરી નકશો પણ દોરાવ્યો છે. આ ઉપરાંત તેમાં એક લેપટોપ પણ છે જેમાં મહત્વની તમામ માહિતી છે. આ લેપટોપ પણ એક ખાસ પાસવર્ડથી લોક કરાયેલ છે. " રાજેશ્વરે મહારાજ આદિત્યરાજસિંહનું ધ્યાન દોર્યું. મહારાજ કોઈક પ્રતિભાવ આપવા જતા જ હતાં ત્યાં........જ......

.....અચાનક જ તહેખાનામાં વીજળી ગુલ થઇ ગઈ. ચારેકોર માત્ર નર્યો અંધકાર છવાઈ ગયો. અંધકારનો લાભ ઉઠાવી મુકેશ અને વિજયે એક ગુપ્ત કાર્ય કરી લીધું. જનરેટર શરૂ થતા જ થોડી વારમાં જ લાઈટ આવી ગઈ. રાજેશ્વર, કાર્તિક અને આદિત્યરાજસિંહને કશી ગંધ પણ ના આવી કે ગણતરીની પળો માટે છવાયેલા અંધકાર દરમ્યાન મુકેશ અને વિજયે શું કર્યું હતું. રાજેશ્વર અને આદિત્યરાજસિંહે એક બાબતને નજરઅંદાજ કરી હતી કે, મુકેશ અને વિજય કેવા ચકોર, હોશિયાર અને બાહોશ એજન્ટ છે? વીજળી પૂન:સ્થાપિત થતા તેઓ ફરી પાછા કામે વળગ્યા.

"સચિવાલય અને ગૃહ મંત્રીના નિવાસેથી તમે કોમ્યુટર, લેપટોપ, મોબાઈલ, હાર્ડ ડિસ્ક, કેટલીક ફાઈલો સહિતની સામગ્રી અહીં ભેગી લેતા આવ્યા છો. હવે આ ચીજ વસ્તુઓનું શું કરીશું?" આદિત્યરાજસિંહે રાજેશ્વરને સવાલ કર્યો.

" મહારાજ સાહેબ આ સામગ્રી હું મારી સાથે લેતો જવાનો છું. આપણે એ જાણવું જરૂરી છે કે, ગૃહ મંત્રી પાસે આપણી કોઈ ગુપ્ત માહિતી પહોંચી છે કે કેમ? અને પહોંચી છે તો કેટલી ?"

" ઓકે, નો પ્રોબ્લેમ "

" અમારૂ કામ તો અહીં પૂર્ણ થયું છે તો પછી અમે શક્ય તેટલા વહેલા જ અહીંથી પાછા અમારા વતન પરત પહોંચી જઈએ."

" ઓકે. હું વ્યવસ્થા કરાવું છું."

***

સુનિલે તેના ઉચ્ચ અધિકારીને આ આખા મામલાની જાણકારી આપી. સુનિલે એ પણ કહેલું કે, પોલીસને પી.આર. કન્સલ્ટન્સી કંપનીના કોમ્પ્યુટરમાંથી કોડવર્ડ આધારિત એક ભેદી મેસેજ પણ મળ્યો છે અને તે મેસેજ કાંઈક આ રીતે લખાયો છે. EATWHY1029384756DPRLOEWASSSEALPODCNKACEOD.

આ આખી વાત સાંભળી સુનિલના ઉચ્ચ અધિકારીએ તેને નિશ્ચિંત થઇ જવાની સલાહ આપી. સુનિલે તેના ઉપરીથી એ વાત છુપાવી કે, તેણે અને સૂર્યજીતે અગાઉથી જ આ મેસેજ મહદ અંશે ઉકેલી નાંખ્યો છે. સૂર્યજીત અને સુનિલને લાંબી કસરત બાદ માત્ર એટલી જ ખબર પડી હતી કે, આ કોડેડ મેસેજ કાંઈક એવું કહેવું માંગે છે કે, PLEASELOCKCODEANDPASSWORD.

***

સરહદની આ પાર.....

" અરે.....વા....હ.......વાહ ....વાહ..." ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝા ખુરશીમાંથી ઉભા થઇ ગયા ને તેમના મ્હોમાંથી શબ્દો સારી પડ્યા હતાં. તેને સંદેશો મળ્યો હતો કે, અધિરાજના ગ્રુપમાં સામેલ થઇ ચુકેલા તેના બંને ઇન્ટેલિજન્સ ઓફિસરો અને તેમને સુરક્ષા કવચ આપી રહેલા અન્ય ત્રણ ઇન્ટેલિજન્સ ઓફિસરો તેમનું કામ પુરૂ કરી વતન પાછા આવવા નીકળી ગયા હતાં. બંને ઇન્ટેલિજન્સ ઓફિસરો ત્યાં પહોંચ્યા બાદ સીધા જ અધિરાજ પાસે જવાના હતાં. આ સંદેશો મળ્યાને સારો એવો સમય પસાર થઇ ગયો હતો. પોતાના ઇન્ટેલિજન્સ ઓફિસરોના ફોન કોલનો ઇંતેજાર કરી રહેલા જ્યોર્જ ડિસોઝાની આતુરતાનો આખરે અંત આવ્યો. તેને જોકે એ ખબર જ હતી કે, ઇન્ટેલિજન્સ ઓફિસરો પાસેથી કેવો રિપોર્ટ મળવાનો છે. ટેલીફોનની રિંગ વાગી. તેમણે એક પળનો વિલંબ કર્યા વગર ફોન ઉપાડ્યો અને સીધો જ સવાલ પૂછ્યો.

" યસ...વોટ ઇઝ ધ ન્યુઝ ?"

" સર... અમે અહીં પહોંચ્યા બાદ અધિરાજના બંગલે ગયા હતાં. જ્યાં તેણે અમારી સાથે વિડીયો કોન્ફરન્સિંગ સિસ્ટમના માધ્યમથી અમારી સાથે વાત કરી હતી. આપે અમોને અગાઉથી જ સૂચના આપી હતી કે અમારે અધિરાજના આદેશ મુજબ જ કામ કરવાનું છે એટલે અમે તેને પણ અમારો રીપોર્ટ આપી દીધો છે. સચિવાલય ઉપર હુમલો થયો તે દરમ્યાન અમે અધિરાજની સૂચના મુજબ જ ગૃહ મંત્રીને એવી જગ્યાએ પહોંચાડી દીધો છે કે જ્યાં ગયા બાદ કોઈ ક્યારેય પાછું આવી શકતું નથી. ગૃહ મંત્રીને મારતા પહેલા અમે તેની પાસેથી તેના બંને મોબાઈલ ફોન છીનવી લીધા હતાં. આ પછી તેના વસ્ત્રોમાં આપણા બે મોબાઈલ રાખી દીધા હતાં. રાજેશ્વર ગૃહ મંત્રીની ઓફિસમાંથી જે બે મોબાઈલ લઇ ગયો છે તે આપણા છે. બીજું એ કે, તેના કોમ્પ્યુટર અને લેપટોપમાંથી જેટલી પણ માહિતીની કોપી કરવી શક્ય બની તે અમોએ અમારા ડીવાઈસમાં સ્ટોર કરી રાખી છે. "

" વેરી ગૂડ. ગૃહ મંત્રીના બંને મોબાઈલ તમે ચેક કર્યા? શું જાણવા મળ્યું? "

" સર તમને એ જાણીને ખુબ જ નવાઈ લાગશે કે, તે આપણા ગૃહ મંત્રી સાથે તેમજ આપણી જે સેન્ટ્રલ જેલમાં હત્યા કાંડ થયો હતો તેના જેલર સાથે ગાઢ સંપર્ક ધરાવતો હતો."

" હમ્મ્મ્મ્મમમ......ધેટ્સ સિરિયસ. તેનો એક મતલબ એવો પણ થાય છે કે, હત્યા કાંડમાં તેઓ બંનેની કોઈક ભૂમિકા ચોક્કસ હોઈ શકે છે. બટ વ્હાય ? સ્વાલ એ ઉપસ્થિત થાય છે કે, શા માટે?"

" યસ સર...એબ્સોલ્યુટલી. આઈ થીંક સો. "

" તેના કોમ્પ્યુટર અને લેપટોપમાંથી શું જાણવા મળ્યું?"

" થોડી માહિતી મળી છે. ગૃહ મંત્રી અને આદિત્યરાજસિંહ વચ્ચે પણ નિયમિત સંપર્ક હોવાનું પ્રસ્થાપિત થાય છે. "

" ઓકે, તમે અહીં મારી પાસે પાછા ક્યારે આવો છો?"

" બસ થોડા સમયમાં જ સર. ઇન્ટેલિજન્સ ઓફિસરોએ જવાબ આપ્યો.

" ઓકે, આઈ વિલ બી વેઇટિંગ ". જ્યોર્જ ડિસોઝાએ વાતચિત પુરી કરી ફોન કાપી નાંખ્યો.

***

અનંતરાયના છ એ છ મિત્રો પણ વતન પાછા આવી ચુક્યા હતાં. અનંતરાયે તેઓને ખુબ ખુબ શાબાશી આપીને બિરદાવ્યા. ઉપરાંત રૂપિયા ભરેલી એક એક સુટકેશ પણ આપી રાજીના રેડ કરી દીધા ને ભવિષ્યના મિશન માટે તૈયાર રહેવા સૂચના પણ આપી હતી. જ્યારે અનંતરાયના કહેવાથી અધિરાજના ગ્રુપમાં સામેલ થઇ શકેલા બે ઇન્ટેલિજન્સ ઓફિસરો પણ અનંતરાયને મળવા પહોંચ્યા. જોકે અનંતરાયને એ ખબર ન્હોતી કે, તેણે અધીરાજ્ના ગ્રુપમાં સામેલ કરેલા એ બંને શખ્સો ઇન્ટેલિજન્સ એજન્ટ છે. અધીરાજનું મિશન સફળ થયું હતું. અનંતરાય અત્યંત ખુશ હતાં. આ બંને શખ્સોએ પણ અધિરાજની સૂચના મુજબ મિશનમાં પોતાની ભૂમિકા બખૂબી નિભાવી હતી. તેમણે પોતાના કારનામાં વિશે થોડી વાર પહેલા જ અધિરાજ સાથે વિડીયો કોન્ફરન્સમાં વાત થઇ હતી. ત્યારબાદ તેઓએ ડાયરેક્ટ જ ઇન્ટેલિજન્સ એજન્સીના ચીફ જ્યોર્જ ડીસોઝાને પોતાનો રીપોર્ટ આપી દીધો હતો. આ તમામ બાબતોથી અનંતરાય સ્વાભાવિક રીતે જ અજાણ હતાં. અનંતરાય સાથે મુલાકાત કર્યા બાદ તેઓ બંને ગોપાલદાસને પણ મળ્યા અને તે તો એટલી હદે ખુશ થઇ ગયા હતાં કે, પૈસાથી બંને શખ્સોને માલામાલ કરી દીધા. ગોપાલદાસ સાથેની મુલાકાત ટૂંકાવી બંને ઓફિસરો પોતાના નિવાસે ગયા જ્યાં તેમના સાથી ત્રણ ઇન્ટેલિજન્સ ઓફિસરો સરહદ પારથી લાવવામાં આવેલા ઈલેક્ટ્રોનિક ડિવાઇઝ અને ત્યાંના કોમ્પ્યુટરમાંથી મેળવવામાં આવેલી માહિતીનું વિશ્લેષણ કરી રહયા હતાં. આ કામ ઝપાટાબંધ પુરૂ કરી તેઓ પાટનગર જવા રવાના થઇ ગયા.

***

બીજી તરફ રાજેશ્વર અને કાર્તિક પણ વતન પરત ફર્યા બાદ કાંઈક આવી જ કામગીરીમાં ગૂંથાઈ ગયા હતાં.તેઓએ સાથે લાવેલા તમામ ઇલેક્ટ્રોનીક્સ ડીવાઈસમાંથી માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જોકે તેમના આશ્ચર્ય વચ્ચે ગૃહ મંત્રીના બે મોબાઈલમાંથી તેઓને કશું જ મળ્યું નહી પરંતુ તેના કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કના ડેટામાંથી તેમને સ્કેન કરેળા એક કાગળની ચાબરખીની ઈમેજ જોવા મળી. રાજેશ્વર દંગ રહી ગયો. આ એ જ ચબરખી હતી જે પી. આર. કન્સલ્ટન્સી કંપનીના એક કોમ્પ્યુટરમાંથી નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતના હાથમાં આવી ગઈ હતી અને તેના વિશે સૂર્યજીત તપાસ કરી રહયો હતો. રાજેશ્વર સમજી ગયો કે, વિદેશી ગૃહ મંત્રી પાસે આ કોડવર્ડ આધારિત પાસવર્ડ કેવી રીતે પહોંચ્યો હશે. જોકે હવે તો એ ગૃહ મંત્રી ખુદ જ સ્વધામ પહોંચી ગયો હોવાથી રાજેશ્વર વધુ ચિંતિત ન્હોતો. આમ છતાં તે કોઈ ચાન્સ લેવા માંગતો ન્હોતો. તેણે તુર્ત જ બાકીના ઇલેક્ટોનીક્સ ડિવાઈસના ડેટાનું પૃથ્થકરણ કર્યું. ત્યારબાદ તે અને કાર્તિક પૂન: પાટનગર જવા રવાના થઇ ગયા. આમ પણ હવે સમગ્ર પ્રકરણ પર પૂર્ણવિરામ મુકવાનો સમય આવી પહોંચ્યો હતો અને કદાચ તેની જાણ બહાર એક નવા ભયાનક ભેદી પ્રકરણનો આરંભ થવા જઈ રહયો હતો!!!

***

પડોશી દેશના ઇન્ટેલિજન્સ ચીફ અબ્રાહમ ક્રિસ્ટોફરને તેના બંને જાસૂસોએ આપેલી માહિતી પરથી માત્ર એટલી જ ખબર પડી હતી કે, તેમના જ દેશનો ગૃહ મંત્રી પી. આર. કન્સલ્ટન્સી કંપનીના હોદેદારોના અપહરણ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડના મૂળમાં છે. આ ઉપરાંત ત્યાં બનાવટી ચલણી નોટ છાપવા અંગેના કોઈ ગુપ્ત કાવતરા વિશે પણ આ આખો મામલો રચવામાં આવ્યો હતો. ગૃહ મંત્રી એ જાણવા માંગતો હતો કે, પી. આર. કન્સલ્ટન્સી કંપનીએ એવી તે કઈ ગુપ્ત યોજના ઘડી કાઢી છે? અબ્રાહમ ક્રિસ્ટોફરને એ ખબર ન્હોતી કે, માત્ર બંને દેશના રાજકારણ અને લોકોને જ નહી પરંતુ સમગ્ર વિશ્વના રાજકારણમાં જોરદાર ચર્ચા જગાવે એવા એક ખોફનાક ષડયંત્રની આ તો કદાચ હજુ શરૂઆત માત્ર હતી. અબ્રાહમના ચહેરા પર ખુશી ચમકી રહી હતી. તેને જે કાંઈ વિગતો મળી હતી તે તેના માટે ખુબ જ ચોંકાવનારી હતી. પોતાના બંને જાસૂસોએ આપેલી આ ખાનગી વિગતો જાણીને અબ્રાહમ અત્યંત રાજી થયા હતાં. જોકે અબ્રાહમ ક્રિસ્ટોફરને ચિંતા એ વાતની થતી હતી કે, પડોશી દેશની પી. આર. કન્સલ્ટન્સી કંપનીએ એવી તે કઈ ગુપ્ત યોજના ઘડી હશે જે વિશે ગૃહ મંત્રી માહિતી મેળવવા ઇચ્છતા હતાં? ખરેખર શું એવી કોઈ યોજના ઘડાઈ હશે ખરી કે પછી વાત બીજી જ કાંઈક હશે ? ગૃહ મંત્રીની હત્યા થઇ જતા હવે આ ભેદી રહસ્ય કાયમને માટે એક રહસ્ય જ બની રહેશે. એ રહસ્ય ગૃહ મંત્રીની સાથે જ ઉપર ચાલ્યું ગયું હતું.

***

બીજી તરફ ખાનગી ડિટેકટીવ સત્યપ્રકાશના એજન્ટ મુકેશ અને વિજય સ્વદેશ પરત આવી ચુક્યા હતાં અને તેઓ સત્યપ્રકાશના ઘેર બેઠા હતાં. તમે ટીવી ન્યુઝ ચેનલ પર તાજ્જા બ્રેકિંગ ન્યુઝ તો જોયા જ હશે?"

" યસ તમે બંનેએ રંગ રાખ્યો. અને હા અનંતરાયના આખા ગ્રુપે પણ જે રીતે યોજના પાર પાડી છે તે અદભૂત છે. હવે એ કહો કે, સચિવાલયના ઓપરેશન બાદ શું બન્યું? પેલા સ્ટીલના બોક્સનું શું થયું એ વિશે પણ મને માહિતી આપો.

" જી.. સર..., આખી વાત જણાવીએ. અમોને એમ લાગે છે કે, પી. આર. કન્સલ્ટન્સીનું અપહરણ કાંડ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડ બાદ આપણે મેદાનમાં આવ્યા ને પછી પોલીસ કમિશનર અને આપણા ગૃહ મંત્રીને ધમકીઓ આપીને ડરાવ્યા એ બધું તો ઠીક છે પરંતુ આ આખા મામલા પાછળ ખરૂ કારણ માત્ર બોગસ ચલણી નોટ નહી પરંતુ એક એવા મહાભયાનક અને સૌને હચમચાવી નાંખે તેવું ષડયંત્ર છે કે, એ વિશે જાણીને આપ સ્તબ્ધ બની જશો......."

" એવું તે શું ધ્યાનમાં આવ્યું છે?"

" સર અમે તમોને એ વાત કહીશું પરંતુ આપણા ત્રણ સિવાય એ વાત ચોથા કોઈ માણસ પાસે ના જાય એ આપણા દેશના હિતમાં છે."

" આઈ પ્રોમીસ માય બોય...ડોન્ટ વરી...ગો અહેડ...."

" તો સાંભળો સર...."

( વધુ આવતા અંકે....)

******************