surgical strike ni aarpar books and stories free download online pdf in Gujarati

સર્જીકલ સ્ટ્રાઇક ની આરપાર

સર્જીકલ સ્ટ્રાઇક ની આરપાર

હમણાં જ ઉરીના હુમલા બાદ ધુંઆ-ફૂંઆ થયેલા ભારતના લશ્કરે સર્જીકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં ધબધબાટી બોલાવી દીધી.

Indian Armyની આ સર્જીકલ સ્ટ્રાઇકને દેશ ના ખુણે-ખુણે આનંદ અને ઉમંગથી વધાવી. ચારેકોર લશ્કરના જવાનો ના વખાણ થયા.દેશવાસીઓના કોલર ગર્વથી ઊચાં થયા. દરેકના ચહેરા પર ગજબ નું નૂર છલકાતું અને ગામ ને છેવાડે નાનામાં નાના માણસની છાતી પણ ભાવ અને ગર્વથી છપ્પનની થઇ ગઇ.

પણ શું આપણે જાણીએ છીએ કે માભોમ માટે સતત જાગ્રત રહેતા, બંદુક્ની નોક પર નજરની ધારને અવીરત પણે ટકાવી રાખતા આપણા બહાદુર બંકાઓની જીવનગાથા શું હોય છે? ઘર પરીવાર થી દુર આપણા માટે રહેતા, આપણા રક્ષણ માટે જીવતા અને જાગતા આ જુવાનોનાં મનમાં પણ અસમંજસ ચાલતી હોય છે. છે.પણ એ લોકો એમની અસમંજસ ને જરા પણ હાવી થયા દીધા વગર માત્ર અને માત્ર એમની ફૌજ, એમના સિનિયર, એમની આર્મી અને એમના દેશને જ વફાદારી પૂર્વક વરેલા હોયછે. છે.એમનો જીવન મંત્ર બસ એક જ હોય છે “લક્ષ્ય તો હર હાલ મે પાના હે.”

આવો જ એક મક્કમ મનોબળ વાળો આપણો ગુજરાતી યુવાન કે જેણે જીવનના બાર વર્ષ આર્મીને, દેશને સમર્પિત કર્યા છે અને હજી કરી પણ રહ્યો છે. છે.એની વાત લઇ ને આપની સમક્ષ આવી છું.

સોલ્જર મનોજ શર્મા

ઉંમર : ૩૦ વર્ષ

પોસ્ટિંગ : બિકાનેર

નિવાસી : વડોદરા

રાજ્ય : ગુજરાત

દેશ : ભારત

૨૧ વર્ષે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ, પણ નાનપણ થી જ એક ચાહત રહી હતી કે બધા કરતા કંઇક અલગ કરવું, ટોળાં થી અલગ સિંહ થઇ ને ફરવું છે. એવી વિચારધારા એ ધીરે ધીરે આર્મી પરત્વેનું આકર્ષણ વધાર્યું અને એક દિવસ આ નિડર, જોશ ભર્યા યુવાને આર્મી મા જોડાવાનો મક્કમ નિર્ધાર કરી જ લીધો. મા-બાપની છત્ર છાયાંમા લાડ પ્રેમથી ઉછરેલા એક ના એક દિકરા ને લશ્કરમાં મા-બાપ જોડાવા દેશે કે નહી એવી શંકાને કારણે મનોજ શર્મા એ કોઇને જાણ કર્યા વગર જ આર્મીમા જોડાવાની તૈયારી શરુ કરી દીધી. આર્મી ની કડી કસોટી માથી પાર ઉતરી આ તરવરતા યુવાને છેક ટ્રેનિંગમા જવાના આગલા દિવસે ઘરમા જાણ કરી કે તે પોતે લશ્કરમા પસંદગી પામી લીધી છે અને આવતીકાલે સવારે ચાર વાગ્યાની ટ્રેઇનમા ટ્રેનિંગ માટે જઇ રહ્યા છે. માંની મમતા રોઇ પડી પિતાને પણ ધક્કો વાગ્યો દિકરાની મા ભોમ પરત્વેની નિષ્ઠા પાસે બધાએ નમતુ જોખવું પડ્યું.

લશ્કરમાં જોડાવા માટે કુલ બાવીસ યુવાનો વડોદરાથી ગયા હતા એમાથી માત્ર ૮ પસંદ થયા અને એમાના એક મનોજ શર્મા. મનમાં એક નિર્ધાર કે “કરેંગે યા મરેંગે પર કભી નહી ડરેંગે.”

મિલિટરીની ટ્રેનિંગ પચાવવી એ કાચા પોચા માણસનું કામ નથી. કેટ્લાય લોકો ઘેર પાછા ભાગી આવતા હોય છે,પણ મનોજ શર્મા નું લક્ષ્ય એક જ રહ્યું કે કોઇપણ સંજોગોમાં દેશ માટે કટિબધ્ધ થવું જ છે. છે.બહુ અઘરું હ્તું ઘરમાં બહુ નજાકતથી એશો આરામથી જિંદગી જીવી હતી અને અચાનક જ કઠોરમાં ક્ઠોર પરિસ્થિતીમાં જીવવાનું અને ઘડાવાનું હ્તું. પણ મનોજજી ના મજબુત મને એમને હમેંશા ટેકો આપ્યો.

બહુ અઘરી અને કડક હોય છે સૈનિકો માટેની ટ્રેનિંગ, આખા દિવસનું વ્યસ્ત ટાઇમટેબલ. સવારે ૫ વાગ્યે રાઉન્ડ પર જ્વાનું, ત્યારે ઘર યાદ આવતું, માનો હુંફાળો સ્પર્શ યાદ આવતો, પણ બીજી મિનિટે ભારત મા નો વિચાર આવતો અને તન મન મા જુસ્સો ભરાઇ જ્તો.

ફિઝિક્લ ફીટ્નેસ, વેપન ટ્રેનિંગ, આર્મી ડ્રીલ, કમ્પ્યુટર ટ્રેનિંગ, પ્લસ વિવિધ સોંપવામા આવેલી ડ્યુટી વચ્ચે સતત વ્યસ્ત રહેવું પડતું.સૈનિકોની ટ્રેનિંગ નો દોર કમરતોડ હોય છે. મન અને શરીર બન્ને કસવાના હોય છે. મુશ્કેલ પરિસ્થિતી મા ટક્વાનું હોય છે.શિસ્ત અને સમય પાલન મિલિટરીના મહ્ત્વના પરીબળો છે એને ચુસ્ત પણે વળગી રહેવું પડે છે.પણ મનોજ શર્મા ની અડગતાએ સાબિત કર્યુંકે “અડ્ગ મન ના મૂસાફર ને હિમાલય નડ્તો નથી.”

આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો જેની મનોજજી ને તિવ્રતાથી રાહ હતી. હતી.મિલિટરી ની કડક મા કડક બે વર્ષ ની ટ્રેનીંગ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા બાદ એમના હાથમા પૂંચ(કાશ્મીર) પોસ્ટીંગ નો લેટર હ્તો.

મનોજ્જી ના જીવનની આ ધન્ય ઘડી હતી.આંખ મા હરખ ના આંસુ અને હ્ર્દયમાં જન્મભુમી માટે ગદગદ ભાવ સાથે મનોજ શર્મા એ પૂંચ સરહદે પોતાની જ્ગ્યા સંભાળી. ગાત્રો થીજાવી નાખે એવી કડકડ્તી ઠંડી, સામે પક્ષે પાકિસ્તાન ની બેઇમાન સરહદ, જંગલ અને બરફની પહાડીઓ, ગામના લોકોનો સાથ સહકાર શુન્ય, આતંક્વાદ નો સતત મંડરાતો ખતરો અને ઉંમર માત્ર ૨૩/૨૪ વર્ષ. .એવી ઉંમર કે જે ઉંમરે આગામી જીવન ના સોનેરી સ્વપ્નાં જોવાતા હોય, હવાઇ કિલ્લા ચણાતા હોય, પ્રેમ મોહ્બ્બતના ઓરતા હોય, ભાઇ બંધો સાથેની મોજ મસ્તી હોય, પણ આ બધાથી દુર મનોજ્જીએ એક જ સ્વપ્ન જોયું – માતૃભુમીની રક્ષા. અને તરવરતી ઉંમર ને એમણે લાઇન ઓફ કંટ્રોલ ને સમર્પિત કરી દીધી.

ઘર-પરીવાર થી દુર પ્રતિકુળતાઓની વચમાં પોતાની અંદર દેશ દાઝની મશાલ પ્રજ્વલિત રાખવી એ લોઢાના ચણા ચાવવાનું કામ છે.પણ ગર્વ છે આપણા લશ્કરના નૌજવાનો ઉપર કે એમના અંતરમા પ્રજ્વલિત આ મશાલને પ્રતાપે જ આપણે સૌ આબાદ છિએ.કાશ્મીરમાં પૂંચ એટ્લે બરાબર LOC ની નજીક્ની જગ્યાં આપણે સૌ જાણીએ છીએ કે અમુક કાશ્મીરવાસીઓ ભારતનો જ ભાગ હોવા છતાં આપણા લશ્કર માટે આદર ભાવ ધરાવતા નથી. એટલે મનોજ્જી અને એમની બટાલિયનના અને ત્યાં સરહદ નો હવાલો સંભાળતા સૌ એ વાતથી સુપેરે પરીચિત છે કે કંઇ ગોળી તેમના જીવનની અંતિમ પળ લઇને આવશે એ નકકી નથી.પણ દેશપ્રેમની ભાવના અને ફરજપરિશ્ત એમને સતત સતર્ક રાખે છે. એવી જગ્યા જ્યાં મિલિટરી મેન ને એક પત્થરથી માંડીને એક ગોળી મારવાના પૈસા દેશ્દ્રોહીઓ દ્વારા ગેરમાર્ગે દોરવાયેલા યુવાનોને આપવામાં આવે છે.

એટલે અવરોધકોની વચ્ચે દીવસ-રાત જાગવાનું, સતત કામ કરવાનું, જંગલમાં રહેવાનું,રાત્રે LOC પરથી ફાયરિંગ ચાલુ રહે, કોઇ પણ એન્ટરટેઇનમેન્ટ નો તો વિચાર પણ ન આવે. માત્ર અર્જુનની આંખમા પક્ષી ની આંખ હતી એમજ અમારું ટાર્ગેટ,સ્વપ્ન, જીવન જે કંઇ પણ ગણૉ એ માત્ર અને માત્ર દેશની રક્ષા – દેશ પ્રેમ જ હોય છે. આ શબ્દો બોલતી વખતે પણ દેશ પ્રેમ મનોજ્જી ના ગળામાં છલકાઇ આવ્યો.

વાત-ચિત નો દોર આગળ ધપાવતા એમણેજ જણાવ્યું કે લશ્કરની ધુરા શિસ્ત હોય છે અમારે સિનિયર્સના ઓર્ડરને નિષ્ઠાપૂર્વક, તીવ્ર ગતી એ ફોલો કરવાના હોય છે.

મનોજ્જી ના જીવનમા એવો પણ સમય આવ્યો કે દેશ અને ઘર વચ્ચે એમણે પસંદગી કરવી પડી. એમના માતાજી ખુબજ બિમાર હતા એ સમયે દેશને એમની જરુર વધુ હતી ત્યારે પોતે ઘરે જઇ શક્યા ન હતા. એમના મતે “માં કરતા પણ માતૃ ભુમિ મહાન છે.” દેશના દરેક યુવાનમાં દેશ માટે અભિમાન, આદરભાવ અને દેશપ્રેમ છલકાતા હોવા જોઇએ.

અત્યારના યુવાનો જે રીતે એમની યુવાની ને પાનના ગલ્લે, રસ્તા પર કિકિયારી કરવામાં, તોફાન મસ્તીમાં, સોશિયલ મિડિયામાં વેડ્ફી રહ્યા છે એના માટે એમનો રોષ એમની વ્યથામા છલકાઇ આવ્યો.

૨૦૦૭ની ઘટ્ના યાદ કરતા એમણે જ્ણાવ્યું કે ચાર આતંક્વાદી સરહદ ક્રોસ કરવાની પેરવીમાં હતાં અને એ સમયે સામ સામે થયેલા ગોળીબાર માં એમના કાન પાસે થી ગોળી સનનન... ...કરતી પસાર થઈ ગઇ હતી. મોતને હાથવેંત છેટું જોઇ લીધું પણ જો મોત આવી પણ ગયું હોત તો એમને એમના જીવન પર ગર્વ હોત. બહુજ સલુકાઇથી કોઇ પણ જાતના અભિમાન વગર આટ્લી મોટી વાતને રજુ કરનાર વ્યક્તિત્વ માટે આપણને માન ઉપજે એ વાત નિર્વિવાદિત છે.

સોલ્જર મનોજ શર્મા ઉરીની ઘટના ના પણ સાક્ષી રહી ચુક્યા છે અને એટલે જ સર્જીક્લ સ્ટ્રાઇક ની વાત કરતા કરતા એમના અવાજ મા ઉમંગ અને ઉત્સાહ નો રણકો સંભળાય છે. પણ દેશ માટે સર્વસ્વ ફના કરનારા સૈનિકને એક વાતનો વસવસો પણ હોય છે કે આવી ઘટના સમયે જ લશ્કરના માન મોભા લોકો પાસે થોડા સમય માટે વધે છે, જ્યારે દેશમાં લશ્કરના માતા-પિતા/કુટુંબીજનો ને સમાજે હમેંશા માટે સરાહનીય ગણવા જોઇએ.એમણે જ્ણાવ્યાં મુજબ એવી વિચારસરણી વાળા લોકો પણ છે જે તેમની દિકરી ફૌજી સાથે પરણાવવા તૈયાર નથી ત્યારે એમણે સમાજ ને એમનો દ્ર્ષ્ટીકોણ બદલવા અનુરોધ પણ કર્યો.”An Army man is always adorable to society, not only at the situation on the war.”

એમની આ અપીલમા એમનું ભાવજગત સ્પષ્ટ જણાઇ આવે છે. વાત પણ સાચી છે. છે.ઘરથી દુર પંદર વર્ષ માટે જ્યારે માણસ સતત ઓન ડ્યુટી હોય ત્યારે એ એક્લો થઇ જાય છે. જ્યારે સમાજમા રિટાયર્ડ થઇ પાછો આવે છે ત્યારે અતિ શિસ્ત પ્રિય અને કડક વલણ ને પરીણામે સમાજમાં સ્વીકાર થતાં અને એસજસ્ટ થતાં વાર લાગે એ સ્વાભાવીક સ્વાભાવીક છે એટલે પછી પણ એકલતા નો અહેસાસ એમને કોરી ખાય છે.

સોલ્જર મનોજ શર્મા સાથેની વાત દ્વારા એટ્લો તો એહસાસ તો થયો જકે દેશની અંદર રહીને દેશપ્રેમની વાતો કરવી અને સરહદ પર દેશ માટે ટકવું એ બન્નેમાં બહુ ફેર છે. મનોજજી એ હળવી રીતે પણ જે પ્રશ્ન ઉઠાવ્યાં છે એની સામે પણ સમાજે પ્રકાશ ફેકવા જેવો છે.

એક આર્મીમેન જીવનભર અને એ પછી પણ જેટ્લા સન્માન નો અધિકારી છે એટલા માન ના અધિકારી તેમના કુટુંબીજનો પણ છે જે એમની નીજી મમતા નુ દેશ માટે બલિદાન કરે છે.

આપના સૌ તરફથી સોલ્જર મનોજ શર્મા, એમની પુરી ટીમ અને ઇન્ડિયન આર્મીને હજારો સેલ્યુટ સાથે વંદે માતરમ.

ગોપાલી બુચ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED