Samayni parashishima uchharato sambandh books and stories free download online pdf in Gujarati

સમયની પારાશીશીમાં ઉછરતો સંબંધ્.

સમય્ની પારાશીશીમા મપાતો ,ગૂંથાતો , ગૂંચાતો ,કપાતો , તો ક્યારેક મજબુત ગાંઠે બંધાતો સંબંધ.

સૃષ્ટિનું નિર્માણ થયું અને માનવીનું અસ્તિત્વ સર્જાયું ત્યારથી એ ક્યાંક ને ક્યાંક ,કોઈ ને કોઈ સ્વરુપે કોઇ ને કોઇની સાથે સંબંધોથી સંકળાતો રહ્યો છે ,ઈચ્છા કે અનિચ્છાએ પણ સંબંધોના તાણાવાણા ગૂંથતો ગયો છે.બંધાતો ગયો છે. માત્ર માનવી જ નહીં ,સમગ્ર સૃષ્ટિનો પ્રકૃતિ સાથે કોઈ ને કોઈ નાતો રહ્યો જ છે.

સૂરજ ચ્ંદ્રનો આકાશ સાથેનો અદ્વિતીય સંબંધ,નદીનો પર્વત અને દરિયા સાથેનો અતૂટ સંબંધ,માછલીનો પાણી સાથેનો સંબંધ,પ્રકૃતિનો જીવ સાથેનો સંબંધ અને જીવનો શિવ સાથેનો સંબંધ.આવા અનેક સંબંધોથી જીવસૃષ્ટિ પ્રકૃતિ સાથે સંલગ્ન છે.

માનવી માનવી વચ્ચેનાં સંબંધો સવિશેષ છે.કેટલાક સંબંધો ઈશ્વરદત્ત હોય છે,કેટલાક સામાજીક તો કેટલાંક માનવ સર્જીત સંબંધો.

આદીમાનવ તરીકે તદન જંગલી અવસ્થામાં ટોળામાં ફરતો માણસ ધીરે ધીરે સ્થાયી થયો,સભ્ય થયો.એણે સમજદારી પૂર્વક કુટુંબ વ્યવસ્થા ઉભી કરી અને એમાથી સભ્ય સાંસ્કૃતિક સમાજનું નિર્માણ થયું.

માતા-પિતા,ભાઈબહેન,ભાઈભાઈ,ભાઈભાભી,કાકા,મામા,માસી,ફોઇ,પતિ-પત્નિ-એવાં કેટકેટલાં સંબંધોનાં માળાં ગૂંથતાં કાળા માથાનાં આ માનવીને ત્યારે ખ્યાલ પણ હશે કે આ માળા માવજત વગર જળાં સર્જી શકે છે ?આ સંબંધોને સમજદારીનાં વાઘા પહેરાવવા પણ એટ્લા જ જરુરી છે જેટલાં તન પર પહેરાતાં કપડાં !નહિતર સંબંધોને પણ ઉઘાડા પડતાં વાર નથી લાગતી અને પછી જે બહાર આવે છે એ હોય છે કડવું,વરવું,નગ્ન સત્ય .

સંબંધ એ અજાણી જમીન પર વાવેલી સંવેદનાની એવી કૂંપળ છે ,જે સમય ,ધૈર્ય અને અનોખી માવજત માંગે છે.ીને સ્નેહથી સિંચવામા આવે તો સ્નેહની નાજુક કૂંપળ ખુબ જ મજબુત વટવૃક્ષ થઈને મહોરી ઉઠે છે. આપણે આસાનીથી કહી દઈએ છીએ કે સંબંધો નવરાશના નહી પણ લાગણીના મોહતાજ હોય છે.પણ શું સાચે જ સંબંધ સમય નથી માંગતો ?શું ખરેખર એને જાળવવા નથી પડતા ? લાગણીના પૂરને ધિરજના ડેમથી બાંધી શકાય પણ બહું જ થોડો સમય.એને યોગ્ય વળાંક આપવો જરુરી હોય છે ,નહિતર ખાળી ના શકાતાં ઘોડાપૂરમા બધું તહસનહસ થઈ જતુ હોય છે, એ પણ એટલું જ સત્ય છે.

પ્રામાણિકતા અને વિશ્વાસ આ સંબંધોને સાચવવાની અમૂલખ મુડી છે.સંબંધોને સાચવવા જહેમત ઉઠાવવી પડે છે,ત્યાગ અને સમર્પણની ભાવના કેળવવી પડે છે.

આજના નેટ અને ચેટનાં ટેકનોસેવી યુગમા સંબંધો ફટાફટ બંધય છે,આજની દુનિયા ઘણી જ નાની થઈ ગઈ છે.લોકોનાં સતત સંપર્કમાં રહેવું સરળ થઈ ગયુ છે ત્યારે સંબંધો બિલાડીનાં ટોપની જેમ ફુટી નીકળે છે.પણ આવા સંબંધો જો યોગ્ય સમજદારી થી જાળવવામા ન આવે તો જેટલાં જડપથી બંધાય છે એટલાં જ જડપથી તૂટી પણ જાય છે.મૈત્રિપુર્ણ સંબંધ માટે વિશ્વસનિય હકારાત્મક વલણ હોવું જરુરી છે.

કોઇ પણ વ્યક્તિને હકારાત્મક અભિગમ તરફ વાળવા માટે સૌથી પહેલું આપણૂ એના પરત્વે હકારાત્મક હોવું જરુરી છે.
ત્રાજવા જેવુ સરળ છે.જેટલા આપણે પોઝીટીવ રહીશુ એટલી સામેની વ્યક્તિની નેગેટીવિટી ઘટશે.અને ફાયદો એ કે આપણો દ્રષ્ટિકોણ બદલાશે.બોન્ડીંગ વધુ મજબુત બનશે.યાદ રાખો Nobody is perfect.
Jz love n be possitive to your love1s.

પહેલાં કૃષ્ણ-સદામાની અને વસંત-રજબની મિત્રતાના દાખલા લેવાતા.આજે પણ લેવાય છે.તો પણ જમાનો બદલાયો છે.રાધાકૃષ્ણનો પ્રેમ આજે પણ એટલો જ આદરણિય છે અને છત્તં પણ આજે જમાનો "કોકટેલ લવ"નો છે.હોય,એમા જરાય કાંઈ પણ ખોટુ નથી.અત્યારનો આ સમજદારી ભર્યો ટ્રેન્ડ પણ દાદ માંગી લે તેવો છે.

સ્કુલ બંક કરીને રસ્તાની મસ્તિને સસ્તામા માણતાં ટીનએજીયા ગૃપમાં કે કોલેજની કેન્ટિનમા કોફીની ચૂસ્કી સાથે અવનવી વાતોના રસથાળ્ને માણતાં ફ્રેન્ડસગૃપમાં કે ક્યાંક ઝેનકાફેના ટેબલ પર આઈસ ટીના ફેશનેબલ ગ્લાસ સાથે સકારાત્મક કાર્યની ચર્ચા કર્તા કે સીસીડીના કોઇ ખુણામા કામ સાથે પોતાની આગવી મિત્રતની મજા માણતા સંબંધોમા ફ્રેન્ડલી ટચ જોવા મળે છે.ત્યારે થાય કે "હર એક ફ્રેન્ડ જરુરી હોતા હે....."

પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે જેટલાં આસાનીથી આપણે સંબંધો રચીએ છીએ એટલાં આસાની થી એને નિભાવી શકીએ છીએ ખરાં ?

પરિપક્વતા વગરનાં સંબંધો અધૂરાંઘી જાય છે.કાચા રહી જાય છે,બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલાં આવા અધુરાં ,અધકચરાં ,છિછરાં,ઉષ્મારહિત સંબંધ બહુ જ જલ્દી મૃતપાય થઈ જાય છે.સંબંધની શરુઆતમા આપણે વ્યક્તિ અને તેના સ્વભાવથી અપરિચિત હોઈએ છીએ.ઘણાં તો આપણા જીવનમા એટલા ઘૂસી ચુક્યા હોય કે આપણને જ્યારે તેમના સાચા વ્યક્તિત્વનો અંદાજ આવે ત્યારે આપણે ઉંઘતાં ઝડપાયાની લાગણી થાય છે

અતિલાગણીશીલ વ્યક્તિઓ સાથેનાં સંબંધો મેનેજ કરવા પણ અઘરાં છે.જો વારંવાર લાગણીનો મુદ્દો આગળ ધરી આપણુ લાગણીય શોષણ થાય ત્યારે આવા સંબંધમા બુધ્ધિગમ્ય અભિગમ દાખવવો.

સમજદારી ,સકારાત્મક અભિગમ અને ભુધ્ધિના સમન્વયથી સંબંધોને સિંચવા જરુરી છે.લાગણીનાં સંબંધોને પણ એટલાં જ વહેવા દેવા જ્યા સુધી આત્મસન્માનની અવહેલના ન થતી હોય્.

જે ઘડી એ સંબંધોમા અંતર આવતુ દેખાય ત્યારે એની ગરિમા સાચવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય મૌન છે.મૌન સંબમ્ધોનો એવો પડાવ છે જે સંબંધની સમજણ અને તિવ્રતાને બખુબી માપી જાય છે. ક્યારેક વધુ પડતી આત્મિયતા પણ ઉપેક્ષાનું કારણ બને છે.જે હોવું ન જોઈએ.પણ આપણને નજીકના સગપણને "ટેકન ફોર ગ્રાન્ટેડ"લેવાની આદત થઈ જતી હોય છે.અને પછી સારા સંબંધોને અજાણતા પણ ખોઈ બેસીએ છીએ.

સંબંધોમાં આવતું અંતર અને દર્શાવાતી ઉપેક્ષામાં મૌન ધારણ કરવાનાં બે ફાયદા છે.

૧) સંબંધ વગર જીવવાની ટેવ પડવા લાગે છે. પછી આપણે પણ દુખની અવસ્થા થી દુર જવા લાગીએ છીએ.

૨) આપણું મૌન આપણી નારાજગી સમજીને આપણને દુર નહી જવા દેવા ઇચ્છતી વ્યક્તિ તરત જ સમજદારી દાખવી વધુ નજીક આવી જાય છે.

માન્યું કે આપણાં નજીકનાં સંબંધો સાચવવા પડતાં નથી હોતા.
પણ સાવ જ સાચવવા નથી પડતાં એવું પણ નથી જ હોતું.
દરેક સંબંધને એનું આગવું ગૌરવ હોય છે . એ જાળવવું તો પડે જ. એમાં આળસ કે બેકાળજી ન જ ચાલે.જો આપણે માટે એ સંબંધ મહત્વ નો હોય તો ?

ક્યારેક એવું બને કે કોઇ સંબંધ હાથમાથી દુર સરી જતો પણ દેખાય એ સમયે ધિરજથી થોભી જવું જરુરી છે.સંબંધોમા તડફડ એ સાવ છેલ્લો રસ્તો છે.હા,જે સંબંધ માત્ર અને માત્ર પીડાદાયક જ બની રહ્યો હોય એને એક જ પક્ષે બચાવવાની કે ટકાવી રાખવાની જરુર હોતી નથી.એમાથી બને એટલું જલદી બહાર આવી આગળ વધી જવું એ જ ડહાપણ છે.

ક્યાંક વાંચેલી સુંદર વાત યાદ આવે છે

रिश्ते और रास्ते...
तब ख़त्म हो जाते हैँ...
जब पाँव नहीं....
दिल थक जाते है...

કોઇપણ માણસ સંપુર્ણ નથી હોતો એવું સમજીને ચાલીએ અને સંબંધો પરત્વે થોડો ઉદાર દ્રષ્ટિકોણ કેળવીએ તો મનુષ્યે પોતે કેળવેલાં સમ્બંધો જાળવવા જરાપણ અઘરાં નથી.

સંબંધો પર પુર્ણવિરામ મુકી શકાતાં નથી,પણ અલ્પવિરામ જરુર મુકી શકાય છે.સમજદારી પુર્વકનુ મૌન એ અલ્પવિરામ્નુ હથિયાર છે.સંબંધોમા પણ સ્પેસ જરુરી છે. વધું પડતી નજદીકીયા સંબંધોને ગુંગળાવી નાખે છે.માલિકીભાવ કોઈપણ આત્મિય સંબંધમા અવરોધક બને છે.ીટલે એનો અર્થ એમ પણ નથી કે સંપુર્ણ શરણાગતિ ભાવ સ્વિકારી સંબંધો જાળવવા.જે વાત ના ગમે એ ચોક્કસ રજુ કરવી પણ તટસ્થભાવે અને સમય અને સંજોગની નજાકત પારખીને.

બાકી તો માનવતા અને સ્નેહ ,બન્ને સગપણના સમર્થ પાસા છે સંબંધોને આત્મસાત કરવા કાં તો સાવ ઠરી જવુ પડે છે અથવા સાવ ઓગળી જવું પડે છે.. એટલું સમજાઈ જાય તો દરેક સંબંધ ઉગતા સૂરજ જેવો કેસરિયો અને આથમતા સૂરજ જેવો સિંદુરી હોય છે .

ગોપાલી બુચ.

....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED