MockTail books and stories free download online pdf in Gujarati

MockTail



ર્સ્ષ્ઠાટેઈલ

ંરી કાવ્યરસ

આરતી શેઠ

ઊર્મિ પંડિત-મહેતા

ગોપાલી બુચ

ભાર્ગવી પંડ્યા


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

કેસરિયાળા તડકાની કવિતા

લીલાં પર્ણો ઉપર ઉગતા સૂરજના કેસરિયાળા તડકાની રંગશોભા લઈને આવતી ‘ર્સ્ષ્ઠ ટેઈલ’ કાવ્યસંગ્રહની ચાર કવયિત્રીઓની કવિતાનો સંયુક્ત સંગ્રહ છે. આરતી શેઠ, ઊર્મિ પંડિત-મહેતા, ગોપાલી બુચ અને ભાર્ગવી પંડ્યાએ ચાર ક્વયિત્રીઓની ભાવ અને સ્વરૂપ વૈવિધ્ય ધરાવતી કવિતાઓનો આ સંગ્રહ એમની ‘કલમ’ની નિજી મુદ્રાનો પરિચય કરાવે છે. આ કવિતાઓને “માત્ર મનના મુક્ત પ્રવાસ” તરીકે ઓળખાવતી અને “જે આવ્યું તે જ લખ્યું, જે ગમ્યું તે જ લખ્યું.” એવો અભિગમ ધરાવતી આ ક્વયિત્રીઓ કેવી ખુમારી ધરાવે છે.

“બીજાનું હું ક્યાં માંગુ છું !

સઘળું મારા હકનું દઈ દે !

-ઊર્મિ પંડિત મહેતા

આ જાગૃતિ જ જાણે-અજાણે એમને સ્વરૂપ સિદ્ધિની મથામણ તરફ લઈ ગઈ છે, જે એમને “ખણખણતી સોનામહોર” જેવી કાવ્યપંક્તિઓ સુધી લઈ ગઈ છે. આવા કેટલાંક શેર અને કાવ્યપંક્તિઓ જોઈએ

“ખણખણતી સોનામહોર જેવો દિવસ છે અને હું છું,

ચરુમાં દાટેલો સમય છે અને હું છું.”

-- ભાર્ગવી પંડ્યા

“વાદળોના પાલવે ડોકાય

ક્યાં નરી આંખે હવા દેખાય છે ?

--આરતી શેઠ

“સમયે ઉછેર્યાં જે સંબંધો સ્નેહથી

એ જ દાતરડે લણાતું જાય છે.”

-- ઊર્મિ પંડિત મહેતા

“ ભાગ્યમાં એણે ‘અટકવું’ પણ લખ્યું

ઢાળ પર પણ ના ઢળે તો શું થયું ?”

“સઘળી ચીજો સરખી કરું ત્યાં નજર પડે કંકોતરી,

ભીનો કાગળ ને પલળતા નામમાં રોજ તને હું શોધું છું.”

-- ભાર્ગવી પંડ્યા

તારું, મારું, આપણું બધો નર્યો બકવાસ,

‘વસુધૈવ કુટુંબ’ બનાવી દે તો કોઈ વાત કરું

..

પ્રાણપ્રતિષ્ઠા થઈ મંદિરોમાં પથ્થરોની,

માણસમાં માણસ પ્રગટાવી દે તો કોઈ વાત કરું.

-- ગોપાલી બુચ

ભરચક ભરાયેલી મનની, આ ડાયરીમાં

છૂટી ગયેલું કોરું પાનું હતું.

-- આરતી શેઠ

ઉપરોક્ત દૃષ્ટાંતોમાં રહેલી કાવ્યાત્મક અભિવ્યક્તિ, અર્થઘનતા અને વ્યંજનાસભરતા આ ક્વયિત્રીઓની સર્જકતાનો આશાસ્પદ પરિચય કરાવે છે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ કાવ્યસંગ્રહનાં કેટલાંક કાવ્યોનો પ્રયોગશીલ અભિગમ પણ તરત ધ્યાન ખેંચે છે. ‘ષ્ઙ્ગેં ૐૠદ્યક્ર-ગટ્ટ’, ‘નેટયાત્રા’, ‘સ્પૉટલાઈટ’, ‘બુકમાર્ક’, વગેરે આ પ્રકારનાં ધ્યાનાર્હ કાવ્યો છે. ‘ષ્ઙ્ગેં ૐૠદ્યક્ર-ગટ્ટ’,ગઝલના પ્રત્યેક શેરની એક પંક્તિ હિન્દીમાં અને એક પંક્તિ ગુજરાતીમાં છે. આ ઉર્દૂમિશ્રિત હિન્દી પંક્તિઓનું ભાષાપોત ક્વયિત્રી ભાર્ગવી પંડ્યાની આ ભાષાની સજ્જતાનો પણ સંતર્પક પરિચય કરાવે છે. તો સાથે જ એમની સર્જકક્ષમતાનો સંકેત પણ કરે છે. ‘નેટ-યાત્રા’ કાવ્યમાં એમણે કમ્પ્યૂટરની સાથે જોડાયેલી શબ્દાવલી યોજીને લાક્ષણિક રીતે જીવનની સંવેદનસભરતા, પરિવર્તનો અને મથામણોનું કાવ્યાત્મક વર્ણન કર્યું છે.

“લાઈફના મૉનિટર પર ઉભરાતા

આટલા બધા દૃશ્યો જોઈ હું એકદમ ચકિત!

ર્ડ્ઢુહર્ઙ્મટ્ઠઙ્ઘ

થયેલી લાગણી થોડી થોડી વારે ડિસ્કનેક્ટ થાય છે

ને વારંવાર ખોટકાઈ જતું પ્રેમનું આ

જીીદૃિીજોિ સરખું ચાલે તો,

સંબંધને હું લૉગ-ઇન કરું...”

‘સ્મરણોનું ગુગલ’, ‘વિચારોના વાયરસ’, ‘ડિલિટ’, ‘સ્પેસ’, ‘લૉગઆઉટ’, ‘હેંગ’ વગેરે શબ્દાવલીનો અર્થપૂર્ણ અને કાવ્યોપકારક વિનિયોગ ધ્યાનાકર્ષક છે. ‘સ્પૉટલાઈટ’ કાવ્યમાં રંગમંચની પરિભાષામાં દૈનંદિનીય ઘટમાળને નિર્દેશ્યા પછી કાવ્યાન્તે કાવ્યનાયિકા પ્રશ્ન કરે છે.

“પણ દિવસને અંતે,

જ્યારે લાઇટ ફેડ આઉટ થઈ જાય

ત્યારે જ સ્પૉટલાઇટ મારા પર,

પ્રકાશથી આંખો અંજાય,

સામેનું કશું જ ન દેખાય,

ત્યાં મારી અંદરથી,

મને જ પ્રશ્ન...તું ક્યાં છે?!!!

-ભાર્ગવી પંડ્યા

આવો જ નારીવાદી સ્વર ‘એક પંખી’ કાવ્યમાં પણ પ્રગટ્યો છે. જન્મતાં જ પાંજરામાં પુરાયેલું, સુરક્ષિત રહેલું પંખી માલિકની દયાથી મુક્ત થયું પરંતુ-

“પણ પંખી બિચ્ચારું... મૂંઝાયું...

અજાણી સ્વતંત્રતાથી... ગભરાયું...

ના મળ્યું અન્ન...

ના પામી શક્યું આકાશ...

પંખી ફરી શોધે છે... પેલો પિંજરનો વાસ??

-ઊર્મિ પંડિત મહેતા

આ કાવ્યમાં રૂપકાત્મક રીતે નારીજીવનની દુર્દશા આલેખાઈ છે. તો ‘હું’ કાવ્યમાં આજની આત્મ જાગૃત નારીની ખુમારી, એની આંતરિક સ્વસ્થતાઅને આત્મવિશ્વાસ છલકાય છે

“તું ન હતો ત્યારે પણ હું હું જ હતી,

તું હતો ત્યારે પણ હું હું જ હતી,

તું નથી, ત્યારે પણ હું હું જ છું.

જો,

હું જીવું છું.

જીવતી લાશ થઈને નહીં,

તેજ તોખાર ધબકતો શ્વાસ લઈને જીવું છું.

--ગોપાલી બુચ

‘ર્સ્ષ્ઠાટેઈલ’ કાવ્યસંગ્રહમાં શબ્દ અને કવિતા વિશેની કેટલીક સુંદર પંક્તિઓ સાંપડે છે, જે સર્જન તરફના આ ક્વયિત્રીઓના અભિગમને સ્પષ્ટ કરે છે, આવી થોડી પંક્તિઓ જોઈએ -

દીવાની જ્યોત સમ જ્વલંત

પથરાઈ જતી પ્રકાશ થઈ,

અંધારા એકાંતનાં ખૂણામાં,

હું અને મારી કવિતા !!!

-ગોપાલી બુચ

મારામાંથી જ કશુંક છૂટું પડી,

શબ્દાકારે કાગળ પર ગોઠવાય,

ભીતર સાવ ખાલીખમ,

અને બહાર બધું રસસભર !

ભાર્ગવી પંડ્યા

શબ્દ તો ઝરણાં પર્વત પરનાં,

ઝીલવા એને આ કોરો કાગળ છે.

--ભાર્ગવી પંડ્યા

દાદ આપી છે હંમેશાં કબૂલ,

ગઝલ ફાંકડી એક લખી તો જો.

-- ભાર્ગવી પંડ્યા

અહીં જેની ચર્ચા કરી છે તે ઉપરાંત આ કાવ્યસંગ્રહમાં ‘...અને હું છું’, ‘ભરચક ભરાયેલી’, ‘તો શું થયું’, ‘માથે નીત નવાં !’, ‘સવાર’, ‘કેમ માની લીધું’, ‘સમયપત્રક સૂરજનું !’ વગેરે કાવ્યો નોંધપાત્ર છે. ક્વયિત્રી આરતી શેઠ એમના કાવ્ય ‘ભરચક ભરાયેલી’માં લખે છે કે

“ભરચર ભરાયેલી મનની આ ડાયરીમાં,

છૂટી ગયેલું કોરું પાનું હતું...”

સાહિત્યના ઇતિહાસની ભરચક ડાયરીમાં છૂટી ગયેલાં કેટલાંક કોરાં પાનાંને સર્જકત્વથી સબળ રીતે ભરવાનો પ્રયત્ન આ ક્વયત્રિઓ પણ કરી શકે છે એની પ્રતિતિ આ કાવ્યસંગ્રહ જરૂર કરાવે છે. કાવ્યસ્વરૂપને સિદ્ધ કરવાની જાગૃત મથામણ અને નિજી કેડી કંડારવાની હામ એમને જરૂર એ મુકામ સુધી લઈ જશે એવી આશા રાખી શકાય તેમ છે.

ઉષા ઉપાધ્યાય

(પ્રોફેસર, અધ્યક્ષ-ગુજરાતી ભાષા સાહિત્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ)

આચમન

ડાયરીમાં પંક્તિઓ ટપકાવવાથી શરૂ થયેલો સિલસિલો અહીં સુધી પહોચ્યો. પ્રેમ-આક્રોશ-વેદના-ફરિયાદ જેવા સહજ ભાવને અભિવ્યક્ત કરી ભાવનાઓનું દસ્તાવેજીકરણ કરવાનો અમે નમ્ર પ્રયાસ કર્યો છે. અહીં ક્યાંક અછાંદસ, તો ક્યાંક ગઝલ, ગીત, કાવ્યના રંગો છલકાયા છે. જે માત્ર મનનો મુક્ત-વિચાર પ્રવાસ છે. જે આવ્યું તે જ લખ્યું, જે ગમ્યું તે જ લખ્યું. ભાવની અભિવ્યક્તિ તો થવી જ જોઈએ.

ટેરવા પરથી ટપકી પડતી લાગણીઓ શબ્દ બની પથરાઈ જાય, ક્યારેક શાહીમાંથી સ્મરણ છલકાય અને ક્યારેક આંખના ખૂણા પણ...

આવા જ કોઇ વિચાર સાથે સહજ રીતે સંવેદના નીતરતા હૃદયમાંથી સ્ફૂટ થયેલા કાવ્યો આપની સમક્ષ મૂકતાં અમે સૌ ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. ક્યાક વાંચવા મળ્યું કે કળાને માટે થતું કોઈપણ સર્જન નકામું નથી હોતું. તમારા લખાણ-સર્જનને કોઈ વાંચે નહીં, જુએ નહીં તો પણ એનુ મૂલ્ય ઓછુ થતું નથી. આજે નહીં તો વર્ષો પછી તમે પોતે વાંચશો કે જોશો તો પણ એનું એટલું જ મૂલ્ય હશે. મૂળ વાત એ છે કે સર્જન જરૂરી છે. આવી સકારાત્મકતા સાથે અમારા આ સામૂહિક સાહસને યથોચિત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહેશે, એવું કહેવાની જરૂર છે !!

આ પુસ્તક માટે અમે જયશ્રીબેન મહેતા, રસીલાબેન કડીયા, વિવેકભાઈ દેસાઈ તેમજ અન્ય સર્વેના આભારી છીએ.

પાનાથી પુસ્તક સુધીની અમારી આ શબ્દયાત્રાનું આ એક અલ્પવિરામ...

આરતી શેઠ ઊર્મિ પંડિત મહેતા ગોપાલી બુચ ભાર્ગવી પંડ્યા

અનુક્રમણિકા

૧.સૂરજ જાગ્યા

૨.દઈ દે.

૩.જિંદગી બસ ધૂઆં ધૂઆ

૪.અને હું છું.

૫.સંવાદ

૬.મને મૌન રહેવા દો

૭.ધુમ્મસ

૮.છાંયો શોધવા નીકળ્યો તડકો

૯.રાધા બનીને રમવાને આવું

૧૦.એક લમ્હા-સી

૧૧.તારી અટારી

૧૨.જીવન

૧૩.મુકામ પોસ્ટ આંખ

૧૪.વધારે તો હું ક્યાં કશું માંગુ જ છું !

૧૫.ભીની રેત

૧૬.વૃક્ષ

૧૭.ભરચક ભરાયેલી

૧૮.તો શું થયું ?

૧૯.હું

૨૦.નેટ-યાત્રા

૨૧.સહિયારું

૨૨.વેરણ છેરણ

૨૩.તને વળાવ્યા પછી

૨૪.ઓલ્યું જોબન

૨૫.ચાલને સખી ઘર ગોખલા રમીએું

૨૬.સ્પૉટલાઇટ

૨૭.માથે નીત નવા

૨૮.જવું છે

૨૯.આપણે

૩૦.ચાહ્યો તને

૩૧.વાદળોના

૩૨.ખળભળ

૩૩.ચાળણીની છાતીએ

૩૪.ઝરણ

૩૫.કોઈ વત કરું

૩૬.સંબંધ તો આકાશ

૩૭.સંબંધો

૩૮.જીવન સાથી

૩૯.યાદ છે

૪૦.સદા રહું હું

૪૧.હાથતાળી દઈશ

૪૨.સવાર

૪૩.બંધ બારણેા

૪૪.રસ્તો

૪૫.કેમ માની લીધું

૪૬.કારણ આપો

૪૭.અમે કટકા

૪૮.ખાલીપો!

૪૯.સપના જો

૫૦.- ફળે છે

૫૧.આશા

૫૨.અજવાળે આંખને

૫૩.લખને!!

૫૪.ઊડતાં રે, ચણતા રે’શું

૫૫.પુષ્પની પાંપણે

૫૬.પછી હાથમાંથી

૫૭.અહીં

૫૮.સમયપત્રક-સૂરજનું!

૫૯.મુલાકાત છેલ્લી

૬૦.હું તો

૬૧.તું

૬૨.વસિયાતનામું

૬૩.એવી દરિયાની

૬૪.પક્ષઘાત!

૬૫.કાળ આ

૬૬.જીંદગી

૬૭.એ તને નહીં સમજાય

૬૮.જન્મ - કવિતાનો

૬૯.મળે!!

૭૦.ઘટમાળ

૭૧.વિસ્તરણ

૭૨.વાત માંડીને

૭૩.મને સપનું આવ્યું

૭૪.ઈશ્વરને

૭૫.વારતા માંડી

૭૬.મસ્ત

૭૭.શબ્દના ઘૂઘવાટથી

૭૮.તડ જેવડી જ બારી હતી

૭૯.છાયા વગર

૮૦.ટેવવશ!!

૮૧.એક સુંદર ક્ષણ

૮૨.ખેડૂતો જીવ

૮૩.એ એને ભારે પડ્યું

૮૪.છલકે મોસમ

૮૫.ક્યાં સુધી

૮૬.શું ?

૮૭.બુકમાર્ક

૮૮.વરસાદી મોરલો

૮૯.લઘુ કાવ્યો

૯૦.આહ્‌વાન

૯૧.નજર તમારી

૯૨.સમય

૯૩.અંગારા

૯૪.ઘટના એટલે શું ?

૯૫.એક હતી

૯૬.એક પંખી

૯૭.મંથન

૯૮.થોડાક મુક્તકો

૯૯.નથી તો નથી

સૂરજ જાગ્યો...

સૂરજ જાગ્યો છે સફાળો

લીલા લીલા પર્ણો ઉપર તડકો કેસરીયાળો

આંખો ચોળે ડોળા

સૂરજ જાગ્યો છે સફાળો

આળસ મરડી બેઠી થાતી

ફૂલોની પાંખડીઓ

કલા સંકેલી ધુમ્મસ બાંધે

રૂની એ ગાંસડીઓ

વાદળ દરિયા પાસે ઉઘરાવવા નીકળે ફાળો

સૂરજ જાગ્યો છે સફાળો

ખેતર જાગ્યા સીમ જાણી

જાગી શેરી શેરી

ખૂણે ખાંચરે પહોંચી વળવા

કિરણો કરતા ફેરી

જરા પંપાળ્યું કિરણોએ તો ચહેકી ઉઠ્યો માળો

સૂરજ જાગ્યો છે સફાળોેે

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

દઈ દે!

કંઈ તો છાનું છપનું દઈ દે!

એક મઝાનું સપનું દઈ દે!!

બીજાનું હું ક્યાં માંગુ છું!

સઘળું મારા હકનું દઈ દે!!

પાંખ ભલે તેં ના આપી,

હૈયું તો આ નભનું દઈ દે!

જીવન રણમાં ટકવા માટે

કદી ઊંટ કે હરણું દઈ દે!

મોટા ખડકો અહંકારના

પ્રેમનું નાનું ઝરણું દઈ દે!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

જિંદગી બસ ધૂઆં ધૂઆં

જિંદગી બસ ધૂઆં ધૂઆં

હૃદયે ભડભડ બળે,

ને, જિંદગી બસ ધૂઆં ધૂઆં...

ભીતરે ઘુઘવાય,

ભરતી સરીખો સમંદર,

ને, જિંદગી બસ રવાં રવાં...

બ્રહ્માંડની શૂન્યતા,

સંચરે આ આયખું આખું,

ને, જિંદગી બસ હવા હવા...

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

...અને હું છું

ખણખણતી સોનામહોર જેવો દિવસ છે અને હું છું,

ચરુમાં દાટેલો સમય છે અને હું છું.

સ્મરણો નજરકેદ છે આ જર્જરિત કિલ્લામાં,

પ્હેરો ભરતું મન છે અને હું છું.

પ્રકાશનું એક કિરણ જો છેદી શકે,

સમયની ગૂંથેલી જાળ છે અને હું છું.

શબ્દો અવતરવાની બસ ઘડીઓ ગણાય છે,

હાથમાં નિઃશબ્દ કોરો કાગળ છે અને હું છું.

પ્રેમનો અવસર લીલો બારસાખે શોભી રહ્યો,

હથેળીમાં ઉભરતા રંગની સુગંધ છે અને હું છું.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ભાર્ગવી પંડ્યા

સંવાદ

એટલે ઉન્માદ છે!

એમની આ યાદ છે!!

સ્નેહના સહવાસમાં,

વેદના આબાદ છે!

હોઠ કેમ મલકી ગયા?

દેશમાં વરસાદ છે??

સ્વપ્નના શહેરમાં જ,

સત્યનો વિખવાદ છે.

વહેમ ઘટનાનો નથી,

સમયનો વિવાદ છે!

શ્વાસનો પર્યાય બસ,

આપણો સંવાદ છે!!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતાા

મને મૌન રહેવા દો

હું મૌન છું બસ, મને મૌન રહેવા દો,

વ્યથિત વેદનાનાં રણનું મૃગજળ પીવા દો.

હું મૌન છું, બસ મને મૌન રહેવા દો.

નિતરી જાય હૃદય, ચિરાય, તાર તાર થાય,

જખ્મી સંવેદનાઓનાં સમંદર બેરોક વહેવા દો.

હું મૌન છું, બસ મને મૌન રહેવા દો.

જીવનનાં ઉપહાસની ક્ષણ, સમય બાંધીને રાખે છે,

ખુલ્લી આંખે ચુપચાપ સમયના ખેલ જોવા દો.

હું મૌન છું, બસ મને મૌન રહેવા દો.

ઘર બનાવ્યું રેતીના રણમાં, મારી જ ભૂલ થઈ ગઈ,

હવે, આવી જ છે આંધી, તો એક થપાટ સહેવા દો.

હું મૌન છું, બસ મને મૌન રહેવા દો.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

ધુમ્મસ

છાંયો શોધવા નીકળ્યો તડકો

દૃશ્યો છે ધૂંધળા ને સ્થિર ક્યાં દૃષ્ટિ પણ,

શું ઝાંખા છે સ્મરણ કે આંખ જ ધુમ્મસ ?

હાથવેંત છેટો છે સ્પર્શ આ ક્ષિતિજનો,

અકબંધ ભ્રમ હજુ પણ કે જિંદગી જ ધુમ્મસ ?

શોધ્યા કરું સરકતો ચહેરો દર્પણની બહાર,

ચ્હેરો ટકરાશે ચ્હેરાને કે પ્રતિબિંબ જ ધુમ્મસ ?

ક્ષણ ક્ષણ વિતાવી છે એના જ ભ્રમમાં,

લપેટાયેલો છે સંબંધ મને કે પ્રેમ જ ધુમ્મસ !

શંકા કરે મન એના વધુ પ્રકાશ પર,

મણકા ફરતા રહ્યા ટેરવે કે શ્વાસ જ ધુમ્મસ ?

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

છાંયો શોધવા નીકળ્યો તડકો

છાંયો શોધવા નીકળ્યો તડકો

આકાશે જરા કર્યો’તો છણકો

સૂરજ ગુસ્સે થયો’તો ભડકો

એટલે રીસાઈ ગયો’તો તડકો

છાંયો શોધવા નીકળ્યો તડકો

છાંયો શોધવા નીકળ્યો...

નદી, નાળાં, ડુંગર જોયા, ખીણ ને પહાડ જોયા,

સરોવર જોયાં, રસ્તા જોયા, જંગલ કેરા ઝાડ જોયાં,

દરિયાકિનારે ફરી ફરીને ખૂંદી વળ્યો ખડકો

છાંયો શોધવા નીકળ્યો તડકો

છાંયો શોધવા નીકળ્યો...

દેશને પરદેશ ફર્યો, આકરો આછો વેશ ધર્યો

સોનુ થઈ બરફને વળગ્યો તોય એનો તાપ ન ઠર્યો

ચાંદ સાથે દોસ્તી કરીને રમ્યો અડકોદડકો

છાંયો શોધવા નીકળ્યો તડકો

છાંયો શોધવા નીકળ્યો...

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

રાધા બનીને રમવાને આવું

એકધારો એકતારો છેડે મીરાંબાઈ,

તાલ નરસૈંયો કરતાલથી આપે,

તો શ્યામ, હું રાધા બની રમવાને આવું.

રે કાન, તારા બંસરીનાં સૂરમાં સમાવું.

યમુનાનો કાંઠો કે મથુરાની માયા,

મને રોકે ના સરહદના સીમાડા.

ગોકુળિયે ઘેલી કરી તેં યમુનાને,

હું દ્વારિકાને તીર છલકાવું.

રે શ્યામ, હું રાધા બની રમવાને આવું,

રે કાન, તારા બંસરીનાં સૂરમાં સમાવું.

ફાગણના ફાગ હવે રૂમઝૂમ રેલાયાં.

ને, વાસંતી વાયરા આ વાયા.

મોરપિચ્છની મેઘધનુ ઓઢણી ઓઢી

હું શ્યામરંગી મેઘ બની જાવું.

રે શ્યામ, હું રાધા બની રમવાને આવું

રે કાન, તારા બંસરીનાં સૂરમાં સમાવું.

વૃંદાવન રાસે તું રાધા સંગ રાચે.

રુક્મણી સંગ તું દ્વારિકા બિરાજે.

મીરાંનો મોહન થઈ મેવાડમાં મહાલે.

તારી પ્રીત સંગ અદ્વૈત મારે થાવું.

રે શ્યામ, હું રાધા બની રમવાને આવું

રે કાન, તારા બંસરીનાં સૂરમાં સમાવું.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

ષ્ઙ્ગેં ૐૠદ્યક્ર-ગટ્ટ

ષ્ઙ્ગેં ૐૠદ્યક્ર-ગટ્ટ ટક્રળ્પક્રથ્ ઘ્ટ્ટ ઉંપઘ્ટક્રટ્ટ ગક્રશ્વનઙ્ગેંશ્વ ભશ્વથ્ટ્ટ શ્નઌક્રસ્ર્ભ

ઝાકળની હો કે હો પરપોટાની, કોને કરું શિકાયત ?

હાથ તાળી દઈ ઊડી જતા રોજ સવારે મારી આંખેથી,

ઘ્ક્રૠક્રઌ-ષ્-ઽક્રખ્ક્ર ૠક્રશ્વધ્ બ્ૐઞ્શ્વ દ્યળ્ષ્ ુક્રખ્ક્રક્રશ્વધ્ઙ્ગેંટ્ટ દ્યહ્મ સ્ર્શ્વ ક્રસ્ર્ભ ત્ન

યાદ ટહેલ્યા કરે ભીતર આજ ચાંદની રાતમાં,

ઽક્રદ્મેંઙ્ગેં ગશ્વ બ્ૐઞ્ટ્ટ ૠક્રળ્દ્યખ્ખ્ક્રભ દ્યહ્મ સ્ર્ક્ર ૠક્રક્રદ્યક્રશ્વૐ ઙ્ગેંટ્ટ ન્ૠક્રક્રબ્ઌસ્ર્ભ ત્ન

નથી લેશમાત્ર શંકા કે બસ આ જ પ્રેમ છે,

ત્ત્ઌશ્વ ભઙ્ગેંટ્ટ ત્ત્ઙ્ગેંટ્ટઘ્ભ ગૠક્રણ્ક્રક્રશ્વ સ્ર્ક્ર ઌૠક્રક્રપટ્ટ ઙ્ગેંટ્ટ ત્ત્ક્રસ્ર્ભ ત્ન

બારે કોઠે દીવા ઝળહળે આજ આ સૂના રંગમહેલમાં,

દ્મેંૐઙ્ગેં થ્ ન્ક્રશ્નષ્ટ થ્ક્રશ્વઽક્રઌટ્ટ સ્ર્ક્ર થ્ન્ક્રશ્નષ્ટ ત્ત્ઌટ્ટ સ્દ્યક્રબ્ઌસ્ર્ભ ત્ન

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

તારી અટારી

તારી અટારીથી મારી આ બારીમાં

ટહુકો કરવાની છે વાત

સૂરજની લાલીથી વચ્ચેની શેરીમાં

સેંથો પૂરવાની છે વાત

વરસાદી વાયરો છે

જોબનનો ડાયરો છે

હૈયાના ઢોલિયાને

હળવેથી ઢાયરો છે

મનગમતી ક્યારીમાં વહાલુ ગુલાબ થઈ

મહેંકી ઊઠવાની છે વાત... તારી.

ધારીને જોઈ લેશું

મનડાથી મોહી લેશું

આંગળીના ટેરવેથી

અડકીને ખોઈ દેશું

આંખોથી આંખોનો સથવારો માગીને

ઊંચે ઊડવાની છે વાત... તારી.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

જીવન

અહીં તૂટતું ત્યાં ચણાતું જાય છે,

જીવવું એમ જ જણાતું જાય છે.

સાંધો આવે કે ખજૂરો તોય પણ,

જાડું-બારીક પોત વણાતું જાય છે.

છો ને ખ્યાલ રાખ્યો નફા કે ખોટનો,

સાથે સરવૈયું ગણાતું જાય છે.

સમયે ઉછેર્યાં જે સંબંધો સ્નેહથી,

એ જ દાતરડે લણાતું જાય છે.

ઝાડનું થડિયું અને હોડી બધું,

કંઈક દરિયામાં તણાતું જાય છે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

મુકામ પોસ્ટ આંખ

સપનાનું સરનામું પૂછે, લખવા કાગળ આજ,

નીંદરના પ્રદેશમાં જઈ મળ, મુકામ પોસ્ટ આંખ.

મનસૂબા માંહ્યલાના ચાલે મલપતી ચાલ,

સવારી સપનાંની આગળ, મુકામ પોસ્ટ આંખ.

રેશમી સળના હસ્તાક્ષર રોજ મારે ઓશિકે,

પાંપણની પાળે ટીપાંની ઝાકળ, મુકામ પોસ્ટ આંખ.

સફર નદી, પર્વત, દરિયાની ત્રીજા પ્રહરમાં,

વહેતાં ઝરણાં અહીં ખળખળ, મુકામ પોસ્ટ આંખ.

સવાર પડે ને આખું સપનું મને રહ્યું છે યાદ,

ઝળહળિયાથી ઝળહળ ઝળહળ, મુકામ પોસ્ટ આંખ.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

વધારે તો હું ક્યાં કશું માગું જ છું!

માનસરોવરનાં શિખરો પર સોનાનો સૂરજ છવાતો,

ખળખળ વહેતી ગંગાધારામાં, સરગમનો સન્નાટો.

મંદમંદ વહેતો અનિલ, ઓમ નમઃ શિવાય હોય ગાતો,

તમારા હાથમાં અંગીઠીને, મારા હાથમાં એક કપ ગરમ કાવો.

વધારે તો હું ક્યાં કશું માગું જ છું!

આમ્રકુંજની કુંજગલીમાં બળબળતી બપોરે,

આપણા બંને ઝૂલાં ઝૂલીએ, ફૂલોની ડાંખળીએ.

નવા માટલાનું શીતળ જળ બસ તમે જ લાવીને આપો,

મોરપિચ્છનો વીંઝણો લાવી, તમે જ વીંઝણો નાખો.

વધારે તો હું ક્યાં કશું માગું જ છું!

સમી સાંજનો એક દરિયો મારી હથેળીમાં આપો,

ક્ષિતિજ મિલને તત્પર સૂરજ જોવા, તરસે મારી આંખો,

બે સ્ટ્રોને એક ત્રોફો, ક્યાંકથી શોધી લાવો.

મલાઈ એની ખાવા માટે તમે જ એને કાપો.

વધારે તો હું ક્યાં કશું માગું જ છું!

આપી શકો તો બસ આટલું આપો,

ક્યા માંગ્યા છે મે લાખો ?

આપણ બંને ભેગા થઈને કરીએ,

બસ આપણા પ્રેમની વાતો.

વધારે તો હું ક્યાં કશું માગું જ છું!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

ભીની રેત....

ભીની રેત જેવા વિચારો મળે

હાથ ખંખેરી દૂર કરૂં તો ય,

ભીતરમાં ખળભળે.

ભીની રેત જેવા વિચારો મળે

વહાલા થઈ મનને રૂચે

કણી બની આંખમાં ખૂંચે

જવાબ જેનો આપી જ ના

શકો, સવાલ એવા પૂછે

હડસેલીને દૂર કરો તોય,

આવી વળગે ગળે

ભીની રેત જેવા વિચારો મળે

ખંખેરૂ તો ચોંટી જાય

મૂઠી ભરૂં તો સરકી જાય

છેતરાણી નજરે મુજને જોઈ

મીઠું મીઠું મરકી જાય

મારૂ જ સર્જન મજા લે છે,

મુજને સતાવી પળે પળે

ભીની રેત જેવા વિચારો મળે

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

વૃક્ષ

અવઢવોથી એકલો બાકાત છે

એ જ તો એની ખરી તાકાત છે!

બેઉ બાજુ છાંયડો, ફળ આપતો

તે ઘડી થી, ન્યાયની શરૂઆત છે.

ભીંતની વચ્ચે જ એ ફાલ્યો-ફૂલ્યો,

લો તમે આપો! કહો ઔકાત છે!!

વાદ-સંવાદો થકી અટવાય સૌ,

જોઈને સમજ્યા નહીં, આઘાત છે!

લાગતો ખાંચો ભલે મેદાનમાં,

એટલે તો આંગણું રળિયાત છે)

(સાહિત્ય પરિષદના આંગણામાં ઊગેલા વૃક્ષને જોઈ સ્કૂરેલું)

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

ભરચક ભરાયેલી

ભરચક ભરાયેલી મનની આ ડાયરીમાં

છૂટી ગયેલું કોરું પાનુ હતું

જાણ્યું ના કોઈએ, વાંચી શક્યું ના કોઈ,

સખીઓથી પણ એ તો છાનું હતું

છૂટી ગયેલું કોરું પાનું હતું

અક્ષર ના પાડી શક્યા

મનને ના ઠારી શક્યા

ફરફરતા પાનાને

પાછું ના વાળી શક્યા

હાથેથી ખેંચ્યું’તું, ઉડાડી મુલ્યું’તું.

બમણુ એ દિ’ જોર હવાનું હતું

છૂટી ગયેલું કોરું પાનું હતું

જિંદગીની દોડમાં

પામવાના કોડમાં

એ પાનું લપાયું’તું

અણદીઠી સોડમાં

ગોત્યું મળે ના એ, શોધ્યું જડે ના એ

મનનું એવું એ ચોર ખાનું હતું

છૂટી ગયેલું કોરું પાનું હતું.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

તો શું થયું ?

સ્વપ્નમાં એ ઝળહળે તો શું થયું?

કોઈ ભીતર સળવળે તો શું થયું??

હાથ લંબાવેલ જો પાછો પડે,

દિલ માંહી ઝીણું બળે તો શું થયું?

લાગણીના બુંદથી વાવ્યો હતો,

છોડ એવો ના ફળે તો શું થયું?

ભાગ્યમાં એણે ‘અટકવું’ પણ લખ્યું,

ઢાળ પર પણ ના ઢળે તો શું થયું?

સૌ કોઈને સ્પષ્ટ દેખાતો હવે,

તું ઈશારો ના કળે તો શું થયું??

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

હું

તું ન હતો ત્યારે પણ હું હું જ હતી,

તું હતો ત્યારે પણ હું હું જ હતી,

તું નથી, ત્યારે પણ હું હું જ છું.

જો,

હું જીવું છું.

જીવતી લાશ થઈને નહીં,

તેજ તોખાર, ધબકતો શ્વાસ લઈને જીવું છું.

ઉપરી તોફાનો જોઈ એમ ન માનીશ

કે, હું ઘુમરાઉં છું, વલખાઉં છું, ખળભળું છું,

ઊછળતાં સમંદરનાં મોજાની જેમ.

ના, એ મારું ઉપરી સ્વરૂપ છે.

ભીતરથી હું શાંત છું, સ્વસ્થ છું, સબળ છું.

મારા ચિંતન અને મનનમાં મસ્ત છું.

દરિયાની સ્થિતપ્રજ્ઞ ગહેરાઈ જેમ !

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

નેટ-યાત્રા

લાઈફના મોનિટર પર ઉભરતા

આટલા બધા દૃશ્યો જોઈ હું એકદમ ચકિત!

ર્ડ્ઢુહર્ઙ્મટ્ઠઙ્ઘ થયેલી લાગણી

થોડી થોડી વારે ડિસ્કનેક્ટ થાય છે

ને વારંવાર ખોટકાઈ જતું પ્રેમનું આ

જીીદૃિીિ

જો સરખું ચાલે તો

સંબંધને હું લોગ-ઈન કરું

સ્મરણોના ગૂગલમાં ક્લિક ક્લિક કરી

ચાલી નીકળું છું

નેટ-યાત્રા પર અને

વહેતા શબ્દોનો મૌન સ્પર્શ

મને ઝંકૃત કરી જાય છે.

જો કે ક્યારેક

વિચારોના વાયરસનું આક્રમણ થાય ત્યારે,

નામ-ઘટના અને કદાચ સંબંધને પણ

ડ્ઢીઙ્મીીં કરવા પડે છે.

ક્યારેક એવું લાગે કે

એવું તો નથી કે

મારા ગૂંથેલા જાળામાં

હું જ અટવાતી જતી હોઉં!

પણ તરત ખૂલતી બીજી વેબસાઈટની જેમ,

લાઈફમાં મને જોઈતી જીટ્ઠષ્ઠી પણ

ફરી જ લઉં છું.

જો સમયસ ર્ન્ર્ખ્તેં ન થાઉં તો

મારું આખું યે અસ્તિત્વ

ૐટ્ઠહખ્ત થવાની

પૂરી શક્યતા છે!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

સહિયારું

દર્દ ભલેને તારું છે,

દરેક આંસુ મારું છે!

હૈયું ભરાય - ખાલી થાય,

હવે એ મજિયારું છે!

માળી છે, માલિક નથી

પુષ્પ તને છો પ્યારું છે!

રાહ ચીંધશે કેવળ એજ,

જેણે લખ્યું અંધારું છે.

પલકારામાં વીતી જશે,

જીવન જો સહિયારું છે!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

વેરણ છેરણ

જંગ જીત્યાની વેરણ છેરણ,

જગ જીત્યાની વેરણ છેરણ.

પાટી પેનમાં જિંદગી ઘૂંટી,

વ્યર્થ શીખ્યાની વેરણ છેરણ.

છત્રીસ ગૂણે મેળવી કૂંડળી,

મન મળ્યાની વેરણ છેરણ.

સાદ કિનારે ડૂસકાં ભરતો,

યાદ રટ્યાંની વેરણ છેરણ.

હાં હાં હાં હાં.. ધસતો શ્વસતો,

પળ ખૂટ્યાંની વેરણ છેરણ.

લખ ચોરાશી હામી ભરતાં,

ભવ છૂટ્યાંની વેરણ છેરણ.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

તને વળાવ્યા પછી....

સવાર પડે ને ખાલી ઘરમાં રોજ તને હું શોધું છું,

સૂની છતના કાળા શ્વાસમાં રોજ તને હું શોધું છું.

સઘળી ચીજો સરખી કરું ત્યાં નજર પડે કંકોતરી,

ભીનો કાગળ ને પલળતા નામમાં રોજ તને હું શોધું છું.

ક્યાં સુધી રાખું છાનું આયના પૂછે તારું સરનામું

પ્રતિબિંબના શૂન્ય ભાસમાં રોજ તને હું શોધું છું.

યાદ કરું શું તારું હસવું, તારું રિસાવું, તારી વાતો,

એકાંતના અડાબીડ જંગલમાં રોજ તને હું શોધું છું.

લીલાં લીસ્સાં પાન ગૂંથીને જાતે બાંધ્યું હતું બારસાખે,

આસોપાલવના સુક્કા તોરણમાં રોજ તને હું શોધું છું.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

ઓલ્યું જોબન

ઓલ્યું જોબન આવ્યું ને

મને બાળપણથી છેદી

કોણ આવી વાયરાની પાંખે

મારા કાને મંતર ફૂંકી ગયું ભેદી...

ઓલ્યું જોબન

બેઠી ઝરૂખડે કૂકા રમતી’તી

કોણે બાજી બગાડી અણમૂલી

પૂછે સવાલ મને પાનાંઓ ફેરવીને

કર મહી ચોપડી અધખૂલી

કોણે આવી આંખોને મીંચી

મને ભીંસી પાંપણ વચ્ચે કરી કેદી...

ઓલ્યું જોબન

પડખાંઓ ફેરવીને વીતે છે રાતડી

ને ઓશીકું જોઈ વ્હાલ જાગે

આંખેથી રંગો બધા વેરી બન્યા

કે મને બધું ગુલાલ લાલ લાગે

કોણ આવી ભરશે ચૂમી માથે

ભરી બાથે લાજી મરીશ હું તો તે દિ’...

ઓલ્યું જોબન

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

ચાલને સખી ઘરગોખલા રમીએ

ચાલને સખી પાછાં મળીએ,

ચાલને સખી સાથે રમીએ.

નાના અમથા પાંચીકાંને, કુકા સાથે મસ્તી કરીએ,

કોડીની હોડીમાં તરીએ, ચોપાટ પથ્થરે પાથરીએ.

ચાલને સખી ફૂલડાં પરોવીએ,

ચાલને સખી કેસૂડા વીણીએ.

કાંકોટીનાં કાળાં મોતી, વીણી વીણીને વાટું જોતી,

બે છેડાં, એક દોર સખી, સામસામે મોતીડાં સેરવીએ.

ચાલને સખી કાંકોટી કરીએ,

ચાલને સખી ઘરગોખલાં રમીએ.

ઘરગોખલા રમતાં રમતા, સાચુકડાં ઘર બાંધી બેઠાં,

નાનીનાની આંખલડીમાં, મોટા સપનાં આંજી બેઠાં.

ચાલને સખી સપના ઓળંગીએ,

ચાલને સખી મનડાં મોલવીએ.

નાની વાતોમાં નાની ખુશી, મોટાં થઈ ક્યાં ન ફંફોસી ?

જીવન-ચાકડે ગોળ ઘુમવામાં, હાથ પકડ્યાની વેળા છૂટી.

ચાલને સખી પાછા હાથ મેળવીએ,

ચાલ, જીવન ચાકડો ઊંધો ઘુમડીએ.

ચાલને સખી પાછા મળીએ,

ચાલને સખી સાથે રમીએ.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

સ્પૉટલાઇટ

પડદો ખૂલ્યો, અજવાળું થયું

અને એક નવી સવાર ઉઘડી.

એ જ પાત્રો - એ જ એક્ટીંગ

બધું એકદમ ઝેરોક્ષ જેવું રોજે રોજ

ક્યારેક અદમ્ય ઇચ્છા,

પ્રેક્ષક બની દૂરથી જ જોઉં

બધા ય અંકો,

પણ હું જ દરેક દૃશ્યમાં હોઉં છું

અનિવાર્યપણે....

શું ધરી બનીને રહેવું કે

પછી સાવ આમ વર્તુળની બહાર જ!

નથી ખબર મને

પણ દિવસને અંતે

જ્યારે લાઇટ ફેડ આઉટ થઈ જાય

ત્યારે જ સ્પૉટલાઇટ મારા પર,

પ્રકાશથી આંખો અંજાય,

સામેનું કશું જ ન દેખાય,

ત્યાં મારી અંદરથી,

મને જ પ્રશ્ન...

તું ક્યાં છે ?!!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

માથે નીત નવા....

માથે નીત નવા ચંદરવા

કોણ પીંછી લઈને બેઠું,

જુજવા રૂપ ચિતરવા

માથે નીત નવા ચંદરવા

સૂરજ હુંફાળો થઈ આવે,

કિરણો ચૂમી ભરે

ચાંદ સૂવાડે હેત કરીને

રાત પહેરો ભરે

કોણ શિલ્પિ બનીને બેઠું,

સપનાએ કોતરવા,

માથે નીત નવા ચંદરવા

ક્યાં દાબડી છે રંગોની

ક્યાં મૂકે છે પીંછી

ક્યા કૂવેથી લાવે છે

આટલા જળને સીંચી

પંખીઓ પણ રોજે રોજ

ફરતા તપાસ કરવા

માથે નીત નવા ચંદરવા

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

જવું છે...

પાપ-પુણ્યની પાર જવું છે,

તોડી કારાગાર જવું છે.

નહીં ટોચ, કે નહીં તળેટી,

પ્હાડની ધારોધાર જવું છે.

મોહ સ્મૃતિનો લાગે ઠાલો,

અડકીને બારોબાર જવું છે.

જનમો જમનના વળગણ ખોટાં,

છોડી કારોબાર જવું છે.

આગળ-પાછળની વાત છોડી,

ધરાર, હારોહાર જવું છે!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

આપણે

હાંફતી દોડ્યા કરે આ જિંદગી,

એમાં લપસણા ઢાળ જેવા આપણે.

એક તો અધૂરો ઘડો છે જ્ઞાનનો,

ને તો ય છલકાયા કરતા આપણે.

મોહના બંધનમાં બહુ બારીક ગૂંથાયા,

એક રેસો ખેંચો અને તૂટતા આપણે.

બિંદુની અનંતતા ન સમજી શક્યા.

બસ, વર્તુળમાં જ ફરતાં આપણે.

સંબંધોની વેદી છે અને પ્રેમનું શ્રીફળ,

હોંશથી અવસરને વધેરતા આપણે.

સામે પાર જાવું તો હવે સાવ અશક્ય,

સેતુ નહીં દિવાલો ચણતા આપણે.

હોનારતો ય કોઠે પડી ગઈ છે હવે,

હૈયે હામ ભીડી સામનો કરતા આપણે.

પાછો ફરે છે કે નહીં, આજ જોઈએ જરા,

સમયની શીશી ઉલટાવી જોતા આપણે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

ચાહ્યો તને...

તાઉમ્ર નિરંતર તુજ પર લુંટાવી ચાહ્યો તને,

શક્યતાની હતી જે હદ વટાવી ચાહ્યો તને.

શ્વાસથી શબ્દને જો કદી અળગો કીધો,

તો કોરી ગઝલમાં ટપકાવી, ચાહ્યો તને.

ચાંદ તારા સજાવી આભમાં જડી દીધો,

તો મેઘમલ્હાર વરસાવી, ચાહ્યો તને.

ધૂંઆધાર ધોધ શો અભિવ્યક્ત સીધો,

તો ગાજતો સમંદર છલકાવી, ચાહ્યો તને.

પરાકાષ્ઠા વિરહની વેદનાગ્રસ્ત થઈ,

તો, આંખથી અશ્રુ વહાવી, ચાહ્યો તને.

મંદિર, મસ્જિદ, દેવાલય કે અગિયારી,

ન મળ્યો ક્યાંય તો, ખુદ ઈશ્વર બનાવી, ચાહ્યો તને.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

વાદળોના...

વાદળોના પાલવે ડોકાય છે,

ક્યાં નરી આંખે હવા દેખાય છે ?

પાંદડાંની તાલીઓથી જાણજો

ગીત સૌને બાકી ક્યાં સંભળાય છે ?

ભેદ હૈયામાં ન સંઘરશો તમે,

મૌન હંમેશા વધુ પડઘાય છે.

ચંદ્રને હિંચે નદીના પારણે

રાતને હેતે સુવાડી જાય છે.

એ બની મજનૂ જો ટહેલે બાગમાં

ફૂલની ફોરમ દિવાની થાય છે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

ખળભળ

ચારે બાજુ ખળભળ ખળભળ,

કે અંદર કંઈ સળવળ સળવળ!!

હાશ, હવે તો રાત પડી ગઈ,

પણ સપનાંમાં ઝળહળ ઝળહળ!

સૂરજ સામે માંડી બેઠા,

આગિયાઓ જાણે ચળવળ!

ગગન ચૂમતાં પ્હાડની વાતો,

દરિયે કહેવા દોડ્યું ખળખળ!!

તરસ અને તૃપ્તિની વચ્ચે,

લોલક થઈને ઝૂલે પળપળ!!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

ચાળણીની છાતીએ....

ચાળણીની છાતીએ ઝીલ્યાો સખી

અડધો પડધો જ મને મલ્યો સખી

તો કેમ કરી પામું હું પૂરો સખી?

તાણાને વાણા બે ય નડ્યા રે લોલ

ઝીણા ઝીણા ભાગ એમાં પડ્યા રે લોલ

કાણાઓ સોંસરવા કનડ્યા રે લોલ

આખો પાખો નો મને ઓરતો સખી

અડધો પડધો જ મને મલ્યો સખી

તો કેમ કરી પામું હું પૂરો સખી?

મીંદડી ઉતરી નસીબે આડી રે લોલ

મૂઠ બાંધી પ્રીતને પછાડી રે લોલ

શોક્ય બની ખાઉં એની ચાડી રે લોલ

ચાળણી વિનાનો મેં તો ઝંખ્યો સખી

અડધો પડધો જ મને મલ્યો સખી

તો કેમ કરી પામું હું પૂરો સખી?

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

ઝરણ...

નાનું એવું એક રણ

તું જ છે એનું ઝરણ!!

લાંબી લાંબી જિંદગી

માણવાની બે’ક ક્ષણ!!

પ્રાર્થના કે બંદગી,

સાંભળે છે એક જણ.

રાધા, મીરાં, ગોપીઓ

ને છે કા’નો એક પણ!!

વાવણી ઇચ્છાની છે

ને કહે હૈયાને લણ!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

કોઈ વાત કરું

વાતનું બ્હાનું કશુંક લાવી દે તો કોઈ વાત કરું

કોઈ ફૂલ ભમરાને તાવી દે તો કોઈ વાત કરું.

સરિતા તો સર્જાય જ છે સમંદર સમર્પિત

રણમાં વીરડી વહાવી દે તો કોઈ વાત કરું.

દરિયો ઢસડી જ જાય કિનારેથી માટીનાં ઘર,

કિનારે ઘર એકાદ બચાવી દે તો કોઈ વાત કરું.

તારું, મારું, આપણું બધો નર્યો બકવાસ,

‘વસુધૈવ કુટુંબ’ બનાવી દે તો કોઈ વાત કરું.

બધી વાતે તોલ માપનાં બહાના ન કર મુરખ,

સીધું સરળ સુલટાવી દે તો કોઈ વાત કરું.

પ્રાણ પ્રતિષ્ઠા થઈ મંદિરોમાં પથ્થરોની,

માણસમાં માણસ પ્રટાવી દે તો કોઈ વાત કરું.

પૃથ્વી પર માણસ જન્મે, એમાં શું ધાડ મારી,

પૃથ્વી પર ઈશ્વર જન્માવી દે તો કોઈ વાત કરું.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

સંબંધ તો આકાશ

વરસ્યા વગરનું આ વાદળ છે,

બરાબર એવું આ સગપણ છે.

એકને બદલે અનેક પ્રતિબિંબ,

તિરાડો પડેલું આ દર્પણ છે.

અર્થો સિપાહી છે, લડ્યા કરે,

શબ્દોનું તો આ સમરાંગણ છે.

લાગણી ખગ્રાસ થઈ જીવતી રહી,

જીવન આ કાયમી ગ્રહણ છે.

રિક્ત થઈ જીવવા કરું કોશિશ,

સંબંધોનું અહીં સતત આક્રમણ છે.

કેસૂડાનો ચોતરફ દરબાર ભર્યો,

ભીનો ભીનો રંગીન આ ફાગણ છે.

હું જ વિસ્તર્યા કરું મારા મહીં,

ઉર્ધ્વ ગતિ માટે જ આ મથામણ છે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

સંબંધો

જ્યાં ઉકેલાતાં ગયાં,

ત્યાંજ ગુંચાતા ગયા!!

કોણ રમતું શી ખબર ?

દાવ દેવાતા ગયા!

કોઈને મળતાં ગયા,

તોય ખોવાતા ગયા!

સાદ આવ્યો એ તરફ,

સહજ ખેંચાતા ગયા!!

સૌ અશક્તિ ના બનાવ

ભાગ્ય કહેવાતા ગયા!!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

જીવનસાથી

કોઈ સાથે દે ન દે

મારા શ્વાસોમાં સદાય શ્વસતી

વિશ્વાસમાં વિચરતી

તાલ-બેતાલ સુરસંવાદો રચતી

પ્રેમપ્રવાહમાં પાંગરતી

ધીમે ધીમે

મારી લાગણીઓને સ્પર્શીને,

લાડભર્યું સહેલાવીને,

હળવે હાથે મઠારીને,

પૂજાની થાળીમાં પ્રગટાવેલાં

દીવાની જ્યોત સમ જ્વલંત

પથરાઈ જતાં પ્રકાશ થઈ

અંધારા એકાંતનાં ખૂણામાં

હું અને મારી કવિતા!!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

યાદ છે

પળ તને છોડી જવાની યાદ છે,

આંખમાં સ્વપ્ના થીજ્યાનું યાદ છે.

સંબંધો સાપ થઈ ઘેરી વળે,

લીલીછમ લાગણીને ડંખ્યાનું યાદ છે.

જિંદગી વીતી ગઈ ઠાલા વિશ્વાસમાં,

એક શમણું તૂટી ગયાનું યાદ છે.

વાડ હતી કાંટાની તેં જોયા કરી,

બીજ ભીનું પ્રેમનું વાવ્યાનું યાદ છે.

મુક્ત થઈ આનંદથી નભમાં એ સંચરે,

માળો છોડી પંખી ઊડી ગયાનું યાદ છે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

સદા રહું હું...

સદા રહું હું તારે સમીપે

જાણે મોતી છીપે,

રાખજે તારે સમીપે

ઘોર અંધારી છાપરી મારી

ઝગમગ ઝગમગ હાજરી તારી

પ્રગટે જ્યોતિ દીપે

રાખજે તારે સમીપે

તરસે મારો પ્રાણ આ જાશે

તારા દરિશનથી જ છીપાશે

તૃષ્ણા ટીપે ટીપે

રાખજે તારે સમીપે

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

હાથતાળી દઈશ

એમ તો તને હું મારી જ રીતે ઢાળી દઈશ,

હથેળીમાં બે-ચાર લકીર હું પણ પાડી દઈશ.

થઈ જા તું મુજ પંથ જીવનસંગીની,

કસી મુઠ્ઠી બે હાથ, હું તાળાં મારી દઈશ.

રોજ રોજ ઉધારી તને બહુ ખટવ્યાં કરી,

આજ પાસાં જમા સઘળાં, હું પણ પાડી દઈશ.

ન માનીશ એટલું આસાન, હું હારી જઈશ,

હજી હાથમાં છે બાજી, મેદાન હું મારી દઈશ.

સરભર કરવાને હિસાબો તું વ્યર્થ કોશિશ ન કર,

વસુલવા તને હું મોતને પણ હાથતાળી દઈશ.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

સવાર

અચાનક ઝબકીને જોઉં તો

હાથમાં પરબીડિયું,

ઉપર લખ્યું હતું ‘સવાર’

ખોલીને જોઉં તો

નામ-સરનામા વગરનો

કૂણા તડકામાં લપેટાયેલો

કોરો કાગળ.

પ્રત્યુત્તરમાં દોર્યા

અવનવા આકાર

પૂર્યા મન ભરીને રંગો

ઉભરી આવ્યો એક

રંગબિરંગી દિવસ

મારી કલ્પનાનો.

ક્યારેક સામટા ઢોળાય

બધા રંગો.

તો ક્યારેક પીંછી હાથમાં જ,

ને અંધારા ઉતરી આવે

સ્મૃતિપટ પર.

મારી પાંપણ પાછળના પ્રદેશમાં

વસવાટ છે

આઠે પ્રહરની અતૃપ્ત એષણાનો.

જે આંખ ખૂલતા જ

પથરાઈ જાય

પીંછી બની કેન્વાસ પર.

મને પ્રતીક્ષા રોજ

નવા પરબીડિયાની, નવું ચિત્ર,

નવી સવાર,

નવા સ્વપ્નો,

નવી સંભાવના.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

બંધ બારણે

બંધ બારણે મારી ટપલી

કરી ગયું કોઈ છળની ઢગલી

ઓળખાણની અદલાબદલી

હરતા ફરતા દરેક પડછાયા

મને અજાણ્યા લાગે

હાથ લંબાવી પકડવા જાઉં તો

અંધારામાં ભાગે

શોધતી ફરું હવામાં પગલી

ઓળખાણની અદલાબદલી

ઊઠતા મારા દરેક કદમ પર

લાગ્યા લાખો પહેરા

હાથ ફંફોસી શોધવા મથું

હું જાણીતા ચહેરા

ભેદ ભૂલી શું અસલી શું નકલી

ઓળખાણની અદલાબદલી

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

રસ્તો

ચરણને અચાનક છળી જાય રસ્તો

મુસાફરનું મન જો, કળી જાય રસ્તો!

નિહાળીને સંકેત, આગળ વધો પણ,

તમારી જ મંઝિલ, ગળી જાય રસ્તો!

સવારી તણા દબદબાથી પ્રભાવિત,

અદબ જાળવીને, લળી જાય રસ્તો!

દગાબાજ શા લક્ષ્યને વસવસો છે,

સતત ચાલવાથી, ફળી જાય રસ્તો!

કદી જાણકારોય ભૂલા પડે ત્યાં,

અજાણ્યાને સહેજે, મળી જાય રસ્તો!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

કેમ માની લીધું

કેમ માની લીધું ઝરણની વાત છે,

નિઃશબ્દ અફાટ રણની વાત છે.

ચોતરફ લચી રહ્યાં છે ખેતરો,

કોઈ માટે એક કણની વાત છે.

પાદરેથી ફંટાતા રાહ વચાળે,

સીમ ભણી વળતા ધણની વાત છે.

આયખું અમથું અજંપામાં ગયું,

છેવટે જીવાતી ક્ષણની વાત છે.

વરસે નહીં આંખેથી વરસાદ હવે,

આંખોમાં વસતા એક જણની વાત છે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

કારણ અપો

નાદાન દીલને મનાવવાનું કોઈ તો કારણ આપો,

અમથું અમથું રીસાવવાનું કોઈ તો કારણ આપો.

આમ વળાવવા ક્યાં ક્યાં આવ્યાં જૂની રેશમ ગાંઠે,

સાવ જ કાયમી વળાવવાનું કોઈ તો કારણ આપો.

આટલાં આગિયા ભેગા થઈને શું નહીં કરશે અજવાળું?

સૂરજને રોજ સળગાવવાનું કોઈ તો કારણ આપો.

ભડભડ ચિતા સજાવવાને પુરતી એક ચિનગારી,

ધીમા તાપે તપાવવાનું કોઈ તો કારણ આપો.

ઠાકોરજી શું નથી પોઢતાં ફાટેલ તૂટેલ ખાટે ?

મંદિર ઝૂલે ઝુલાવવાનું કોઈ તો કારણ આપો.

ભૂખ્યા પેટે વાસી ખિચડી દૂધપૌંઆ જ લાગે,

ચાંદની રાતને મલાવવાનું કોઈ તો કારણ આપો.

એક જ ઝાટકે નથી ઘૂમાતું એનાથી એક સરખું?

એક ધરી જ રોજ ઘુમાવવાનું કોઈ તો કારણ આપો.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

અમે કટકા...

અમે કટકા થઈ ભુક્કો થયા છીએ

દબાણે દબાણે એ શું જાણે?

અમે સ્યાહીમાં રક્ત થઈને ભળ્યા છીએ,

લખાણે લખાણે એ શું જાણે?

હસવું કે રડવું એ સૂઝ ના પડે તો

અમે હોઠે હાસ્ય સજાવી રહ્યા છીએ

અજાણ અજાણે એ શું જાણે ?

ખુશામત કરી અરીસો થાકી ગયો છે,

અમે જુઠ્ઠાણું થઈ હાંફી ગયા છીએ,

વખાણે વખાણે એ શું જાણે?

અલાયદુ લક્ષ સેવી શક્યા ના

અમે જાતને પાછળ ઢસડી રહ્યા છીએ

પરાણે પરાણે એ શું જાણે?

સૂઝબૂઝને અમારી ગિરવે લીધી છે,

કસોટીના તણખા થઈને બળ્યા છીએ,

સરાણે સરાણે એ શું જાણે?

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

ખાલીપો!

મપાય એટલું માપો,

ના ભરાય ખાલીપો!!!

કેવી રીતે ફાલેફૂલે!

મૂળને ઝાંઝવા આપો!!!

ચીરી નાખે નવું નક્કોર,

કોઈ અજાણ્યો ખાંપો.

બગીચો બનાવવા સારો,

નક્કામા ઘાસફૂસ કાપો.

સૂર્યે આવીને ભૂંસી,

ચાંદ-તારાની છાપો.

આવશે સઘળું આપોઆપ,

શ્રદ્ધા ગણેશ સ્થાપો.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

સપના જો...

સપના જો મૂંગા ને મંતર થઈ બેઠા

મેં લીધો સહારો શબ્દનો

કાગળ કલમની ફુરસદનો

હાંસિયાની ધાર હું ક્યાંથી છોડું,

કે પનો કાગળનો છે ટૂંકો

પાછું વ્યાકરણ એ શીખવાડી ગયું કે,

ઉદ્‌ગારને વિરામચિહ્ન મૂકો

વિસ્તાર વિચારોનો ઓછો કરું કે, કરું

વિચાર આ કાગળના કદનો

કાગળ કલમની ફુરસદનો.

ભાષણ જો હોય તો કાપકૂપ કરું

પણ કાપુ કઈ બાજુથી સપના

જાણતા હો લોક તો ના યે કહું

પણ મેં તો દીઠા’તા છાના છપના

રાતો હતી એ પૂનમની ચાંદની કે

અંધાર પથરાયો’તો વદનો

કાગળ કલમની ફુરસદનો.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

ફળે છે

ખોટી બાધા પણ ફળે છે!

એટલું તું ક્યાં કળે છે!!

શોધવા શિખરે ચડ્યો’તો,

તે જ તારા પગ તળે છે!

સુખદુઃખના બે સ્તર વચાળે,

આ સમય જીવન દળે છે!

શાંત એ ઊંડાણમાં હો,

ને કિનારે ખળભળે છે!

એક ઊંચાઈ મેળવીને,

ભલભલા રસ્તા ઢળે છે!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

ફળે છે

ખોટી બાધા પણ ફળે છે!

એટલું તું ક્યાં કળે છે!!

શોધવા શિખરે ચડ્યો’તો,

તે જ તારા પગ તળે છે!

સુખદુઃખના બે સ્તર વચાળે,

આ સમય જીવન દળે છે!

શાંત એ ઊંડાણમાં હો,

ને કિનારે ખળભળે છે!

એક ઊંચાઈ મેળવીને,

ભલભલા રસ્તા ઢળે છે!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

આશા

હું,

મારામાં ઠાંસી ઠાંસીને ભરું છું,

નિઃશબ્દતાનો ઘોંઘાટ,

પાંગરે છે મારી નસનસમાં,

શૂન્યતા, સ્તબ્ધતા, સન્નાટાનો અવકાશ.

હું,

ઢસડી લાવું છું,

સન્નાટાને ચીરતી, ભેદતી, છેદતી,

હૃદયપડને ઉખેડતી, ખોતરતી, તસનસ કરતી,

લાંબી તરડાયેલી ચીસ!

હું,

રોપવા મથું છું.

લાંબી તરડાયેલી ચીસને,

ખોતરાયેલા હૃદયપડ પર,

શૂન્યતા, સ્તબ્ધતા, નિઃશબ્દતામાં ઘોંઘાટમાં

ક્યાંક ઊગે...,

ચિર શાશ્વત શાંતિનાં શબ્દવન!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

અજવાળે આંખને

અજવાળે આંખને આંજી દે માણસ,

અંધારે મીણબત્તીના પડછાયા માણસ.

સાદ હળવો એક કોલાહલ બને,

શૂન્યતાને ચીરવા રઘવાયા માણસ.

સાંધવા મથું તો ય છેદ પડ્યા કરે,

સંબંધના તારમાં પરોવાયા માણસ.

ફરક્યા પણ નથી નજીક ક્યારેય,

પછી ઉઠમણે કેવા છલકાયા માણસ.

જિંદગી એક ઉલઝન બની વીતી ગઈ,

કેટલું ઉકેલું તો ય ના સમજાયા માણસ.

લડે, ઝઘડે, ભેગા મળે અને ફરી લડે,

અંત સુધી આ જ ચક્કરમાં ચકરાયા માણસ.

લાખ કોશિશ નાકામ રહી છેવટે,

બે રંગમાં સામસામે વહેંચાયા માણસ.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

લખને!!

સરતી હવા પર, ગીત લખને,

સૂની હથેળી, પ્રીત લખને!!

કોલાહલે ફૂલો મૂરઝાયા,

સંવાદનું સંગીત લખને!!

હૂંસાતૂંસીને હડિયાપટ્ટી,

સૌની સરખી જીત લખને!

ડરવું પળેપળ, મૃત્યુ જેવું,

જીવી જવાની રીત લખને!

જે જે ને હું સામો મળું

તેના ચહેરા સ્મિત લખને!!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

ઊડતાં રે’શું, ચણતા રે’શું

ક્યાં જઈશું ને ક્યાં રહીશું,

દુનિયા છૂટી ગઈ.

માનવીની આ જાત ન સુધરી

જંગલ વેતરી ગઈ.

ચાલ ચકી હવે ઘરમાં એનાં નાખીએ આપણે ધામા,

આપણે કરીએ મોજ એસીમાં, આવા ભર તડકામાં.

દુઃખને નાખીએ એક પોટલીમાં

ઝંઝટ વિસરી જઈ.

ઊડતાં રે’શું, ચણતાં રે’શું,

દુનિયા નવી લઈ.

આપણે ક્યાં કોઈ જાર ભરવા કે કરીએ રોજ ઉધામા,

આપણે તો બસ ચહેકતાં રહેવું, ઘરનાં એક ગોખલામાં.

માનવી કરે નિજ નિકંદન,

ભાન ભૂલીને ભઈ.

ઊડતાં રે’શું, ચણતાં રે’શું,

દુનિયા નવી લઈ.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

પુષ્પને પાંપણે

૫ુષ્પની પાંપણે ભીની ઝાકળ છે,

સંધ્યાએ આંજેલું લાલ કાજળ છે.

કાલે ફરીથી ઉગશે નવા જોશથી,

આજે તો સામે ઉભો અસ્તાચળ છે.

શબ્દ તો ઝરણાં પર્વત પરનાં,

ઝીલવા એને આ કોરો કાગળ છે.

સંમિલન ભરતી-ઓટનું પ્રેમમાં,

લાગે સભર પણ શુષ્ક વાદળ છે.

પ્રેમના સોગંદ ગુલમહોર તળે,

આજે સામે ઊભો બાવળ છે.

વિખવાદ કેવો સપાટી પર આવ્યો,

શાંત પાણીનો દાવો પોકળ છે.

જીવન જીવી ગયા મૌનના શસ્ત્રે,

શી ખબર મોત પણ વાચાળ છે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

પછી હાથમાંથી...

પછી હાથમાંથી સરી જાય રેતી,

હવાના ઈશારે તરી જાય રેતી.

નથી વાતમાં પૂરતો ભેજ તેથી,

વિસારી સંબંધો ખરી જાય રેતી.

ન આવે ન જાયે અહીં કોઈ તો પણ,

નવી ભાત પગની કરી જાય રેતી.

અગર માર્ગ ભૂલે એ રણનો મુસાફર,

પછી ઝાંઝવાઓ ધરી જાય રેતી.

નથી કાઢવો તાગ ઊંડાણનો પણ,

કિનારેથી પાછી ફરી જાય રેતી.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

અહીં

અવકાશી બ્રહ્માંડ મહીં તું સાવ એકલો,

અહીં અમથું જ કીડિયારું ઉભરાય છે.

એકાંતે મહેલોમાં વાસ તારે એકલાને,

અહીં ફૂટપાથે મહેરામણ છલકાય છે.

તારે ભોજનમાં રોજ રજવાડી રાજભોગ,

અહીં મુઠ્ઠીભર જાર તો કદી લાંઘણ થાય છે.

ઓઢ્યાં તે ચીર અને પહેર્યા તે હીર,

અહીં બાળપણ ઠંડે ઠુંઠવાય છે.

આંગણામાં જલતી તારે અખંડ જ્યોત,

અહીં આંખે અંધારા અથડાય છે.

કહેવાને તું મારો તાત, ને હું દીકરી,

પણ, અંતરમાં અંતર વરતાય છે.

કો’ક દી પરોણાગતનો મોકો તો આપ,

હું કહીં દઉં જે રોજ રહી જાય છે,

અવકાશી બ્રહ્માંડે તું સાવ એકલો ને,

અહીં અમથું જ કીડિયારું ઉભરાય છે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

સમયપત્રક સૂરજનું!

રોજ સવાર પડે ને

રોજ પડે સાંજ

કૂકડાએ તો કદી નથી જોઈ

ભીંતે લટકતી ઘડિયાળ!

બાગ આખો મહેંક મહેંક

ને પક્ષીઓની ચહેક ચહેક

માળામાંથી સામટા નીકળે

ઊડે ડાબે ને જમણે.

ચકો ચકીને ક્યારેય ન પૂછે

‘કેટલા વાગ્યા ? ઘેર પાછા ફરીશું?’

સાંભળ્યું ક્યારેય સૂરજે

સી.એલ. કે પી.એલ. લીધાનું?

મસ્ટરમાં પણ ક્યારેય

લાલ નિશાની નહીં.

વરસાદ સાથેની સંતાકૂકડીમાં

તડકા માટે આંખો તરસે

ત્યારે,

સૂરજ સીક લીવ પર

હોય છે

દિવસો સુધી!!!!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

મુલાકાત છેલ્લી

મુલાકાત છેલ્લી? તહેવાર જાણે,

મિલન આપણું છે વહેવાર જાણે.

અમે સંઘર્યું છે નયનમાં ભરીને

ગમે તે પળે થાય ચોધાર જાણે

તમે તરબતર પુષ્પની જેમ કરતા

પછી હોય ઝાકળ તડીપાર જાણે

વધે વ્યાપ રણનો દિવસરાત તેથી

સમાણી નદી સાવ લાચાર જાણે

તમે રાહમાં કેમ છો ? પૂછશો ના,

બજારે થશે ગામ સુનકાર જાણે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

હું તો

ક્યાં કહ્યું અકબંધ છું?

હું ફક્ત સંબંધ છું!!

વિશ્વનિયંતા તણો

વણલખ્યો પ્રબંધ છું!

આંખથી પરખાય ના,

કે ખરેખર અંધ છું ?

જો ટકોરા મારશો,

લાગશે હું બંધ છું!

બોજ ઉપાડી શકું

હું સમયનો સ્કંધ છું!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

તું

બંધ બારીએ આશ પવનની ફર્યા કરે તું,

નકશા સુગંધના ફૂલ પર ચીતર્યા કરે તું.

પિંડ પાનખર, મનમાં વસંત ને આંખે ચોમાસું,

આઠે પ્રહર શ્વસે ઋતુ ને નીરખ્યા કરે તું.

ફક્ત ઝાકળ જેટલું જ તને જો જોઈ શકું,

પ્રતીક્ષા કરું બાગમાં ફૂલ થઈ ને મલક્યા કરે તું.

સઘળા તર્ક ખોટા તારા હોવા ન હોવા વિષે,

અણુ અણુ મહીં તોય કેવો વસ્યા કરે તું.

આયખાની આંટી કાંતી કાઢ્યું સૂતર પ્રેમનું,

પોત સાચવું ભવભવ માટે ને છેદયા કરે તું.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

વસિયતનામું

જતનથી જાળવેલાં જિંદગીના જામનું જાહેરનામું,

આલેખવા બેસું આજ મારી જિંદગીનું વસિયતનામું.

નશો આ જામમાં મુજ જીવનકવનનો સહજ ભાસે,

મળી છે ભેટમાં કેટલીય વ્યાધિઓ પ્રથમ ગ્રાસે.

સભર તો એક ઘૂંટ માત્ર છે બાકી, જે ક્યાં પિવાયો છે,

લાખ ખાલીપાનો દુન્યવી દોર હજુ માથે છવાયો છે.

સહજતાથી ખૂંપતાં ગયાં અમે જીવનકળણમાં,

શું ખબર છલકાય છે દરિયો, એના ગહનમાં.

સગપણમાં સીંધી સ્નેહની સૌરભ સોંપી દીધી,

મોંઘી મિરાત નેહની મિત્રોમાં વહેંચી દીધી.

અમુલખ એકલતાને મેં, મુજથી નજદીક રાખી છે,

વૈભવી વારસો વહેંચ્યો, બચ્યો શ્વાસ બાકી છે.

જિંદાદિલીનો અડીખમ રાગ મુજથી રોજ ગવાયો છે,

એ ખુદા, તું ય થોભ ! તારો પણ ક્યાંક ભાગ સમાયો છે.

લે રાખ, તારી જિંદગી, મેં તુજને પાછી સોંપી દીધી,

વ્યથિત વેદનાઓને ભરી હાથમાં, મેં બંધ મુઠ્ઠી કીધી.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

એવી દરિયાની....

એવી દરિયાની રેત

રેત ધરતીનું હેત

હેતે હીંચોળે રાત

રાત તારલાની ભાત

ભાત હૈયે પડી જાય

જાય મોજાને પાર

પાર જઈને રૂંધાય

રૂંધે ડૂમો ભરાય

ભાર નીતરી વહી જાય

ટપક ટપક ટપક ટપક

ને દરિયો છલકાય

છલક છલક છલક છલક

પારનો કોઈ દેશ

દેશે રહેતું કોઈ ખાસ

ખાસ આવે બહુ યાદ

યાદ આવે એ રાત

રાત સપનાની વાત

વાત હૈયે ખૂંચે

ખૂંચી હૈયું વીંધાય

વીંધી મારે કોઈ ન્હોર

ન્હોરે નીતરતુ લોહી

ટપક ટપક ટપક ટપક

ને ઝબકી જવાય

ઝબક ઝબક ઝબક ઝબક

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

પક્ષાઘાત

તારું ઊઠીને જવું, આઘાત છે,

મારું ખુદને ચાહવું, પ્રત્યાઘાત છે!

સસ્તી, મોંઘી, જિંદગીઓ પર અહીં,

મૃત્યુની જો એકસરખી ઘાત છે!

સત્ય, સપનાં એ બધું સાપેક્ષ છે,

કેવો તકલાદી અહીં સંગાથ છે!!

ચંદ્ર-તારા કંઈક તો સુઝાડશે,

તકદીરોમાં જો લખેલી રાત છે!

જો જીજીવિષાઓ તો બમણી થઈ ગઈ,

છો દેહને થયો પક્ષાઘાત છે!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

કાળ આ

કાળ આ આજમાં કેદ છે એટલો

એક છે એક નહિ ભેદ છે એટલો

એક વત્તા એક લઈ તું થયો બેવડો

શૂન્યતા બાકી રહી છેદ છે એટલો

ચાલતો તું થયો એ નથી વસવસો

કીધું નહીં મેં કશું ખેદ છે એટલો

ખેલ તારો હતો કેફ મારો હતો

જાણીતો વાણીનો વેદ છે એટલો

સ્વપ્ન મારું ભલે ભૂલ જેવું હતું

તોડ કે જોડ, મતભેદ છે એટલો

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

જીંદગી

તું મને જ્યારે મળે, ત્હેવાર છે,

તે વિના બીજા બધા વ્હેવાર છે!!

તેં નજર ને મેળવી એ રીતથી

તે દિવસથી આ હૃદય બેકાર છે!

સાચ તો સાચ્ચે જ સંતાઈ ગયું,

જૂઠ નો જૂઠો બધે જય કાર છે!

એક તારી હાજરીના હોય તો

સૌ મહેલાતો હવે ભેંકાર છે!

માન ને સન્માન થોડી વાર છે,

આખરે તો આ બધું વેપાર છે!!

આંખ મીંચીને ઝુકાવ્યું છે હવે,

જીંદગી આ પાર કે એ પાર છે!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

એ તને નહીં સમજાય

વારંવાર વળ ખાય લાગણી, એ તને નહીં સમજાય.

રોજ ધીમી કંતાય લાગણી, એ તને નહીં સમજાય.

જીવનનાં અંતરંગી તાણાવાણાં, ચડ્યાં જે ચાકડે,

એક તાંતણે તણાય લાગણી, એ તને નહીં સમજાય.

જ્યાં વાત માંડી ગઝલમાં, ઠાલવી કાવ્યમાં વ્યથા,

ટેરવાથી જ ટકરાય લાગણી, એ તને નહીં સમજાય.

હું ય ક્યાં વલખું છું, પથ્થરોનાં વનમાં મૌન ધરી,

રોજ પાછી પડઘાય લાગણી, એ તને નહીં સમજાય.

કંકુવરણાં થાપા મારે સૂરજ, રોજ જોયા કરું,

સિંદૂરી સરી જાય લાગણી, એ તને નહીં સમજાય.

ગોધૂલિ ટાણું, પાનખરી વેળા, વસંત તાજી થઈ,

કૂંપળો લીલી ને ઝૂરાય લાગણી એ તને નહીં સમજાય.

દૂર ક્ષિતિજ પર આવીને હવે હું અટકી જાઉં છું,

પાછાં પગલે વરદાય લાગણી, એ તને નહીં સમજાય.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

જન્મ કવિતાનો

હસ્તરેખાનું મારી હથેળીમાં હોવું,

બરાબર એમ જ

શબ્દનું શ્વાસમાં વણાઈ જવું.

વિચાધારાનું અવિરત વહેવું

એમાં અચાનક જ ટેરવા પર

તેનું ટપકી પડવું.

કોઈકવાર અંધારી રાત્રે ને

ક્યારેક ભરબપોરે

શબ્દનું આવાગમન

સતત અવિરત.

શબ્દના કાફલાના ધોધમાર

ધસારાને ઝીલતાં ઝીલતાં

કોઈકને લયના

તો વળી કોઈકને પ્રાસના શણગાર સજાવું

ને પછી

નામ પડે કોઈનું ગીત

ને કોઈનું ગઝલ!

શાહીમાંથી સ્મરણ છલકાય

સાથે આંખના ખૂણા પણ.

મારું સર્જન, મારું લાડકવાયું,

સૌથી પહેલું પણ અને

સૌથી છેલ્લું પણ.

મારામાંથી જ કશુંક છૂટું પડી

શબ્દાકારે કાગળ પર ગોઠવાય.

ભીતર સાવ ખાલીખમ

અને બહાર બધું રસસભર!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ભાર્ગવી પંડ્યા

મળે!!

કારણ ભલે મોટું, અગર નાનું મળે,

તારા વિચારનું મને બ્હાનું મળે!

સરેઆમ જો બધું મળે, ક્યાંથી ગમે?

ક્યારેક તો, કશુંક તો, છાનું મળે!!

કાગળ મળે, ને હું લખું, એવું નથી,

લખવું ગમે, એવું કદી પાનું મળે!!

ખોયું નથી, છતાં રહું ફંફોસતી,

વિસ્મય થકી સભર સભર ખાનુ મળે ?

ચૂપચાપ ચાલતા રહ્યા રસ્તો અને હું,

વિના રજા મારી, કો મને શાનું મળે!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

ઘટમાળ

જીવન ચાકડે ઘૂમાતી આવી.

એરણ ટાંકણે ઘડાતી આવી.

કાચી માટીનું કલેવર જૂનું,

ટપટપ નીત ટિપાતી આવી.

ટક ટક ટક ટક પડે ટકોરા,

નિભાડે તપતી તવાતી આવી.

પોત નવું ને ભાત પાડવા.

રોજ ઝીણું કંતાતી આવી.

મોહમાયાનાં જાળાં ગૂંથ્યાં,

જાળ રોજ ગૂંચાતી આવી,

પિંડદાનનાં પાનેતરમાં,

ચારેકોર વણાતી આવી.

માટી છું ને માટી થઈ જઈશ,

જિંદગી વચ્ચે જન્માતી આવી.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

વિસ્તરણ

આંખોમાં આકાશ ને ખોબામાં દરિયો મળે,

મંઝિલ ક્ષિતિજ ને પગલે રણ મળે.

પરોઢ થયે જોયા કરું ફૂલ પર એને

ઝાકળને પણ સ્પર્શનું વિસ્તરણ મળે.

પગલે પગલે ચાલે જિંદગી મારી સાથે,

સંબંધોના ડંખ વારંવાર અકારણ મળે.

સ્મિત મઢેલી તસ્વીર છે દીવાલ પર,

ઓરડે રૂંધાતી પળનું સ્મરણ મળે.

ઉભરી રહી કોરીકટ સપાટી મનની,

વહેતો સમય અને શબ્દનું અવતરણ મળે.

વિસ્મિત નયને આવકારું નવા દિવસને,

વીતી ગયેલી કાલનું અનાવરણ મળે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

વાત માંડીને

વાત માંડીને કરો ના આટલી

મારી ધીરજ વાપરો ના આટલી

આંસુ મારા, ભેજ તારી આંખમાં,

વાત માનો, છેતરો ના આટલી

જાત ને ક્યારેક જાળવવી પડે,

લાગણી નાહક ધરો ના આટલી

જિંદગીમાં એ કનડશે શૂળ થઈ,

યાદ જૂની સંઘરો ના આટલી

આપના ચહેરા ઉપર તો સ્મિત છે,

વેદનાને ખોતરો ના આટલી

આ સફરમાં શોખથી પાછા ફરો

આપ ભૂલો છાવરો ના આટલી

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

મને સપનું આવ્યું

સખી રી, મને સપનું આવ્યું,

રૂમઝૂમતું ને રમતું આવ્યું.

આસમાનની પરી હું, ઊતરી ગુલાબને ચાસ,

મહેંકતા મોગરાનો મારી પાંખોમાં ઇતિહાસ.

સખી રી, મને સપનું આવ્યું...

રૂમઝૂમતું ને રમતું આવ્યું.

સમીર કેરા સ્પર્શથી હું છુઈમુઈ શી થાઉં,

લજામણી એક વેલ થઈ પીપળને વળગી જાઉં.

સખી રી, મને સપનું આવ્યું,

રૂમઝૂમતું ને રમતું આવ્યું.

શ્વેતરંગી બર્ફીલી ચાદર, સૂરજનો સોનલ રંગ,

સખી મને અજવાળતો અપનાવતો નીલકંઠ

સખી રી, મને સપનું આવ્યું,

રૂમઝૂમતું ને રમતું આવ્યું.

ઝેર જગતનાં જીરવી, મેં અમરત્વ અપનાવ્યું,

અદ્વૈત પામી મહાદેવનું પરમત્વ મેં પામ્યું.

સખી રી, મને સપનું આવ્યું,

રૂમઝૂમતું ને રમતું આવ્યું.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

ઈશ્વરને

અંધારે ઝબકતો આગિયો દીસે તું

હોવા ન હોવાના છળમાં વસે તું.

ભ્રમ સઘળા પીળા બની ખરે પછી,

ફૂટતી લીલી કૂંપળમાં શ્વસે તું.

યત્નો બધા વ્યર્થ, શોભું સભર વિશ્વમાં,

ભીતરે સંતાઈ જુએ અને હસે તું.

લીરેલીરા છે ધર્મ નામે લિબાસના,

લીલાઓના ડંખથી હજુ કણસે તું.

એકએકની આંખનું ઝેર ઓકાવી પછી,

અમીછાંટણા કરી પ્રેમના વરસે તું.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

વારતા માંડી

વારતા માંડી વારતા માંડી રસ્તાએ

સાંભળજો દઈ ધ્યાન

ના આંખોનો મટકારો

બસ સરવા કરજો કાન

આવ્યા એ જુદા રસ્તેથી

મળ્યા ગલીને નાકે

હૈયા બે ઝાલ્યા રહ્યા ના

નયન પરસ્પર તાકે

ઝાલી હાથ એકમેકનો

બે દિલ થયા એક જાન... ના આંખોનો

એકબીજાનો લઈ સહારો

રસ્તો કપાતો જાય

વિરોધ વમળ ઊઠે મનમાં

તો પ્રેમ મપાતો જાય

ચાર રસ્તે આવ્યા ત્યારે

થયું બંનેને ભાન... ના આંખોનો

જમણે ડાબે કોણ ઝૂકે છે

જીદ પોતાની કોણ મૂકે છે

ગળા સુધી જ્યાં આવી વાત

વિશ્વાસ મૂકવો કોણ ચૂકે છે

જુદા જુદા રસ્તે બંનેએ

વાળી લીધા સુકાન... ના આંખોનો

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

મસ્ત !

ભૂલી ને સમસ્ત,

હું મારામાં મસ્ત!!

માયાના કિલ્લામાં

શાને થાવું ત્રસ્ત?

ધ્વસ્ત થઈ ઈમારત!

કંપન જબરજસ્ત!!

હૈયાના ગુલામ

આંસુ ફરજપરસ્ત!!

સવારી સાત અશ્વની,

તોય થાકીને અસ્ત!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

શબ્દના ઘૂઘવાટથી

શબ્દના ઘૂઘવાટથી હાંફી ગયા છે ટેરવાં,

ખાળવા કેમ કરી આ સ્મરણોનાં ધણ હવે.

મૌનના સ્પંદનો દૂર સુધી ગૂંજતા રહ્યા,

વિલંબિત લયમાં શોધું સૂરના કંકણ હવે.

આગાશી પર ચાંદનીસભર એકાંત તરફડે,

ખોરંભાય ક્યાંક લીલોછમ મહેરામણ હવે.

ચ્હેરા પહેર્યા, મ્હોરા બદલ્યા તોય બધું સ્થિર,

ફક્ત એક વાર પાછું વળી જોઈ લે દર્પણ હવે.

અહીં લોકો ભક્તિ કરે કેવળ ફળની આશાથી,

જો ન મળે ફળ, ભૂલી જશે તારું રટણ હવે.

સૂર્યના અવકાશને છેદવાની કરું કોશિશ,

ભલે બનવું પડે કૂણાસ્પર્શનું રજકણ હવે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

તડ જેવડી જ બારી હતી

ક્યાં કહ્યું ખૂલી અટારી હતી ?

કેવળ તડ જેવડી જ બારી હતી.

ટકરાવ એક પળ, રાખ જીગર

એ નજર નહિં, ચિનગારી હતી.

દિવાનગીમાં ખેરાત કેવી ?

દિવાનગી જ જ્યાં ઉધારી હતી.

પગ આપી એણે પાંખો કાપી,

ટોચ અણિદાર કિનારી હતી.

સફળતાની સાંકળોમાં સજ્જ કેદી,

ફકીરીમાં બાદશાહી સવારી હતી.

ને ફુટબોલ સમજી સહજ જે ઉછાળી,

ક્યાં ખબર એ જીંદગી જ મારી હતી.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

છાયા વગર

છાયા વગર રચાયો છે

આ તો બસ પડછાયો છે

શમણામાં વરણાયો છે

આ તો બસ પડછાયો છે

દર્પણ સામે ઊભા રહી જ્યાં નિહાળે વદન

જાતથી ગભરાયો છે

આ તો બસ પડછાયો છે

દીવા ને હાથતાળી આપી ખૂબ લદાવે દાવ

અંધારે સંતાયો છે

આ તો બસ પડછાયો છે

નદી પર જે ચાંદ ઝૂલે છે એ સાચો ના માનશો

રાતભર રોકાયો છે

આ તો બસ પડછાયો છે

સૂરજ જૂઠ્ઠો ચાંદ જૂઠ્ઠો જુઠ્ઠી આદમ જાત છે

ભ્રમણામાં ભરમાયો છે

આ તો બસ પડછાયો છે

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

ટેવવશ!!

શબ્દ પણ તો ના બોલાયો ટેવવશ.

તોય હોંકારો સંભળાયો ટેવવશ!!

ઓટથી ભરતી સુધી વિહ્‌વળ બની,

પૂર્ણિમાયે શું છલકાયો! ટેવવશ!!

ક્યાં હતી સહરા સમી એની તરસ,

મૃગજળોથી દોરવાયો, ટેવવશ!!

સ્વચ્છ અને સુઘડ લખાણો ભલે,

અર્થ પૂરો ક્યાં કળાયો, ટેવવશ!!

માર્ગ જેવો પણ હતો, ફાવી ગયું!

જાણ થતાં જ, લે ફંટાયો, ટેવવશ!!

જીંદગી તો શ્વેત છે ને શ્યામ છે,

સપ્તરંગે એ રંગાયો ટેવવશ!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

એક સુંદર ક્ષણ....

એક સુંદર ક્ષણ

અમે યાદ કર્યું બચપણ

મૂકી લબાચા હેઠા

કુંડાળુ કરી બેઠા

જૂના એ માળા

જૂની એ શાળા

બાગના એ બાંકડાં

સેવ મમરાના ફાકડા

તારૂ મારૂ ઘર નહિ

ચોરસ ઉંદરનું દર નહિ

બધુ લાગતું આપણું

મીઠા ઝગડાનું તાપણું

લાગણીના મીઠડા કરવા

કપડાની ના કરતા પરવા

જોવા ના મળે હવે એ ક્ષણ

બ્રાન્ડમાં જ ખોવાયું બચપણ

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

ખેડૂતો જીવ

ઉગમણે સીમ કોર, મારું ખેતર ભાઈ, મારું ખેતર!

રહેવું તો ગામમાં પણ, વ્હાલું ખેતર, ખૂબ વ્હાલું ખેતર...

લીલાછમ ખેતરમાં આંબો ને આંબે તો આવ્યા છે મ્હોર...

મંજરીની સોડમમાં સંતાયો, કોકિલનો મીઠો કલશોર...

નજરુંના હરણાં તો હાંફી જ જાય એવું ન્યારું ખેતર... -ઉગમણે...

ખેતરના છેડે એક કૂવો ને કૂવામાં અઢળક પાણી...

માટીમાં ધરબેલા બીજડાં ફૂટ્યાં એની કાલી વાણી...

ધરતીનો હું તો છું પાટવી કુંવર, મારું પ્યારું ખેતર... -ઉગમણે...

ગામમાં તો લોક અને લોકોની વાતો વાયરે ચગે...

ખેતરમાં હું ને એક ચાડિયો ને ધોરીબે આવી પૂગે

ભૂલી સંતાપ, માણું હરિવરનો સાથ, જાણે દહેરૂં ખેતર... -ઉગમણે...

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

એ એને ભારે પડ્યું

આંખોથી આરપાર થયા અમે, એ એને ભારે પડ્યું,

હવે પાંપણનું ફરી પલકવું, એ એને ભારે પડ્યું,

વસંતે ટકોર્યાં દ્વાર, અમે પ્રેમથી ખોલી આપ્યાં,

હવે, પાનખરમાં ફરી પલટવું, એ એને ભારે પડ્યું,

મઝધારે થયા ગરકાવ અમે, દરિયો થઈ વહી ગયાં,

હવે, મોજાં થઈ કિનારે આવવું, એ એને ભારે પડ્યું,

નગરમાં ચાતરતાં રસ્તો અમે, ચીલા નવીન ચીતર્યાં,

હવે, નકશેકદમ નાગરે ચાલવું, એ એને ભારે પડ્યું,

પાંખ વીંઝી જરાતરા સહજમાં અમે, માળા બધા ટૂંકા પડ્યાં,

હવે, આભનું અમથી સરકવું, એ એને ભારે પડ્યું,

સુજ્ઞજનોની સભામાં તો અમે, મૌન ધરી બેસી રહ્યાં,

કિન્તુ અહીં ગઝલનું ગાજવું, એ એને ભારે પડ્યું.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

છલકે મોસમ

ગામમાં વરસાદ જેવું છે કશુંક,

ચોતરફ ઉન્માદ જેવું છે કશુંક.

વાદળો ઉમટી રહ્યા છે આભમાં,

ફોરાં વચ્ચે સાદ જેવું છે કશુંક.

ઓથ વાદળની લઈ સંતાઈ ગયો,

આકાશમાં અપવાદ જેવું છે કશુંક.

સૂરજમુખી ચાતક નજરે જુએ,

આંખમાં અવસાદ જેવું છે કશુંક.

સરવર છલકે, ચમકે વીજળી,

શાંત નિશામાં નિનાદ જેવું છે કશુંક.

આંગણાનો ગુલમહોર જોયા કરું,

ઝરમર લચીલા સાદ જેવું છે કશુંક.

ભીની મોસમના મદહોશ માહોલમાં,

ઉભય હૈયે સંવાદ જેવું છે કશુંક.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

ક્યાં સુધી...??

ક્યાં સુધી લઈને ફરશો ભારો?

થોડી વાર તો ભાર ઉતારો!!

થોડાં લાવ્યા ભેગાં, થોડાં માગી લીધા,

થોડાં સૌએ લાગ જોઈને, બસ પધરાવી લીધાં

ઉપાડવાનું આવ્યું ત્યારે, ના કોઈ સથવારો...! ક્યાં સુધી...

‘નામ’નું મ્હોરું પહેરી, શું કામ હંમેશાં ફરવું?

‘કાળ’ ના બંધન તોડી, થોડી વાર ખરેખર જીવવું!

નદી કિનારે નાવ લાંગરી, કંઈક તો લલકારો...! ક્યાં સુધી...

ઘડીક મૂકીને આઘું, સઘળું, કરી લો લ્હેર.

અલખ ધણીની ધૂણી, ધખતી એની મ્હેર...

છેલ્લે ફેંકી ભાર જવાનું, છે ને મોટો સધિયારો!!! ક્યાં સુધી...

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

વરસાદી મોરલો

વરસાદી મોરલો ગહેકે, ને મન મહેકે રે,

સખી કહું છું તને સાનમાં

આજ ફૂટી છે મને પાંખો રે, બાંધી ના રાખો રે

ગમે રહેવું ગુલતાનમાં

ડુંગરાની વાટ હું તો આડી ને અવળી

ચાલુ સીધી તો કદી ચાલુ ઉછળતી

આવે છે સાદ અણદીઠો રે, મધ મીઠો રે

હું તો ઝુમુ છું તાનમાં

થાપટને વાયરાની ઝીલુ રમાડતી

જંગલની કોતરોને મળવા બોલાવતી

ચાલુ છું ચાલ, રૂમઝૂમતી રે, મદમદતી રે,

હું તો મ્હાલું ગુમાનમાં

મંઝિલ મળતા જ હું તો દોડું છું વેગથી

કાંપે છે જગ આખું મારા આવેગથી

મળી પિયુને ભાન ભૂલી રે, વાત ખૂલી રે

જે કહી’તી મેં કાનમાં

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

લઘુ કાવ્યો

૧)

અરે ઓ પથ્થર,

મારી કદર કર

વહેતું ઝરણ છું હું,

હક નથી તારો કે મને રોકી શકે.

માટી દોટ છે,

નદીને આંબવાની, સમુંદર પામવાની

વિસામો પામીશ તો,

બાળમરણ છું હું!

ર)

ફના થવા ફકીરી વહોરી છે,

અર્થ એ નથી કે,

હથિયાર હેઠાં મૂક્યાં છે.

૩)

રણને રસ્તો બતાવ,

નદી તરફ વળે

હજી દરિયાને ઘણું છેટું છે.

૪) દિવાળી...!

ને મે સાફ કર્યા,

જૂનાં કાટ ચડેલાં,

ધૂળ ચડેલાં

કરોળિયાંનાં જાળામાં ગૂંચવાયેલાં

સંબંધોને..!!!

પ)

ગોધૂલિ

ઘાટાં લીલાં પાનની

કિનારીએ પ્રસરી પીળાશ!

પાનખર દૂરથી દસ્તક દેતી સંભળાઈ,

એકાએક મારી નજર અરીસા પર સ્થિર થઈ!!!

એક સફેદ લટ...!!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

આહ્‌વાન

ઊર્મિઓ રાતરાણી બની મહેંકશે,

દરિયો સુગંધનો જરા ભરી તો જો.

લપેટી રાતને ભૂરા અંધારે,

શમણામાં ટહુકો એક કરી તો જો.

ફૂલ-ફૂલને સ્પર્શ વસંતનો,

માહોલ ગુલાબી માણી તો જો.

ગુનો કર્યો છે ચાહવાને તને,

તું પણ બંધન આ નિભાવી તો જો.

વસી ગયો છે તું પ્રતિબિંબ બની,

દર્પણની બહાર નીકળી તો જો.

દાદ આપી છે હંમેશા, કબૂલ,

ગઝલ ફાંકડી એક લખી તો જો.

અકબંધ છે પ્રલંબ યાદો આપણી વચ્ચે,

ક્ષણ ક્ષણની વારતા માંડી તો જો.

છકી ન જવાય હવે ઈન્તઝારમાં,

એક સાંજને ચિક્કાર પી તો જો.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

નજર તમારી

નજર તમારી નાવ બની

આંખ અમારી દરિયા

લાગણીઓના સૂના નભમાં

મેઘ ધનુષ ચીતરીયા

કાન અમારા સુન્ન હતા

ને હોઠ તમારા મૂક

ઉંબર પર ઉભું’તું જોબન

શમણા પણ નાજૂક

લેવડદેવડ વગર કશીયે

કોલ કરારો કરીયા

...લાગણીઓના

અવસર માની લીધા અમે

જ્યાં છબી તમારી દીઠી

વાયરા વાસંતી અડે તો

લાગતું જાણે પીઠી

શરણાઈઓના સૂર ગૂંજ્યા છે

જાનૈયા નોતરીયા

...લાગણીઓના

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

સમય...

સફેદ વાળ,

કાળી બિલાડી બની

કરે ઘુરકિયું!

અડધા સંભળાયેલા શબ્દો,

હથોડીની જેમ

વાગ્યા કરે માથામાં!!

ઓવરટેઈક કરીને દૂર દૂર

નીકળી ગયેલું બાઈક

મનને છેક સુધી પજવ્યા કરે!

એક પછી એક

પાણીપુરી મોંમાં મુકતી

રંગબેરંગી તિતલીઓ

ચીડવ્યા કરે!

તને નથી લાગતું હવે...

સમય આવી ગયો...

વસ્ત્રો બદલવાનો!!

ક્રધ્ગક્રબ્ગ પટ્ટદ્ય્ક્રક્રષ્ટબ્ઌ સ્ર્બક્ર બ્દ્યક્રસ્ર્ ઌક્રબ્ઌ ટક્રઢ્ઢદ્યદ્ય્ક્રક્રબ્ભ ઌથ્ક્રશ્વથ્ક્રબ્દ્ય્ક્ર ત્ન

ભબક્ર ઽક્રથ્ટ્ટથ્ક્રબ્દ્ય્ક્ર બ્દ્યક્રસ્ર્ પદ્ય્ક્રક્રષ્ટબ્ઌ ત્ત્ર્સ્ર્ક્રિંબ્ઌ ગધ્સ્ર્ક્રબ્ભ ઌક્રબ્ઌ ઘ્શ્વદ્યટ્ટ ત્નત્ન

શ્રીમદ્‌ ભગવત્‌ ગીતા-ર/રર

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

અંગારા

રાતને ઓશિકે

અઢેલ્યાં સપનાં

ખુલ્લી આંખે તાપણું

તપે પાંપણ નીચે,

શેકાઈ ગયેલા સપનાં

એકદમ રાતાચોળ,

બની જો સ્પર્શે

થીજી ગયેલા જીવનની

હિમાચ્છાદિત ક્ષણને

તો......?

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

ઘટના એટલે શું ?

ભીંત ફાડીને ઊગે એ પીપળા કહેવાય,

છાતી ફાડીને લીલપ ઊગાડી જુઓ, તો સમજાય

કે હૈયાને ફાડીને ઊગવાની ઘટના એટલે શું?

શાંત પાણીએ જળ ઊંડા જ હોય, તરાય,

છીછરાં કાંઠે હલેસા બે મારી જુઓ, તો સમજાય

કે બે કાંઠે વહેવાની ઘટના એટલે શું?

ઝેર ટકાવે એ નિલકંઠ કહેવાય,

કંઠ સોંસરવા ઘૂંટ ઘૂંટ ઘટકાવી જુઓ, તો સમજાય,

ઘૂંટે ઘૂંટે ગળવાની ઘટના એટલે શું?

ઘર ગૂમડે માણસ ગંધાય, પોસાય

પીડ પરાઈ રોમ રોમ ધગધગાવી જુઓ, તો સમજાય

કે લોહીઝાણ ઝરવાની ઘટના એટલે શું?

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

એક હતી

એક હતી ચકી ને એક હતો ચકો

રાંધેલી ખીચડીમાં પડ્યો’તો ડખો

ચકો લાવ્યો દાળ ને ચકી તૂટેલો ચોખો

ચકાભાઈને લડવાનો મળી ગયો મોકો

ખીચડી જોઈને ચકાભાઈએ પાડી’તી રાડ,

રાંધી કેમ તે ખીચડી ? મારે ખાવી’તી દાળ.

ચકાભાઈનો સાંભળીને ખોટુકલો છણકો,

ચકીબેનનેય એકદમથી ચડી ગયો ચટકો

પગ પછાડી ચકીબેને પકડી જુદી વાટ

મનમાં ચકાના મોં પર ચોડી થપાટ.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ આરતી શેઠ

એક પંખી

એક પંખી...

જન્મ્યું ને તરત જ...

પૂરાયું પાંજરે...

ખૂબ સુરક્ષિત...!

ન માણ્યો કદીય, ભૂખનો મીઠ્ઠો સ્વાદ

ના આભ તણો આસ્વાદ!

નહીં ઊંચે ઊંચે ઉડવાની પ્યાસ...

ના મુક્તિ-બંધનનો અહેસાસ...

ના કદી, કરી બરાબર પહોળી પાંખો...

ના વહેતી હવાના સપના, જોવા માંડી આંખો...

પણ એક દિવસ,

અચાનક જ સાવ...!

માલિકને આવી દયા!!

(કે કંટાળી ગયો એ?)

પંખી કર્યું મુક્ત...

જા! કર હવે સ્વૈરવિહાર!

(પાછો અનુભવ્યો એણે,

ગર્વનોય ભાવ!!)

પણ પંખી બિચ્ચારું... મૂંઝાયું...

અજાણી સ્વતંત્રતાથી... ગભરાયું...

ના મળ્યું અન્ન...

ના પામી શક્યું આકાશ...

પંખી ફરી શોધે છે... પેલો પિંજરનો વાસ??

આ પંખી??

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

મંથન

શી રીતે મને કળ વળે,

ઘરને ઉંબરે છળ મળે.

દોડતી ક્ષણો મને હંફાવે,

બંધ શ્વાસની પળ મળે.

શું સુકાયું? શેની તરસથી?

શુષ્ક આંખે જળ મળે.

ઝબકે જાગે રોજ સવારે,

શમણાંની કોરે સળ મળે.

સંબંધ છલકે કૂવા મથાળે,

અમથું અડકું ને તળ મળે.

ક્યાં સુધી થીગડાં સાંધવા,

એક ઘા એ કાપવાનું બળ મળે.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ભાર્ગવી પંડ્યા

થોડાક મુક્તકો

(૧) હસ્તરેખા

તમે...

મારા હાથમાં...

હાથ મૂકીને...

બદલી નાખી...

મારી...

હસ્તરેખા!!!

(ર) મળવું

અમારે મન...

તમને મળવું એટલે...

સાંનિધ્યની સોનેરી ક્ષણોને...

કાળજીપૂર્વક એકઠી કરવી...

અને એકાંતમાં...

તેને...

સાચવીને ખરચવી !!!

(૩) હું

તમારા સ્પર્શથી જ

સમજાયું મને...

હું બરફ છું...

નથી...

કાચનો ટુકડો!!!

(૪) એકાંત

ખૂબજ અકળાવનારું...

તમારા આવ્યા પહેલાંનું એકાંત...

તમારા ગયા પછીનું એ જ

આટલું બધું મધુરું !!!

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ઊર્મિ પંડિત મહેતા

‘નથી તો નથી’

અમે ક્યાંય છંદબદ્ધ નથી તો નથી,

પદ્ય પણ લયબદ્ધ નથી તો નથી.

અમે જે સમજ્યાં, એ જ કાગળ ચિતર્યા,

એ હવે રદીફ-કાફિયા નથી તો નથી.

જ્યાં તમે અટક્યાં, ત્યાં અમે ખટક્યાં,

આરંભથી અંત તક અમે, નથી તો નથી

છળવાનું બહાનું મળ્યું, તમે છટક્યાં,

શોકમાં બરબાદ અમે નથી તો નથી.

લાશને ઢાંકવાં છતાં, માથાં ખુલ્લાં થયાં,

આબરુ જેવું કફનને નથી તો નથી.

ને આબાદ બરબાદ એમ તો કોઈ થાતાં નથી

હતું જે પહેલાં બધું એ હવે નથી તો નથી.

‘ર્સ્ષ્ઠાટેઈલ’ ગોપાલી બુચ

ગોપાલી બુચ

આટલાં આગિયા ભેગા થઈ શું નહી કરશે અજવાળું ?

સૂરજને રોજ સળગાવવાનું કોઈ તો કારણ આપો.

આરતી શેઠ

લીલુડા શબ્દોને

મેં સીંચ્યા છે જળ

ને છાતી ચીરીને ફૂટી

કૂણી કૂંપળ

ઊર્મિ પંડિત મહેતા

તરસ અને તૃપ્તીની વચ્ચે,

લોલક થઈને ઝૂલે પળ પળ !

ભાર્ગવી પંડ્યા

પાછો ફરે છે કે

નહીં, આજ જોઈએ જરા,

સમયની શીશી ઉલટાવી જોતા આપણે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED