Ek sampurn purush jene chahvanu mann thay books and stories free download online pdf in Gujarati

એક સંપૂર્ણ પુરૂષ જેને ચાહવાનું મન થાય

Man…! The complete Man !

પુરુષ અને સ્ત્રી,સૃષ્ટિનુ સમાન સર્જન.જ્યારે સ્ત્રી વિશે વાંચુ ત્યારે ગર્વ થાય.સ્ત્રીત્વની સાર્થકતા લાગે,પણ ક્યારેક વિચાર આવે કે સ્ત્રી વિશે જેટલું લખાયું છે એટલું સારું પુરુષ વિશે થોડું ઑછુ લખાયુ છે.સ્ત્રીશક્તિ, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ સારી વાત છે,કરવી જ જોઈએ.પણ એમા પુરુષના આત્મ સન્માનને પણ સાચવવું જરુરી છે.સ્ત્રી ત્યાગ,કરુણા,પ્રેમ,ક્ષમા,ધૈર્યની મૂર્તિ છે એ સાવ સાચુ.વાત્સલ્યની પરિભાષા છે એ પણ સાચું.પણ કોઈ દિવસ પુરુષોના ગુણ ધ્યાનમા લીધા છે?ઘર,પરિવાર,કુટુંબ માટે કેટકેટલી મહેનત અને મથામણ કરતો રહ્યો છે પુરુષ.એણે સસ્નેહ કુટુંબની જીવાદોરીની જવાબદારી ઉપાડી છે.સવારની ચાની મિઠાશ સાથે શરુ થતો એનો દિવસ ઘરની બહાર ગયા પછી આસાન નથી હોતો.ઓફિસ ગયેલા પુરુષ્ને લીલાલહેર નથી હોતી.ઓફિસના કામનો તણાવ,બોસની વધુ પડતી અપેક્ષા,ખિસ્સામા પડેલું લાઈટબિલ,ચાર દિવસ પછી ભરવાનું ટેલીફોન બિલ,બાળકોએ આપેલું પુસ્તકોનુ લિસ્ટ,પત્નિએ પકડવેલુ શાકભાજીનું લિસ્ટ અને સાથે વળી લટકાનું “તમારાથી તો શેક્યો પાપડ પણ ભંગાતો નથી “મહેણું !આ બધાનું ભારણ ખિસ્સામા લઈને નીકળેલો પુરુષ પોતાન મનની ગડમથલ કોઈને કહી શકતો નથી.સ્ત્રી તો ક્યારેક પાડોશન પાસે પણ હૃદયને છુટુ મૂકી હળવી થઇ જતી હોય છે .પણ ,પુરુષ !જીવન ચક્કીના પૈડામા ગમે તેટલો પીસાતો હશે તો પણ એ કોઈ માથાને ખભો આપશે પણ ખભો શોધવા નહિ જાય.એકલતાની આડમાં કદાચા બે આંસુ પાડી પણ લેશે તો પણ હમેશાં એના પરિવાર પાસે તો છપ્પનની છાતી કાઢી અડીખમ ઉભો રહેશે. એમાં એનો અહંકાર જોતા નહી જોતા.પણ એની પરિવાર માટેની ભાવના જોજો .એને ખબર છે કે એ ઘરનો મોભ છે.એ તુટશે તો એનો પરિવાર ભાંગી જશે.કદાચ એટલે જ પુરૂષ ઓછુ બોલતો હશે.

સ્ત્રી હમેશાં બીઝી રહેતી હોય છે તો પુરુષને પણ કમાવા સાથે અન્ય કામ હોય છે. ઇસ્ન્સ્યોરન્સના પ્રિમિયમ,ઈન્કમટેક્ષનો વહિવટ,નોકરિયાત હોય તો ઘરખર્ચની જવાબદારી સાથે ટેક્ષની પણ આગોતરી ગણતરી મનમા સતત ચાલતી હોય કે ક્યારથી કેટલો ટેક્સ કપાવુ તો માર્ચ મહિનો ઘરમા તકલીફ વગર જાય.ધંધાદરી હોય તો ખર્ચાના પ્લાનિંગ હોય,ઘરના ખર્ચાના પ્લાનિગ હોય ,વહેવારો પણ સાચવવાના હોય, અને આ બધા વચે પાછું ‘'તમને તો ક્યાં કાઈ સમજ જ પડે છે,આ તો તમારા ભાગ્ય કે તમને મારા જેવી મળી છે,બાકી રખ્ડી પડત'’તો સાંભળવાનું હોય જ.અને તો પણ બધું જ ધાર્યું કરી લેતી સ્ત્રી તો પાછી રડતાં રડતાં એમ જ કહેવાની કે ‘મારું તો ક્યા કશું સાંભળો જ છો?’’

ક્યારેય વિચાર્યું છે કે જેને આપણે મેલ ઇગો કહી ઊડાડી માર્યે છે,ઍ મેલઈગો આપણી ખુશી માટે કેટકેટલાં સમાધાન કરતો હોય છે ?એ પુરુષની છત્રછાંયાંમા ઘર પરિવાર હેતના હિલોળા લેતા હોય છે.એ પુરુષના ખભે માથું મુકી (લગ્નની શરુઆતના વર્ષો હો ,પછી તો...જાવા દ્યો એ વાત )સુતા હોઈએ ત્યારે આપણી નિંદરમા ખલેલ ના પહોંચે એટલે એ કેટલું જાગે છે એની જાણ છે આપણને ?સાથે ચાલતી વખતે નાના બાળકોને તેડ્યાં એણે જ હશે,તો પણ એણે ખભો દુખવાની ફરિયાદ નહી કરી હોય.અરે, બજારમાંથી ઢગલો ખરીદી કરેલી બેગ પણ એને જ ઉપાડી હશે.અને પછી ‘ખરીદી કરીને થાકેલા પરિવાર’ને હોટલમા જમવા પણ એ જ લઇ ગયો હશે.અને તો પણ એના સિવાયના બધાં થાક્યા હોય છે !

સ્ત્રીની જેમ જ એને પણ માતા-પિતા હોય છે.એ પણ એમને છોડીને પોતાના પરિવાર સાથે જુદો રહેવા જતો હોય છે.એને પણ એ બધાં જ સંબંધો હોય છે જે સ્ત્રીને હોય છે.એ પણ કોઈનો દીકરો,કોઈનો ભાઈ,કોઈનો જેઠ,કોઈનો દિયર ,કોઈનો નણદોઈ,કોઈનો મિત્ર ,કોઈનો પિતા ,કોઈનો પતિ હોય જ છે.એને પણ સાસરું હોય છે.દીકરીની આંખમાં બે આંસુ જોઈ સાસરાપક્ષેથી એની ઉપર પણ પસ્તાળ પડે જ છે.એની ઉપર પણ ખોટા આક્ષેપો મુકવામાં આવે જ છે.ઘરેલું હિંસાના કાયદા હેઠળ એને પણ એટલો જ અન્યાય થાય છે જેટલો દહેજ માટે સ્ત્રીને .પણ પુરૂષ કયારેય બુમો પાડીને એની ફરિયાદનો ઢોલ નથી વગાડતો.એની એ ફિતરત જ નથી.એને આપણે કેમ કયારેય એપ્રીશીયેટ નથી કરી શકતાં ?એની અન્ય ફીતરતોને તો આપણે ખુબ વખોડીએ છીએ,ખાસ કરીને એની બેવફાઈને.પણ શું પુરૂષ એકલો જ બેવફા હોય છે ?સ્ત્રી નથી હોતી ?સો વાતની એક વાત કે પુરુષોમાં પણ જે તો સારુ હોય એને બિરદાવવાની તૈયારી પણ આપણી હોવી જોઈએને !

"ખોબો ધરિયે ને દરિયો દઈ દે” એવા છપ્પનની છાતીના સિંહોની મર્દાનગી વખાણવા ટાણે આપણને સાપ સુંઘી જાય છે.’ઇન્ટરનેશનલ વિમેન્સ ડે”આપણે ગાઈ વગાડીને ઉજવીએ છીએ ,પણ ઇન્ટરનેશનલ મેન્સ દે વિષે આપણે જાગૃત નથી .કેમ ?એના થકી આપણને તમામ એશોઆરામ જોઈએ છે પણ એના વિષે વિચારવામાં આપણે પાછા કેમ પડીએ છીએ એ પણ આત્મ મંથનનો વિષય તો છે જ એમ મારું માનવું છે.


.દરેક પુરુષમાં આવો એક સિંહનું કલેજું છુપાયેલું હોય છે.કમનસિબે આપણે એની કદર કરતાં શીખ્યાં નથી.

પુરૂષ પાસેથી આપણી અપેક્ષાનુ ધોરણ આપણે ખુબ ઉંચું કરી દીધું છે એટલે જ એનામાં રહેલા ગુણ આપના સુધી સ્પર્શતા નથી.
સવારે ઘેરથી નીકળે ત્યારે વોલેટમા દસની કદકડતી બે નોટ હોય તો પણ ઘરમા કોઈને જરીકે અણસાર ન આવવા દે.એમા પણ ઘેરથી સંતાનોની માગણીનું લાંબુ લિસ્ટ શર્ટના ખિસ્સામા રાખ્યુ હોય જેથી હ્રદયની નજીક રહે અને ભુલાય નહી.આખા ઘરના સપનાને માથે લઈને નીકળેલો એકલો પુરુષ સાંજ સુધીમા પેલી દસની કડકડતી નોટમા બીજા બે મિંડા જોડવાનો જોગ ગમે ત્યાથી કરી લેતો હોય છે.પણ સવારે પોતાની સાથે લઈને નિકળેલાં સપનાને સાંજે ગમે તે રીતે પુરા કરવાની ત્રેવડ તો ઉભી કરી જ લેતો હોય છે.અને સાથે લટકાના બે ગરમા ગરમ સમોસા પણ બંધાવી ને પોતાની જાતને ઠંડી કરી લેવાની જોગવાઈ પણ.હવે આને રાજા પાઠ ન કહેવાય તો શું કહેવાય ? એક સલામ તો કરવી જ પડે.
આ ઘરના રાજાને ઘરના સપના પુરાં કરવા બહાર કેટલી ગુલામી કરવી પડતી હશે એનો અંદાજ પણ ઘણી વાર એની રાજરાણીને નથી આવતો હોતો.
એની ખુલ્લી છાતી પર માથુ મુકી મીઠે સપનો કી ગુડનાઈટ વાળી માનુનિ નથી જાણતી હોતી કે એના પતિદેવ કેટલા વાગે રાતે સુતા હતા ?

તો પણ સવાર દુધવાળૉ ન આવે તો બિચ્ચારો હાથમા થેલી સાથે દુધ લેવા જવા તૈયાર .આ "આઈ લવ યુ"ના રોજ ગાણા નહી સંભળાવનારા પુરુષના પ્રેમનો જ એક પ્રકાર છે.
હા,સ્ત્રી જરા સોફ્ટ હાર્ટેડ હોય છે.એનું રોમેન્ટિક લેવલ પણ થોડું વધું.એટલે એને પુરુષનો આ પ્રેમ જરા ઓછો દેખાય,એને જરા ફિલ્મી ફેન્ટસીની રંગિનીયા વધુ સ્પર્શે .પણ,એટલે કાંઇ પેલા ને સાવ ડિસકાર્ડેડ તો ન જ કરી દેવાય.જો કે સ્ત્રી કરે પણ નહી.એને પણ ખબર જ છે કે "મેરી આશકી બસ તુમ્હી હો ".આ વાત પુરુષ જાણે પણ છે પણ,ટેલિફોનના બિલથી માંડી ઈન્કમટેક્ષના રિટર્ન સુધીની વ્યસ્તતામા એનો રોમાન્સ બિચારો વારાંવાર યુટર્ન મારી જતો હોય છે.
ને તો પણ મારી વ્હાલી......કરતો ઘરના બે છેડા પણ સાંધવાની કોશિશ એ કરી જ લેતો હોય છે.
સાંજે ઓફિસથી થાકીને આવેલો પુરૂષ બહું પ્રેમથી પોતાના બાળકને વેહિકલ શીખવવા જતો હોય છે.દુનિયાના રસ્તે બાળકને દોડાવવાની એની હોંશમા એનો થાક ક્યાય ભુક્કો થઈ જતો હોય છે એટલું જ નહી પણ,એ પછી એ પાછો નવાં વેહિકલનો વેંત કરવા પણ લાગી જશે.હાથમા ક્રિકેટનું બેટ પકડાવી પિચ પર ઉભા રહેતા શિખવાડનાર બાપ જ્યારે દિકરા કે દિકરીના હાથમા એને દુનિયામા દોડવા માટે વેહિકલની ચાવી પકડાવે છે ત્યારે એક્વાર વિચારજો કે એ દરમિયાન એણે કેટલી ફિલ્ડીંગ ભરી હશે ?
સ્ત્રી અને મા શ્રેષ્ઠ છે જ ,પણ એટલે પુરુષ અને બાપ નથી એવું તો નથી જ નથી.
એ તો બિચ્ચારો એટલું ય બોલતો નથી કે આજે અમારો દિવસ છે.ગાઈ વગાડીને કહેવાની એને આદત નહીને !(સૂઝ પણ નહી ;) )

આખા દિવસનો થાકેલો પુરુષ ઘેર આવે ત્યારે બાળકો કે પત્નિની પ્રેમભરી આંખોની અપેક્ષા હસતે મોઢે સંતોષતો પુરુષ પણ સ્ત્રીના કોઈ ગુણોથી જરા પણ ઉતરતો નથી જ નથી એટલી સમજણ સાથે.......

ગોપાલી બુચ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED