માઈક્રોફિક્શન વાર્તાઓ -૨ Nita Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 46

    " આપને પણ તેઓની યાદ આવતી હશે ને..? જ્યારે પોતાના માણસો આપણાથ...

  • ફરે તે ફરફરે - 24

    ફરે તે ફરફરે - ૨૪. "સાહેબ મને માફ કરો મારો કોઇ ખરાબ ઇરાદો નહ...

  • નાયિકાદેવી - ભાગ 31

    ૩૧ માલવવિજેતા ગંગ ડાભી અને સારંગદેવ સોઢો ઊપડ્યા. જેમજેમ એ આગ...

  • ભાગવત રહસ્ય - 79

    ભાગવત રહસ્ય-૭૯   એકનાથ મહારાજના ગુરૂ –જનાર્દન સ્વામીએ –તેમને...

  • The First Attraction

    " રિંકી નો મારામાં મેસેજ આવ્યો. તમે મને શુ માનો છો ?1. લવર 2...

શ્રેણી
શેયર કરો

માઈક્રોફિક્શન વાર્તાઓ -૨

[માઇક્રોફિક્શન વાર્તા]

'સુખદ મૃત્યુની અભિવ્યક્તિ'

'જીવન સંધ્યા' નામના વૃદ્ધાશ્રમમાં ઘણા વર્ષોથી ૮૫ વર્ષના જીવીબેન રહેતા હતા. જીવીબા સ્વભાવે ખુબ જ હસમુખા,પરોપકારી,ધર્મિષ્ઠ અને પુસ્તકપ્રેમી હતા. રોજ ધાર્મિક પુસ્તકો વાંચીને સૌને સંભળાવે અને પોતાનાથી થાય તેટલા બધાના કામ કરે. કોઈક સાજુ-માંદુ હોય તો સૌથી પહેલા જીવીબા હાજર !

આવા જીવીબા ની એક જીદ હતી...ઇચ્છામૃત્યુની ! જોકે તેમના હસતા ચહેરે કાયમ સંતોષની રેખાઓ ઉભરી આવતી અને જીવન પ્રત્યે ક્યારેય કોઈ ફરિયાદ પણ નહોતી. બસ એક જ ઈચ્છા હતી મરજી મુજબના મૃત્યુની ! ત્યાંના ટ્રસ્ટી મહેશભાઈ તેમને ખુબ સમજાવે પણ સ્ત્રી હઠ અને એમાય એક વૃદ્ધ સ્ત્રીની હઠ...! મહેશભાઈ એ સમજાવ્યું કે કાયદાની દ્રષ્ટિ એ પણ શક્ય નથી અને એમાં વકીલ પાસે એફીડેવીડ કરાવવી પડે.પણ જીવીબા માન્યા નહિ ને વકીલને બોલાવો મારે મળવું છે એવી રટ લઈને બેઠા. મહેશભાઈ એ વકીલને ફોન કર્યો. બીજે દિવસે સવારે વકીલ મળવા આવવાના હતા. ત્યાંજ પુત્રવધુનો ફોન આવ્યો કે તેમના દીકરાને ડાયાલીસીસ પર રાખ્યો હતો અને કોમા માં હતો, આજે થોડું ભાન આવ્યું છે ને તેમની છેલ્લી ઈચ્છા તમને મળવાની છે, તો હું તમને લેવા આવું છું બા !

નીતા શાહ

''કરોડપતિ કવન''

કવન ની આજે પચીસમી વર્ષગાંઠ હતી. પ્રાઈવેટ કંપનીમાં જોબ હતી સાથે એમબીએ પણ કરી રહ્યો હતો. પોતે ખુબ જ કેરિયર ઓરીએન્ટેડ હતો. ખુબ જ મહેનતુ હતો ને જીવન માં નામ અને દામ કમાવાની ઈચ્છા હતી. છેલ્લા ઘણા દિવસથી તેના મગજ માં એક વૈચારિક વોર ચાલતું હતું કે ગમે તેમ કરીને મારી પાસે ૬૦મા વર્ષે એક કરોડ રૂપિયા હોવા જોઈએ. પપ્પાને પૂછ્યું સાથે ઘણા મિત્રોને પણ પૂછ્યું પણ કોઈ પાસેથી સંતોષકારક જવાબ ન મળ્યો.

તેને વિચાર આવ્યો દાદાજીને પૂછીશ તો મને સાચો જવાબ મળશે. અગાઉ પણ દાદાજી મને કેટલી હેલ્પ કરતા હતા ! તેમની પાસે દરેક સવાલ ના જવાબ હોય છે. પણ એ તો છેલ્લા બે વર્ષથી વૃધ્ધાશ્રમમાં રહે છે. તેણે મનોમન નક્કી કર્યું કે તે દાદાજીને મળવા જશે અને મન નું સમાધાન મેળવશે જ ! બીજે દિવસે સાંજે તે દાદાજીને મળવા ગયો અને પૂછ્યું,'' દાદાજી મારે ૬૦માં વર્ષે એક કરોડ રૂપિયા જોઈએ છે તો મારે શું કરવું જોઈએ ?'' થોડું વિચારીને દાદાજીએ જવાબ આપ્યો,'' બેટા, અત્યારે તને ૨૫ મુ વર્ષ ચાલે છે અને ૬૦ માં વર્ષે તારે એક કરોડ જોઈએ છે તો તારી પાસે ૩૫ વર્ષ છે કમાવા અને બચત કરવા માટે ! અત્યારે ફુગાવો ૭.૫ % છે એટલે તને ૧૨.૫% રીટર્ન મળી શકે. કરોડપતિ થવા માટે માસિક ૧૭૭૭/- રોકાણ ચાલુ કર સળંગ ૩૫ વર્ષ સુધી...! તો ૬૦માં વર્ષે તારી પાસે ૧,૦૧૮૮,૫૭૭/- હશે. કવન નું તો મોઢું ખુલ્લું જ રહી ગયું ! ''તો દાદાજી તમે અહી કેમ ?'' કવન થી પુછાઈ જ ગયું. '' કવન બેટા, મારી બચત મેં મારા દીકરાઓ પાછળ ખર્ચી નાખી કારણ તે વખતે એવો વિશ્વાસ હતો કે મારે તો કરોડ કરોડ ના બે દીકરાઓ છે, મારે શું ચિંતા ?'' આંખોના ખૂણા લુછતા દાદાજીએ જવાબ આપ્યો.

નીતા શાહ

''સ્માર્ટ સ્ટોરી'' [બાળવાર્તા]

એક ખુશનુમા સવારે સુરજના સોનેરી કિરણો ફેલાઈ રહ્યા હતા. પણ અષાઢ મહિનાના પ્રારંભમાં જળ ભરેલા કાળા ડીબાંગ વાદળો ક્યારેક સૂર્યના કિરણોને ઢાંકી દેતા હોય છે. જાણે સંતાકુકડી ન રમતા હોય! આવા સુંદર વાતાવરણમાં વર્ષારાણીની ધીમા પગલે સવારી આવી પહોચી. મારા નિત્ય ક્રમ મુજબ વસ્ત્રાપુરથી જજીસ રોડ સુધી મોર્નિંગ વોક પર નીકળી હતી. ત્યાં જ એક સુંદર દ્રશ્ય નજરે પડ્યું.

ત્યાં જજીસ રોડ બસ-સ્ટેન્ડ પાસે રંગબેરંગી રેઇનકોટ, સ્કૂલબેગ અને વોટર બોટલથી સજ્જ ભૂલકાઓ તેમના પેરેન્ટ્સ સાથે સ્કૂલબસની રાહ જોતા હતા. અમુક બાળકો ખુશ હતા તો અમુક નારાજ હતા. આવો જ એક નારાજ અને ચુલબુલો બાળક રોહન ખીજાઈને બોલ્યો,'' કેમ આટલા બધા વર્ષોથી રોજ રોજ સ્કુલે જવાનું ?'' તેના આવા આકસ્મિત સવાલથી પેરેન્ટ્સ હસવા લાગ્યા પણ નાનકડા બાળકને આ 'અપમાન' લાગ્યું.

ત્યાંજ બાજુમાં દુધની એક મોટી ડેરી હતી.ત્યાં દુધવાળા ભાઈ એક મોટા ક્રેટમાંથી દૂધ અને દુધની પ્રોડક્ટસ ને અલગ તારવી રહ્યા હતા. જેમાં દુધની થેલીઓ, દહીં,માખણ અને ઘી ના પેકેટ્સ હતા. ત્યાં શાંત અને ગંભીર ઉભેલા દાદાજીએ પોતાના અંદાજમાં એક સુંદર વાત કરી.

'' રોહન, શું તે આ દુધના બોક્સને જોયું છે? પાઉચ માં જે દૂધ છે તે ગાયના પેટમાં હતું. ચારે બાજુથી સુરક્ષિત, પણ ત્યારે તેની કોઈ કિંમત નહોતી. તે ફક્ત વાછરડાનું પેટ ભરી શકત. ત્યાં હાજર રહેલા દરેક બાળક અને તેના પેરેન્ટ્સ બધાએ વાર્તા પર કાન માંડ્યા.

દાદાજીએ આગળ કહ્યું,'' દૂધવાળો આ ગાયને દોહે છે અને મિલ્ક વેન્ડિંગ કંપનીને આપે છે. તેના બદલે તેને અમુક રૂપિયા આપે છે. આશરે એક લીટરના ૨૫ રૂપિયા લેખે. પછી તે દૂધ અમુક પ્રોસેસમાંથી પસાર થાય છે. જેમ તારી મમ્મી તેને ઉકાળે પછી ઠંડુ પડે એટલે એમાંથી મલાઈ કાઢી નાખે છે.આ જ દૂધ જયારે કંપની વેચે ત્યારે તે ૪૦ રૂપિયે લીટર થઇ જાય છે. આ દૂધ જે તારી સામે રાખ્યું છે.દુધમાં જયારે થોડું દહીં નાખવામાં આવે અને આખી રાત તેને અમુક તાપમાને રાખવામાં આવે છે. અને તે દૂધ દહીં બની જાય છે.આ દહીં ૬૦ રૂપિયે કિલો છે જે તારી સામે છે. જયારે દૂધમાંથી મલાઈ કાઢી નાખીને પછી અમુક પ્રોસેસમાંથી પસાર થઇ ને તે માખણ બની જાય છે. તેની કિંમત ૨૫૦ રૂપિયે કિલો થઇ જાય છે. જયારે આ જ માખણ ફરી પ્રોસેસ માંથી પસાર થાય છે,તેને ગરમ કરવામાં આવે તો તે ઘી બની જાય છે.તે ૪૦૦ રૂપિયે કિલો વેચાય છે.તે ઘી પણ સામે રાખ્યું છે. હવે જુવો કઈ રીતે દુધે ગાયના પેટમાંથી સફરની શરૂઆત કરી હતી ત્યારે તેના પર કોઈ પ્રાઈઝ ટેગ નહોતી.ઘી બન્યા પછી તેના પર ૪૦૦ /- રૂપિયાનું પાઈઝ ટેગ લાગ્યું છે.જો કોઈ સાચે પોતાના જીવનને કિંમતી બનાવવા ઈચ્છે છે અને તમારા ડેડી કે નજીક ઉભેલા અંકલની જેમ બનવા ઈચ્છે છે તો તેને આગમાં તપવું પડશે, પોતાનું સ્વરૂપ બદલવું પડશે અને નામ પણ બદલવું પડશે. જેમ કે ડોક્ટર,એન્જીનીયર,વૈજ્ઞાનિક,અર્થશાસ્ત્રી,કલાકાર વગેરે. તેનાથી દુનિયા તમારી કિંમત સમજે છે. જો બેટા, તને એવું લાગે કે સ્કુલ આગ છે તો તે સાચું જ છે. આ આગ દરેક વર્ષે તમને કઈક કિંમત આપે જ છે અને તે દિશામાં લઇ જાય છે જ્યાં તમે જવા ઈચ્છો છો.''

દાદાજીએ વાર્તા પૂરી કરી. બીજા બાળકોની તો ખબર નહિ પણ રોહન ના ચહેરે એક નવી ચમક ઉભરી હતી અને જીવન ની અઘરી લાગતી વાત તેને સમજાઈ ગઈ હતી. યુવાન પેરેન્ટ્સ પણ શાંત અને ચકિત હતા. વાર્તા કહેવી તે એક કળા છે.જો વાસ્તવિકતા સાથે સાચી રીતે જોડવામાં આવે તો તે સ્માર્ટ સ્ટોરી બની જાય છે. આ વાર્તાઓ નવી પેઢી સાથે તાલમેલ બેસાડવાનો પણ સારો ઉપાય છે.

નીતા શાહ