Doctor jagat part 1 books and stories free download online pdf in Gujarati

ડોક્ટર જગત ભાગ ૧

ડોક્ટર જગત

(નાની વાર્તાઓ)

Bansi dave

ભાગ ૧

પ્રસ્તાવના

“સમાજની દ્રષ્ટિમાં ડોક્ટર” આ વિષય પર જો ધ્યાન આપવામાં આવે તો ખુબજ મહત્વનો વિષય છે, ડોક્ટર ને આપણે ધરતીપરના ઈશ્વર માનીએ છીએ, અને હકીકત માં છે પણ કારણ કે આપણે એક કેવત સાંભળતા આવ્યા છીએ એ “દવા અને દુવા બંને જરૂરી છે” તેવીજ રીતે આપણા જીવન માં સમય અનુસાર દવા અને દુવા બંને કામ કરે છે. આ વાતની સાથે સાથે અત્યારના સમય પ્રમાણે વર્તમાન માનસિકતા પ્રમાણે સમાજ ને કેવા ડોક્ટર ની આશા છે, આ વાત પર ચર્ચા કરતા એક પ્રશ્ન મનમાં આવી શકે કે આ વાતનો શું મર્મ? પણ મર્મ છે, વર્તમાન સમયમાં ઘણા બાળકો ડોક્ટર બનવાનું સપનું સેવી રહ્યા છે, તો માળાના મણકા સમા “સમાજની દ્રષ્ટિમાં ડોક્ટર” ના ૧૦૮ સોપાનો રજુ કરતા ખુબજ આનંદ અનુભવીએ છીએ.

ચિકિત્સા જગતના ભીષ્મપિતામહ

“ચિકિત્સા જગતના ભીષ્મપિતામહ” એટલે કે ઋષિ ચરક અને ચરકસંહિતા ને સૌ કોઈ થોડા ઘણા અંશે જાણતા હોઈશું, પરંતુ ચિકિત્સા જગતની વાત આવે ત્યારે ઋષિ ચરકને યાદ તે કરવા મહત્વતા ધરાવે છે, વિશ્વના પ્રથમ ડોક્ટર તરીકે આપણે મહર્ષિ ચરક ને સૌ કોઈ યાદ કરીએ છીએ, હા આપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદ થી શબ્દ આવ્યો છે, વેદ અને આમ સમય જતા અને વિજ્ઞાન ની પ્રગતી થી ચિકિત્સા જગતમાં પ્રગતી થવા લાગી અને વર્તમાન સમયમાં ચિકિત્સકને સૌ કોઈ ડોક્ટર અને વેદ થી પરિચિત થાય છે.

ભવિષ્યમાં ડોક્ટર

“ભવિષ્યમાં ડોક્ટર” ભવિષ્યમાં ડોક્ટરોની વાત પર નજર કરિએ તો આપણા ભારતના નાના નાના બાળકોને આપણે કેમ ભૂલી શકીએ જેની નાની નાની આંખોમાં ડોક્ટર બનવાનું સપનું સેવાઈ રહ્યું છે, આપણા નાના બાળકને જયારે મેળામાં ફરવા લીજાતા હોય અને ત્યાં થી જો રમકડા લેવાની જીદ કરે અને તે રમકડાની દુકાનમાં બાળક જયારે ડોક્ટરની કીટ લે ત્યારથીજ તે બાળકની માનસિકતા સામે આવે છે, અને માતાપિતાને ખ્યાલ આવે છે, કે મારા બાળકને કઈ દિશા તરફ પ્રગતી કરવી છે, અને ભવિષ્યમાં સમાજને કેવા ડોક્ટરની જરૂર છે તે ધ્યાનમાં લેતા કુંભાર જેમ તેના માટલાને ઘડે છે, તેમજ માતા પિતા બાળકને કુંભારસમા શિક્ષકને બાળક સોપે છે, અને શિક્ષકના માર્ગદર્શન હેઠળ ભવિષ્યના ડોકટરના જીવનની શરૂઆત થાય છે.

ધરતી પરના ઈશ્વર

સૌ કોઈ ડોક્ટરને ધરતીના ઈશ્વર તરીકે જાણે છે, માનવ જીવનમાં જયારે કોઈનું પણ સ્વાસ્થ્ય બગડે છે, ત્યારે તે ડોક્ટરને યાદ કરે છે, અને ડોક્ટર દર્દીનો ઈલાજ કરે છે, તે સામાન્ય વાત છે, વર્તમાન સમયમાં, પરંતુ જયારે દર્દી ડોક્ટર પાસ પોતાની તકલીફ લઈને જાય છે, ત્યારે એક ડોક્ટરનું દર્દી પ્રત્યેનું વર્તન કેવું હોય છે, તે મહત્વનું છે, જયારે કોઈ માં પોતાના બાળકને ઈલાજ માટે ડોક્ટરને સોપે છે, ત્યારે તે માં પોતાનો આત્મા સોપે છે, ડોક્ટરને બાળકના રૂપમાં ત્યારે તે ડોકટરનું વર્તન તે માં અને બાળક પ્રત્યે કેવું છે, ખુબજ મહત્વતા ધરાવે છે, તેથી સમાજ એક લાગણીશીલ અને તે માતાના મનને સમજીને બાળકનો ઈલાજ કરે તે ગુણ વાળા ડોક્ટરને આ સમાજ સન્માન ની દ્રષ્ટિથી જોવે છે,

ડોક્ટર અંકલ

“ડોક્ટર અંકલ” જયારે કોઈ બાળક ડોક્ટરને અંકલ કહીને બોલાવે છે, ત્યારે ખુબજ સુંદર લાગે છે, બાળક એ ડોક્ટર પ્રત્યે વિશ્વાસ ધરાવે છે, તેથી તેને અંકલ કહે છે, આમજ બાળકોના જે ડોક્ટર હોય છે, તેમાં આપણો સમાજ સિક્સસેન્સ નો ગુણ શોધે છે, જેને આપણે છઠી ઇન્દ્રિય તરીકે જાણીએ છે, જયારે કોઈ નાનું બાળક બીમાર પડે છે, ત્યારે તેની માતાને આપણે કેહતા સાંભળીયુ હશે કે “ મારા બાળક કરતા હું બીમાર પડી હોત તો સારું હતું” જયારે માતા આમ કહે છે તો તેનો તાત્પર્ય તે હોય છે કે નાનું બાળક બોલી નથી શકતું અને જે બાળક બોલી શકે છે, તેને તે ખ્યાલ નથી હોતો કે તેને પોતાને સુ થાય છે, તેથી માતા બાળકને રડતા નથી જોઈશક્તિ અને આમ કહે છે તેથી સમાજ પોતાના બાળક માટે એક એવો ડોક્ટર પસંદ કરશે કે ડોકટરી આવડત સાથે કોઠા સુજ પણ હોઈ, અને બાળકની સારવાર કરીશકે.

પેહલું સુખ તે જાતે નર્યા

“પેહલું સુખ તે જાતે નર્યા” આપણા વડવાઓ પાસેથી આ કેહવત અનેક વાર સાંભળી હશે, અને આ વાત આપણે પણ ખુબજ સારી રીતે સમજીએ છીએ, કે શરીર થી સ્વસ્થ હશું તો સુખી રહીશું, પરંતુ આ વાતમાં પણ એક તર્ક થાય કે આપણે શરીર થી સુખી હોઈશું તો ડોક્ટર શું કરશે, અને આ વાત તો ડોકટરના મનમાં પણ હોતી હશેને, આ વાતના તર્કથી ઘણા તેવા કિસાઓ સામે આવે છે, કે વ્યક્તિ સ્વસ્થ હોય છે, વાતાવરણ ની અસરના કારણે થોડું શરદી તાવ હોય છે, અને ડોક્ટર પાસે જાય છે, તો ડોક્ટર પોતાનો ખર્ચને પોહચી વળવા તે દર્દીને ગેર માર્ગે દોરે છે, અને દવાઓ આપ્યા કરે છે, તો સમાજ આવા ડોક્ટરને સ્વીકારશે ખરા? આ વાતથી કોઈ ડોક્ટર પર લાંછન લાગવાની વાત નથી આવતી પરંતુ ઘણા કિસા જે નજર સમક્ષ આવ્યા છે, તેના પર દ્રષ્ટિ કરતા વાત કરીએ તો આ સમાજ એક ઈમાનદાર ડોક્ટરને ઝંખે છે.

પ્રાણના પુજારી

“પ્રાણના પુજારી” સમાજ ડોક્ટરને પ્રાણના પુજારી તરીકે જાણે છે. કોઈના પ્રાણને બચાવવા માટે ડોક્ટર પોતાની તમામ કોશિશ કરે છે. તેથીજ સમાજમાં ડોક્ટરને ઉચો દરજ્જો આપવામાં આવે છે, ડોકટરના જ્ઞાન અને તેની મહેનત ઉપર સૌ કોઈ ભરોસો મુકે છે, એક અંગ્રેજીની કહેવત ખુબજ સુંદર છે,

“એક સ્વસ્થ માથું સો સશક્ત હતો કરતા બહેતર છે”

આમ કહેવત પ્રમાણે ડોક્ટરના જ્ઞાન અને અનુભવના કારણે કોઈના પ્રાણ સંકટમાંથી બહાર આવે છે.તેથીજ તો સમાજ ડોક્ટરને પ્રાણના પુજારી થી પણ જાણે છે, અને જયારે કોઈ દર્દી ડોક્ટર પાસેથી સાજો થઇ ઘરે પાછો ફરે છેને ત્યારે દર્દીના પરિવારજનો ના અંતરના આશીર્વાદ તે ડોક્ટર પામે, છે.

કિસો સવા લાખનો

કેહવત છે, કે જિંદગી એક વખતજ મળે છે, તેવીજ રીતે કોઈની તકલીફ સમજીને મદદ કરવાની તક પણ એક વખતજ મળે છે, અને તે તકને જો કોઈ જડપીલે તો તેનો બેડો પર થય જાય.

એક ડોક્ટર પાસ એક દર્દી આવે છે, તેની તબિયત ખુબજ ખરાબ હોય છે અને તે ગરીબ હોય છે, પરંતુ તેને તેના પરિવારજનો ની ખુબજ ચિંતા હોય છે, અને ઘરમાં કમાઈ ખવડાવા માટે તે એકજ હોય છે, તેથી પોતાને સાજુ થવું ખુબજ જરૂરી હોય છે, તેથી તે વ્યાજે પૈસા લઈને પોતાની દવા કરે છે, ડોક્ટર ખુબજ સમજુ હોય છે, તે સમજી જાય છે, અને તે દર્દી સાજો થાય છે, અને ફીસ ના પૈસા આપવા આવે છે, ત્યારે ડોક્ટર ફીસ નથી લેતા અને સામે થી પૈસા આપે છે, કે વ્યાજ ભારીદેજે ભાઈ અને તારું ધ્યાન રાખજે.

આમ દયાના ભાવથી મદદ કરવી તે ડોકટરનો મહત્વનો ગુણ હોય છે.

જહાં ચાહ, વાહ રાહ.

“જહાં ચાહ, વાહ રાહ.” ખુબજ સુંદર વાત છે, જ્યાં સંકલ્પ શક્તિ કામ કરે છે, ત્યાં રસ્તા આપો આપ સામે આવે છે.

એક ડોક્ટર માટે તેનો દર્દીનો જીવ બચાવો ખુબજ આકરો હતો, કારણ તે દર્દી જીવી શકે તેવી હાલતમાં જ ના હતો, પરંતુ દર્દીના પરિવારજનો ખુબજ દુખી હતા અને દર્દી ખુદ જીવવાની આશ લઇ બેઠોતો, આ જોઈ ડોક્ટરને ખુબજ તકલીફ થઇ, પરિવારજન ને દુખી જોઈ,ડોકટરે સંકલ્પ લીધો કે આ દર્દીને હું જીવાદીનેજ રહીશ, બહારથી ડોક્ટર બોલાવ્યા અને ખુબ મહેનત સાથે દર્દીનો જીવ બચી ગયો.

આમ ડોક્ટરની ચાહ, અને સંકલ્પ શક્તિ અનેકોના જીવને બચાવી શકે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED