Vishvno sauthi moto studio books and stories free download online pdf in Gujarati

વિશ્વનો સૌથી મોટો સ્ટૂડિયો !

વિશ્વનો સૌથી મોટો સ્ટૂડિયો

જયદીપ પંડયા

ફિલ્મ ઉદ્યોગના લીધે મુંબઈ પ્રચલિત છે. એનાથી કોઈ અજાણ નથી. મહાનગરી મુંબઈમાં યશરાજ, મહેબુબથી માંડી અનેક મહાકાય સ્ટૂડિયોમાં હિન્દી ફિલ્મો અને સિરીયલોના શૂટિંગ 36પ દિવસ ચાલતા રહે છે. છતાં આ બધા વચ્ચે ફિલ્મ ડાયરેકટરોનું ધ્યાન ખેંચનાર એક સ્ટૂડિયો હોય તો એ છે હૈદરાબાદનો રામોજી ફિલ્મ સિટી. દિગ્દર્શકોનું મનપસંદ સ્થળ બની ગયો છે. એક જ સ્થળે પોસ્ટ પ્રોડકશન, વિશાળ સાઉન્ડ સ્ટૂડિયો, લોકેશન સહિત તમામ સુવિધા પૂરી પાડતો સ્ટૂડિયો કદાચ દેશમાં પ્રથમ હશે. બધા સ્ટૂડિયાને ટક્કર મારે એવો આ સ્ટૂડિયો છે. એટલે જ અહીં બીગ બજેટ ફિલ્મના શૂટિંગ થવા લાગ્યા છે. લાઈટ,કેમેરા અને એકશનના અવાજો તમને અહીં સતત કાને પડતા રહે છે. વિશાળ સ્ટૂડિયોમાં એકથી વધુ ફિલ્મ અને સિરીયલના શૂટિંગ ચાલતા રહે છે. ફિલ્મ અને સિરીયલ શૂટિંગ માટે જ નહીં પણ હવે થીમપાર્ક લઈને પર્યટન માટે સહેલાણીઓનું પસંદગીનું સ્થળ બન્યું છે.

ર000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલા રામોજી ફિલ્મ સિટી સુંદર બગીચા, અનોખા ફૂવારા, સ્ટૂડિયો, મોટી ઈમારતોથી જાણીતી છે. અનેક ફિલ્મો માટે રામજો ફિલ્મ સિટીએ એક સંપૂર્ણ સ્થળની ગરજ સારી છે. કોઈપણ ફિલ્મ પ્રોડયુસર તેના ફિલ્મ બનાવવાની ક્રીપ્ટ લઈને આવે તો આખી ફિલ્મની જગ્યા અને તેમને અહીં જ મળી રહે છે. એટલે જ રામોજી ફિલ્મ સિટીને વિશ્વની સૌથી મોટી ફિલ્મ સ્ટૂડિયો કોમ્પલેક્ષ માનવામાં આવે છે. જે આંધ્રપ્રદેશ રાજયની રાજધાની હૈદરાબાદથી 30 કિ.મીના અંતરે નલગૌડા માર્ગમાં છે. જેમાં પ0થી વધુ શૂંિટગ ફલોર છે.

રાજારામ મૌલીની બ્લોક માસ્ટર બાહુબલી ફિલ્મનો વિશાળ સેટ, રેન ફોલના અદભૂત દ્રશ્યો, યુધ્ધ મેદાન જેવા તમામ દ્રશ્યો રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મવાયા હતા ! કેમેરા, ભવ્ય સેટ અને વીએફએકસ ટેકનોલોજીની કરામતથી કાલ્પનિક રેન ફોલ અને દ્રશ્યો રિયલ બનાવી દેવાયા હતા. શાહરૂખખાન અને દિપિકા પાદુકોણ અભિનિત ‘ચેન્નાઈ એકસપ્રેસ’ ફિલ્મ તમે જોઈ હશે.મોટાભાગનું ફિલ્મ શાહરૂખ-દિપિકા મુંબઈથી ચેન્નાઈ જતી ટ્રેનમાં જ ચાલે છે. ફિલ્મ જોતા એમ જ લાગે કે સાચે જ બંને કલાકારો ટ્રેનની મુસાફરી કરતા હોય એવું લાગે. પણ હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે, એ કોઈ સાચી ટ્રેન ન હતી. નહીં કે રેલવે સ્ટેશન. આખું ફિલ્મ રામોજી ફિલ્મ સિટીના રેલવે સ્ટેશન ઉપર શૂટ થયું છે. આ જ રેલવે સ્ટેશન કરીના કપૂર અને શાહિદ કપૂરની જબ વી મેટ ફિલ્મમાં પણ બતાવાયું છે. રોહિત શેટ્ટીની સિંઘમ, સિંઘમ રીર્ટનના સ્ટંટ સિનથી માંડી તમામ દ્રશ્યો અહીં ફિલ્મવાયા છે. વિદ્યાબાલન અને નસરુદિન શાહ અભિનિત ડર્ટી પિકચરનું ઉલાલા-ઉલાલા ગીત પણ અહીંના લેગ વાર્ડનમાં શૂટ થયું છે. દેશ-વિદેશમાં ધૂમ મચાવનાર ઋyત્વિક રોશનની ફિલ્મ ક્રિસ-3ની અંતિમ ફાઈટ અહીં થઈ છે. મુન્નાભાઈ એમ.બી.બી.એસમાં દેખાડેલી હોસ્પિટલ અહીં જ છે. કોલેજ પણ અહીંની છે. સુયવંશમ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની વિશાળ હવેલી પણ રામોજીની છે. સલમાન ખાનની જય હો, રજનિકાંતની રોબોટ, રામ ગોપાલ વર્માની મેન્ટલ, અમિતાભ બચ્ચન અભિનિત સરકાર રાજ, અજય દેવગણની ગોલમાલ, હિમ્મતવાલા, શાહરૂખની રા-વન ફિલ્મ પણ અહીં બની છે. અહીંના રોડને મુંબઈ કે ફિલ્મની સ્ટોરી મુજબ કોઈ પણ શહેરના હાઈવેનું નામ આપી દેવામાં આવે છે. તો ફોરેનના દ્રશ્યો જોઈ તો ફોરેન સ્ટ્રીટ પણ અહીં ઉપલબ્ધ છે.

હિન્દી ફિલ્મો જ નહીં પણ તેલુગું, મલયાલમ, તામીલ, કન્નડ, ઓરિયા, મરાઠી, બંગાળી ફિલ્મ અને સિરીયલના શૂટિંગય અહીં થતા રહે છે. ર000 એકર જેવી વિશાળ જગ્યામાં પથરાયેલા રામોજી ફિલ્મ સિટીનું નિર્માણ રામોજી રાવે 1996માં કર્યુ હતું. અત્યાર સુધીમાં ર000થી વધુ પ્રોડકશન કંપનીઓએ રામોજી ફિલ્મ સિટીમાં શૂટિંગ કર્યુ છે. ફિલ્મ સિટી આશ્ચર્યજનક ઈમારતો, સુંદર બગીચા, આકર્ષક કૂદરતી દ્રશ્યોથી ભરપૂર સ્થળો, અનોખા ફૂવારા તેના થીમેટિક આકર્ષણો અને એમ્યુઝમેન્ટ ઝોન્સ અને એડવેન્ચર લેન્ડ માટે વિશ્વભરમાં જાણિતું થયું છે. રામોજી ફિલ્મ સિટી નિહાળવા માટે એક દિવસ ટૂંકો પડે.

હૈદરાબાદથી 30 કિ.મી દૂર પહોળીની વચ્ચે પથરાયેલા રામોજી ફિલ્મ સિટી ને વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી તરીકે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળી ચૂકયો છે. એક સંપૂર્ણ સ્થળની ગરજ સારી આપવાના કારણે ડાયરેકટરનું પસંદગીનું સ્થળ ઘણા સમયથી બન્યું છે. એક સાથે અનેક ફિલ્મોનું શૂટિંગ અહીં ચાલતા રહે છે. અહીં ફિલ્મ ડાયરેકટરોને એરપોર્ટ, રેલવે સ્ટેશન, જેલ, ઉતર ભારત, દક્ષિણ ભારત, ગુજરાત, તાજમહેલ, ઈન્ડિયા ગેટ સહિતના લેકેશન સરળતાથી મળી રહે છે. ફિલ્મમાં દર્શાવાતી કોઈપણ રાજયની બજારો અહીં દર્શાવાય છે. એટલું જ નહીં જેલ અને મહેલ પણ અહીંની હોય છે. ફિલ્મની કથાની જરૂરિયાત મુજબના વિશાળ સેટ અને મહેલ તૈયાર થતા રહે છે. જેનો ઉપયોગ પૂર્ણ થયા પછી ઘણી હિન્દી સિવાયની ભાષાની સિરીયલમાં થાય છે. વિશાળ સેટને તોડી ફરી નવો બનાવવા માટે અહીં હજાર માણસો કામ કરે છે.

રામોજી ફિલ્મ સિટીમાં સિયેરા ગાર્ડન, હવા મહેલ, લેગ ગાર્ડન, સન ફાઉન્ટેઈન, લંડન, અમેરિકાની સ્ટ્રીટ, પ્રિન્સેસ સ્ટ્રીટ, જાપાનીઝ ગાર્ડન જેવા મનમહોક લેકશન ફિલ્મોને ચાર ચાંદ લગાવી દે છે. દર્શકોને હૂબહૂ વિદેશોમાં જ ફિલ્મનું શૂટિંગ થયું હોવાનો અહેસાસ અહીં જ લોકેશન કરાવે છે. ટૂંકમાં એક જ સ્થળે તમામ વસ્તુની ગરજ સારી આપી છે. આવો સ્ટૂડિયો વિશ્વભરમાં નથી.

દર્શકોને ઘણી ફિલ્મ તેના અદભૂત લોકેશનના કારણે વર્ષો સુધી યાદ રહેતી હોય છે. અહીં સ્ટંટ સિન માટે પણ અલાયદી વ્યવસ્થા છે. ઘણા દિગ્દર્શકો માત્ર ફિલ્મ ગીતના ફિલ્માંકન માટે પણ અહીં પહોંચે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું કહેવાય છે કે, કોઈ પ્રોડયુશરને ફિલ્મ બનાવી હોય તો દમદાર ક્રિપ્ટ, અભિનેતા, અભિનેત્રીની જ જરૂર પડે છે. બાકી બધુ રામોજી ફિલ્મ સિટીમાં મળી રહે છે. અદ્યતન કેમેરાથી માંડી સ્ટંટમેન, બેકગ્રાઉન્ડ આર્ટીસ્ટથી માંડી એક ફિલ્મ તૈયાર કરવા માટે જરૂરી તમામ વસ્તુઓ અહીં ઉપલબ્ધ હોય છે. આ એક સંપૂર્ણ સ્ટૂડિયો છે. જયાં રૂપિયાના કોઢળા લઈને જાવ એટલે એક આખી ફિલ્મ લઈને બહાર આવી શકો છો.

કુદરતી સૌદર્ય વચ્ચે 36 કિ.મી જગયામાં પથરાયેલા રામોજી ફિલ્મ બોલીવૂડ, ઢોલીવૂડના શૂટિંગ માટે જ નહીં પણ હરવા-ફરવા માટે પણ અનેરું સ્થળ છે. યુરેકા, ફન્ડુસ્તાન,બોરાસુરા, એન્ડવેન્ચર લેન્ડ સહિતના અનેક મનમોહક સ્થળ જોવાઅને માણવા જેવા છે.

રામોજી મૂવી મેજિકમાં ફિલ્મના નિર્માણ કેવી રીતે થાય તે અંગેની સંપૂર્ણ જાણકારી મળી રહે છે. ફિલ્મનું શૂટિંગ કેવી રીતે થાય તે પર્યટકોને દર્શાવાય છે. વિશ્વનો નો કાલ્પનિક પ્રવાસ અવિસ્મરણિય અનુભવ કરવો હોય તો રામોજી ફિલ્મ સિટીની એક વાર મુલાકાત લેવા પહોંચી જાવ. સ્પેશ યાત્રાનો અનુભવ રોમાંચક બની રહે છે. રામોજી ફિલ્મ સિટીના આ બધા આકર્ષણ અને ફિલ્મી મહોલના કારણે તથા કયારેક મનપસંદ ફિલ્મી કલાકારો મળવાનો મોકો મળી રહેતા હોવાથી દર વર્ષે 1.પ મિલિયન થી વધુ પ્રવાસીઓ દેશભરમાંથી મુલાકાત લેવા પહોંચે છે. એક પણ સ્થળ એવું નહીં કે જે ફિલ્મના લોકેશન માટે ફિટ ના બેસે. એક નાનકડા શહેરનું નિર્માણ જ જોઈ લો. છતા તેની તેની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. ફિલ્મ ડાયરેકટરો માટે તો ઘર આંગણે ગંગા જેવું છે. કેમ કે, અહીં તમને વિદેશી બજારો અને ઘરો પણ મળી રહે છે. તો ફિલ્મ ડાયરેકટરો દર્શકોને કેટલા ફિલ્મી કાલ્પનિક ચશ્મા પહેરાવે છે એ જાણવા અને માણવા માટે એક વાર તો રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લેવી જ પડે. ટૂંકમાં કહો તો રામોજી ફિલ્મ સિટીને બોલીવૂડ કન્ટ્રી કહી શકાય.

..............

બીજા રસપ્રદ વિકલ્પો