દૃષ્ટિ ગુમાવી બન્યા દિવ્યદૃષ્ટા Jaydeep Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૃષ્ટિ ગુમાવી બન્યા દિવ્યદૃષ્ટા

દૃષ્ટિ ગુમાવી બન્યા દિવ્યદૃષ્ટા

જયદીપ પંડયા

જીંદગીમાં કયારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ જતી હોય છે. ચાલીને જતી વેળાએ લાગતી ઠેસ પણ સફળતાના દ્વાર ખોલે છે. તો કયારેક બનતી દુર્ઘટના પણ સુખદ નીવડતી હોય છે. ઘણા એવા પણ કલાકારો છે કે જે પોતાની કમજોરી કે ગંભીર બીમારીને હથિયાર બનાવી સફળતાના શીખરો સર કરતા હોય છે. આવું જ કંઈક રાજકોટના દિનેશભાઈ પંડયા સાથે થયું છે. તેમણે એક દુર્ઘટનામાં દ્રષ્ટિ ગુમાવી પરંતુ હિંમત હાર્યા વગર આત્મવિશ્વાસપૂર્વક દિવ્ય દૃષ્ટિ કેળવી હજારોને સફળતાનો પથ દેખાડયો છે. જેઓએ પોતાની આંખની દૃષ્ટિ ગુમાવી તેણે જાણે કે સમગ્ર બ્રહ્માંડ ગુમાવી ગુમાવી દીધું એવો અહેસાસ થતો હોય છે પરંતુ દિનેશભાઈ નોખી માટીના છે.

જીવનમાં સફળ થવા માટે દ્રષ્ટિ નહીં પણ દ્રષ્ટિકોણ મહત્વનો છે. અડગ નિર્ધાર હોય તો માણસ પોતાના બળે સફળતાના શિખરો પાર કરી શકે છે. આ બધી જ ઉકિતઓ રાજકોટના પ્રજ્ઞાચક્ષુ બિઝનેસમેન, હજારોને રોજગારી અપાવનાર અને કરોડો લોકોને રોજગારી અપાવવાનું મિશન ધરાવતા, આયુર્વેદ અને ખાદીના પ્રચારક દિનેશભાઈ પંડયાએ સાર્થક કરી બતાવી છે. દ્રષ્ટિ ગુમાવ્યા પછી પણ હિંમત નહીં હારી હજારોની જીંદગીમાં ઉજાશ ફેલાવ્યો તો ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળી ખેડૂતોની એક નવી દિશા આપી છે. દેશ માટે કંઈ કરી છુટવાની આકાંક્ષા ધરાવતા દિનેશભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનની વાતમાં ખાદી ઉપરની વાતથી પ્રેરાઈને ખાદીને ઘરે ઘરે પહોંચાડવાનું અભિયાન છેડયું છે એટલું જ નહીં હતાશ બાળકોમાં આત્મવિશ્વાસ વધારે છે સાથે કયાં ક્ષેત્રમાં કારર્કિદી બનાવવી તે અંગે જાગૃતિ આપવાનું કામ કરે છે.

રાજકોટમાં ફાટેલો શર્ટ અને ચપ્પલ પહેરીને રૂ.રપ0માં ધંધો શરૂ કર્યો હતો. જાત મહેનતે દિવ્ય દ્રષ્ટિથી આજે રૂ.70 કરોડની મિલકત ઉભી કરી છે. આટલી સિધ્ધી દ્રષ્ટિ ગુમાવ્યા પછી મેળવનાર દિનેશભાઈ પંડયા કહે છે કે, સુરત એસ.બી.આઈ.માં કેશિયરની નોકરી કરતી વેળાએ ખબર પડી કે માર્કેટીંગ ક્ષેત્રમાં ઉજળી તકો છે. મહિને રૂ.પ0 હજાર કમાણી કરવી હોય તો માર્કેટીંગ કરી કમાઈ શકાય છે. બસ ત્યારથી એક ધૂન લાગી કે લોકોને આ ક્ષેત્રમાં તાલીમ મેળવીને રોજગારી અપાવવી. આ માટે બેંકની શાંતિવાળી અને ઉચ્ચ પગારની નોકરી છોડી માર્કેટીંગ ક્ષ્ઁાત્રમાં ઝંપલાવ્યું. યુવાનોને આ અંગેની તાલીમ આપવાનું શરૂ કર્યુ.

દિનેશભાઈની જીંદગીમાં એક દુર્ઘટના ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. એક અકસ્માતમાં કમનસીબે દિનેશભાઈને પોતાની બંને આંખો ગુમાવી પડે છે. પોતાની જીંદગીમાં અંધકાર છવાયો પરંતુ હિંમત ન હારી. હજારો યુવાનોને નોકરી અપાવી તેમના ઘરમાં અજવાળ પાથરવાનું બિડુ ઝડપ્યું. આજે પણ દેશના ખુણે ખુણે યુવાનોને કોઈ પણ પ્રોડકટનું વેંચાણ કેવી રીતે કરવું તે અંગે જાગૃતિ તાલીમ કેમ્પ ચલાવે છે. દિનેશભાઈના મતે ગુજરાતી યુવાનો અન્ય રાજયના યુવાનોની તુલનાએ શરમાળ છે. કંઈ દિશામાં કારકિર્દી બનાવવી તેનાથી અજાણ હોય છે. તો ઘણાને નોકરી નથી મળતી આ બધા જ પ્રશ્નોનો નિકાલ શિબિર થાય છે. દિનેશભાઈની માર્કેટીંગ કાર્ય કુશળતાના કારણે દેશભરમાં 1પ-ર0 હજાર સેલ્સમેન તેમની નીચેથી તૈયાર થયા છે. આગામી પાંચ વર્ષમાં 1 કરોડ લોકોને રોજગારી અપાવવાનો દ્રઢ સંકલ્પ ધરાવે છે. વર્ષ ર01પમાં 6 હજાર બેરોજગારોને રોજગારી અપાવી હતી. દેશમાં 100 લોકોને મહિને 1 લાખ કમાણી કરતા કરવા તેમનું સપનું છે.

દિનેશભાઈ છેલ્લા 1ર વર્ષથી યુરિયા ખાતર વિરુધ્ધ અભિયાન ચાલવી ઓર્ગેનિક ખેતી તરફ ધરતીપુત્રોને વાળી રહ્યા છે. આ અંગે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે ભારતભરમાં 1ર00થી વધુ ગ્રામ્ય શિબિર કરી અંદાજે રપ હજાર ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરતા કર્યા છે. ખેતરના સેઢે દેવદારના વૃક્ષો વવાડયા છે. વિશ્વભરના વૈજ્ઞાનિકોને મળીને નેનો ટેકનોલોજી થકી ઝીરો બજેટ ખેતીની ફોર્મુલા વિકસાવી છે.

એડશોપ પ્રમોશન્સ કંપની ચલાવતા દિનેશભાઈ પંડયાએ ભારતમાં આયુર્વેદનો પ્રચાર કરી લોકોને તંદુરસ્ત બનાવવાનું મિશન હાથમાં લીધું છે. ગાયના દુધમાંથી આયુર્વેદિક દવા બનાવી લોકોને રાહતદરે આપે છે. દિનેશભાઈ ખાદી પ્રેમી છે. જયારથી નરેન્દ્ર મોદીએ મન કી વાત પ્રોગ્રામમાં ખાદી પહેરવાની અપીલ કરી હતી. ત્યારથી તેઓ ખાદીના પ્રચાર અભિયાનમાં લાગી ચૂકયા છે. દેશમાં દરેક ઘરમાં ખાદીના કપડા પહોંચાડવાની નેમ ધરાવે છે. પ્રધાનમંત્રીની યોજનામાંથી રૂ.રપ લાખની લોનઆપી ખાદી માટે એક યુનિટ સ્થાપી આજે આગવી મેનેજમેન્ટ સુઝથી એક મોટી ઈન્ડસ્ટ્રીઝ ઉભી કરી છે.જેમાં હજારો ગામડાના યુવાનોને રોજગારી અપાવી છે. હવે ખાદીના પ્રચાર માટે ખાદીના કપડાના વેચાણ દ્વારા ગરીબોને રોજગારી મળે તે માટે પ્રયત્નશીલ છે. ગોંડલ ઉદ્યોગ ભારતી પાસેથી ખાદીના કપડા બનાવી દેશભરમાં ખાદીનો નાઈટ ડ્રેસ લોન્ચ કરાવ્યો છે. ખાદીનો પ્રચાર બોલીવૂડ અભિનેતા પાસેથી પણ કરાવવા માટે કાર્યરત છે. માર્કેટીંગ જગતના ગુરૂ તરીકે ઓળખાતા દિનેશભાઈની આ સફળતાનું રહસ્ય તેમની પત્ની, ત્રણ સંતોનોની સતત પ્રેરણા છે. તે કહે છે કે,જો મારો સ્ટાફ તથા પરિવારનો સહકાર ન મળ્યો હોત તો સફળતા હાંસલ થઈ શકી ન હોત.

તેઓ ઉમેરે છે કે, આપણી આંખ સામે જે નક્કર વાસ્તવિકતા પડી હોય છે તે આપણે બરાબર નિહાળતા નથી પણ આપણે જે જોવા માગીએ છીએ તેનું જ દૃશ્ય જોઈએ છીએ. માણસની દૃષ્ટિની આ મર્યાદા છે અને છતાં આ મર્યાદામાં કેટલીક શોભા પણ છે. આવી દૃષ્ટિ મર્યાદા માણસોમાં ના હોત તો માણસને પોતાનો કદરૂપો છોકરો કદરૂપો જ દેખાત. માણસને પોતાનો ખુદનો ચહેરો અરીસામાં જોવો ના ગમત! કુદરતે માણસને આ એક આશીર્વાદ આપ્યો છે. માણસે તેને ખરેખરો આશીર્વાદ પૂરવાર કરવો પડે છે તે આશીર્વાદ જ રહે ત્યાં સુધી સારી વાત છે. પણ આપણે જો આ મર્યાદા અંગે સાવધાન ના રહીએ તો તે એક શાપ પણ બની શકે છે. જો આપણે વાસ્તવિકતાને નરી આંખે જોવાની વિવેકટ દૃષ્ટિ ગુમાવી બેસીએ તો ઘણું બધું ગુમાવી બેસવાની સંભાવના રહે છે. આપણે ભ્રમમાં પડીએ, ખોટા રસ્તે આગળ વધીએ, ખોટી ધારણાઓ બાંધીએ અને ખોટા નિર્ણયો કરી બેસીએ તેવા જોખમો એમાંથી ઊભા થાય છે. એકંદરે જિંદગીના સૂકા ઘાસને કંઈક લીલુંછમ જોવાના લીલા રંગના એક અદૃશ્ય કોન્ટેક્ટ લેન્સ આપણને મળ્યાં છે પણ આ લેન્સનો ઉપયોગ સમજી વિચારીને કરવાનો છે. કેટલાંક પ્રસંગોએ માણસે આ કોન્ટેક્ટ લેન્સને આંખથી અળગા કરવા પડે છે અને સૂકા ઘાસને સૂકા ઘાસ રૂપે જ જોવું પડે છે. આપણે જિંદગીને સહી શકીએ, માણી શકીએ, આપણી આંખમાં સૂકા-લુખ્ખા પદાર્થો વાગે નહીં એ માટે આપણને દૃષ્ટિનો આ વધારાનો રંગ મળ્યો છે. આપણી દૃષ્ટિમાં માત્ર આ લીલો રંગ જ અતિશય છવાઈ જાય તો વાસ્તવિકતા સાથે અથડાઈ પડવાની અને મુશ્કેલીમાં મુકાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. આપણા ઋષિમુનિઓ આ વાતનો મર્મ જાણતા હતા એટલે એમણે જ્યોતિષશાસ્ત્રની આગાહીઓ બાબતમાં પણ કેટલીક મનાઈ ફરમાવી છે. સગી દીકરાની કુંડળી બાપ જુએ તો તે તેમાં કયો અમંગળ બનાવ જોઈ શકવાનો? માણસ પોતાના પ્રતિસ્પર્ધી કે શત્રુ માનેલી વ્યક્તિની કુંડળી જુએ તો તેમાં તે કયો સારો યોગ જોઈ શકવાનો?

બ્રિટનના એકવારના અડીખમ વડાપ્રધાન િવન્સ્ટન ચર્ચિલે પોતાની કથામાં એક જગ્યાએ કંઈક આવી મતલબનું નોંધ્યું છે - "સ્વપ્નો મીઠાં લાગે - જિંદગીમાં વાસ્તવિકતાને સ્વપ્નોથી વધુ મીઠી બનાવવી તે માણસનું કામ છે."

નજર સામે જે છે ેને પણ બરાબર નિહાળીએ. જે આપણને જોવાનું મન થાય તેના જ પડછાયાને હકીકત ના સમજીએ.

..................