એક હત્યા Manisha joban desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હત્યા

એક હત્યા

દહેરાદુન શહેરની એક વરસાદી સાંજ અને ઢોળાવવાળાં રસ્તે સ્ટીક લઈને ધીરે ધીરે ચાલતાં પ્રો.સોમેશ્વર ચૌધરી ,કોઇનો અવાજ સાંભળી અટકી ગયાં,

'અરે,ગુડ ઇવનીંગ કેમ છો સર?'કહેતાં ઇન્સ્પેકટર સુજમસીંગે હાથ મેળવ્યો.

'કેમ અત્યારે આ તરફ ?કોઇનો પીછો કરો છો કે કેમ?

'એકદમ એવું તો નહીં પણ આ સ્ટ્રીટ સાંકડી છે એટલે જીપ મેઇનરોડ પર મૂકી ચાલતો જરા એક જણને ત્યાં ઇન્કવાયરી માટે જાંઉ છું.'

'વેરી વેલ. યંગમેન ' અને "ગુડ બાય" કહીને ઇન્સ્પેક્ટર ઝડપથી ચાલતા બાજુની ગલીમાં વળી ગયો .લગભગ આખું શહેર પ્રો .સોમેશ્વરનાથજી ને જાણતું હતું .અત્યંત સરળ અને લોકપ્રિય વ્યક્તિ .

અને ખાસતો 2 વર્ષ પહેલા એમનાં જીવનમાં બની ગયેલી કરુણ ઘટના પછી એકલા પડી ગયેલા પ્રોફેસર અને એમનાં પત્ની સાથે શહેરની જનતા વધુ લાગણીશીલ થઈ ગઈ હતી .ધીરે ધીરે ચાલતાં બંગલે પહોંચી બહાર ગાર્ડનમાં બેઠા .એટલામાં એમનાં પત્ની શીખાદેવી ફોન પર વાત કરતા બહાર આવ્યા .એમનાં દીકરા વિક્રાંતનો ફોન હતો જે દેશની મોટી એરલાઈનમાં ઓફિસર હતો અને દિલ્હી રહેતો હતો.બંને જણ દીકરા સાથે જનરલ વાતો કરી રહયાં હતાં.થોડી વાર એકબીજાની સામે જોતાં બેસી રહયાં .

'આજે સવારે તમારી ક્લબમાંથી મિટિંગનો અને પ્રાર્થનાસભાનો કાર્ડ આવ્યો છે "અને ...દીકરી શુભદાની પુણ્યતિથિને દિવસે 2 વર્ષથી યોજાતી કેન્ડલ પ્રાર્થના યાદ આવી ગયી સોમેશ્વરજીને .આંખમાં ચમકતા આંસુ જોઈ શીખાદેવી ઉભા થઈ ખભે હાથ મૂકી ઉભા રહયાં અને હાથ પર આંસુ ટપક્યા જોઈ સોમેશ્વરજી એ ઊંચે જોયું અને ધ્રુસ્કે ધ્રુસકે બંને રડી પડયા .જ્યુસ લઈને આવેલા સર્વન્ટની પણ આંખ ભીની થઈ ગઈ .અને બોલ્યો ,'સાહેબ તમે ચિંંતા નહીં કરો ,ભગવાન ગુનેગારોને જરૂર સજા આપશે .' અને સોમેશ્વરજીની આંખ સામે ભૂતકાળ તરવરી ઉઠ્યો.

19 વર્ષની દીકરી શુભદા જે હજુંતો જિંદગીની નવી ઉડાન ભરતી હતી.ફ્રેન્ડનાં દીકરા વીજલ સાથે વિવાહ નક્કી કર્યા હતાં, જેની શહેરમાં ખૂબ મોટી ટી -એસ્ટેટ હતી . એક દિવસ સાંજે લાઈબ્રેરીમાંથી નીકળતાં વચ્ચેની અગાસી પર ધીમો ગણગણાટ સંભળાતો હતો એ જોવા ગઈ અને સીનીઅર કલાસનાં થોડા યુવાનો ભેગા થઈ દારૂની બોટલ અને સિગારેટ સાથે કદાચ ડ્રગનું પણ સેવન કરતા હતાં .તરત પાછી ફરી દોડતી દાદર ઉતરી ગયી .પાછળથી, "હેઈ' બૂમ સાંભળી પણ ઝડપથી કાર સ્ટાર્ટ કરી નીકળી ગયી અને 100 પર ફોન કરી કમ્પ્લેન નોંધાવી .પોલીસે તરત જઈ બધાને પકડયા અને નાંનકડા શહેરમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયાં.બીજે દિવસે કોલેજમાં અને બધાએ ખૂબ અભિનંદન આપ્યા અને આ રીતની ગુનાખોરીની વિરુદ્ધ સજાગતાં બદલ શુભદાનું બધે સન્માન કરાયું ડૃગનાં ગુનામાં જે વિદ્યાર્થી હતો એને કોલેજમાંથી ડીસમીસ કરવામાં આવ્યો અને બીજા વિદ્યાર્થીઓને થોડી સજા થઈ .કોર્ટમાં કેસ ચાલ્યો . સમય વીતતો ગયો .

અને....... છેલ્લા વર્ષનું વાર્ષિક ફંક્શન હતું જેમાં શુભદા પોતાનું ગીત રજુ કરવાની હતી .એકદમ સરસ તૈયાર થઈને 'ડેડી -મમ્મી તમે ટાઇમપર આવી જજો 'કહી રિહર્સલ માટે 3 કલાક વહેલી નીકળી .સોમેશ્વરજી તૈયાર થઈને કોલેજનાં ફંક્શન માટે નીકળી રહયા હતાં ત્યાં શુભદાની ફ્રેન્ડનો ફોન આવ્યો અને શુભદા વિશે પૂછવાં માંડી .થોડીવાર રહીને એનાં લેડી પ્રોફેસ્સરનો ફોન આવ્યો અને કેમ હજુ આવી નથી વિશે પૂછવા માંડયા અને શુભદાનાં ફોન પર રિંગ જાય છે અને ફોન ઉઠાવતી નથી એમ જણાવ્યું .સોમેશ્વરજીએ ફોન લગાવી જોયો પણ એમનો ફોન પણ નહીં લાગ્યો .
જલ્દીથી કોલેજ પહોંચ્યા.પ્રોગ્રામ શરૂ થવાની તૈયારી હતી.બધાને પૂછી વળ્યાં .અને પછી વિજલને ફોન કરી જોયો.એ તો શહેરની બહાર પોતાનાં ફાર્મ પર હતો અને પપ્પા મમ્મી પણ આઉટ ઓફ સ્ટેશન છે એમ કહ્યું .હું જસ્ટ પહોંચું જ છું અને આ સાંભળી સોમેશ્વરજી એકદમ ચિંતામાં પડી ગયા.

કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો અને થોડીજ વારમાં એનું ગીત આવશે એટલે આમતેમ હશે તો આવી જશે એમ વિચારી ઉભડક જીવે બેસી રહયા .શીખાદેવી પણ આમતેમ જોતા બેસી રહયા અને એટલામાં શુભદાનું નામ ડિક્લેર થયું પણ 10 મિનિટ વીતી જવા છતાં કોઈ આવ્યું નહીં એટલે બીજી આઈટેમ શરૂ કરી. સોમેશ્વરજી તરત ઉભા થયા અને પાછલી સીટ પરથી વીજલ પણ સાથે ગયો .કોલેજનાં પાર્કિંગમાં તપાસ કરી તો કાર એની હતી નહીં .અને વધુ સમય નહીં બગાડતાં તરત એમનાં ફ્રેન્ડ કમિશ્નર સક્સેનાને ફોન જોડ્યો અને કઈ રીતે આગળ તપાસ કરવી વગેરેની માહિતી મેળવી. એમણે તરત એક ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને મોકલ્યા અને સોમેશ્વરજી પાસેથી બધી વિગત જાણી .શીખાદેવીએ જણાવ્યું કે જતી વખતે કોઈ સી.ડીની શોપમાં જવાની હતી.શહેરની એક સી.ડી.ની દુકાનની બાજુની સ્ટ્રીટમાંથી એની કાર મળી .અને હવે તો એનો ફોન પણ બંધ થઈ ગયો હતો .આખી રાત બધે ફરી વળ્યાં પણ કોઈ પત્તો નહીં લાગ્યો શુભદાનો .આવું બની જ કેવી રીતે શકે.આવી રીતે એ કદી પણ જાય જ નહીં .કોઈ બીજા કામમાં કે કોઈની તકલીફમાં સાથે ગઈ હોય તો ફોન તો જરૂર કરે .

અને બીજે દિવસથી તપાસ વધુ સઘન બનાવી.અને છેક ત્રીજે દિવસે સાંજે એકદમ દિલગીરી સાથે કમિશ્નર સક્સેનાનો જલ્દીથી હોસ્પિટલ પહોંચવાનો ફોન આવ્યો.ત્યાં જોયું તો શુભદાની એકદમ ખરાબ હાલતમાં ઝાડીઓમાં હત્યા કરી ફેંકી દીધેલી લાશ જોવા મળી .બળાત્કારનાં કોઈ નિશાન નહોતા અને બંને પતિ પત્ની આક્રંદ સાથે ભાંગી પડયા.આખા શહેરમાં દહેશત ફેલાઈ ગયી .સ્પેશીઅલ ટીમને બોલાવી ઈન્કવાયરી સોંપી . જૂની વાતને ધ્યાનમા લઈને પેલા કેસવાળા છોકરાઓની તપાસ કરાવી ,ડ્રગ કેસવાળો છોકરો જેલમાં હતો અને બે છોકરા શહેર છોડી જતાં રહેલા અને એક છોકરો કોલેજ છોડી એક્સટર્નલ એક્ઝામ આપી ક્યાંક નોકરીએ લાગ્યો હતો .કાર મૂકીને ગઈ હતી એટલે ચોક્કસ કોઈ જોડે જાતે જ ગઈ હોવાનું અનુમાન ઇન્વેસ્ટિગેશન ટીમે લગાવ્યું .મોબાઈલ કંપની પરથી ફોન ડીટેલમાં કોઈ નવી વાત જાણવા નહીં મળી.સી.ડી ની દુકાનવાળાએ કહ્યું કે હા મારે ત્યાંથી એક રેકોર્ડિંગ માટેની સી.ડી લઈ ગયા હતા અને બહાર કોઈ સામાન્ય દેખાતા કપલ સાથે વાત કરતાં ઉભાં હતા એટલું મારા કાઉન્ટરની બાજુના કાચમાંથી દેખાતું હતું પછીનું કઈ મને ધ્યાન નથી .

હવે એ વાતને પણ 2 વર્ષ થવા આવ્યા અને કાલે તો મારી દીકરીની પુણ્યતિથિ ,"હે ભગવાન ,હું મારી દીકરીની હત્યા કરનારને મોતની સજા આપવું તો જ એના આત્માને શાંતિ મળશે .નવો આવેલો ઇન્સ્પેક્ટર સૂજ્મસિંઘ ચપળ અને ઇન્ટેલીજન્ટ હતો .6-મહિનામાં 2-3 ચોરીના અને આત્મહત્યાના કેસનું કારણ વગેરે ઝડપથી શોધી નાખ્યું હતું .સોમેશ્વજીને એના પર નવી આશા બંધાઈ હતી.શુભદાના કેસ વિશે એને જણાવી કેસમા એની મદદ પણ માંગી .એણે ઉપરી પાસે પરમિશન લીધા બાદ આગળ કાર્યવાહી કરી શકું એમ જણાવ્યું .અને હવે બધા પેપર સ્ટડી કરીને શોપમાંથી બહાર નીકળી જેની સાથે વાત કરતી હતી તે કપલ અને શહેરની બધી ટેક્ષી તથા પ્રાઇવેટ ટેક્ષીઓના નંબર પર પાછી સઘન પૂછપરછ કરી જોઈ.બધા મિત્રો અને વીજલનાં મિત્રવર્તુળ સુધી તપાસ લંબાવી પણ ખાસ કઈ જાણવા નહીં મળ્યું .આજે પુણ્યતિથિ નિમિતે રાતે વિજલના ફાર્મ પર એક ડિનરનું હતું .પાર્ટીમાં ફરતા ફરતાસુજમસીગે ત્યાંના માણસો વગેરેને વીજલ અને શુભદાના સંબંધો કેવા હતા એ વિશે પૂછતાં બધે સારો ઓપિનિયન મળ્યો .ફાર્મ પર રહેતું કપલ બે વર્ષ પર જ આવ્યું હતું એટલે એ લોકો બહુ થોડું મળ્યા હતા શુભદાને .જુના કપલ વિશે માહિતી મેળવવા બીજે દિવસે ફાર્મના મેઈન ગેઇટ પરનાં વોચમેનને પૂછ્યું .ઘણા વરસો જુના કપલને કોઈ ઝગડો થયો હોવાથી છુટા કર્યા હતા અને એ લોકો એના ગામ જતા રહયા હતા.વોચમેન પાસેથી એનાં ગામનું એડ્રેસ્સ મળી ગયું .આમ તો કશું પણ ખાસ આશાનું કિરણ દેખાતું નહોતું પણ કદાચ કોઈ કડી મળવાની આશાએ ફાર્મના જુના સર્વન્ટના ગામ ઇન્સ્પેક્ટર સૂજ્મસિંઘ પહોંચી ગયો .એકદમ પાકું મકાન અને ઘરની સગવડ જોઈ એક મિનિટ જરા વિચારમાં પડી ગયો .એટલામાં રૂમમાંથી એક માણસ બહાર આવ્યો પાછળ એક સ્ત્રી પણ બહાર આવી .સાદા ડ્રેસમા હતો સૂજ્મસિંઘ એટલે જરા જોરથી ,"કોણ છો ? કોનું કામ છે ? ' બોલી રહેલા પેલા માણસને કહ્યું ,'અરે ભાઈ ,તારે પેલા દહેરાદુનનાં મોટા ટી .એસ્ટેટવાળા શેઠ સાથે સારું છે તો મને પણ નોકરીએ લગાડી દે ને '

'તમને કોણે કહ્યું ,હું તો એમના કામને લાત મારીને આવી ગયો .મોટા લોકોને આપણી કોઈ કદર નહીં .'

અને વધારે બોલાઈ ગયું હોઈ તેમ ચૂપ થઈ ગયો .સૂજ્મસિંઘને ગમેતેમ પણ માણસ કામનો લાગ્યો અને ફોન કરવાને બહાને પોતાના ફોનમાં બંનેના ફોટા પણ લઈ લઈ લીધા."ચાલ ત્યારેમને કોઈ પણ કામે લગાડી આપ .તારા તો ઠાઠ જોરમાં છે કઈ . હું પણ અહીં મારા મામાને ત્યાં મારા ગામથી આવ્યો છું 'વગેરે સ્ટોરી બનાવી સુજમસિંગે રાત્રે કોઈ પણ હિસાબે દારૂ પીવા બેસાડી વાતો જાણવાનો ઈરાદો બનાવી લીધો.

'અહીંયા દારૂની દુકાન ક્યાં છે ?'પૂછતા પેલો રંગમાં આવી ગયો અને 'ચાલ આજે તું પણ અમારી ત્રણ જણની મંડળીમાં જોડાઈ જા .તારે માટે કોઈ કામ પણ શોધી નાખશુ.'અને રાત્રે સાથે બેસી ખાસી દોસ્તી કરી .બે દિવસ અહીં જ ધામા નાખું વિચારી પોતાનું બાઈક લઈ એક ગેસ્ટહાઉસમાં રહી પડ્યો .બીજે દિવસે રાતે ઘરે પીવા બેઠો અને પેલા નોકરની પત્નીથી બોલાઈ ગયું 'શેઠનાં બધા ગેરકાયદેસર કામમાં કંંઈ બોલીયે તો આપણી પણ જાન જાય 'અને એના પતિના આંખના ડોળા જોઈ ચૂપ થઈ ગઈ .અને સૂજ્મસિંઘ ચોંકીને બોલી ઉઠ્યો ,

'કોની જાન ગઈ.?'

'છોડને બધી વાત '

થોડીવાર પછી ફોન કરી પોતાની ટીમ બોલાવીને બંનેને ઈન્કવાયરી માટે ઉઠાવી લીધા .બંનેએ કબૂલ કર્યું ,

'ફાર્મના એરકંડીશન વેજીટેબલ ગોડાઉનમાં અડધી રાતે અવાજ આવીને જોવા ગયો તો આછા અજવાળા -અંધારામા એક ટેઁપૉમાં બ્લેક કલરનાંં કોથળા ભરાતાંં જોયા .બીજે દિવસે એકલો જઈ અંદર જોયું તો વેજીટેબલ સાથે સફેદ પાવડરની કોથળીઓ હતી .શેઠનું એસટેટમાં જ ફળ અને શાક્નાં રસ બનાવવાનું યુનીટ પણ હતું.મેં ફાર્મ પરથી નોકરી છોડી ગામ ભાગી જવાનો ફેંસલો કર્યો .ગમે ત્યારે પકડાય તો અમે પણ જેલમાં જઇએ પણ શેઠને શક નહીં જાય એટલે તબિયતનું અને જાત જાતના બહાનાંં કરી ખોટો ઝગડો ઉભો કર્યો અને શેઠે અમને કાઢી મુક્યા. અમે ગામથી પાછા એકવાર બાળકો માટે ખરીદી કરવા આવ્યા હતા ત્યાં સી.ડી.લઈને બહાર નીકળતા શુભદા મેડમ મળ્યા .એણે અમને ફાર્મ છોડી જતા રહેવાનું કારણ પૂછ્યું .હું તો કઈ બોલ્યો નહીં પણ સાહેબ આ મારી ઘરવાળીએ શુભદાને ફાર્મ પર એકલા નહીં જવાની સલાહ આપી અને મેડમ ઘણું પૂછવા માંડયા એમને શેઠ માટે કંઈ વહેમ ગયો અને મારી ઘરવાળીએ વેજીટેબલ સ્ટોરરૂમની વાત શુભદા મેડમને જણાવી .શુભદા,મેડમ બહુ અચ્છી છોકરી છે અને મારા શેઠ સાથે ફસાઈ ગઈ છે એવું મારી ઘરવાળી કહેતી હતી ,પણ સાહેબ ,એ દિવસે તરત એક ટેક્ષી ઉભી રાખી શુભ્દામેડઁ નીકળી ગયા .મેઈન રોડ પર બહારગામની ટેક્ષી હશે એટલે પકડાયું નહીં હોય .અમને ખબર હોતે કે અમારી વાત જાણી એ શેઠ સાથે ઝગડો કરવા જશે અને એમાં એમની જાન જશે તો અમે કોઈ દિવસ એમને કહેતે નહીં .સાહેબ, હું તમને ખાતરીથી કહું છું વીજલશેઠે જ શુભદા મેડમને મારી નાખ્યા છે . પોલીસને કહીયે કે નહીં એ વિચારમાં હતા પેપરમાં શુભદા મેડમની હત્યા વિશે વાંચ્યું અને અમે ગભરાઈને ચૂપ રહી ગયા.'

અને ..સૂજ્મસિંઘે ફાર્મ પર છાપો મારી વિજલની ધરપકડ કરી .'ટોર્ચર પછી વીંજલે કબૂલ કર્યું , ' હું પ્રોગ્રામ પત્યા પછી મારા ફાર્મ પર પાર્ટી કરવાનો હતો તેની તૈયારીમાં હતો,ત્યાં અચાનક વેજીટેબલ ગોડાઉનમાંથી ડ્રગનાં પેકેટ હાથમાં લઈ શુભદા મારા રૂમમાં આવી, બીજા હાથમાં કિચનનો મોટો ચાકુ પોતાનાંપ્રોટેકશન માટે લઈને આવેલી .અને મોબાઈલથી મારી સાથેની વાત રેકોર્ડ કરવા પ્રયત્ન કર્યો અને લાગ જોઈ મેં એને ઝડપથી પકડી લીધી અને ઝપાઝપીમાં ચપ્પુ વાગ્યું અને અવાજ બંધ કરવા માટે મોં દબાવી રાખવાને લીધે એનું મોત થયું ચાકુને કારણે થોડી ઇજા થઈ હતી .ને એને મોટા બ્લેક પ્લાસ્ટિકનાંં કોથળામાં નાખી,મારા બેડરૂમની બાજુમાંથી પાર્કિંગમા સીધો દાદર છે ,ગાડીની ડીકીમા લઈ જઈ જંગલની ઝાડીઓમાં ફેંકી દીધી એની ઓઢણીથી મોં દબાવેલુ તે મેં સળગાવી દીધી હતી .'

અને આ સાંભળતા સૂજ્મસિંઘે એક્દમ ગુસ્સાથી વિજલને માર્યું અને આંસુ ભરેલી લાલ આંખે બોલ્યો ,

'તને હું મોતની સજા કરાવીને જ રહીશ '

અને .. કેસ જીતીને સુજમસીગ આક્રંદ કરતાંં સોમેશ્વરજી ,શીખાદેવી અને એમનાંં દીકરા વિક્રાંતને આશ્વાસન આપતા પોતે પણ રડી પડ્યો .

-મનીષા જોબન દેસાઇ