લવલેટર Patel Swapneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવલેટર

કૃતિનો નીલને લવલેટર

નીલ, સાંભળ મારી વાત, હદય દઈને સાંભળજે મારી વાત, કેમકે કાન દઈને કહીશ તો એમાં માલિકીપણું અને સત્તાપણું આવશે , જે હું ઈચ્છતી નથી.મારો અને તારો પ્રેમ બચપણથી જ ચાલતો આવ્યો છે, બચપણ થી જ તુ મને લાઈક કરતો, પણ તેની ખબર મને હમણા પડી અને તારી સાથે પસાર કરેલા ૩ વર્ષોનો મારો સમય, હજુય તાજો છે. એ ખુશનુમા હવાને હું હજુય અનુભવું છું, જે તારી અને મારી મીઠી વાર્તાલાપોને યાદ કરાવી જાય છે. Actually એ વાતોમાં કંઈજ નહોતું પણ, નીલ તારો સાથ હતો એટલે એ પાંચ કલાકનો સમય કેમ પસાર થઈ જતો એની મને, ક્યારેય ખબર પડી નથી અને ખબર પાડવી પણ નથી.

જો સાંભળ આ બધો પ્રેમ મારા હદયમાં ઉભર્યો છે, એ વાત સાચી અને તારા હદયમાં પણ ઉભર્યો હશે એવું હું માનુ છુ.પણ મારે પ્રેમને હજીય વધારે જીવવું અને માણવું છે, તો તને મારા બુધ્ધિથી જનિત વિચારોને હું મારા હદયની ફિલીંગનો સહારો લઈ રજૂ કરું છું તો સાંભળઃ હું તને ખૂબ ચાહું છું પણ મારે તને હજીય વધારે ચાહવું છે તને પ્રેમ કરવો છે. તેથી, નીલ તું મારા હદયમાં તારી પ્રત્યેનો એટલો બધો આદરભાવ ઉત્પન્ન કર કે હું તને ક્યારેય તરછોડુ નહી. એ આદરભાવ તારા પ્રત્યેના મારા વિશ્ર્વાસ અને ભરોસા પર આધાર રાખશે તેથી પ્લીસ તુ મને અને મારા હદયને, તારા, મારી પ્રત્યેના પ્રામાણિક વર્તનથી મોહિત કરી દે. એ વર્તન સાચુ રાખજે, જે વાત તને મારા પ્રત્યે ખરાબ લાગતી હોય તે પણ મને સહજતાથી કહી દે જે અને એ પણ પ્રેમી બનીને પ્રેમથી કહેજે, હું ખોટું નહી લગાડું પણ એ મનમાં રહી ગયેલી કોઈક ખટાશથી તારો અને મારો પ્રેમ સબંધ બગડે નહી તેથી સ્પષ્ટ વક્તા બનજે, Atleast મારી સાથે. હું એ ભુલ , દોષ અથવા વૃતિને મારા સ્વભાવથી દુર કરવાનો પ્રયત્ન કરીશ અને improve કરવા પ્રયત્ન કરીશ પણ એ અણગમો વર્તન કે સ્વભાવ મને જણાવજે જરૂર.

હું એવું એકપણ વર્તન કે વાત રહેવા દેવા નથી માંગતી કે જે આપણા પ્રેમ-સબંધોને વિખેરી નાખે. પણ મારી પ્રકૃતિને કદાચ બદલી શકીશ નહી તેથી તું એ બદલવાનો કહીશ તો કદાચ ક્યારેય બદલી શકું નહી કેમકે તુ જ વિચાર એક ગુલાબ ક્યારેય ચંપો બની શકે!? એક મોગરો ક્યારેય ગુલાબ બની શકે!? તું મને કહીશ ને કે તારા કાંટા તોડી નાખ તો હું એ કાંટાને મારી જાતે દુર કરીશ પણ તુ કહેશે કે મને મોગરા જેવી સુગંધ જોઈએ તો હું નહી આપી શકું. કેમકે મારુ સર્જન જે સુગંધ, જે પ્રકૃતિથી થયુ છે એ હું ક્યારેય બદલી શકવાની નથી કારણકે એ મારા હાથમાં નથી. તને ખબર હશે કે દરેક વ્યકિતમાં એક અજોડપણું હોય છે જે બીજાઓમાં જોવા નથી મળતું, હું મારી ખોટી આદતોઁ તને ખટકશેતો હું એ કાંટારૂપી આદતોને તોડીને ફેંકી દઈશ અને આપણા પ્રેમસબંધની ખુશબુ રેલાવતી રહીશ. જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે.. કયારેક એણે જ કીધુ હતું કે
તું જેવો પણ છે મારો જ છે..!! આવું આપણી સાથે નહી થાય એવી ઈચ્છા રાખું છુ. ચોઘડીયા કોણ જોવે, ચાલને?
પ્રેમમાં રોજે પડીયે હું ને તું, આવો આપણો પ્રેમસબંધ બનશે એવી ઈચ્છા છે!.

હું અને તુ એકબીજા સાથે જેવા છીએ અને એકબીજા વિશે જેવું માનીએ છીએ એવુંજ વર્તન કરીશુ અને આપણે ઓછામાં ઓછું એકબીજા સાથે તો મનનાં વિચારો ખુલ્લા મુકી દેશુ, હા જાણું છુ અઘરુ છે અને આપણા સ્વભાવને સ્વીકાર્ય કદાચ ન પણ હોય શકે પણ આ આપણા સબંધોને પ્રેમપૂર્ણ ટકાવવા અને આગળ વધારતા રહેવા માટે આ મહત્વપૂર્ણ છે. જેથી આપણે એકબીજાને સમજીએ તો સાચુ, માનીએ તો પણ સાચુ અને એકબીજાના પ્રેમમાં પાગલ થઈએ તો પણ સત્યના આધાર પર.

એક મહત્વપૂર્ણ વાત છે, સાંભળઃ”જો જીંદગીમાં આપણા સબંધોમાં આપણા વચ્ચે ગેરસમજણ થાય તો સૌથી પહેલા એકબીજાને કહીશુ, બીજા કોઈને નહી, ભગવાનને પણ નહી! કેમકે આપણે એકબીજાના સૌથી પહેલા મિત્રો છીએ અને તે પણ પાક્કા મિત્રો છીએ.

  • પ્રેમના સબંધમાં બંધાયેલા આપણે બે એકમેકના થઈને રહીશુ અને સાંભળ એકબીજાને આદર આપીશુ.એકબીજાને સમજવાનો પ્રયાસ કરીશું અને એ પણ પુરી રીતે સમજવાનો પ્રયાસ કરીશું. ક્યારેય પણ તને કોઈ વાત ખૂંચતી હોય તો મને જરૂરથી કહેજે. આપણે બંને મળીને એ પ્રોબ્લેમને ઉકેલીશું. ક્યારે એવાં સંજોગો જીંદગીના આવશે જ્યારે , તારા મનમાં કદાચ મારા પ્રત્યે એવો અણગમો ઉત્પન્ન થાય અને તુ મને જોવા પણ માંગતો નહોય, સાંભળવાની વાતતો દૂર રહી, તો પણ મને એકવાર બોલવાનો મોકો આપજે, હું મારી વાત તને સમજાવીશ, મારા એ કૃત્યો કરવા પાછળના કારણો સત્યના પાયા પર જણાવીશ અને સાંભળ એવા સંજોગો હું ક્યારેય ઉત્પન્ન થવા દઈશ નહી.પણ આવું “ન કરે નારાયણ” થાય તો એકવાર બધી વાતોને થોડાક સમય માટે ભુલી જઈને મને સમજવાની કોશિશ કરજે, કેમકે આ ગેસસમજણ અથવા કાળ દ્વારા જનિત એક માત્ર ખોટું દ્રશ્ય પણ હોઈ શકે જે તને સમય બતાવતો હોય પણ એક આશા દિલમાં રાખજે કે ,” હું જે જોવ છુ અને સમજુ છુ એવું મારી પ્રિયતમ , મારી વહાલી કરી જ ના શકે.” એવા સમયે પુરી દુનિયા કહેશે કે ,”હું ચારિત્રયહીન અને બેશર્મ છું પણ તું અને તું જ મને સમજજે અને પુરો વિશ્ર્વાસ રાખજે મારી પર. જ્યારે દુનિયા મને ગાળો દેતી હશે અને મને તરછોડતી હશે ત્યારે મારી પ્રીત તને જ ખોળતી હશે. એવાં સમયે મારો સાથ દેજે, જો તું મને તરછોડીશ તો હું ભાંગી જઈશ, હું એ દિવસે ખુબ રડીશ, મને એ સમયે પુરા વિશ્ર્વનું દુઃખ મારા ખોળામાં આવી જશે, પણ હું તો તને જાણું છુ કે તુ મને ક્યારેય ભાંગવા દઈશ નહી. મને દુનિયાની પરવાહ નથી પણ મને ફર્ક પડે છે કે તું મારી વિશે શું વિચારે છે!.તેથી તુ કોઈ પણ ગેરસમજમાં આવીને મને છોડીને જતો નહી, હું કંઈક પણ કરીશ પણ મારા પ્રેમને હાનિ પહોંચે, મારા પર તારા વિશ્ર્વાસ અને ભરોષાને આંચ આવે એવું કોઈ પણ કામ નહી જ કરું એનો પુરો વિશ્ર્વાસ અને ભરોષો તને આપું છું.
  • તને એવું લાગે કે મેં કંઈક એવું કર્યુ છે જેથી તને તારા પ્રેમ પર શરમ આવે છે! જો કાંઈક પણ એવું લાગેતો જસ્ત એકવાર પુછી લે જે, કોઈ પણ શંકા રાખીશ નહી, કંઈ આગળ વિચારતો નહી, કોઈની સલાહ લેતો નહી અને કોઈની સલાહ સ્વીકારતો નહી,બસ એકવાર મારી સાથે પ્રેમી બની વાત કરીને પુછી લે જે કે,” કૃતિ તે મારી સાથે આવુ કેમ કર્યુ, કોઈક તો કારણ હશે ને કે જેના પ્રભાવે અથવા કયા સંજોગોના પરવશ થઈને તે આમ કર્યુ.” હું તને બઘુ સાચુ-સાચુ સમજાવીશ પણ એકવાર મને પુછી લેજે અને મનને સંકુચિત બનાવતા નહી.બધુ વાંચેલુ, સમજેલુ, સમજાવેલુ સમજવાને બદલે તુ માત્ર એ સમયે મને જ સમજજે.
  • હું ઈચ્છુ છું કે તુ મને તારા વિચારોથી ચેલેન્જ કરે, હું જાણુ છુ કે તારા અને મારા વિચારો એકસરખા નથી એટલે જ હું ઈચ્છુ છુ કે તું તારા વિચારોથી મને ચેલેન્જ કર, હું પણ મારા વિચારોથી તને ચેલેન્જ કરીશ.આપણા વચ્ચેના આ ચેલેન્જ ના કારણે આપણા બે વચ્ચે મીઠો ઝઘડો થશે, એ ઝઘડો મારે તારી સાથે કરવો છે.એકવાત સાંભળ આપણે બંને લડીશુ તો પણ આપણા પ્રેમ માટે, આપણા મીઠા ઝઘડામાં રહેલા મીઠા સંવાદો માટે અને એ નમકીનપણું આપણી લવ લાઈફ ને નવો સ્વાદ આપશે.પણ....પણ.....યાદ રાખજે જ્યારે એ ઝઘડો આપણા પ્રેમને મારવા માટે આગળ વધશે એવું ઘટવાની આરે આવશે ત્યારે આપણે બંને મળીને આ ઝઘડાને મારી નાખીશું અને રડતા રડતા એકબીજાને ગલે લાગી જઈશું, એકબીજાને ચુમી લઈશું. એ દિવસને આપણે celebrate કરીશું કેમકે એ દિવસે આપણા બંનેનો પ્રેમ જીતી ગયો તો પાર્ટી તો બનતી હૈ, બોસ.
  • મને ખબર છે કે તને કોઈ કામ કરવાનો શોખ હશે, તને ગમતુ હશે એ કામ અને એ કામને તુ વગર થાક્યે કરતો હશે,એવાં કામમાં તુ વધારે interest લેજે. તું એ વિષયમાં તારો એટલો બધો વિકાસ કરજે કે જેથી એ વિષય તારા સ્વભાવ અને તારા લોહીમાં ભળી જાય અને એ રગોરગમાં રંગાયેલા અને ભળેલા તને ગમતા કામની હોશિયારીથી તુ મારી સામે attitude મારે અને હું તારા attitude ને જોઈને તારી ફેન બની જાઉં અને તારી પાસેથી ઓટોગ્રાફ લેવા આવું અને કહું,”નીલ ભાઈ તમારો ઓટોગ્રાફ આપોની, હું તમારી ફેન ક્રુતિ.”પછી તું મારી પર ગુસ્સે ભરાઈને મને મારવા દોડે કે મને નીલ ભાઈ,!! બોલે છે, કાબરી! અને હું ગાલ ગુલાબી કરતી હસતી હસતી ત્યાંથી ભાગી જાવ અને તારા ગુસ્સાથી ભરેલા ચહેરાને જોઈને તને ચીળવુ અને વધારે ખુશ થાવ, અને તુ પછી મને પાછળથી કમરે પકડીને ,મારા પેટમાં ગલગલિયા કરી મને વધારે હસાવવાની કોશિશ કરશે કે, “ બહું હસવું આવે છે, ને હસને હવે!” હસ!.....હસ!... આ લખું છું ત્યારે આવો બનાવ મને ગલગલિયા કરે છે. હવે તુ બોલ હસું કે નહી, હસતાં હસતાં,આ સવાલ પુછુ છું, બોલ! .
  • મારી એક ઈચ્છા છે કે તુ મને ખુબ જ ચાહે,તું મને તારા પ્રેમાળ અને નિસ્વાર્થ પ્રેમથી અને મારી હંમેશા મદદ કરવા વાળા તારા સ્વભાવથી તુ મને impress કરે, મારા પ્રત્યે તુ સારુ વર્તન રાખ અને હું તને બમણો પ્રેમ આપીશ આ કોઈ condition નથી પણ મારી ઈચ્છા છે. હું જેવા પ્રેમને લાયક છુ એવો પ્રેમ મને આપ અને હું પણ તને એવો પ્રેમ આપીશ જેને તુ લાયક છે.આપણા સબંધમાં પ્રેમ મહત્વનો છે , લાયકાત નહી એનુ ધ્યાન રાખજે.
  • લિ.તારી અને તારી જ ક્રુતિ.