પ્લીઝ હેલ્પ મી - ૧૦ chandni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્લીઝ હેલ્પ મી - ૧૦

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ :- પ્લીઝ હેલ્પ મી,

પાર્ટ-10

વિષય : સસ્પેન્સ સ્ટોરી.

આમ ને આમ એક મહિનો વીતી ગયો. રોજ તેને નશાના ઇજેકશન આપવામાં આવતા હતા આથી નશાની અસર હેઠળ તેને કોઇ જાતનુ ભાન જ રહેતુ ન હતુ. નશાની હાલતમાં પોતાના હોંશકોંશ ભૂલી જતી લોપા શું કરતી તેનુ તેને પણ ભાન રહેતુ નહી અને સવારે તેને કાંઇ યાદ પણ ન આવતુ. ઘણી વખત સવારે કોઇ અન્જાન યુવાનને પોતાની સાથે રૂમમાં જોઇ તે બધુ સમજી જતી કે નશાની હાલતમાં તે શું કરી બેઠી છે. આ બધુ વિચારી તેને ખુબ દુઃખ થતુ પણ તે લાચાર હતી. આ બધુ કરતા કરતા તે કંટાળી ગઇ હતી. તેને આ નર્કમાંથી ભાગી છુટવુ હતુ પણ તે પાંજરે પુરાઇ ગઇ હતી અને પાંજરામાં પુરાયેલા પક્ષીની માફક તે બસ તડફડિયા મારી શકવા સિવાય બીજુ કાંઇ કરી શકવા સક્ષમ ન હતી માટે ભગવાનની ઇચ્છા સમજી તે બસ યંત્રવત્ત બની જીવન જીવે જઇ રહી હતી.

આમ ને આમ એક મહિનો વીતી ગયો. એક મહિના બાદ તેણે માર્ક કર્યુ કે રેગ્યુલર તેને જે યુવાન મેકઅપ કરવા આવતો તે હવે બદલાઇ ગયો હતો. તે ચોવીસ પચ્ચીસ વર્ષનો યુવાન હતો. ચહેરા પરથી તો લોપાને લાગ્યુ કે સ્વભાવે તે સારો હશે પણ લોપાએ એક ચીજ માર્ક કરી હતી કે તે કાંઇ બોલતો નહી બસ તેને જે સમજાવવાનુ હોય તે સાઇન લેન્ગ્વેજથી જ લોપાને સમ્જાવતો. સરૂઆતમા તો લોપાને થયુ કે બીજાની જેમ તેને પણ હિન્દી કે અંગ્રેજી આવડતુ નહી હોય માટે તે સાઇન લેંગ્વેજથી વાત કરતો હશે એટલે તે પણ બસ સાઇન લેન્ગ્વેજથી તેની સાથે પ્રત્યાયન કરતી.

એક દિવસ તેણે એક પેપર પર કાંઇક લખી લોપાને આપ્યુ. લોપાએ વાંચ્યુ કે “માય નેઇમ ઇઝ ઝુલ્લુ. આઇ એમ ફ્રોમ આફ્રીકા. આઇ એમ ડીફ. આઇ કાન્ટ સ્પીક. વ્હોટ ઇઝ યોર નેઇમ?” “આઇ એમ લોપા. આઇ એમ ઇન્ડિયન. સોરી ટુ ક્નો ધેટ યુ કાન્ટ સ્પીક.” લોપાએ લખીને રિપ્લાય આપ્યો. “ડુ યુ લાઇક ધીસ ડાન્સ એન્ડ ધીસ ડર્ટી એકટિવીટી?” “નો આઇ ડોન્ટ લાઇક બટ માય હસબન્ડ ચીટ મી એન્ડ આઇ એમ ટ્રેપ્ડ હીઅર.” “ઓહ સો સેડ. રીઅલી સોરી ફોર ધેટ.”

“આઇ એમ સો પુઅર. આઇ એમ કમીંગ હીઅર ફોર ઓલ ગર્લ્સ’ મેકઅપ.” લોપાએ લખીને બધી તેની કહાની ઝુલ્લુને કહી બતાવી. એ વાંચી ઝુલ્લુની આંખમાં આંસુ આવી ગયા અને તેણે લોપાને અહી આ નર્કમાંથી છોડાવવાનુ વચન આપ્યુ.

આ જાણી લોપા તો ખુશીથી ઝુમી ઉઠી. ડુબતાને તો તણખાનો પણ સહારો બહુ લાગે છે તેમ લોપાના આ અંધકારમય જીવનમાં એક આશાની કિરણ દેખાઇ આવી. હવે તો બસ તે અહીથી ઉડાન ભરવાની રાહ જોવા લાગી અને તેના મમ્મી પપ્પાને મળવાની આતુરતાથી રાહ જોવા લાગી. તેને મમ્મીની ગોદમાં માથુ રાખી મન ભરીને પોતાની વેદના ઠાલવવી હતી. દિલ ખોલીને તેને રડવુ હતુ પણ હજુ તેને ક્યાં ખબર જ હતી કે તેના મમ્મી પાપા પણ ખુબ મોટી આફતમાં ફસાઇ ગયા છે.

**********

દિપકભાઇ અને અનસુયાબહેનને કિડનેપર્સ ધાકધમકી આપતા ઘસડીને લઇ જવા લાગ્યા. એક નાના રૂમમાં બન્નેને ધકેલી દીધા અને તેમની પાસે રહેલી પૈસાની બેગ પણ ઝુંટવી લીધી. દિપકભાઇ અને અનસુયાબેન શોરબકોર કરવા લાગ્યા તેથી કિડનેપર્સને લાગ્યુ કે વધુ પડતા અવાજથી કોઇ પ્રોબ્લેમ થશે એટલે તેમણે દિપકભાઇ અએ અનસુયાબહેનને ખુરશી સાથે રસ્સીથી બાંધી દીધા અને મોઢા પર પણ પટ્ટી લગાવી દીધી જેથી તે શોરબકોર ન કરી શકે. બન્ને પતિ-પત્નીને આ રીતે બાંઢી, લાઇટ્સ ઓફ કરી રૂમ લોક કરી બધા નીકળી ગયા.

દિપકભાઇ તો કાંઇ સમજી શક્યા જ નહી. તેઓ તો તેમની દિકરીને બચાવવા આવ્યા હતા અને અહી તો પોતે જ પકડાઇ ગયા સાથે સાથે તેમના સત્તાવીસ કરોડ પણ જપ્ત થઇ ગયા. તે હવે સમજી ગયા હતા કે લોપાનુ નામ લઇ તેઓ સાથે કોઇ ગંદી રમત રમી ગયુ છે પણ કોઇ તે બન્નેને શા માટે કિડનેપ કર્યા તે બાબત જરા વિચાર માંગી લેતી હતી. દિપકભાઇને તે બન્ને કિડનેપ હતા પન હજુ તેઓને મનોમન શાંતિ હતી કે લોપાને કાંઇ પ્રોબ્લેમ નથી. તે સલામત જ છે, પણ લોપા જેમ ગેરસમજમાં હતી તેમ દિપકભાઇ અને અનસુયાબેન પણ ગેરસમજમાં જ હતા. કોઇ અંજાન તેના પુરા કુટુંબની પાછળ પડી ગયુ હતુ, પણ શા માટે? તેની જાણ ન તો લોપાને હતી કે ન દિપકભાઇ અને અનસુયાબેનને.

******************

લોપા અને ઝુલ્લુની મુલકાત બાદ લોપા ખુબ જ ખુશ રહેતી. તેને દરરોજ ડાન્સ માટે તો જવુ જ પડતુ હતુ, લોકો તેના શરીર સાથે ચેડા પન કરતા જ હતા, છતા પણ લોપાને મનમાં એક પ્રકારની શાંતિ તો હતી જ કે આજ નહી તો કાલે તે અહીથી મુક્ત થશે અમે આજીવન માટે તે આ કેદથી દૂર દૂર ઊડીને જતી રહેશે.

ઝુલ્લુએ તેને અહીથી છોડાવવા માટે એક ફુલપૃફ પ્લાન લોપાને કહ્યો હતો. ઝુલ્લુનો પ્લાન એટલો પરફેકટ હતો કે લોપાને વિશ્વાસ હતો કે હવે બહુ વધુ સમય તેને ડાન્સ કરવાનો નથી. ઘણી વખત દુ:ખના વાદળ પછી સુખના નાનકડા છાંટા પણ પડે ત્યારે માણસનુ મન નાચી ઉઠે છે અને તેની સુવાસ ભરથી અણગમતુ કામ પણ ફટાફટ પુરુ કરીને સુખ તરફ દોટ મુકવા મન અધીરુ બની જાય છે તેમ લોપા પણ મનોમન ખુબ ખુશ રહેતી હતી. લોપા આજે પોલ ડાન્સમાં ફટાફટ ગઇ તો ખરા પરંતુ ડાન્સ સ્ટેજ પર ફોંચતા જ તેને દરરોજની જેમ ખરાબ અનુભવો થવા લાગ્યા. લોકો વાસનાની નજરથી તેને ઘુરતા ડાન્સ સ્ટેજ પર તેની ચોતરફ મંડરાવા લાગ્યા અને તેની સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યા. લોકોના અભદ્ર વ્યહાર અને ચેનચાળાથી તે ગુસ્સે ભરાઇ ગઇ પરંતુ તે કાંઇ કરી શકે એમ ન હોતી આથી તે પળ પળ ગણતી યંત્રવત પોતાનો ડાન્સ કરવા લાગી. સવારે ચાર વાગ્યે ડાન્સ પુરો થયો ત્યારે થાકીને લોથપોથ થઇને તે પોતાના રૂમમાં આવી. નબળાઇ અને થાકને કારણે તેને ચક્કર આવી રહ્યા હતા પરંતુ અહીંથી જવાની ખુશીમાં તે બધુ અવગણીને ઝુલ્લુએ આપેલો બુરખો પહેરીને તૈયાર થઇ ગઇ.

લોપાને જે રૂમમાં રાખવામાં આવી હતી તેની બારી બહાર રોડ પર પડતી હતી. સવારે પાંચ વાગ્યે લોપાએ બારી ખોલી જોયુ તો નક્કી કર્યા મુજબ ઝુલ્લુ બહાર ઉભો હતો. આમ તો હંમેશા લોપાના રૂમની બારીઓ તો લોક જ રહેતી પણ ઝુલ્લુએ લોક તોડી નાખ્યુ હતુ. લોપાના રૂમ સી.સી. ટીવી કેમેરા વડે સુરક્ષિત હતો આથી લોપાએ કેમેરામાં કાંઇ દેખાઇ ન શકે માટે રૂમની લાઇટ્સ ઓફ જ રાખી હતી.

લોપાએ ઝુલ્લુએ એ આપેલુ દોરડુ બહાર ફેક્યુ અને ભગવાનુ નામ લેતી તે નીચે ઉતરવા લાગી. તેને ખબર જ હતી કે સવાર સુધી ડાન્સબાર ચાલુ રહેવાને કારણે અત્યારે કોઇ જાગતુ નહી જ હોય એટલે મનમાં તેને થોડી શાંતિ હતી.

બારીની બહાર નીચે થોડે દુર ઝુલુ તેની રાહ જોઇ રહ્યો હતો. એક ટેકસી પકડીને તેઓ સીધા એરપોર્ટ પર પહોંચી ગયા. લોપા ખુબ ખુશ થતી હતી કે આજે ઝુલ્લુની મદદથી આજે તે નર્કમાંથી બહાર નીકળી ગઇ હતી. બન્ને ફટાફટ એરપોર્ટૅ પહોંચી ગયા જયાં ઝુલ્લુનો એક મિત્ર લોપા માટે તેનો નકલી પાસપોર્ટ અને મુબંઇ માટેની ટિકિટ લઇ રાહ જોઇ રહ્યો હતો.

ઝ્લ્લુએ લોપાને તેનો પાસપોર્ટ અને ટીકીટ આપી અલ્વીદા કર્યુ. લોપા તેને ઘણું કહેવા માંગતી હતી, તેનો આભાર માનવા માંગતી હતી પણ પકડાઇ જવાની બીકના કારણે ઝ્લ્લુએ તેને નીકળી જવા ઇશારાથી કહ્યુ. જતા જતા લોપાએ બે હાથ જોડી તેનો આભાર વ્યક્ત કર્યો. તે વખતે લોપાનીઆંખમાં આંસુ હતા. ઝુલ્લુની પણ આંખ ભરાઇ આવી હતી. સમયની પાબંદી હોવાથી લોપા ત્યાંથી નીકળી અને ચેક ઇન કરતી આગળ વધી. ઝુલ્લુને પણ ખબર જ હતી કે હવે અહી રહેવુ તેના માટે પણ ખતરાથી ખાલી નથી. તે જાણૅતો હતો કે તેણે બહુ મોટો ઝતરો માથે લઇ લીધો છે લોપાની મદદ કરીને આથી તે પણ પોતાના વતન જવા તરફ નીકળી ગયો પણ તેને મનમાં એક પ્રકારનુ સુકુન હતુ કે તેના હાથે એક અબળા અને બેસહારા નિર્દોષ વ્યકિતને હેલ્પ થઇ છે.

*****************

દિપકભાઇ અને અનસુયાબહેનની હાલત ખુબ કફોળી બની ગઇ હતી. એક તો ભારતમાં લોપાને છોડાવવા માટે ખુબ ભાગદોડ કરી પૈસાનો બંદોબસ્ત કર્યો અને દોડતા તેઓ મલેશિયા આવી પહોંચ્યા અને અહી આવી તેઓ જાળમાં ફસાઇ ગયા. આ ભાગદોડમાં બન્નેની ભુખ તરસ હરામ થઇ ગયા હતા. ચોવીસ કલાક થવા આવ્યા છતા રૂમનુ ડોર બંધ જ હતુ. કોઇ તેઓની તપાસ કરવા કે તેમને પાણીનું પુછવા પણ આવ્યુ ન હતુ. બન્નેને ખુબ તરસ લાગી હતી. ભુખ અને તરસના કારણે અનસુયાબેન તો બેભાન જેવા બની ગયા હતા અને દિપકભાઇ પણ પોતાની સુઝબુઝ ખોઇ બેઠા હતા.

ત્યાં ઓંચિતા તેના પર પાણીની ડોલ રેડવામાં આવી. તેઓ બન્ને એકદમથી ગભરાઇ ગયા અને આઁખો ખોલીને જોયુ તો ધ્રુવ તેની સામે ઉભો હતો અને ખડખડાટ હસી રહ્યો હતો. ધૃવને પોતાની સામે જોઇ તેઓ મુંજાઇ ગયા અને પ્રશ્નસુચક નજરે તેને તાકી રહ્યા. “ધ્રુવ બેટા સારુ થયુ તુ આવી ગયો. અમને અહીંથી બચાવ લોપાને શુ થયુ છે અને તે ક્યાં છે? શુ થયુ હતુ? કોણ તેને ઉપાડી ગયુ છે?” એકી સાથે દીપકભાઇએ ધ્રુવને ઘણા બધા સવાલ પુછી નાખ્યા. ધ્રુવ ખડખડાટ હસી રહ્યો એટલે ફરીથી અનસુયાબહેને કહ્યુ. “ધ્રુવ અમને અહીથી છોડાવ. કોઇએ લોપાના નામનો નકલી વિડીઓ બનાવી અમને છેતરી લીધા છે અને અમારી પાસેથી સતાવીસ કરોડ પણ છીનવી લીધા અને અમને આમ અહી બંધક બનાવી લીધા છે. ફરીથી ધૃવ અટ્ટહાસ્ય કરવા લાગ્યો. “બેટા આમ કેમ હસે છે તુ?” “માય ડીઅર સાસુમા અને સસુરજી, તમે તમારા જમાઇને સમજવામાં ભૂલ કરી બેઠા છો. તમારો જમાઇ અહી તમને બચાવવા નહી બલ્કે તમને બન્નેને ઉપર ભગવાન પાસે પહોચાડવા આવ્યો છે.” કહેતો ફરી તે હસવા લાગ્યો.

“શુ બકવાસ કરે છે ધ્રુવ? આમ બોલતા તને શરમ આવતી નથી? અને પહેલા એ કહે કે લોપા ક્યાં છે?” દીપકભાઇએ ચીસ પાડીને કહ્યુ. “મિસ્ટર રહેજા, અવાજ નીચે રાખો. હું તમારો નોકર નથી સમજ્યા? આઇ. એમ નોટ ધ્રુવ. મારુ નામ જગ્ગુ છે જગ્ગુ. અને તમને બન્નેને ખત્મ કરી ભગવાન પાસે મોકલવાનું કામ મને સોંપવામાં આવ્યુ છે અને રહી વાત લોપાની તો તમારી લોપા ખુબ મજામાં છે. તેની ચિંતા તમે ન કરો.

“તુ ધ્રુવનો હમશકલ લાગે છે તો ધ્રુવ અને લોપા આખરે છે કયાં?” અનસુયાબહેને પુછ્યુ. “સાસુમાં મરતા પહેલા સત્ય જાણતા જાવ. હુ હમશકલ નહિ પરંતુ ધ્રુવ જ છુ અને તમને બધાને ખત્મ કરવાની મેં સુપારી લીધી છે. તમારી લાડકી લોપાને તો તેના ઠેકાણે મોકલી દીધી છે. હવે તમારો વારો છે. તો થઇ જાવ તૈયાર” “શુ મારી લોપા મરી ચુકી છે? તે મારી દીકરીને ખત્મ કરી નાખી છે? બોલતા બોલતા દીપકભાઇ રડી પડયા. “ના સસરાજી તે મોતથી પણ બદતર હાલતમાં અમારા કબજે છે તેની જીંદગી ઇચ્છતા હોવ તો બીજા દસ કરોડ ત્રણ દિવસમાં મંગાવી આપજો. તો તમારી દીકરીની જીંદગી બક્ષી દેશુ.” “લોપા મારી લોપા સાથે તે શુ કર્યુ છે હરામખોર. છોડી દે મારી લોપાને નહિ તો મારા માણસોને ખબર પડશે તો તારા ચિથરા ઉડાવી નાખશે” “ચિથરા તો તમારા ઉડી જશે જો પૈસા નહિ મળે તો અને તમારી લાડલી લોપાની શું હાલત થશે તે જાણીને પણ તમે મરી જશો, સ્મજ્યા? જલ્દીથી જલ્દી પૈસાની વ્યવસ્થા કરો ટાઇમ નથી મારી પાસે.”

“બકવાસ બંધ કર ધ્રુવ વોટ એવર યુ હેવ. અને પૈસા તો તમને આપ્યા સત્તાવીસ કરોડ. હવે હુ કયાંથી લાવું પૈસા મારી દીકરીને લાવ નહિ તો પરિણામ જરાય સારું નહિ આવે.” દીપકભાઇએ ગુસ્સાથી કહ્યુ. “પરિણામની ચિંતા તો હવે તમારે કરવાની છે મિસ્ટર રહેજા. જીંદગી કે મોત જે જોઇએ તે પસંદ કરી લો. જયાં સુધી ખાધા પીધા વિના રહી શકો ત્યાં સુધી લોપા વિશે વિચારી લેજો. બાકી તો તેને.................... હા હા હા હા” અટ્ટહાસ્ય કરતો જગ્ગુ જતો રહ્યો. “મારી દીકરીને બચાવી લો પ્લીઝ” અનસુયાબહેને આઁખમાં આંસુ સાથે કહ્યુ. “શુ કરવુ કાંઇ ખબર જ નહિ પડતી. આપણે અહીં બંધાયેલી હાલતમાં સંપર્ક વિહોણા છીએ. કેમ અને કોનો કોન્ટેક કરવો?” “એ લોકોને પૈસા આપી દો પ્લીઝ. જીંદગી હશે તો તેને બધાને સજા અપાવી શકીશુ અને પૈસા પણ પાછા મેળવી શકીશુ. તમારુ નેર્ટવક તો જોરદાર જ છે. લોપાની જીંદગી બચાવવા બીજો કોઇ રસ્તો દેખાતો નથી.” ‘અનુ તારી વાત એકદમ સાચી છે. લોપાની જીંદગી બચાવવા કોઇ રસ્તો જ નથી આપણે તો ઠીક મરી જઇશુ પણ બિચારી દીકરીના કેવા હાલ થશે. પરંતુ તે નફ્ફટ તો જતો રહ્યો પૈસા મંગાવવા પણ કેમ? એક અનાથાઆશ્રમની જમીન હજુ મારા નામ પર છે તે વેચી નાખીએ તેના સિવાય કોઇ રસ્તો નથી.” બોલતા બોલતા દીપકભાઇ રડી પડયા સાથે અનસુયાબહેન પણ રડવા લાગ્યા.

પૈસા કેમ મંગાવવા એ એક પ્રશ્ન હતો. તેઓના માથે પાણી છાંટવામાં આવ્યુ ત્યારે તેઓએ થોડા ટીપા પીધા હતા હવે તરસના માર્યા બેહાલ થયા હતા.

************************

લોપા હવે આઝાદ હતી. તેનુ પ્લેન ટેક ઓફ થઇ ચુક્યુ હતુ. હવે માત્ર થોડી જ વારમાં તે મુબંઇ પહોંચી જવાની હતી. તે છુટ્ટી તો થઇ ચુકી હતી પરંતુ હવે આગળ શુ કરવુ એ તેને કાંઇ ખબર જ નહોતી. તેની પાસે એક રૂપિયો કે આઇડેન્ટી ન હતી. તે બુરખો પહેરેલી મુસ્લિમ મહિલા લાગતી હતી. ઘણા દિવસ બાદ મળેલી આઝાદીની હવા તેનામાં નવો જોશ ભરી રહી હતી.

દુ:ખ તકલીફો ધ્રુવનો દગો બધુ યાદ કરતા કરતા મુબંઇ આવી ગયુ. તે એરપોર્ટ્ પર સુનમુન ઉતરી ગઇ. તે ધીરે ધીરે ચાલવા લાગી કયાં જવુ શુ કરવુ તેને કાંઇ સમજ પડતી ન હતી.

******************

થોડીવાર બાદ ઓંચિતા રૂમમાં પ્રકાશ આવ્યો એટલે દીપકભાઇની આઁખો અંજાઇ ગઇ. અનસુયાબહેન તો ભુખ તરસના માર્યા સાવ બેશુધ્ધ જેવા બની ગયા હતા. એક કાળો માણસ ફોન લઇને અને એક ચિઠ્ઠિ લઇને આવ્યો. તે ચિઠ્ઠિ દીપકભાઇને આપી. જેમાં આવુ લખ્યુ હતુ. જો તમે પૈસા મંગાવવા માંગતા હોવ તો આ ફોનથી મંગાવી શકો છો, તમે કહેશો ત્યાંથી અમારો માણ્સ પૈસા મેળવી લેશે. પૈસા મળી જશે એટલે તમે અને તમારી દીકરી બધા આઝાદ થઇ જશો. હવે બધુ તમારા નિર્ણય પર આધાર રાખે છે, તમારે પૈસા વહાલા છે કે તમારી દીકરી???

ક્રમશઃ

શું દિપકભાઇ અને અનસુયાબહેન આ જાળમાંથી બહાર નીકળી જગ્ગુને સજા અપાવી શકશે? લોપા ભારત પહોંચી તો ગઇ પણ ત્યાં તે સુરક્ષિત રહી શકશે? તેના માતા-પિતાને ઘરે ન જોઇ તે શું કદમ ઉઠાવશે? જાણવા માટે વાંચો પ્લીઝ હેલ્પ મી નો નેક્ષ્ટ પાર્ટૅ....