Please Help Me - Part - 5 books and stories free download online pdf in Gujarati

પ્લીઝ હેલ્પ મી - ભાગ-૫

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ :- પ્લીઝ હેલ્પ મી,પાર્ટ-5

વિષય : સસ્પેન્સ સ્ટોરી.

બીજા દિવસથી જ ધૃવે જોબ જોઇન કરી લીધી. થોડા જ સમયમાં તેના સ્વભાવ અને તેની કામ કરવાની આવડતને કારણે તે જોબ પર પણ બધાનો માનીતો બની ગયો અને કમ્પ્લીટલી જોબ પર સેટ થઇ ગયો. લોપા આખો દિવસ ઘરે રહેતી અને ઘરની દેખરેખ કરતી, ખાસ તે પડોશીઓને ઓળખતી નહી માટે તે મોટે ભાગે ઘરમાં જ રહેવાનુ પસંદ કરતી. આમ પણ તેને બહુ બહાર જવુ ગમતુ પણ નહી અને ધૃવે પણ સલાહ આપી હતી કે અજાણ્યો દેશ છે માટે બહુ ઝડપથી કોઇ પણનો ભરોસો કરવો નહી.

લોપા ધ્રુવ સાથે ખુબ જ ખુશ હતી તે તેનો ખુબ જ ખ્યાલ રાખતો હતો. દિવસ આખો કંપનીમાં જોબ પર જતો હતો અને સાંજે ઘરે આવી તે લોપા સાથે બેસીને આખા દિવસની વાતો કરી પોતાનો થાક દુર કરતો હતો અને રાત્રે જમીને તેઓ બંન્ને વોક માટે જતા હતા. સુખી ખુશહાલ કપલ હતુ લોપા અને ધૃવનું. કોઇ પોતાના હોય તેને પણ મીઠી નજર લાગી જાય તેટ્લી હેપ્પીનેશ બન્નેના જીવનમાં હતી.

“લોપા આજે હું ખુબ જ ખુશ છું. વર્ષોથી પ્રેમની તરસ હતી તે આજે તારા આવવાથી પુરી થઇ છે. બાળપણમાં માતા-પિતાના પ્રેમથી વંચિત રહ્યો ઉપરાંત કોઇ ફેમિલી પણ ન હતી જેની સાથે હું સુખ દુઃખની વાતો શેર કરી શકું. મારા જીવનમાં તારા આવવાથી જાણે જીવન જીવવાની એક અનેરી જ મજા આવે છે મને. આઇ લવ યુ લોપા સો મચ.” “મારો પ્રેમ આ જ રીતે તને મળતો રહેશે જાનુ. હવે તુ એકલો નથી આ દુનિયામાં. હું મમ્મી પપ્પા બધા તારુ જ ફેમિલી છે ને? ભગવાન કરે હરહંમેશ તુ આ જ રીતે ખુશ રહે. તારા ચહેરા પર ખુશી જોઇ મારા દિલને ખુશી મળે છે.”

દીપકભાઇ અને અનસુયાબહેન પણ ખુબ જ ખુશ હતા હવે તેઓ નિરાંતે પોતાનુ સોશિયલ વર્ક કરી શકતા હતા. ધ્રુવ અને લોપાનો અઠવાડિયે વિડીયો કોલ આવતો જેનાથી તેઓ તેને જોઇ અને વાત કરી શકતા હતા. બન્નેને આ રીતે ખુશહાલ જોઇ દિપકભાઇની છાતી ગદ્દગદ્દ ફુલી જતી હતી. તેમને મનોમન સુકુન હતુ કે તેમની એકની એક લાડકવાયી દીકરીને ખુબ સારો સંસ્કારી અને આવડતવાળો જીવનસાથી મળ્યો છે. દીપકભાઇને હવે સાવ શાંતિ વળી ગઇ હતી તેઓ સમાજ માટે ખુબ જ સારુ કાર્ય કરતા હતા. મુખ્યત્વે તેઓ સમાજમાંથી લાંચ રુશ્વતખોરોનો સફાયો કરવા અભિયાન ચલાવતા હતા. કોઇ પણ ખાતુ હોય કે પછી કોઇ પદાધીકારી હોય તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરતા તેઓ અચકાતા નહી. આવુ કામ કરતા તેમના દુશ્મનો નો ઢગલો હતો. આમ તેની સામે કોઇની હિંમ્મત ન હતી કે તેને અથવા તેના પરિવારને કોઇ જરા પણ નુકશાન પહોચાડી શકે પરંતુ એક દીકરીના બાપ તરીકે તેને ઘણીવાર લોપાની ચિંતા થતી હતી કે કોઇ તેની દીકરીને કાંઇ કરશે તો? તેને ઘણીવાર ખુબ જ ચિંતા થઇ આવતી હતી. પરંતુ તેની ચિંતા હવે સાવ દુર થઇ ગઇ હતી. લોપા ધ્રુવ જેવા સમજુ અને બહાદુર વ્યક્તિ સાથે દેશથી ઘણી દુર હતી વળી લગ્ન ફટાફટ થયા હતા એટલે કોઇને ખાસ ખબર જ ન હતી કે લોપા કયા છે. હવે તેઓ સાવ નિંશ્ચિત બની ગયા હતા.

બીજે દિવસે સવારે લોપા કિચનમાં કામ કરતી હતી કોઇનો કોલ આવ્યો. તે ફટાફટ દોડીને ફોન રીસીવ કરવા ગઇ કે અચાનક તેના હાથમાંથી ફોન નીચે પડી જતા ફોન સ્વિચ્ડ ઓફ થઇ ગયો. બાદમાં લોપાએ ઘણો પ્રયત્ન કર્યો ફોન સ્ટાર્ટ કરવાનો પણ ફોન સ્ટાર્ટ જ ન થયો. તેને પણ બીજા કામ હતા કે તેણે ફોન ડ્રોઅરમાં રાખી કામે લાગી ગઇ. “જાનુ ઓ’ જાનુ ક્યાં છે તું લોપા?” ધૃવ ઘરે આવ્યો અને લોપાને શોધવા લાગ્યો. “અરે અરે અરે, શું થયુ? કેમ આટલી ઉતાવળથી મને શોધે જઇ રહ્યો છે?” લોપા બેડરૂમમાંથી આવતા બોલી. “જાનુ પહેલા એ તો કે તારો ફોન કેમ ઓફ આવે છે? ઇઝ એવરીથીંગ ઓ.કે. વીથ યુ? મને તારી બહુ ચિંતા થઇ આવી હતી ડીઅર.” “યા બેબી એવરીથીંગ ઇઝ ફાઇન જાનુ. તુ મારા જીવનમાં છે ત્યાં સુધી મને કોઇ કાંઇ કરી નહી શકે.“ અને બાદમાં લોપાએ સવારની ફોન ડેડ થઇ ગયાની બધી વાત કરી. “ઓ.કે. ડોન્ટ વરી અબાઉટ ફોન. એ તો નવો પણ આવી જશે. તુ મારી વાત સાંભળ. આઇ હેવ અ ગ્રેટ ન્યુઝ ફોર યુ. તુ સાંભળીશ તો તું પણ ખુશીના કારણે પાગલ બની જઇશ.” ધૃવે લોપાને ઉંચકી લેતા કહ્યુ. “વાઉ ગુડ ન્યુઝ? શું છે ગુડ ન્યુઝ જલ્દી કહે મને.” લોપાએ કહ્યુ.

“આઇ હેવ પ્લાન્ડ અવર હનીમુન એટ મલેશિયા. ધીસ ઇઝ અવર ટિકિટ. બે દિવસ બાદ આપણે નીકળવાનુ છે જાનુ.” ધૃવે લોપાને મલેશિયાની ટિકિટ બતાવતા કહ્યુ. “વાઉ મલેશિયા!!!” લોપા આ ન્યુઝ સાંભળતા જ એકદમ ખુશ થઇ ગઇ અને ધૃવને ભેટી પડી. ધૃવે પણ આવા સરસ મોકાને જતો ન કરતા લોપાને ઉંચકી બેડ પર સુવાડી દીધી અને ચુંબન કરવા ગયો કે લોપા દૂર ખસી ગઇ. “મલેશિયા માટે કાંઇક બાકી રાખો સાહેબ. બહુ અધિરા બની ગયા કે શું?” લોપાએ મસ્તી કરતા કહ્યુ. “અરે જાનુ તારી સાથે તો ચાહુ તો દિવસ રાત હનિમુન મનાવી શકું તેમ છું. તારો નશો જ કાંઇક અલગ છે જાનુ” કહેતા ધૃવે તેને પકડી પાડી અને બન્ને એકબીજાના પ્રેમમાં ખોવાઇ ગયા.

“જાનુ પણ તારી નવી નવી જોબ છે તો તને રજાઓ મળશે આટલી બધી એક સાથે? તે પપ્પાને પણ કહ્યુ હતુ કે આપણે ત્રણ વર્ષ સુધી ઇન્ડિયા નહી જઇ શકીએ.” લોપાએ પુછ્યુ. “ડોન્ટ વરી ડિઅર. મારી રજા સેંકશન થઇ ચુકી છે માટે હવે બીજી બધી ચિંતા છોડી દે અને જલ્દી પેકીંગ સ્ટાર્ટ કરી દે. આપણે કાલે રાત્રે નીકળવાનુ છે માય લવ.”

“ઓ.કે. બાબા ઓ.કે. પેકીંગ તો સ્ટાર્ટ કરી લઇશ હું પણ આ ન્યુઝ મમ્મી પપ્પાને પહેલા આપી દઉ. તે પણ ખુબ ખુશ થઇ જશે.

“ઓ.કે. ચાલ આપણી આ ખુશી મમ્મી પપ્પા સાથે પણ શેર કરી લઇએ. તુ નિંરાતે મમ્મી પપ્પા સાથે વાત કરી લેજે કાલે તૈયારીમાં સમય નહિ મળે અને પછી કયારે વાત થાય.” “ઓ.કે. સર જેવી તમારી આજ્ઞા” લોપાએ હસતા હસતા કહ્યુ. ધ્રુવે લેપટોપ ચાલુ કરીને વિડિયો કોલીગ ચાલુ કરી દીધુ. ધ્રુવ અને લોપાએ તેઓને ખુશખબર આપ્યા. મલેશિયા જવાના એટલે દીપકભાઇ અને અનસુયાબહેન ખુબ જ ખુશ થઇ ગયા. પછી લોપાએ એકાદ કલાક સુધી તેઓ સાથે વાતો કરી. પછી રાત્રે મોડુ થઇ ગયુ એટલે બંન્ને ખુશ થઇને સુઇ ગયા.

મોડી રાત્રે બે વાગ્યે ધૃવના ફોનની રીંગ વાગી. રીંગટોન વાગતા જ તે સફાળો બેઠો થઇ ગયો અને ફટાફટ ફોન સાઇલન્ટ મોડ પર મુકી દીધો. તેણે જોયુ કે લોપા આરામથી સુતી હતી. તે ફોન લઇ બેડરૂમની બહાર નીકળી ગયો અને તેણે કોલ કર્યો. “શું ચાલે છે ધૃવ? લગ્ન બાદ તને તો ટાઇમ જ નથી ફોન પર વાત કરવાનો કે શું? લોપા ડાર્લીગ તને હદ્દ કરતા વધુ ગમવા લાગી છે કે શું? તારુ ધ્યેય શું છે એ તને યાદ છે કે ત્યાં આવવું પડશે તને યાદ કરાવવા???” “તમને કેટલી વખત ના કહી છે કે હું ઘરે હોઉ ત્યારે મને કોલ ન કરો. લોપાને શક જશે તો મારે તેને જવાબ આપવો મુશ્કેલ થઇ જશે અને મારે જે કામ પાર પાડવાનુ છે એ શરૂ થતા પહેલા જ તમામ થઇ જશે.” “ધૃવ તુ મારો બોસ નથી કે તારા ઇશારે મારે કામ કરવાનુ રહે. મને એમ લાગે છે કે લોપાના પ્રેમમાં તું પાગલ બનવા લાગ્યો છે અને તારુ કામ એક તરફ છુટી ગયુ છે એટલે તારે શું કામ કરવાનુ છે એ યાદ કરાવવા કોલ કર્યો છે સમજ્યો? અને હા યાદ રાખજે જો કામ ન થયુ તો આ તારા બધા એશોઆરામ બંધ થઇ જશે સમજ્યો કે નહી? તને ત્યાં લંડનમાં તારી છમીયા સાથે મોજ મસ્તી કરવા નહી અમારુ કામ કરવા મોકલ્યો છે એ યાદ રાખજે.” “હા હા મને બધી ખબર જ છે કે મારે શું ક્યારે અને કેવી રીતે કરવાનુ છે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. એન્ડ પ્લીઝ વારે વારે મને હું ઘરે હોઉ ત્યારે કોલ ન કરો પ્લીઝ.” કહેતા ધૃવે ફોન કટ કર્યો અને રૂમમા જતો રહ્યો. તેણે જોયુ કે લોપા આરામથી સુતી હતી. નિરાંતનો શ્વાસ લઇ તે પણ સુઇ ગયો. તેને ઉંઘ આવતી ન હતી. વારેવારે તેને મન ફોન પર થયેલી વાત ગુંજી રહી હતી. તે મનોમન વિચારવા લાગ્યો કે હું જે કામથી અહી આવ્યો છું એ કામને હવે અંજામ આપવો જ પડશે નહી તો તેને આરામથી રહેવુ ભારે પડી જશે. વિચારોમા ને વિચારોમાં તેને ઉંઘ ન આવી. બીજે દિવસે સવારે છ વાગ્યે લોપા ઉઠી. તેણે જોયુ કે ધૃવ બેડ પર ન હતો. તે પણ વિચારમાં પડી ગઇ કે આટલી વહેલી સવારે ધૃવ ક્યાં ચાલ્યો ગયો. તેણે ફ્રેશ થઇ ચા-નાસ્તો બનાવવાની શરૂઆત કરી દીધી. ત્યાં ધૃવ આવી ગયો. “જાનુ આજે તો બહુ વહેલા જાગી ગયા તમે? ક્યાં ચક્કર લગાવી આવ્યા આટલે વહેલી પરોઢે?” “ના બસ ક્યાંય નહી. રાત્રે જરા માથુ ભારે હતુ તો મોડી રાત સુધી ઉંઘ આવી ન હતી એટલે વહેલો સવારે પાંચ વાગ્યે જરા વોક પર ગયો હતો. તું ઉંઘમાં હતી તો તને ઉઠાડવાનુ મને યોગ્ય ન લાગ્યુ તો ડોર લોક કરીને જતો રહ્યો.” “અરે માથુ દુખતુ હતુ તો મને કહેવુ હતુ ને જાનુ? હવે કેમ છે? તુ પણ કામના સ્ટ્રેસમાં તારી તબિયતનું ધ્યાન જ નથી રાખતો એ મને જરા પણ નહી ગમતુ જાન.” લોપાએ કહ્યુ. “જાનુ આપણે એશોઆરામથી જીવી શકીએ અને જીવનમાં કોઇ કમી તને ન આવે એ કારણે જ બધી ભાગદોડ કરુ છું હું, ખબર છે ને?”

“મારે મન પૈસા કરતા તારી હેલ્થ વધુ મુલ્યવાન છે. પૈસા તો જીવનમાં ગૌણ બાબત છે ધૃવ. બસ આપણા બન્ને વચ્ચે પ્રેમ જીવંત રહે એટલે મારે કંઇ પણ ન જોઇએ.” લોપા ભાવુક બની ગઇ. “અરે..અરે જાનુ આંસુ કેમ આવી ગયા? અરે જરા માથુ દુખતુ હતુ મને બાકી તો ફીટ એન્ડ ફાઇન જ છે તારો ધૃવ. વિશ્વાસ ન આવતો હોય તો ચલ બેડરૂમમાં....” કહેતો ધૃવ હસી પડ્યો. “તને તો જ્યારે જોઇએ ત્યારે મજાક જ સુઝતી હોય છે. ચલ હવે બેસી જા નાસ્તો કરવા. આપણે શોપીંગ માટે જવુ છે. મલેશિયા જવુ છે તો થોડી વસ્તુઓ ઘરે નથી તે શોપીંગ કરી આવીએ.”

“ઓ.કે. માય લવ. હું બ્રેકફાસ્ટ કરી ફટાફટ રેડ્ડી થઇ જાઉ છું પછી આપણે નીકળીએ શોપીંગ માટે.”

બન્ને શોપીંગ માટે મૉલમાં ગયા હતા. ધૃવનુ ધ્યાન શોપીંગમા જરા પણ ન હતુ. સતત તેને ગઇ રાત્રીના જ વિચારો આવતા હતા. તે મોલમાં લોપા સાથે તો હતો પણ તેનુ મન સતત બીજા વિચારોમાં ખોવાયેલુ હતુ. “હેય, યુ આર લોપા રહેજા, એમ આઇ રાઇટ?” લોપા શોપીંગમાં વ્યસ્ત હતી ત્યાં બાજુમા ઉભેલી એક લેડીએ તેને પુછ્યુ. “યા આઇ એમ લોપા....” કહેતી તેણે પેલી લેડી સામે નજર કરી તો તે ખુશીથી ઝુમી ઉઠી. “હાય નતાશા, હાઉ આર યુ? વ્હોટ અ ગ્રેટ સરપ્રાઇઝ? તું અહી?” લોપાએ તેની કોલેજ ફ્રેન્ડ નતાશા સિંઘાનિયા મળતા જ તે ખુશીથી ઝુમી ઉઠી. દૂર ઉભી કોલ પર વાત કરતા ધૃવની નજર બન્ને પર પડતા જ તે દોડતો ત્યાં આવી ગયો. તેના માથા પર પરસેવો છુટી પડેલો દેખાઇ રહ્યો હતો.

“નતાશા મીટ માય હસબન્ડ ધૃવ. ધૃવ શી ઇઝ માય કોલેજ ફ્રેન્ડ નતાશા.” લોપાએ બન્નેની ઓળખ કરાવી ત્યાં વળી ધૃવના ફોનની રીંગ વાગવા લાગી. “એક્સ્ક્યુઝ મી પ્લીઝ.” કહેતો ધૃવ ફોન પર વાત કરવા દૂર નીકળી ગયો. દૂર ફોન પર વાત કરતા કરતા પણ તેનુ ધ્યાન બન્ને સખીઓ પર જ હતુ. ફોન પર ખાસ્સો સમય વાત ચાલતી રહી. હવે ધૃવે જોયુ કે લોપા તેની તરફ આવી રહી છે એટલે ધૃવે સમયસુચકતા વાપરી ફોન કટ કરી દીધો. “શું ધૃવ તુ પણ યાર. મારી ફ્રેન્ડ તને મળવા રાહ જોઇ રહી હતી પણ તુ છે કે તારા ફોનમાંથી તને ટાઇમ જ નથી.” લોપા બોલી ઉઠી. “અરે જાનુ આપણે ટુર પર જઇએ છીએ તો થોડુ જોબ પર કામ વાઇન્ડ અપ કરવુ પણ જરૂરી છે ને? પછી આપણા હનિમૂનમાં તને અને મને કોઇ ડિસ્ટર્બ કરે એ મને જરા પણ પસંદ નથી. સમજી ગઇ કે નહી લોપા?” ધૃવે મજાક કરતા કહ્યુ. “તુ પણ બદમાશ. ચલ હવે નીકળીએ. વી આર ગોઇંગ ટુ બી લેટ.” બન્ને ઘરે જવા નીકળી ગયા. રસ્તામાં ધૃવે લોપાને પુછ્યુ , “લોપા કોણ હતી એ તારી ફ્રેન્ડ? અહી રહે છે લંડનમાં?”

“ધૃવ શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ ઇન કોલેજ ડેઇઝ. કોલેજ બાદ અમે બન્ને અમારી લાઇફમાં એવા ખોવાઇ ગયા કે મળવાનો સમય જ ન મળ્યો. આજે તેની સાથે વાત કરેને બહુ મજા આવી. તેના અંકલ અહી રહે છે તો તે ફેમિલી સાથે અહી આવી છે ટુર પર.”

“હમ્મ્મ્મ ઓ.કે. લોપા તુ પેકીંગ કરજે ત્યાં મારે થોડુ ઓફિસનું કામ પેન્ડિંગ છે તો જઇ આવું. જસ્ટ અડધી કલાકમાં આવી જઇશ.” ધૃવે તેને કહ્યુ અને પછી લોપાને ડ્રોપ કરી તે ઓફીસ જવા નીકળી ગયો.

ઓફિસમાં થોડી ફોર્માલીટી પુરી કરવા ધ્રુવ ઓફિસે ગયો અને લોપા મલેશિયા જવાની તૈયારી કરવા લાગી. બપોરે જમી લીધા બાદ લોપાએ થોડીવાર તેના માતા પિતા સાથે વાત કરી લીધી અને ત્યારબાદ ધ્રુવ તેનો ફોન સર્વિસ સ્ટેશને આપી આવ્યો. સાંજે જવાના સમયે લોપા ખુબ એક્સાઇટેડ હતી. ધૃવે બધો લગેજ કારમાં પાર્ક કરી દીધો અને લોપાને જલ્દી આવવા માટે બૂમ મારી.

જેવી લોપા બહાર નીકળી કે ધ્રુવે લોપાને આઁખોમા કાળી પટ્ટી બાંધી દીધી. એટલે લોપાએ કહ્યુ,

“ધૃવ આ શું છે? કેમ આમ કરો છો? મને કાંઇ દેખાતુ નથી.”

“તને મલેશિયા જતા પહેલા એક સરપ્રાઇઝ આપવાની છે મારે. તુ ચાલ મારી સાથે.” “પણ ધ્રુવ આવી રીતે” “તને મારા પર વિશ્વાસ છે ને?” “હા વિશ્વાસ તો મારા જીવથી પણ વધારે છે” “તો બસ બીજી વધારે વાતો કર્યા સિવાય ચાલ મારી સાથે” ધ્રુવ લોપાને કારમાં બેસાડીને લઇ ગયો. હવે તેના મનમાં શાંતિ વળી કે તેને જે કામ સોપવામાં આવ્યુ હતુ તેને અંજામ દેવાનો સમય આવી ચુક્યો હતો.

  • ધૃવ તેના ક્યા ધ્યેયને અંજામ આપવા લંડન આવ્યો છે? અને એ કામને અંજામ આપવામાં શું લોપા અને ધૃવ બન્ને પર કોઇ ભારે મુશ્કેલી આવી પડશે તો??? આગળ શું થશે આ બન્નેની ખુશહાલ જીંદગીમાં??? જાણવા માટે વાંચતા રહો આ સ્ટોરીનો નેક્ષ્ટ પાર્ટ......
  • ક્રમશઃ

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED