પ્લીઝ હેલ્પ મી પાર્ટ-૩ chandni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્લીઝ હેલ્પ મી પાર્ટ-૩

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ :- પ્લીઝ હેલ્પ મી,પાર્ટ-૩

વિષય : સસ્પેન્સ સ્ટોરી.

“ઓહ, હાઇ ધૃવ, તું અહી?” લોપાએ ધૃવને પુછ્યુ કે જ્યારે તે બન્નેની મુલાકાત મેડિકલ સ્ટોર પર થઇ. લોપાના સ્વરમાં થોડી ઉદાસી છલકાઇ આવતી દેખાતી હતી. “અરે હા, એ મારા એક ફ્રેન્ડના અંકલ માટે મેડીસીન્સ લેવા આવ્યો હતો. તું અંકલની દવાઓ લેવા આવી છે કે?” ધૃવે નેચરલી જ તેને પુછ્યુ. “હાસ્તો,” બહુ ટુંકમાં જવાબ આપી લોપા દવા લઇ નીકળવા લાગી. ધૃવને લોપાનું બિહેવીયર આજે ઠીક ન લાગ્યુ પણ બહુ વધુ વિચાર કર્યા વિના તે પણ ત્યાંથી નીકળી ગયો. “હાય લોપા, આજે એકદમ ફ્રી છું. ચલ આવે છે લોંગ ડ્રાઇવ પર મારી સાથે કે શું?” ધૃવે લોપાને કોલ કરતા પુછ્યુ. “ના ધૃવ આજે મુડ નથી મારો.આઇ એમ લીટલ ટાયર્ડ સોરી.”

“કેમ શું થઇ ગયુ? કેમ હવે નહી ગમતો હું કે શું?”

“ગમવા ન ગમવાનો કોઇ પ્રશ્ન જ નથી. જસ્ટ આજે થોડુ માથુ ભારે છે તો આરામ કરું છું.”

“ઠીક છે યુ જસ્ટ ટેઇક કેર ઓફ યોર સેલ્ફ. બાય.” “બાય” લોપાએ ફોન કટ કરી તકિયા પર માથુ દબાવી રડી પડી. મનોમન ધૃવ તેને ખુબ ગમવા લાગ્યો હતો. તે ધૃવને મનોમન ચાહવા લાગી હતી. લોપાના પપ્પાએ પણ ધૃવને લગ્નની વાત કરી હતી પણ તેણે ના કહી હતી આથી લોપાને હવે ખુબ દુઃખ થતુ હતુ. ધૃવ તો તેની સાથે પહેલાની જેમ જ એક સારા મિત્ર તરીકે રહેતો અને વર્તન કરતો હતો પણ લોપા પોતાના તરફથી તેની સાથે નોર્મલ વર્તન કરી શકવા સમર્થ ન હતી. લોપાને જરા ઝોંકુ આવી ગયુ તેનો તેને ખ્યાલ જ ન રહ્યો.ઓચિંતા અનસુયાબહેને આવી તેને જગાડી અને ન્યુઝ આપ્ય કે ધૃવ આવેલો છે. ધૃવનું નામ સાંભળતા જ લોપા ઝબકીને સફાળી બેઠી થઇ ગઇ અને ફ્રેશ થઇ તેને મળવા દોડી ચાલી. નીચે જઇ જોયુ તો ધૃવ હાથમાં સ્વીટ્સ સાથે ઉભો હતો. “હાય લોપા, આઇ હેવ અ ગુડ ન્યુઝ ફોર યુ. લે મીઠુ મોઢુ કર પહેલા.” ધૃવે લોપાને કાજુકતરીનો એક મોટો ટુકડો ખવડાવતા કહ્યુ. “ગુડ ન્યુઝ? શું છે એ તો કહે મને.” લોપા માંડ માંડ બોલી શકી. “અરે દીકરા ધૃવને લંડનમાં એક મલ્ટીસ્ટાર કંપનીમાં જોબ મળી ગઇ છે અને વાર્ષિક પેકેજ પણ ખુબ સારુ છે. રહેવા માટે ફ્લેટ, આવવા જવા માટે કાર, અને આવી ઘણી સુવિધા મળશે ધૃવને લંડનમાં.” દિપકભાઇએ લોપાને ખુબ આનંદાવેશમાં આવી કહી દીધુ. “યા લોપા, અંક્લ ઇઝ રાઇટ. આઇ ગોટ અ જોબ ઇન લંડન, આઇ લીવ ઇન્ડિયા આફ્ટર ૧૫ ડેયઝ.” લોપાએ ધૃવને એક પીસ કાજુકતરી ખવડાવી અભિનંદન પાઠવ્યા પણ મનોમન તે ખુશ ન હતી. ધૃવ હંમેશાને માટે જતો રહેશે એ વિચારે તે મનોમન કચવાતી હતી.

“અંકલ એક રીક્વેસ્ટ કરવાની છે તમને અને આન્ટીને.” ધૃવે કહ્યુ. “હા હા. બોલ બોલ દીકરા. શું ઇચ્છા છે તારી?” અનસુયાબહેને કહ્યુ. “આજે મારી લાઇફમાં બહુ મોટો ખુશીનો દિવસ છે તો આજના આ દિવસે હું લોપાને ડિનર માટે બહાર લઇ જઇ શકું?” ધૃવે હાથ જોડી અનસુયાબેન અને દિપકભાઇ સામે હાથ જોડી પુછ્યુ. “અરે હા દીકરા જઇ આવો બન્ને અને આ રીતે હાથ ન જોડવાના હોય યંગ બોય.” દિપકભાઇએ ધૃવના હાથને પકડી કહ્યુ.

“જા બેટા રેડ્ડી થઇ જા અને બન્ને જઇ આવો બહાર અને હા મારા માટે આઇસક્રીમ લાવવાનુ ભુલતો નહી હો.....” દિપકભાઇ લોપા સામે જોઇ હસી પડ્યા. “પપ્પા તમે પણ શું બાળક જેવા બની જાઓ છો?” લોપાએ બનાવટી છણકા સાથે કહ્યુ અને પછી ઉપર તૈયાર થવા નીકળી ગઇ.

લોપા થોડી વાર બાદ રેડ્ડી થઇ નીચે આવી રહી હતી. શ્વેત પંજાબી ડ્રેસ ,વાળ બાંધેલા અને ચહેરા પર કોઇ પણ પ્રકારના મેક અપ વિના પણ તેના ચહેરા પર કુદરતી સુંદરતા ભારોભાર છલકી રહી હતી પણ આજે તેના પગમાં ઉતાવળ ન હતી. જાણે પરાણે તે તેના ચહેરા પર હાસ્ય છલકાવી રહી હતી બાકી તેના મનમાં તો ધૃવ લંડન જતો રહેવાનો છે અને હવે તે બન્નેની આ આખરી મુલાકાત છે એ વાતનો વસવસો જ હતો. “કેમ આજે એકાએક ચુપ થઇ ગઇ છે? બાકી તારુ બકબક તો ફોન અને રૂબરૂ મળુ છુ ત્યારે ચાલુ જ હોય છે.” બાઇક પર આગળ બેઠેલા ધ્રુવે જરા પાછળ બેઠેલી લોપાને ધક્કો મારી કહ્યુ. ‘અરે નહી તો. એવુ તે કઇ જ નથી અને હવે આમ પણ તુ ૧૫ દિવસ બાદ જતો રહેવાનો છે તો મારી બકબક સાંભળવા વાળુ કોઇ હશે નહી તો અત્યારથી ચુપ થવાની કોશીષ કરુ છું.” ધૃવને સાઇડ ગ્લાસમાંથી લોપાના ચહેરા પર છલકતા ઉદાસીનતાના ભાવ દેખાયા.

“અરે યાર હું દૂર જવાનો છું પણ ફોન પર તો આપણે કનેક્ટેડ રહેવાના જ ને. શું કામ તુ ઉદાસ થઇ આ નાજુક ચહેરાની સુંદરતાને સ્પોઇલ કરે છે?” ધૃવે તેને સમજાવતા કહ્યુ.

“નથીંગ લાઇક ધેટ ધૃવ. આઇ એમ કમ્પ્લીટલી ઓ.કે.” લોપાએ શુષ્ક જવાબ વાળ્યો. વાતોમાં ને વાતોમાં બન્ને હોટેલ હેપ્પીનેશ પ્લાઝા પહોંચી ગયા. “હેવ અ શીટ મેડમ.” હોટેલ હેપ્પીનેશ પ્લાઝામાં લોપાને ચેર ઓફર કરતા ધૃવે કહ્યુ. “થેન્ક્સ.” “લોપા આજે કેમ આમ ઉદાસ બની ગઇ છે? આજે મારી લાઇફમાં ખુબ મહત્વનો દિવસ છે અને તું આમ ઉદાસ છે, ધીસ ઇઝ નોટ ગુડ યાર.” ધૃવે કહ્યુ. “અરે ના હુ તો ખુબ જ ખુશ છુ. બસ તને ખોઇ બેસવાનો થોડો ડર છે મને.” વેઇટરને લોપાની મનપસંદ આઇટમનો ઓર્ડર આપતા તેણે વાતનો દોર આગળ વધાર્યો.

“હું તને ક્યારેય નહી ભુલુ લોપા અને મારા કેરિયરનો સવાલ છે એટલે જવું પડે તેમ છે અને છતા પણ મારા જવાથી તને દુઃખ થતુ હોય તો હું જવાનુ કેન્સલ કરી દઉ.” “અરે નહી, એવું ન કરજે પ્લીઝ, મારા કારણે તુ તારા કેરિયરને દાવ પર ન લગાવતો.”

બન્નેની વાતો ચાલુ હતી ત્યાં વેઇટર ડિનર લઇ આવી ગયો અને સર્વ કરવા લાગ્યો. હેવ અ ડિનર લોપા. આપણે ડિનર કરતા કરતા વાત કરીએ.” ડિનર સર્વ થતા ધૃવે કહ્યુ. “ઓ.કે.” અનિચ્છાએ લોપાએ ડિનર સ્ટાર્ટ કર્યુ. લોપાની એક ખાસ આદત હતી કે તે જમતી વખતે બહુ જૂજ વાત જ કરતી એટલે ડિનર ખત્મ ન થયુ ત્યાં સુધી તેણે ધૃવ સાથે વાત કરવાનું ટાળ્યુ.

“ચલ આજે તીથલ બીચ પર જઇએ. તારુ ટેન્શન અને આ ઉદાસી બધી જતી રહેશે.” કહેતા ધૃવે બાઇક તીથલ બીચ તરફ હંકારી કાઢી.

“જો કેટલુ ખુશનુમા વાતાવરણ છે? લેટ્સ હેવ અ આઇસક્રીમ ડીઅર.” ધૃવે લોપાનો હાથ પકડી કહ્યુ.

ધૃવ આઇસક્રીમ લેવા જવા વળ્યો કે લોપાએ તેનો હાથ પકડી તેને રોક્યો , “ધૃવ તુ સાચે જ લંડન જતો રહેશે?” “અરે હાસ્તો લોપા. જવુ તો પડશે જ કારણ કે આ મારા કેરિયરનો પ્રશ્ન છે અને પુરી લાઇફનો સવાલ છે મારા માટે.” ધૃવે કહ્યુ. “હું તને સાચુ કહુ? હું તારા વિના નહી રહી શકું. આઇ કાન્ટ લીવ વીધાઉટ યુ. આઇ લવ યુ ધૃવ. તે દિવસે તે પપ્પાને ના કહી હતી કે હું લોપાને લાયક નથી ત્યારે મને દુઃખ થયુ હતુ કે તારા જેવો સરળ અને સ્વાભિમાની જીવનસાથી મેળવવો એ તો મારા માટે સૌભાગ્યની વાત છે. તે દિવસ બાદ આપણે ઘણી વખત મળ્યા ઘણી વખત ફોન પર વાત કરી પણ ન તે મને ક્યારેય તારા દિલની વાત કહી કે ન હું તને કહી શકી. આજે જ્યારે હંમેશાને માટે તું લંડન જતો રહેવાનો છે ત્યારે મારા દિલની વાત હું તને કહ્યા વિના રહી શકી નહી. તારા દિલમાં શું છે તે મને ખબર નથી અને તારો જે નિર્ણય હશે તે મને માન્ય પણ હશે પણ મારા દિલમાં તારા પ્રત્યે જે ફીલીંગ્સ છે એ જાહેર કર્યા વિના આજે હું રહી ન શકી ધૃવ.” કહેતા કહેતા લોપા રડવા જેવી થઇ ગઇ. “લોપા, તારા જેવી જીવનસાથી મળે તે વ્યકિત આ દુનિયાનો સૌથી લકી પર્શન કહેવાય પણ હું તને લાયક નથી. તારુ ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા હું સમજુ છું કે તું ગર્ભ શ્રીમંત છે અને મારુ તો ફેમિલી બેકગ્રાઉન્ડ તો શું ફેમિલી કોણ છે એ મને પણ ખબર નથી. એવુ નથી કે હું તને લવ કરતો નથી. મનોમન હું પણ તને ખુબ જ ચાહુ છું પણ આપણા વચ્ચેની જે ભેદરેખા છે તેના કારણે મને ડર લાગે છે.” ધૃવે પોતાની મનની વાત કરી. “ધૃવ મારે કે મારા મમ્મી પપ્પાને તું અનાથ છે એ જાણી કોઇ પ્રોબ્લેમ જ નથી. કોઇ માણસ તેના જન્મથી નહી પણ કર્મથી મહાન બને છે. તે દિવસે જો તુ સમયસર આવ્યો ન હોત તો મારા પપ્પાને કદાચ આજે અમે ગુમાવી બેઠા હોત અને મને કે મારા ફેમિલીને કોઇ પ્રોબ્લેમ નથી તારા અનાથ હોવા બાબતે તો તને શું વાંધો છે?” લોપાએ ધૃવને સમજાવતા કહ્યુ.

“સાચે અંતરથી મને પણ કોઇ વાંધો નહી તારી સાથે પણ આજ સુધી આ કમ્બખ્ત દિલને મનાવતો હતો કે એ હુર આપણા નશીબમાં નથી મારા દોસ્ત.”

ધૃવના હ્રદયમાં પોતાના પ્રત્યેની લાગણીઓ વીષે જાણી લોપા તેને ભેટી પડી. ધૃવ પણ તેને ભેટી પડ્યો. બન્નેએ તીથલ બીચ પર એકબીજાને આજીવન સાથ આપવાનો અને એકબીજાથી દૂર ન જવાની કસમો ખાધી. રાત્રીના બાર વાગવા આવ્યા હતા. બન્ને બીચ પર બેઠા હતા. લોપાની ગોદમાં માથુ રાખી ધૃવ સુતો હતો, “કેટલી મસ્ત રાત્રી છે નહી ધૃવ? એમ થાય છે કે કાશ આ સમય અહી જ થંભી જાય. બસ તુ અને હું અને આપણો પ્રેમ બીજુ કાંઇ જ નહી જોઇએ મારે જીવનમાં ધૃવ.” “ડોન્ટ વરી લોપા, હું આજીવન તને અખુટ પ્રેમ આપવા તૈયાર જ છું. આઇ લવ યુ મોર ધેન માય લાઇફ ડીઅર.” ધૃવે કહ્યુ. “નહી નહી નહી ધૃવ, એમ ન બોલ. તને તો મારી ઉંમર લાગી જાય ધૃવ.” કહેતી તે ધૃવને ભેટી પડી. “આઇ લવ યુ ટુ લોપા આઇ લવ યુ ટુ બેબી. હેય ચલ હવે આજે ઘરે નથી જવુ કે શું? રાત્રીના બાર ઉપર કાંટો જતો રહ્યો છે.” ધૃવે કહ્યુ. “ના નહી જવુ તો. જીવનસાથી સાથે આખી રાત્રી સાથે રહુ તો પણ કાંઇ ખોટુ નથી.” લોપાએ કહ્યુ. “ચલ ચલ હવે ઘરે ચલ લોપા. અંકલ આન્ટી રાહ જોઇ રહ્યા હશે.” કહેતો ધૃવ ઉભો થયો અને લોપાને હાથ પકડી ઉભી કરવા લાગ્યો પણ લોપા પણ આજે શરારતના મુડમાં હતી અને તેણે અચાનક જોરથી ધૃવનો હાથ ખેચ્યો કે ધૃવ સીધો લોપા પર જઇ પડ્યો અને બન્ને દરિયાકિનારાની બીચની ભીની રેતી પર ફસડાઇ ગયા. બન્ને એકબીજાની બાહોમાં હતા. થોડી વાર બાદ બન્નેને આજુબાજુની પરિસ્થિતિનું ભાન થતા બન્ને ઉભા થયા અને ઘર તરફ જવા નીકળ્યા. આજે લોપા તેને વળગી પડી હતી અને ખુબ ખુશ હતી. તેને પોતાની પસંદનો જીવનસાથી ધૃવના રૂપમાં મળી ચુક્યો હતો. સામે પક્ષે ધૃવને પણ લોપા જેવી સમજદાર અને સંસ્કારી યુવતી મળતા તે પણ ખુબ ખુશ હતો.

બન્ને ઘરે આવ્યા ત્યારે લોપાના મમ્મી પપ્પા તો સુઇ ગયા હતા આથી બીજે દિવસે સવારે આ બધી વાત કરવા આવવાનું નક્કી કરી ધૃવ નીકળી ગયો.

આજે લોપાની ખુશીનો પાર ન હતો. આજની રાત્રી તેના માટે કાલરાત્રી જેવી અઘરી હતી. એક એક પળ તેને યુગ સમાન લાગતો હતો. તેના હિરોને મેળવીને તે આજે દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યકિત હોય તેવો તેને એહસાસ થતો હતો. ધૃવના ખ્યાલોમાં તે અલમસ્ત રીતે ખોવાયેલી હતી ત્યાં તેનો ફોન રણકી ઉઠ્યો,

“ધૃવને મેળવવાના સ્વપ્ન જોવાનુ રહેવા દે લોપા. તમને બન્નેને ક્યારેય એક થવા નહી દઉ. ધીસ ઇઝ માય ચેલેન્જ ટુ યુ.” અજાણ્યા નંબર પરથી આ રીતે ફોન આવ્યો અને હજુ તો લોપા કાંઇ વિચારે સમજે કે ફોન કટ પણ થઇ ગયો. લોપાના શિરેથી પરસેવો છુટવા લાગ્યો. તે સમજી ન શકી કે હવે શું કરે. તે આમથી તેમ ચક્કર લગાવા લાગી અને ડરથી ધૃજવા લાગી. “કોણ હશે એ જેને ખબર પણ પડી ગઇ કે હું અને ધૃવ એકબીજાને ચાહીએ છીએ? મારા અને ધૃવ સિવાય એવું તે કોણ છે?”

રવેસમાં આમથી તેમ ચક્કર લગાવતી હતી ત્યાં વળી ફોન રણકી ઉઠ્યો, “આ રીતે રવેસમાં ચક્કર લગાવાનું છોડી દે. તેનાથી કાંઇ પ્રોબ્લેમ સોલ્વ નહી થાય. તમને બન્નેને તો ક્યારેય એક નહી થવા દઉ એટલે નહી જ થવા દઉ.” વળી ફોન કટ........ લોપા હાંફળી ફાંફળી થતી ચારે બાજુ જોવા લાગી અને મનમાં વિચારવા લાગી કે આ વ્યકિતને કેમ ખબર કે હું રવેસમાં છું. આજુબાજુ તો કોઇ દેખાતુ પણ નથી. ચોતરફ તેની નજર ફરતી હતી અને મનમાં સતત તેને તે વ્યકિતનો અવાજ જ ગુંજતો હતો. થોડી વાર તો તેણે વિચારમાં ને વિચારમાં જ ટાઇમ કાઢી નાખ્યો પછી ઓચિંતો તેણે ધૃવને કોલ કર્યો. “હાય લોપા. હાઉસ યુ માય લવ? કેમ મારી યાદ આવી કે શું?” ધૃવનો અવાજ આવતા જ તેના જીવમાં જીવ આવ્યો. “ધૃવ..... ધૃવ..... પ્લીઝ કાંઇક કર.” ગભરાહટના મારે તે વધુ ન બોલી શકી. “શું થયુ લોપા? કેમ આ રીતે ગભરાયેલી છે તું? પપ્પાને તો સારૂ છે ને?” ધૃવે પણ ચિંતિત સ્વરે પુછ્યુ. “હા પપ્પા એકદમ ફાઇન છે. મને... મને હમણા એક અજાણી વ્યકિતનો કોલ આયેલો.......” બધી ઘટના તેણે ધૃવને કહી સંભળાવી. “ડોન્ટ વરી લોપા. આપણે બન્નેને કોઇ અલગ નહી કરે. અરે... આ તો કોઇ તારા ફ્રેન્ડ સર્કલમાથી મજાક કરતુ હશે. જસ્ટ ચીલ બેબી.”

“કોણ મજાક કરે? આપણા બે સિવાય કોઇને હજુ ખબર જ નહી કે હું તને પ્રેમ કરું છું. મે મારા ગૃપમાં કોઇને હજુ વાત જ નહી કરી તો કોણ મજાક કરે યાર. સમજવાની કોશિષ કર. મને બહુ જ ડર લાગે છે.”

“અરે યાર પ્લીઝ ટેઇક ઇટ ઇઝી. એક કામ કર મને તે નંબર મેસેજ કર જેના પરથી તને કોલ આયો હતો, હું તપાસ કરી લઉ અને પ્લીઝ તું અકારણ ટેન્શન ન લેતી. આઇ એમ ઓલ્વેઝ વીથે યુ. જસ્ટ બી ચીલ એન્ડ મારા વિચારોમાં ખોવાઇ જા. કાલે તારો હાથ માંગવા હું તારા ઘરે આવી રહ્યો છું તો મને વેલકમ કરવાની તૈયારી કર.” “ઓ.કે. હું હમણા મેસેજ કરું છું પણ પ્લીઝ તું આ વ્યકિત કોણ છે તે તપાસ કરજે. મને ડર લાગે છે.” “ઓ.કે. ડોન્ટ વરી. સુઇ જા બેબી.બાય એન્ડ ટેક કેર.લવ યુ જાન.”

ધૃવ સાથેની વાતથી લોપાને હિંમ્મત તો આવી ગઇ પણ મનોમન હજુ તે ફફ્ડતી હતી. તેને સતત એ જ ખ્યાલ મનમાં ખુંચતો હતો કે એવું તે કોણ છે જે મને અને ધૃવને એક થવા દેવામાં રાજી નથી અને એ પણ શું કામ?????”

ક્રમશઃ.............

આ કોણ આવ્યુ જે લોપા અને ધૃવના પ્રેમ ઉપર તેની બુરી નજર લગાવી રહ્યુ છે. શું રહેજા પરિવાર પર આવનારા દુઃખની આ શરૂઆત છે કે પછી ધૃવ આ સમસ્યાનો અંત લાવી શકશે? જાણવા માટે વાંચો આગલો પાર્ટ........