પ્લીઝ હેલ્પ મી - ૬ chandni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્લીઝ હેલ્પ મી - ૬

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ :- પ્લીઝ હેલ્પ મી,પાર્ટ-6

વિષય : સસ્પેન્સ સ્ટોરી.

લોપાએ રસ્તામાં કહ્યુ, “હવે જલ્દી કરો. આજે અચાનક ક્યાં જઇએ છીએ. હજુ મલેશિયા જવાની ઘણી તૈયારીઓ કરવાની બાકી છે.” “બસ હવે અહીં આવવાનો મકસદ પુરો થવા જઇ રહ્યો છે. પછી બધી તૈયારીઓ જ કરવાની છે” “મકસદ કેવો મક્સદ શેની વાત કરો છો તમે મને તો કાંઇ સમજાતુ જ નથી.” “જસ્ટ ટેન મિનિટ જાનુ. દસ મિનિટમાં તને બધુ સમજાય જશે. તુ થોડીવાર ચુપ બેસ” આટલુ બોલ્યો ત્યાં ધ્રુવના ફોનમાં કોઇની રીંગ વાગી એટલે તે વાત કરવા લાગ્યો “યા બોસ આઇ એમ ઓન માય વે. આપનુ કામ થઇ ગયુ છે એમ જ સમજો. મને તમે સેન્ડ કરેલુ એડ્રેસ મળી ગયુ છે હુ હમણાં જ ત્યાં આવુ છુ. પછી આગળનો શુ પ્લાન છે? ઓ.કે. ત્યાં આવી નિરાંતે જ વાત કરીશુ. હવે હુ ફ્રી જ છુ. થેન્ક્યુ સર થેન્ક્યુ વેરી મચ. આટલુ કહી ધ્રુવે ફોન મુકી દીધો. લોપાને કાંઇ સમજાતુ જ ન હતુ કે ધ્રુવ અત્યારે અચાનક શુ કરી રહ્યો છે. તેને પોતાના પ્રેમ પર ખુબ જ વિશ્વાસ હતો એટલે તેણે વધારે સવાલ જવાબ કરવાનુ છોડીને આઁખો બંધ કરી બેસી રહી. થોડીવાર બાદ તેમની કાર ઉભી રહી એટલે લોપાએ આઁખો ખોલી પણ તેની આઁખોમાં કાળી પટ્ટી બાંધેલી હતી એટલે તે કાંઇ જોઇ શકી નહી. ધ્રુવે કારનો દરવાજો ખોલી તેનો હાથ પકડી તેને અંદર લઇ ગયો. આઇટમ સોંગ વાગી રહ્યા હતા અને ધમાલભર્યુ વાતાવરણ જણાતુ હતુ. કોઇ પાર્ટી ચાલતી હોય તેમ લોપાને એહસાસ થયો. “ધ્રુવ આટલો શોર બકોર??? આપણે કયાં આવ્યા છીએ? અરે યાર મલેશિયા જવાના સમયે ક્યાં તુ પાર્ટીમાં મને લઇ આવ્યો? મારે ઘણુ કામ છે.” “ચુપ કર લોપા. અવાજ નીચે કરી વાત કર.” ધ્રુવે ગુસ્સાથી કહ્યુ. લોપાને ધ્રુવની ગુસ્સાથી ખુબ જ આશ્ચર્ય થયુ તે કાંઇ પ્રતિકાર આપવા જાય ત્યાં જ ધ્રુવે તેનો જોરથી ઘા કર્યો. ધૃવના ધક્કાથી લોપા જમીન પર ફસડાઇ પડી. લોપા કાંઇ સમજી શકતી ન હતી કે શું થવા જઇ રહ્યુ છે? તે કાંઇ બોલે ત્યાં લોપાના કાનમાં શીશું રેડાતુ હોય તેવા અગન શબ્દો તેના કાને પડ્યા. “જોઇ લો રોક તમારી ઇન્ડિયન ચિડીયા આવી ગઇ છે તમારી સેવામાં. એડવાન્સ તો તમે મને આપી દીધા છે હવે બાકીની રકમ આજે રાત્રે મોક્લાવી દેજો. અને હા, ધ્યાન રાખજો કે ચિડીયા કયાંય ઉડી ન જાય. નહિતર બોસ તમને કોઇને છોડશે નહિ. કહેતો ધૃવ અટ્ટહાસ્ય કરવા લાગ્યો. લોપાને તો એકદમ આઘાત લાગ્યો અને તેણે પોતાની આઁખોની પટ્ટી ખોલી. તેને આજુબાજુનું દ્રશ્ય જોતા ખુબ ભય લાગ્યો. ડાન્સ બારમાં માણસો ડ્રીન્ક કરી રહ્યા હતા અને અમુક યુવાન ગર્લ્સ સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી તેમનો પહેરવેશ ખુબ અભદ્ર હતો. આ બધુ અચાનક જોઇ લોપા ખુબ ડરી ગઇ. તે દોડીને ધૃવ પાસે જતી રહી અને બોલી, “ધ્રુવ આ બધુ શુ છે? તુ મને આ કયા લઇ આવ્યો છે? પ્લીઝ ચાલ આપણા ઘરે. આપણે તો મલેશિયા જવાનુ છે ને? આપણે મોડુ થઇ જશે. ચલ ને પ્લીઝ” કહેતી લોપા ધૃવનો હાથ પકડી ત્યાંથી જવા લાગી ત્યાં ફરી ધૃવનુ હાસ્ય સંભળાયુ. ધ્રુવે મોટે મોટેથી હસતા હસતા કહ્યુ, “ઓ માય લોપા ડાર્લીંગ, તારા જેવી બુધ્ધુ તો આખી દુનિયામાં નહી જોવા મળે મને. હા...હા....હા..... મલેશિયા જવુ છે તારે??? ઘરે જઇ પેકીંગ કરવુ છે??? હા....હા.....હા.... ઘર???? કોનુ ઘર????? લોપા ડાર્લીંગ હવે આ બાર જ તારુ ઘર છે. હવે તારે અહી જ રહેવાનુ છે જાનુ.

“જાનુ શું કહે છે તું?? મને કાંઇ સમજાતુ નથી. મારી સાથે મજાક કરે છે ને તુ? ચલ હવે મજાક છોડ અને અહીથી આપણે નીકળીએ. તને મારા પ્યારની કસમ પ્લીઝ અહીથી ચલ જાનુ પ્લીઝ ફોર મી જાનુ.” લોપા બોલતા બોલતા ગળગળી થઇ ગઇ અને ધૃવના ખભ્ભા પર માથુ રાખી રડે જ પડી.

“ચલ હટ્ટ. લવ, માય ફુટ. કોણે કહ્યુ કે હું તને લવ કરુ છું? જાનુ પ્યાર, લવ, ઇશ્ક આ બધા શબ્દો મારી લાઇફમાં છે જ નહી. તને અહી તારી રીઅલ જગ્યાએ લાવવી હતી એટલે થોડો સમય આ બધા નાટક કરવા પડ્યા બાકી મને આ લવ ફવ ના ચક્કરમાં ન નાખ તુ. અને હવે આ બધો ઇમોશનલ ડ્રામા બંધ કરી બોસ જે કામ આપે એ કરવાનું શરૂ કરી દે તેમા જ તારી ભલાઇ છે, સમજી કે નહી??? લોપાના પર તો જાણે આભ તૂટી પડ્યુ.

“ધ્રુવ તુ આ શુ બકવાસ કરે છે? પ્લીઝ ચાલ ઘરે હવે. મને અહી બહુ ડર લાગે છે.”

ધ્રુવે ફરી અટ્ટહાસ્ય કરતા કહ્યુ,

“લોપા ડાર્લીંગ હવે સાંભળ મારી વાત. ફર્સ્ટ ટુ એન્ડ તને બધી વાત કહી દઉ. શ્રીમાન દિપક રહેજાની લાડકી દીકરી મારી વાત ધ્યાનપુર્વક સાંભળજે. તારા પિતાજીને એટેક આવ્યો ન હતો. તેની કોફીમાં દવા ભેળવી એટેક લાવવામાં આવ્યો હતો જેથી હું તમારા પરિવારની નજીક આવી શકુ અને તારી સાથે પ્રેમનુ નાટક કરી તને અહીં લાવી શકુ. તારા ઘરથી હજારો કિ.મી. દુર આ ડાન્સ બારમાં. હવે તારે અહી જ રહેવાનુ છે. આઇ સોલ્ડ યુ. પુરા એક કરોડમાં વેચી છે તને જાનુ.

“યુ બાસ્ટર્ડ લાઇર. તારી શુ દુશ્મની છે મારી સાથે? શા માટે તે મારી સાથે પ્રેમનું નાટક કર્યુ અને મારી ઇમોશન સાથે રમત કેમ રમ્યો?” લોપાએ ધ્રુવના કોલર પકડીને કહ્યુ.

“જાનુ બી કુલ યાર. તારી સાથે નહી તારા ફાધર સાથે દુશ્મની છે અને મારી નહી મારા બોસની દુશ્મની છે તારા પરિવાર સાથે. તારો બાપ બહુ ભગત થવા નીકળો છે ને? બહુ સમાજસેવાના કામ કરવા તેને ગમે છે ને? હવે તારે પણ સમાજસેવા કરવાની છે. જો..... જરા સ્ટેજ પર તો નજર કર, પેલી છમીયા શું મસ્ત અદ્દાથી ડાન્સ કરે છે. ઉમ્મામામાઅહ્હ્હ્હ્હ્હ..... હવે તારે પણ અહી આવનાર લોકોના આ જ રીતે દીલ બહેલાવવાના છે અને અહીના સમાજના લોકોની સેવા કરવાની છે અને ઇન્ડિયામાં હવે જો તારા બાપની કેવી બેન્ડ બજાવીએ છીએ? અને તેના સમાજ સેવાના બધા ઝંડા હવામાં ઉડાડી દઇએ છીએ.” ધ્રુવે અટ્ટહાસ્ય કરતા કહ્યુ.

“યુ બ્લડી બાસ્ટર્ડ. હું તને નહી છોડુ.” કહેતી લોપાએ હાથ ઉગામ્યો કે ધૃવે તેનો હાથ પકડી જબરદસ્તી પોતાની બાહુમાં જકડી લીધી. “મેરી રાની અબ યે હાથ ઐસે થપ્પડ મારને કે લીયે નહી, યહા આનેવાલે સબકો પ્યાર કરને કે લીયે ઉઠને ચાહીયે. સમજી??? વરના તેરા ઐસા હાલ કરુગા જો તેરી સોચ કે બહાર હૈ.” “હેય રાની, કમ હીઅર એન્ડ ટેઇક હર ટુ ધ રૂમ એન્ડ મેઇક હર રેડ્ડી ફોર પૉલ ડાન્સ.” કહેતા ધૃવે લોપાનો હાથ પકડી ધક્કો માર્યો. વળી તે લોપાની નજીક આવ્યો અને બોલ્યો , “જાનુ સાચુ કહુ, તારી બોડી બહુ મસ્ત છે. યુ આર સો હોટ. અને ખાસ જ્યારે તુ ઇન્નરવેરમાં મારી સાથે બેડ પર રોમાંસ કરતી ત્યારે શું કહુ તને??? આહહહ....!!!! અહી પણ તારે એ જ કરવાનુ છે. પૉલ ડાન્સ મિન્સ આ મહેફિલમાં તારે બધાની સામે એ જ કરવાનુ છે જે તુ મારી સાથે બેડરૂમ અને બાથરૂમમાં કરતી. સમજી ગઇ કે નહી??? અને હા ઇન્ડિયામાં તારા માતા પિતાની જરા પણ ચિંતા ન કરજે. હું છું ને, બધુ હેન્ડલ કરી લઇશ. હવે જો તારી મા અને બાપને તારા નામથી કેવા તડપાવીએ છીએ? એક ઝાટકે સમાજ સેવાના ઝંડા બંધ ન થઇ જાય તો મારુ નામ ધૃવ નહી. હા હા હા હા હા હા.” “યુ બલ્ડી બાસ્ટર્ડ, કમીને.” બોલતી લોપા ધ્રુવને મારવા જતી જ હતી ત્યાં “હવે આ ચિડીયાને લઇ જાવ અંદર અને પુરી દો કેદ ખાનામાં.” ધ્રુવે રાડ નાખી કહ્યુ એટલે બે માણસો લોપાને પકડીને ઉપરના રૂમમાં લઇ જવા લાગ્યા “નહી છોડુ બાસ્ટર્ડ હુ તને નહી છોડુ. મારા પિતાજી ગમે તેમ કરીને મને છોડાવીને જ રહેશે.” લોપા રાડો પાડતી રહી પરંતુ બે માણસો તેને ઘસેડતા ઉપરના રૂમમાં લઇ ગયા. ત્યાં લોબીમાં ખુબ જ અંધારુ હતુ. થોડે દુર એક ખુણામાં રહેલા રૂમની અંદર લોપાને ફેકી દીધી. રૂમ આખો અંધારિયો હતો જેમાં ખુબ જ ઠંડી પડી રહી હતી. લોપા ખુબ જ મોટે મોટેથી રડવા લાગી. હજુ તેને વિશ્વાસ થતો નહતો કે જેણે પોતાનુ સર્વસ્વ લુટાવી દીધુ એ ધૃવ આટલી હદ્દે ખરાબ નીકળશે. તેને ધ્રુવ પર આ રીતે અંધવિશ્વાસ કરવા બદલ અને તેને પ્રેમ કરવા બદલ ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો પોતાની જાત પર. “ધ્રુવ હુ તને છોડીશ નહી. તે રહેજા પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. તારા તો એવા હાલ થશે કે તારી જોયા જેવી થશે. હુ મારી હિમ્મત નહી ગુમાવુ અને તારા તાબે જરાય નહી થાઉ. મને મારા ફાધર અને ખાસ મારા ભગવાન પર ખુબ જ બરોસો છે. અરે તુ મને પાતાળમાં છુપાવી રાખશે તો પણ મારા ફાધર મને શોધી લેશે. તને ખબર નથી રહેજા’સ ની તાકાતનો. હુ કોઇ ડાન્સ બાન્સ કરવાની નથી. હુ અહીથી કોઇ પણ સંજોગોમાં ભાગી છુટીશ અને તારો બદલો લઇશ” લોપા મનોમન બોલી અને પછી ઉઠીને ભાગવાનો રસ્તો શોધવા લાગી. આખા રૂમમાં બધે જ અંધારુ હતુ તેને કાંઇ પણ દેખાતુ ન હતુ. તે રૂમમાં ચારે તરફ ફાંફાં મારવા લાગી કે કદાચ કોઇ બારી મળી જાય પણ રૂમ નાનકડો ચાલી જેવો રૂમ હતો. જેમા ઉપર સાવ નાનકડુ વેન્ટિલેટર ખુબ જ ઉંચે હતુ. બાકી કોઇ બારી કે કાંઇ ન હતુ. ચારે તરફ દિવાલમાં હાથ ફેરવતા એક દરવાજો હાથ લાગ્યો જેને લોપાએ અંધારામાં માંડ ખોલ્યો તો તે ટોયલેટનો દરવાજો હતો જેમાં અંદર નાનકડુ માંડ બેસી શકાય તેવુ ટોયલેટ હતુ. તેમા પણ કોઇ બારી ન હતી. લોપાએ બધી દિવાલો તપાસી લીધી પરંતુ તે ખુબ જ મજબુત હતી. દરવાજા પાસે જઇને તે બે હાથ વડે પછાડવા લાગી. પરંતુ તે ખુબ જ મજબુત રીતે બહારથી સાંકળથી બંધ કરવામાં આવ્યો હતો. લોપા થાકી હારીને દરવાજા પાસે બેસીને રડવા લાગી. ******************************

ધ્રુવે પોતાનુ કાર્ય ખુબ જ સફળતાપુર્વક પાર પાડ્યુ હતુ. આથી તે ખુબ જ ખુશ હતો. આજે તેને અઢળક રકમ મળવાની હતી જે તેને આજ દિવસ સુધી કોઇ કાળા કામ માટે મળી ન હતી. ધ્રુવનુ સાચુ નામ જ્ગ્ગુ હતુ. જગ્ગુ ડોન મુબંઇનો એક ટપોરી હતો. તે નાના મોટી ચોરી અને પાકીટમારીનુ કાર્ય કરતો હતો. જેમાં તે થોડુ ઘણુ કમાઇ લેતો અને ફુટપાથ પર રહેતો હતો. ટપોરી હતો પણ દેખાવે તે હેન્ડસમ હતો. તેની ખાસ કાળજી કરવામાં આવે તો તે કોઇ એક્ટરને પણ ટક્કર મારી દે તેવો દેખાવડો હતો. એક દિવસ અચાનક થોડા માણસો તેને પકડીને લઇ ગયા. જયાં તેને તેના બોસે લોપાને ફસાવવાનુ કામ સોપ્યુ હતુ. લોપાને પ્રેમમાં પાડીને વિદેશ લઇ જવી અને જયાં તેને ડાન્સ બારમાં વેચી નાખવી. આ કામને અંજામ આપવા બદલ તેનો બોસ તેને એક કરોડ રૂપિયા આપવાનો હતો. ૫૦% રકમ કામ શરૂ થતા જ આપી દીધા હતા અને ૫૦% રકમ હવે તેને મળવાની હતી. લંડનના ડાન્સ બારમાં પણ ઇન્ડિયન છોકરીઓની ખુબ જ માંગ હતી આથી ત્યાંથી પણ એક હજાર પાઉન્ડ તેને મળ્યા. સૌ પ્રથમ લોપા અને તેના પરિવારની ફર્સ્ટ ટુ એન્ડ તેને માહિતી આપવામાં આવી અને જગ્ગુને ટ્રેનીંગ આપવામાં આવી જેથી તે ટપોરી ન દેખાતા સારા ઘરનો સંસ્કારી છોકરો દેખાઇ આવે. ખુબ જાણી વિચારીને આ કામને અંજામ આપવામાં આવ્યુ હતુ જેથી રહેજા પરિવારના તમામ સદસ્યોએ ધૃવ ઉર્ફે જગ્ગુ પર આંખ બંધ કરી બેઠા. જગ્ગુ તો લોપાને ત્યાં છોડી નીકળી ગયો. નક્કી થયા મુજબ તેને પોતાની બાકી રકમ પણ તેના બોસે તેના સાગરિતો મારફત પહોંચાડી દીધા. જગ્ગુએ પોતાની આખી જીંદગીમાં આટલા રૂપિયા કયારેય પણ જોયા ન હતા તે એક સાથે આટલી રકમ જોઇ તે ગાંડો બની ગયો હતો. આજે ખુબ જ ખુશ હતો. લોપા સાથે લગ્ન થયા બાદ થોડીવાર માટે તો જગ્ગુ ને લોપા પર દયા આવી ગઇ હતી એક વાર તો તેણે વિચારી જ લીધુ હતુ કે લોપાને બધુ સત્ય કહી દેવુ પણ બોસની ધમકી અને પૈસાની લાલચે તેના પગ ફરીથી મજબુત બની ગયા અને તેણે પોતાનુ કાર્ય પુરુ કરી દીધુ દિલમાં થોડુ દુ:ખ થતુ હતુ પરંતુ બોસે આપેલા પચાસ લાખે તેના દુ:ખને દુર કરી દીધુ. રાત્રે તે ક્લબમાં તેના મિત્રો સાથે ગયો અને શરાબ અને શબાબની મહેફિલમાં તે નશામાં ચુર બની ગયો. ક્લબમાં ડાન્સ કરતી બાર ગર્લ્સની સાથે તે મન મુકીને નાચવા લાગ્યો અને બેફામ પૈસા તેના પર ઉડાવવા લાગ્યો. તેના મિત્રો પણ જગ્ગુનુ આ રૂપ જોઇ આશ્ચર્યચકિત થઇ ગયા. જગ્ગુ ડાન્સમાં મગ્ન હતો ત્યાં એક સુંદર બાર ડાન્સર તેની નજીક આવી ડાન્સ કરવા લાગી. જગ્ગુ તો તેનુ રૂપ જોઇ અંજાઇ ગયો. સ્લીવલેસ શોર્ટ ટોપ અને શોર્ટ સ્કર્ટ પહેરેલી તે લલના જગ્ગુના બોડીને વારે વારે ટચ કરવા લાગી. મોકો જોઇ જગ્ગુએ પણ તેની કમર પર હાથ મુકી દીધો તેનો તેણે કોઇ પ્રતિકાર ન કર્યો. બન્ને એકબીજાની બાહોમાં ડાન્સ કરવા લાગ્યા. થોડી જ વારમાં તે ગર્લ જગ્ગુથી દૂર નીકળી ગઇ. જગ્ગુ પણ ડાન્સ છોડી તે ગર્લની પાછળ પાછળ ગયો. ફર્સ્ટ ફ્લોર પરના રૂમ નં ૧૨ ના ડોર પાસે તે ઉભી રહી ત્યાં જગ્ગુ તેનાથી થોડે દૂર જ ઉભો હતો. તેણે જગ્ગુને ઇશારાથી રૂમમાં બોલાવ્યો. “વાઉ જગ્ગુ, આજે તો તારી લોટરી લાગી ગઇ. લોપાનો નશો હજુ મગજમાંથી જતો ન હતો ત્યાં આજે આ છમીયા મળી ગઇ.” મનમાં બબડતો તે રૂમમાં પ્રવેશી ગયો અને પેલી ગર્લે રૂમ લોક કરી દીધો. “હાય હેન્ડસમ બહુત અચ્છા ડાન્સ કર લેતે હો તુમ.”

“યા બેબી, ઔર ભી બહુત કુછ હૈ જો મુજે અચ્છી તરહ સે કરના આતા હૈ બેબી. વોન્ના ટ્રાય બેબી??? વેલ માય નેઇમ ઇઝ જગ્ગુ એન્ડ વૉટ્સ યોર ગુડ નેઇમ?” “માયસેલ્ફ યોટા.” કહેતી યોટા જગ્ગુને વળગી પડી અને જગ્ગુ તેને બેડ પર લઇ જઇ લાઇટ બંધ કરી દીધી. આખી રાત બન્નેએ એકબીજા સાથે રંગીન કરી. સવારે જગ્ગુ ઉઠ્યો ત્યારે બન્ને નિર્વસ્ત્ર બેડ પર સુતા હતા. જગ્ગુ કપડા પહેરી યોટાને કીસ કરી અને બહુ ખાસ્સી રકમ ગિફ્ટમાં આપી ત્યાંથી નીકળી ગયો.

ક્રમશઃ

શું લોપા આ દલદલમાંથી બહાર નીકળવામાં સફળ થશે? એવુ તે ધૃવ ઉર્ફ જગ્ગુના બોસને શું દુશ્મની છે રહેજા ફેમીલી સાથે કે જેનો બદલો તે આ રીતે રહેજા’સ ની એકની એક દીકરી લોપાને હેરાન કરી લઇ રહ્યા છે??? જાણવા માટે વાંચો પ્લીઝ હેલ્પની ની આગલી કડી......