પ્લીઝ હેલ્પ મી - ૮ chandni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્લીઝ હેલ્પ મી - ૮

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ :- પ્લીઝ હેલ્પ મી,પાર્ટ-8

વિષય : સસ્પેન્સ સ્ટોરી.

(આપણે આગળના પ્રકરણમાં જોયુ કે ધ્રુવે દગો કરીને લોપાને એક લંડનના એક ડાન્સ બારમાં વેચી નાખી જયાં તેના પર ખુબ જ અત્યાચાર ગુજારવામાં આવે છે અને આખરે લોપા થાકી જાય અને તેઓના વશ થઇ જાય છે. ધ્રુવે એક ફેક આઇ.ડી પરથી દીપક રહેજાને એક મેઇલ કર્યો. શુ હશે મેઇલમાં? શુ થશે લોપાનુ હવે? જાણવા માટે વાંચો આગળ)

રાત્રે દસ વાગ્યે પોતાનો પ્રિય ડેઇલી સોપ પુરો થતા દીપકભાઇએ ટી.વી. ઓફ કર્યુ અને પોતાના લેપટોપ પર મેઇલ ખોલવા લાગ્યા. રીસંટ મેઇલ સૌ પહેલા બતાવે એટલે પહેલો જ મેઇલ એક અજાણ્યા આઇ.ડી. પરથી હતો. મોટેભાગે દીપકભાઇ આવા મેઇલ ખોલતા નહી કારણ કે પ્રોમશનલ એડના કે પ્રચારના હોય છે. પરંતુ આ વિડીયો વિદેશથી આવ્યો હતો અને લોપા સાથે છેલ્લા અઠવાડિયાથી કોઇ કોન્ટેક જ ન થયા હતા. કારણ કે તેને કહ્યુ હતુ કે તે મલેશિયા જાય છે અને ત્યાંથી કોન્ટેક નહી કરે. દીપકભાઇને થયુ કે લોપાનો ફોન ખરાબ થઇ ગયો હોવાથી કદાચ તેણે મેઇલમાં કોઇ સંદેશો મોકલાવ્યો હોય.

દીપકભાઇએ મેઇલ ખોલવા જતા જ હતા ત્યાં તેના ફોનમાં રીંગ વાગી તેણે ફોન પીક અપ કર્યો તેના સોશિયલ કાર્યના બાળકોના વિભાગના હેડનો ફોન હતો. અડધો કલાક સુધી અનાથ અને નિરધાર બાળકોને શાળાએ મોકલવા અને જરૂરિયાત માટે જરૂરિ ફાળા અંગે ફોન પર ચર્ચા ચાલી. અડધા કલાક સુધી દિપકભાઇનો કોઇ રિપ્લાઇ ન મળતા જગ્ગુ ઉચો નીચો થવા લાગ્યો. તેને લાગ્યુ કે શું દિપકભાઇએ મેઇલ ચેક નહી કર્યો હોય કે શું???

*************************** બે યુવાન બોડીગાર્ડ લોપાને ઉપરના માળે લઇ ગયા. અને એક રૂમ ખોલીને તેને ફેંકવામાં આવી અને ફરીથી રૂમ બંધ કરી દેવામાં આવ્યો. રૂમને જોતા જ લોપા ચકિત થઇ ગઇ. વેલ ફર્નીશ્ડ રૂમ અને મોટો બેડ હતો. તૈયાર થવા માટે ડ્રેસીંગ ટેબલ અને વિવિધ કોશેમ્ટીક્સની વસ્તુઓ હતી. બેસવા માટે ચેર, અટેચ બાથરૂમ સાથે વીથ હીટર રૂમ જોતા જ લોપા તો અંજાઇ ગઇ. અચાનક આટલી સારી સુવિધા મળે લોપા મનમાં શંકા કુશંકા કરવા લાગી.

તે બેઠા બેઠા આખા રૂમનો નજારો જોવા લાગી. અચાનક તેના રૂમના ડોર પર નોક....નોક.... અવાજ આવ્યો. અવાજ સાંભળતા જ તે સફાળી બેઠી થઇ ગઇ અને જોયુ કે રૂમ ખુલ્યો અને રોક પોલ બે સુંદર છોકરીઓ સાથે અંદર આવ્યો. બન્ને છોકરીઓને જોતા જ સમજાઇ આવતુ હતુ કે તે બાર ડાન્સર હશે. તે બન્નેએ ખુબ જ ટુંકા કપડા પહેર્યા હતા અને કોઇ પણ જાતની શરમ સંકોચ વિના તે રોક પોલની સાથે સોફા પર બેસી ગઇ. લોપા તેમને જોઇને ડરવા લાગી.

“હાય લોપા, ડરવાની કોઇ જરૂર નથી. નિરાંતે અહી ચેર પર બેસી જા. હવે તુ આઝાદ છે. મારી બધી વાત જો તુ માનશે તો તારી લાઇફમાં એશો આરામનો કોઇ પાર નહી રહે. તુ જે કહેશે તે મળશે તને. જસ્ટ ચીલ બેબી.” લોપા રોકની વાત સાંભળે જઇ રહી હતી. અંદરથી તો તેને ખુબ જ ગુસ્સો આવતો હતો પણ મન અને શરીરથી લોપા ખુબ જ કમજોર બની ગઇ હતી, માટે તે કંઇ પણ કરી શકવા અસમર્થ હતી. લોપા તેની વાત સાંભળી કાંઇ પ્રતિભાવ ન આપ્યો એટલે રોકે તેની પાસે બેઠેલી મારીયાનો હાથ સહેલાવતા કહ્યુ “મારિયા ડાર્લિગ તેને સોફા પર બેસાડ બિચારીથી ઉભુ પણ નહિ થવાતુ હોય. છેલ્લા દસ દિવસથી તેને બહુ કઠોર સજા મળી છે. સોરી લોપા, હુ થોડોક વધારે હાર્સ બની ગયો. પરંતુ મારી વાત ન માનનારા લોકો મને જરાય ગમતા નથી.”

મારિયાએ લોપાનો હાથ પકડી ખુરશી પર બેસાડી એટલે લોપા યંત્રવત બેસી ગઇ. “ઓહ લોપા ડાર્લિગ હવે બધુ ભુલી જા અને એક નવી શરૂઆત કર. તારુ ઇન્ડિયન બોડી એટલુ એક્ટ્રેક્ટીવ છે કે અહીં મારા ક્લબમાં તુ ક્વિન બનીને રહીશ. અહી તને અને તારા બોડીને હજારો ચાહવાવાળા મળશે. તારે તારી સેકસી અદાઓથી લોકોના દિલને લુભાવવાના છે. તારો સંપુર્ણ ખર્ચો “વિલે હોટેલ” તરફથી રહેશે અને આ તારો પર્મેનન્ટ રૂમ રહેશે. ખાવાપીવાનુ બધુ સમયસર મળી રહેશે. એંડ પ્લીઝ નોટ ધીસ ઇન યોર માઇન્ડ મને ફરિયાદ કરવાવાળા અને માગણી કરવા વાળા લોકો જરાય ગમતા નથી. ધીસ ઇઝ નોટ ઇન્ડિયા. આ ફ્રી સેક્સની ભુમિ છે. અહી લોકો માત્ર ડાન્સ માટે જ નહી પણ શરીરની ભુખ સંતોષવા પણ આવે છે. એવા ઘણા ચાહકો તને મળશે કે જે ડાન્સ બારમાં તારા આ હોટ બોડી સાથે ચેનચાળા કરશે અને તારી સાથે વન નાઇટ સ્ટેન્ડ પણ માણશે. અહી તારુ કામ માત્ર કસ્ટમર્સને બહેલાવવાનુ અને તેમને ખુશ કરવાનુ છે. મને મારા કસ્ટમર ગુમાવવા બિલકુલ નહી ગમતા. સમજી ગઇને મારી વાત. આવતી કાલથી તારે ડાન્સ બારમાં જોડાઇ જવાનુ છે. પોલ ડાન્સ & સ્ટ્રીપ ડાન્સની તને આજથી જ ટ્રેનીંગ આપવાનુ શરૂ થઇ જશે. હમણા તારા માટે બ્રેકફાસ્ટ આવી જશે. બ્રેકફાસ્ટ બાદ તને ટ્રેનીંગ આપવાની છે તો વોર્ડરોબમાં તારા કપડા છે તે પહેરી રેડી રહેજે. ઇટ્સ અન ઓર્ડર , અન્ડરસ્ટેંડ???”

લોપા યંત્રવત બધુ સાંભળતી હતી. શુ કરવુ તે તેને કાંઇ સુઝતુ જ ન હતુ. “બાય ધ વે લોપા ડાર્લિગ તને આશ્ચર્ય થતુ હશે હુ આટલુ સારું ગુજરાતી કેવી રીતે બોલી શકુ છુ. હુ અહી આવનારી દરેક ગર્લની તમામ મહિતી મેળવી લઉ છુ અને તેની ભાષા અને બધુ શીખી લઉ છુ. આ દુનિયાની એકપણ ભાષા એવી નથી કે જે મને આવડતી નહી હોય. નાઉ એંજોય યોરસેલ્ફ” આટલુ કહી રોક પોલ તેની આસિસ્ટન્ટ મારિયા અને સેન્ડ્રાની કમરમાં હાથ રાખી જતો રહ્યો.

લોપા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેને ધ્રુવ સાથે પ્રેમ કરવા બદલ ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. તેના પેટમાં ખુબ જ દુખી રહ્યુ હતુ અને તેના શરીરમાં પણ દર્દ થઇ રહ્યુ હતુ. થોડી વારમાં જ એક યુવાન બ્રેકફાસ્ટ આપી ગયો. લોપાએ જોયુ તો બ્રેકફાસ્ટમાં બે બ્રેડ અને જામ અને કોલ્ડ ડ્રીંક્સ હતા. તેને ખુબ જ નબળાઇ મહેસુસ થતી હતી પરંતુ બે બ્રેડ ખાતા જ તેનુ પેટ જાણે ફુલ થઇ ગયુ. તે માંડ માંડ ચાલીને વોર્ડ રોબ સુધી ગઇ. તેમાં રાખેલા કપડાં જોઇને તે મુંઝાઇ ગઇ. સાવ ટુંકા અને પારદર્શક કપડાં હતા. આંતરવસ્ત્રો ટાઇપના આ કપડા જોઇ લોપા તો સહેમી ગઇ. તેણે ક્યારેય આ ટાઇપના બોલ્ડ કપડા પહેર્યા ન હતા. ઇવન મેરેજની ફર્સ્ટ નાઇટ પર ધૃવ તેના માટે નાઇટ ટ્રાન્સ્પરન્ટ ગાઉન લાવ્યો હતો ત્યારે પણ તે પહેરતા અચકાઇ હતી.

તે પંદર વર્ષની હતી ત્યારે તેની ખાસ સખી મેઘનાએ તેને શોર્ટ વેસ્ટર્ન ડ્રેસ ગિફટમાં આપ્યો હતો ત્યારે લોપા કાચી બુધ્ધિની હતી તેથી તે ફિલ્મ અને બીજી છોકરીઓને જોઇને તેને પણ આવી રીતે ફેશન કરવા અને ટુંકા કપડા પહેરવા મન થઇ આવ્યુ હતુ. ત્યારે તેના મમ્મી અનસુયા બહેને તેને સમજાવ્યુ હતુ કે, “બેટા સ્ત્રીનુ શરીર એ કાંઇ પ્રર્દશન માટે નથી. કપડાં શરીરને ઢાંકવા ઉપરાંત શરીરના રક્ષણ માટે પહેરવામાં આવે છે. અંગ પ્રદર્શન એ સમાજમાં વિષતા ફેલવવાનુ કાર્ય કરે છે. એ આપણા સંસ્કાર નથી. આપણી સંસ્કૃતિ અને સંસ્કાર આપણે પહેલા યાદ રાખવા જોઇએ.” મમ્મીની વાત યાદ આવતા તેની આઁખમાં આંસુ આવી ગયા. તેઓ કંઇ પરિસ્થિતિમાં હશે? આ લોકોએ તેની સાથે શુ કર્યુ હશે? તે અચાનક ધ્રુજી ઉઠી તેણે વિચાર્યુ કે થોડો સમય તો આ લોકો જેમ કહે તેમ કરવામાં જ સમજદારી છે પછી થોડા સમય બાદ મોકો મળતા અહીંથી ભાગી છુટશે. તેને ફટાફટ સૌથી લોંગ ડ્રેસ કે જેનુ સ્કર્ટ સાથળથી જરાક નીચે હતુ અને ટોપ તો તેની લોંગ બ્રેસિયલ જેવુ હતુ તે પહેરી લીધુ. તેને ખુબ જ ઓકવર્ડ લાગતુ હતુ પરંતુ તેના સિવાય કોઇ રસ્તો જ ન હતો. લોપા રેડ્ડી થઇ મીરરમાં પોતાને જોવા લાગી. તેને ખુદને એકાંતમાં પણ શરમ ફીલ થતી હતી. નાછુટકે તેણે પોતાના મનને મનાવ્યુ અને જરા બેડ પર આરામ કરવા આડી પડી કે બે કાળા રંગના કદાવર યુવાનો અને મારીયા રૂમમાં આવી ગયા અને એક યુવાને રૂમ લોક કરી દીધો.. લોપા આ જોઇ હેબતાઇ ગઇ.

મારીયાએ રૂમમાં રહેલુ સી.ડી પ્લેયર ઓન કરી દીધુ અને તેમાથી મ્યુઝીકના તાલે તે ડાન્સ કરવા લાગી અને લોપાને સમજાવ્યુ કે તે ડાન્સ સ્ટાઇલ અને અદ્દા શીખે. મારીયાએ પણ ખુબ જ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. થોડી જ વારમાં તે બન્ને યુવાનો મારીયાની આસપાસ ડાન્સ કરવા લાગ્યા અને મારીયાના શરીર સાથે ચેડા કરવાનુ શરૂ કરી દીધુ. આ જોઇ લોપાને ચીડ ચડતી હતી. થોડીવાર બાદ મારીયાએ લોપાનો હાથ પકડી ખેંચી લીધી અને તેને ડાન્સ સ્ટેપ્સ કરવા ઇશારાથી કહેવા લાગી. લોપા પણ કમને ડાન્સ કરવા લાગી. પેલા બે યુવાનો હવે મારીયાને છોડી લોપા સાથે ડાન્સ કરવા લાગ્યા અને મસ્તી મસ્તીમાં તેના અંગો સાથે અથડાવા લાગ્યા. લોપા ડરને કારણે તેનાથી દૂર ખસે જઇ રહી હતી પણ પેલા બન્ને બેશરમ બની તેને ડાન્સ કરવા મજબુર કરતા હતા.

તેઓએ લોપાને ખુબ જ ખરાબ રીતનો કામુક પોલ ડાન્સ શીખવાડયો. લોપાને ગુસ્સો અને પીડાની લાગણી એકસાથે થઇ આવી પરંતુ તે કાંઇ કરી શકે તેમ ન હતી. તે કમને સ્ટેપ શીખતી હતી.

થોડીવાર બાદ તેઓ જતા રહ્યા. લોપાને ખુબ જ નબળાઇ મહેસુસ થતી હતી તે આરામ કરવા માંગતી હતી. તે પાણી પી આરામ કરવા જતી જ હતી ત્યાં તો બ્યુટિશીયન બે ગર્લ્સ આવી ગઇ. તેણે લોપાના આખા શરીરમાં મસાજ વેકસ અને ફેશિયલ કરવાનુ શરૂ કરી દીધુ. સાંજ પડ્યે તેને ડિનર આપવામાં આવ્યુ પણ લોપાએ જોયુ કે બ્રેકફાસ્ટની જેમ ડિનરની ક્વોન્ટીટી ખુબ જ ઓછી હતી. તેણે મને કમને ફટાફટ ડિનર કરી લીધુ. ડિનર બાદ તે ખુબ જ થાકેલી હોવાથી બેડ પર પડતા જ તે ઊંઘી ગઇ. સવારે લોપાની ઊંઘ ઉડી ત્યારે તેનુ માથુ ખુબ ચકરાતુ હતુ. લોપાને સવારે ચા પીવાની ટેવ હતી જ અને અહી આવ્યા બાદ તેને ચા મળી જ ન હતી આથી તેનુ માથુ ચકરાવા લાગ્યુ હતુ.

થોડી વારમાં જ એક સર્વન્ટ ફીલ્ટર્ડ પાણીની બોટલ, અને બ્રેકફાસ્ટ આપી જતો રહ્યો. આજે પણ લોપાએ જોયુ કે બ્રેડ અને જામ જ હતા જે તેને બિલકુલ ભાવતા ન હતા. પરંતુ ભુખ આગળ જે મળતુ તે ખાઇ લેતી હતી. બીજે દિવસે પણ ડાન્સ શીખવામાં અને બ્યુટી ટ્રીટમેન્ટમાં રાત પડી ગઇ. આજે રાત્રે ડિનરમાં તેને ફકત જ્યુશ જ આપવામાં આવ્યુ. આજે રાત્રે તેને પોલ ડાન્સ કરવાનો હતો. જ્યુશ પી લીધા બાદ મેક અપ મેન આવ્યો. સાથે તે લોપા માટેનો આજનો ડ્રેસ લાવ્યો હતો. લોપાને તે ડ્રેસ ચેન્જ કરવા તેણે ઇશારાથી સુચના આપી. લોપાએ એક વસ્તુ માર્ક કરી હતી કે તેની પાસે જે કોઇ પણ આવતુ હતુ તે કોઇ તેની સાથે વાતચીત કરતુ ન હતુ. બસ ઇશારાથી તેને સમજાવતુ હતુ. લોપાએ ઘણી લેંગવેજમાં બધા સાથે વાતો કરવા પ્રયાસ કર્યો પરંતુ કોઇ તેની ભાષા સમજતુ ન હતુ. લોપા સમજી શકતી ન હતી કે આ લોકો ક્યા દેશના છે અને અંગ્રેજી પણ કેમ સમજતા નથી?

લોપાને આવો ડ્રેસ પહેરવામાં સંકોચ થતો હતો. તેણે બેબશ બની ડ્રેસ પહેર્યો અને જોયુ કે તેના શરીરનો નેવુ ટકા ભાગ ખુલ્લો હતો. માત્ર તેના પ્રાઇવેટ પાર્ટ્સ ઢંકાય તેટલો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તે પણ ઘણો બધો ટ્રાન્સ્પરનટ હતો.

***************************

અડધા કલાક સુધી કોઇ જ રિપ્લાઇ ન મળતા જગ્ગુ ખુબ જ ટેન્શનમાં આવી ગયો. તેણે વિચાર્યુ કે કોલ કરે પરંતુ દિપકભાઇને શક જશે માટે ફોન કરવાનુ માંડી વાળ્યુ. ફોન મુક્યા બાદ દીપકભાઇ મેઇલ ચેક કરવા લાગ્યા. મેઇલ ખોલતા જ એક વિડિયો એટેચ કર્યો હતો. તેણે વિડિયો પ્લે કર્યો. લોપા એક ખુરશી પર બેસીને બોલી રહી હતી. “મમ્મી પપ્પા પ્લીઝ હેલ્પ મી. એક ખતરનાક ગેંગ દ્વારા મારુ અપહરણ થયુ છે. તેઓ ખુબ જ ખતરનાક છે. તમે જલ્દીથી તેઓ કહે તેટલી રકમ લઇને મલેશિયા આવી જાવ. નહિ તો તેઓ મારા કટકા કરી નાખશે. પ્લીઝ કોઇને કહેવાની કોશિષ કરી છે તો તમે મને હમેંશા માટે ગુમાવી દેશો. તેનુ નેટર્વક ખુબ જ જોરદાર છે. પ્લીઝ પપ્પા આ મેઇલના રિપ્લાઇમાં યસ લખી મોકલો એટલે તેઓ તમને એડ્રેસ અને પૈસાની રકમ કેટલી આપવી તે મોકલાવશે. પપ્પા પ્લીઝ હેલ્પ મી મને અહીં નહિ ગમતુ. મને બચાવી લો પ્લીઝ પાપા. પ્લીઝ.” વિડિયો જોઇને દીપકભાઇ ખુબ જ ટેન્શનમાં આવી ગયા તેણે અનસુયા બહેનને પણ વિડીયો બતાવ્યો. બંન્ને એ ત્રણ ચાર વખત વિડીયો પ્લે કરીને જોયુ. તેઓ ખુબ જ ચર્ચા કરીને દીકરીના પ્રેમ ખાતર યસનો રિપ્લાઇ કરવાનુ નક્કી કર્યુ. તેમની એકની એક દીકરી મુસીબતમાં હતી તેઓ લાગણીના પ્રવાહમાં બધુ જ ભુલી ગયા. તેઓનો કોન્ટેક અને નેટર્વક ખુબ જ વિશાળ હતુ. તેઓએ રાત્રે બે વાગ્યે યસનો રિપ્લાઇ કરી દીધો. જગ્ગુએ કમ્પ્યુટર પર બેસીને ચાર કલાક વેઇટ કર્યો ત્યારે યસનો રિપ્લાઇ આવ્યો ત્યારે તે ખુશ થઇ ગયો ચાર કલાકમાં તો તેને પરસેવો વળી ગયો હતો. તેણે ફટાફટ મેઇલમાં મલેશિયાનુ એડ્રેસ અને સત્તાવીસ કરોડની રકમ લખીને મોકલાવી સાથે બીજો વિડીયો પણ એટેચ કર્યો. મેસેજ વાંચીને દિપકભાઇને ખુબ જ ગુસ્સો આવી ગયો. સ..............ત્તા..........વી...............સ કરોડ??? સત્તાવીસ કરોડ ખુબ જ મોટી રકમ હતી. તે પોતાનો બંગલો અને હોટેલ બધુ વેચી નાખે તો પણ એટલા ભેગા થઇ શકે તેમ ન હતા. કોઇએ તેને પાયમાલ બનાવી નાખવા જ આખુ ષડયંત્ર રચેલુ લાગતુ હતુ. તેણે ધૃવને ફોન જોડયો પરંતુ લાગ્યો જ નહિ. તેઓએ એટેચ કરેલો વિડીયો પ્લે કર્યો. લોપાને કોઇ ઢસડીને લઇ જતુ હતુ અને તે પાપા પ્લીઝ હેલ્પ મી એવી બુમો પાડી રહી હતી. “લોપા” અનસુયા બહેન તો ત્યાં જ ચીસ પાડી ઢળી પડયા. દીપકભાઇને પણ ખુબ જ ટેન્શન આવી ગયુ તે કાંઇ પણ વિચારી શકવા શક્તિમાન ન હતા. તેણે અનસુયાબહેનને પાણી છાંટી ઉઠાડયા. બંન્ને એકબીજાને વળગીને રડવા લાગ્યા. “ગમે તેમ કરીને મારી દીકરીને બચાવો. કોણ શૈતાન લોકો હશે? મારી દીકરીના શુ હાલ કરશે? અજાણ્યા દેશમાં ફસાયેલી છે. તેને બચાવી લો.” “હા અનસુયા હુ મારાથી બનતી કોશિષ કરીશ પરંતુ સત્તાવીશ કરોડ રૂપિયા એકસાથે કયાંથી લાવવા ઉભા ઉભ આ બંગલો અને હોટેલ કેમ વેચવા?” “ગમે તેમ કરો મારુ ફુલ મુસીબતમાં છે તેને બચાવો.”

“અનસુયા હુ કાંઇક વિચારુ છુ.” દીપકભાઇને છાતીમાં જોરદાર સણકા ઉપડયા પરંતુ અનસુયા બહેનની હાલત જોઇ તે કાંઇ બોલ્યા નહી અને રસોડામાં છાનામાના જઇને બલ્ડ પ્રેશર લો કરવાની ગોળી ગળી આવ્યા.

ક્રમશઃ

લોપાના જીવનમાં આટલી હદ્દે દુઃખ આવી પડ્યુ કે તેણે નાછુટકે પોતાની ઇજ્જત દાવે મુકવાનો વારો આવી ગયો. શું લોપા આ ટાઇપનો સ્ટ્રીપ ડાન્સ કે પોલ ડાન્સ કરી શકશે? શું લોપા અજાણ્યા લોકો દ્વારા થતી છેડછાડ સહન કરી શકશે? શું દિપકભાઇ જગ્ગુના જાલમાં ફસાઇ જઇ તે સત્તાવીસ કરોડ આપશે કે પોલિસને ફરિયાદ કરશે? જાણવા માટે વાંચતા રહો પ્લીઝ હેલ્પ મી.......