Please Help Me - Part - 1 books and stories free download online pdf in Gujarati

પ્લીઝ હેલ્પ મી , પાર્ટ-૧

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ :- પ્લીઝ હેલ્પ મી,પાર્ટ-1

વિષય : સસ્પેન્સ સ્ટોરી.

“હેલો, કોણ બોલે છે? આ ફોન જેનો છે તેને સિવિઅર હાર્ટ એટેક આવ્યો છે અને અત્યારે સિવિલ હોસ્પીટલમાં સારવાર ખાતે લઇ ગયા છે અને તમે જલ્દીથી સિવિલ પહોચજો.” અજાણ્યા વ્યક્તિના આવા કોલથી લોપાના પગ ધ્રુજી ગયા.

તે પોતાના નોકર રામસિંહને ઘરની જવાબદારી સોંપીને પોતાની હોંડા અમેંઝ કાર લઇને સિવિલ હોસ્પીટલ તરફ ભાગી. તેના મમ્મી પોતાની કોલેજના સ્ટાફ સાથે હરદ્વાર ગયા હતા તેના પિતાજીને થોડુ પોતાનુ કાર્ય હતુ એટલે તે નીકળી નહોતા શક્યા. ઘરે બાપ દીકરી એકલા જ હતા. આજે સવારે વહેલા પપ્પા વોક માટે ગયા હતા. નવ થવા આવ્યા તો પણ તેઓ આવ્યા ન હતા. સામાન્ય રીતે તેઓ આઠ વાગ્યા સુધી આવી જાય પછી બાપ દીકરી બંન્ને સાથે બેસીને નાસ્તો લે પરંતુ કયારેક ગાર્ડનમાં મિત્રો સાથે વાતોએ ચડી જાય તો નવ સાડા નવ થઇ જતા. આજે પણ આઠ વાગ્યા સુધી પપ્પા ના આવ્યા એટલે લોપાએ નાસ્તો કરી લીધો. તેને આજે તેની ફ્રેન્ડ રાગિનીના લગ્ન માટે ખરીદી કરવા સાથે જવાનુ હતુ એથી તે હજુ તૈયાર થતી હતી ત્યાં કોલ આવ્યો અને સીધી સિવિલ સુધી દોટ મુકી. દસ મિનિટમાં તે સિવિલ હોસ્પીટલ પહોંચી ગઇ આ દસ મિનિટ તેના માટે નર્ક સમાન પસાર થઇ. રસ્તામાં કાંઇક અમંગળ વિચારો એ ઘેરો ઘાલી લીધો. ધ્રુજતા ધ્રુજતા હાથે માંડ કાર ડ્રાઇવ કરતી હતી. રસ્તામાં બધા સ્પીડ બ્રેકર પર ગાડી જતી રહી અને સિગ્નલ તો એકેય દેખાયા જ નહી. આવી રફ ડ્રાઇવિંગ તેણે કયારેય કરી જ ન હતી. લોપા આમ તો શાંત અને સમજુ વ્યક્તિ હતી. ડ્રાઇવિંગ શુ કોઇ પણ બાબતમાં તે ખોટી ઉતાવળ અને ધાંધલ કરતી નહી પરંતુ આજે આ રીતના ન્યુઝ મળવાથી તે મનથી ગભરાઇ ગઇ હતી.

લોપા શહેરના જાણીતી હોટેલ “તાજ ક્વિન” ના માલિક અને પ્રખ્યાત સામાજિક કાર્યકર શ્રી દીપક રહેજા અને મેડિકલ કોલેજના પ્રાધ્યાપિકા શ્રીમતી અનસુયા રહેજાની એકની એક લાડકી દીકરી હતી. લોપાએ હમણાં જ પોતાનુ એન્જિનિયરિંગ પુરૂ કર્યુ હતુ. અને હાલ તે વેકેશનના મુડમાં હતી પછી જોબ કરવાનુ વિચાર્યું હતુ. તેના માતા-પિતા તેને લાયક મુરતિયો શોધતા હતા. લોપા તેના માતા-પિતાની જેમ જ ખુબ જ ડાહ્યી, ઠરેલ અને સમજુ હતી. કોલેજ લાઇફમાં પણ ખોટી આછકલાઇ તેનામાં ન હતી. મૃદુ ભાષી, વિચારશીલ લોપાને વાંચનનો અને ટી.વી. પર મુવિઝ જોવાનો ખુબ જ શોખ હતો. લોપા સિવિલ હોસ્પીટલના દરવાજે પહોંચી ત્યારે યાદ આવ્યુ કે તેના પિતાજી ક્યાં વોર્ડમાં છે તે તો પુછ્યુ જ ન હતુ. તેણે પોતાનો મોબાઇલ લઇને પિતાજીના ફોનમાં કોલ કર્યો થોડીવાર સુધી રીંગ વાગતી રહી પછી પેલી વ્યક્તિએ ફોન ઉપાડયો, હેલો મિસ્ટર મારા પિતાજી ક્યાં વોર્ડમાં છે? હુ સિવિલ પહોંચી ગઇ છુ”

“યા સોરી મેડમ એ કહેવાનું હું ભુલી જ ગયો.મારુ નામ ધ્રુવ છે અને મેમ તમારા પિતાજી હાર્ટ વિભાગના આઇ.સી.યુ. ના બેડ નં. 5 પર છે. હુ ત્યાં જ છુ તમે ત્યાં પહોંચો.” લોપા રિસ્પેશનિસ્ટને હાર્ટ વિભાગ વિશે પુછીને દોડીને હાર્ટ વિભાગના આઇ.સી.યુ.માં ગઇ ત્યાં બેડ નંબર પાંચ પાસે એક યુવાન ઉભેલો હતો અને એક નર્સ તેના પિતાજીને ઇન્જેકશન આપતી હતી. લોપા દોડતી તેના પપ્પાના બેડ પાસે પહોંચી ગઇ. તેના પપ્પાને હાર્ટ રેટના મશીન ફિટ કરેલા હતા અને તેના પપ્પા ઘેનમાં હતા. તેના પિતાજીની હાલત જોઇ લોપા થોડી વાર માટે તો હેબતાઇ ગઇ કે અચાનક આ રીતે તેમને શું થઇ ગયુ,“શુ થયુ ? પપ્પા, પપ્પા ઉઠો” લોપાએ તેના પપ્પા પાસે જઇને તેના માથા પર હાથ મુકીને કહેવા લાગી. “મેમ કાલ્મ ડાઉન, સાઇલન્ટ પ્લીઝ આ આઇ.સી.યુ. છે અને પેશન્ટને ઘેનનુ ઇન્જેકશન આપવામાં આવ્યુ છે અને તેને 48 કલાક બોલવાની સખત મનાઇ છે. બાય ધ વે તમે કોણ છો? પેશન્ટના રીલેશનમાં છો કે?” ત્યાં ડ્યુટી પર ફરજ બજાવતી નર્સે કહ્યુ. “હા, આઇ એમ લોપા હિઝ ડોટર.” લોપાએ ઉતર આપ્યો. ઓ.કે. મેડમ, તમે જરાક મારી સાથે બહાર આવજો થોડી ફોર્માલીટી પુરી કરવાની છે.અત્યારે પેશન્ટને આરામ કરવા દો.” લોપા આઇ.સી.યુ.માંથી બહાર નર્સ સાથે ગઇ અને નર્સ તેને ડોક્ટરની કેબિન બાજુ લઇ ગઇ. ધ્રુવ પણ તેની સાથે આવ્યો હવે બીજી એક નર્સ અને વોર્ડ બોય દીપકભાઇ સાથે હતા. “સાહેબ આ બેડ નંબર પાંચના પેશન્ટના ડોટર છે.” નર્સે ડોક્ટરની કેબિનમાં જઇને કહ્યુ. “બેસો પ્લીઝ. મીસ તમારા પિતાજીને સિવિયર હાર્ટ એટેક આવ્યો છે અને આ મિસ્ટર ધ્રુવ જો તેમને તાત્કાલિક અહીં ના લાવ્યા હોત તો તેને બચાવી ન શકાયા હોત. હાલ કોઇ ચિંતા જેવું નથી, થોડા દિવસ અન્ડર ટ્રીટમેન્ટ રહેવું પડશે. અત્યારે તે ખતરાની બહાર છે. પરંતુ 48 કલાકમાં ગમે ત્યારે બીજો મોટો એટેક આવી શકે છે માટે તેને સારવાર હેઠળ રાખ્યા છે પેશન્ટ સાથે કોઇ પણ જાતની વાતચીત કરવાની નથી. તે ભાનમાં આવે ત્યારે તેને હળવો સુપાચ્ય હોસ્પિટલની કેન્ટિનમાં મળતો સાદો ખોરાક આપવાનો છે. પરિસ્થિતિની ગંભીરતા તમે સમજી શકો માટે તમને આ બધુ કહુ છુ બાકી કોઇ ટેન્શન લેવાની જરૂર નથી. હોસ્પિટલ સ્ટાફ અને હુ 24 કલાક તેમની સારવારમાં જ છીએ અમે અમારી બનતી મહેનત તેની સારવાર માટે કરીશુ” ડોકટર મહેરાએ કહ્યુ. “ઓ.કે. ડોક્ટર થેન્કસ અ લોટ ફોર યોર કાઇંન્ડ ટોક”

“વેલકમ મેડમ. ઇટસ માય ડ્યુટી. શું આ પહેલા તેમને ક્યારેય સીવીયર કે નોર્મલ એટેક આવ્યો હોય તેમ બન્યુ છે?” “ના સર. આ પ્રથમ વખત જ આ રીતે બન્યુ છે.બાકી તેમને બીજી કોઇ પણ જાતની તકલીફ નથી. હી ઇઝ કમ્પ્લીટલી ફીટ એન્ડ ફાઇન. એવરી મન્થ અમારા ફેમિલિ ડોક્ટર ડો. આશુતોષ શર્મા પાસે ચેક અપ કરાવે જ છે પણ રિપોર્ટ્સ નોર્મલ જ આવે છે.” “ઓ.કે. મીન્સ બી.પી. કે ડાયાબિટિસની એવી કોઇ પણ સમસ્યા નથી, રાઇટ?” “નો ડોકટર. મારા ફાધર ખુબ જ તબિયતનુ ધ્યાન રાખે અને રેગ્યુલર એરોબિક્સ એન્ડ વોકિંગ કરે છે” “ઓ.કે. ધેન નો પ્રોબ્લેમ હી ઇઝ અન્ડર ઓબઝર્વેશન ફોર્મ અવર હોસ્પિટલ પ્લીઝ ગો ટુ ધ રિસ્પેશનિશટ એન ફીલ ધ ફોર્મ” “થેન્કયુ ડોકટર” લોપાએ ઉભા થતા કહ્યુ.

ધ્રુપ પણ લોપા સાથે રિસ્પેશનિસ્ટ પાસે ગયો. ત્યાં એક ફોર્મ પર સહી લેવાની હતી. તે કરી લીધી અને પછી દવા માટેનુ લોપાને પુછ્યુ “આ સરે બધી દવાઓ લઇ લીધી છે રિસ્પેશનિસ્ટ ગર્લે ધ્રુવ તરફ આંગળી ચીંધી કહ્યુ લોપાએ ધ્રુવ તરફ ફરીને કહ્યુ, “ઓહ આઇ એમ ફરગેટ ટુ થેન્ક યુ. થેન્ક્સ અ લોટ.યુ આર સો કાઇન્ડ, થેન્ક્યુ વેરી વેરી મચ. તમે મારા ફાધરની જીંદગી બચાવી છે તમારો આ ઉપકાર હુ કોઇ પણ રીતે ચુકવી શકુ એમ નથી. આઇ વીલ બી થેન્કફુલ ટુ યુ વ્હોલ ઓફ માય લાઇફ. આજની આ ભાગદોડભરી જીંદગીમા તમારા જેવા પરોપકારી લોકો બહુ જૂજ જોવા મળે છે.” “ઇટ્સ ઓકે મેડમ” ધ્રુવ હજુ બોલવા જતો જ હતો ત્યાં વચ્ચેથી અટકાવી લોપાએ કહ્યુ. “આઇ એમ લોપા. મેડમ કહો નહી તો ચાલશે.” “મીસ લોપા ઇટ્સ ઓ.કે. ધીસ ઇઝ માય ડ્યુટી.મુસીબત વખતે માણસ માણસને કામ ન આવે તો આપણી માણસાઇ શા કામની? ડોન્ટ વરી એટ ઑલ. કોઇ પણ કામ પડે ત્યારે મને જરૂરથી કહેજો. એન્ડ સોરી મારે આજે કોલેજમાં પેપર છે તો હુ નીકળુ છુ અને પેપરબાદ હુ પાછો આવુ છુ. કોઇ પણ હેલ્પની જરૂર હોય તો મને કહેજો મારૂ ફેમિલી તો અહીં નથી પરંતુ મારા મિત્રો અહીં ઘણા છે તો તેને હું મોકલી આપીશ.” “ઓહ રીઅલી કાઇન્ડ ઓફ યુ બટ નો પ્રોબ્લેમ તમે નિરાંતે એકઝામ આપી આવો તમારી એકઝામ માટે બેસ્ટ લક. હુ અહીં જ છુ અને મારા અંકલ અને આન્ટી હમણા આવતા જ હશે અને મારા મમ્મી પણ બે કલાકમાં આવી જશે.” “બાય ચાલો મારે બહુ મોડુ થઇ ગયુ છે, હાલ હું નીકળું છું, એક્ઝામ પુરી થયે હુ પાછો આવીશ.” “બાય” કહી લોપા ધ્રુવ સામે જોતી હતી ત્યા સામેથી તેના અંકલ અને આન્ટી જે તેના પિતાના ખાસ મિત્ર હતા તે આવતા દેખાયા. “લોપા બેટા આ શુ થયુ? રામસિંહેએ ફોન કર્યો ત્યારે અમને ખબર પડી. દીપકભાઇની તબિયત હવે કેવીક છે? માનસી આન્ટીએ આવતા વેંત કહ્યુ. “તે સારવાર હેઠળ છે, 48 કલાક હજુ ખતરો છે એમ ડોક્ટરે કહ્યુ છે પરંતુ તેઓ તેમના પુરતા પ્રયત્નો કરે છે અને પપ્પા અત્યારે ઘેનમાં છે” “બેટા મમ્મીને ફોન કર્યો કે નહિ? એવું હોય તો કે મને હું તેમને ઇન્ફોર્મ કરી દઉ” પ્રતાપ અંકલે પુછ્યુ. “ઘરેથી નીકળી ત્યારે જ ફોન કરી દીધો હતો. ડોક્ટર સાથે વાત કરી લીધી છે અને હવે જરા ફરી તેમને વાત કરી દઉ એટલે બહુ ચિંતા ન કરે તે.” “બેટા તુ નિરાંતે મમ્મી સાથે વાત કરી લે ખોટુ ટેન્શન ના લેજો ભગવાન કરશે તો બધુ સારુ થઇ જશે અમે પપ્પાને જોઇ આવીએ છીએ” માનસી આન્ટીએ કહ્યુ. “આન્ટી ડોક્ટરે તેની સાથે વાત કરવાની મનાઇ કરી છે કદાચ તમને અંદર પણ નહિ જવા દે.” “ઓ.કે. બેટા અમે બહાર જ બેસીશુ. તે કયા વોર્ડમાં છે?” પ્રતાપ અંકલે પુછ્યુ. “હાર્ટ સેકશનના આઇ.સી.યુ વોર્ડના બેડ નંબર ફાઇવ પર છે હુ પણ ત્યાં જ આવુ છુ” લોપા અંકલ અને આન્ટી સાથે આઇ.સી.યુ. વોર્ડ તરફ ગઇ ત્યાં નર્સે બધાને બહાર બેસવા કહ્યુ. લોપાએ ત્યાંથી જ તેના મમ્મીને ફોન કર્યો, “હેલ્લો મોમ તુ કયાં છો?” “બેટા હુ હરદ્વારથી ફલાઇટમાં નીકળુ જ છુ અને થોડી જ વારમાં ત્યાં પહોંચી જઇશ તારા પપ્પાને હવે કેમ છે?” સામા છેડેથી અનસુયાબહેને કહ્યુ. “તે સારવાર હેઠળ જ છે તુ ચિંતા ન કરજે’ “હુ એરપોર્ટ પર જ છુ અને હમણા ફલાઇટ નીકળશે તુ હિમ્મત રાખજે “ “મોમ તુ મારી ચિંતા ન કરજે માનસી આન્ટી અને પ્રતાપ અંકલ અહીં આવી ગયા છે” “ઓ.કે.બેટા ફલાઇટનુ એનાઉન્સમેન્ટ થઇ ગયુ છે હુ આવુ જ છુ.” એમ કહી અનસુયાબહેને ફોન મુકી દીધો. લોપાએ ફોન મુકી દીધો પછી તે માનસી આન્ટી પાસે ફસડાઇ પડી. માનસી આન્ટીએ લોપાના માથા પર હાથ પસવારતા કહ્યુ. “બેટા હિમ્મત રાખ તારા પપ્પાને કાંઇ નહી થાય. તેણે સમાજ માટે ઘણા સારા કાર્યો કર્યા છે અને ઘણા બધા પુણ્ય તેના ખાતામાં જમા છે તે બધા અત્યારે આડા આવશે. તુ ચિંતા ન કરજે બધુ સારુ થઇ જશે આપણે હોસ્પીટલમાં છીએ એટલે હવે કાંઇ વાંધો નહી આવે” “હા આન્ટી પપ્પાની અત્યારે અમારે જરૂર છે ભગવાનને નહી” બોલતા બોલતા લોપા રડી પડી. “દીકરા શાંત થઇ જા અત્યારે આમ ના રડાઇ દીપકને કાંઇ નહી થાઇ તે સિંહ છે સિંહ. હમણા સાજો સારો થઇ જશે. આમ હિમ્મત ના હારી જા.” પ્રતાપ અંકલે પણ લોપાને સમજાવી. માનસી આન્ટી પોતે લાવેલા પાણીની બોટલમાંથી લોપાને પાણી આપ્યુ.લોપા પાણી પીને શાંત થઇ ગઇ. થોડીવાર સુધી તેઓ આઇ.સી.યુ વોર્ડની બહાર વેઇટ કરતા રહ્યા પછી દીપકભાઇને હોશ આવ્યો એટલે તેના માટે પ્રતાપભાઇ જમવાનુ કેન્ટિનમાંથી લઇ આવ્યા. હોશ આવતા જ દીપકભાઇએ આજુબાજુ નજર ફેરવી જાણ્યુ કે તે હોસ્પિટલમા છે અને તરત જ તેઓ બોલી ઉઠયા, “બેટા હુ એકદમ ઠીક છુ તુ ચિંતા ન કરજે” ત્યાં તો નર્સ આવીને સુચના આપી ગઇ કે “તમારે કાંઇ બોલવાનુ નથી. થોડુક જમી લો પછી ડોક્ટર સાહેબ ચેક કરીને દવા આપી દે મેડમ તમને સાહેબે કહ્યુ છે ને કે પેશન્ટને બોલવાની સખત મનાઇ છે તો તેમને બહું બોલવા ન દેજો.તમે પણ બહુ વાતચીત ન કરો તેમની સાથે પ્લીઝ.” લોપાએ હિમ્મત રાખીને દીપકભાઇને જમાડવા લાગી.જમી લીધા બાદ વળી ધીરે ધીરે દીપકભાઇએ કહ્યુ, “બેટા એ તો કહ્યા કરે...............” વચ્ચે થી લોપાએ નાક પર આંગળી રાખીને રડી પડી ત્યાં ડોકટર સાહેબ ચેકિંગ માટે આવ્યા. તેણે દીપકભાઇને ચેક કરીને દવા આપી અને લોપાને કહ્યુ કે પેશન્ટ ઇસ બેટર નાઉ.” થોડીવારમાં ધ્રુવ પણ પાછો હોસ્પિટલ આવી ગયો ત્યાર બાદ તેના મમ્મી પણ આવતા દેખાયા. લોપા તેની મમ્મીને જોઇને દોડીને તેની પાસે પહોંચી ગઇ અને તેને વળગી પડતા રડવા લાગી. “બેટા કાલ્મ ડાઉન એન્ડ બી બ્રેવ ડીઅર. તારા પપ્પાને કાંઇ નહી થાય.” બન્ને આઇ.સી.યુ. વોર્ડમા પહોંચ્યા અને અનસુયાબેન પણ ઓચિંતા આવા ન્યુઝ મળવાથી મનથી ભાંગી ગયા હતા પણ ચહેરા પર દુઃખના ભાવને અળગા રાખી તે દિપકભાઇને મળ્યા. “શું થઇ ગયુ દિપક તમને આ ઓચિંતુ?”

“અરે અનુ કાંઇ થયુ નથી. જસ્ટ નોર્મલ દુખાવો છે બીજું કાંઇ નહી. આ ડોક્ટરનું તો કામ જ છે મનમાં ડરને જન્મ આપવાનું.” “પપ્પા તમને બોલવાની ના કહી છે ને ડોક્ટરે. પ્લીઝ તમે આરામ કરો.” લોપાએ તેમને બોલતા અટકાવ્યા. “ચલો આપણે બધા બહાર બેસીએ. દિપક તું આરામ કર થોડી વાર.” પ્રતાપભાઇએ કહ્યુ. “મમ્મી આ ધૃવ છે. તે જ પપ્પાને હોસ્પિટલ સુધી લાવ્યા હતા. એક ફરિશ્તા જેવું કાર્ય તેમણે કર્યુ છે આપણા માટે.” લોપાએ તેની મમ્મી અને અંકલ આન્ટીને ધૃવની ઓળખ કરાવતા કહ્યુ. “થેન્ક્સ બેટા. ગોડ બ્લેસ યુ.” અનસુયાબહેન બોલ્યા. “ઇટ્સ ઓ.કે, આન્ટી.” ધૃવે રિપ્લાય આપતા કહ્યુ. “તમે બધા અહી બેસો, હું તમારા માટે ચા-પાણીનો બંદોબસ્ત કરતો આવું.” ધૃવે કહ્યુ. “અરે નહી ધૃવ, હેરાન ન થાઓ તમે.” લોપાએ કહ્યુ. “તેમા હેરાન શું થવાનું? આવ્યા ત્યારથી સાયદ તમે કોઇએ કાંઇ જમ્યુ હશે કે નહી?” કહેતો તે નીકળી ગયો. લોપા ધૃવનો તરવરાટ અને તેની તરોતાજા સ્ફુર્તિ જોતી રહી ગઇ.

“હીઅર ઇઝ યોર ટી વીથ બ્રેકફાસ્ટ” કહેતા તેણે ગરમાગરમ ચા સાથે વેફર્સ અને બીસ્કિટ્સ સર્વ કર્યા. “બેટા આ ફોર્માલીટીની જરૂર ન હતી. યુ હેવ ડન ગ્રેટ જોબ ટુ હેલ્પ અસ ઇન ધીસ ક્રીટીકલ શીચ્યુએશન.” અનસુયાબહેને કહ્યુ. “આન્ટી ઇટ્સ ઓ.કે. આઇ લાઇક ટુ હેલ્પ યુ.” ધૃવે હસતા હસતા બધાને પ્લેટ્સ સર્વ કરતા કહ્યુ.

ધૃવે અને બધાએ સાથે મળી હળવો નાસ્તો લીધો અને પ્રતાપભાઇ અને માનસીબેન રજા લઇ ઘર જવા નીકળ્યા. અનસુયાબેન પણ દિપકભાઇની પાસે અંદર બેસવા ગયા.આ બાજુ ધૃવ અને લોપા બન્ને એકલા બેઠા હતા. “ડુ યુ લાઇક ટુ હીઅર સોંગ્સ?”

“યા આઇ લાઇક બટ નાઉ આઇ એમ નોટ ઇન મુડ ટ લીસન સોંગ્સ, સોરી.” લોપાએ ઉદાસીનતાથી જવાબ આપ્યો. “આ રીતે ઉદાસીનતા દાખવશો તો તમે પણ આઇ.સી.યુ.. ના વોર્ડ નં 7 ના પેશન્ટ બની જશો.”

“વેરી ફન્ની”

“યા આઇ એમ. આઇ નો ધેટ યુ મસ્ટ બી ઇન બેડ મુડ, સો આઇ એમ કમીંગ હીયર ટુ મેક યુ ફ્રેશ.” લોપાના ચહેરા પર મંદ સ્મિત લહેરાયુ. “યે હુઇ ના બાત. આ રીતે હસતા રહો તેનાથી તમને હિમ્મત મળશે અને નકારાત્મક વિચારો તમારાથી કોશો દૂર રહેશે મીસ લોપા.” ઓ.કે. ઓ.કે. આઇ વીલ ટ્રાય. થેન્ક્સ ફોર યોર કંપની ઇન ધીસ સિચ્યુએશન.”

“ઑલ્વેઝ રેડીટુ હેલ્પ યુ મીસ.” “લોપા પ્લીઝ કમ હીઅર. એન્ડ ઇન્ફોર્મ ધ ડૉક્ટર ઓર નર્શ ફાસ્ટ.” અનસુયાબહેને બૂમ પાડી કે તરત જ લોપા અને ધૃવ બન્ને દોડીને આઇ.સી.યુ. સેન્ટર તરફ દોડ્યા.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED