પ્લીઝ હેલ્પ મી - ભાગ-૯ chandni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્લીઝ હેલ્પ મી - ભાગ-૯

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ :- પ્લીઝ હેલ્પ મી,પાર્ટ-9

વિષય : સસ્પેન્સ સ્ટોરી.

લોપા રેડ્ડી થઇ રૂમમાં આવી ગઇ. તેને મેક અપ મેન સામે આવતા પણ સંકોચ થતો હતો પણ તેને નાછુટકે તેની સામે આવવુ પડ્યુ. મેકઅપમેને લોપાને ખુબ ડાર્ક મેકઅપ કરી દીધો. લોપાને તેની લાઇફમાં રીઅલ સુંદરતા જ પસંદ હતી. તે ભાગ્યે જ મેકઅપનો ઉપયોગ કરતી પણ આજે તેના ચહેરા પર આટલા બધા કોસ્મેટીક્સ લગાવવામાં આવ્યા હતા કે તેનો કોઇ પાર ન હતો.

લોપા રેડ્ડી થઇ ગયા બાદ મેકઅપમેન જતો રહ્યો. લોપા અરિસા સામે ઉભી પોતાને જોઇ રહી હતી. કોસ્મેટીક્સ લગાવેલા ચહેરાની પાછળ લોપાની અસલ સુંદરતા છુપાઇ ગઇ હતી. થોડી જ વારમાં મારીયા અને સેન્ડ્રા આવી અને લોપાને નીચે ડાન્સ બારમાં લઇ જવા લાગી. નીચે ડાન્સ બારનું દ્રશ્ય જોતા જ લોપાના તો હોંશ ઉડી ગયા. બહુ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમા આધેડ વયના લોકો, યુવાનો અને અમુક ટીનએજ છોકરાઓ પણ હતા. ડાન્સબારમાં રાઉન્ડ આકારે ટેબલ ગોઠવાયેલા હતા અને વચ્ચે અમુક યુવતીઓ અર્ધનગ્નાવસ્થામાં કામુક અદ્દાથી ડાન્સ કરી રહી હતી. અમુક પુરૂષો તે છોકરીઓની નજીક જઇ તેને સ્પર્શ કરતા હતા અને પૈસાની વર્ષા તે છોકરીઓ પર કરી રહ્યા હતા. લોપા આ દ્રશ્ય જોઇ દંગ બની ગઇ. મારીયા અને સેન્ડ્રાએ લોપાને ડાન્સ સ્ટેજ પર ધકેલી દીધી. એક ભારતિય યુવાન ગર્લને જોઇ બધા ચિચિયારી પાડી ઉઠ્યા. લોપાને ડાન્સ કરવાની જરા પણ ઇચ્છા થતી ન હતી પણ કમને તેણે ડાન્સ કરવાનુ શરૂ કરી દીધુ. એક પછી એક ત્રણ-ચાર યુવાનો તેની નજીક આવી ગયા અને તેની સાથે કામુકતાથી ડાન્સ સ્ટેપ કરવા લાગ્યા. એક ઉધ્ધત યુવાને લોપાની બ્રેસ્ટ પર સરાબનો ગ્લાસ ઉછાળતા જ લોપા સ્તબ્ધ બની ગઇ. તેના પગ થંભી ગયા. એક વાર તો તેનો હાથ ઉપડી જવાનો જ હતો પણ પોતાના ગુસ્સાને કન્ટ્રોલ કરી તે ફરી ડાન્સ કરવા લાગી. પેલા યુવાનો લોપાના શરીર સાથે ચેડા કરતા ડાન્સ કરતા હતા અને તેના પર પૈસાની નોટો ઉછાળતા હતા.

અચાનક લોપાને ચક્કર આવતા હોય તેવુ ફીલ થયુ પણ તેને પહેલેથી જ સ્ટ્રીક્ટ સુચના આપવામાં આવી હતી કે જ્યાં સુધી મ્યુઝીક બંધ ન થાય ત્યાં સુધી ડાન્સ પણ ચાલુ જ રહેવો જોઇએ તેથી તે ડાન્સ કરે જઇ રહી હતી. અચાનક જ લોપા બેભાન બની ડાન્સ ફ્લોર પર ઢળી પડી.

હોંશમાં આવી ત્યારે તે પોતાના રૂમમાં પડી હતી. તેણે જોયુ કે બાજુમાં બ્રેકફાસ્ટની ટ્રે આવી ગઇ હતી.તેના શરીરમાં ખુબ પિડા થતી હતી. અસહ્ય દુખાવાને કારણે તે ઉભી થઇ શકે તેવી સ્થિતિમાં પણ ન હતી. તે બહુ બધી હિમ્મત ઝુટાવી બેઠી થઇ અને થૉડો નાસ્તો કરી પાણી પી ફરી સુઇ ગઇ. લોપાને રડવુ હતુ,મન મુકીને તેની હૈયાની વેદના ઠાલવવી હતી પણ તે જાણતી હતી કે અહી તેની પિડા કે દર્દ સમજી શકે તેવુ કોઇ ન હતુ. અહી બસ તે એક યંત્ર સમાન બની ગઇ હતી, પૈસા એકઠા કરવાનુ યંત્ર જેમા તેણે પોતાના શરીરને વેંચીને બીજાને માલદાર બનાવવાના હતા.

********************

લોપાનો વિડીઓ જોયા બાદ બન્ને પતિ-પત્ની ઉપાધીમાં મુકાઇ ગયા. આખી રાત્રી દીપકભાઇ બસ માથે હાથ દઇ બેસી રહ્યા અને અનસુયાબેન રડતા રહ્યા. વારેવારે તે ધૃવને કોલ કરી રહ્યા હતા પણ તે બન્નેને ક્યાં ખબર હતી કે જેને તે કોલ કરી રહ્યા છે તે જ તેની બધી આધી-વ્યાધીનુ કારણ છે.

ચિંતામાં ને ચિંતામાં સવાર પડી ગઇ. દીપક્ભાઇએ પોતાના ખાસ મિત્ર પ્રતાપભાઇને કોલ કરી ઘરે બોલાવી લીધા. થોડી જ વારમાં પ્રતાપભાઇ આવતા દિપકભાઇએ તેને કહ્યુ , “પ્રતાપ મારે અરજન્ટ પૈસાની જરૂર છે એટલે તને બોલાવ્યો છે. જો આ રહ્યા મારા મકાન અને હોટેલના દસ્તાવેજ. એ હું તને આપી દઉ છુ તેના બદલામાં તુ મને અત્યારે જ સત્તર કરોડ રૂપિયા આપ.”

“સતર કરોડ? એવી તે શું જરૂર આવી પડી અચાનક તને સતર કરોડ રૂપિયાની? બધુ બરોબર તો છે ને?” પ્રતાપભાઇ બોલી ઉઠ્યા. “એ બધુ તુ મને અત્યારે ન પુછ. બસ એ જાણી લે કે મારે કોઇ પણ સંજોગોમાં આ રકમ જોઇએ જ છે.હું તને બધી વાત કરીશ પણ અત્યારે મને રકમનો બંદોબસ્ત કરી દે.”

ઠીક છે રકમનો ઇન્તજામ તો થઇ જશે, તેની ચિંતા ન કર પણ આ બધુ દસ્તાવેજ શું કામ તું મને આપે છે? તારે પૈસાની ઘણી વખત જરૂર પડી છે અને મે તને આપ્યા જ છે. મને તારા પર પુરો વિશ્વાસ છે માટે દોસ્ત આ બધા પુરાવા તારી પાસે જ રાખ.”

“ના દોસ્ત, આ વખતે પરિસ્થિતિ જ એવી સર્જાઇ છે કે મારે આ દસ્તાવેજી પુરાવા તને આપવા પડે તેમ છે. આ વખતે સાયદ હુ આ પૈસા પાછા આપી શકુ તેમ નથી. મારે આ બધુ વેંચવુ જ પડશે. મારે તાત્કાલીક પૈસા જોઇએ છે એટલે જ તને આ કાગળ આપ્યા છે. હું મલેશિયા જવા નીકળું છું. પાછ્ળથી તું આ બધુ વેંચી નાખજે અને વધેલા પૈસા તારી પાસે જ રાખજે.” “ઓ.કે પણ કાંઇ ટેન્શન હોય તો પ્લીઝ મને જણાવ હું તારી બનતી હેલ્પ કરીશ. વિના સંકોચે મને જણાવ તુ પ્લીઝ. તારા ચહેરા પર અંકાયેલા દુઃખના ભાવ જોઇ મને લાગે છે કે નક્કી બહુ મોટી આફતમાં છે તું.” “નહી નહી અત્યારે પ્લીઝ એ બધી વાત રહેવા દે અત્યારે. હું વખત આવ્યે તને બધુ જણાવીશ.” “ઠીક છે દોસ્ત. કાલે તને રકમ મળી જશે. ચિંતામુક્ત બની જા તુ.” “થેન્ક્યુ દોસ્ત થેન્ક્યુ વેરી મચ. તારો આ અહેશાન મને આજીવન યાદ રહેશે.” “અરે યાર થેન્ક્સ કહેવાની કોઇ જરૂર નથી. એક મિત્ર હોવાના નાતે મારી ફરજ છે કે તને બનતી હેલ્પ કરું. મુસિબતના સમયે જો હું તને કામ ન આવું તો દોસ્ત કહેવાનો મને કોઇ હક જ નથી ને. ચલ હવે હું નીકળું છું. કાલે સવારે તને રકમ મળી જશે.”

પ્રતાપભાઇ નીકળી ગયા પછી દીપકભાઇએ ઘરમાંથી બધા પૈસા એકઠા કરી લીધા અને અનસુયાબેનના ઘરેણા અને બેંકની પાસબુક લઇને નીકળતા હતા ત્યાં અનસુયાબેને કહ્યુ , “દિપક રકમનો ઇન્તઝામ થઇ તો જશે ને? મારુ ફુલ કાંટાની વચ્ચે છે અત્યારે. તેને હલ્કી ખરોંચ પણ મારા બરદાસ્તની બહાર છે.”

“હા અનસુયા તારા ઘરેણા, અને બેન્કમાં રહેલી રકમ અને ફેક્સ ડિપોઝિટ એ બધુ મળી સાયદ પૈસાનો બંદોબસ્ત થઇ જ જશે. હું નીકળું છું અત્યારે અને હા, મારે મોડુ થાય તો પ્લીઝ જમી લેજે અને એક જરૂરી વાત કે આંખમાં આંસુ ન લાવજે. આપણા કોમળ ફુલને કોઇ પણ કાંટા પરેશાન નહી જ કરી શકે. સમજી???”

દિપક, કાળજાનો કટકો પરેશાનીમાં હોય ત્યારે માના ગળેથી અન્નનો દાણો કેમ ઉતરે? જ્યાં સુધી હું તેના ચહેરા પર નિર્ભયતાનું હાસ્ય રમતુ ન જોઇ લઉ ત્યાં સુધી મારા દિલને ચેન નહી પડે.”

“ઠીક છે પણ તુ રસોઇ તો બનાવી રાખજે, આપણે સાથે બેસી જમીશું.” કહેતા દિપકભાઇ નીકળી તો ગયા પરંતુ તેનુ મન પણ ઉચાટભર્યુ જ હતુ. તેને પણ જમવાનુ ઉકલે તેમ ન હતુ પણ તે સમજતા હતા કે જમવાનુ છોડી દેવાથી કાંઇ મુશ્કેલી હલ થાય તેમ નહી અને વળી હજુ મલેશિયા પણ જવાનુ હતુ.

દિપકભાઇએ બધા ઘરેણા વેચી નાખ્યા. ફિક્સડ ડિપોઝિટ વીથડ્રો કરી લીધી. તેમનુ અને અનસુયાબેનનું બેન્ક બેલેન્સ પણ નીલ કરી દીધુ ત્યારે મહાપરાણે બીજી રકમનો ઇન્તઝામ કરી શક્યા. બધી રકમ એક મોટી બેગમાં ભરી સાચવતા તે ઘરે પહોંચ્યા. ઘરે આવી જોયુ તો અનસુયાબેન લોપાનો ફોટો હાથમાં લઇ રડતા હોલમાં બેઠા હતા.દિપકભાઇએ તેની પાસે જઇ તેના માથે હાથ ફેરવતા સમજાવ્યા અને લોપાની અને પોતાની કસમ આપી મહાપરાણે તેને જમાડ્યા. પોતાને પણ જમવાની ઇચ્છા ન હતી પણ અનસુયાબેન ખાતર તે પણ થોડુ જમ્યા.

*******************

લોપા ઉઠી તો તેણે જોયુ કે બે ઉંચા પડછંદ બ્લેક નિગ્રો ટાઇપ યુવાન તેના રૂમમાં હતા. તેને જોઇ લોપા ડરી ગઇ. લોપાને જાગેલી જોઇ તેણે તરત જ લોપાને ઇંજેક્શન લગાવી દીધુ. લોપા દર્દથી કરાહી ઉઠી પણ પેલો યુવાન તો ઇંજેક્શન લગાવી નીકળી ગયો. ઇંજેક્શનની અસર થોડી વારમાં લોપાને વર્તાવા લાગી. વળી તેને ચક્કર આવતા હોય તેવુ ફીલ થવા લાગ્યુ. તે બાથરૂમમાં ફ્રેશ થવા જવા માટે ઉભી તો થઇ પણ ચક્કર ખુબ વધી ગયા અને વળી તે બેડ પર ઢળી પડી. જ્યારે તે જાગે ત્યારે તેને એક ઇંજેક્શન લગાવી દેવામાં આવતુ. સાયદ તેને નશાના ઇંજેક્શન આપવામાં આવતા હોય તેમ લોપાને લાગ્યુ. લોપાના રૂમમાં ઘણા યુવાનો અને યુવતીઓ આવતા પણ કોઇ સાથે તે વાતચીત કરી શકતી જ નહી. ત્મની અંજાન ભાષાને કારણે લોપાને કોમ્યુનીકેશનમાં ખુબ પ્રોબ્લેમ થતી. લોપા હવે બસ યંત્રવત્ત બની બધુ જોયે રાખતી અને તેની દુર્દષા પર રડે રાખતી.

*********************

બીજે દિવસે પ્રતાપભાઇ પાસેથી પૈસા મળી ગયા એટલે કોઇને પણ કાંઇ પણ કીધા વિના દિપકભાઇ અને અનસુયાબેન મલેશિયા જવા નીકળી ગયા. હૈયામાં હિમ્મ્ત અને ભગવાનના નામ સાથે તેઓ નીકળી ગયા. કયારેક પરિસ્થિતિ આપણી સામે ખુબ જ વિકટ આવી જાય છે અને તેનો સામનો કરવો ખુબ જ અઘરો પડી રહ્યો હોય છે પરંતુ તે આપણા આગલા પાછલા કર્મો હોય છે જે આપણે ચુકવી રહ્યા હોઇએ છીએ. મલેશિયા પહોંચતા જ આપેલા સરનામા પર દીપક રહેજા અને અનસુયાબહેન પહોંચી ગયા. તે સ્થળ એક હોટેલ હતી તેના એક રૂમમાં તેઓને બોલાવવામાં આવ્યા હતા. અજાણી જગ્યાએ તેઓ પહોંચી તો ગયા પણ મનમાં એક અલગ જ પ્રકારનો ડર તેમને મેહસુસ થઇ રહ્યો હતો રૂમમાં પ્રવેશતા જ તેઓએ જોયુ કે આખો રૂમ અંધારિયો હતો. એક પણ લાઇટ ચાલુ ન હતી. અચાનક તેમને એક અવાજ સંભળાયો , “આવો મિસ્ટર રહેજા. આવી ગયા તમે. આશા રાખુ છું કે મુસાફરી આરામદાયક રહી હશે.” “હા તમારા કહ્યા મુજબ હું સત્તાવીસ કરોડ લાવ્યો છું. મારી લોપા ક્યાં છે? મને જલ્દી તેની પાસે લઇ ચાલો પ્લીઝ.” “હા...હા.. લોપા મળી જશે તમને. આટલી ઉત્તાવળ કેમ છે તમને બન્નેને? પહેલા જરા આરામ તો કરી લો. નિરાંતે લોપા સાથે મળજો અને વાત કરી લેજો.” “નહી અમારે લોપાને મળવુ છે પહેલા. ક્યાં છે લોપા?” પેલો માણસ ખડખડાટ હસવા લાગ્યો.અચાનક આખા રૂમની લાઇટ્સ ચાલુ થઇ ગઇ અને દિપકભાઇએ જોયુ તો તેની ચોતરફ મોઢા પર સ્કાર્ફ બાંધેલા માણસો હાથમાં ગન લઇ ઉભા હતા. દિપકભાઇ સમજી ગયા કે તેઓ બહુ મોટી આફતમાં ફસાઇ ગયા છે. એક માણસે તેના હાથમાં રહેલી પૈસાની બેગ ઝુંટવી લીધી અને દિપકભાઇ અને અનસુયાબેનને બંધક બનાવી લીધા.

********************

બીજે દિવસે પણ લોપા માટે એક યુવાન ડાન્સ માટેના કપડા આપી ગયો. લોપા રેડ્ડી થઇ આવી ત્યાં મેકઅપ મેન ઉભો જ હતો. તેણે તેને સજાવી અને સેન્ડ્રાએ તેને એક ઇન્જેક્સન લગાવી તેને નીચે બારમાં ભુખ્યા કુતરાઓની વચ્ચે મુકી ગઇ. લોપાને નશો ચડવા લાગ્યો. તે આજે મન મુંકીને મસ્તીમાં નાચવા લાગી તેને પોતાનુ કાંઇ ભાન ન હતુ. યુવાનો વચ્ચે તે એકલી ડાન્સ કરી રહી હતી અને પેલા શરેઆમ તેની ઇજ્જતને નિલામ કરવા પર આવી ગયા હતા. લોપાને નશામાં કાંઇ ભાન ન હતુ. લોપા માત્ર આંતરવસ્ત્રોમાં આવી ગઇ હતી. અચાનક બે પડછંદ યુવાનો તેને ઉઠાવી લઇ જવા લાગ્યા અને સેન્ડ્રાની તરફ એક મોટી બેગ સરકાવતા લોપાને તેના બેડરૂમમાં લઇ ગયા.

બેડરૂમમાં પહોંચી લાઉડ અવાજે મ્યુઝીક સ્ટાર્ટ કરી દીધુ. મ્યુઝીકના અવાજે લોપા ફરી મસ્તીથી ઝુમવા લાગી અને પેલા બે યુવાનો પણ તેમના શર્ટ ઉતારી તેની સાથે મસ્તીથી ડાન્સ કરવા લાગ્યા. પેલા બે યુવાનો બેશરમીની હદ્દ વટાવે જઇ રહ્યા હતા જેનુ લોપાને ભાન ન હતુ. ડાન્સ કરતા કરતા બન્ને લોપાને બેડ પર લઇ ગયા અને લાઇટ્સ ઓફ કરી દીધી અને આખી રાત લોપાના શરીરને ચુંથતા રહ્યા. લોપા સવારે ઉઠી તો તેણે જોયુ કે પેલા બે યુવાનો તેની બન્ને બાજુ સુતા હતા. તેને જોઇ લોપા થરથરી ગઇ. તેણે જોયુ કે તેના શરીર પર એક પણ વસ્ત્ર નથી. લોપા સમજી ગઇ હતી કે ગઇ રાત્રે તેની સાથે શું થઇ ગયુ. તે ફટાફટ ત્યાંથી ઉભી થઇ નીકળવા ગઇ પણ તેને અસહ્ય દુખાવો થતો હતો. દુખાવાના કારણે તે ત્યાં જ ઢળી પડી અને રડવા લાગી.

થોડી વાર બાદ પેલા બે યુવાનોને હોંશ આવતા જ તે હસતા હસતા ફરી લોપા સાથે મસ્તી કરવા લાગ્યા , “યુ આર સો હોટ ઇન બેડ ડાર્લીંગ. વી બોથ એન્જોય્ડ અ લોટ.” બોલતા બન્ને પૈસાની ખાસ્સી એવી રકમ લોપા પર ઉડાવી ફ્રેશ થઇ રૂમ બહાર નીકળી ગયા. લોપા તેની બેબશી પર રડી રહી હતી. આજે તેની પાસે બચેલી પોતાની ઇજ્જત પણ નિલામ થઇ ગઇ. “ઓહ માય ડીઅર લોપા, ડોન્ટ ક્રાય પ્લીઝ. યુ આર સચ અ ગુડ ડાન્સર. જેટલી રકમ બીજી ડાન્સર એક મહિનામાં મેળવી શકતી નથી તેટલી રકમ તે એક રાત્રીમાં કમાઇ લીધી. ગુડ જોબ લોપા વેરે ગુડ જોબ કીપ ઇટ અપ એન્ડ મેઇક મે હેપ્પી લાઇક ધેટ.” કહેતો રોક પોલ લોપાના રૂમમાં ઉભો હતો. “આઇ હેટ ધીસ જોબ. પ્લીઝ લીવ મી. તારે જોઇતા હોય તેટલા પૈસા મારા ફાધર તને આપે દેશે પણ પ્લીઝ મને છોડી દે.” લોપા તેના પગે પડી ગઇ. “હા....હા.....હા...... લોપા માય બેબી, રડવાનુ બંધ કરી દે. તારી સુંદરતામાં કોઇ પણ ડાઘ લાગે તે મને પસંદ નથી.” કહેતો તે હસતો હસતો ત્યાંથી નીકળી ગયો.

હવે દરરોજ લોપાને નશાના ઇંજેક્શન અપાવા લાગ્યા. નશામાં ભાન ભૂલી લોપા ડાન્સ કરે જતી અને ડાન્સ બારના કસ્ટમર્સ લોપા પર ભમરાની જેમ મંડરાયે રાખતા અને તેના પર પૈસા લુટાવે જતા. અવારનવાર ડાન્સબારના કસ્ટમર્સ લોપા સથે વન નાઇટ સ્ટેન્ડ માણતા. ક્યારેક કોઇ એક સાથે તો ક્યારેક એકથી વધુ અને ક્યારેક પાંચ છ યુવાનોના ગૃપ સાથે લોપાને રાત્રી વિતાવવી પડતી. લોપા માટે હવે આ બધુ રૂટિન બની ગયુ હતુ. તે યંત્રવત્ત બની આ બધુ ગંદુ કામ કરે જઇ રહી હતી. તેની અંદરૂની તાકાત રોજબરોજ નશાના ઇંજેક્શનને કારણે મરી પરવારી હતી.

ક્રમશ:

શું લોપા આ દલદલમાંથી મુક્ત થઇ શકશે? દિપકભાઇને કોણે અને શા માટે આ રીતે લોપાનુ નામ લઇ છેતરપીંડીથી કિડનેપ કરી લીધા??? આ જાળમાંથી આખો રહેજા પરિવાર કઇ રીતે મુક્ત થઇ શકશે??? જાણવા માટે વાંચો નેક્ષ્ટ પાર્ટ. આપના પ્રતિભાવ મને ખુબ ઉપયોગી છે, પ્લીઝ ફ્રેન્ડસ આપના પ્રતિભાવ મને જણાવજો જેથી આપને મનપસંદ લેખન હું આપી શકું.