અનમોલ પ્રેમ
Krupa Bakori
દિકરી
' દિકરી અનમોલ રત્ન છે. '
' દિકરી ' શબ્દ સાંભળતા જ બધાના મનમાં પ્રેમની ગંગા ઉભરાઈ આવે છે. જયારે દિકરી 'પપ્પા ' કે ' મમ્મી ' એવો શબ્દ બોલે ત્યારે દીલના એક - એક તાર ઝંકૃત થઈ ઉઠે છે.
' દિકરી ' નાની હોય કે મોટી કે કોલેજમાં ભણતી હોય પરંતુ દિકરી હમેંશા મા – બાપ માટે દિકરી જ રહે છે. ખરેખર જેઓ આ પૃથ્વી પર દિકરીના મા - બાપ છે તેઓ ઈશ્વર ની વધુ નજીક છે. સમાજમાં કહેવાયછે કે , ' દિકરીને ગાય દોરે ત્યાં જાય .'
' પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ ભેગું થઈને આકાશમાં ચડે અને એની વાદળી બંધાઈ અને એ વાદળી અનરાધાર વરસે એનું નામ દિકરી .' દિકરી અને બાપનો સંબંધ બધા જ સંબંધ કરતા ચડીયાતો છે. સુખી પરીવારનો માણસ બિરલા , તાતા , અંબાણી જેટલો ધનાઢય હોય પણ જો પરીવારમાં દિકરી ન હોય તો એ પરીવારને ગરીબ જ જાણવો.
આપણે ત્યાં છોકરીનો જન્મ એના મા - બાપ માટે ખુબ જ દુ:ખદ માનવામાં આવે છે. પરંતુ ,માણસે જલ્દી આ માન્યતામાંથી બહાર આવીને એ સ્વીકારવું જ પડશે કે દિકરી તો ઈશ્વરનું માતા – પિતા પરનું વરદાન છે. જેને ત્યાં દિકરી જન્મે તે જ ખરો ભાગ્યશાળી છે. ' દિકરી જેટલો માતા - પિતાને પ્રેમ આપે છે ,અડધી થઈ જાય છે. તેવું બીજુ કોઈ જ થતું નથી. જોકે ઘણા માતા પિતા હવે દિકરા - દિકરીમાં ફરક રાખતા નથી , પણ હજુ એવા ઘણા માતા -પિતા છે જે માને છે કે દિકરો જ તેમને સ્વર્ગ લઈ જશે. પરંતુ દિકરી પણ હવે આ કામમાં નિષ્ફળ ગઈ નથી. '
આપણો સમાજ તેના દિકરી વિશેનો વિચાર કયારે બદલશે ?
જો કદાચ એક ત્રાજવામાં દિકરી અને બીજા ત્રાજવામાં આખુ સ્વર્ગ રાખવામાં આવે તો પણ દિકરીનું ત્રાજવું જ ભારે આવશે . '' દિકરીના ચપટીક અંજવાળા સામે એક કરોડ સૂર્ય પણ ઝાંખા પડી જાય છે. ''
પિતાનો ચહેરો સંતાનો માટે એક આશા. એક વિશ્વાશ , એક આદેશ બની જાય છે. જયારે દિકરી માટે પિતાની ચહેરાની રેખાઓ એટલે લક્ષમણ રેખાઓ બની જાય છે. પિતાનો ચહેરો વાંચવામાં હોશિયાર જેટલી દિકરી હોય છે. એવી કોઈ વ્યકિત હોશિયાર હોતી નથી. દિકરીનો જન્મ થાય એટલે પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દીલમાં છૂપાયેલી હોય છે. પ્રકૃતિએ પુરૂષને રડવા માટે આ ત્રીજી આંખ આપે છે.
જેમને દિકરી હોય તે પિતાને હદયનો એક ધબકારો પોતાના જીવવા માટે હોય છે. જયારે બીજો ધબકારો દિકરીના કાયમી સુખ માટે ઝંખતો હોય છે.
ધન્ય છે એ દિકરીની મહાનતા ને અને તેને જન્મ આપવા વાળા દિકરીની માતા પિતા ને ¦
આજના ડિજીટલ જમાનામાં બધુ જ ટેકનીકલ આવી ગયુ છે. પરંતુ હજી સુઘી દીકરી વિશેના ડિજીટલ વિચાર બદલ્યા નથી તેનો અફસોસ છે…….
મા ની વેદના
આ દુનિયામાં જો સૌથી શ્રેષ્ઠ પાત્ર હોય તો તે છે મા-બાપ. શ્રી કૃષ્ણ ભગવાને જયારે પૃથ્વી પર અવતાર લીધો ત્યારે તેને ફકત એટલું જ કહયુ આ દુનિયામાં જો મને સૌથી વધુ ગમ્યુ હોય તો તે છે મા-બાપનો અમુલ્ય પ્રેમ .
જો બધાં જ લોકો પોતાના જીવનમાં મા-બાપ ને માન- સન્માન આપતા હોય તો શા માટે આ દેશમાં વૃધ્ધા-શ્રમ ખોલવા પડે છે ? શા માટે કોઈને મા-બાપ ગમતાં નથી ? મા - બાપ બધાને નડતરરૂપ કેમ થાય છે ?
જે માએ નવ - નવ મહિના સાચવીને પોતાના દિકરાને જન્મ આપે છે. જયારે દિકરાનો જન્મ થાય ત્યારે તેની કલબલાટ સાંભળીને માનું સધળું દુ:ખ દુર થઈ જાય છે. માની એ વેદનાને આજ સુધી કોઈ સમજયું નથી. સંતાનો ભુલો કરે છે પણ , મા - બાપ કયારેય કુમાવતર થયા હોય એવા દાખલા તમે જોયા નહી હોય. અરે, એ માની ઉદરમાંથી જન્મ લઈને ઉછેરીને મોટા કરે છે અને દિકરા માટે થઈને વૃધ્ધાશ્રમમાં મોકલે છે, છતાં મા-બાપ ને પુછશો તો એમ જ કેશે કે અમારા દિકરા અમારા જ છે. એવા દિકરાને તો ધિકકાર છે જે તેના દેવ સમાન મા-બાપને સાચવતા નથી.
ર૧ મી સદીમાં ટેકનોલોજી તો ઘણી બધી આવી છે. પરંતુ , ટેકનોલોજીની સાથે વિચારમાં પણ ટેકનોલોજી આવી હોય એવું લાગે છે.
કયારેક તમે તમારી મમ્મીને તમારી સામે રડતા નહી જોવો પણ છૂપી રીતે ઘણીવાર રડી-રડીને પોતાની આંખોને સોજાવી દેશે.
આ વેદના સમજવાની કોઈની તાકાત નથી.
'' મા ને સમજાવાની કોઈની તાકાત નથી.''
'' મા એન્િજયર છે.''
'' મા માર્ગર્દશક છે.''
'' મા પેઈન્ટર છે.''
'' મા હિતેચ્છુ છે.''
'' મા ડોકટર છે.''
'' મા લેખક છે.''
'' મા એમ્બ્યુલન્સ છે.''
'' મા દવા છે.''
'' મા કમ્પ્યુટર છે.''
'' મા મિત્ર છે.''
અરે , '' મા તો સુખ અને દુ:ખની ચાવી છે.''
એક મા તો જરૂર પડયે બધા પાત્ર બની જાય છે.
છતા પણ.....
''રવિવાર''
જો કોઈ કામ કરવા જાય તો તેને રવિવાર ની રજા મળે છે.
પણ , મા ને તો .......
''રવિવારની રજા પણ મળતી નથી. ''
મા બીમાર પડે છે છતા લીવ લઈને ઘરે બેસી નથી રહેતી એટલી જ હોશેં-હોશેં કામ કરે છે. ''છતા પણ કોઈને કહેતી નથી અને સહન કરે તેનું નામ જ મા છે........... ''
'' નંદલાલને માતા જશોદાજી સાંભરે , મમતા મેલીને મારી રહી ગઈ ગોકુળમાં....''
શ્રી કૃષ્ણ જયારે ગોકુલ છોડીને વૃંદાવન ગયા ત્યારે તેને જશોદા યાદ આવે છે , જે ર્દશાવે છે કે માતાનું મુલ્ય શું છે ?
'' કવિ બોટાદકરે '' જનનની જોડ સખી નહી જડે રે લોલ.... દ્રારા માતાનો પ્રેમ બતાવ્યો છે. મધર ટેરેસા , જીજાબાઈ , પુતળીબાઈ , દેવકી , જશોદામાતા જેવા અનેક અનુપમ ઉદાહરણ છે મા ના પ્રેમના....
માના એ અમુલ્ય પ્રમના ઝરણામાં હમેંશા સંતાનો માટેનો પ્રેમ ચળકતો હોય છે . કોઈ પણ સ્વર્ાથ વગરનો પ્રેમ એ આપણને કરતી જ રહે છે કદાચ , બધા જ સંબંધથી માનો પ્રેમ ઉતમ જ રહેશે.... એટલે જ કહેવાયું છે, '' મા એ મા બીજા બધા વગડાના વા...... ''
મા ના ખોળામાં અલૌલીક પ્રેમ નો અનુભવ થાય છે. દુનિયાભર ના બધા જ દુ:ખ તમારા પર હશે પણ માના ખોળામાં આવતા જ બધા દુ:ખ ની હળવાશ થશે અને ગજબની શાંતી અનુભવાશે.
મા એ તો દયાનું ઝરણું છે. કદાચ ગમે તેવુ થઈ જાશે પણ મા ના મુખેથી એના સંતાનો માટે દુઆ જ નીકળતી રહશે. બધાના ઋણમાંથી નીકળી જશુ પણ માનું ઋણ જન્મોજનમ રહેશે. દિકરી તો સાસરે જઈને રહે છે જયારે દિકરાને તો એ મોકો આપવામાં આવે છે. મા – બાપની સેવાનો. દિકરીને બાપનો પરછાયો કહેવામાં આવી છે જયારે દિકરો તો હોય જ મા નો .......
આવા અમુલ્ય પ્રેમની મૂર્તિ મા ને સાચવશો. આ પૃથ્વી કરતા પણ મહાન મા છે. આખી દુનિયા કદાચ તમને ધિકકારશે પણ મા નો આશરો તમને એમના પ્રેમનો અહેસાસ કરાવશે.
એકવાર તમારી મા ની આંખમાં જો જો . કેટ - કેટલુ દર્દ એ સહન કરે છે. પછી કદાચ તમે તમારી મા ને તમારાથી દુર કયાય પણ જવા ન દો.
વિશ્વની તમામ માતાઓને વંદન..... મા વિશે તો જેટલું લખીએ તેટલુ ઓછું છે. મા ની અમૂલ્ય મહાનતાને કોટી કોટી વંદન.....