Silent Love krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Silent Love

Silent Love

Kbakori189@gmail.com

Krupa Bakori

પ્રેમની અનુભૂતિ જીવનમાં સૌથી મહત્વની છે, કોઈ ને પ્રેમ કરવો સહેલો છે પણ જીવનના છેલ્લા શ્ર્વાસ સુઘી પ્રેમ નિભાવી રાખવો બહુ અઘરો હોય છે. પ્રેમ કરવો એટલે આપણા પોતાના અસ્તિત્વ ને સામી વ્યકિત ના અસ્તિત્વમાં સમર્પિત કરવો . પ્રેમનું નામ જ વિરહ છે. પ્રેમનું અનોખું મુલ્ય આપતાં અનોખા બે દીલના બલિદાનની દાસ્તાન......

“સુમન......હું કયારની તારી વેઈટ કરું છું....??? કયા હતો....?? તને ખબર છે ને તારા વગર મને એક મિનીટ પણ ચાલતું નથી..........પ્લીઝ મને છોડીને કયારેય ના જા... તારા વગર હું જીવી નહી શકું.....આઈ લવ યુ સો મચ..... સુમન......”

“ઈશાની પ્લીઝ.....હું થાકી ગયો છું...કાલે વાત કરીએ....ગુડનાઈટ...બાય”

“ઓકે...ઓકે...તું આરામ કર…ઓલરેડી ટુ ડે પછી તું હમેંશા- હમેંશા માટે તું મારો જ થઈ જાઈશ..... ગુડનાઈટ માય સ્વીટહાર્ટ... લવ યુ...ટેક કેર...”

*********************

“સુહાની......શું થયુ છે.... પ્લીઝ ટેલ મી...આઈ વિશ કે હું તારી હેલ્પ કરી શકું...”

“રીયા.....હવે તો શાયદ મારા ઈશ્ર્વર પણ મને હેલ્પ કરી ના શકે....”

“પ્લીઝ.....ટેલ મી........સુહાની......”

“કાલે સુમનના મેરેજ છે...અને હું ને સુમન એકબીજાને......”

“વોટ.....???? તો સુમન ઈશાની સાથે કેમ મેરેજ કરે છે....???”

“ઈશાની બીમાર છે...તેની મેન્ટલ કન્ડિંશન સારી નથી… ઈશાની નો કેસ નાઈલાજ છે....અમેરીકામાં દસ-લાખથી વધારે લોકો આ બીમારીથી પીડીત છે એન્ડ ઈન્ડીયામાં તો......તેને જોઈતી વસ્તુ ના મળે તો તે ગમે તે કરી શકે....તેનો ગુસ્સો સુમન સિવાય કોઈ હેન્ડલ કરી ના શકે... સુમને તેને કેટલી બધી વાર સુસાઈડ કરતા પણ રોકી છે...જો ઈશાનીને આ વાત ખબર પડી તો........”

“સુહાની.......યુ આર ગ્રેટ....તારા જેવી ફ્રેન્ડશીપ શાયદ કોઈ નીભાવી ના શકે... ગ્રેટ........”

*********************

કહેવાય છે કે....જિંદગીનો હર એક પલ જીવી લેવો જોઈએ....કોને ખબર એ પલ શાયદ આપણી જિંદગીનો છેલ્લો પલ હોય.....સુહાનીની ફ્રેન્ડશીપ એક મિશાલ છે............. જિંદગીમાં અમુક દોસ્ત કોચ અને પડછાયા જેવા રાખો કારણકે , કોચ કયારેક ખોટુ બોલતો નથી અને પડછાયો કયારેય સાથ છોડતો નથી. દોસ્તી જીવનમાં ખુશીના રંગો ભરી જાય છે. દોસ્તી એ ઈશ્વરની ભેટ છે. બંધન વગરનો અતુટ સંબંધ એટલે દોસ્તી ........

“ Friends till the end of time……”

*********************

“સુમન............”

“હા, ઈશાની......બોલ...”

“સુમન....મારી સાથે આવીશ....”

“હા, ઈશાની......કયાં જાવુ છે

“એક એવી જગ્યા પર જયાં તારા ને મારા સીવાય કોઈ જ ના હોય....એવી દુનિયામાં લઈ જા જયાં તુ મારો જ રહીશ જીંદગીભર..... સુમન.....આપણે બીચ પર જઈએ....”

“ઓકે....ઈશાની....”

રાતના ઘોર અંઘકારમાં ચાંદની સોળે કલાએ ખીલી હતી....

“ઈશાની આજે પાર્ટી ને બદલે આવી સુમસાન જગ્યાએ કેમ લઈ આવી....??? એવરીથીંગ ઓકે.......???”

“સુમન....રોજ રોજ પાર્ટીસ...બીયર...નો નશો હોય છે....આજે તારા પ્રેમનો નશો છે...મારા જેવી પાગલને તારા જેવો કોઈ પ્રેમ કરે તો નશો તો હોય જ ને પ્રેમનો....તારી અંદર આટલો બઘો પ્રેમ છે એ તો આજ ખબર પડી....!!! કયાં છુપાવ્યો હતો આટલો બઘો પ્રેમ.....??મને તો તારી હર એક વાત ખબર હોય બસ, તને જ મારી કાંઈ ખબર ના હોય....મેરેજ પહેલા આટલો પ્રેમ કરે છો તો ખબર નહી મેરેજ પછી કેટલો પ્રેમ કરીશ એ.....? મને પ્રોમીસ કર કે કયારેય બદલીશ નહી....?આવી જ રીતે રહીશ......!”

“ઈશાની..... પ્રોમીસ કે હર-હમેંશા આવો જ રહીશ તારા માટે જ જીવીશ..... ઈશાની....તારા આંખમાં આસું.....???”

“કાલે મારી લાઈફનું સપનું સાચું થશે તો આસું તો હોય જ ને...પાગલ... સુમન તને ખબર છે મારા માટે તારી ખુશી હમેંશા પહેલા હતી ને રહેશે......આઈ લવ યુ.....લવ યુ સો મચ......”

“ઓકે.....ગુડનાઈટ...બાય સુમન….”

“ગુડનાઈટ..........”

*********************

“સુહાની....આ લેટર તને સુમન એ આપ્યો એન્ડ આ ગીફટ ઈશાની એ આપી.....”

“થેંકસ....રીયા...”

“વેલકમ માય ડીઅર સીસ્ટર.....ઓકે, હવે લેટર એન્ડ ગીફટ તો ઓપન કર..... ઈશાનીના ગીફટ પર તો......dear suhani……..one and only one my bestiess….open my gift at 12:00 am okk…enjoy your start life journey...તું સુમન નો લેટર રીડ કર....”

Dear suhani…..

તને ખબર છે....આસમાન અને દરીયો કયારેય એક ના થઈ શકે...પણ દુરથી આસમાન અને દરીયા ને જોઈશ તો એક હોય એવી રીતે દેખાશે...પણ, જયાં તે એક થશે ત્યાં દુનિયા જ પુરી થઈ જાશે.......પ્રેમ કરતાં બે વ્યકિત અલગ થાય તેનો મતલબ એમ નથી કે એ બનેં વચ્ચેનો પ્રેમ પુરો થઇ જાય....પ્રેમ તો અમર રહે છે બસ એ પ્રેમને નિભાવી શકાતો નથી...સમયની સાથે હર એક ઝખમ ભુલાઈ જાય છે..... ઈશ્વર મને હર એક દુ:ખ ગુનાની સજા મને આપે. તારા જીવનમાં કયારેય દુ:ખ ન આવે. મારા જીવનની હર એક ખુશી ઈશ્વર તને આપે..... તારા આ બલીદાનનો હું જીવનભર ઋણી રહીશ , કયારેય તારા પ્રેમનું ઋણ ઉતારી નહી શકું…..!

મને માફ કરી દેજે..............

- સુમન

થેકસ..... સુમન મને એક નવી હિમંત આપવા માટે....તારી પાસે આ જ આશ હતી મને.....થેંકયુ....

*********************

12:00 AM...............

My Dearest lucky Best Friend………..A Very Very Happy Birthday To You….

સુહાની....યુ આર રયલી બ્યુટીફુલ...ચહેરાથી પણ એન્ડ દીલથી પણ....તારા જેવી ફ્રેન્ડ ભગવાન કિસ્મતવાળા ને જ આપે... એન્ડ હું તો લકી જ છું...તને ખબર છે મને આટલો બઘો પ્રેમ કરવાવાળો પરીવાર મળ્યો છે જેની કોઈ જ કલ્પના ના હોય....મારી બીમારીને કારણે હું બઘાને હેરાન કરું છું તો પણ બઘાની આંખમાં હમેંશા મારા માટે પ્રેમ જ જોયો છે... હું તો લકી છું કે મને સુમન મળ્યો...જેની સરખામણી કોઈ સાથે ના થઈ શકે....

વેડીંગની શોંપીગ કરતી વખતે તારા મોબાઈલમાં સુમનના 122 મિસ્ડ-કોલ હતા...ત્યારે મને રીયલાઈઝ થયું કે સુમનનો પ્રેમ કેટલો સાચો છે... સુમન મારા માટે નહી પણ તારા માટે છે...ત્યારે હું વિચારવા માટે મજબુર થઈ ગઈ કે સુમન તો તેનો જ હોવો જોઈએ જેને તે પ્રેમ કરતો હોય. સુમનનો પ્રેમ ફકત તું અને તું જ છો....

મને એમ હતું કે મારાથી વઘારે સુમનને કોઈ પ્રેમ કરી ના શકે....પણ, સુમન તારાથી વઘારે કોઈને પ્રેમ કરી ના શકે....મેરેજ જેવો પવિત્ર સંબંઘ થતા પહેલા મને અહેસાસ થઈ ગયો નહીતર તમે બંને તો મારા માટે તમારા પ્રેમની કુરબાની...... સુમન તો મારો છે જ નહી એ તો તારો છે.....તારા બર્થડે પર સુમનને ગીફટ કરું છું..આજથી સુમન તારો......

મને વિશ્ર્વાસ છે કે તું મારા સુમનને હમેંશા ખુશ રાખીશ.....મારા માટે હવે જીવવું અશકય છે.....તું આવીશ ત્યાં સુઘીમાં તો હું........

તારી ઈશાની........

*********************

ઈશાની.............. ઈશાની.........આવું ના કર.... ઈશાની....ની બૂમ પાડતા તે તેના રૂમમાં ગઈ ત્યાં તો... ઈશાનીએ પોતાની નસ કાપી નાખી હતી અને આ દુનિયા છોડીને હમેંશા- હમેંશા માટે જતી રહી...તેના હાથમાં એક લેટર છોડીને......

ઈશાની....પ્લીઝ મને માફ કરી દે તારા સુમન ના કારણે જ આજે....

Dear Loving Suman……..

આજે તો ખુશીનો દીવસ છે.... સુમન...તારી આંખમાથી એક પણ આંસુ આવવું ના જોઈએ નહીતર....હું ગુસ્સે થઈ જાઈશ....આટલા વર્ષ મારી સાથે રહ્યા પણ મને સમજી ના શક્યા....એકવાર મને આવીને કહ્યુ હોત કે ઈશાની તને નહી સુહાનીને પ્રેમ કરું છુ...તો હું મારી બઘી ખુશી કુરબાન કરી દેત...મારો સુમન હમેંશા- હમેંશા ખુશ રહે તેની તૈયારી મારે જ કરવી પડી...મને ખબર હતી જયાં સુઘી હું હતી ત્યાં સુઘી તમે બનેં કયારેય એક ના થઈ શકત એટલા માટે મારે આ કદમ લેવું પડ્યું......આઈ લવ યુ સુમન.....લવ યુ સો મચ

જયાં ખુશીઓની બરસાત હતી ત્યાં ગમનાં વાદળો છવાઈ ગયાં..... ઈશાનીની કુરબાની એ પ્રેમનો સાચો મતલબ સમજાવ્યો..... પ્રેમનો સંબંઘ દીલ થી નહી આત્માથી જોડાયેલો હોય છે... પ્રેમમાં કાઈ જ પામવાનું હોતુ નથી એ તો સમર્પણ છે...ત્યાગ છે.

“Sacrificing Your Happiness For The Happiness Of The One You Love , Is By Far, The Truest Type Of Love”…………….