Dream Love krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dream Love

Dream Love

Kbakori189@gmail.com

Krupa Bakori

પ્રેમ વિશે તો જેટલું લખીએ તેટલું ઓછું છે....પરતું સાચા અર્થમાં પ્રેમ કોને કહેવાય તેની કોઈને ખબર નથી...આજે પ્રેમ જેવી પવિત્ર લાગણીને લોકોએ ટાઈમપાસનું માઘ્યમ બનાવ્યું છે..તેનો અર્થ કોઈ સમજતું નથી. ચાલો સમજીએ પ્રેમ એ ને...........

“પ્રેમની પોતાની કાંઈક ભાષા છે...”

“પ્રેમની પોતાની કાંઈક મહેક છે...”

“પ્રેમનો અહેસાસ કાંઈક અલગ છે…”

“પ્રેમની ચાહત કાંઈક જુદી છે...”

“પ્રેમની પોતાની કાંઈક શકિત છે...”

“પ્રેમ તો બઘાથી કાંઈક અલગ છે...”

પણ, “પ્રેમ એ પ્રેમ છે....”

“કોઈ પણ બંઘન વગરનો અતુટ સંબંઘ....એટલે પ્રેમ”

“ઉદાસ ચહેરા પર મીઠી સી મુસ્કાન લાવે તે પ્રેમ.......”

“ખામી તો આપણી સૌ કોઈ બતાવે પણ ખુબીના દર્શન કરાવે તે પ્રેમ......”

“વિશાળ મેદની વચ્ચે પણ કોઈ એક માટે એકલતા અનુભવાડે તે પ્રેમ......”

“જેની આંખોમાં તમારા માટેનો પ્રેમ, આદર, વિશ્ર્વાસ હોય તે જ તો પ્રેમ.....”

“કારણ ભલે ન હોય કંઈ પણ છતા એકાંતમાં મનને મલકાવે તે પ્રેમ...”

“આંખનો પલકારો પણ ન થાય, છતાંય અઢળક સ્વપનો આવે તે પ્રેમ...”

“તેમની હાજરીની તો જરૂર કયા રહે છે કલ્પના માત્રમાં મીઠી મહેક પ્રસરાવે તે પ્રેમ....”

“સવારે ઉઠતાની સાથે જ અને સાંજે સુતા પહેલા... સ્વપનની હર એક દુનિયામાં...જેનું નામ આવે એ જ તો પ્રેમ......”

જેની સાથે રહેવાથી અનહદ ખુશી મળે...એ જ તો પ્રેમ છે....આ દુનિયાનો સૌથી લાગણીભર્યો સંબંઘ...

જો દરિયા માં ભરતી ને ઓટ તો આવે જ છે...ભરતી ને ઓટની વચ્ચે રહીને પણ દરિયો એટલો જ નિરાળો અને સુંદર લાગે છે....કહેવાય છે....”યે ઈશ્ક નહી આસાન...”તો પણ કોઈને પ્રેમ કરવાનું મન થાય...હજારો મુશ્કેલીનો સામનો કરીને તેને જ પામવાનું....આ જ તો પ્રેમ છે....

પ્રેમ તો બઘા કરે છે...પણ સાચા દીલથી ,પુરી નિષ્ઠાથી પ્રેમને ટકાવવા માટે તેને સમજવાની જરૂર છે.. પ્રેમ તો દિવાનગીનો હોય બસ તેને જ ચાહવુ.....તેની જ રાહ આ જન્મ થી હર એક જન્મ... ગુલાબ ની હર એક પાંખડીમાં પણ તેનો જ ચહેરો દેખાય. અરીસામાં જોતા તે જ દેખાય. અરે...એક સાથે બઘી જગ્યાએ બસ તેના જ વિચારો..તેની જ વાત...તેનો જ ચહેરો...આ જ છે પ્રેમ.....આખા દિવસનો થાક જેની સાથે બેસવાની કલ્પના માત્રથી ચાલ્યો જાય એ જ તો પ્રેમ છે....

લોકો જયારે બીજા પાસે અપેક્ષા રાખે અને એ અપેક્ષા કે ઈચ્છા પુરી ના થાય ત્યારે ઝગડો થાય છે....પ્રેમમાં ના તો કોઈ અપેક્ષા હોય કે ના તો ઈચ્છા.....કહયા વગર જ બઘું સમજી જાય તે જ તો પ્રેમ છે.....

કોઈ પ્રેમ તો જનુનીની હદ સુઘી હોય....દુનિયા ને પણ ચીરીને એને જ ચાહવું.. પ્રેમની ખુમારી ભલભલાને બદલાવી નાખે છે જરૂર છે અનહદ પ્રેમની....પ્રેમમાં તો દીલનાં એક ખુણામાં કાયમી તે જ હોય...પ્રેમ તો દીલ પર પ્રભુત્વ મેળવી શકે... પ્રેમ એક પ્રેરણા છે..તેના પવિત્ર ઘાગાને કોઈ તોડી શકતું નથી....

જીવનમાં એક સાથની જરૂર હોય છે...એવો સાથ કે જેની સાથે રહેવાથી...હુંફ , શાંતી, બળ, સલામતી...પ્રેરણા, દુનિયાભરનો આંનદ મળે જે આંનદ કોઈની પાસેથી ના મળે...તે ફકત અને ફકત તેની પાસેથી જ મળે... પ્રેમ તો એ જ છે જેનો એક મેસેજ આવતાં જાણે આંખ માં ચમક આવી જાય. હોઠ પર મુસ્કાન, ગાલ પર આછી સી લાલી....એ અહેસાસ છે પ્રેમનો.

જીંદગીમાં પ્રેમની રમત રમવાની મજા ત્યારે જ આવે....તેમાં 100% હારવાનો રીસ્ક હોય ત્યારે....હારીને પણ જીતવું....

પ્રેમને અભિવ્યકત કરવા આજ ની જનરેશન ફુલ, કાર્ડ, ચોકલેટ કે શો-પીસ નો સહારો લ્યે છે...પણ એક વાર તમારી કાલી-ઘેલી ભાષામાં લેટર લખજો...તમારો સંબંઘમાં એક અનોખી મીઠાસ આવી જશે. તમારા શબ્દનો જાદુ તેના રોમરોમને ઝંકૃત કરી દેશે.

પ્રેમ માટે સમજદારી , ઘીરજ , વિશ્ર્વાસ , સમય , સ્થીરતા ની જરર છે પણ એકીસાથે બઘા ગુણ તો કોઈ પાસે ના હોય પણ , હા સામેવાળા પાત્રને દીલથી ચાહવાનો, ખુલ્લા દીલે એ કોઈ પણ ખચકાટ વગર આ ગુણ અવશ્ય હોવો જોઈએ. એક દિવાનગી , એક પ્રકાર નો નશો હોવો જોઈએ પ્રેમમાં.....

કોઈ ભી સરહદ કે સીમા પ્રેમને નથી નડતાં...જેમ પાણી એનો રસ્તો કરી લ્યે છે તેવી રીતે પ્રેમનો પ્રવાહ પણ તેનો રસ્તો આપોઆપ કરી લે છે. પ્રેમ પછી શરૂ થાય છે...તેના જ મીઠા સા મદહોશ સપનાની...તેનો એક અનેરો જ આંનદ હોય. પ્રેમનો સંબંઘ દીલ થી નહી આત્માથી જોડાયેલો હોય છે... પ્રેમમાં કાઈ જ પામવાનું હોતુ નથી એ તો સમર્પણ છે...ત્યાગ છે. એક હુંફ મડી રહે જેના આવવાથી...એક અલૌલિક પ્રેમનો અહેસાસ , સ્નેહ...સાચો પ્રેમ કદી વ્યર્થ જતો નથી.

પ્રેમમાં કેરની બહુ જરુરી છે પ્રેમની વેલને પાંગરતા તો વાર નહી લાગે પણ તેને એક ચોકસસ ઝાડ બનાવતા વાર લાગે...તેને સાચવવું પડે એવી જ રીતે પ્રેમને પણ લાગણી થી સીંચવો પડે.

આપણા ઈતિહાસની વાતો કરશો તો ખ્યાલ આવશે ખરા અર્થમાં પ્રેમ શું છે એ.......સૃષ્ટીમાં પ્રેમ નું જો કોઈ અનુપમ અને અનમોલ ઉદાહરણ હોય તો તે રાધા છે, કૃષ્ણ ની પ્રેમસંગિની રાધા... પ્રેમ જેવા પવિત્ર શબ્દ ને સમજાવવા માટે જ શાયદ કૃષ્ણ-રાધા નો અવતાર થયેલો. રામ-સીતા ના વિરહની ગાથા....આવો સાચો પ્રેમ શાયદ કોઈ ના કરી શકે....પ્રેમનું બીજું નામ જ વિરહ છે.

પ્રેમ એક એવી લાગણી જેને કોઈ છુપાવી શકતું નથી ને અટકાવી શકતું નથી....જિંદગી નો ખુબસૂરત અહેસાસ પ્રેમ છે. પ્રેમ એ પ્રાર્થના છે, પ્રેમ એ પુનર્જન્મ છે. પ્રેમના સંબંઘને તો લોહીના સંબંઘથી પણ ચડીયાતો છે.

પ્રેમ ચાહે રોમિયો-જુલિયટ કરે કે લૈલા-મજનુ , દુષ્યંત-શંકુતલા કે આજના યુવાનો પ્રેમ નો એ મીઠો સો અહેસાસ અને તેની અનુભૂતિ બઘા માટે સરખી જ હોય છે. પ્રેમની અનુભૂતિ જીવનમાં સૌથી મહત્વની છે, કોઈ ને પ્રેમ કરવો સહેલો છે પણ જીવનના છેલ્લા શ્ર્વાસ સુઘી પ્રેમ નિભાવી રાખવો બહુ અઘરો હોય છે. પ્રેમ કરવો એટલે આપણા પોતાના અસ્તિત્વ ને સામી વ્યકિત ના અસ્તિત્વમાં સમર્પિત કરવો .

યુવાનીમાં ભૌતિક સંપતિ , રૂપ , કારકીર્દીમાં ટોચ પર પહોચવાનો મોહ રહે એ સ્વાભાવીક જ છે...પણ, જયારે જીવનમાં કયારેક તકલીફો આવે, સંકટો આવે ત્યારે કોઈના સાચો પ્રેમની જરૂર પડે છે.....

કદાચ તમારી મુશ્કેલી એ જરા પણ ઘટાડી ન શકે...તેનો પ્રેમ તમારો બોજો હળવો ન કરી શકે...તમારો કપરો સમય તમારે જ સહેવાનો હોય..પણ, તમારી સાથે તેનો અડીખમ આઘાર છે..જે કયારેય ખસવાનો નથી....આ જ તો છે પ્રેમની પરીભાષા.....

પ્રેમમાં જો મુશ્કેલી ના આવે તો એ પ્રેમ શું કામનો.......ગમે તેટલી મુશ્કેલી હોવા છતાં તેના જ સાથની ઝંખના....તે જ તો પ્રેમ છે....

જીવનમાં પ્રેમમાં દિલ તુટવાના અનેક કિસ્સા બનતા હોય છે. જયારે કોઈ આવી લાગણી જોડે રમત રમી જાય છે ત્યારે જીવન જીવવા જેવું લાગતું નથી...અને અમુક લોકો આત્મહત્યા જેવું પગલું લઈ છે....જીવનમાં એવી હજારો તક આપણા માટે છે જે તમારી રાહ જોવે છે.... ભૂતકાળને ભુલીને વર્તમાનમાં જીવીએ.

દરેક વખતે આપણને જે જોઈએ તે મળે જ, અથવા મળવું જ જોઈએ એવો આગ્રહ રાખ્યા વિના કયારેક જે મળ્યું છે તેની મજા માણવાનો પ્રયાસ કરીએ....જે ગમે છે તે મળે, તેનું નામ ‘સુખ’ છે અને જે મળે છે તેને ગમતું કરીએ તેનું નામ ‘આંનદ’.......

21 મી સદીની ડિજીટલ લાઈફમાં દિલ તુટે તો ગભરાયા વગર જીવનમાં આગળ વધીએ......