વિણેલા મોતી krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિણેલા મોતી

વિણેલા મોતી

Krupa Bakori


અનુક્રમણિકા

  • હકીકત
  • મદદ
  • ત્યાગ

  • હકીકત

    આપણી જિંદગીની નાની - મોટી ભૂલો સુધારવાની તક મળે અને ના પણ મળ એ આપણે જાણીએ છીએ. '' ઈશ્વરે આપેલી અમૂલ્ય જિંદગીની કિંમત કરવી જોઈએ. '' જે તક કયારેક આપણી પાસે હોય તે તક આપણી જિંદગીથી માઈલો દુર થઈ જાય એ પહેલા જિંદગીને સાચવવી. ''કોને ખબર કયારે શું થઈ જાય ? ''

    એક સુંદર યુવતી ઉદાસ ચહેરે પોતાનાં બેડમાં સુવાની તૈયારી કરતી હતી. સતતવિચારો કરવાને કારણે તે માનસિક રીતે થાકી ગઈ હતી. વિચારો તે માનસિક રીતે થાકી ગઈ હતી. વિચારો કરી - કરીને તે પોતે જ દુ:ખ અનુભવતી હતી. તેને કયારે ઉંઘ આવી ગઈ તેને તેની ખબર પણ ના પડી.

    વહેલી સવારનો સમય એ જ મોસમ... એ જ સુહાનો દીવસ..... આકાશમાં જોતા એવું જ લાગે જાણે હમણાં જ મેધરાજા વરસશે. થોડી - થોડી ભીની માટીની સુગંધ , એ જ પ્રેમભર્યો વહાલો હાથ કાશ ¦ એ જ પલ , એ જ દીવસ મારી જિંદગીને પહેલા હતી તેવી જ મસ્તીભયર્ી બનાવી દે.

    સૂરજને તો કામ કરવા માંથી ફૂરસત જ નથી મળતી. આજે મેરેજની ફોર્થ એનિવર્સરી છે તેને તો યાદ પણ નથી. મારી પહેલા જેવી જિંદગી રહી જ નથી. મેરેજ અમુક વર્ષો બાદ બધું જ બદલાઈ જાય છે.

    બપોરના બાર વાગ્યા છતા તેનો કોલ આવ્યો નથી. મને હતુ કે તેને બપોર સુધીમાં યાદ આવી જશે. પણ , હું ખોટી હતી. આ પહેલાની બધી જ એનિવર્સરી તેને યાદ રહેતી હતી. અમે બંને સાથે જ બહાર જવાનો પ્લાન કરતા અને ખૂબ જ મજા આવતી પણ , હવે આ બધું તે ભુલી જાય છે.

    બસ ¦ હવે હું સહન નહી જ કરું . આખો દીવસ પુરો થઈ ગયો છતાં તેને મારી યાદ આવી નહી એટલું જ નહી અમારી ફોર્થ એનિવર્સરી પણ ભુલી ગયા. હવે આજે તો તેના પર ગુસ્સે થઈને જ રહીશ.

    અચાનક જ ફોનની રીંગ વાગી...... '' મેમ! તમારા પતિને હાર્ટએટેક આવ્યો હતો. તેને બચાવાની કોશિશ કરી હતી પણ , તે હવે આ દુનિયામાં રહયા નથી. '' તે સ્ટીવન હોસ્પિટલમાં છે. પ્લીઝ... મેમ જલ્દીથી આવો.

    આ સાંભળીને થોડીવાર તો તે સ્તબ્ધ જ બની ગઈ . હે ઈશ્વર ¦ તે મારી સાથે આવું શા માટે કયું . સૂરજ ....... સૂરજ....... કહી મોટેથી ચીસ પાડી. હું તારા વગર જીવી નહી શકું . તું પાછો આવી જા. હું તને કયારેય પણ હેરાન નહી કરું . પ્રોમિસ ¦ સૂરજ હું તારી સાથે હંમેશા પ્રેમથી જ રહીશ.આપણે બંને કયારેય ઝગડો નહી કરીએ. તું ખૂબ જ સારો હતો. મે જ તારી કદર ના કરી.

    હે ઈશ્વર ¦ મારા છીનવાયેલા હરેક પલ મને પાછા સોપી દે. મારા સૂરજ ને નવું જીવન આપ. સૂરજને મને સોંપી દે. તેનું ધ્યાન હું રાખીશ. તેના વગર મારું આ દુનિયામાં કોઈ નથી.

    કાશ ¦ તું મારી જિંદગીમાં પાછો આવી જા તો હું તને મારાથી એક પલ માટે પણ દૂર નહી કરું . કાશ ¦ તું આવી જા તો હું ઝગડો પણ નહી કરું . તું પાછો આવી જા......... તું પાછો આવી જા....... તું પાછો આવી જા........

    '' સંધ્યા મેમ.... મેમ..... શું થયું ? '' તમે ઉંઘમાં કયારના ચીસ પાડો છો એટલે . હું ઘરની સાફ - સફાઈ છોડીને તમારરા રૂમમાં આવી ગઈ. કાંઈ પ્રોબ્લેમ તો નથી ને મેમ ? મેમ , પાણી પી લ્યો.

    ''નો થેન્કસ ¦ તું જા ફ્રેશ થઈને આવું છું .''

    ''ઓકે ¦ મેમ ......''

    ''એક મિનિટ . રમાબેન સૂરજ કયાં ગયા છે ?''

    ''સર આજે વહેલા ઓફિસે જતા રહયા છે. ''

    રોજની પ્રતિક્રીયા મુજબ તે ફ્રેશ થઈને પૂજારૂમમાં ગઈ અને ઈશ્વરને અંત:કરણથી પ્રાર્થના કરી.

    ''ઈશ્વર તમે તો દીન - દયાળું છો. તમમારાથી તો કંઈ જ છૂંપુ રહયુ નથી. હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું . તેને મારાથી કયારેય અલગ ના કરતા.''

    અચાનક જ તેની નજર ઈશ્વરની મૂર્તિ પાસે પડેલી ગીફટ પર ગઈ. તેમાં સુંદર અક્ષારે '' માય ડિઅર સંધ્યા'' લખ્યું હતું. તે ખુબ જ પ્રેમથી ખોલે છે. તેમાં ડાયમંડ રીંગ , મંગલસૂત્ર અને સિંદૂર હોય છે. તે આ જોઈને ખુબ જ ખુશ થઈ જાય છે. એક ચિઠ્ઠી પણ ત્યાં જ પડી હોય છે. તે વાંચે છે અને ....

    મારી પ્રિય સંધ્યા ,

    '' હેપી ફોર્થ એનિર્વસરી .'' આઈ હોપ કે તને ગીફટ ગમી હશે. ડાર્લિંગ મને માફ કરજે. હું રાતનાં થાકી ગયો હોવાથી કયારે ઉંઘ આવી ગઈ તેની મને ખબર જ ના પડી. વહેલી સવારે તું નિરાંતે સુતી હતી એટલે મે તને ઉઠાડી નહી. આજથી આપણે નવી જિંદગી શરૂ કરશું આગળનું બધુ જ ભુલીને . જેમ બધી એનિર્વસરી માં બહાર જઈએ તેમ આ વખતે પણ બહાર જશું બાય.......

    ''ટેક કેર''

    સૂરજ

    હે ઈશ્વર તમારો લાખ .... લાખ .... આભાર કે પહેલા જેવું જ મારું સુંદર જીવન થઈ ગયું .મને આ માકો આપવા બદલ. તને કોટી ..... કોટી..... ધન્યવાદ.

    બધા લોકોની સાથે આવુ ના પણ થાય માટે , ''જિંદગીમાં બીજાની ભૂલો શોધવાને બદલે , નાની - નાની વાતોમાં ખુશી શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ.''

    ''ઈશ્વરે આપેલી જિંદગીની મજા માણવાની કોશિશ કરવી જોઈએ.''

    મદદ

    ''જિંદગીને જો સમજીને પસાર કરવામાં આવે તો તે જિંદગીની કિંમત વધી જાય છે. '' ''જો તેને વિચારીને નમ્રતાથી સમજવામાં આવે તો તે નર્ક ભરેલી જિંદગી પણ અમૃત સમાન બની જાય છે.''

    જીવનમાં જે પણ બને છે. તે હમેશા આપણા હીત માટે જ હોય છે. ''આપણા જીવનમાં બનેલી કોઈપણ ઘટના અકારણ નથી બનતી. તેમાં ઈશ્વરની મરજી છૂપાયેલી હોય છે. જો કોઈ ઈચ્છા પુરી ના થાય તો એમ સમજવાની કોશિશ જરૂર કરવી કે શાયદ ઈશ્વરે આના કરતા પણ વધારે સારી વસ્તુ મારા માટે બનાવી હશે એમ સમજી લેવું.''

    આખા દિવસનો થાંકેલો - પાંકેલો સૂરજ અસ્ત થવાની તૈયારીમાં હતો. લોકો પોત પોતાના ઘર તરફ જઈ રહયા હતા. લોકોની ચહેલ - પહેલ વધતી જતી હતી. સવારથી તનતોડ મહેનત કરી રહેલા લોકોની એકમાત્ર આશા હોય કે કયારે ઘરે જવાશે ? કયારે આપણા પરીવારને મળશું ?

    લગભગ ટ્રેન ચાલુ થવાની તૈયારી જ હતી . બધા જ લોકો પોતપોતાની સીટમાં બેસીને ટ્રેન ચાલુ થવાની આતુરતાથી રાહ જોતા હતા. જે લોકોને સીટ નહોતી મળી તે લોકો આમ - તેમ આંટા મારત હતા.

    ટ્રેન ચાલુ થવાની વિસલ વાગી. આધેડ વયની એક મહિલા હાંફતી - હાંફતી દોડીને જલ્દીથી ટ્રેનમાં ચડી ગઈ પણ ટ્રેનમાં ચડતી વખતે તે મહીલાનું એક સેંડલ ટ્રેનની પટરી પર જ પડી ગયું. ટ્રેન ચાલુ થઈગઈ હતી. તે મહિલા તેનું સેંડલ લઈ શકે તેમ નહોતી તે વિચારીને એ મહિલાએ ''તેનું બીજું સેંડલ પણ ત્યાં જ ટ્રેનની પટરી પર ફેંકી દીધું .''

    તે જોઈને તયાંની મહિલાઓ એ આવું કરવાનું કારણ પુછયુ ત્યારે કહયુ ''મારું એક સેંડલ તો કોઈપણ જરૂરીયાત મંદ વ્યકિતને કામ નહી આવે પણ , જો બીજું સેંડલ હશે તો શાયદ તે વ્યકિત તે સેંડલ પહેરી શકશે.'' માટે , મે બંને સેંડલ ત્યાં જ ફેંકી દીધા.

    ''બીજાને મદદ કરવાથી જે ખુશી મળે છે. તે ખુશી ખરીદવા જતા પણ નથી મળતી. '' પોતાને માટે જીવન જીવવું એ 'ધર્મ' છે , પણ બીજાને માટે જીવન જીવવું એ ' પરમ ધર્મ' છે.

    ત્યાગ

    જેની પાસે પૈસા હોય તે લોકો પૈસાની કિંમત સમજતા નથી અને જેની પાસે પૈસા હોતા નથી તે લોકો તેને કમાવવા માટે તનતોડ મહેનત કરે છે.

    નદીના કિનારે પ્રકૃતિને નિહાળતા શાંત વાતાવરણમાં ગુરુજી રોજ બધાને નૃત્ય શીખવતા . તે શીખવા માટે આજુ બાજુનાં ગામનાં બધા જ લોકો ત્યાં જતાં હતા. આ બંને ભાઈઓ રોજ વૃક્ષ પાછળ છૂપાઈને નૃત્ય જાતા હતા. બંનેને નૃત્ય શીખવાની અદ્મ્ય ઈચ્છા હતી.

    અનિલ અને સુનીલ બે ભાઈઓ હતા. તેના મા - બાપ ગુજરી ગયા હતા. બંને થોડી – થોડી મજુરી કરીને જીવન ગુજારતા હતા , પણ નૃત્ય શીખવાના પૈસા તેમની પાસે નહોતા. બંને ભાઈઓ એ સાથે મળીને નકકી કર્યુ હતુ કે અનિલ નૃત્ય શીખશે અને સુનિલ કામ કરીને પૈસા કમાશે.

    સમય કોઈની રાહ જોતો નથી. લગભગ બે વર્ષના સમયગાળામાં અનિલ નૃત્ય શીખીને પારંગત થઈ ગયો હતો. અનિલ મહાન નૃત્યકારક બની ગયો હતો

    અનિલ સુનિલને લઈને ગુરુજી પાસે જાય છે. સુનીલને જોઈને ગુરુજી કહે છે. ''બેટા , તારો ભાઈ નૃત્ય શીખી શકશે નહી , પર્વતોની ખીણમાં કામ કરી - કરીને તેના બંને પગ ખૂબ જ કઠોર થઈગયા . તે વળી શકે તેમ નથી. અનિલ મને માફ કરજે હું કાંઈ પણ કરી શકું તેમ નથી. ''

    ''તું પર્વતોની ખીણમાં કામ કરે છો તે વાત મારાથી છુપાવીને કામ રાખી ? આ વાતની મને ખબર હોત તો હું કામ કરવાની ના જ પાડી દેત. '' અનિલ રડતાં રડતાં કહે છે.

    ''અનિલ તારે રડવાની જરૂર નથી. તું મહાન નૃત્યકારક બની ગયો તે જ મારા માટે ઘણું છે. મેં જે કયું તેનો મને કોઈ જ અફસોસ નથી. તારી ખુશી જોઈને મારા દિલને ઠંડક મળે છે. તારી ખુશીમાં જ મારી ખુશી છે. ''

    ''જે આનંદ ત્યાગ કરવામાં છે તે આનંદ બધી જ વસ્તુ મેળવવામાં નથી. બીજાની વસ્તુને છીનવી લેવા કરતા ત્યાગ કરવામાં વધારે આનંદ છે.''