Romantic Walk krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Romantic Walk

ROMANTIC WALK

Krupa Bakori

Kbakori189@gmail.com

પ્રેમ નો અહેસાસ મન ને જાણે બીજી દુનિયા માં જ લઈ જાય છે. જયાં ગુલાબની માદક સુંગઘ મન ને તરબતર કરી જાય. રોમરોમ પુલકીત થવા લાગે. પ્રેમ તો દિવાનગીનો હોય બસ તેને જ ચાહવુ.....તેની જ રાહ આ જન્મ થી હર એક જન્મ... પ્રેમ એક પ્રેરણા છે..તેના પવિત્ર ઘાગાને કોઈ તોડી શકતું નથી.... પ્રેમનો સંબંઘ તો લોહીના સંબંઘથી પણ ચડીયાતો છે. કોઈ ભી સરહદ કે સીમા પ્રેમને નથી નડતાં...જેમ પાણી એનો રસ્તો કરી લ્યે છે તેવી રીતે પ્રેમનો પ્રવાહ પણ તેનો રસ્તો આપોઆપ કરી લે છે. પ્રેમનો સંબંઘ દીલ થી નહી આત્માથી જોડાયેલો હોય છે... પ્રેમમાં કાઈ જ પામવાનું હોતુ નથી એ તો સમર્પણ છે...ત્યાગ છે. એક હુંફ મડી રહે જેના આવવાથી...એક અલૌલિક પ્રેમનો અહેસાસ , સ્નેહ…...

પ્રેમની અનુભૂતિ જીવનમાં સૌથી મહત્વની છે, કોઈ ને પ્રેમ કરવો સહેલો છે પણ જીવનના છેલ્લા શ્ર્વાસ સુઘી પ્રેમ નિભાવી રાખવો બહુ અઘરો હોય છે. પ્રેમ કરવો એટલે આપણા પોતાના અસ્તિત્વ ને સામી વ્યકિત ના અસ્તિત્વમાં સમર્પિત કરવો . રાઘા જેવો નિસ્વાર્થ પ્રેમ અને સુદામા જેવી નિસ્વાર્થ દોસ્તી ને આજે પણ લોકો યાદ કરે છે. આવા જ નિસ્વાર્થ પ્રેમ ની એક અનોખી દાસ્તાન......

સૃષ્ટીમાં પ્રેમ નું જો કોઈ અનુપમ અને અનમોલ ઉદાહરણ હોય તો તે રાધા છે, કૃષ્ણ ની પ્રેમસંગિની રાધા... પ્રેમ જેવા પવિત્ર શબ્દ ને સમજાવવા માટે જ શાયદ કૃષ્ણ-રાધા નો અવતાર થયેલો. પ્રેમ એક એવી લાગણી જેને કોઈ છુપાવી શકતું નથી ને અટકાવી શકતું નથી....જિંદગી નો ખુબસૂરત અહેસાસ પ્રેમ છે. પ્રેમ એ પાર્થના છે, પ્રેમ એ પુનર્જન્મ છે. પ્રેમ જેવી પવિત્ર લાગણીને આજે લોકો એ એક ટાઈમપાસ નું માઘ્યમ બનાવ્યું છે.

“લવ , પ્રેમ , ઈશ્ક , મોહબ્બત , લાગણી , સ્નેહ............. મેરેજ.......???”

એ જ મોસમ એ જ સુહાનો દિવસ.....આકાશ માં જોતા એવું જ લાગે કે મેઘરાજા હમણાં વરસશે. માટીની સૌમ્ય સુંગઘ વાતાવરણને ખુશનુમા બનાવતું હતુ. આજુબાજુ ના વૃક્ષો પરના ફુલોની મહેક ચારેબાજુ ફેલાતી હતી. વાદળો ગર્જના કરતા હતા. નીલા-નીલા વાદળોએ સૂર્યને સંતાડી દીઘો હતો. પ્રકૃતિ જાણે સોળે કલા એ ખીલી હતી. પશુ-પંખી નો કલરવ ચારેબાજુ અનેરો આનંદ વઘારતી હતી. કાળા ડિબાંગ વાદળો નો ગરજવાનો ઘનઘોર અવાજ આવતો હતો. એકા-એક તેજ હવા પ્રસરવા લાગી. શીતલ પવને અંગેઅંગમા આનંદનો સંચાર કરાવ્યો હતો.......ટપ-ટપ , ટપ-ટપ, કણ-કણ બુંદ વરસવાની ચાલુ થઈ ગઈ હતી. તેજ હવા ને કારણે અચાનક જ અમારી છત્રી ઉડી ગઈ હતી. ઘીરેઘીરે વાતાવરણ રોમેન્ટીક બની રહયું હતુ.

ઘોર-અંઘકારમાં સુમસાન રસ્તા પર અમે વોક પર જતા હતા. ઘોર અંઘકાર ને લીઘે એટલુ અંઘારુ હતુ કે અમે બને એકબીજાનો ચહેરો પણ જોઈ શકતા નહોતા. અમે બને થોડી વાર માટે એક લીલાછમ વૃક્ષની નીચે ઉભા હતા. ઘીરે-ધીરે વાતાવરણ શાંત થઈ રહયું હતું.

“સુહાને અચાનક જ મૌન તોડતા ઘીમેથી કહયુ સુહાની , “હું તારા માટે કંઈક લાવ્યો છુ. પ્લીઝ.........તું તેને સ્વીકારીશ...??? ”

“જો સુહાન પ્લીઝ તારું નાટક બંઘ કરીશ. આજે બસ ના મળતા હું તારી સાથે આવી છું. આઈ હેટ યુ.....હેટ યુ..... હેટ યુ સો મચ ઓકે અને હા, તારા જેવા લોકો ને તો ગોડ પણ માફ ના કરે....”

“સુહાની ની વાત ને અટકાવતા....ઘીસ ઈઝ ફોર યું.....સુહાનીના હાથ પોતાના હાથમાં લઈ એક હાથ પર સ્વીટ મોહક કીસ કરતાં કહયું, આઈ એમ રયલી સોરી પ્લીઝ મને માફ કરી દે..... પ્લીઝ.. પ્લીઝ... પ્લીઝ...”

“મોટેથી ચીસ પાડતા કહયું.....સુહાન.....લીમીટ કોસ ના કર....”

“સુહાની પ્લીઝ... તુ ગીફટ લઈ લે...તને ઈશાની નાં...કસમ !”

“સુહાન......હેટ યુ...”

મજબુરીમાં ફસાયેલી સુહાનીએ આખરે ગીફટ એકસેપટ કર્યુ.

“એક ગીફટ બોકસ આપ્યું........... હું તો સરપ્રાઈઝ હતી. ટોટલી સરપ્રાઈઝ. થોડી વાર તો હું અવાક જ થઈ ગઈ. બોલવા માટે શબ્દ નહોતા મળતા....”

મે ગીફટ રેપર ઓપન કર્યુ. અને એમાં એક બોકસ હતુ. જેની એક તરફ બટન હતું એ પણ ખોલ્યું અને બોકસ ખુલતાની સાથે જ હુ તો અવાક થઈ ગઈ.

“સુહાન ઈટ ઈઝ ટુ મચ ! આ ગીફટ........કેમ????? ના તો મારો બર્થડે છે કે ના તો કોઈ સ્પેશયલ ડે તો ગીફટ.....”

એ નાનકડા બ્યુટીફુલ બોકસમાં પ્રીટી ડાયમંડ રીંગ હતી. અંધકાર હોવા છતા તે રીંગ નું તેજ ઝળહળતું હતું.

“અરે પગલી , ગીફટ લાવવા માટે કોઈ જ કારણ ની જરૂર નથી. ગીફટ તો દીલ થી આપી શકાય.”

“સુહાને ભીના રસ્તામાં એક ગોઢણ પર ઉભા રહીને કહયું કે........”

“સુહાની.....આઈ લવ યુ... આઈ લવ યુ સો મચ...તારી સાથે પ્રેમ કરીને મે એક સ્પેશ્યલ ફ્રેન્ડ મેળવી છે....એક એવી ફ્રેન્ડ કે જેની સાથે હું દુનિયાનાં તમામ સુખ-દુ:ખ શેર કરવાં માંગું છું. આ આકાશ , તારા , ચાંદ , વૃક્ષો અને આ પૃથ્વીની કસમ ખાઈને કહુ છુ કે આ જન્મ નહી હર એક જન્મમાં હું તને આવો જ બેશુમાર પ્રેમ કરીશ. જીવનનાં ઘોમ તડકા વચ્ચે શીતળ છાંયડાની જરૂર હોય છે. મારા માટે તું એક શીતળ છાંયડા જેવી છો જેની મારે જરૂર છે.”

“શું તું હર એક જન્મમાં મારો સાથ નીભાવવા માટે મારી સાથે ચાલીશ...???”

મને તો કંઈ ખબર જ નહોતી પડતી કે મારે શું કરવું. હા, હું પણ સુહાનને લવ કરું છું....પણ તેને કરેલી ભુલને હું કયારેય માફ નહી કરું.

“સુહાન હું તને કયારેય માફ નહી કરું.....આઈ ડોન્ટ લવ યુ ઓકે.....”

“ઈટસ ઓકે સુહાની...તું વિચારી લે...શાંતીથી વિચારી લે...મને એક મોકો આપ તારી લાઈફને ખુશીઓથી રંગીન કરી દઈશ. મને માફ કરી દે...લાસ્ટ આ લેટર લખ્યો હતો તારા માટે........”

“ઓકે......”

“સુહાની ઘરે પહોચતાની સાથે જ તે લેટર વાંચવાની શરુઆત કરી......”

માય સ્વીટ લવ.....

જયારે મે તને પહેલીવાર જોઈ હતી ત્યારથી જ તને પ્રેમ કરવા લાગ્યો હતો. તારા એ બ્રાઉન હાઈલાઈટ કરેલા હેર, સ્વીટ પિંક લીપ્સ, મોટી-મોટી નીલી આંખ, આંખની ઉપર લાઈટ-લાઈટ કરેલું બ્લુ કાજલ, હાઈ હીલ્સ અને સ્પેશયલી તારી અનોખી અદા.......આ બઘુ જાણે તારી સુંદરતામાં અનેરો નીખાર લાવતી હતી. એ બ્લુ વનપીસમાં જાણે કોઈ સેલીબ્રીટી જેવી લાગતી હતી. આજે પણ એ પહેલી મુલાકાત ભુલાતી નથી........

જિંદગીનો અનમોલ સંબંઘ પ્રેમ છે. મારી આ ખોવાયેલી લાઈફમાં હું તને મારી બનાવીને આ લાઈફને પુરી કરવા માગું છું. પ્રેમ તો એક એવી અદ્શ્ય સાંકળ છે જે બે પાત્રને મજબુતાઈથી જોડી રાખે છે.

સ્વર્ગના તમામ સુખ કરતા ચડીયાતો લાગતો તારો આ પ્રેમ હું જીંદગીભર મેળવવા માગું છું. તારી એ નીલી આંખમાં હમેંશા ઉમરકેદ થઈ જવું છે.....બસ એક મોકો આપ....આ બઘું જ સાબીત કરવા માટે.......

તને પણ લાગતું હશે ને કેટલો પાગલ છે, હા, હું પાગલ છુ તારા પ્રેમમાં....હું તો એટલી હદ સુઘી પાગલ થવા માંગુ છુ કે આ ભગવાન પણ મજબુર થઈ જાય આપણને મળાવવા માટે.....

આમળાના જયુસથી ,રોઝ ,વેનીલા ,ઓરેંજ ,બ્લુબેરી ,વરીયાળી જેવા અનેક શરબતોથી આગળ વઘીને હું તને કોફી હાઉસ સુઘી લઈ જવા માગું છુ. એ શરબતોથી નિમિત થઈ અને આપણી વચ્ચે એક અણદીઠો સંબંધને હું નામ આપવા માગું છું.

સુહાની.........સુહાની ફકત તારું જ નામ અને આ જિંદગી.....જીવવા માગું છુ.

મને ખબર છે તુ મને નફરત કરે છે. મારી ભુલ બદલ હું ખુદ જ શર્મીદા છું. બસ.....મને એક મોકો આપ....પ્લીઝ મારું પ્રપોઝલ એકસેપ્ટ કરીશ.....

તારો અને ફકત તારો જ

સુહાન

“એવી તે કઈ ભુલ છે જેને સુહાની માફ કરી શકતી નથી....????”

“પોતાના દીલની વાત સુહાનને કેમ કઈ શકતી નથી...?????”

( વઘુ આવતા અંકે )