Friends 4 Ever krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Friends 4 Ever

FRIENDS 4 EVER

Krupa Bakori

Kbakori189@gmail.com

FRIENDS 4 EVER

સૂમસાન દરિયા વચ્ચે સંપૂર્ણ ખીલેલી ચાંદની ની રાતે તેજસ્વી આ રૂપને નિહાળતી હતી. પ્રભુએ પણ આ પ્રકૃતિની અદભૂત રચના કરી.

ત્યાં તો અચાનક જ પાછળથી કોઈએ બૂમ પાડી : તેજસ્વી ..... તેજુ......

તેજસ્વીએ પાછળ જોયું તો ઉડતા એકદમ રેશમી વાળ , કોમળ આંખો જેની પણ નજર પડે તે જોયા જ કરે એવું તેનું રૂપ હતું . બંને વચ્ચે ખૂબ જ ગાઢ દોસ્તી હતી.

''નટખટ માનસી..... બસ ¦ તારી જ રાહ જાતી હતી.'' તેજસ્વીએ કહયું .

''હા , એટલે જ તો આવી ગઈ તેજુ.....'' માનસીએ કહયું.

''માનસી ¦ પ્રભુએ આજે કેવું રંગીન સૌંદર્ય આકાશમાં ઠાલવ્યુ છે કે જેને જોતા જ રહીએ તો પણ આંખો થાકતી નથી.''

બંને ફ્રેન્ડસ એકી નજરે આ પ્રકૃતિને નિહાળતી હતી. ત્યા કેટલો સમય વીતી ગયો છતા તેને તેનો ખ્યાલ પણ ન હતો.

''અચાનક જ માનસીએ ટાપલી મારી , તેજુ કયાં ખોવાઈ ગઈ..... ? તેની આંખોમાં આંસુ જોતા જ તે સમજી ગઈ. તેજુ ભુતકાળને યાદ કર નહી. જે બની ગયું તેમા તારો કાઈ વાક નથી.''

''માનસી.... માનસી....'' અચાનક જ બુમ સાંભળતા માનસીને યાદ આવ્યું.

''તેજુ , મને મમ્મી બોલાવે છે , હું થોડીવારમાં જ આવું છું .'' ત્યાં તો તેજસ્વી પોતાના ભૂતકાળને આંખ સામેથી પસાર થતો હોય એવું મહેસૂસ કરે છે.

'' તેજુ તારી ખુબસૂરત મોટી આંખો એ ખરેખર મને તારા પ્રત્યે લાગણી જન્માવી છે.તારી એ આંખમાં હંમેશા કાજલ લગાડેલું જ હોય , તારા નાજુક હોઠ , તારા રેશમી લહેરાતા વાળ , તારી ચાલ......''

''બસ ¦ હવે અભી ઓછા વખાણ કર''

''ના , મારી જાન તું છો જ એટલી સુંદર આજે મને દિલ ખોલીને પ્રશંસા કરવા દે .''

''અભી , તું પણ ઓછો હેન્ડસમ નથી. કોલેજમાં બધી જ ગર્લ્સ તારી ઉપર ફીદા હોય છે.''

તે રોમેન્ટીક સાંજ અમારા બંને માટે સ્પેશયલ બની ગઈ હતી , પણ શાયદ ¦ કિસ્મતને મંજૂર નહી હોય.

'' જલ્દી કર ને તેજુ ¦ તું ખુબ જ સુંદર છો તારે તૈયાર થવાની જરૂર નથી માય બેસ્ટ ફ્રેન્ડ.....'' માનસીએ કટાક્ષ થી કહયું

''જયારથી આપણે મુંબઈ આવ્યા છે , ત્યાર થી મારી મૉર્નિંગ તારા આ વાકયથી જ થાય છે.'' તેજુએ ઉદાસ ચહેરે કહયું.

''મિસ , માનસી ચાલો હવે તમને વધારે વેઈટ કરાવીશ નહી બાબા....''

''તેજુ , પ્લીઝ..... તું અભીથી દુર રહજે તે સારો છોકરો નથી. તું મારી વાત સમજે છે ને ?''

''માનસી પ્લીઝ....... જો તારે આ જ વાત કરવી હોય તો તારે અને મારે વધારે દીવસ સાથે નહી ચાલે .''

આ વાતને કારણે બંને ફ્રેન્ડસ વચ્ચે ઝગડો થયા વગર ચાલતો જ નથી. નાની - મોટી લડાઈ વારંવાર થાય છે. બંનેના કલાસ અલગ હોવાથી બંને પોતપોતાના કલાસમાં જાય છે.

માનસી મનમાં જ વિચારે છે કે તેજુ તું ખરેખર કોઈનો શિકાર બની ગઈ છો. તેની જાણ સુધ્ધા તને નથી , પણ ''આઈ વિલ પ્રોમિસ કે તેને આ રસ્તામાંથી જરૂર ઉગારી લઈશ'' માય બેસ્ટ ફ્રેંડ તેજુ ......

ધીરે - ધીરે માનસી સાથે તેજુનું બોલવું. ઓછું થઈ જાય છે. તેમ તેમ અભી અને તેજુનો સંબંધ ગાઢ થતો જાય છે.

સાંજના સમયે માનસી વિચારે છે કે છેલ્લા ધણા મહીનાથી અભી અને તેજુ નું બોલવાનું વધતૂં જ જાય છે. મારે કંઈક તો કરવુ જ પડશે. તે તેજુના રૂમમાં જઈને ડોર ખટખટાવે છે , ત્યાં તો....

''અભી તને લાગે છે કે આ સારો વિકલ્પ રહેશે ? હા , હા અભી મને તારા પર વિશ્વાસ છે. હું તને મારું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છું . હું સાંજે તૈયાર તો રહીશ પણ ભાગીને જશું કયાં ? ઓકે..... બસ ¦ તું જયાં લઈ જઈશ ત્યાં હું આવીશ . બાય....''

આ સાંભળીને માનસી થોડીવાર તો અવાક બની જાય છે. આ બધું થયા પછી તે તેજુ નો રૂમમાં જતી નથી.

લગભગ , રાતના બે વાગયા હશે. તેજુ પોતાનો સામાન લઈને નીચે ઉતરવા જાય છે , ત્યાં તો...

''તેજુ આવું પગલું ભરમાં કે જેથી તને પાછળથી પસ્તાવાનો સમય આવે પ્લીઝ.....''

''માનસી તારી શિખામણ તારી પાસે જ રાખ અને મને જવા દે .'' તેજુએ ક્રોધ સાથે કહયું.

''નહી...... તેજુ હું તારો હાથ નહી છોડું. તારી લાઈફમાં હું કયારેય ઈન્ટરફીઅર થતી નથી ,પણ હવે હદ થાય છે.''

''હાથ છોડ ........'' તેજુએ કહયું .

બંને વચ્ચેના ઝગડામાં અચાનક જ તેજુથી માનસીને ધકકો લાગયો અને તે સીડીએ થી પડતા જ. તેનું માથું લોહી - લુહાણ થઈ ગયું. તેજુ આ જોઈને હેબતાઈ ગઈ અને તે તરત જ ત્યાંથી નીકળી ગઈ અનેઅભી જયાં રહેતો હતો ત્યાં જવા ટેકસી લઈને નીકળી ગઈ.

માનસીની હાલત જોઈને પણ તેજુનું દિલ પીગળ્યું નહી , ખરેખર ''પ્રેમ આંધળો છે.'' જે કોઈનો જીવ પણ લઈ લે છે. વર્ષોની દોસ્તી એકવાર તોડી તેજુ ત્યાંથી નીકળી પણ પસ્તાવાનો એક આંસુ નહોતો.

તેજુ મનમાં વિચારતી હતી કે હું થોડી વહેલી અભીના રૂમે જાંઉ છું . તે હોય તો સારું .... હે પ્રભુ મદદ કર.

અભીના રૂમે પહોંચી તો ત્યાંનો ડોર ખુલ્લો હતો. જેવી તે રૂમમાં પ્રવેશી કે તે કોઈ બીજી ગર્લ્સ સાથે વાતોમાં આતપ્રોત હતો. તે જોઈને તેજુને વિશ્વાસ થઈ ગયો કે માનસી , સાચી હતી. અભી એ મારી સાથે નહી મારા જેવી કેટલી ગર્લ્સ જોડે ચીટ કરી છે. ત્યાં અચાનક જ યાદ આવ્યું માનસી .....

તે ઘરે પહોંચી ત્યાં તો માનસી બેહોશ થઈ ગઈ હતી. માથા પર લાગેલી ચોટમાંથી સતત લોહી વહેતું હતું. હાંફતી - હાંફતી તેજુ એ જલ્દી થી તેને હોસ્પિટલે પહોંચાડી .

બંને મુંબઈમાં એકલી રહેતી હતી હવે , તેજુ અહીયાં કોને બોલાવે ? ત્યાં તેને યાદ આવ્યુ કે માનસીના આન્ટી અહીંયા છે. તેને કોલ કરીને બોલાવ્યા .

માનસીની હાલત સીરીયસ હતી. તેના ભાગ્ય જાણ તેને સાથ આપતા હતો તેને બ્લડબેંક માંથી બ્લડ મળી ગયું હતું . થોડા કલાકો બાદ માનસી ને હોંશ આવી ગયો , ત્યારે તેજુની જાનમાં જાન આવી અને પ્રભુને ખરા અંત : કરણથી આભાર વયકત કર્યો.

માનસીના આન્ટી તેના રૂમમાં ગયા અને પૂછવાની કોશિશ કરી કે '' બેટા ¦ આવું કેમ થયું ? પણ તે કઈ બોલતી નથી. ''

માનસીની હાલત જોઈને તયાં જતા તેજુના પગ ઉપડતા નહોતા . ત્યાં આન્ટીએ કહયું તેજુ અંદર તો આવ. આજે તું ના હાત તો ખબર નહી મારી માનસી નું શું થયુ હોત . થેંકયુ..... તેજુ .

'' નહી , આન્ટી થેંકયુ તો મારે કહેવું જોઈએ ત્યાં તો..... '' માનસીએ એ વાત અટકાવીને કહયું. '' આન્ટી અહીયાથી જવાની પરમિશન કયારે મળશે ?''

''હું હમણાં જ ડોકટરને પૂછતી આવું , તમે બને ફ્રેન્ડસ વાતો કરો. '' માનસીના આન્ટીએ કહયું.

'' સોરી , માનસી આઈ એમ રીયલી સોરી '' તેજુએ કહયું.

'' તેજુ તારે સોરી કહેવાની જરૂર નથી તારી જગયાએ હું ત્યાં હું પણ એવું જ કરત .''

બંને ની આંખમાં આંસુ આવ્યા અને બંને ફ્રેન્ડસ એક બીજાને ભેટીને રડવા લાગ્યા .

સુખ માં તો બધા જ લોકો સાથ આપે પણ , જે દુ : ખમાં સાથ આપે તે સાચો દોસ્ત કહેવાય . દોસ્તીની તાકાત ગમેતેટલી મુશ્કેલી માંથી પણ વ્યકિતને ઉગારી લે છે.

જિંદગીમાં અમુક દોસ્ત કોચ અને પડછાયા જેવા રાખો કારણકે , કોચ કયારેક ખોટુ બોલતો નથી અને પડછાયો કયારેય સાથ છોડતો નથી. દોસ્તી જીવનમાં ખુશીના રંગો ભરી જાય છે. દોસ્તી એ ઈશ્વરની ભેટ છે. બંધન વગરનો અતુટ સંબંધ એટલે દોસ્તી ........

“ Friends till the end of time……”