Samjanna soor books and stories free download online pdf in Gujarati

સમજણના સૂર

સમજણના સૂર

Kbakori189@gmail.com

Krupa Bakori

દિકરી નો ભાર????...

ઉનાળાના દિવસો હતા. ઘખધખતો તાપ હતો. એવાંમા એક વેરાન રસ્તા પર એક માતા પોતાની વહાલસોયી બે દીકરી ને કાખમાં તેડીને અને માથા પર બેડું લઈને પાણી ભરવાં માટે જતી હતી.

ઉનાળાના એ તડકામાં એ માં પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી.

રસ્તાંમા એક ભાઈએ પુછયૂ ? બેન તને ભાર નથી લાગતો....???

પેલી મા એ કહયું : ના મને જરાય ભાર નથી લાગતો....ભગવાને મને ફુલ જેવી બે દીકરી આપી ને દુનિયાનું સર્વ સુખ આપ્યુ છે.

રહસ્ય

કોઈ વ્યકિત નિષ્ફળતામાં પારાવાર અત્યંત દુખી થાય ત્યારે એક વાર અબ્રાહમ લિંકન ને યાદ કરવા.......

વેપારમાં નિષ્ફળતા મળી 1831

વિધનસભાની ચૂંટણી હાર્યો 1832

વેપારમાં નિષ્ફળતા મળી 1833

વિઘાનસભામાં ચૂંટાયો 1834

પ્રેમિકાનું નિઘન 1835

સખત માંદો પડયો 1836

સ્પીકરની ચૂંટણીમાં હાર્યો 1838

કોંગેસની ચૂંટણીમાં હાર્યો 1843

કોંગેસની ચૂંટણીમાં હાર્યો 1848

સેનેટની ચૂંટણીમાં હાર્યો 1855

ઉપપમુખનીચૂંટણીમાં હાર્યો 1856

સેનેટની ચૂંટણીમાં હાર્યો 1858

અમેરિકાનો પમુખ ચૂંટાયો 1860

આ નિષ્ફળતાની કસોટી પાછળ સફળતાની સીડી ચડવા વાળા વ્યકિતી બીજું કોઈ નહિ પણ અબ્રાહમ લિંકન જ હતાં. નિષ્ફળતામાં સફળતા છૂપાયેલી હોય છે.

મીણબતી

એક દીવસ હઝરત અલી સાહેબ રાજયના ખજાનાનો હિસાબ કરતા હતા. સાંજ પડવા આવી પણ હિસાબ પુરો ન થયો એટલે એણે મીણબતી સળગાવી.

થોડીવાર પછી બે સરદારો પોતાના અંગત કામ માટે એમની પાસે આવ્યા. હઝરત સાહેબે તેમને આંખનો ઈશારો કરી બેસવા કહયું

હિસાબનું કામ પુરું થયું. હઝરત અલીએ મીણબતી બુઝાવી નાંખી. પોતાના મેજમાંથી બીજી મીણબતી કાઢીને સળગાવી.

સરદારોને આ જોઈ આશ્રર્ય થયું કારણ કે પેલી મીણબતી પૂરી થઈ ગઈ ન હતી. જયારે અલી સાહેબે તેને બુઝાવીને બીજી સળગાવી હતી. સરદારો એ વિનયપુર્વક એનું કારણ પૂછયું.

અલી સાહેબ બોલ્યા અત્યાર સુઘી હું રાજયનું કામ કરતો હતો.તેથી રાજયની મીણબતી સળગાવી હતી. હવે આપણું અંગત કામ છે, તેથી રાજયની મીણબતીનો ઉપયોગ કરું તો હું ચોર ઠરું, માટે આપણા કામ સારું મેં મારી પોતાની મીણબતી સળગાવી છે.

-અર્ઘી સદીની વાચનયાત્રા

એકાગ્રતા

હઝરત ગોસને ત્યાં નમાજ પઢાતી હોય ત્યારે તેમનો એક અદેખો પાડોશી ઈરાદાપૂર્વક ઢોલ વગાડતો. એક વખત નમાઝ સમયે ઘોંઘાટ એટલો બઘો વઘી ગયો કે ગોસનો એક શિષ્ય અકળાઈને બોલી ઉઠયો, આપ આ અવાજ શા માટે ચલાવી લો છો....? આપના આ પડોશીને ઠપકો કેમ નથી આપતા.....?.

“તને અવાજ સંભળાયો હઝરત ગોસે પૂછયું?”

“હા,એથી તો આપને ફરિયાદ કરી શિષ્યે કહયું”

એનો અર્થ એ થયો કે તારું ચિત નમાઝ પઢવામાં એકાગ્ર થયું ન હતું. મને તો એ ઢોલનો અવાજ કદી સંભળાયો નથી. હઝરતે ખૂબ જ સ્વસ્થાથી કહયું…..

એકાગ્રતાનું આ નમૂનેદાર દષ્ટાંત છે. કોઈ પણ કાર્ય સર્વોતમ રીતે સિઘ્ઘ કરવાની એ અનિવાર્ય શરત છે.

-બહાદુરશાહ પંડિત

મીઠું બોલો

એક જયોતિષ હતો. એની પાસે એક ભાઈ પોતાનું જયોતિષ જાણવા માટે આવ્યો. જયોતિષીએ જોષ જોઈને કહયું તમારા ઘરનાં બઘાં જ માણસો તમારી હયાતિમાં જ મરી જશે.

આ સાંભળીને પેલાને ખૂબ જ દુખ થયું અને ગુસ્સો પણ એટલો જ આવ્યો કે આ માણસ કેવી ખરાબ વાત કરે છે.

બીજી વેળા તે એક બીજા જયોતિષી પાસે જોષ જોવડાવવા ગયો. તે જયોતિષએ કહયું ભાઈ, તમારું આયુષ્ય પણ ખૂબ જ સારું છે અને તમારું આયુષ્ય પણ ખૂબ જ લાંબુ છે.

અર્થ તો એક જ હતો. પરંતુ ભાષા જુદી હતી. તેનાથી અસર જુદી જ પડે છે. માટે હું હમેશા કહું છું કે – નહી વાળી ભાષા બોલતાં નહી, નકાર વાળી ભાષા બને ત્યાં સુઘી વાપરવી નહીં.વાત એકની એક હશે પરંતુ કહેવાની રીતથી અસર જુદી થશે.

-વિનોબા ભાવે

આ પણ દાન જ છે ને.......

ઉદારતા વઘુ આપવામાં નહીં

પરંતુ સમયસર આપવામાં રહેલ છે.

આપવાનો અર્થ -

ફકત વસ્તુ આપવા પૂરતો જ મર્યાદિત નથી

મઘુર સ્મિત

પ્રેમાળ વાણી

લાગણીસભર સ્પર્શ

ક્ષમા આપવી

સમય આપવો

કે માફ કરવું વિગેરે દાન જ છે.

આ માટે

તુર્ગનેવની લઘુકથા યાદ કરીએ જેથી વઘુ સ્પષ્ટ થશે.

જેમાં એક માણસે ભિખારીને આપવા માટે ખિસ્સામાં કંઈ જ ન હોવાને કારણે એના સાથે ઉષ્માસભર હાથ મિલાવ્યો.

ભિખારીથી બોલાઈ ગયું....,આ પણ દાન જ છે ને.....

-બ્રુયર

જિંદગી

જિંદગી પણ કેવી કમાલ છે...

પહેલાં

આંસુ આવતા ત્યારે

બા યાદ આવતી....

ને, આજે

બા યાદ આવે છે

ને આંસુ આવી જાય છે....

-રમેશ જોષી

પરિવર્તન

સાંજ ઢળતી હોય ત્યારે

માથે હાથ ફેરવતાં ફેરવતાં

સાસરેથી આવેલી દીકરી આપણને કહે –

તમે ખૂબ થાકી ગયા છો પપ્પા ,પાણી આપું

થોડોક આરામ કરતા હો તો

ત્યારે

આપણે એકાએક સભાન થઈ જઈએ છીએ.

ઘીમેઘીમે હવે આપણી જ દીકરી

આપણી મા બનતી જાય છે......

-વિપિન પારેખ

દુનિયા દો રંગી હૈ

માણસ જો પૈસાની પાછળ દોડે તો તે પૈસાનો પૂજારી ગણાય.......

પૈસા જો રાખે તો મૂડીવાદી ગણાય......

પૈસા જો ખર્ચી નાખે તો તે ઉડાઉ કહેવાય છે....

અને જો તે પૈસા મેળવવાનો પ્રયત્ન જ ના કરે

તો તે મહત્વકાંક્ષા વિહોણો ગણાય......

માણસ જો મહેનત કયા વિના પૈસા મેળવે

તો તે હરામ હાડકાંનો છે એમ કહેશે.....

અને

આખી જિંદગી મહેનત કરી પૈસા મેળવે તો લોકો કહેશે

કે કેવો મૂર્ખો છે એને જીવન જીવતાં જ ન આવડયું.......

-જસ્ટીસ એચ. આર.

જે પોતાનું કામ અત્યંત સુંદર રીતે કરતો હતો-

જો કોઈ માણસ

ફળિયાનો ઝાડુવાળો હોય તો તેણે

માઈકલ એન્જેલો ચિત્રકામ કરે તે રીતે,

બીથોવન સંગીત રચના કરે તે રીતે

કે પછી

શેકસપિયર કવિતા રચે એ રીતે

ફળિયામાં એટલી સુંદર રીતે

ઝાડુ વડે સફાઈ કામ કરવું જોઈએ

કે પૃથ્વી અને સ્વર્ગના નિવાસીઓ

થોભી જઈને એવું કહેવા પ્રેરાય કે અહીં

તો એક એવો મહાન ઝાડુવાળો રહેતો હતો,

જે પોતાનું કામ અત્યંત સુંદર રીતે કરતો હતો......

-માર્ટિન લ્યુથન કિંગ(જુનિયર)

પાણીનું એક ટીપું

પાણીનું એક ટીપું

જો એ તાવડી પર પડે

તો એનું અસ્તિત્વ જ મટે...

એ જો કમળનાં પાન પર પડે

તો એ મોતી જેવું ચમકી ઊઠે છે....

અને જો છીપમાં પડયું

તો એ મોતી જ થઈ જાય છે.....

પાણીનું ટીપું તો એ જ છે

તફાવત માત્ર સહવાસનો.....

-અશ્રિવની પાનસે

એક વિચાર અરસપરસ આપીએ તો

મારી પાસે એક સફરજન હોય

અને

તમારી પાસે પણ એક સફરજન હોય

ત્યારે

જો આપણે એક બીજાને આપીએ

તો

બન્ન પાસે એક એક સફરજન રહે

પરંતુ

જો મારી પાસે એક વિચાર હોય

અને

તમારી પાસે પણ એક વિચાર હોય

ત્યારે

જો આપણે એકબીજાને આપીએ

તો

બન્ન પાસે બે વિચારો રહે.....

-જયોર્જ બર્નાડ શો

મહાત્મા તો ય માણસ.... માણસ તો ય મહાત્મા..

હે ગાંઘી બાપુ

અમને ત્રણ આશીર્વાદ આપજો..

જે સદગુણ અમારામાં ન હોય

તે નથી એનો ખટકો

અમારા મનમાં રહે તો ય ઘણું

જે સદગુણ અમારામાં ન હોય

તે છે એવો દેખાવ કરવાની લાલચ

અમને ન થાય તો ય ઘણું

જે સદગુણ અમારામાં નથી

તે નથી એવું સામા માણસને જણાવી દેવાની

ઉતાવળ અમને રહે તો ય ઘણું......

-ડો. ગુણવંત શાહ

બાળક માટે આપણી પાસે સમય કયાં......

માણસને શેરની વધઘટ જાણવા માટે સમય મળે છે.

પરંતુ....બાળ શેરોની ખેવના માટે સમય કયાં...?

આપણા બાગમાં ઉગતા પુષ્પોની માવજત માટે સમય મળે છે.

પરંતુ.....બાળ પુષ્પો માટે સમય કયાં......?

નોકરી ઘંઘાની પ્રગતિ માટે સમય મળે છે.

પરંતુ....બાળ પ્રગતિ માટે સમય કયાં......?

આપણને ડીસ્કો, ઈન્ટરનેટ ચેટીંગ,મોબાઈલ ટોક માટે સમય છે.

પરંતુ......બાળકોનાં મનોવિજ્ઞાન માટે સમય કયાં.....?

આપણને રાજકરણમાં સસ્તી પ્રસિદિઘ માટે સમય મળે છે.

પરંતુ.....બાળકોનો અભ્યાસની જાણકારી માટે સમય કયાં?

આપણને પર સેવા કરવા માટે સમય મળે છે.

પરંતુ....કુટુંબ સેવા માટે સમય કયાં?

આપણને શેરના સૂચક આંકની ખબર છે.

પરંતુ...બાળકોનાં અભ્યાસનાં ખરા આંકની ખબર કયાં?

-દિનેશ ટાંક

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED