“સરોગેટ ફાધર” Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“સરોગેટ ફાધર”

“સરોગેટ ફાધર” –

ડૉ.હેંમંત શાહે માથું ધુણાવ્યુ.શું કરવુ એ સમજાતું નહોતું.એક મુંઝવણમાં ફસાયા હતાં ને તેનો શું ઉપાય શું કરવો તે એમને સમજાતું નહોતું.એક સવાલ સતત પરેસાન કરતો હતો કે આ તે કેવો કેસ?આ કેસને કેવી રીતે સોલ્વ કરવો?

હેમંત શાહ અમદાવાદનાં પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ છે.તેમની નામનાં વંધ્યત્વ નિવારણના ખ્યાતનામ ડૉકટર તરીકે વધારે છે.સંતાનહીન યુગલો માટે આશાનું કિરણ એટલે ડો.હેમંત શાહ.વંધ્યત્વ નિવારણની ધીકતી પ્રેક્ટિસ ચાલે છે.અમદાવાદ ઉપરાંત મહેસાણામાં તેમની હોસ્પીટલ છે.”સરોગેટ મધર” એટલે કે ભાડુતી કુખ આપનારી સ્ત્રીઓની મદદથી ડૉ.હેમંત શાહ સંતાન સુખ મેળવવાં માંગતાં યુગલોનાં જીવનમાં ખૂશી લાવવાં સતત કાર્યરત રહેતાં હતાં.ખાસ કરીને એનઆરઆઇ યુગલો તેમને ત્યાં વધારે સંખ્યામાં આવતાં હતાં.અત્યાર સુધીમાં આઠ દંપતીઓને હેમંત શાહને કારણે સંતાન સુખ પ્રાપ્ત થયું હતું.

ડૉ.શાહની જિંદગી અને પ્રેક્ટિસ બંને આમ તો સુખરૂપ ચાલતાં હતાં.પણ એકાદ વર્ષ પહેલા એનઆરઆઇ દંપતી પ્રમોદ પટેલ અને અર્ચના પટેલ એમની પાસે આવ્યો અને આ કેસે તેમનાં જીવનમાં ઝંઝાવાત સર્જી દીધો હતો.

————

પ્રમોદ પટેલ મુળ મહેસાણાનાં હતાં.બાર વર્ષ પહેલા એ અમેરીકા ગયાં હતાં.અને ત્યાં મહેનત કરીને આગળ આવેલા હતાં.અમેરિકામાં તેમને બે મોટેલ ઉભી કરેલી હતી.આ બંને મોટેલ ધમધોકાર ચાલતી હતી અને જિંદગી સુખરૂપ ચાલતી હતી.પણ એક ખોટ હતી.લગ્નજીવન દોઢ દાયકા પછી પણ સંતાન સુખ નહોતું.કારણકે ગર્ભાસયની ક્ષતિને કારણે અર્ચનાં માતા બની એમ નહોતી.આથી અર્ચનાની માતૃત્વની ઇચ્છા પૂરી થઇ ન્હોતી.પરિણામે એક સવાલ સતત થતો કે આ બધું કર્યાં પછી અંતે શું?આ બધી મહેનત કર્યાં પછી તેને ભોગવનાર કોઇ નાં હોય તો એનો અર્થ શું?

બહું વિચાર કરીને ભારત જઇને કોઇ સરોગેટ મધરની મદદ લેવાંનું નક્કી કર્યુ.ભારત આવીને એ મહેસાણાનાં ડોકટરને મળ્યા અને પોતાની તકલીફ જણાવી.ડૉકટરે તેમને ડૉ.હેમંત શાહનો નંબર આપ્યો અને મુલાકાત નક્કી થઇ.

ડૉ.હેમંત શાહનાં જીવનમાં આવનારા તોફાનનાં મૂળ એ મુલાકાતમાં નંખાયા.

————-

ડૉ.હેમંત શાહ અગિયાર મહિનાં પહેલાની આ બધી વાતો યાદ કરતાં વિચારમગ્ન થઇને બેસી રહ્યા.બેતાલીસ વર્ષનાં આકર્ષક અને દેખાવડા પ્રમોદભાઇ અને તેમનાં પત્ની હેમંત શાહને મળવા આવ્યા પછી પ્રમોદભાઇએ એમની તકલીફ કહી.પ્રમોદભાઇને કહેવાં મૂજબ તેમનાં પત્ની ગર્ભ ધારણ કરી તેમ નહોતાં.અમેરિકામાં સારામાં સારા ડૉકટરો પાસે ઇલાજ કરાવ્યો.પણ સંતાનસુખ નહોતુ.એટલે છેવટે પ્રમોદભાઇનાં શુક્ર થકી ભાડૂતી માતાનાં કુખે બાળકનો વિચાર કર્યો.

પોતાની વાત પૂરી કર્યાં પછી પ્રમોદભાઇએ ડૉ.શાહ સામે આશાભરી નજરે જોયું.ડો.હેમંત શાહે સધિયારો આપ્યો અને સહું સારા વાના થશે જશે એમ કહીને રવાનાં કર્યા.

પ્રમોદભાઇ સાથે વાત થયાં પછી હેમંત શાહે અમદાવાદની હેંમંત શાહે અમદાવાદની ત્રણથી ચાર ભાડૂતી કૂખ આપતી મહિલાઓ સાથે વાત કરી,પણ એક પણ મહિલા સાથે વાત જામી નહી.મહેસાણામાં બે મહિલાઓ રહેતી હતી તેમનો સંપર્ક કર્યો છતાં પણ મેળ પડયો નહી.બીજૂ બાજુ પ્રમોદભાઇની વ્યાકુળતા વધતી જતી હતી.એ દરમિયાન જે ડૉકટરનાં માધ્યમથી મળવાં આવ્યા હતાં તે ડૉકટર મિત્રનાં પણ ફોન આવી ગયા.હેમંત શાહના બીજા એક ખાસ મિત્રનો પણ પ્રમોદભાઇની ભલામણ માટે ફોન આવી ગયો.પૈસાનો પ્રોબ્લેમ હોય તો તેની ચિંતા નહી કરવાનું કહેણ આવી ગયુ.

હેમંત શાહને લાગ્યુ કે પ્રમોદભાઇ માટે હવે કંઇક તો કરવું જ પડશે.એમાં પણ ખાસ મિત્રની ભલામણ અને ખાસ મિત્ર પણ પાછો અમદાવાદનો ખ્યાતનામ ડૉકટર અને એક સાથે મેડિકલ કોલેજમાં ભણેલા હતાં.

આ સમસ્યાનો ઉકેલ કંઇ રીતે લાવવો તે વિશે વિચારતાં હેમંત શાહ પોતાની કેબિનમાં બેઠા હતાં.પ્રમોદ પટેલ અમેરિકાની બે મોટેલોનો માલિક હતો અને એનાં તરફથી મોટી રકમની પ્રપોઝલ હતી.જોકે પ્રપોઝલ કરતાં સંતાન પ્રાપ્તિ મહત્વની હતી.હેમંત શાહનો પૈસાનો એટલો મોહ પણ નહોતો,પણ ભલાઇનું કામ હતું ને બધાને સુખ આપે તેવું હતું.સરોગેટ મધર તરીકે સામાન્ય રીતે ગરીબ ધરની સ્ત્રી હોય તો ગરીબ માણસનું ભલું થઇ જાય અને એ પણ એક રીતે સમાજ સેવાનું કામ હતું.અને પ્રમોદ પટેલ અને અર્ચનાં આર્શિવાદ આપે એ અલગ.

રાત્રીનાં અગ્યાર વાગ્યા હતા.હેમંત શાહ ધરે જવાનું ભૂલીને કેબિનમાં બેસી રહ્યા.ત્યાં રિસેપ્શન પરથી ફોન આવ્યો.સામે જુનિયર ડૉકટર હતો.

“સર!ઝુબેદા કહે છે સાત નંબરમાં રીનાબેનનાં બાબાને આંચકી ઉપડી છે.”

હેમંત શાહ તરત ઉભા થયા અને ઝડપથી સાત નંબરનાં સ્પેશિયલ રૂમમાં પહોચ્યાં.બાળકની હાલત નાજુક હતી.ડૉકટરે તરત શરૂ કરી.પોણૉ કલાક પછી બાળકની તકલીફ દૂર થઇ ગઇ.રાત્રીનાં અગ્યારને પંચાવન મિનિટ થઇ હતી.

એ ઉભા થયાને જવાં નીકળતાં હતાં ત્યાં જ ઝુબેદા બોલી,”સાહેબમ્હું તો ડરી જ ગયેલી પણ તમે છોકરાને બચાવી લીધો.”

ડૉ શાહનાં ચહેરા પર સંતોષનું સ્મિત આવ્યું.તેમણે ઝુબેદાનો આંખોથી જ આભાર માન્યો અને અચાનક તેમનાં મગજમાં એક વિચાર ઝબકી ગયો.એ બહાર જતાં અટકી ગયા.તેમણે ઝુબેદા પર નજર નાંખી અને બોલ્યા,”ઝુબેદા!જરાં મારી કેબિનમાં આવજે.તારૂં થોડું કામ છે.પાંચ મિનિટ પછી હેમંત શાહની કેબિનમાં ઝુબેદા આવી.તેનાં ચહેરા પર આશ્ર્ચર્યનાં ભાવ હતાં.ડો.શાહ કદી તેને આ રીતે પોતાની કેબિનમાં બોલાવતા નહી.

ડો.શાહે તેને ખૂરશી તરફ ઇશારો કરીને બેસવાનું કહ્યુ.સહેજ સંકોચ સાથે ઝુબેદા ખૂરશીમાં બેઠી.ડૉ.શાહે સાહજિક રીતે ઝુબેદા સાથે વાત શરૂ કરી,”ઝુબેદા!નાઇટ ડયુટીમાં તમને કાંઇ તકલીફ જેવું તો નથી ને?”

“ના!સાહેબ,બે નર્સ વધારાની હોય એટલે બહું વાંધો આવતો નથી.”

ડૉ.હેમંત શાહને હવે પછી શું પુછવું ને મુળ વાત પર કંઇ રીતે આવ્યું તેની મુંઝવણ થઇ.તે થોડી વાર બેસી રહ્યા અને ટટ્ટાર થયાં તેમણે નક્કી કર્યુ કે ધીરે ધીરે મુળ વાત પર આવી જ જવું.તેમણે પુછયુ,”તમારા તલ્લાક થયાં પછી ધર બરાબર ચાલે છે?

ઝુબેદા ચોકી,સાહેબ સાથે તે વર્ષોથી હતી,પણ આવો સવાલ કદી પુછયો નહોતો.એક ક્ષણ વિચાર કરી પછી બોલી,”સાહેબ!અમારા જેવા લોકોની જરૂરિયાત બહું નાનકડી હોય છે.મારે એક દીકરી અને હું એમ બે જણા છીએ.મારી માં પણ સાથે એટલે ત્રણ જણા છીએ.આ તમારી મહેરબાની છે એટલે મારા પગારમાં બધું પુરુ થઇ જાય છે.”

“પણ મોંધવારી કેટલી બધી છે?છોકરીની સ્કુલ ફી,ઇલેકટ્રીક બિલ,ઘર ખર્ચ અને એ સિવાય વધારાનાં આવતાં ખર્ચા માટે પણ પૈસા તો જોઇએ ને?

ઝુબેદા ચમકી.તેને શું બોલવું એ સમજાયું નહી.પણ મનમાં વિચારો શરૂં થઇ ગયાં હતા.”કોઇ દિવસ નહી અને કેમ આવી વાત કરે છે?”

ઝુબેદા થોડી સંકોચાઇ ગઇ.તેને ડૉકટર કાશ્મીરાનાં મોઢે સાંભળેલી વાત યાદ આવી ગઇ-“સાહેબ અને તેમની પત્નીને બનતું નથી.”

એકાએક તેનાં મનમાં બધો તાળૉ બેસી ગયો.મારા તલ્લાકને ત્રણ થઇ ગયા છે અને સાહેબને તેની પત્ની સાથે બનતું નથી.ઝુબેદા શરીરમાંથી લખલખું પસાર થઇ ગયું.તેનાં ચહેર પર ન સમજાય એવા ભાવ હતા અને ચહેરા પર એક આછેરી હાસ્યરેખા ઉપસી આવી.ઝુબેદા કલ્પનામાં ખોવાઇ ગઇ.

“ઝુબેદા……!!”

ડૉ.હેમંત શાહનો અવાજ સાંભળીને ઝુબેદા ઝબકીને જાગી.બે મિનિટમાં તો ઝુબેદાએ બહું લાંબું વિચારી લીધુ.

“જી…બોલો સાહેબ?”

“ઝુબેદા!વાત પુછતાં મને જરા અજુગતું લાગે છે,છતાં પણ એક માણસની આશા પૂરી થતી હોય એવું જણાય છે એટલે નાછુટકે એક વાત તમને કહેવી છે.”

ઝુબેદાનું હ્રદયથી જોરથી ધબકી ઉઠયુ.મનમાં કંઇક અનેરી,આહલાદક લાગે એવી સ્પંદનીય ઝણઝણાટી થવાં લાગી.

“સાહેબ!અહીંયા આપણા બે સિવાય કોઇ નથી.તમારે જે કહેવું હોય તે મનમાં કોઇ બોજ રાખ્યા વિના કહી દો.ઝુબેદા આ વાત કોઇને પણ કહેશે નહી,અને કોઇને પણ શંકા આવે એવું નહી લાગવા દઉં.તમે બેફિકર રહેજો.વાત આપણા વચ્ચે ખાનગી રહેશે.”

ડૉ.હેમંત શાહને ઝુબેદાના અવાજનો રણકો સાંભળીને જરા આશ્ચર્ય થયુ,પણ તેમણે નક્કી કર્યુ કે વાત કરવી છે એ કરી જ દઉ.અને બોલ્યા,”ઝુબેદા!એવું કામ છે,જે તું કરી આપે તો બેથી ત્રણ લાખ રૂપિયા મળશે!

“ત્રણ લાખ?”

ઝુબેદા ચોકી ગઇ.તેને શું પ્રતિભાવ આપવો તે નાં સમજાયુ.તેના ચહેરા પર પહેલા આશ્ચર્ય અને પછી આંનદની રેખા આવી ગઇ.

ડૉકટરને લાગ્યુ કે,તેમનાં પાસો બારોબાર પડયો છે અને કદાચ ઝુબેદા રાજી થઇ જશે!

તેમણે ઉંડૉ શ્વાસ લીધો અને બોલ્યો,”ઝુબેદા….,આપણા એક એનઆરઆઇ પેશન્ટ છે.તને યાદ હોય તો થોડા દિવસ પહેલા અમેરિકાથી એક કપલ આવેલું હતું!”

ઝુબેદાએ ડોકું ધુણાવ્યા.

તારે બીજી કાંઇ નથી કરવાનુ નથી.તારે સરોગેટ મધર બનવાનું છે.તારા પેટમાં જેટલા દિવસ રહેશે એટલા દિવસ અમદાવાદની બહાર રહેવું પડશે,પણ હું બધી વ્યવસ્થા કરી આપીશ.અમદાવાદમાં રહેવું હોય તો આંબાવાડી કે નવરંગપુરા જેવા વિસ્તારમાં એક ફલેટની વ્યવસ્થા કરી આપીશ…તુ તારે બેઘડક રહેજે..તારી જે કાંઇ માંગણી હોય તે તું મને જણાવજે..”હેમંત શાહ એકીશ્વાસે બોલી ગયા.તેમને લાગ્યુ કે તેમનાં મન પરથી એક બોજ ઉતરી ગયો.

ઝુબેદા આશ્ચર્યથી તેમની સામે જોઇ રહી.તેનાં ચહેરા પર થોડ નિરાશા આવી ગઇ.પોતે શું ધારતી હતી અને શું નીકળ્યુ?બીજી જ પળે તેના મનમાં બીજો વિચાર આવી ગયો.ત્રણ લાખની રકમ નાની નહોતી.

તેને માથું ધુણાવ્યુ અને ચહેરા પર હાથ ફેરવ્યો,અને એક ઉંડૉ શ્વાસ લઇને બોલી,”મને મંજુર છે.”

ડૉ.શાહનાં ચહેરા પર વધારે રાહત આવી.ઝુબેદા ઉભી થઇ અને ડૉકટર સાહેબની રજા લઇને બહાર નીકળી.ડૉ.હેમંત શાહ ઝુબેદાને જતી જોઇ રહ્યા.અચાનક તેમને એની પત્ની યાદ આવી ગઇ.તીખો સ્વભાવ,શરીર સાથે બેદરકારી.નરમ સ્વભાવનાં હેમંત શાહ ઉપર સતત માલિકી ભાવ સ્થાપવાની માનસિકતા,ચરબીથી લથબથ શરીર.તેમણે માથું ધુણાવ્યુ પણ અનિચ્છાએ ઝુબેદાનાં વિચારો તેમને ઘેરી વળ્યા.

સામાન્ય ધરની હોવાં છતાં ઝુબેદા સાવ અલગ લાગતી હતી.નર્સ છે છતાં પણ ઠસ્સાદાર દેખાવ,વર્તણુકમાં અને શિષ્ટાચારની બાબતમાં વિવેકશીક વર્તન,પતિએ તલ્લાક આપી દીધા છતાં નોકરી કરી ગુજરાન ચલાવીને ગૌરવભેર જીવવાની માનસિકતા.દેખાવે અને દેહ સૌંદર્યની બાબતમાં પણ ચડિયાતી,થોડુ ઘાટીલુ શરીર,સમપ્રમાણ ઉંચાઇ,નાકની જમણી દાણૉ પહેરેલો હોય ત્યારે ચહેરાની સુંદરતાંમાં વધારો કરે છે.તેની ત્વચાની મુલાયમતા અને ચમક.

હેમંત શાહને પોતાનાં વિચારો પર જ હસવું આવી ગયુ.પોતનું સ્ટેટસ યાદ આવતા થોડા અક્કડ થયા.ઝુબેદાનાં વિચારો તેને ખંખેરી નાંખ્યા.કેબિનની બહાર નીકળીને સ્ટાફને સુચનાં આપી ઘરે જવા નીકળ્યા.રાતનાં દોઢ વાગ્યાની આસપાસ એના ઘરે પહોચ્યાં.પોતાનાં બેડરૂમ પાસે ઉભા રહ્યા.અંદર પત્ની સુતી હતી.એનાં નસકોરાંનો અવાજ બહાર સુધી આવતો હતો.

તે કમને બેડરૂમમાં ગયાં.લાઇટ ઓન કરતાં જ તેની પત્ની જાગી ફઇ.અને તેનો કકળાટ ચાલુ થઇ ગયો.ડૉ શાહ બેડરૂમમાં ચેર પર બેસી ગયા.દસ પંદર મિનિટ સુધી એની પત્નીનો કકળાટ ચાલ્યો ને પછી સુઇ ગઇ.હેમંત શાહ પણ ભૂખ્યા પેટે સુઇ ગયા.તેમનું પેટ પત્નીનાં પ્રેમવચનોથી જ ભરાઇ ગયુ હતુ.

**********

બે દિવસ પછી ઝુબેદા ડૉ.હેમંત શાહને મળી.ડૉ.શાહે ખાતરી કરવાં ફરી તેને પુછી લીધું,”ઝુબેદા,તે બરાબર વિચાર કર્યો છે.?

“હા….!સાહેબ,પણ મારી શરત મૂજબ અમદાવાદમા નવરંગપુરામાં જે ફલેટની વાત કરી છે ત્યાં માત્ર આઠ નવ મહિનાં સુધી રહીશ ,મારી પુત્રી ત્રણ વર્ષની છે માટે તે પણ મારી સાથે રહેશે.મારી માં મારા ભાઇ સાથે રહેવા ચાલી જશે.એ લોકોને મેં એમ સમજાવ્યું છે કે એક વર્ષ સુધી અમેરિકન બાઇની સેવા માટે બહાર જવાનું છે અને એ કામને બદલે સારી એવી રકમ મળશે,એટલે મારી માંએ રજા આપી છે.તમારે મને એક વર્ષ સુધી સાચવવાની છે.આ રીતે ઝુબેદાએ પોતાની તૈયારીનો ચિતાર હેમંત શાહને આપી દીધો.

એ પછીની પ્રક્રિયા સરળ હતી.ડો.હેમંત શાહ જેવા અનૂભવવી માટે એ રમત વાત હતી.પ્રમોદ પટેલનાં શુક્રાણું ઝુબેદાનાં અંડાશયમાં મુકવાનું ઓપરેશન સફળતાથી પાર પાડયુ.

એ પછી ઝુબેદાનો પૂરોપૂરો ખ્યાલ રાખવામાં આવે છે.તેનાં ફલેટમાં બે નોકરાણી તેની સેવામાં ખડેપગે તૈનાત કરી દેવાઇ.ઝુબેદાને પુરા દિવસો જતાં હતાં ત્યારે ઝુબેદાને પ્લેનમાં મુંબઇ લઇ જવાઇ.અમદાવાદનાં કોઇ પ્રસુતિગૃહની બદલે મુંબઇમાં ડીલેવરી કરવાનું યોગ્ય લાગતા ડો.હેમંત શાહે મુંબઇમાં પોતાના મિત્રનાં પ્રસૃતિગૃહમાં ઝુબેદાને દાખલ કરાવી.આ બાજુ અમેરિકાથી પ્રમોદ પટેલ અને તેની પત્ની અર્ચના આવી પહોચ્યાં.પોતાના જીવનમાં નવી સવાર લાવવા બદલ ઝુબેદાનો આભાર માનયો.

તેમને ખબર નહોતી કે એમનાં નસીબમાં બીજું કંઇક લખાયું છે

*********

૨૬ નવેમ્બર ૨૦૦૮નો દિવસ.

મુંબઇ માટે એ દિવસ ગોઝારો સાબિત થયો.પ્રમોદ પટેલ અને અર્ચનાં આખો દિવસ ઝુબેદા સાથે હતાં.સાંજે એ લોકો હોટલમાં રીલેકસ થવાં ગયા.બીજે દિવસે મળવાનું નક્કી કરીને સહું છુટ્ટા પડ્યા.

એ રાત્ર મુંબઇમાં આંતકવાદી હુમઓ થતો.બીજી તરફ અચાનક ઝુબેદાને પ્રસુતિની પીડા ઉપડી.એક તરફ આંતકવાદી આંતક મચાવતાં હતા ત્યારે બીજી તરફ ઝુબેદાની પ્રસુતિની તૈયારી ચાલતી હતી.ડૉ.શાહ પ્રમોદ પટેલનો સંપર્ક સાધવાં મથતાં હતાં.પણ સંપર્ક નહોતો થથતો.મોડી રાત્રે ઝુબેદાએ પુત્રીનો જન્મ આપ્યો.પુત્રી એકદમ સ્વસ્થ હતી અને ઝુબેદાની જેમ રૂપાળી પણ.

ડૉ.શાહે આ ખૂશીનાં સમાચાર આપવાં પ્રમોદ પટેલને ફરી ફોન જોડયો.પણ ફરી નિષ્ફળતાં મળી.ડૉ.શાહ મોબાઇલ ફોનમાંથી સતત સંપર્કની કોશિશ કરતાં અને સતત નિષ્ફળતાં મળી.ડૉ.શાહને વહેલી સવારે જાણ થાય છે કે આંતકવાદી હુમલામાં અમેરિકન નાગરીકત્વ ધરાવતાં ગુજરાતી દંપતી પ્રમોદ પટેલ અને એમની પત્ની અર્ચનાં પટેલનું મૃત્યુ થયું હતું.

આ સમાચાર પુષ્ટી થતાં હેમંત શાહની આંખે અંધારા આવી જાય છે.જિંદગીમાં અચાનક આવો વળાંક આવશે તેની એમને કલ્પનાં પણ નહોતી.

ચાર દિવસ પછી એ ઝુબેદા સાથે અમદાવાદ આવ્યા.નવજાત બાળકીને બીજે ક્યાય લઇ જવાય એમ નહોતી.તેથી ઝુબેદા,બાળકી અને એની પુત્રીને નવરંગપુરાવાળા ફલેટમાં મુકીને પાછા આવ્યા.હેમંત શાહની હાલત સુડી વચ્ચે સોપારી જેવી હતી.પણ પડયું પાનું નિભાવી લેવાં સિવાય છુટકો નહોતો.ધરમ કરતાં ધાડ પડી જેવો ધાટ થઇ ગયો.એ પછી રોજ ફલેટ પર જતાં.પ્રમોદ પટેલની દીકરી મોટી થતી જતી હતી.તેની સાથે એ રમતા.તેને એ ગમતું હતું.ઝુબેદાની દીકરી કાલી ભાષામાં વાત કરતી એ પણ ડૉ.શાહને ગમતુ.ઘેર આવતાં ત્યારે જે કંટાળૉ હતો એ હવે ગાયબ હતો.

*********

આ રીતે એક વર્ષ વિતિ ગયું.આ એક વર્ષ દરમિયાન ઝુબેદાનું શું કરવું એ સવાલ કદી નહોતો થયો.પણ પ્રમોદ પટેલની દીકરીનું શું કરવું એ સવાલ ના થયો હોય એવો એક પણ દિવસ ગયો નહોતો.આજે પણ એ જ વિચારે તેઓ મગ્ન હતાં.

બહું વિચાર્યા પછી તેમણે એક નિર્ણય લીધો.આ રીતે લાંબુ નહી ચાલે.ઝુબેદા સાથે જે રકમ નક્કી થઇ હતી એ તેને મળી ગઇ હતી.ફરી એ નોકરી કરી શકે અથવાં બીજુ એને જે કરવું હોય એ કરે અને પ્રમોદ પટેલની દીકરીને અનાથ આશ્રમમાં મૂકી દેવી.

એ ઉભા થયા અને ઝુબેદા પાસે જવાં નવરંગપુરા તરફ કાર હંકારે છે.ફલેટનો દરવાજો ખોલતા ઝુબેદાએ હસીને આવકારો આપ્યો.ડૉ.શાહ બેઠા અને શ્વાસ લીધો અને ઝુબેદાને પુછ્યુ,”તને અહીંયા બરોબર ફાવી ગયુ છે?

ઝુબેદાએ હસતાં હસતાં જવાબ આપ્યો,”સાહેબ!આવી સગવડ મળતી હોય તો ,અહીંથી કોઇ જવાનું નામ લે ખરા!!!

ડૉ.શાહે વિચાર્યુ કે પોતે જે વિચાર્યુ છે એ કરી રીતે કહેવું વિચારી રહ્યા.નજર સામે સતત કંકાશ કરતી પત્નીનો ચહેરો ફરી વળ્યો.તેનાં તીખા શબ્દો કાનમાં પડધાવા લાગ્યા.તેમણે શબ્દો ગોઠવવાં માંડ્યા પણ એની જીભ ના ઉપડી.

ઝુબેદા તેમની સામે નજર માંડી રહી.પછી થોડી ગભરાતાં ગભરાતા તે બોલી,”સાહેબ!તમે બહું મોટા માણસ છો.અમારા જેવા માણસોને ક્યારેક આવું સુખ પણ દુઃખદાયક બની જાય છે એટલે એક વાત કહેવી છે?”

“બોલ!”

સાહેબ!પોતાનાં જણ્યાને તો બધા સુખ આપે છે.ક્યારેક પારકાને પોતાના ગણીને સુખ આપવું એ તો કોઇકના જ નસીબમાં લખેલું હોય છે.મારે અહીંયા બીજુ કાંઇ જોઇતું નથી.આપ થોડા થોડા દિવસે અહીંયા આવતાં રહેજો.આ ઝુબેદા તમારા બધાં દુઃખ ભૂલાવી દેશે.જ્યારે જ્યારે તમે અહીં આવશો,હું તમારા ચરણૉમાં સુખનાં ઢગલા કરી આપીશ…!

ડો.હેમંત શાહ સ્તબ્ધ બનીને તેની સામે જોઇ રહ્યા.

ઝુબેદાનાં શરીરમાં નવી ચેતનાં જાગૃત થઇ.તેનાં શરીરમાં કંઇક સળવળ્યુ.ઘણા વરસો પછી એનાં ચહેરા પર અલ્લડાતાનાં ભાવ ઉપસી આવ્યા.તેનાં અવાજમાં કંઇક અલગ ભાવ આવી ગયો.તેને નખરાળા અંદાજમાં કહ્યુ,”સાહેબ!અત્યારે બપોરનો સમય છે.વિચારજો અને ઠીક લાગે તો આજે સાંજનાં સમયે અહીંયા આવજો.તમે સરોગેટ મધર તો બહું બનાવી.ઠીક લાગે તો સરોગેટ ફાધર બનીને બતાવજો.હું તમારાં પર મારૂં બધું વારી દઇશ.”

ડૉ.શાહ હોસ્પીટાલ પાછા ફર્યા.સાંજ સુધી વિચારતાં રહ્યા.યંત્રવત દર્દીઓને તપાસતાં રહ્યા.વારેઘડીએ ધડિયાલમાં જોતાં રહ્યાં.

ઝુબેદાની વાત સાંભળીને તેમને હસવું આવ્યુ.ક્યા એ નર્સ અને ક્યાં પોતાનાં જેવો ડોકટર.રાત્રે આઠ વાગ્યાની આસપાસ દર્દીઓ પુરા થયાં.ઘરે જવાં એ બહાર નીકળ્યા.કારમાં બેઠા અને કાર સ્ટાર્ટ કરી.

તેમની પત્ની નજર સામે તરવરી રહી.ધીરે ધીરે અદ્રશ્ય થઇ અને નજર સામે ઝુબેદા આવી ગઇ.

ડો.હેમંત શાહે કાર નવરંગપુરા તરફ વાળી.

-નરેશ કે.ડૉડીયા