એના વિશે બહું ઓછું લખાયું છે..અને એ પાત્ર છે ભાભી. Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એના વિશે બહું ઓછું લખાયું છે..અને એ પાત્ર છે ભાભી.

એના વિશે બહું ઓછું લખાયું છે..અને એ પાત્ર છે ભાભી...

અત્યાર સુધી લેખકોએ માતા,પિતા,બહેન,દીકરી,દીકરા વિશે ઘણા લેખો લખ્યા છે અને લખતા રહેશે,પણ અત્યાર સુધી એક એવું કૌંટુંબિક પાત્ર છે એના વિશે બહું ઓછું લખાયું છે..અને એ પાત્ર છે ભાભી...

ભાભી,કુંટુંબમાં એક એવી વ્યકિત છે,જે માતાની ગેરહાજરીમાં નાનકા દેવરીયાઓની માતાની ઉણપ પૂરી પાડે છે,બહેન ના હોય તો એ સવાયી બહેન બની શકે છે....ટુંકમા કૌંટુંબિક વિશ્વમાં જે માણસો આંનંદથી અને સંસ્કારિક વાતારણમાં ઉછેર પામ્યા છે એવી વ્યકિત,જે એક અથવા એથી વધારે ભાભીઓ વચ્ચે ઉછેર થયો છે.એ વ્યકિત સમજી શકે છે કે ભાભીની મમતા એક માતાની લગોલગ અથવા એથી પણ સવાયી હોય શકે છે.

ઘણા કુંટુબમાં માતાની હયાતી ના હોય અને ઘરમાં મોટી વહું આવે અને ઘરમાં નાના દેવરીયા અને નંણંદ હોય એમના માટે ભાભી ઘણા અલગ અલગ સ્વરૂપ લઇને આવે છે.ભાભી નંણદ માટે મોટી બહેનથી લઇને એની સખી બની શકે છે,અને દેવરો માટે મિત્રના સ્વરૂપમાં એક મિત્ર થઇને આવે છે....પણ એ નવી આવનારી સ્ત્રી જો કુંટુંબ પ્રિય હોય તો...નહીતર નમાયા દેવરીયા અને નંણદો માટે આફત બની શકે છે..

યુવાન છોકરા અને છોકરીઓને ઘણી એવી સમસ્યા હોય છે જે એમના માતા-પિતા સામે જાહેર ના કરી શકતા હોય...પણ ભાભી સાથે ટયુંનિંગ હોય તો આવી ઘણી સમસ્યાઓનો ઉકેલ ભાભી કરી આપે છે.

એક યુવાન દેવર કોલેજમાં ભણતો હોય ત્યારે સ્વભાવિક છે કે એને ખીસ્સાખરચીની રકમ મર્યાદિત મળતી હોય છે...ત્યારે એ યુવાન સૌથી પહેલા વધારાના પૈસા માટે ભાભી પાસે માંગણી કરશે....અને સમજદાર ભાભી સાચું કારણ જાણીને એ વધારાના પૈસા પણ આપશે..

કોઇ યુવાન દેવર છૉકરીના પ્રેમમાં પડ્યો હોય અથવા પ્રેમમાં પડવાની તૈયારીમા હોય ત્યારે
એમના મિત્રો પછી સૌથી પહેલા કુંટુંબની વ્યકિતમાં ભાભીને પહેલી જાણ કરશે...અને એ પ્રેમ કદાચ કુટુંબ માટે અનૂકૂળ ના હોય તો સૌથી પહેલા ભાભી જો સમજદાર હોય તો એ પ્રેમને સાનૂકૂળ બનાવાની કોશિશ કરશે...અને કુંટુંબની અન્ય વ્યકિતને પોતાની વિવેકબુધ્ધિથી સમજાવવાની કોશિશ કરશે...

એ જ રીતે નણંદને જો ભાભી સાથે સખીપણું હોય તો પોતાની દરેક સમસ્યાનો ભાભી પાસે હોય છે..

મારા ઘરની જ વાત કરૂં તો જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી ઉમર ૨૦ વર્ષની હતી અને મારા ચાર ભાઇઓ(૧મારો ભાઇ અને ૩ કાકાનાં દીકરાઓ) જે બધા મારાથી ૧૦થી વધું વર્ષ નાના હતા...અમે સયુંકત કુંટુંબમાં રહીએ છીએ.

મેં જોયું છે કે ત્યારે મારા બધા ભાઇઓ ત્યારે સ્કુલમાં ભણતા હતા...ત્યારે એમનાં સ્કુલના કપડાને ઇસ્ત્રી કરવાથી લઇને એમના સ્કુલનાં નાસ્તા સુધીની બધી જવાબદારી આવતાની સાથે વર્ષાએ સંભાળી લીધી હતી..

એ પછી કાંઇ પણ નાની બાબત હોય મારા બધા ભાઇઓ એની ભાભી પાસે દોડી જતા...બપોરે અને રાતે જમવામાં બધા ભાઇઓને ભાવતું શાક ના હોય એટલે એક શાકના બદલે બેથી ત્રણ શાક બનાવવા પડતા હતા..છતા પણ કદી ફરિયાદ વિના બધાને ભાવે એ મૂજબ શાક બનાવતી હતી

આજે તો બધા ભાઇઓના લગ્ન થઇ ગયા છે....અને આજે પણ બધા ભાઇઓ એક જ ફરીયાદ રહે છે કે વર્ષાભાભી જેવી રસોઇ બનતી નથી...આજે અમે બે ભાઇઓ સાથે રહીએ છીએ અને કાકાના દીકરા અલગ રહે છે..

અને આજે પણ એક કુંટુંબ હોય એવી ભાવનાં જળવાયેલી છે...આજે પણ મોટાભાગના લોકોને એમ જ સમજે છે કે પાંચેપાંચ સગાભાઇઓ છીએ....અમે બધા બાજુબાજુમાં જ રહીએ છીએ...અને ગમે ત્યારે કોઇ પણ અમારા ઘરે જમવા બેસી જાય છે...

ચાર નાના ભાઇઓનાં સાત નાના બાળકો છે અને બધા દસ વર્ષની અંદરનાં છે...વર્ષાને બાળકો બહું ગમે છે...એટલે આ બધા બાળકો મોટે ભાગે અમારા ઘરમાં આવતા રહે છે..ઘણીવાર રવિવારે રજા હોવાથી મારા બેડરૂમમાં બાલમંદિર જેવું વાતાવરણ હોય છે..

આ બધું જોઇને લાગે કે,"ઘરમાં એક સમજદાર સ્ત્રી હોય તો ધર....ધર તરીકે સચવાય જાય છે."

નાના બાળકોને અમુક વસ્તુંઓ જેવી કે ચોકલેટ,આઇસક્રિમ વગેરેની જીદ કરે તો મા-બાપ એમ કહે કે ચોકલેટ-આઇશક્રિમથી દાત સડી જાશે કહીને આવી ગળી વસ્તુંથી બાળકોને દૂર રાખે છે..

જ્યારે મારા ઘરે અનેક પ્રકારની ચોકલેટનો પૂરતો સ્ટૉક હોય છે,એટલે આ ટાબરીયા આવે ત્યારે સૌથી પહેલા વર્ષા પાસે પહોચી જાય છે અને કહે છે,"મોટી,મારી ચોકલેટ"...

દર રવિવારે રાત્રે મારા ઘરે પંજાબી,ચાઇનિઝથી લઇને અનેક પ્રકારની નવી વાનગી બનતી હોય છે...મોટે ભાગે અમે હોટલમાં જમવાનું ટાળીએ છીએ....દર રવિવારે અમારા ઘરની જેટલી વ્યકિત છે એના સિવાય પાંચથી દસ વ્યકિતોનું જમવાનું વધારે બનાવવું પડે છે..કારણકે મારા ભાઇઓનાં બાળકોમાંથી કોઇને કોઇનું મારા જમવાનું પાકું હોય,એ સીવાય મારી દીકરીની એક બે સહેલીઓ પણ મારા ઘરે જમે છે....અને ઘણી વાર મારા ભાઇઓનાં કોઇ મિત્ર આવ્યા હોય તો એ પણ રવિવારે મારા ઘરે જમવાની તક મળે તો ચુકતા નથી...

કારણકે અત્યારનાં જમાનામાં ઘણી આધુનિકાઓ એવી હોય છે,જેને કોઇ માટે જમવાનું બનાવવાનું હોય કે કોઇનાં માટે થોડું કામ કરવું પડે તો જોર પડે છે...

ઘણી એવી ઘણી નવી વહુઓ એવી જોઇ છે....વાધુકી હોય અને એના ઘરનાં લોકોને સાચવવામાં જાત જાતનાં ત્રાગા કરતી હોય છે....અને હાલતા ચાલતા માંદી હોય એવો દેખાવ કરતી હોય છે...પણ જ્યારે એના માવતરીયાનું કોઇ ઘરે આવે ત્યારે જાણે એના પગમાં બેરીંગ લગાડ્યા હોય એમ દોડાદોડી કરતી જોવા મળે અને સાક્ષાત અન્નપૂર્ણા હોય એ રીતે એના માવતરીયાને જમાડે છે...

એક કહેવત છે કે,"પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુંના લક્ષણ બારણામાં"...ઘરમાં પ્રવેશ થાતાની સાથે જ વહુંના લખણ ઝળકવા માંડે છે.....સાસું-સસરા જ ના ગમતા હોય તો દેવરો અને નણંદ તો બહું દૂરની વાત છે...અને એમાં દેરાણી સાથે મેળ થવાની તો વાત એક સપના જેવી હોય છે.

ત્યારે ઘણી વાર વિચાર આવે કે વર્ષાને કદી કોઇ માટે કોઇ પ્રકારનો અણગમો કેમ નથી..?
એ તો ઠીક છે,મારા ચારે ભાઇઓની પત્નીઓને એને નાની બહેનોની જેમ સાચવી છે...મારા નાના ભાઇઓની પત્નીઓને કાંઇ પણ ખરીદી કરવી હોય તો વર્ષાને સાથે લીધા વિના બજારે જાતી નથી....

વર્ષાને સાડી ભરવાથી લઇને ગુંથણકામ જેવા શોખ છે....એક સાડીમા અલગ અલગ ડીઝાઇનના બુટાથી લઇને કોઇ પ્રકારના ગુંથણકામ બહું ચિવટ અને સમય માંગી લે છે.
મારા નાના ભાઇઓની પત્ની પોતાની નવી સાડીમાં આવું કામ કરાવવું હોય તો મારી પત્નીને એ સોંપી દે છે....અને કદી પંણ મોઢા પર કંટાળો લઇ આવ્યા વિના આવા હસતા હસતા સંતોષપૂર્વક કરી આપે છે..

ઘણી વાર વિચાર આવે કે માણસ પોતાનામાથી નવરો થાતો નથી...તો બીજા માટે સમય ક્યાંથી કાઢી શકે......અને એમાં પણ જેઠાણી-દેરાણી અને બાયુંને બીજી બાયું માટે બહું ઇર્ષા હોય છે.....ત્યારે ઘરમાં આવો સતત મિત્રતાનો માહોલ જોઇને મન પ્રસન્ન રહે છે..

આજે સયુંકત કુટૂંબની પ્રથા માનવીના ટુંકા વિચારોને કારણે તૂટતી જાય છે ત્યારે ઘણી વાર ખેદની લાગણી થાય છે....કે મિત્રાચારીની દુનિયામાં જે માણસ પોતાના સગા ભાઇ સાથે
ના રહી શકતો હોય તો એ એક સારો મિત્ર કઇ રીતે બની શકે....

મારૂં મગજ હમેશાં અનેક વિચારોમાં સતત દોડતું રહેતું હોય છે.....જંગલથી લઇને કોઇના ઘરે જાઉ ત્યારે દરેક બાબત પર મગજ નિરિક્ષણ કરતું રહેતું હોય છે....

અને મોટે ભાગે ખબર નહી પણ કોઇ માણસ કૃત્રિમતા ધરીને વાત કરે ત્યારે મનેં તુરત જ એ માણસની તાસિરની ખબર પડી જાય છે......મીઠી મીઠી વાતો કરીને આંબાઆંબલી દેખાડતા રહે છે પણ જ્યારે જરૂર પડે ત્યારે એનો મુખવટૉ અને કૃત્રિમતા બધું દૂર થઇ જાય છે....અને એ વ્યકિતની અસલ ખાલનો રંગ દેખાય આવે છે..

.

-નરેશ કે.ડૉડીયા