શુ ઉપરવાળૉ જિંદગીની વિતેલી પળ આપવા માટે સક્ષમ છે ન Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શુ ઉપરવાળૉ જિંદગીની વિતેલી પળ આપવા માટે સક્ષમ છે ન

શુ ઉપરવાળૉ જિંદગીની વિતેલી પળ આપવા માટે સક્ષમ છે?નથી

ખાઓ કસમ કે સાથ છોડીને તમે જાશો નહી
પકડી હવે જે વાટ છોડીને તમે જાશો નહી

મૌસમ બની જાશો તમે વાંધો નહી આવે કદી
ફૂલો સમા સંગાથ છોડીને તમે જાશો નહી

તૂટી જતા જોયા ઘણા એ લાગણીના શ્હેરને
છે હાથમાં એ હાથ છૉડીને તમે જાશો નહી

મકસદ વિનાની જીંદગીની મૌજ બન્યા છો તમે
મૌજે મુસલસલ પાથ છોડીને તમે જાશો નહી

આવી હતી અનજાન માણસ જેમ મનના દ્રાર પર
પગલા થયા એ છાપ છૉડીને તમે જાશો નહી

મીંઢળ પહેરીને ભલે આવી નહી જીવન મહી
મોકે મળી સૌગાત છોડીને તમે જાશો નહી

કોરી ગઝલ લખતા રહીને આ કલમ થાકી હતી
આવ્યા પછી આ પ્રાસ છોડીને તમે જાશો નહી

આ આયખાની હું અધૂરપ જોઇને થાકી ગયો
મારી ગઝલમા જાત છૉડીને તમે જાશો નહી-
નરેશ કે.ડૉડીયા

તે છતા ઉપરવાળૉ જીવનમા એવા ઘણા પ્રંસંગો,એવા સંબંધો અને માણસો આપે છે....જેના કારણે આપણે ફરીથી આપણામાં રહેલા બાળકપણાને કે મુગ્ધતાને ફરી માણી શકીએ...

જીવનમા એક વ્યકિત વ્યકિત આવે છે...જે તમારી અંદર રહેલા અસલ વ્યકિતત્વ કે તમારી અંદર રહેલી જીવનની સૌથી મજેદાર પળૉને માણી શકતી એ દમદાર શખ્સિયતને બહાર લાવે છે..

જિંદગીના એક મોડ પર જેની કલ્પના ના હોય એવી વ્યકિત તમને મળી જાય છે..જેને મળ્યા પછી લાગે કે જિંદગી જીવવા કરતા માણવા જેવી છે..

તમારી જિંદગીમા જે કાંઇ ખૂટતુ હોય કે જે કાંઇ કમી હોય,એ વ્યકિતને મળ્યા બાદ નક્કર પ્રતિતિ થાય છે...મારી જિંદગીમાં જે કાંઇ કાલ્પનિક કે વાસ્તવિક ખામી કે કમી છે,એ આ વ્યકિતના સહવાશ અશતઃ પૂર્ણતા પામશે...

જો કે આ વાત જે લાગણીશીલ અને હ્રદયથી વિચારવાવાળી વ્યકિત હોય એને વધુ લાગુ પડે...અથવા એક કલાકાર જેનામાં સુષુપ્ત અવસ્થામાં વરસોથી પડયો હોય..એવી વ્યકિતને જ્યારે સમરસ શોખ ધરાવનારી વ્યકિત મળે છે ત્યારે જિવનમા એક નવા ઉમંગનો એક પોઝિટીવ હોપ એટલે હકારત્મ આશા સાથે અભિગમ જીંવત થઇ જાય છે...

દરેક વ્યકિતમા આમ જોઇએ તો દિલનો એક ખૂણૉ હોય છે જે વરસોથી ખાલી પડયો હોય છે અને આ ખૂણૉ એવી જગ્યા છે...જ્યાં દિલને ગમતી વ્યકિત માટે સાચવીને રાખ્યો હોય છે..કે એ વ્યકિત જ્યારે જીવનમા પ્રેવેશે પછી એને આ ખૂણામા વસવાનો અભાધિત અધિકાર આપી દેવો..

આવી વ્યકિત સાથે રોજબરોજની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થતી મુલાકાતોના કારણે રોજ કૈક ને કૈક નવુ શીખવા મળે છે...અને એક બાળકની જેમ કૈક નવુ શીખવાની જીવનમા મધ્યાને આપણે જિંદગીમા એક અધ્યાયને ફરીથી શરૂ કરવાની તક મળે છે..

અને આ સવલત દરેક માનવીને મળતી નથી..કારણકે આવી વ્યકિતને દિલના ખૂણામાં સ્થાન આપવા માટે કે એના દિલના ખૂણામા સ્થાન પામવા માટે ઘણા વરસોની મહેનત માંગી લે છે....કારણકે આ એક સામાન્ય મિત્ર બનાવવાની કે ફેસબુકમા ફ્રેન્ડલિસ્ટમા એડ કરવા જેવી સરળ પ્રક્રિયા નથી..કારણકે આવી વ્યકિતને જીવનમા એક સ્થાન આપવા માટે એના જીવનમા સ્થાન પામવા માટે આપણે આપણૉ અંહ,આપણો મિજાજ,આપણૉ રૂતબો કે સમાજીક સ્ટેટસને એક બાજુ મુકવા પડે છે...

કારણકે આવી વ્યકિતને ગુમાવી દેવી ના પડે માટે આજીવન એક પ્રકારનો ભેખ લેવો પડે છે અથવા તમારી અંદર રહેલા સુફીને આહલેક જગાવવા આહવાન આપવુ પડે છે...કારણકે આ સંબંધ એક ખુદાઇ રહેમતથી કમ નથી...એક સુફીની જેમ સનમને ખુદા કે ખુદાને સનમ ગણી સજદે સર જૂકાવવાની રસમ અદા કરવી પડે છે..

કારણકે જીવનમા આવેલી વ્યકિતની સારી ખરાબ કે સાઇડને ખૂશીથી સ્વીકારવાની ત્રેવડ રાખવી પડી છે...એની દરેક પ્રકારની ફિતરતને કબૂલ કરવી પડે છે..કારણકે સામે વાળી વ્યકિતનો પણ આપણા માટે આ જ પ્રકારનો અભિગમ હોય છે...અને સૌથી મહત્વની વાત એ છે કે આવી વ્યકિત જીવનમા મળે છે ત્યારે બંને પક્ષ તરફથી એક બીજાને સતત ખૂશ રાખવાની પ્રક્રિયા આપમેળે શરૂ થઇ જાય છે...

આ એવા પ્રકારનો સંબંધ છે..જ્યા ટેલિપથી જેવી પ્રક્રિયા શરૂ થઇ જાય છે..એક પ્રકારનો ઋણાનુબંધ પણ કહી શકાય છે...

પ્રેમ અને દોસ્તીની એક જ વ્યાખ્યા હોય શકે..દોસ્તી એટલે સામે વાળી વ્યકિતના મન સુધી પહોચવાની પ્રક્રિયા છે....જ્યારે પ્રેમ એટલે આંખથી લઇને આત્માં અને દિલથી લઇને મન સુધી પહોચવાની પ્રક્રિયા છે..

અને એક વ્યકિતના હ્રદય સુધી પહોચવાની પ્રક્રિયામાં જ માનવીની સાચી પરખ થાય છે...કારણકે હ્રદય સુધી પહોચવાની પ્રક્રિયામાં વ્યકિતએ સૌથી પહેલા તો"હુ-પદ"નો ત્યાગ કરવો પડે છે...આંડબરનો લિબાસ ઉતારી નાખવા પડે છે....પોતાનો સામાજિક મોભો ભૂલી જવો પડે છે...અંહને રસ્તામાં ફેંકી દેવો પડે છે....ફકત અને ફકત નિઃસિમ માનવિય દેહને માનવતા અને પ્રેમનાં પવિત્ર વસ્ત્રો ધારણ કરીને આ હદય સુધીના પહોચવાના નીકળી જવાનુ હોય છે.....અને એ દેહમાં કશો વિકાર હોતો નથી...એક શંકા રહીત સાધુ જેવો હોય છે...

આ રાહ ઘણી કઠીન છે....કોઇના હ્રદય સુધી પહોચવાની ઘણા આસાનીથી પાર કરે છે..ઘણાને વરસો લાગે છે..ઘણા અધવચ્ચેથી પાછા ફરી જાય છે...એ વ્યકિત નશીબદાર છે....જેને પોતાની રાહ પાર કરીને કોઇના હ્રદય સુધી પહોચી જાય છે....અને જ્યારે કોઇના હ્રદયમાં આવકારો મળે અને ત્યા રહેવાનુ સ્થાન મળે છે....આ ઘટનાને આપણે પ્રેમ નામ આપી શકીએ..

પણ મિત્રો અમારી વાત અહીંયા પૂરી થતી નથી....આ તો શરૂઆતી પ્રેમ છે..અને હ્રદયની ધડકનોને તમારૂ સ્થાન ખલેલ પહોચાડતુ હોય તો હ્રદય વહેલો મોડો જકારો આપી દેવાનુ છે...માટે કોઇના હ્રદયમાં કાયમી સ્થાન પામવુ હોય ત્યારે એ જગાને તપોવન બનાવવાનુ હોય છે....ત્યા શાંતિ અને આરાધના થવી જોઇએ..ના કે ત્યા શોર કે પ્રદુષણ હોવા જોઇએ..

હવે આગળ જઇએ તો પ્રેમના પણ બે પ્રકાર છે...એક છે આકર્ષણલક્ષી પ્રેમ અને બીજો એકત્વલક્ષી પ્રેમ..

હા..પ્રેમની શરૂઆત મોટે ભાગે આર્કણથી થતી હોય છે....પણ એક વાત યાદ રાખજો કે આકર્ષણ એ પ્રેમમાં બે પાત્ર કાયમી જોડી રાખતુ તત્વ નથી...થોડા મુદા નીચે મુકુ છુ જેથી થોડી સમજ આવે કે આકર્ષણક્ષી અને એકત્વપ્રેમમાં શુ ફર્ક છે..

આકર્ષણલક્ષી પ્રેમમાં મોટે ભાગે બાહ્યદેખાવ અને માત્ર એકબીજાને અનૂકૂળ હોય એવો માહોલ ઉભો કરીને એક બીજાના સાનિધ્ય માણતા હોય છે..જેમાં હક્કીતનો ભાગ નજીવો હોય છે કલ્પનાઓનો મોટૉ હિસ્સો હોય છે...અને આકર્ષણલક્ષી પ્રેમ જ્યાં હોય ત્યા મોટે ભાગે બંને પાત્રો પોતાનો દોષ અને ભૂતકાળની વાતો છુપાવી રાખે છે...અથવા ફેસબુકના ફોટોનું ક્રોપિંગ કરીને જેટલુ દેખાડવાનુ હોય એટલુ જ દેખાડવામા આવે છે...જ્યા કોઇ પણ એક પાત્રની એક નજીવી બાબત વાંધાજનક લાગે તો બ્રેકઅપના ડાકલા વાગવાના શરૂ થાય છે અને શંકાઓના ભૂવાનુ ધુણવાનુ શરૂ થઇ જાય છે...

જ્યારે એકત્વ લક્ષી પ્રેમ વિશે આગલી નોટમા લખ્યુ હતુ એ જ ફરીથી અહીંયા મુકુ છુ..
સાચો અને એકત્વલક્ષી પ્રેમ હોય એ કદી તમોને છોડીને નહી જાય..સાચો પ્રેમ હમેશા એકત્વલક્ષી હોય છે..અને મોટે ભાગે આકર્ષણલક્ષી પ્રેમ હોય ત્યા જ તુટભાંગની શક્યતા રહે છે..સામાન્ય વાતોમાથી મોટા ઝઘડા સુધી પહોચતા વાર લાગતી નથી....અને એકત્વલક્ષી પ્રેમ હોય ત્યા ઝઘડા કે વિખવાદનુ કારણ પ્રેદા થતુ નથી... એકત્વલક્ષી પ્રેમમાં શરીર કરતા સાનિધ્યનો આંનંદ ઉચ્ચકક્ષાનો હોય છે...ઝંખનાઓનો દરિયા જેવો ઘમધમાટ હોય છે પણ ફકત પળભરની ગુફતુગુમાં આ દરિયા જેવી ઝંખનાઓ કલરવતા ઝરણા જેવી બની જાય છે...એકત્વલક્ષી પ્રેમમાં એક બીજા પાત્રમા કમી શોધવાની હોતી નથી,ઉલટાનુ બંને પાત્રોમાં જે કાંઇ કમી હોય કમીને દૂર પ્રક્રિયા આપમેળે શરૂ થઇ જાય છે...

જિંદગીની આ સફરમા તાળી મિત્રો અનેક મળે છે..શેરી મિત્રો સો મળે છે....જેમ સાચો મિત્ર એક જ મળે છે એમ સાચી સમજનારી અને પ્રેમ કરનારી વ્યકિત પણ મોટે ભાગે એક જ મળે છે...

તો આવી વ્યકિત સાથે એક બાળકની જેમ નિર્દોષતાથી વર્તતા રહો અને જીવનમા આવતી દરેક નવી પળૉને એક બાળકની જેમ એની સાથે હસતા રમતા વિતાવો...અને ફરીથી જિંદગીમા એક બાળક જેવી વિસ્મયતાને સ્થાન આપીને જિંદગીની દરેક પળ કુતુહલ ભરી માણ્યા કરો.....-
અસ્તું-
નરેશ કે.ડૉડીયા