માતૃત્વ-ઇશ્વ્રરના કાર્યમાં ભાગીદારી Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતૃત્વ-ઇશ્વ્રરના કાર્યમાં ભાગીદારી

માતૃત્વ-ઇશ્વ્રરના કાર્યમાં ભાગીદારી

ધરતી ઉપર છોડને ઉગવા માટે અંસખ્ય રીતે એ છોડના બીજો રોપાતા હોય છે.માણસો પોતે ધરતીમાં બીજ રોપે છે.પક્ષીઓની હગાર મારફત બીજો ધરતીમા ધરબાય જતાં હોય છે.પ્રાણીઓની લાદમાં રહેલા બીજો ધરતીમાં ધરબાય જતાં હોય છે.માનવો દ્વારા ફેકાયેલા કચરાને કારણે બીજો ધરતીમા ધરબાય જતાં હોય છે.આ રીતે ધરતીમાં અંસખ્ય વૃક્ષો ઉગે છે.આ એક સંપૂર્ણ કુદરતી ક્રિયા છે.એક વાર બીજ ધરતીના પેટમાં રોપાય ગયું એટલે ધરતીની જવાબદારી થાય છે કે એ બીજને એક છોડમાં રૂપાંતર કરે…જે એક રીતે જોઇએ તો વૈજ્ઞાનિક પ્રક્રિયાંમાં ઉદિપકની જરૂર પડે છે.પ્રક્રિયા શરૂ થઇ જાય પછી ઉદિપકની જરુરિયાત રહેતી નથી.

આ ક્રિયા ઉપરથી એક બોધ લેવા જેવૉ છે કે પુરુષના વીર્ય થકી સ્ત્રીને ગર્ભાધાન થયા પછી માતૃત્વની તમામ જવાબદારી સ્ત્રીના શીરે આવી પડે છે.નવ મહિના બાળકને પેટમાં પોષવાથી લઇને બાળક જ્યાં સુધી પુખ્તવયનું ન થાય ત્યાં સુધીની તમામ મોટા ભાગની જવાબદારી માતાને શીરે રહે છે.

માતૃત્વ ધારણ કરવું એ એક પ્રકારનું કુદરતી કાર્ય જ છે.પ્રાણીઓથી લઇને મનુષ્ય સુધી સર્જનહારે મુકેલી ૨ વિજાતિય વ્યકિતોના મિલનથકી ફકત માદા જ ગર્ભવતી બની શકે છે.

એ કુદરતે અથવા સર્જનહારે ચોક્કસ પ્રમાણ કરેલું સત્ય છે.આ સત્યનું પ્રમાણભાન એક માદા થકી જ થઇ શકે છે.

એક યુરોપિયન કહેવત છે કે,”જ્યારે ઇશ્વરને પૃથ્વી પર જન્મ લેવાની ઇચ્છા થાય છે ત્યારે એ માતાના સ્વરૂપે આવે છે.”

મનુષ્ય કે પ્રાણીને બચ્ચાને એક માદા જન્મ આપે એ કોઇ સામાન્ય ક્રિયા તો નથી જ..!

કારણકે સંતાનને જન્મ આપતા સમયે માતાની જાનનું પણ જોખમ રહે છે.છતાં પણ માતૃત્વ એ એવો આંનદ છે જ્યાં મોત નામનો શબ્દ જેટલો ભયાનક છે એ માતાને બાળકના જન્મ વખતે એટલો ભયાનક લાગતો નથી.આ નારીજાતિ માટે અદભૂતપૂર્વ આંનદની ચરમસિમા છે.એ આંનદથી નરજાત સંપૂર્ણપણે અજાણ રહે છે.કેટલાય કિસ્સાઓમાં બાળકને જન્મ આપતી સમયે માતાનું મૃત્યુ થાય છે.

સ્ત્રી સૌવથી વધું ખૂબસૂરત ક્યારે દેખાય છે…? મારા માનવા મૂજબ પાંચ-સાત મહિનાનો ગર્ભ ધરાવતી સ્ત્રી અને સંપૂર્ણ મેકઅપ વિનાની સ્ત્રી.જ્યારે સફેદ સાડીંમાં કોઇના બેસણામા જોવા મળે છે…

આજની આધુનિક નારી લગ્નજીવન શરૂઆતના પાંચ-સાત વર્ષ સુધી માતા બનવાથી દૂર ભાગે છે.ધીરે ધીરે માતૃત્વની સ્થુળતા સુક્ષમતા ધારણ કરી રહી છે.

માતૃત્વ,પ્રેમ અને સેકસ-આ ત્રણેય વસ્તુઓનું અંતિમ શું છે અને સ્ત્રીઓ આ ત્રણેય વસ્તુનોને કઇ રીતે અનુભવી શકે છે તે વિશે અનેક જાતના મતમતાતંરો વૈજ્ઞાનિઓ અને મનોવૈજ્ઞાનિકો ધરાવે છે.

આ ત્રણેય વસ્તુઓના અંતિમ શું છે એ પુરુષ હજુ સુધી જાણી શક્યો નથી.પ્રેમને નવા સ્વરૂપે કવિતાઓ અને ગઝઓમાં ઉતારી દેવામાં આવ્યો છે.કારણકે આ ત્રણેય વસ્તુઓ એક જ સીધી લિટીમાં આવતી પ્રક્રિયા છે.સ્ત્રીને પ્રેમ કરો,સેકસ ભોગવો અને સ્ત્રીને માતા બનાવો.અહીંથી પુરુષનું કાર્ય પુરું થાય છે,માટે આપણે તો એમ જ સમજવાનું કે જેમ રાસાયાણિક પ્રક્રિયામાં ઉદિપકની જરૂર પડે છે તે જ રીતે સ્ત્રીને માતા બનવાની પ્રક્રિયામાં પુરુષની જરૂર રહે છે.

સ્ત્રી ગર્ભાધાનના નવ મહિના એ કઇ રીતે પસાર કરે છે એ યાતના કહો કે માતૃત્વનો આંનદ કહો.તે સ્ત્રીઓ માટેનું પોતાનું રહસ્ય છે.પિતા બનવું એ પુરુષ માટે બાહ્ય આંનદની વાત છે.

અને માતા બનવુ એ સ્ત્રી માટે શારીરિક,માનસિક અને આંતરિક યાતના મિશ્રીત આંનદની વાત છે.માટે માતૃત્વ એ સર્જનહારની કમાલની પરાકાષ્ટા છે.માતૃત્વ એ કુદરતનું અંતિમ પરિમાણ છે.

છેલ્લા ઘણા વર્ષોથી બાળકોના જન્મદર ઘટતા જાય છે.યુરોપમાં ૧.૭૩ પ્રતિ સ્ત્રી,સ્પેનમાં

૧.૩૪ પ્રતિ સ્ત્રી,ઇગ્લેન્ડમાં ૧.૩૪ પ્રતિ સ્ત્રીની ટકાવારી છે.જો ભારતના આંકડા જોવા જઇએ તો ૨ ટકા ઉપર હોવી જોઇએ.

માતૃત્વ એ ગુજરાતી સ્ત્રીઓ માટે શારીરિક,માનસિક,કૌટુંબિંક અને સામાજીક જવાબદારી છે.

પુત્રવાંચ્છના એ ગુજરાતી સમાજની પ્રાથમિક જવાબદારી છે અને પુત્રીએ દ્રિતિય જરૂરિયાત છે.ફરી એકવાર સિમોન દ’બુવારનું પુસ્તક “સેકન્ડ સેકસ” યાદ આવે છે.ગુજરાતી દાદીઓ માટે પુત્રી એ સેકન્ડ જરૂરિયાત ન પણ હોય શકે ! આ એક ખતરનાક માનસિકતા છે.અહીંથી “સેકન્ડ સેકસ”ની અસ્તિત્વ ઉપર પૂર્ણવિરામ આવી જાય છે,પણ……..સર્જનહારને દાદીમાઓની માનસિકતાની અસર થતી નથી.

હાલમાં જ એક એવું સંસોધન બહાર પડયું છે કે ધીરેધીરે પુરુષની ઉત્પતિના જનિનો ખતમ થતા જાય છે.આ સંસોધનની માન્યતા પ્રમાણે આવતા દોઢલાખ વર્ષ પછી પુરુષનો જન્મદર અટકી જશે.આ બાબત આમ જોઇએ તો અશક્ય છે.

જો પુરુષનો જ્ન્મદર અટકી જાય તો માતૃત્વ નામનો બુલંદ શબ્દ કેટલો વામણૉ બની શકે છે.

રજનીશે ગર્ભવતી માતાને કહ્યુ છે કે,” જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે તમે જે કંઇ સતત કરો છો તે આંદોલન સ્વરૂપ બાળસ પાસે પહોચી જાય છે.જો તમે ગુસ્સે થાવ તો તમારા પેટ ઉપર ગુસ્સાનો તનાવ ઉભો થાય છે.તમે જ્યારે ઉદાસ હો છો ત્યારે તમારું પેટ ઉદાસીનતાનું વાતાવરણ ધરાવે છે.બાળક પણ સુપ્ત અને ગમગીન બની જાય છે.”

“હું એક સગર્ભામાતા છું,હું ગુસ્સો ના કરી શકું.એની મને છુટ નથી.હું ગર્ભાવસ્થાને સવેંદનશીલ જવાબદારી ગણું છું.”

સ્વામી સચ્ચિદાનંદે પત્નીઓનાં પાંચ પ્રકારના વર્ણન લખ્યાં છે.(૧)આગળ ચાલનારી(૨)સાથે ચાલનારી(૩)પાછળ ચાલનારી(૪)માથે ચઢેલી(૫)પગ નીચે છુંદાતી.

જ્યારે ગર્ભવતી સ્ત્રીએ આ પત્નીના પાંચે પ્રકાર પાછળ છોડી દેવા પડે છે.ગર્ભવતી સ્ત્રી એ ઇશ્વરનું માનવ સ્વરૂપ છે.સ્ત્રી દેહનું અંતિમ સ્વરૂપ છે.ગર્ભવતી સ્ત્રી એ માનવતા,મમતા અને લાગણી અને પ્રેમનું અંતિમ સ્વરૂપ છે.આ બધાની ચરમસિમા છે.

ગુજરાતી સમાજમાં માતૃત્વનું કુટુંબીકરણ થઇ જાય છે,જે ઘણી સારી બાબત છે.ગર્ભવતી વહુ પ્રત્યે સાસુનું વલણ બદલી જાય છે.કદાચ પ્રથમ વખત ગર્ભવતી થયેલી વહુંનું મહત્વ અચાનક વધવા પાછલ પુત્ર જન્મની એષણા કારણભૂત છે.ગુજરતી સમાજ એ આશા એ જ બેઠો હોય છે કે પ્રથમ સંતાન પુત્ર તરીકે જ જનમવો જોઇએ.ધીરે ધીરે આ માનસિકતા બદલતી જાય છે પણ આ માનસિકતા બદલવાનો દર ધીમો છે.

સંયુકત પરિવારમાં રહેતી સ્ત્રી ગર્ભવતી બને છે ત્યારે તે સ્ત્રીને મોટી રાહત રહે છે.દેરાણી,જેઠાણીથી સાસુ સુધીની વ્યકિતઓ આ સ્ત્રીની સંભાળ રાખે છે.બાળક જન્મીને મોટૉ થાય ત્યાં સુધીની પ્રક્રિયામાં બાળકની માતાને ઘણી રાહત રહે છે.

જ્યારે પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય અથવા સંયુકત કુંટૂબ હોવા છતાં બહાર રહેતા હોય અને લગ્ન પછી કુટુંબથી અલગ થઇ ગયા હોય..ત્યારે સ્ત્રીને માતૃત્વ શબ્દ કંટાળાજનક લાગે છે…કમસેકમ લગ્ન પછીના પાચ -દસ વર્ષ સુધી સંયુકત પરિવારથી અલગ થવાની આધુનિક ફેશન અપનાવવી નહીં.પુરુષોને આ બાબતથી કઇ મોટી તકલીફ પડવાની નથી,જે તકલીફ ભોગવવાની છે તે સ્ત્રીઓને જ ભોગવવાની છે.

કમસે કમ માતૃત્વ જેવા પવિત્ર શબ્દો માટૅ સંયુકત કુંટૂંબની ભાવનાને તોડી પાડવી એ હિતાવહ નથી.

પશ્મિમી દુનિયાનું એક સંસોધન છે કે એક કરતાં વધું સ્ત્રીનૉ સારસંભાળ નીચે ઉછરેલો બાળક

વધું કુશાગ્ર અને બુધ્ધિશાળી બને છે.

ગર્ભવતી માતાએ ગર્ભાવસ્થા દરમ્યાન ધાર્મિક પુસ્તકોનાં વાંચન કરતાં પરાક્રમ અને શૌર્યના પુસ્તકો વાંચવા જોઇએ.ઇતિહાસ ગવાહ છે.વીરપુરુષો મર્દાના માતાની કુખેથી જન્મયા છે. ધાર્મિક ઓથારતળે જિવતી માતાની કુખેથી વીર પુરુષો ઓછા જન્મે છે.શીવાજીને જન્મ આપવા માટે જીજીબાઇ જેવી માતાની જરુર પડે છે.ધર્મગુરુની આજ્ઞાનું પાલન કરનારી કે સ્વામીજીની આજ્ઞાનું પાલન કરનારી માતાની કુખે પંડા જેવા બાળકો જન્મવાની શકયતા વધૂં છે.

ગર્ભાવસ્થા દરમ્યાન માતાએ પોતાનો સ્વભાવ પ્રેમી અને લાગણીશીલ રાખવો.સતત તમારા પતિ સાથે સ્પર્શભાવ રાખો.આ સમય દરમ્યાન સતત પતિ સાથે સુમેળભર્યા સંબધો રાખવા. કારણકે પતિ સાથે સતત સ્પર્શની ભાવનાથી ગર્ભનું બાળક પ્રફુલ્લિત રહે છે..જે કાંઇ નાના ઝઘડા હોય એ બધા પતિ-પત્નીએ આ સમયગાળા દરમ્યાન ભૂલી જવાં જોઇએ.

પ્રાણી સમુદાયમાં માદા એકવાર ગર્ભવતી થઇ જાય પછી નર તેની સાથે સંભોગ કરતો નથી.જ્યારે માનવ સમુદાયમાં નર ગર્ભવતી માદા સાથે સાતમા મહિના સુધી પણ સંભોગમાં રચ્યો પચ્યો રહે છે.આ કમાલ સર્જનહાર પુરુષની છે…કારણકે ગર્ભાધાન એ પુરુષનો આંનદ નો સમયગાળૉ ઓછો કરી શકે છે.

માતૃત્વ એ વૈજ્ઞાનિક નથી.એ સંપુર્ણ કુદરતી છે.અણુના વિસ્ફોટથી લઇને પોપકોર્ન ફુટવા જેવી પ્રક્રિયા માટે નવી નવી શોધો વૈજ્ઞાનિકો કરે છે.ભ્રુણના વિકાસ માટે સ્ત્રીના પેટ સિવાય કોઇ વિકલ્પ જ નથી.કૃત્રિમ રીતે ગર્ભાધાન થઇ શકે છે,કૃત્રિમ રીતે ઇંડાના સેવનથી ચુઝાનો જન્મ આપી શકાય છે,પણ કૃત્રિમ માતાના પેટની કે કૃત્રિમ મરઘીની શોધ અશકય છે.

બાળ ઉછેરની પ્રક્રિયા સ્ત્રીઓની માનસિકતાની અને લાગણીની સચોટ પરિક્ષા છે.આ પ્રક્રિયામાં સ્ત્રી પત્ની તરીકે નાપાસ થાય છે અને માતા તરીકે પાસ થાય છે.

તમારા પેટમાથી એક માનવજીવનું સર્જન થઇને બહાર નીકળયું છે.નવ માસની કઠીન યાત્રા વચ્ચે વચ્ચે ક્યારેક આવતી આંનદની ક્ષણૉ વચ્ચે તમે આ યાત્રા પુરી કરી છે એ યાત્રાનું પુણ્ય ફળ છે તે તાજુ જન્મેલુ બાળક..એક બુધ્ધિહિન,દિશાહિન પ્રાણી.જેને તમારા થકી આ દુનિયામાં પ્રવેશ મળ્યો છે.

યાદ રાખો..આ પ્રક્રિયામાં તમે ઇશ્વરના કાર્યમાં ભાગીદાર બનો છો….આ અધિકાર ઇશ્વરે ફકત સ્ત્રીઓને જ આપ્યો છે.

અસ્તું.

નરેશ કે.ડૉડીયા