પુરુષ અંહમ અને સ્ત્રી Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુરુષ અંહમ અને સ્ત્રી

પુરુષ-અંહમ-અને-સ્ત્રી
---------------------
વરસોથી કહેવાઇ છે કે "સ્ત્રી પુરુષની કમજોરી કે નબળાઇ રહી છે".હકીકતમાં આ સર્દંભમાં જોઇએ તો સ્ત્રીઓનું શરીર કે એનું રૂપ આ ધટનાની પાછળ જવાબદાર ના હોઇ શકે.

પુરુષની નબળાઇનાં સંર્દભમાં સ્ત્રી પ્રત્યેનો એનો કુદરતી ભાવ જવાબદાર છે.હજારો વરસોથી પુરુષ સ્ત્રીઓ માટે લડતો આવ્યો છે અને લખતો આવ્યો છે.પુરુષનાં જિન્સનું બંધારણમાં જ સ્ત્રીઓ પ્રત્યેની કોમળભાવનાં ધરબાયેલી હોય છે.પુરુષ સ્ત્રી પ્રત્યે કઠોર સંજોગોવશાત બને છે.એ ઘટનાને સુક્ષ્મ રીતે જોઇએ તો સ્ત્રીઓ તરફથી થતી અવગણનાં મોટે ભાગે જવાબદાર હોય છે.મોટે ભાગે પુરુષ ગમે તેવો લડાયક,ગુસ્સાવાળૉ,ગુંડૉ મવાલી કે મોટો બિઝનેશમેન હોય એની કોમળબાજુ જોઇએ તો એમાં એક સ્ત્રીનુ સ્થાન હશે.

પુરુષનાં પ્રેમમાં અને સ્ત્રીનાં પ્રેમ જબરો ફર્ક છે.એકધારો,અવરિત રોકયા વિનાનો દિલફાડીને પ્રેમ પુરુષ જ કરી શકે છે.જ્યારે સ્ત્રીનાં પ્રેમમાં એનાં મુળભૂત સ્વભાવ અને બદલાતા સંજોગોનાં કારણે ઘણા અંતરાવ આવતા હોય છે.થાકેલા પુરુષનો વિસામો હમેશાંને માટે એક સ્ત્રી રહી છે.આજ સુધી જોઇએ તો જેટલુ પુરુષે સ્ત્રીઓ વિશે લખ્યુ છે એટલું સ્ત્રીઓએ પુરુષ વિશે નથી લખ્યુ.એની પાછળ આમ જોઇએ તો એક મર્યાદા પણ જવાબદાર છે.

પુરુષનો કુદરતી સ્વભાવ છે,એ જે સ્ત્રીને પ્રેમ કરતો હોય એ સ્ત્રીનાં જીવનમાં અન્ય પુરુષની દખલઅંદાજી કે હાજરી સહન કરી શકતો નથી.એ જ કારણે સ્ત્રીઓની હમેશાં એક ફરિયાદ હોઇ છે કે મારા પુરુષ મારા માટે બહું પઝેસિવ છે.મોટે ભાગે આ સત્યને કબુલ કરવું પડે.પુરુષની પ્રેમીકા કે પત્ની હોય એનાં માટે પઝેસિવ હોય એવું નથી.ફેસબુકમાં એની નજીકની સ્ત્રી મિત્ર હોય તો પુરુષગત સ્વભાવને લીધે એનાં પ્રત્યે એ પઝેસિવ બની શકે છે.

ઘણા લોકો કહે છે કે પુરુષનું હ્રદય કઠણ હોય છે.હકીકતમાં પુરુષનું હ્રદય પણ સ્ત્રી જેવું જ કોમળ હોય છે.પણ પુરુષ પોતાનું દુખ મોટે ભાગે વ્યકત કરી શકતો નથી અને સ્ત્રીઓ મોટે ભાગે રડીને પોતાનું દુખ વ્યકત કરીને હળવાશ અનૂભવે છે.જ્યારે પુરુષ અવ્યકત દુખનો ભાર લઇને અંદરથી સોસવાતો રહે છે.

પુરુષને પોતાનો અંહમ વ્હાલો હોય છે.ખાસ કરીને પોતાની સ્ત્રી પાસે એનો અહંમ સંતોષાઇ એવો એનો એ સ્ત્રી પ્રત્યેનો વહેવાર હોય છે,સાથે સાથે એ સ્ત્રી માટે એનાં હ્રદયમાં કોમળભાવ પણ એટલો જ હોય છે.પોતાની ગમતી સ્ત્રી માટે પુરુષ કોઇ પણ હદ સુધી જઇ શકે છે.યુધ્ધ છેડવાથી લઇને નગર આખુ સળગાવી શકે છે અને જરૂર આવ્યે કોઇ માણસની એ સ્ત્રી માટે જાન લેતા પણ અચકાતો નથી.

એ જ લડાયક પુરુષ તુટી જાય છે,જ્યારે એની પ્રિય સ્ત્રી દ્રારા અવહેલનાં પામે છે કે અપમાનિત થાય છે.આખી દુનિયાનો કોપ સહન કરનારો એક સ્ત્રીનાં અપમાનથી અંદરથી તૂટી જાય છે..આ ધટનાની પાછળ એક માત્ર જવાબદાર હોય તો એ સ્ત્રી પ્રત્યેનો પ્રેમ.

કારણકે પુરુષનાં પ્રેમને પ્રગટ કરનારા ભાવમાં સ્ત્રી જેવી લજ્જાનો અંશ નથી હોતો.પરિણામે એની પ્રેમભાવનાં પણ એટલી જ બળુકી હોય છે.જ્યારે આ બળુકી પ્રેમભાવનાને જેને પ્રેમ કરતો હોય એ જ સ્ત્રી ઠેસ પહોચાડે છે ત્યારે પુરુષ તૂટી જાય છે.

બધા કહે છે કે પુરુષ મોટે ભાગે રડી શકતો નથી,પણ આવી ધટના બને ત્યારે પુરુષ ક્યાક છાને ખૂણે રડી લે છે.પોતાનાં પ્રેમથી તરછોડાયેલો પુરુષ જીવનભર સ્થાયી થઇ શકતો નથી.જ્યારે પોતાના પ્રેમથી તરછોડાયેલી સ્ત્રી મોટે ભાગે એનાં જીવનમાં સ્થાયી થઇ જાય છે..ફર્ક માત્ર એટલો કે પુરુષ એ પ્રેમને વખતો વખત કોઇ પણ બહાને વ્યક્ત કરતો રહે છે.જ્યારે સ્ત્રી એ પ્રેમને મનોમન સાચવી રાખે છે.એક સ્ત્રીની જેમ કોઇને મનોમન ચાહવું શક્ય નથી.કદાચ એ જ કારણ હશે.પુરુષ કવિઓ દ્રારા લખાયેલી સ્ત્રી માટેની કરોડૉ કૃતિઓ.

બે પ્રેમી હોય કે પતિ પત્ની હોય.મોટે ભાગે એમનાં બે વચ્ચે ટકરાવ તો થતો જ હોય છે.આવા ટકરાવમાં પણ પુરુષ હમેશાં જતું કરવાની ભાવનાં વધારે દાખવશે.જ્યારે સ્ત્રીઓનો સ્વભાવ એનાંથી બિલકુલ જુદો હોવાથી પુરુષનાં પ્રમાણમાં એની જીદનાં કારણે એ ટકરાવમાં નમતી નથી,છેવટે પુરુષની પહેલ દ્રારા આ ટકરવનો અંત આવે છે.મોટે ભાગે આવુ જ બનતું હોય છે..કારણકે પુરુષ જેને પ્રેમ કરતો હોય એને હમેશાં જીતતી જોવાં માંગે છે.એમાં પણ જે પુરુષનાં જીવનમાં અન્ય સ્ત્રીઓથી કોઇ જાજરમાન સ્ત્રી હોય તો એ પુરુષ એ સ્ત્રી માટે પોતે ગર્વ અનૂભવે છે અને અન્ય પુરુષથી પોતે કંઇક જુદો છે એવા અભિમાનમાં રાચતો હોય છે.

પુરુષ જે સ્ત્રીને ચાહે છે.એ સ્ત્રીનો અંહમ સંતોષવો ગમે છે.એની સાચી ખોટી તમામ માંગણી આંખ બંધ કરીને પૂરી કરવાં માટે તલપાપડ રહે છે.ઘણી સ્ત્રીઓ પુરુષનાં આવા એકધારા પ્રેમથી કંટાળી જતી હોય છે...સામે જો એ જ પુરુષ પોતાનો પ્રેમ સમયસર જતાવવામાં ચુકે તો અકળાઇ પણ જતી હોય છે.

સ્ત્રી ઘણી વખત વિરોધાભાસી વર્તણુક્ કરે છે. એક બાજુ જન્માજાત સ્વભાવ પ્રમાણે તેને પુરુષને વહાલું થવું ગમે છે.પુરુષને આકૅષવો અને મોહાન્ધ કરવો ગમે છે.તેને થઈને ગુલામડી જેવું વર્તન કરે છે,પછી પુરુષ તાબે થઈ જાય ત્યારે,પુરુષ તેના સ્વભાવ પ્રમાણૅ સ્ત્રીને સતત વશમાં રાખે છે.ત્યારે તે ફરિયાદ કરે છે. એક ક્ષણે તે તેની ગુલામડી બને છે.બિજી ક્ષણે તે બળવાખોર બને છે,અને ત્રીજી ક્ષણે પુરુષ સામે લટુડાવેળા સુધ્ધા કરે અને પુરુષ પર ઓવારી જાય છે.

ગમે તેવા સમજદાર પુરુષની એક જ તકલીફ છે.જે સ્ત્રીને એ ચાહે છે એ એની પ્રેમીકા હોય કે પત્ની હોય.એ સ્ત્રીને આજીવન એ સમજી શકતો નથી.એનુ મુખ્ય કારણ એ સ્ત્રીનો મુડસ્વીંગ જવાબદાર છે.મુડલેસ થયેલી કે અમુક પરિસ્થિતિની કારણે દુખી થયેલી સ્ત્રીને એનાં ગમતાં પુરુષ દ્રારા થતું પેમ્પરીગ ગમે છે.પણ સૌથી મહત્વની એ વાત છે.સ્ત્રીને એ જ પુરુષ દ્રારા પ્રેમ્પરીગ માત્ર પ્રેમી તરીકે કરે એ ગમતું નથી.એ સ્ત્રી એ પુરુષમાં મિત્રથી લઇને પ્રેમી કે એનાં મનગમતાં હીરોને કોઇ ફીલ્મમાં હીરોઇનને જે રીતે પ્રેમ્પરીગ કરે છે એ પ્રકારે પેમ્પરીગ કરે એ વધું ગમે છે.અને પ્રેમી તરીકે અછોવાનાં કરતો બાપડૉ પુરુષ આ જ કારણે ગોટે ચડી જાય છે..આટલી આટલી એની દરકાર રાખું છુ છતાં પણ માતાજી કેમ સરમાંથી હજુ ગયા નથી.

મહાન નવલકથાકાર મોંપાસા લખે છે કે- પુરુષ સ્ત્રીના પ્રેમમાં પડે અને બંને લાગણીથી બંધાય ત્યારે અનિર્વાયપણે દુઃખ આવે છે.પુરુષ સ્ત્રી વચ્ચેના સંબધમાં તૃપ્તિ હોતી નથી.સ્ત્રીને કારણૅ પુરુષ લાંબા ગાળા માટે દુઃખ સહન કરતો રહે છે.સ્ત્રી પુરુષ માટે કોયડા સમાન છે.

પુરુષોનો પ્રેમ જેમ દરિયા જેવો અને સપુંર્ણ સમર્પણ વાળો હોય છે સામે પુરુષની ટેવ કુટેવ અને એનાં અંહંમની વાત પણ ન્યારી છે.

ધણી વાર સ્ત્રી પોતાનાં ગમતાં પુરુષની તુલનાં અન્ય પુરુષ સાથે કરે ત્યારે પુરુષનો અંહમ ધવાઇ છે.કારણકે પુરુષોના સ્વભાવમાં અહંમનું ઘવાવું અને તેમાંથી રોષ-ક્રોધ-ગુસ્સાનું પેદા થવું જન્મજાત વણાયેલું છે.આની પાછળ એની એક જ ભાવનાં કામ કરે છે.મારી સ્ત્રી શા માટે બીજા પુરુષ માટે વિચારે..?આ વાત કોઇ પણ શાણૉ અને સમજદાર પુરુષ પણ સહન કરી શકતો નથી.

પારુલબેન ખખ્ખર લખે છે કે," સમર્પણ એ સ્ત્રીનો અને સ્વીકાર એ પુરુષ નો સ્વભાવ છે પણ પુરુષ જેને સમર્પિત થાય એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.પુરુષ માટે પ્રેમ નાં સુંવાળા માર્ગ પર લપસી જવું એ એક થ્રીલ છે અને સહજ પણ છે.પરંતુ એની જ સ્ત્રી માટે તે બ્લેકઝોન છે જ્યાંથી પાછી ફરેલી સ્ત્રીને એ ચાહી શકતો નથી...

છતાં પણ પુરુષ એ પુરુષ છે.કહેવાઇ છે કે પુરુષોને પ્રેમમાં પડવા માટે સ્થળ અને મોકો જ પર્યાપ્ત છે,જ્યારે સ્ત્રી માટે ઇન્સટંટ પ્રેમમાં પડવું એટલુ સહેલું નથી.પુરુષને કોઇ સ્ત્રી થોડૉ ભાવ આપે તો સહેજમાં પલળી જાય છે.થોડુ ધણું ફર્લટીંગથી લઇને મસ્તી મજા કરી લે છે.જ્યારે મોટાભાગની સ્ત્રીઓ આ પ્રક્રિયાથી દૂર રહે છે.

મોટે ભાગે સ્ત્રીઓ બેવફાઇ નથી કરતી અને કરે તો પણ એની પાસે સબળ કારણૉ હોય છે,પણ જ્યારે પુરુષ માટે એક મોકો મળે તો મોટાભાગે પુરુષ આ તક જતી કરતો નથી..કારણકે સ્ત્રીઓ વરસોથી પુરુષોની નબળાઇ રહી છે.કદાચ આ નબળાઇનો એક હિસ્સો જ હોવો જોઇએ.

જ્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે સુમેળ ભર્યા સંબંધ ચાલતો હોય અને અચાનક નાની બાબતમાં ચણભણ થાય ત્યારે પુરુષ તુરત ઉશ્કેરાઇ જાય છે.જ્યારે સ્ત્રી શાંતિ ચિતે પુરુષની દરેક પ્રતિક્રિયાને જોયા કરે છે. સ્ત્રીનો આ સ્થિતપ્રગ્ન ભાવ પુરુષ માટે બહુ આકરી પરિક્ષા સમી છે.સ્ત્રીનાં એનાં માટેનાં ભાવમાં જરાં પણ ઘટાડો થાય કે સ્ત્રી એની જરા પણ ઉપેક્ષા કરે તો પુરુષ અકળાઇ ઉઠે છે અને આવા સમયે અકળાયેલો પુરુષ સ્ત્રીને મનમાં જે આવે એ બોલી નાખે છે.જ્યારે એનો ગુસ્સો ઉતરે છે ત્યારે એ જ પુરુષ સ્ત્રીને મનાવવાં માટે આકાશ પાતાળ એક કરી નાખે છે..કારણકે પુરુષ જેને પ્રેમ કરે છે એનાંથી લાંબો સમય દૂર રહી શકતો નથી કે થોડુ ઘણૉ કોમ્યુનેશન ગેપ પણ એનાથી સહન થતો નથી..

સ્ત્રીના મન વિશે ભચેચ સાહેબે એક સરસ બાબત લખી છે-દરેક સ્ત્રીના મનમાં કોઇ ને કોઇ ખૂણે અવી અપેક્ષા હોય છે કે કોઇ એની તરફ સતત ધ્યાન આપે.અની સંભાળ લે,એને હુંફ આપે,એની પાછળ ઘેલું થાયં અને એની લાગણીને સમજે.પરંતું આ ખૂણૉ નબળો છે.જો કોઇ એવો ત્યાં પહોચીને સ્ત્રીને એવો અહેસાસ કરાવી દે,કે પોતે જ આ ખૂણામાં બેસે તેવી વ્યકિત છે,તો સ્ત્રી આ સંબધમાં છેતરાવા પણ જાણ્યે અજાણ્યે મજબૂર થઇ શકે છે.સંબધોમાં છેતરાયા પછી તેનો ખટકો એના દિલમાં ધરબાવી દઇને સ્ત્રી પાછી પોતાના જીવનમાં સહેલાયથી ઠરીઠામ થાય છે.જયારે પુરુષ એટલી સહેલાયથી પોતાનાં જીવનમાં ગોઠવાય શકતો નથી.
કદાચ પુરુષની આ જ નબળાઇને મોટે ભાગે એમ કહેવાતું હશે કે સ્ત્રી પુરુષની વરસોથી નબળાઇ રહી છે..ખરેખર પુરુષને ખૂશ રાખવો સાવ સહેલો છે..બસ થોડૉ અંહંમ પંપાળો અને એક સ્ત્રી નહી,મિત્ર જેમ વર્તો એટલે પુરુષ રાજી રાજી..

પુરુષ એ પુરુષ છે.એ પ્રેમી તરીકે જુદો છે અને પતિ તરીકે જુદો છે.એનું મુખ્ય કારણ છે,પુરુષ સમયે સમયે એની સ્ત્રી પાસે નાવિન્ય ઝંખે છે.પુરુષોને ડબલ રોલ કરી શકે એવી સ્ત્રી વધું ગમે છે.પોતાની સ્ત્રી ધરમાં શાંત અને સૌમ્ય ઇચ્છે છે અને પોતાનાં અંગત જીવનમાં એ જ સ્ત્રી એના બેડરૂમમાં બોલ્ડ અને સામેથી પહેલ કરતી હોય એવી અપેક્ષા રાખે છે.મોટે ભાગે અમુક વરસોનાં લગ્નજીવન બાદ સંતાનોનું આગમન થઇ જતાં પુરુષોની આ અપેક્ષા સ્ત્રી તરફથી સંતોષાતી નથી એટલે લગ્નજીવનનાં અમુક વર્ષો બાદ સંવાદોનું નહીવત સ્થાન જોવા મળે છે.સામે પક્ષે સ્ત્રીઓનો સ્વભાવ તો એનો એ જ રહે છે,સ્ત્રીને વાતો કરવી ગમે છે, એનો પતિ દિવસ દરમિયાન બનતી ધટનાઓ સંભળાવવી ગમે છે.ત્યારે આ સ્થિતિમાં પુરુષ મોટે ભાગે સંવાદોથી દૂર રહે છે.આ સત્ય મોટાભાગનાં દંપતિઓમાં જોવા મળે છે.

જ્યારે પ્રેમી તરીકે પુરુષ પતિપણા હજારો કિલોમિટર દૂર હોય છે.કોઇ પણ ઉમરે પ્રેમ પડેલો પુરુષ પોતાને પચ્ચીસ વર્ષનો યુવાન જ માને છે.એ પુરુષ માટે એની પ્રેમીકા એક સ્ત્રી નહી પણ એક રાજકુમારીથી કમ નથી હોતી.પત્ની બન્યા પછી એ સ્ત્રી સાથે કામ પૂરતી વાત કરતો હોય એ જ સ્ત્રી જ્યારે પ્રેમીકા હોય ત્યારે એની સાથે વાત કરવાં માટે કોઇને કોઇ બહાનાં બનાવતો હોય છે..

હે સ્ત્રીઓ,આ પુરુષો વિનાં સ્ત્રી અધુરી છે અને સ્ત્રી વિના પુરુષ અધૂરો છે.કારણકે માણસનો વંશવેલો આગળ વધારવાં માટે સ્ત્રી પુરુષનું મિલન થવું જરૂરી છે.

છેલ્લે તો રમણલાલ વસંતલાલ દેસાઇ કહે છે એવું જ કરવું પડે છે.."જિતાય નહી તેવી સ્ત્રીને વશ કરવી હોય તો એનુ અતિ સન્માન કરવૂં જોઇયે એ જ ઈલાજ બાકી રહેતૉ હોઇ છે."
-
નરેશ કે.ડોડીયા