સાવ પાસે કોઇ આવી દૂર ચાલ્યુ જાય છે Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાવ પાસે કોઇ આવી દૂર ચાલ્યુ જાય છે

સાવ પાસે કોઇ આવી દૂર ચાલ્યુ જાય છે

તરછોડવાનુ કોઇ માણસને મને ગમતું નથી છતાં
સામેના માણસની ખૂશી ખાતર કદી પાછળ હટ્યો હતો-
નરેશ કે.ડૉડીયા
માણસની જિંદગીનો રોજ સવાર એનો એક દિવસ ઓછો કરી નાખે છે અને માણસની ઉમરમાં ઉતરોતર વધારો થતો જાય છે અને શરીર પર એની અસર કાળક્રમે દેખાતી જાય છે. છતાં વિતિ ગયેલા દિવસ,મહિના,વરસોને આપણુ મન ભૂલી શકતું નથી..એ તો ક્યારેકને ક્યારેક જીવી ગયેલા કે વિતિ ગયેલા ભૂતકાળમાં સરી જાય છે..એમાં પણ ભૂતકાળમાં આપણી સાથે બની ગયેલી યાદગાર ધટનાઓને વારમવાર જીવીએ છીએ.
ઘણા વાસ્તવવાદી હોવાનો દેખાડો કરતા લોકો લખતાં હોય છે કે કહેતા હોય છે.સારો હોય કે નરસો હોય એ ભૂતકાળને ભૂલી જઇએ તો આપણી પ્રગતિનો માર્ગ ખૂલ્લો રહે છે અને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકીએ.જિંદગીમાં આગળ વધવું હોય તો મુવઓન જરૂરી છે.ખરેખર સારો હોય કે નરસો હોય,એ ભૂતકાળનાં અનૂભવ જ આપણને આગળ વધવામાં કામ લાગે છે...
એક સત્ય ધટનાં છે જે આ બાબતને સંલંગ્ન છે.૨૦૧Oમાં હું ફેસબુકમાં જોડાયો ત્યારથી મારા એક મુંબઇનાં મિત્ર છે...જેઓ ટેલિવિઝન એને ફોટોગ્રાફી સાથે સંકળાયેલા છે.આ જ અરસામાં એ ચાલીસ બેતાલીસ વર્ષીય મારા મિત્રને ગુજરાતનાં એક શહેરની સીમા નામની ત્રીસ વર્ષીય મહત્વાકાંક્ષી અને ખૂબસૂરત યુવતીનો પરિચય થયો..જે વ્યકિત મહત્વાકાંક્ષી હોય એને ખબર જ હોય છે કે મારે સામી વાળી વ્યકિત પાસેથી શું જોઇએ છે અને એનાં થકી મારી મહત્વાકાંક્ષા ક્યાં સુધી પૂરી થઇ શકશે..ધીરે ધીરે આ બંનેનો પરિચય વધતાં એ બંને સંબંધમાં ખૂબ આગળ વધી ગયા..પેલી યુવતી મુંબઇ પહોચી ગઇ.પોતે કુવાંરી છે એમ બતાવી એને પેલા ભાઇની ઓળખાણથી રહેવાની સગવડ કરી..ધીરે ધીરે એ ભાઇ પોતાનાં પ્રેમ અને લાગણીનાં કારણે પેલી યુવતીને મોડેલીંગથી ટીવી સિરિયલમાં કામ કરતી કરી દીધી.આજે એ યુવતીએ ચાર પાંચ સિરિયલ અને ઘણી પ્રોડકટ માટે મોડેલિંગ કરી ચુકી છે..જેમ જેમ પગભર થતી ગઇ એમ પેલી યુવતી મારા જે મિત્ર હતા એનાથી દૂર થતી ગઇ..જે પેલાં ભાઇ માટે અતિસય આધાતજનક હતુ,કારણકે એનાં માટે પ્રેમ અને લાગણીનાં કારણે પેલી યુવતીની પ્રગતિ માટે પાછુ વળીને જોયુ નહોતુ..શરુઆતમાં એનો પેલી યુવતીનો મોડેલીંગ પોર્ટફોલિયો બનાવવાં માટે એ યુવતીનાં અન્ય એક ખ્યાતનાંમ ફોટોગ્રાફરને લાખ રૂપિયા જેટલાં પોતે ચુક્વયા હતાં..હું બે હજાર બારમાં મુંબઇ ગયો ત્યારે બંને સાથે એક દિવસ રહ્યો હતો અને બંને એકદમ ખૂશખૂશાલ હતા.
અચાનક ૨૦૧૪નાં નવેમ્બર મહિનામાં મારા મિત્રનો ફોન આવ્યો અને ફોનમાં મને કહ્યુ કે સીમાએ મારી સાથે ટોટલી રીલેશન તોડી નાખ્યા છે અને મને કહે છે હું મુવઓનમાં માનું છુ અને જો સારા મિત્ર બની રહેવા માંગતા હો તો ઠીક છે નહીતર આપણે આપણા સંબંધને પૂરો કરી નાખીએ અને તમે આપણી વચ્ચે જે જુનો સંબંધ હતો એ યથાવત રહે એ આશા રાખતાં નહી અને વારમવાર એ સંબંધ માટે તમે મારી સાથે બોલાચાલી કરો એ મને પંસંદ નથી..
એ ભાઇએ પછી આગળ વાત કરી અને મને કહે કે જેને મારા વિનાં એક દિવસ ચાલતું નહોતુ,એ જ સીમા મને કહે છે કે ફેસબુકમાં થયેલો પ્રેમ કે દોસ્તી કાયમ થોડી ટકી શકવાની હતી અને હું તો ફેસબુકને મારા ટાઇમપાસ માટે ઉપયોગ કરતી હતી...એટલે મે મારા મિત્રને એક જ વાત કહી કે જેટલાં સમય સારો સંબંધ હતો એ તમારું ઋણાનુબંધ હતો એ પૂરો થયો એટલે શક્ય હોય તો એને ભૂલીને તમારા કામમાં મન પોરવો એ જ તમારા માટે સારુ છે..એ ભાઇ ખૂબ જ લાગણીશીલ હોવાને કારણે ખૂબ જ સમજાવટ કરી..
ત્યાર બાદ બે મહિનાં પછી એ ભાઇનો પાછો ફોન આવ્યો અને મને કહે કે મે ફરી એક વાર સીમાને સમજાવવા માટે એનાં ઘરે ગયો હતો...એટલે મે પુછ્યુ કે શું થયુ પછી?
એ મારો મિત્ર મને કહે કે હું એનાં ઘરે ગયો તો એ મને કહે કે આજ છેલ્લી વાર તમને હું આપણા જુનાં સંબંધનાં કારણે મળું છુ આજ પછી તમે મને કોઇ પણ બહાને વાત કરવાની કે મળવાની કોશિશ કરતા નહી.કારણકે મારા હસબંડને આ બધું પંસંદ નથી..
એટલે તરત એ ભાઇને એ કહ્યુ કે સીમા તો કુવાંરી હતી તો એનો હસંબંડ ક્યાંથી આવ્યો?
ત્યારે મારા મિત્રએ જવાબ આપ્યો કે એ ખોટુ બોલતી હતી અને એને એક પાચ વર્ષનો દીકરો પણ છે...અત્યાર સુધી આ બાબત મારાથી એને બધાથી છુપાવી રાખી હતી.સીમાએ અંધેરીમા ફલેટ લઇ લીધો છે અને હવે એનો હસબંડ અને દીકરો અહીંયા આવી જવાનાં છે.
આવી ઘણી ઘટનાં છે જે આપણામાનાં ઘણા લોકો સાથે બની હશે..વાસ્તવિક જિંદગીમાં મળેલાં લોકો કે ફેસબુક કે સોશિયલ સાઇટ થકી મળેલા લોકો માણસ જ છે.એવું થોડુ છે કે ફેસબુક થકી મિત્રો બનેલા માણસો આભાસી જ હોય.એવાં ઘણાં મારા મિત્રો છે જે ફેસબુક થકી મળ્યા છે એ આજે મિત્રોથી વિશેષ સંબંધ રાખે છે..
મારા આ મિત્ર છે એ અતિસય લાગણીશીલ અને ભાવુક છે અને આજે પણે એની આ ભૂતકાળની ચોટને ભૂલી શકતાં નથી.એ માણસની આસપાસ આજે પણ એટલી જ ઝાકમઝાળ છે છતા જે માણસ માટે એને પોતિકી લાગણી અને પ્રેમ હતો એને ભૂલી શકતો નથી.માણસ ગમે એટલો મોટૉ અને નામધારી બને પણ પોતિકી હુંફ માટે એની પાસે એક બે વ્યકતિથી વધારે વિકલ્પ હોતાં નથી.
કહેવાની એક જ વાત છે..આપણી ખૂશી અને આપણી તકલાદી માનસિકતા માટે ભૂતકાળમાં જે જે મિત્રો કે કોઇ પણ માણસ આપણને કામમાં આવ્યા છે એને કોઇ પ્લાનિંગ મુજબ આપણી સવલત મૂજબ મુવઓનનાં નામે દૂર ના કરવાં જોઇએ.કારણકે ઘણા માણસ એક સ્થાન પર પહોચી જાય છે ત્યારે એમ વિચારે છે કે,ભૂતકાળામાં જે માણસ આપણને કામ આવ્યા હતા એ આપણી પ્રગતિથી ખૂશ નથી..એનું એક કારણ છે જે કોઇ આપણને કામ આવ્યા હોય જ્યારે આપણે એક સ્થાન પર પહોચીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણી નામનાનાં કારણે આપણી નજીક રહેવાની કોશિશ કરે...અને એમાં ખોટુ પણ નથી..કોઇ આપણો જુનો મિત્ર મોટો માણસ બની ગયો હોય તો આપણે પણ એની નજીક રહેવાની કોશિશ કરીએ છીએ..ત્યારે અમુક લોકો એમ વિચારે કે," પ્રગતિનાં સમયમાં આવા લોકો અને તેમના અણછાજતા વ્યવહારોને નજર અંદાજ કરવામાં ભલાઈ છે.જો એ લોકોની સામે થવામાં આપણી શક્તિ અને સમય વેડફી નાખીશું તો આપણે આવા સમયે મનમાં રહેલા ધ્યેયને આંખ સામે રાખી આપણે આગળ નીકળી જવું જોઈએ .
ખરેખર કોઇ પણ માણસે એક સ્થાન પ્રાપ્ત કરી લીધું હોય પછી એની પ્રગતિનાં આધારસ્તંભને ભૂલી ના જવું જોઇએ.એ લોકોએ ધીરુભાઇ અંબાણી પાસેથી શીખવું જોઇએ..ધીરૂભાઇ જ્યાં સુધી જીવતાં હતાં ત્યાં સુધી એના ગામનાં ચોરવાડનાં બાળપણનાં મિત્રોથી લઇને એને આગળ લઇ આવવામાં જે જે લોકોને મદદ કરી હતી એ બધા સાથે પોતાનું સ્ટેટસ ભૂલીને સંબંધો સાચવ્યાં હતાં
શું ખબર ક્યારેક એ જ માણસની ભવિષ્યમાં આપણને એવાં સમયે જરૂર પડે જ્યારે કોઇ તમારી મદદે આવતુ નથી ત્યારે એ જ માણસની કમી તમોને ચોક્ક્સ દેખાશે અને અનૂભવશો કે જે માણસે દિવસ રાત જોયા વિનાં આટલુ કર્યુ એને મે મારી સવલત ખાતર છોડી દીધો એ જિંદગીની મોટી ભૂલ હતી.
સાવ પાસે કોઇ આવી દૂર ચાલ્યુ જાય છે
ખાલિપાનું દર્દ જ્યા મોટા અવાજે ગાય છે